________________
૩૬૮
અધ્યાત્મ રાજચંદ્ર કારણ કે કાયાની માયા વિસારી સ્વરૂપમાં સમાઈ ગયા એવા વીતરાગ નિર્મથના પંથને શ્રીમદ્દ ભાવથી પૂર્ણ પણે અનુસર્યા છે, કાયાની માયા વિસારીને સ્વરૂપમાં શમાયા છે, દેહ છતાં દેહાતીત દશા–કાયેત્સર્ગ દશા પામ્યા છે. નિગ્રંથ મુનિને માટે સૂયગડાંગ સત્રમાં વોરા અને વિષ એ બે અર્થપૂર્ણ શબ્દો પ્રજ્યા છે, તે વ્યુત્કૃષ્ટકાય અને દ્રવ્યભૂત શ્રીમદ્દ થયા છે; જાણે કાયા છેડી દીધી હોય ને કાયામાં ન વર્તાતા હોય એવા વ્યુત્કૃષ્ટકાય-કાયોત્સર્ગદશાસંપન્ન થયા છે, અને જેવા પ્રકારે આત્મદ્રવ્યનું શુદ્ધ સ્વરૂપ છે તેવું પોતે પ્રગટાવ્યું છે એવા દ્રવ્યભૂત થયા છે; દ્રવ્યાનુરારિ* જur રાજાનુરારિ દ્રર્થ-દ્રવ્યાનુસારિ ચરણ અને ચરણનુસાર દ્રવ્ય એ અમૃતચંદ્રાચાર્યનું પ્રવચનસારનું સુભાષિત વચન શ્રીમદે જીવનમાં સિદ્ધ-અનુભવસિદ્ધ કરી દેખાડયું છે! આમ “કાયાની વિસારી માયા સ્વરૂપે માયા એવા, નિગ્રંથને પંથ ભવ અંતને ઉપાય છે—એ પોતાના જ સુભાષિત સૂત્રને ચરિતાર્થ કરતા પરમ ભાવનિગ્રંથ શ્રીમદને કાયાની માયા વિસારી સ્વરૂપમાં શમાવારૂપ પરમ ધન્ય દશા પ્રગટી છે.
એવા આ પુરુષને દેહ છતાં દેહાતીત દશા સહજ સ્વભાવસિદ્ધ કેમ ન હોય ? હું શરીર નથી, હું જાણે શરીરમાં રહ્યો નથી એ અશરીરીભાવ સહજ સુલભ કેમ ન હોય ? માની લઈએ કે આ કાળમાં ચરમશરીરીપણું ન હોય તો પણ અશરીરીભાવપણે આત્મસ્થિતિ તે ભાવથી–ભાવની અપેક્ષાએ ચરમશરીરીપણું નહીં પણ સિદ્ધપણું છે. અને તેવા પ્રકારે અનુભવસિદ્ધ વચન શ્રીમદે સૌભાગ્ય પરના ૧૯૪૮ આશ શુ. ૧૦ના દિને લખેલા પત્રમાં (અં. ૪૧૧) લખ્યું છે–ચરમશરીરી પણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવન ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તે આ કાળમાં અમે પોતે નથી, એમ કહેવા તુલ્ય છે.”—આત્મસામર્થ્યના પૂરેપૂરા યથાર્થ ભાનથી શ્રીમદે નિરભિમાનપણે અત્રે પિતા માટે અશરીરી ભાવને તે અનુભવસિદ્ધ ખુલ્લેખુલે દાવ કર્યો છે. આમ અશરીરીભાવ આ કાળમાં પણ કે હોઈ શકે છે તેનું જીવતું જાગતું જવલંત ઉદાહરણ શ્રીમદ્દ પોતે છે. પુરાણપ્રસિદ્ધ જનક વિદેહીનું સ્મરણ વા એર બળવાપણે વિશેષ સ્મરણ કરાવે એ
દેહ છતાં દેહાતીત દશા–વિદેહી દશા આ કાળમાં પણ આચરી દેખાડનાર શ્રીમદ્ જે એક પરમ જ્ઞાની પુરુષ આપણી વચ્ચે થઈ ગયે એ આપણું અહોભાગ્ય છે? દેહ છતાં જેની દશા વ દેહાતીત'—એવા આ કાળના આ પરમ આશ્ચર્ય કારક પરમ અદ્દભુત જ્ઞાની પુરુષને ચાલે આપણે ઓળખવા પ્રયત્ન કરીએ અને ઉચ્ચારીએ કે–તે જ્ઞાનીના ચરણમાં હે વંદન અગણિત !”
" द्रव्यानुसारि चरण चरणानुसारि, द्रव्यं मिथो द्वयमिदं ननु सव्यपेक्षम् । तस्मान्मुमुक्षुरधिरोहतु मोक्षमार्ग, द्रव्यं प्रतीत्य यदि वा चरणं प्रतीत्य ॥"
–શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત પ્રવચનસાર ટીકા ગા. -૧૦૮