________________
પ્રકરણ ચુંમાલીશમું જ્ઞાનદિવાકર શ્રીમદ્ભના સત્સંગીઓ આવા પરમ મુમુક્ષુદશાને પામેલા ને હવે સ્વલ્પ સમયમાં સાક્ષાત્ જીવન્મુક્ત દશા પામનારા પરમ મુમુક્ષુ શ્રીમદ્ આમ અધ્યાત્મનિમજજન કરતાં પોતાની આત્મસાધના કરી રહ્યા હતા; બાહ્ય વ્યવહારઉપાધિમાં બેઠા બેઠા અંદરખાનેથી પરમાર્થ માર્ગ પ્રકાશનની તૈયારી કરતાં ભવ્ય એજના ઘડી રહ્યા હતા; અંતર્ગત અસંગદશાની સાધના કરતાં જનસંસર્ગ પ્રાયઃ વજેતા હતા. તથાપિ કઈ કઈ વિરલા મહાનુભાવ મહાભાગ્યવંતે અનાયાસે શ્રીમદના પરમાર્થ સંસર્ગમાં આવી ગયા અને આવા શ્રીમદ્દ જેવા પરમ મુમુક્ષુના સંગે પોતપોતાની યેગ્યતા પ્રમાણે મુમુક્ષુતાના સાચા રંગે રંગાઈ ગયા. પારસમણિના સ્પર્શથી જેમ લેહ સુવર્ણ બને, તેમ શ્રીમદ્દ જેવા પારસમણિના સ્પર્શથી તેમને આત્મા પણ પિતપોતાની યોગ્યતા પ્રમાણે તે તે શુદ્ધ બની ગયે. પૂર્વના કેઈ ઋણાનુબંધે ક્યાંયથી કેઈ નિમિત્ત પામી તે તે મહાનુભાવોને શ્રીમદ્ સાથે આકસ્મિક ભેટે થઈ ગયે અને એકના નિમિત્તે તેના સંબંધમાં આવેલા બીજાને પણ જોગાનુજોગે શ્રીમદના સહજસ્વભાવે મિલન-સમાગમલાભને પ્રસંગ બની આવ્યા. દીપક પ્રગટાવવા જેમ એક જ ચીનગારી બસ હોય છે, તેમ આવા શ્રીમદ્ જેવા પરમ સંતશિરોમણિના સત્સમાગમની ક્ષણ પણ તે તે મહાનુભાવને જીવનપલટ આણનારી ધન્ય ક્ષણ બની ગઈ. શ્રીમદના સત્સંગથી તેમની જીવનદશા અને જીવનદિશા જ બદલાઈ ગઈ, અને પિતપોતાના આત્માની ગ્રહણયોગ્યતા પ્રમાણે તેમને આત્મલાભ થશે. શ્રીમદ્ તો અમૃતસિંધુ હતા, તેમાંથી કેઈએ પવનલહરીપ્રમાણ, કેઈએ બિંદપ્રમાણ, કેઈએ કળશપ્રમાણુ, કેઈએ ઘટપ્રમાણુ, કેઈએ ગાગરપ્રમાણ, એમ યથાપાત્ર અમૃતપાન તેમણે કર્યું, અને સર્વ તે ધન્ય બની ગયા.
લોહચુંબકથી જેમ લેહ આકર્ષાય, તેમ શ્રીમદૂના દિવ્ય આત્માના આ લેહચુંબકીય જાદુઈ આકર્ષણથી આ ભિન્ન ભિન્ન આત્માએ તેમના પ્રત્યે આકર્ષાયા. પુષ્પના સૌરભથી જેમ મધુકરે તરફથી આવીને આકર્ષાય તેમ શ્રીમદૂના દિવ્ય આત્માની અનુપમ શીલસૌરભથી આકર્ષાઈને ભિન્નભિન્ન દિશામાંથી આવેલા આ મુમુક્ષ-મધુકર તેમના દિવ્ય-ગુણમકરંદનું રસપાન કરવામાં લીન થયા; દિવ્ય જ્ઞાનપ્રભાથી જાજ્વલ્યમાન ઝળહળતા જ્ઞાનભાસ્કર-મહાતેજેનિધિ જ્ઞાનદિવાકર શ્રીમના દિવ્ય જ્ઞાન પ્રકાશની કણિકાઓ ઝીલવા લાગ્યા. આ મુમુક્ષુમંડળમાં આ વિશિષ્ટ મુમુક્ષુઓ ગણાવી શકાય સૌભાગ્યભાઈ, ડુંગરશીભાઈ જૂઠાભાઈ અંબાલાલભાઈ, મનસુખભાઈ કિરતચંદ, લલ્લુજી મુનિ, દેવકરણજી મુનિ, પિપટલાલભાઈ મહેકમચંદ, ધારશીભાઈ, મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, મહાત્મા ગાંધીજી આદિ આ વિશિષ્ટ મહાનુભાવ વ્યક્તિઓને શ્રીમદ્દ સાથે
૩૪–આ