________________
૩૩૪
અધ્યાત્મ રાજચંદ્ર શાસનને જાણે છે, તથા જે મૃત વડે કરીને કેવલ શુદ્ધ એવા આ આત્માને જાણે છે તેને લેકપ્રદીપકર ઋષિઓ શ્રુતકેવલી કહે છે,-એ સમયસારની * સુપ્રસિદ્ધ ગાથાઓમાં વર્ણવેલી યુદ્ધનયની-નિશ્ચયનયની જ્ઞાનદશા જીવનમાં પ્રગટ કરી શ્રીમદે જીવતો જાગતો પ્રગસિદ્ધ સમયસાર પ્રાપ્ત કર્યો, મહાગીતાર્થ અમૃતચંદ્રાચાર્યજીએ આત્મખ્યાતિ'માં સંગીત કરેલી શુદ્ધાત્માનુભૂતિરૂપ “આત્મખ્યાતિ પ્રાપ્ત કરી; શ્રતમાં જે વાત પક્ષપણે કહી છે તે પ્રત્યક્ષપણે સાક્ષાત્ અનુભવસિદ્ધ કરી “શ્રુતઅનુભવ કર્યો, અને “વધતી દશા–ઉત્તરોત્તર વર્ધમાન થતી–વધતી જતી આત્મદશા પ્રાપ્ત કરી “નિજ સ્વરૂપ અવભાસ્યું–આત્માનું સ્વરૂપ “અવ–આત્મસ્વરૂપની મર્યાદા પ્રમાણે જેમ છે તેમ ભાસ્યું-જાણ્યું, પૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું, વેદ અને શા જેનું વર્ણન કરતાં થાકે છે અને નેતિ નેતિ કહીને જ્યાંથી પાછા વળે છે તે પરમ નિશ્ચયરૂપ શુદ્ધ આત્માનુભવ પર આ જીવનમાં જ અનુભવસિદ્ધ કરી સાક્ષાત્ જીવન્મુક્ત દશા અનુભવી.
અને જેને શુદ્ધાત્માનુભવરૂપ પૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે છે યથાર્થ બેધરૂપ બધિ થાય છે તેને અત્મસમાધિ પામવી સાવ સહજ સુલભ બને છે. જ્યાં લગી શુદ્ધ નિર્મલ આત્મતત્ત્વ નથી જાણતો ત્યાં લગી ચિત્તસમાધિ થતી નથી,- આનંદઘનજીએ કહ્યું છે તેમ “આતમતત્વ જાણ્યા વિણ નિર્મલ ચિત્ત સમાધિ ના લહિયે”, નરસિંહ મહેતાએ ગાયું છે તેમ જ્યાં લગી આતમા તત્ત્વ ચિળે નહિં ત્યાં લગી સાધના સર્વ જૂઠી', યશવિજયજીએ ભાખ્યું છે તેમ “તિહાંલગે ગુણઠાણું ભલું કિમ આવે તાર્યું?” પણ જ્યારે આત્મતત્ત્વજેમ છે તેમ જાણે છે, આત્મતત્ત્વનિશ્ચયદશા પ્રકાશે છે, ત્યારે આત્મા સહજ સ્વભાવે સમાધિમાં લીન થવા પામે છે. એટલે જ યથાર્થ બોધરૂપ બોધિપ્રાપ્તિથી “યથાર્થ બોધસ્વરૂપ શ્રીમદને આત્મસમાધિ સાવ સહજ સુલભ બની ગઈ, હસ્તામલકવત્ થઈ ગઈ; શ્રીમદને આત્મા સહજ સ્વભાવે સમાધિમાં લીન થઈ ગયો. આમ નિર્વિકલ્પ-નિર્ભેદઅભેદ આત્માનું અનુભવન કરતા શ્રીમદ્દ નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરી રહ્યા આ અંગે પિતાના હૃદયજ્ઞ પરમાર્થસહુદ્દે સૌભાગ્યને પોતાનું હૃદયદર્શન કરાવતા શ્રીમદ્ પોતાના જીવનની રહસ્યભૂત વાર્તા પ્રગટ કરતા-૧૯૪૭ના કા. શુ. ૧૪ના દિને લખેલા-અસાધારણ
जो पस्साद अप्पाणं अबद्धपुढे अणण्णय णियदं । अविसेसमसंजुदं तं सुद्धणयं वियाणाहि ॥ जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णमविसेसं । अपदेससुत्तमज्झ स पस्सदि जिणसासणं सध्वं ॥ जो हि सुएणहिगच्छइ अप्पाणमिणं तु केवल सुद्धं । त सुयकेवलिमिसिणो भणति लोयप्पईवयरा ॥ जो सुयणाण सव्व जाणइ मुयकेवलि तमाह जिणा ।
णाणं अप्पा सव्वं जमा सुयकेवली तमा ॥" સમયસાર ગા૧૪-૧૫, ૧૦-(જુઓ મહર્ષિ અમૃતચંદ્રાચાર્ય કૃત આત્મખ્યાતિટીકા)