________________
અપૂર્વ અવસર એ ક્યારે આવશે? ?
૪૩૫ વૈરાગ્યવાન આ મહામુમુક્ષુ મહાત્મા આ “અપૂર્વ અવસરની ગવેષણ કરતે અપૂર્વ ભાવાવેશથી લલકારે છે–
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યતર નિગ્રંથ છે? સર્વ સંબંધનું બંધન તીણ છેદીને,
વિચરશું કવ મહત્પરુષને પંથ ને ?......અપૂર્વ અવસર૦૧ એવો અપૂર્વ–કદી પણ પૂર્વે પ્રાપ્ત નથી થયે એ અવસર (પ્રસંગ, ટાણું) અમને ક્યારે આવશે? ક્યારે પ્રાપ્ત થશે? અમે બાહ્ય–અત્યંતરપણે નિગ્રંથ કયારે થઈશું? સ્ત્રી-પુત્ર-મિત્રાદિ બાહ્ય સંબંધ અને રાગ-દ્વેષ-મોહાદિ સકલ આત્યંતર સંબંધનું તીક્ષણ (આકરું–તીવ્ર) બંધન તીકણપણે–તીવ્રપણે–ઉગ્રપણે છેદીને-કાપી નાંખીને અમે સર્વથા અસંગ નિર્મથ (સાચા સાધુ સંત શ્રમણ) થઈને મહત્વ પુરુષના પંથે
જ્યારે વિચરીશું? જેણે એ નિગ્રંથ માર્ગે સ્વયં ગમન કર્યું છે એવા એ નિથ વીતરાગ મહતુ પુરુષના માર્ગે અમે ક્યારે વિચારીશું? એવો અપૂર્વ અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે?
[લેકવ્યવહારમાં લગ્નાદિ પ્રસંગ જેમ “અવસર' કહેવાય છે, તેમ પરમાર્થવ્યવહારમાં પણ નિર્ગથ વીતરાગદશાની પ્રાપ્તિ તે મુક્તિ-સુંદરી સાથેના લગ્નની પૂર્વેની વિવાહ અવસ્થા સમાન છે. એટલે પરમાર્થ થી તે પ્રસંગ માટે “અવસર' શબ્દ જે તે સમુચિત જ છે.] આ નિગ્રંથપણું કેવા પ્રકારે છે તેનું સામાન્ય ભાવન કરતાં કહે છે કે –
સર્વભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય છે; અન્ય કારણે અન્ય કશું ક૯પે નહી,
દેહે પણ કિંચિત મૂછ નવ જોય જે–અપૂર્વર આત્માથી અતિરિક્ત-જૂદા એવા સર્વભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, અર્થાત્ રાગ તેષાદિ સમાત બંધથી અસ્પૃશ્ય એવી ઉ-ઉંચી આસીન-સ્થિતિરૂપ ઉદાસીન ભાવમાં જ વર્તાવારૂપ વૃત્તિ કરી, અને સંગ સંબંધ રહેલો જે દેહ છે તે માત્ર સંચમહેતએ જ હોય અર્થાત દેહને ઉપગ પણ આત્માને માત્ર સ્વરૂપમાં સંયમી રાખવા દાબી રાખવા જ કરાય એવું કરી (પણ) બીજોઈપણ હેતુએ બીજું કાંઈ પણ કલ્પ નહિં–ખપે નહિં, અને આ દેહમાં પણ કિંચિત્-પરમાણુમાત્ર પણ મૂર્છા મમત્વભાવ હોય નહિં,–આવી અપૂર્વ નિગ્રંથ વીતરાગ સ્થિતપ્રજ્ઞ દશાને અપૂર્વ અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે?
આવી અપૂર્વ નિર્ચથદશ પણ કેવા અનુક્રમે પ્રાપ્ત થઈ? વા થાય? તેનું વિશેષથી સ્વાનુભવ વર્ણન કરતાં શ્રીમદ્દ વદે છે–