________________
૪૦૦
અશ્ચાત્ય રાજચંદ્ર પરિણામ જ છે. જેમ રેણુબહુલ વ્યાયામશાળામાં કોઈ સ્નેહાભ્યક્ત-તેલ ચોપડેલે મનુષ્ય વ્યાયામ કરે તે તેને રજ ચાંટે છે, પણ નેહાભ્યક્ત ન હોય–તેલ ચપડેલ ન હોય, તેને સ્નેહરૂપ–સેલરૂપ ચીકાશના અભાવે રેણુ ચુંટતી નથી; તેમ અજ્ઞાનીને નેહરૂપ-આસક્તિરૂપ-રાગરૂપ ચીકાશને લીધે કર્મ પરમાણુરૂપ રજ ચૂંટે છે, પણ નિઃસ્નેહ –વીતરાગ–અનાસક્ત એવા “કેરા ધાકડ” જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષને નેહરૂપ-આસક્તિરૂપ ચીકાશના અભાવે કર્મ રજ વળગી શકતી નથી. આવા નિઃસ્નેહ ભાવને લીધે જ અબંધપરિણામી શ્રીમને સંસાર પ્રત્યે આસક્તિરૂપ સંગ તે દૂર રહે, અત્યંત અત્યંત અનાસક્તિરૂપ અસંગતા જ છે, અનાસક્ત ભાવ જ છે.
આમ જેને સંસાર પ્રત્યે લેશ પણ નેહભાવરૂપ આસક્તભાવ રહ્યો નથી, લેશ પણ આકર્ષણ રહ્યું નથી, એવા પરમ અસંગ જ્ઞાનાક્ષેપકવંત શ્રીમને આકર્ષણ તે એક આત્મધર્મનું-શ્રતધર્મનું જ છે, આસક્તપણે એક આત્મજ્ઞાન અને આત્મવાર્તાનું જ છે. પરમ રુચિ છે જેને વિષે એવું આત્મજ્ઞાન અને આત્મવાર્તા” (અં. ૪૬૧) તે પ્રત્યે શ્રીમદને એટલી બધી આસક્તિ છે કે સૌભાગ્ય પરના પત્રમા (અં. ૪૫૩ જણાવ્યું છે તેમ–“કોઈ દ્રવ્યમાં, કેઇ ક્ષેત્રમાં, કેઈ કાળમાં, કેઈ ભાવમાં સ્થિતિ થાય એ પ્રસંગ જાણે ક્યાંય દેખાતું નથી. કેવળ સર્વ પ્રકારનું તેમાંથી અપ્રતિબદ્ધપણું જ યોગ્ય છે, તથાપિ નિવૃત્તિ ક્ષેત્ર, અને નિવૃત્તિ કાળને, સત્સંગને અને આત્મવિચારને વિષે અમને પ્રતિબદ્ધ રુચિ રહે છે.” જ્ઞાનાક્ષેપકવંત શ્રીમને આત્મધર્મ -શ્રતધર્મનું એટલું બધું આકર્ષણ-આક્ષેપણ છે કે એમનું વિક્ષેપરહિત મન નિત્ય તે આત્મધર્મ -શ્રતધર્મ માં જ છે, કાયા જ માત્ર અન્ય કાર્યમાં છે, –મન મોક્ષમાં ને તન સંસારમાં મોહને અવે રજુ એવી સ્થિતિ છે. “મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ કરંત રે, તિમ શ્રતધર્મે મન દઢ ધરે જ્ઞાનાક્ષેપકવંત રે.” જેમ પતિવ્રતા સ્ત્રીનું મન ઘર સંબંધી બીજાં બધાં કામ કરતાં પણ પોતાના પ્રિયતમમાં જ લગ્ન થયેલું હોય છે. તેમ આ જ્ઞાનાક્ષેપકવંત મહાજ્ઞાની શ્રીમદ્દનું વિક્ષેપરહિત ચિત્ત તે પતિવ્રતાના પ્રેમ કરતાં અનંતગુણવિશિષ્ટ “એક લક્ષપણે, એક ધ્યાનપણે, એક લયપણે, એક સ્મરાણપણે, એક શ્રેણપણે, એક ઉપગપણે, એક પરિણામપણે તે એક મૃતધર્મમાં જઆત્મધર્મમાં જ લગ્ન છે. ગાય વનમાં ચારો ચરવા જાય છે, ચારે દિશામાં ફરે છે, પણ તેનું મન તો પોતાના પરમ પ્રિય વત્સ–વાછડામાં જ હોય છે-“ચારે ચરનકે કારણે રે, ગૌઆ બનમેં જાય; ચારો ચરે ફિર ચિહું દિશિ, વાંકી નજર બછરિઆ માંદ્ય,–તેમ પરભાવના વિક્ષેપથી રહિત એવા જ્ઞાનાક્ષેપકવંત મહાજ્ઞાની શ્રીમદ્દનું સર્વભાવથી ઉદાસીન થયેલું અસંગ મન પણ એક આત્મધર્મમાં જ-શ્રતધર્મમાં જ મગ્ન છે. આવા આત્મમગ્ન–આત્મલગ્ન શ્રીમદને આત્મજ્ઞાન-આત્મવાર્તાનું અને તેના અધિષ્ઠાનરૂપ જ્ઞાનીના પરમ નિવૃત્તિમય સત્સંગનું એટલું બધું આત્યંતિક આકર્ષણ છે,
* જુઓ સમયસાર બંધ અધિકાર પ્રારંભની ગાથાઓ અને તેની અમૃતચંદ્રાચાર્યજીકતા આત્મખ્યાતિ ટીકા.