________________
૩૭૨
અધ્યાત્મ રાજય
ઠેર ઠેર દેખાય છે. હવે ગૃહસ્થપ્રત્યયી–ગૃહસ્થસંબંધી પ્રારબ્ધઉદય હેય ને જે વ્યવહાર ઉપાધિ ન કરે તે યાચક પણું ભજવું પડે અને તેમ કરે તે જ્ઞાનીના માર્ગને વિરોધ થાય. અને શ્રીમદ્ તે જો કે તેમ કરે તે પણ જ્ઞાનીને માર્ગ વિરાધાય નહિં એવા પરમ સમર્થ હતા, છતાં તેમણે ગૃહસ્થપણામાં અયાચક પણું જ યોગ્ય એ જ્ઞાનીના માની પ્રણાલિકા જાળવવી એ જ ગ્ય–તેની ઉપેક્ષા કરવી યોગ્ય નહિં એમ ધાયું; જે ઉપેક્ષા કરી હોય તે પણ ગૃહસ્થપણું પણ વનવાસીપણે ભજાય એ આકરે વૈરાગ્ય શ્રીમદને વર્તાતે હતો, છતાં તેઓ જ્ઞાનીની માર્ગ પ્રણાલિકાને જ અનુસર્યા. એટલે આમ અનિવાર્યપણે આવી પડેલ ગૃહવાસઉદયમાં વ્યવહારઉપાધિ પ્રસંગ પણ સેવ્યા વિના છૂટકે ન્હોતો. તથાપિ જે તે ઉદય એક સમય પણ “અસત્તા પામતો હોય’–સત્તામાંથી ચાલ્યો જાય તો તે જ સમયે આ બધા વ્યવહારમાંથી ઊઠીને ચાલ્યા જવા જેટલી “મોકળાશ શ્રીમને વર્તાતી હતી. આ અંગે સાક્ષીભૂત ૧૯૪૮ના આશાના પત્રમાં (અં. ૪૧૪) લખેલા ટેકેકીણું વચન આ રહ્યા–
“જે કંઈ ઉપાધિ કરાય છે, તે કંઈ સ્વપણાને કારણે કરવામાં આવતી નથી; તેમ કરાતી નથી. જે કારણે કરાય છે, તે કારણ અનુક્રમે વેદવાયેગ્ય એવું પ્રારબ્ધ કર્મ છે. જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું ધન છે તે અમારે વિષે નિશ્ચળ છે, એટલે તે પ્રકારે વેદીએ છીએ; તથાપિ ઈચ્છા તો એમ રહે છે કે અલ્પકાળને વિષે, એક સમયને વિષે જે તે ઉદય અસત્તાને પામતો હોય તો અમે આ બધામાંથી ઊઠી ચાલ્યા જઈએ; એટલી આત્માને મોકળાશ વર્તે છે. ૪ ૪ એમ હોવાથી અને ગૃહસ્થપ્રત્યયી પ્રારબ્ધ જ્યાંસુધી ઉદયમાં વતે ત્યાં સુધીમાં સર્વથા અયાચક પણને ભજતું ચિત્ત રહેવામાં જ્ઞાની પુરુષોને માર્ગ રહેતો હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ. જે તે માગની ઉપેક્ષા કરીએ તે પણ જ્ઞાનીને વિરાધીએ નહીં એમ છે, છતાં ઉપેક્ષા થઈ શકતી નથી. જે ઉપેક્ષા કરીએ તે ગૃહસ્થપણું પણ વનવાસીપણે ભજાય એ આકરે વૈરાગ્ય વતે છે. સર્વ પ્રકારના કર્તવ્યને વિષે ઉદાસીન બેવા અમારાથી કંઈ થઈ શકતું હોય તો તે એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્જિતનું મિતાપણે વેદન કરવું અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે એમ વર્તે છે.”
આવા પરમ વૈરાગ્યસંપન્ન–પરમ ઉદાસીન શ્રીમદ્ સંસારમાં પિતાના કોઈ પણ પ્રકારના આત્મિક બંધનને લઈને રહ્યા ન હતા, પણ અનિચ્છતા છતાં તેવા પ્રકારના પૂર્વ પ્રારબ્ધને લઈને જ રહ્યા હતા. ૧૯૪૮ના આશોમાં લખેલા પત્રમાં (અં.૪૧૫) શ્રીમદે પિતાના પરમાર્થ સહદુ સૌભાગ્યને લખ્યું છે તેમ-કેઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. ૪૪ કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ. તે સિવાયના જે જે કંઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે, તનને અર્થે, ધનને અર્થે, ભેગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. આ જે અંતરંગને ભેદ તે