________________
૩૬૪
અધ્યાત્મ રાજય કે
મિત્રના, વ્રત–નિયમનેા, જાત-ભાતના, વિમુખ–સન્મુખના, વિષય-ઇચ્છાને વિકલ્પ વતા ન હેાવાથી-અત્રે કહ્યું છે તેમ સ` પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે.' આવી દેહાતીત વિદેહી દશા પામેલા શ્રીમદ્ ઇંદ્રિયાતીત–મનાતીત થયા છે, લગભગ શૂન્યમનસ્ક જેવા થયા છે. એટલે જ કહ્યું- હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચે ઇંદ્રિયા શૂન્યપણે પ્રવત્ત વારૂપ જ રહે છે,' ઇ. એટલું જ નહિં પણ જેના ઉપયાગ નિરંતર આત્મામાં જ વત્ત છે એવા શ્રીમને ‘નય પ્રમાણુ વગેરે શાસ્ત્રભેદ સાંભરતાં નથી.’ નય–પ્રમાણ વગેરે શાસ્રભેદ જે પરાક્ષપણે વસ્તુ સમજવા માટે ઉપકારી થાય છે, તે પણ સાંભરતા નથી-યાદ આવતા નથી !–કેવી અદ્ભુત વાત છે! પરોક્ષ પ્રમાણુરૂપ શાસ્ત્ર વગેરે પણ જે આત્મારૂપ પ્રયેાજન પામવા માટે પ્રત્યેાજનભૂત છે, તે પ્રત્યેાજનરૂપ સાક્ષાત્ આત્મા જ્યાં પ્રત્યક્ષ અનુભવગેાચર થયેા હાય ત્યાં પછી તે પરાક્ષ શાસ્ત્રાદિ સાંભરે ક્યાંથી ? અત્રે અતિ ન નચીત્ત્તમતિ પ્રમાળું ’– એ અમૃતચંદ્રાચાય ના સુપ્રસિદ્ધ અમૃત× કળશ સ્મૃતિમાં આવે છે. જ્યાં નયશ્રી ઉદય પામતી નથી, પ્રમાણુ અસ્ત પામી જાય છે, અમને ખબર નથી પડતી કે નિક્ષેપચક્ર કયાંય ચાલ્યું જાય છે, આથી વધારે અમે શું કહીએ? આ સવ"કષ ધાસ-આત્મજ્યેાતિ અનુભવમાં આવ્યે દ્વૈત જ ભાસતું નથી,-આત્મા સિવાય અન્યભાવ જ ભાસતે। નથી.-સુમવમુયાતે મતિ ન દ્વૈતમેય, શ્રીમદ્ન પણ ‘એક’-અદ્વૈત આત્મા સિવાય દ્વૈત ભાસતું જ નથી એવી અમૃતચંદ્રાચાય ના આ અનુભવવચનના પડઘા પાડતી કેવી પરમ ધન્ય અનુભવદશા-શાસ્રથી પર આત્મસામર્થ્યયાગ દશા પ્રગટી છે!
આવા આત્માનુભવમગ્ન શ્રીમનું ચિત્ત એક આત્મામાં જ–પરમાત્મામાં જ ચાંટેલું છે, એટલે ત્યાંથી ઉખડીને ખીજે ચાંટતું નથી, એટલે જ વિદેહી શ્રીમની સવ`દેહપ્રવૃત્તિ અત્ર દર્શાવ્યું છે તેમ શૂન્યમનસ્કપણે આપેઆપ થઇ રહી છે. સર્વાંત્ર નિરાકાંક્ષ નિરિચ્છ શ્રીમનું ચિત્ત પુરાણપુરુષ પરમાત્માના પ્રેમમાં એટલું બધું આસક્ત થઈ ગયું છે કે તેમને આદિપુરુષને વિષે અખ'ડ પ્રેમ સિવાય બીજા મેાક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાના ભંગ થઇ ગયા છે.' યાવત્ મેાક્ષની ઇચ્છા પણ જ્યાં રહી નથી એવી મેાક્ષ પ્રત્યે પણ નિરપેક્ષ ઉદાસીન ઉંચામાં ઉંચી અદ્ભુત દેશા છતાં પરમ પ્રમાણિક શ્રીમને મન હજી આ મનમાનતી પૂર્ણ દશા નથી-પૂણૅ તામાં કંઇક ન્યૂનતા છે, એટલે જ કહે છે-આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી એમ માનીએ છીએ; અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહવી જોઈએ તેવી પ્રવહતી નથી એમ જાણીએ છીએ; આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણીએ છીએ; પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે.’-આ ઉદયકાળ એવા આવ્યા છે કે તેમાં ઘેાડા પણ માહ્ય ઉપયાગ વર્તાવવા પડે છે, તે તેવી ધાર્યા પ્રમાણેની અખંડ ખુમારીમાં
66
उदयति न नयश्रीरस्तमेति प्रमाणं, क्वचिदपि न च विद्यो याति निक्षेपचक्रं । किमपरमभिदष्मो धाम्नि सर्व कषेऽस्मिन्ननुभवमुपयाते भाति न द्वैतमेव ॥ —શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત સમયસાર કળશ