________________
૨૯૨
અધ્યાત્મ રાજચંદ્ર મુમુક્ષુમુખ્યની આ અદ્ભુત સ્મૃતિ ને ધારણશકિતને જ આભારી છે. જે આ શ્રીમ વહાવેલા ઉપદેશની “છાયા” માત્ર છે, તે વાસ્તવિક ઉપદેશ તે કેટલે અનંતઅનંતગુણવિશિષ્ટ હશે તેને આ પરથી કંઈક ખ્યાલ આવે છે, અને તે ઉપદેશામૃત સાક્ષાત શ્રવણ કરી ધન્ય બનનારા તે તે મહાનુભાવ મુમુક્ષુઓ માટે સહજ ઉદ્ગાર નિકળી પડે છે-“ધન્ય ધન્ય તે જીવ પ્રભુ પદ વંદી હે જે દેશના સુણે”. અને શ્રીમદની અનુપમ કૃતિ આત્મસિદ્ધિના મૂળ પ્રેરક નિમિત્ત જે સૌભાગ્યભાઈ હતા, તે તેના પ્રથમ આદર્શન મૂક સાક્ષી થવાનું સૌભાગ્ય અંબાલાલભાઈને પ્રાપ્ત થયું હતું. નડિયાદમાં શ્રીમદે આજ્ઞા કરી–અંબાલાલ! ફાનસ લે; અંબાલાલભાઈ રાત્રે ફાનસ ધરી ભક્તિથી જોતા ઊભા રહ્યા અને શ્રીમદે સ્વહસ્તે એક જ કલમે “છએ દર્શ નો સમાવેશ કરતો” આ આત્મસિદ્ધિ જે અપૂર્વ ગ્રંથ શાસ્ત્રશલીથી અલ્પ સમયમાં–દોઢ બે કલાકમાં લખી નાંખે !
અને શ્રીમદના જીવનકાળ દરમ્યાન જ ભિન્ન ભિન્ન સ્થળે લખાયેલા શ્રીમદના પરમાર્થ પત્રે એકત્ર કરવાનું મહાન ભકિતકાર્ય અંબાલાલભાઈએ કર્યું હતું. તે તે પત્ર તેમણે પિતાના મેતીના દાણા જેવા સુંદર છટાદાર અક્ષરે એક નોટમાં લખ્યા હતા, તે નોટ શ્રીમદૂની દષ્ટિ તળે નિકળી જવા પામી હતી અને તેમાં કેટલેક સ્થળે શ્રીમદે સ્વહસ્તે સુધારા-વધારા પણ કર્યા હતા. એટલે શ્રીમદના હસ્તાક્ષરના મૂળ પત્રો કરતાં પણ શ્રીમદૂના સ્વહસ્તે સુધારાયેલી આ અંબાલાલભાઈના નોટના પાઠનું મહત્વ વિશેષ છે. આમ શ્રીમદના જીવનકાળ દરમ્યાન જ તેમણે શ્રીમદના પત્રોની જાળવણી પરમભક્તિથી કરી હતી, એટલે તે તે પરમાર્થ પત્રો જગને આમ સુરક્ષિતપણે મળવા પામ્યા છે, તે બધો શ્રી અંબાલાલભાઈને જ પ્રતાપ છે. જે શ્રતગંગાહિમાચલ શ્રીમદ્દ જેવા મૂળ ઉપાદાનરૂપ પ્રભવસ્થાનમાંથી આ પરમાર્થ પત્રોની જાહ્નવીને ઉત્થાન થવાનું નિમિત્તકારણ બનવાને મહાયશ સૌભાગ્યભાઈને ઘટે છે, તે તેને યથાવત્ જાળવી રાખી મહાદિવ્યાકુષિરત્નની આ વિશ્વપાવની દિવ્ય ગંગાને આ અવનિપર અવતારવાને મહાયશ મુખ્યપણે શ્રી અંબાલાલભાઈને ઘટે છે. આવા મહાયશ મહામુમુક્ષુ અંબાલાલભાઈએ શ્રીમદના જીવનપર્યત અનન્ય સેવાભકિત ઊઠાવી એટલું જ નહિં પણ શ્રીમદના દેહત્સર્ગ પછી પણ ૧૯૬૩ માં પોતાના જીવનના અંત પર્યત પણ શ્રીમદ્દના પરમાર્થાપત્રાદિ સાહિત્યની જાળવણી અને સંગહણીમાં મોટામાં મોટો ફાળે આપી શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની પ્રથમવૃત્તિના સંશોધન પ્રકાશનમાં અગ્રગણ્ય ભાગ ભજવ્યું. અને આમ ઋષિઋણ અદા કરતા અંબાલાલભાઈએ યથાશકિત યથાત પોતાની સમસ્ત આત્મશક્તિનું અર્પણ કરી પોતાના આ પરમ ગુરુનું તર્પણ કર્યું. નમસ્કાર હે! નમસ્કાર હો! આવા મહાયશસ્વી મહામુમુક્ષુ ભકતશિરોમણિ અંબાલાલભાઈને !