________________
૩૨૭
શુદ્ધસમ્યગદર્શન અને શ્રીમદુનો આત્મસાક્ષાત્કાર નિઃશંક તત્ત્વનિશ્ચયવંત શ્રીમદને કેવલ એક શુદ્ધ આત્માનું અનુભવન કરતાં આત્મસાક્ષાત્કારરૂપ શુદ્ધ સમ્યગ્ગદર્શન પ્રગટ્યું. શ્રી સૌભાગ્યના સત્સમાગમ પછી શ્રીમની પરમાર્થ ધારને કે વેગ-સંવેગ મળે, રાત્રી અને દિવસ એક પરમાર્થવિષયનું જ મનન કરતા શ્રીમદૂનું લક્ષ્ય પરમાર્થ આત્મા પ્રત્યે કેવું બળવાનપણે કેન્દ્રિત થયું, દર્શન એ જ આત્મા જ્ઞાન એ જ આત્મા ચારિત્ર એ જ આત્મા-એ ત્રણે અભેદ પરિણામથી જ્યાં આત્મારૂપ વર્તે છે એવા અભેદ રત્નત્રયીરૂપ પરમાર્થમાગે શ્રીમદ કેવા ઉદ્દામ સંવેગથી ચાલવા લાગ્યા, અને આમ અન્ય દ્રવ્યથી વિવિક્ત-ભિન્ન આત્માનું દર્શન કરતા, વિવિક્ત આત્માનું જ્ઞાન કરતા, વિવિક્ત આત્માનું આચરણ કરતા શ્રીમદ્ કેવા પરમાર્થમય-આત્મામય બની ગયા, તેનું આપણે દર્શન કર્યું. આવા ઉદ્દામ આત્મપુરુષાર્થના કુલપરિપાકરૂપે શ્રીમદૂને આ શુદ્ધસમ્યગદર્શનરૂપ આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત થયો.
અને આમ આપણે શ્રીમદ્દના અધ્યાત્મ જીવનના એક મહાન ધન્ય અમૃત પ્રસંગ પર આવીએ છીએ. શ્રીમદના જીવનમાં સર્વથી મહત્ત્વનો ભાગ ભજવનાર આત્મસાક્ષાત્કારરૂપ શુદ્ધસમ્યગદર્શનને આ મહાન્ પ્રસંગ સં. ૧૯૪૭માં બનવા પામે. ઉપશમશ્રેણીમાં પ્રાયઃ ઉપશમ સમ્યક્ત્વ હોય છે, એટલે પૂર્વે શ્રીમદને ઉપશમ અને તે પછી ક્ષયપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ હતી; અને આ વર્તામાન ભાવમાં પણ અત્યાર સુધી–૧૯૪૬ના અંત સુધી ક્ષચોપશમ સમ્યકત્વ હતું, ૧૯૪૭માં તે શુદ્ધભાવમાં પરાવર્તન પામ્યું, અર્થાત્ શુદ્ધસમ્યકત્વની પ્રાપ્તિ શ્રીમદ્દને સં. ૧૯૪૭માં થઈ. તે માટેની સાબીતી તેમના પિતાના જ ધન્ય અનુભવદુગારમાં જ પ્રાપ્ત થાય છે. “ધન્ય રે દિવસ આ અહો !”—એ પરમ આત્મભાવોલ્લાસનું જે દિવ્ય કાવ્ય દિવ્ય આત્મદષ્ટા શ્રીમદે ૧૯૫૩ના ફા. વદ ૧૨ના દિને સંગીત કર્યું છે, તેમાં તેમણે તેમના અધ્યાત્મજીવનના આ બીજા તબક્કાના આ મહાન અમૃત (Immortal, nectarlike) પ્રસંગની તારીખ આ ધન્ય શબ્દોમાં અમર કરી છે–એગણુસસેં ને સુડતાલીસ, સમકિત શુદ્ધ પ્રકાર્યું રે; શ્રત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. સં. ૧૯૪૭ની સાલમાં શુદ્ધ સમકિત પ્રકાશ્ય ને નિજસ્વરૂપ અવભાસ્યું એમ શ્રીમદે અત્ર ડિંડિમ નાદથી ઉદ્ઘોળ્યું છે. જ્યાં પરમાણુમાત્ર પણ સમયમાત્ર પણ દર્શન મેહની અશુદ્ધિને અવકાશ રહેવા પામ્યો નથી, અત્યંતભાવ જ થયેલ છે અને હવે પછીના સર્વકાળને માટે સર્વથા અસંભવ જ રહ્યો છે, એવું “શુદ્ધ સમકિત શ્રીમદને સં. ૧૯૪૭માં-જ્ઞાનપંચમી ને કાર્તિકી પૂર્ણિમાની વચ્ચે કેઈપણ દિને—પ્રકાશ્ય” છે,-ઝળહળ આત્મતિરૂપે પ્રગટ આવિર્ભાવ પામ્યું છે. એટલે આ પરમ ધન્ય મંગલમય અમૃત પ્રસંગથી શ્રીમદના આત્મચારિત્રમય અધ્યાત્મ ચરિત્રના આ બીજા તબક્કાને મંગલ પ્રારંભ થાય છે.
અત્રે આગલા પ્રકરણમાં સવિસ્તર બતાવી આપ્યું હતું તેમ-પૂર્વે ઉપશમશ્રેણીને સ્પર્શ શ્રીમદે કર્યો હતો એ એમના જ વચનોથી સાબીત થતી અનુભવસિદ્ધ હકીકત (fact, reality) પરથી સિદ્ધ થાય છે કે-શ્રીમદે તેટલે થોડો વખત પણ તે શ્રેણીના અંતે યથાખ્યાતચારિત્રદશામાં શુદ્ધાત્માનુભવરસને અમૃતાનુભવ કરી લીધું હતું અને