________________
૩૦૦
અધ્યાત્મ રાજચંદ્ર શ્રીમદ્દ વિચારે છે કે—“અત્ર સમાધિપરિણામ છે તથાપિ ઉપાધિને પ્રસંગ વિશેષ રહે છે અને તેમ કરવામાં ઉદાસીનતા છતાં ઉદયગ હેવાથી નિષ્કલેશ પરિણામે પ્રવૃત્તિ કરવી ઘટે છે (અં. ૪૨૮). જો કે ઉપાધિસંયુક્ત કાળ ઘણું જાય છે, ઈશ્વરેચ્છા પ્રમાણે વર્તવું શ્રેયસ્કર છે અને ગ્ય છે. એટલે જેમ ચાલે છે તેમ ઉપાધિ હે તે ભલે, ન હ તોપણ ભલે. જે હોય તે સમાન જ છે (સં. ૨૩૯). ઉપાધિ એવી છે કે આ કામ થતું નથી, પરમેશ્વરને નહિં પાલવતું હોય ત્યાં શું કરવું? (અં. ૨૫૮). સર્વ પ્રકારના કર્તવ્યને વિષે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તે તે એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન કરવું; અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે એમ વર્તે છે.” (નં. ૪૧૪)–આમ હૃદયરૂપ સૌભાગ્ય પરના પત્રોમાં પોતાનું હૃદય ઠાલવતાં શ્રીમદે પોતાની પ્રારબ્ધોદયાધીન ઉદાસીન વર્તના દર્શાવી છે.
અને આવા સમભાવી શ્રીમદ્દ જેવા પરમ સમર્થ પરમ ઉદાસીન નિષ્કામ ગીશ્વરને પણ આ કામ “આંખ પાસે રેતી ઊપડાવવા જેવું કેવું “મહાવિકટ વેદાયું છે, તેની સાક્ષી તેમના સૌભાગ્ય પરના પત્રના (અં. ૪૫૩, ૧૯૪૯ પ્ર. અ. વદ ૩) આ અનુભવઉદ્દગાર પૂરે છે–પ્રાયે સર્વકામના પ્રત્યે ઉદાસીનપણું છે, એવા અમને પણ આ સર્વ વ્યવહાર અને કાળાદિ ગળકાં ખાતાં ખાતાં સંસારસમુદ્ર માંડ તરવા દે છે, તથાપિ સમયે સમયે તે પરિશ્રમને અત્યંત પ્રસ્વેદ ઉત્પન્ન થયા કરે છે; અને ઉતાપ ઉત્પન્ન થઈ સત્સંગરૂપ જળની તૃષા અત્યંતપણે રહ્યા કરે છે અને એ જ દુઃખ લાગ્યા કરે છે. એમ છતાં પણ આ વ્યવહાર ભજતાં ઠેષ પરિણામ તે પ્રત્યે કરવાયેગ્ય નથી; એ જે સર્વ જ્ઞાની પુરુષોને અભિપ્રાય છે, તે વ્યવહાર માટે સમતાપણે કરાવે છે. આત્મા તેને વિષે જાણે કંઈ કરતો નથી, એમ લાગ્યા કરે છે.”
–શ્રીમદૂના આ આત્મસંવેદનમય અનુભવઉદ્દગારોમાં કેવી ઊંડી આત્મવેદના ભરી છે! સંસાર સંબંધી કોઈ પણ કામના સ્પર્શતી નથી–છે નહિં એવા પરમ નિષ્કામ શ્રીમદને સર્વકામના પ્રત્યે ઉદાસીનપણું છે, આવા મુખ્યપણે આત્મારામ નિષ્કામી શ્રીમદને પણ “આ સર્વ વ્યવહાર અને કાળાદિ ગળકાં ખાતાં ખાતાં સંસારસમુદ્ર માંડ તરવા દે છે, સંસારસમુદ્ર તરવાનું “માંડી–મહામુશીબતે કેમે કરીને બનવા દે છે. સમુદ્રમાં તરનારે તારુ ભલે ગમે તે સમર્થ હોય, પણ તેને માથે બોજો હોય અથવા હાથે પગે બંધન હોય અથવા કેઈએ રોકી રાખ્યું હોય–ખેંચી રાખે હોય, કે કઈ આડો અંતરાય હેય, તે તે ડૂબે કે કે ડૂબી જશે એમ ગળકાં ખાતે ખાતો માંડ તરી શકે છે. તેમ આ શ્રીમદ્દ જે પરમ ઉદાસીને પુરુષ સંસારસમુદ્ર તરવાને પરમ સમર્થ તારુ છે, પણ તેને માથે આ વ્યવહારને બે છે. ઉપાધિનું બંધન છે, કાળ દુઃષમ છે, ક્ષેત્ર “અનાર્ય જેવું છે એમ કાળાદિ ભારે અંતરાયભૂત વિજ્ઞરૂપ છે; આ બધા વિષમ સંગે વચ્ચે પરમ સમર્થ આ પુરુષને પણ તરવા માટે અસાધારણ આત્મબળ વાપરવું પડે છે, અખંડ ઉપગજાગૃતિ જાળવવી પડે છે,