________________
અલૌકિક અસંગતા
૩૫ ધાદિ કષાય, વિષયાદિ. (૪) સક્તિ-ચંટવું, આસક્તિ-સ્નેહભાવ (attachment, stickines) આ ચારે અર્થમાં આ સંગના અભાવરૂપ અસંગતા શ્રીમદ્દમાં કેવા પ્રકારે પ્રાપ્ત થાય છે તે અનુક્રમે જઈએ.
પ્રથમ સ્પર્શ—સંપર્ક અર્થમાં સંગને અભાવ પરસંગથી અસ્પૃશ્ય ઉદાસીન ભાવ ધરતા શ્રીમદ્દમાં કેવું છે તે ગત પ્રકરણમાં સવિસ્તર દર્શાવાઈ ચૂક્યું છે. અત્રે માત્ર એક જ વસ્તુ ઉમેરશું. પત્રાંક ૪૬૬ માં શ્રીમદે માર્મિકપણે પોતાનું આત્મસંવેદન જણાવ્યું છે તેમ-મન-વચન-કાયાના જેગમાંથી જેને કેવળી સ્વરૂપ ભાવ થતાં અહંભાવ મટી ગયો છે, એવા જે જ્ઞાની પુરુષ તેના પરમ ઉપશમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઈચ્છા કર્યા કરે એવો ઉપદેશ કરી, આ પત્ર પૂરે કરૂં છું.-વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ !!! –એમ અત્રે પિતે પિતાને નમસ્કાર જેવી પરમ ધન્ય કેવલી સ્વરૂપ ભાવવાળી પરમ અસંગ દશા જેને પ્રગટી છે એવા શ્રીમદની અસંગતા કેવી અદ્ભુત હશે! કેવલ એક શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવત એ કેવળી સ્વરૂપ ભાવ થતાં બીજા બધા સંગની વાત તે દૂર રહે, પણ મનવચન-કાયાના ચોગ જે ક્ષીરની જેમ આત્મપ્રદેશ સાથે એકક્ષેત્રાવગાહસંબંધથી રહ્યા છે, તેને સંગ પણ રહ્યો નથી, એવા શ્રીમદની આ અસંગ દશા કેવી અલૌકિક હશે ! અત્ર પત્રના અંતે “વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ !!!”—એમ સહીના સ્થળે મૂકેલ મામિક વાક્યમાં શ્રીમદે પોતાની ઊંડી અંતર્વેદના વ્યક્ત કરી છે. આ વિપરીતવિષમ દુઃષમ કાળમાં આવી પરમ અસ ગ ઉદાસીન દશા ધરનાર “એકાકી–પિતાની હેડીને તે કઈ સમાનશીલ સત્સંગી નહીં મળવાથી એકલે અટૂલે પડી ગયો હોવાથી ઉદાસ’!ા-ઉદાસીન–ગમગીન-બેચેન એ અર્થમાં ઉદાસીન !—એ શબ્દોમાં શ્રીમદને કે ઊંડે ખેદ જણાઈ આવે છે ! શ્રીમદને યથાર્થપણે ઓળખનારે ખર પરમાર્થ – સત્સંગી એક સૌભાગ્ય મળે છે અને તે પણ શ્રીમદની પિતાની હેડીને તે નહીં, એટલે જ પિતાના આત્મભાવને યથાર્થ પણે પૂર્ણ પણે ઝીલી શકે એવો કઈ પુરુષ ન દેખાવાથી–સેંગૂં કોઈ ન સાથે એવી સ્થિતિ હોવાથી એકલાપણું વેદાતાં, ઊંડી અંતર્વેદના દાખવતા આ મર્મભેદી વચન શ્રીમના આત્માના ઊંડાણમાંથી નિકળી પડ્યા છે.
હવે સંસર્ગ એ સંગના બીજા અર્થ માં શ્રીમદુની અસંગતાને વિચાર કરીએ. પરમાર્થથી–નિશ્ચયનયથી આત્મા અસંગ છે પણ વ્યવહારથી પરભાવના પ્રસંગથી સંસારસંગ પામી સસંગ બન્યા છે, તે સસંગતા ત્યજવા અસંગતા જ ભજવા યોગ્ય છે, કે જેથી મૂળ શુદ્ધ અસંગ સ્વરૂપે પ્રગટ થાય; અને તે પ્રગટ કરવામાં પરમ સહાયભૂત પરમ ઉપકારી સત્સંગના-કે જે વાસ્તવિક રીતે અસંગતા અને તેથી પણ વિશેષ છે–તે પણ ભજવા યોગ્ય જ છે. આ અંગે સૌભાગ્ય પરના પત્રમાં (સં. ૬૪૦, ૧૫૧ આશે શુદ ૧૧) શ્રીમદ્દ લખે છે–વેદાંત કહે છે કે આત્મા અસંગ છે,