________________
४०१
અધ્યાત્મ રાજચંદ્ર સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ ક્યાંય કહ્યું જતું નથી. ઘણુ માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ. અને આવા કળિકાળમાં પણ જેનું ચિત્ત અન્યત્ર વિક્ષેપ પામ્યું નથી તેની સૌભાગ્યના પત્રમાં (અં. ૩૮૪) શ્રીમદ મુક્તક કે સ્તુતિ કરે છે–
તે આ દુસમ કળિયુગ નામને કાળ છે. તેને વિષે વિહળપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી, બીજા કારણે તેને વિષે જેને વિશ્વાસ વર્તતો નથી, એ જે કઈ હોય તો તે આ કાળને વિષે બીજે શ્રી રામ છે.”
–શ્રીમદના આ વચન એમને પિતાને જ ઓર અનંતગુણવિશિષ્ટ વિશેષપણે લાગુ પડે છે. ખરેખર ! આવા દુકસમ કળિકાળમાં પણ જેનું ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, એવા આ આત્મામાં રમણ કરનારા આત્મારામી શ્રીમદ્ આ કાળમાં બીજા શ્રી રામછે.
આમ જેના ચિત્તની ચૈતન્યમય દશા વર્તતી હતી એવા આત્મારામી શ્રીમદનું ચિત્ત આત્મા સિવાય અન્ય કામના નહિં હોવાથી નિષ્કામ હતું, આત્મા સિવાય અન્ય સર્વ કામના પૂર્ણવિરામ પામવાથી પૂર્ણ કામ હતું, આત્મા સિવાય અન્ય સ્થળે રમતું નહિં હેવાથી આત્મારામ હતું, આત્મા સિવાય અન્ય સ્થળે વિક્ષેપ નહિં પામતું હોવાથી અવિક્ષિપ્ત હતું, આત્મા સિવાય અન્યત્ર પ્રતિબંધ નહિં પામતું હોવાથી અપ્રતિબદ્ધ હતું. આત્મા સિવાય અન્ય સર્વ પરભાવથી–વિભાવથી મુક્ત થયું હોવાથી મુક્ત હતું, દેહ છતાં દેહાતીત દશા અનુભવતું હોવાથી વિદેહી હતું, કેઈ પણ વિકલ્પનો અવકાશ રહ્યો નહિં હોવાથી નિર્વિકલ્પ હતું, કોઈપણ અન્યભાવને સંગ ન થતો હોવાથી અસંગ હતું, સર્વભાવથી–જગતથી ઉપર ને ઉપર તરતું હોવાથી ઉદાસીન હતું. દુકામાં આત્મારામી શ્રીમદ્દનું નિષ્કામપૂર્ણકામ ચિત્ત આત્મા સિવાય અન્યત્ર અવિક્ષિપ્ત-અપ્રતિબદ્ધ હતું, સર્વત્ર અસંગ ઉદાસીન હતું, તે તેમના ચિત્તની ચૈતન્યમય દશાને લીધે હતું, ચિત્તની આત્માકાર સ્થિતિને લીધે હતું. આ આત્માકાર સ્થિતિને લીધે જ શ્રીમદ્દનું ચિત્ત અંશ પણ ઉપાધિ દવાને ગ્ય ન હતું, છતાં યથાપ્રાપ્ત ઉદય-ઉપાધિને શ્રીમદ્દ અવિષમ સમાધિભાવે જ—ઉદાસીન અસંગ ભાવે જ અબંધ પરિણામે વેદતા હતા. આ અંગે પિતાની આત્મસંવેદનમય અંતર્વેદના શ્રીમદ સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૩૯૮) દાખવે છે–આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિ જગ વેદનાને ગ્ય નથી, તથાપિ તે તે જે પ્રકારે વેદવું પ્રાપ્ત થાય તે જ પ્રકારે વેદવું છે, એટલે તેમાં સમાધિ છે; પરંતુ પરમાર્થ સંબંધી કઈ કઈ જીવને પ્રસંગ પડે છે, તેને તે ઉપાધિોગના કારણથી અમારી અનુકંપા પ્રમાણે લાભ મળતો નથી, અને પરમાર્થ સંબંધી કંઈ તમલિખિતાદિ વાત આવે છે, તે પણ ચિત્તમાં માંડ પ્રવેશ થાય છે, કારણ કે તેને હાલ ઉદય નથી. આથી પત્રાદિ