________________
૩૧૬
અધ્યાત્મ રાજચંદ્ર ચલન, આસન આદિ એક પરમાર્થ જ છે, એવા શ્રીમદ અત્ર લખે છે –“અધિક શું કહેવું? હાડ, માંસ, અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એને જ જાણે વિચાર કરે છે. અને એટલે જ આ હાડોહાડ-અસ્થિમજજા પરમાર્થ રંગ જેને લાગ્યો છે અને રોમે રેમે પરમાર્થનો જ વિચાર જેને વર્તે છે, એવા પરમ પરમાર્થ રંગી શ્રીમદ્ આગળ લખે છે –“અને તેને લીધે નથી કાંઈ જોવું ગમતું, નથી કંઈ સૂંઘવું ગમતું નથી કંઈ સાંભળવું ગમતું નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું નથી બેસવું ગમતું કે નથી ઊઠવું ગમતું, નથી સૂવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો, નથી લમી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી, એમ છે. પરમાર્થ રંગી શ્રીમદને એક પરમાર્થ પ્રત્યે એવો અનન્ય પરમાર્થ પ્રેમ લાગે છે કે તેમને એક આત્મા સિવાય અન્ય સ્થળે મુદ્દ-આનંદ થત, નથી, એવી અનન્ય મુદ્દશા પ્રગટી છે. પરમ આનંદના નિધાન સચ્ચિદાનંદસ્વરૂપી ભગવાન આનંદઘન આત્માના પરમ અમૃત સુખનો રસાસ્વાદ જેણે ચાખે હેાય, તેને તેનાથી અન્ય એવા “બાકસ બુકસ” જેવા તુચ્છ વિષયસુખમાં કેમ રસ પડે? આત્મા અને આત્મધર્મ સિવાય તેને બીજું કંઈ પણ કેમ ગમે? આવા આત્મારામી સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષને કેવળ આત્મનિમગ્નતામાં જ આનંદ ઉપજે છે, એક ક્ષણ પણ એ સુખનો વિરહ તે ખમી શકતા નથી. આત્મામાં જ જેને રતિ છે, આત્મામાં જ જેને સંતોષ છે, ને આત્મામાં જ જેને તૃપ્તિ છે એવા આત્મરત આત્મસંતુષ્ટ અને આત્મતૃપ્ત શ્રીમદને પરમાર્થ –આત્મા પ્રત્યે એવી અનન્ય પ્રીતિ પ્રગટી છે, એ પરમ પ્રેમપ્રવાહ પ્રવો છે, કે એ શિવાય બીજે કયાંય એમનું ચિત્ત રંચ માત્ર પણ રતિ પામતું નથી; શદ્ધ સહજાન્મસ્વરૂપ આત્મદેવ પ્રત્યે તેમને એવી અપૂર્વ પ્રીતડી બંધાણી છે, કે તેને બીજાનો સંગ ગમતો નથી. “માલતી ફૂલે મહિયે, કિમ બેસે હે બાવળ તારુ ભંગ?” માલતી ફૂલે જે મેહ્યો હોય તે ભમરો બાવળની ડાળ પર કેમ બેસે? પવિત્ર પ્રવાહી ને શીતલ સુગંધી ગંગાજલમાં જે હંસ ઝીલ્યો હોય તે અશુચિ બંધિયાર ને દુઃખદ દુર્ગધી ખાબોચિયાના પાણીમાં કેમ રમે? અત્યંત ઉત્કંઠાથી જે પી પીઉં? જપી જલધરના જલની પ્રતીક્ષા કરતા હોય, તે ચાતક બીજા જલ સામું પણ કેમ જુએ? શીતલ છાયાપ્રદ ને ફલભારથી નમ્ર એવા આમ્રની પંજરી મંજરી પામી જે મધુર ટહૂકા કરતી હોય, તે કોકિલને ફલફૂલરહિત ઉંછા ને ઉંચા તાડ જેવા ઝાડ કેમ ગમે? તેમ આત્મામાં જ જેને અનન્ય પ્રીતિ છે એવા શ્રીમદ્દ જેવા જ્ઞાનીને આત્મા સિવાય અન્યત્ર પ્રીતિ કેમ ઉપજે ? એક પરમાર્થવિષય સિવાય અન્ય વિષયાદિ કેમ ગમે? ન જ ગમે, ન જ ગમે એવી પરમ અદ્દભુત અનન્યમુદ્દશા એમના આત્માની થઈ છે! એટલે જ નથી એમને પંચ ઇંદ્રિયના વિષયો મમતા, નથી મીન–અમીન ગમતા, નથી સંગ–અસંગ ગમતા, એમ વિયાદિ કંઈ પણ ગમતું નથી એવી અનન્ય મુદ્દશા શ્રીમદની વર્તે છે, તે પણ તે પ્રત્યે તેમને “આશા નિરાશા (ઇચ્છા અનિચ્છા) કંઈ જ