________________
શુદ્ધસમ્યગદર્શન અને શ્રીમનો આત્મસાક્ષાત્કાર
૩૩૩ શ્રીમદ્ આવા મહામહિમાવંત આ કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનને આ પરમ ભાવપૂર્ણ અમર શબ્દોમાં નમસ્કાર કરે છે–
અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું, તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર
આવું નમસ્કાર કરવા ચગ્ય કલ્યાણમૂત્તિ સમ્યગદર્શન જેને પરમોત્કૃષ્ટ સ્વરૂપમાં પ્રગટયું તે પરમ કલ્યાણમૂત્તિ પરમ સમ્યગદર્શની પરમ જ્ઞાની પરમ વીતરાગ શ્રીમને નમસ્કાર હે ! નમસ્કાર હો ! નમસ્કાર હે !
પ્રકરણ ચેપનમું શ્રામની નિર્વિકલ્પ સમાધિ નિર્વિકલ્પ સુસમાધિમેં , ત્રિગુણ ભયે હે અભેદ”—મહામુનિ દેવચંદ્રજી
આમ “હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે’–હસતાં રમતાં પ્રગટ પ્રત્યક્ષ પરમાત્માને દેખતા–પરમ એવા આત્માનું-પરમાત્માનું સાક્ષાત દર્શન કરતા દિવ્ય દ્રષ્ટા શ્રીમદ્દને શુદ્ધ આત્મદર્શન થયું, આત્મસાક્ષાત્કાર થયો, આત્મા સાક્ષાત્ પ્રત્યક્ષ પ્રગટ અનુભવસિદ્ધપણે દષ્ટ થયો. કઈ પણ વસ્તુ જ્યારે પ્રત્યક્ષ પ્રગટ દષ્ટિસન્મુખ દેખાય છે ત્યારે તે સંબંધી કંઈ પણ વિક૯૫ રહેતો નથી. આ વસ્તુ આવી છે કે તેવી છે એવા કોઈ પણ કંઈ પણ કલ્પનારૂપ વિકલ્પને સ્થાન રહેતું નથી, તેમ જેમ છે તેમ સમ્યકપણે વસ્તુગતે વસ્તુરૂપ આત્માનું સાક્ષાત્ પ્રત્યક્ષ-અનુભવપ્રત્યક્ષ દર્શન થાય છે ત્યારે તે સંબંધી કંઈ પણ કલ્પનારૂપ વિકલ્પ રહેતું નથી, આત્મા આવે છે કે તે છે એવા કઈ પણ કંઈ પણ વિકલ્પને સ્થાન રહેતું નથી, નિર્વિકલ્પતા જ થાય છે–નિર્વિકલ્પ દશા જ પ્રગટે છે. જ્યાં કલ્પના–જલ્પના છે ત્યાં દુઃખની છાયા છે, જ્યારે કલ્પના-જ૫ના માટે ત્યારે તેણે નિશ્ચયે કરી વસ્તુ પ્રાપ્ત કરી એ નિશ્ચય છે,–“જહાં કલપના જલપના, તહાં માનું દુઃખ છાંઈ મિટે લપના જલપના, તબ વસ્તુ તિન પાઈ – અને સાક્ષાત્ વસ્તુપ્રાપ્તિના અનુભવઉલ્લાસમાં નિકળેલા શ્રીમદ્દના આ અનુભદ્દગાર પ્રમાણે શ્રીમદ્દને તે આ આત્મવસ્તુ આત્માનુભવ સિદ્ધપણે સાક્ષાત દેખાઈ પ્રાપ્ત થઈ, તે પછી ત્યાં ક૯૫ના-જ૫ના શેની રહે ? નિર્વિકલ્પતા જ રહે એ નિશ્ચયસિદ્ધ હકીકત છે.
અને આમ નિશ્ચયે કરીને જે જલમાં કમલની જેમ અબદ્ધપૃષ્ટ, મૃત્તિકાની જેમ અનન્ય, સમુદ્રની જેમ નિયત, સુવર્ણની જેમ અવિશેષ અને શીતલ જલની જેમ અસંયુક્ત એવા આત્માને દેખે છે તે શુદ્ધન્ય છે અને તે અપદેશસત્રમધ્ય સર્વ જિના