________________
અપૂર્વ આત્મસંયમ અને શુદ્ધ આત્મચારિત્ર ભણી દોટ કર૫ પરમ પુરુષને નમસ્કાર. પરિણામમાં તે જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેઠે મુંઝવે છે, એવા શ્રી સંયમને નમસ્કાર. તે જ્ઞાનને, તે દર્શનને અને તે ચારિત્રને વારંવાર નમસ્કાર.” (સં. ૮૦૮). તેમજ મનસુખભાઈ કિરવુચંદ પરના પત્રમાં (અં. ૩૪) પણ તે જ ભાવનમસ્કાર કર્યો છે–પરમ પુરુષને અભિમત એવા અત્યંતર અને બાહ્ય બંને સંયમને ઉલ્લાસિત ભક્તિએ નમસ્કાર.” ઈત્યાદિ.
આવા દ્રવ્ય-ભાવસંયમની અનન્ય તમન્ના ધારતા, સર્વ અર્થમાં પરમસંયમી શ્રીમદુની આત્મચારિત્રદશા પરમ અદ્દભુત હોય એમાં પૂછવું જ શું? “ધાર તરવારની સેહલી દેહલી, ચૌદમા જિન તણું ચરણ સેવા; ધાર પર નાચતા દેખ બાજીગર, સેવના ધાર પર રહે ન દેવા–એવી આ ચારિત્રદશા કેવી વિકટ છે? શ્રદ્ધા અને જ્ઞાન પ્રાપ્ત થયા હોય પણ જે આ સંયમદશા–ચારિત્રદશા ન આવી તે તે વંધ્ય તરુ સમાન છે-“શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તો પણ, જે નવિ જાય પમાયો (પ્રમાદ) રે; વંધ્ય તરુ ઉપમ તે પામે, સંયમ ઠાણ જે નાયો રે....ગાયો રે, ગાયે, ભલે વીર જગતગુરુ ગાયે.” (અં. ૬૬૦). “સાચા જ્ઞાન વિના અને સાચા ચારિત્ર વિના જીવનું કલ્યાણ ન થાય એ નિઃસંદેહ છે.” (અં. ૭૮૪). “પરમોત્કૃષ્ટ સંયમમાં સ્થિતિની તે વાત દૂર રહે, પણ તેના સ્વરૂપને વિચાર થવો પણ વિકટ છે.” (નં. ૭૯૨). આ ચારિત્ર એટલે શું? સરિસ ઘણો એ પ્રવચનસારનીx સુપ્રસિદ્ધ કમી ગાથામાં કહ્યું છે તેમ–ચારિત્ર એ જ ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે, અને જે સામ્ય છે તે મહાભ વિના આત્માને પરિણામ છે. આ ગાથાની અપૂર્વ વ્યાખ્યા કરતાં મહર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કહ્યું છે તેમ–સ્વરે ચા વાર્ષિ, સ્વરૂપમાં ચરણ તે ચારિત્ર છે, અર્થાત્ સ્વસમયપ્રવૃત્તિ તે ચારિત્ર છેતે જ વસ્તુસ્વભાવપણાથી ધર્મ છે. અર્થાત શુદ્ધચૈતન્યપ્રકાશન તે ધર્મ છે અને તે જ યથાવસ્થિત આત્મગુણપણાથી સામ્ય છે; અને સામ્ય તે દર્શનમેહનીય અને ચારિત્રમોહનીયના ઉદયથી ઉપજતા સમસ્ત મહાભના અભાવથી અત્યંત નિર્વિકાર એ જીવને પરિણામ છે. આમ ચારિત્ર, ધર્મ ને સામ્ય એ ત્રણે એકાÁવાચક છે. આ ત્રણે અર્થમાં શ્રીમદને ઉત્તમ ચારિત્ર વર્તતું હતું. કારણ કે “જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણું, તેમજ જીવ સ્વભાવ; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયે પ્રબળ કષાય અભાવ”—એ કષાયરહિત શુદ્ધ આત્મસ્વભાવરૂપ ધર્મને શ્રીમદ્દ નિરંતર સાધી રહ્યા હતા, એમને સ્વરે સાલું રાધિ રૂપ શુદ્ધઆત્મચારિત્ર વર્તતું હતું, કષાયઅભાવરૂપ આત્મધર્મ વર્તતે હતા, સર્વ જીવ પ્રત્યે સમભાવરૂપ શુદ્ધ સામ્ય વર્તતું હતું. “સર્વને વિષે સમભાવની ઈચ્છા
" चारित्तं खलु धम्मो धम्मो जो सो समोत्ति णिट्ठिो ।
મોકોવિહીળો રાણો પૂળો દુ સમો ”—પ્રવચનસાર ગા. ૭ " स्वरूपे चरणं चारित्रं स्वसमयप्रवृत्तिरित्यर्थः । तदेव वस्तुस्वभावत्वाद्धर्मः । शुद्धचैतन्यप्रकाशनमित्यर्थः । तदेव च यथावस्थितात्मगुणत्वात्साम्यम् । साम्यं तु दर्शनचारित्रमोहनीयोदयापादितसमस्तमोहक्षोभाभावादत्यन्तनिर्विकारो जीवस्य परिणामः ॥"
–શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પ્રવચનસારટીકા.
મ-
૪