________________
પરમાર્થસખા સૌભાગ્યભાઈનું શ્રીમદ્દ સાથે પ્રથમ ધન્ય મિલન ૩૦૫ ઈડરમાં,-એમ સર્વત્ર નિવૃત્તિક્ષેત્રના સત્સંગપ્રસંગમાં તેમજ અન્યત્ર પણ શ્રી સૌભાગ્યભાઈ એ શ્રીમદ્દના સત્સંગને અનન્ય લાભ ઊઠાવ્યો હતો. આમ શ્રીમદ્દના પ્રત્યક્ષ સમાગમનો લાભ જેટલે સૌભાગ્યભાઈ પામ્યા છે, તેટલે બીજા કેઈપણ પામ્યા નથી, તેમજ પત્ર વાટે શ્રીમના પરોક્ષ સમાગમનો લાભ જેટલો સૌભાગ્યભાઈએ ઊઠાવ્યો છે, તેટલે બીજા કોઈએ પણ ઊઠાવ્યો નથી. એટલે સૌભાગ્યભાઈ તે શ્રીમદ્દના અધ્યાત્મ, પરમાર્થ જીવન સાથે એટલા ગાઢ સંકળાયેલા છે, વણાઈ ગયેલા છે, કે એમના અને શ્રીમદ્દના પત્રવ્યવહાર આદિ પરથી ફલિત થતા શ્રીમદના જીવન સંબંધમાં અનેક પ્રકરણે લખવા પડશે, તે હવે અનુક્રમે આલેખશું, અને તે અર્થે ખાસ સૌભાગ્યના નામ સાથે જોડાયેલે પચીશ પ્રકરણોને એક અલગ વિભાગ જ અનામત રાખી અત્ર રોકશું.
ખરેખર! શ્રીમદની ઊર્ધ્વગામિની અલૌકિક આત્મદશાને જગને કંઈક ખ્યાલ આવે છે તે મુખ્યપણે આ સૌભાગ્યભાઈ પરના પત્રસાહિત્યને લઈને. એટલે જગના આ ઉત્તમોત્તમ પત્રસાહિત્ય માટે જગત્ આ સૌભાગ્યભાઈનું ઋણી છે. કારણકે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં શ્રીમના હૃદયપ્રતિબિંબક એવા કેટલાક ઉત્તમ મહત્વપૂર્ણ પરમાર્થ પત્રોના ઉદ્દભવનિમિત્તભૂત શ્રી સોભાગ્યભાઈ હતા. એટલે એ પરથી શ્રીમદૂના પરમાર્થ જીવનમાં ડોકીઉં કરવાનું પ્રાપ્ત થવાથી જગત્ સૌભાગ્યભાઈનું ઋણી છે, એટલું જ નહિં પણ શ્રીમદ્દના કીર્તિકલશરૂપ ચિરંજીવ કૃતિ આત્મસિદ્ધિના પ્રેરક નિમિત્ત પણ સૌભાગ્યભાઈ હતા, એ માટે પણ જગત્ એમનું ઋણી છે. આ પિતા અમર કૃતિ શ્રી આત્મસિદ્ધિમાં પણ શ્રીમદે ગર્ભિતપણે “સમજે કેઈ સુભાગ્ય” તથા “ઉદય ઉદય સભાગ્ય' એ શબ્દોમાં પરમાર્થ સખા સૌભાગ્યને અમર કરેલ છે. શ્રીમદના આવા પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈ ૫૦ વર્ષના! ને શ્રીમદ્દ ૨૩ વર્ષન! પરમાર્થ મિત્રની કોઈ અજબ જેડી! પણ શ્રીમદ્દ પૂર્વના પરમ આધારક હોઈ સેંકડો વને જ્ઞાનસંસ્કાર વારસો લઈ જન્મેલા જ્ઞાનવૃદ્ધ પુરુષ અને સૌભાગ્યભાઈ પણ પૂર્વના સંસ્કારી વયેવૃદ્ધ પુરુષ આમ બનેય જ્ઞાનવૃદ્ધ તે ખરાજ! આમ શ્રીમદના અનન્ય શિષ્ય ભક્તશિરોમણિ હોવા ઉપરાંત જેને શ્રીમદૂના પરમાર્થસખા હોવાનું અનન્ય સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે સૌભાગ્યને નમસ્કાર હો! નમસ્કાર હે!
અધ્યાત્મ રાજચંદ્રને, પૂર્ણ થયે પૂર્વાદ્ધ; અધ્યાત્મ દશા કીતે, હવે કહું ઉત્તરાદ્ધ.