________________
શ્રીમદ્દનું અપૂર્વ આત્મધ્યાન વાદની અપેક્ષા રાખે છે. એટલે કેઈ અપવાદવિશેષે કોઈ અંતરઆત્મપરિણામી ઉચ્ચ આત્મભાવને પામેલ વિશિષ્ટ આરાધક આગળ પણ વધી શકે, તે તથારૂપ આત્મભાવ હોય તો જીવ ઘણી ઉચ્ચ ગુણભૂમિકાએ પણ પહોંચી શકે ખરો. અને તે વસ્તુ પિતાને અનુભવસિદ્ધ છે એટલે જ અત્રે આમ ગૂઢ માર્મિક ભાવ સૂચવતું આ (!) આશ્ચર્ય ચિહ્ન સૂચક રીતે મૂક્યું જણાય છે. અસ્તુ! શ્રીમદ્દની આ ધર્મ ધ્યાનદશા ઉત્તરોત્તર આગળ વધતી જ ગઈ, અને “ધર્મ જ જેના અસ્થિ છે, ધર્મ જ જેની મિજા છે એ સુપ્રસિદ્ધ પત્રમાં (સં. ૧૩૦, સં. ૧૯૪૬ પ્ર. ભા. સુદ ૧૧) સૂચવ્યું છે તેમ પરાકાષ્ટાને પામી ગઈ
પછી સૌભાગ્યના સસમાગમ પછી શ્રીમદના અધ્યાત્મજીવનમાં શુદ્ધ આત્મધ્યાનના માર્ગે સંચરવાને ધન્ય પ્રસંગ કેમ બને તે આપણે આગલા પ્રકરણમાં જોઈ જ ગયા છીએ. ૧૯૪૭માં શુદ્ધ સમકિત પ્રકાશ્ય ત્યારથી તે શ્રીમદ્દની આ શુદ્ધ આત્મધ્યાનની દશા અત્યંત અત્યંત વેગથી કેવી ઊર્ધ્વગામિની બનતી ગઈ તે આપણે જેવું જ છે. “હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે” એમ નિરંતર આત્મસાક્ષાત્કાર–આત્મદર્શન કરતા, “અલખ નામ ધુનિ લગી ગગનમે ” એમ અલખની ધૂનિ-ધૂન ગજાવતા, “શુદ્ધતા વિચારે ધ્યા” એમ શુદ્ધતાનું ધ્યાન ધરતા શ્રીમદ્ આ શુદ્ધ આત્મધ્યાનના પંથે કેવા ઉગ્ર વેગથી પ્રયાણ કરી રહ્યા હતા તે પણ આપણે જોયું જ છે. આવા નિર્વિકલ્પ સહજ સમાધિમાં સ્થિતિ કરતા, જીવન્મુક્ત કેવલ શુદ્ધાત્માનુભવદશાનો અમૃતાનુભવ કરતા, દેહ છતાં વિદેહી કાયોત્સર્ગદશાએ વિહરતા, સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી અસંગ ઉદાસીન પણે વિચરતા, એક પુરાણપુરુષ અને તેની પ્રેમસંપત્તિમાં જ અનન્ય પ્રેમ ધરતા શ્રીમદ્ ૧૯૪૮ના કા. સુ. ૧૩ના દિને પોતાના પરમાર્થસખા સૌભાગ્યને પત્રમાં (અં. ૩૦૨) આ મથાળું લખી પિતાનું આત્મસંવેદન દર્શાવે છે– સત્યં જે ઘીનrદા (એવું જે ) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ.” પુનઃ અં. ૩૦૭ માં પણ સૌભાગ્યને તે જ વચન મથાળે લખી લખે છે–
(એવું જે) પરમસત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હોય છે.” અર્થાત્ પરમ સત્ય-પરમસત્ એવું જે ભગવસ્વરૂપ–પરમપદ પરમાત્મસ્વરૂપ તેનું શ્રીમદ નિરંતર ધ્યાન કરી રહ્યા છે. શ્રીમદ ભગવચરણે સર્વ સમર્પણ-આત્માપણ કરી દીધું છે અને એમ કરી દેહાભિમાન મટાડી દીધું છે. “સનાતનધર્મરૂપ પરમ સત્ય'નું–પરમાત્મપદનું નિરંતર અખંડ ધ્યાન કરી રહેલા શ્રીમદૂના દિવ્ય આત્માને નિશ્ચય છે કે જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે,-એટલે કે પિતે તે પરમ સત્યસ્વરૂપ થયા જ છે વા થશે જ એમ માર્મિકપણે અત્ર સૂચવી દીધું જ છે. પત્રાંક ૩૨૩ માં પણ તેમ જ લખે છે–પરમ સતનું ધ્યાન કરીએ છીએ. ઈત્યાદિ.
- જે જેને ધ્યાવે તે તેવો થાય છે, એ સ્વયં સિદ્ધ હકીકત છે. ભ્રમરી-ઇયળનું દત અત્ર પ્રસિદ્ધ છે. શ્રીમદે પ્રથમ જ કહ્યું છે (અ, ૬૨) તેમ “પરમાત્માને