________________
૪૧૮
અધ્યાત્મ રાજચંદ્ર છેટું રહ્યું છે એટલે જ પૂર્ણ દઢ આત્મવિશ્વાસથી શ્રીમદે આ કહ્યું છે અને આ દેહ–સદેહે તે પ્રાપ્ત કરવાને પોતાને દઢ આત્મનિર્ધાર પણ અત્રે જણાવી દે છે.
આ પૂર્ણ વીતરાગતાની પ્રાપ્તિ પૂર્ણ શક્ય છે–સદેહે શક્ય છે એ અંગે સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૬૭૨) શ્રીમદ્ તેવા જ દઢ આત્મનિશ્ચયથી કહે છે—કાયા સુધી માયા (એટલે કષાયાદિને સંભવ રહ્યા કરે, એમ શ્રી ડુંગરને લાગે છે, તે અભિપ્રાય પ્રાયે (ઘણું કરીને તે યથાર્થ છે, તે પણ કેઈ પુરુષ વિશેષને વિષે કેવલ સર્વ પ્રકારના સંજવલનાદિ કષાયને અભાવ થઈ શક્યા એગ્ય લાગે છે, અને થઈ શકવામાં સંદેહ થતું નથી, તેથી કાયા છતાં પણ કષાયરહિતપણું સંભવે; અર્થાત્ સર્વથા રાગદ્વેષરહિત પુરુષ હોઈ શકે.” આ અંતરંગ શત્રુઓને કાપી નાંખનારે આ શૂરવીર વીતરાગ સાધુપુરુષ કેવો હોય છે તેનું તાદૃશ્ય સુંદર વર્ણન કરતું સુંદરદાસનું વચન અત્રે શ્રીમદે ટાંક્યું છે મારે કામ ક્રોધ સબ, લાભ મેહ પીસિ ડારે, ઈન્દ્રિહ કતલ કરી, કિયે રજપૂત હૈ માર્યો મહા મત્ત મન, મારે અહંકાર મીર, મારે મદ મછર હુ, એસો રન રૂતે હૈ, મારી આશા તૃષ્ણા પુનિ, પાપિની સાપિની દેઉ, સબકો સંહાર કરિ, નિજ પદ પહૂત હૈ; સુંદર કહત ઐસે, સાધુ કેઉ શૂરવીર, વરી સબ મારિકે નિચિંત હોઈ સૂત હૈ.
અને સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૩૪૭) શ્રીમદે પોતે જ કહ્યું છે તેમ–“અમે કે જેનું મન પ્રાચે ક્રોધથી, માનથી, માયાથી, લેભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શેકથી, જુગુપ્સાથી કે શબ્દાફિક વિષયથી અપ્રતિબંધ જેવું છે, કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે,—એવા શ્રીમદ તે આ સર્વ અંતરંગ શત્રુઓને હણી નાંખનારા કેવા શૂરવીર મહા વીરપુરુષ–વીતરાગ સાધુપુરુષ હતા, તે આ વચન પરથી અને સમગ્ર અધ્યાત્મજીવન પરથી સ્વયંસિદ્ધ થાય છે. પણ પત્રાંક ૬૭૪માં સવિસ્તર સમજાવ્યું છે તેમ જેને અંતરાત્મદષ્ટિ પરિણમિત નથી એવા બહિર્દષ્ટિ જગજજીવ આવા પરમ વીતરાગને કેમ ઓળખી શકે? એને કઈ ખરેખર ઓળખી શકે એમ હોય છે જેને અંતરાત્મવૃત્તિ પરિમિત થઈ છે એવા દઢ મુમુક્ષુઓ જ. આ ગમે તેમ હો, પણ સદેહે વીતરાગ થયેલ આ દેહધારી મહાત્મા પુરુષ તો પોતે પોતાની ધન્ય વીતરાગ દશા અવકી જાણે પોતે પોતાને નમસ્કાર કરતે હોય, એમ કઈ પરમ ધન્ય ક્ષણે નિકળી ગયેલા આ સહજ સ્વયંભૂ (Spontaneous) વચને આ જ પત્રના (અં. ૬૭૪) અંતે લખે છે –
જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાયરહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હે ! નમસ્કાર હો !! તે મહાત્મા વતે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હે! નમસ્કાર હો !!'
આવા પરમ વીતરાગમૂત્તિને આપણા પણ ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હે ! નમસ્કાર હો !!