________________
શ્રીમદ્દનું રાત્રી અને દિવસ એક પરમાર્થ મનન
૩૧૭ ઉગતું જણાતું નથી. તે હો તોપણ ભલે અને ન હો તોપણ ભલે. એ કંઈ દુઃખનાં કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે,’-એક પ્રત્યે ઈષ્ટ બુદ્ધિ બીજા પ્રત્યે અનિષ્ટ બુદ્ધિ એમ વિષમ બુદ્ધિ રાખનારે માત્ર એક વિષમાત્મા જ દુઃખનું કારણ છે. અને શ્રીમદનો આત્મા તો ઈષ્ટાનિબુદ્વિહિત સર્વત્ર સમ જ છે, એટલે જ કહે છે –“અને તે જે સમ છે તો સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. આમ સમવૃત્તિને લીધે અંતમાં આવી સમાધિવૃત્તિ છે; છતાં અંતમાં સમાધિ ને બહારમાં ઉપાધિ, અંતરમાં મુનિવૃત્તિ અને હારમાં ગૃહસ્થવૃત્તિએ વિષમતાને અંગેની પોતાની મુશ્કેલી શ્રીમદ્ કથે છે–“બહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી. દેહભાવ દેખાડવો પાલવનો નથી.” નિરંતર આત્મામાંજ વર્તાવારૂ૫–આત્મામાં જ આરામ કરવારૂપ આત્મારામી મુનિવૃત્તિ હોય, તેનાથી મ્હારથી ગૃહસ્થપણુની પ્રવૃત્તિ કેમ થઈ શકે ? કારણ કે તે પ્રવૃત્તિ અંગે અંતરૂમાં ન હોય છતાં કંઈ ને કંઈ દેહભાવ દેખાડવી પડે, અને શ્રીમદ્દ જેવા આત્મારામ પુરુષને ‘દેહભાવ દેખાડવો પાલવતો નથી.” જેને આત્મા, આત્મારામ જ્ઞાનીઓ મારાં સગાસંબંધી, રત્નત્રયી એ જ મારો વ્યાપાર વ્યવહાર, આત્મા જ મારૂં નિવાસધામ એવો એક પરમાર્થભાવ જ વિત્ત છે એવા આ પુરુષને,-હું આ રાજચંદ્ર, આ મારાં સગાંસંબંધી, આ માટે વ્યાપારઘવહાર, આ વવાણીઆ ગ્રામ મારૂં નિવાસધામ-એ આદિ દેહાશ્રિત દેહભાવ દેખાડવી પોલતો નથી–પોષાતા નથી. તો પછી બાહ્યથી પણ આત્મભાવથી પ્રવૃત્તિ કરીને ' શો વિરોધ છે? તે માટે કહે છે-“આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલેક અંતરાય છે. આમ વિષમ વિકટ સંજોગોરૂપ વિનને લઈ મુશ્કેલી છે, એટલે શ્રીમદને મુંઝવણ થાય છે--ત્યારે હવે કેમ કરવું? કયા પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું, એ જ રટાય છે.” આ વ્યવહારઉપાધિના પ્રપંચમાંથી છૂટવા શ્રીમદની એટલી બધી તીવ્ર ઈચછા છે કે પર્વતની ગુફામાં ચાલ્યા જવાનું અને જગની દૃષ્ટિથી અલોપ થઈ જવાનું જ શ્રીમદ્ રટણ કરે છે. તથાપિ આ વસ્તુ પિતાને આધીન નથી, પ્રારબ્ધોદયાધીન છે, એટલે પરાણે “હારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે.” અને ઉદયાધીનપણે તે પ્રવૃત્તિ કરવી પડે છે, “તે માટે શક નથી, તથાપિ તે સહન કરવા જીવ ઈચ્છતો નથી.” શા માટે જીવ ઈચ્છતો નથી? તો કે “પરમાનંદ ત્યાગી એને છે પણ કેમ?” આ પરમાર્થમાં રત–સંતુષ્ટતૃપ્ત થયેલ પિતાનો આત્મા પરમાનંદ અનુભ રહ્યો છે, તો એ પરમાનંદને ત્યાગીછેડીને તે સંસારપ્રવૃત્તિ સહન કરવા કેમ ઈચ્છે?
અને આમ આત્માના–પરમાર્થના પરમાનંદમાં નિમગ્ન થયેલા પોતે તેમાંથી બહાર નિકળી તે પરમાનંદ છેડવા ઇછે એમ નથી, એમ માર્મિકપણે પરમાર્થ સુહદ સૌભાગ્યને પિતાનું હદયદર્શન કરાવી, શ્રીમદ્દ અત્રે પત્રના અંતે આ સુદ્રનો સમાગમ ઈચ્છે છે--આપનો સમાગમ અધિક કરીને ઈચ્છું છું, ઉધિમાં એ એક સારી વિશ્રાંતિ છે.” પરમાર્થ કરંગી શ્રીમદે અત્રે પિતાના પરમાર્થસંગી પરમાર્થ સખા સૌભાગ્યના