________________
૨૭૪
અધ્યાત્મ રાજચંદ્ર અતિપ્રેમી, વેદાંતમાં વિચક્ષણ વિદ્વાન મનઃસુખરામ ત્રિપાઠીને પવિત્ર જૈનદર્શનની સત્યતા ઠસાવવા કેવી કળાથી કામ લેવું જોઈએ, તે શ્રીમાન્ રાજચંદ્ર એકવીશ બાવીશ વરસની લઘુ વયે બતાવેલી વિચક્ષણતાથી સહજ સમજાય એમ છે. ૪ ૪ શ્રીમદે પવિત્ર વીતરાગદર્શનની આવી વિચક્ષણતાથી હિમાયત કરી છે. સ્વયં સિદ્ધ કરેલું એક દર્શનનું સત્યત્વ પૂર્વયુદુગ્રહિત બુદ્ધિવાળાને ઠસાવવું એ કેટલું અને કેવું વિકટ છે, એમાં કેવી વિચક્ષણતાની આવશ્યકતા છે, એ એને અનુભવ જેણે કર્યો હોય તેને જ ખબર પડવા ચોગ્ય છે. અને આમ પરમ વિચક્ષણ પરમાર્થ કૌશલ્યથી પવિત્ર વીતરાગદર્શનની સાચી હીમાયત કરતાં છતાં અત્યંત મધ્યસ્થતા દાખવતા શ્રીમદ્ ફટિક જેવા સ્વચ્છ નિખાલસ નિરાગ્રહભાવે આ જ પત્રમાં છેવટે લખે છે–સર્વ સપુરુષ માત્ર એક જ વાટેથી તર્યા છે અને તે વાટે વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિ પર્યત સક્રિયા કે રાગદ્વેષ અને મેહ વગરની દશા થવાથી તે તત્ત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે. તેમ જ બીજા પત્રોમાં (અં. ૭૧, ૧૨૦) પણ પરમ માધ્યઐસંપન્ન શ્રીમદે આવો જ નિરાગ્રહભાવ દર્શાવ્યો છે–
નિગ્રંથના ઉપદેશને અચલાવે અને વિશેષ સમ્મત કરતાં અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે. ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય, તો ત્યાં પછી મતાંતરની કંઈ અપેક્ષા રોપવી યોગ્ય નથી. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરિ છે, અને જેટલા આત્મા તર્યા, વર્તમાને તરે છે, ભવિષ્ય તરશે તે સર્વ એ એક જ ભાવને પામીને, આપણે એ સર્વ ભાવે પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે.” જેનના આગ્રહથી જ મેક્ષ છે, એમ આત્મા ઘણુ વખત થયાં માનવું ભૂલી ગયો છે.. મુક્તભાવમાં (!) મોક્ષ છે એમ ધારણું છે.” ઇત્યાદિ.
આમ મધ્યસ્થ નિરાગ્રહભાવે મનઃસુખરામ સૂર્યરામને પરમાર્થમાર્ગનું પ્રસંગોપાત્ત દર્શન કરાવતા શ્રીમદ્ કવચિત પિતાના હૃદયનું દર્શન પણ કરાવતા. જેમ કે– સં. ૧૯૪૫ના શ્રાવણ માસમાં લખેલા પત્રમાં (અં. ૭૧) શ્રીમદ મનઃસુખરામ સૂને લખે છે કે
સર્વશાસ્ત્રના બંધનું ક્રિયાનું જ્ઞાનનું, યોગનું અને ભક્તિનું પ્રજન સ્વસ્વરૂપમાપ્તિને અર્થે છે, અને એ સમ્યક શ્રેણુએ આત્મગત થાય તે તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે; પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સર્વસંગપરિત્યાગની અવશ્ય છે. નિર્જનાવસ્થા–ગભૂમિકામાં વાસ-સહજ સમાધિની પ્રાપ્તિ નથી, તે સર્વસંગપરિત્યાગમાં નિયમા વાસિત છે. દેશ (ભાગ) સંગપરિત્યાગમાં ભજન સંભવે છે. જ્યાં સુધી ગ્રહવાસ પૂર્વ કર્મના બળથી ભગવ રહ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત-ઉદાસીન ભાવે સેવવાં ચોગ્ય છે. બાહભા ગૃહસ્થાશ્રેણિ છતાં અંતરંગ નિગ્રંથશ્રેણિ જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વસિદ્ધિ છે. મારી આત્માભિલાષા તે શ્રેણિમાં ઘણું માસ થયાં વર્તે છે. ધર્મોપજીવનની પૂર્ણ અભિલાષા કેટલીક વ્યવહાર