________________
ર૧૪
અધ્યાત્મ રાજચંદ્ર વયમાં મેં કરેલા છે.” ગૃહાશ્રમપ્રવેશની થોડા જ દિવસ પૂર્વે લખેલા પત્રમાં લખ્યું છે તેમ તેમને–“જે વસ્તુ અને જે પદ આજ રાજ્યશ્રી ચક્રવત્તિની વિકટેરિયાને દુલ્લભ, કેવળ અસંભવિત છે, તે વિચારો તે વસ્તુ અને તે પદ ભણી કેવળ ઈચ્છા હતી, તાલાવેલી હતી; અને પછી તે તે ઉત્તરોત્તર ઓર જોરશોરથી વધતી જ ગઈ, તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવાની ઉત્કટ ઉત્કંઠા ઉત્તરોત્તર ઓર જોર પકડતી જ ગઈ; તત્ત્વ શું છે? આત્મા શું છે? આ બીજું બધું શું છે ? જગત્ શું છે? ઈ. સહજ પ્રશ્નો જ્યાં ઊઠે છે એ તત્ત્વજ્ઞાનની “ઊંડી’– ગંભીર “ગુફાનું – ગહન ગુહાનું ઊંડું રહસ્ય શું છે? ગુપ્તભેદ શું છે? અંતસ્તત્વ શું છે? એનું દર્શન –સાક્ષાતકરણ કરવાની શ્રીમદ્દની તમન્ના ઉત્તરોત્તર બળવત્તર બનતી જ ગઈ. “હું કેણ છું? કયાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરૂં? કેના સંબંધી વળગણું છે? રાખું કે એ પરિહરૂં?”—એ મેક્ષમાળાના “અમૂલ્ય તત્ત્વવિચારના ૬૭મા પાઠમાં કહેલા અમૂલ્ય તત્ત્વવિચાર શ્રીમદે પૂર્ણ વિવેકપૂર્વક પરમ શાંતભાવે અત્યંત ગંભીરતાથી કર્યા જ હતા અને હજુ પણ એર શેરથી કરી રહ્યા હતા, તે તત્ત્વજ્ઞાનની ઊંડી-ગંભીર ગુફાનું-ગૂઢ રહસ્યભૂત તત્વવસ્તુનું-વસ્તુગતે વસ્તુનું દર્શન’–સાક્ષાત્કરણ–સાક્ષાત્કાર કરવા તલપાપડ થઈ રહ્યા હતા, સાક્ષાત્ અનુભવપ્રત્યક્ષ કરવા અત્યંત ઉત્કંઠિત બન્યા હતા. ઉપનિષદોમાં કહ્યું છે તેમ- વિશ્વર તત્ત્વ નિદિ ગુલાથામ' વિશ્વનું તત્ત્વ ગુહામાં– ગુફામાં નિહિત છે– નિધાનરૂપે સુરક્ષિત સુગુપ્ત મૂકેલું છે તેને ગુપ્તભેદ પામી તે હાથ કરવા- આત્માનુભવસિદ્ધ કરવા કટિબદ્ધ થયા હતા અને અપૂર્વ આત્મપુરુષાર્થની
ફુરણાથી તેને ગુપ્તભેદ તેઓ પામી પણ ગયા, તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાના ગહન ઊંડાણમાં નિહિત પરમ સારભૂત પરમ નિધાનરૂપ પરમ ગુપ્ત આત્મતત્વનું સાક્ષાકારરૂપ “દર્શન તેમને લાધી ગયું; વિશ્વા સર્વ નિહિત ગુદામ–વિશ્વનું ગુહામાં નિહિત નિધાનરૂપ તત્વ શ્રીમદે હસ્તગત કરી લીધું, જેમ કઈ ગુફાના ગહન ઊંડાણમાં મૂકેલે મહામૂલ્યવાન ઉત્તમ ખજાને કેઈ મહાભાગ્યવાનને હાથ લાગી જાય, તેમ મહિમા મેરુ સમાન છે જેને એ પરમનિધાનરૂપ આત્મા શ્રીમદે અનુભવહસ્તગત કરી લીધું. આ શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ એ જ એક શ્રીમને જીવનલક્ષ્ય હતા અને તેને અનુલક્ષીને જ અનન્ય તમન્નાથી શ્રીમદે પિતાને સોપાંગ સકલ અવિકલ જીવનક્રમ ગોઠવ્યું હતું. શ્રીમદ્દના આ તત્વજ્ઞાનની ઊંડી ગુફાના દર્શનનું અને તદનુસાર જીવનક્રમનું દિગદર્શન આ પ્રકરણમાં કરશું.
શ્રીમદના આ આત્માનુભવસિદ્ધ “તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાના દર્શનનું માર્મિક સૂચન તેમના પત્રમાં પ્રાપ્ત થાય છે. સં. ૧૯૪૫માં પિતાના એક પરિચયી મિત્ર પરના પત્રમાં (અ. ૮૩) શ્રીમદ્ ગૃહાશ્રમ સંબંધી વિચારો અને જીવનક્રમ બા. પિતાના વિચારો દર્શાવતાં લખે છે–આ પત્રમાં ગૃહાશ્રમસંબંધી મારા કેટલાક વિચારે આપની સમક્ષ મૂકું છઉં, એ મૂકવાનો હેતુ માત્ર એટલો જ છે કે કંઈ પણ પ્રકારના ઉત્તમ ક્રમમાં આપણું જીવનવલન થાય. આ વિચારે ઘણું સાંસ્કારિક