________________
અંતરાત્માની સમશ્રેણી
૨૩૭
ૐ છે.’ ઇ. અંગત શિક્ષા લખી, સંકલ્પ-વિકલ્પ ને રાગદ્વેષને મૂકવાની ને જગત્માંથી જેમ અને તેમ જલદી ઋણમુક્ત થવાની જેની સદા :સઉપયેગી વહાલી શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે અને પૂર્વકના આધારે જેનું સઘળું વિચરવું છે એવા આ પરમ ધર્માં -દૃઢધમ નિશ્ચયી વીતરાગ પુરુષ આગળ લખે છે
આ તમારા માનેલા સુરબ્બી માટે કોઇ પણ પ્રકારે હ-શાક કરશો નહી; તેની ઇચ્છા માત્ર સંકલ્પ-વિકલ્પથી રહિત થવાની જ છે; તેને અને આ વિચિત્ર જગને કંઈ લાગતુંવળગતું કે લેવાદેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારા બધાય કે ખેલાય, તે ભણી હવે જવા ઇચ્છા નથી. જગતમાંથી જે પરમાણુ ભેળાં કર્યાં છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું, એજ તેની સદા સઉપયાગી, વહાલી, શ્રેષ્ઠ અને પદ્મ જિજ્ઞાસા છે, બાકી તેને કંઈ આવડતું નથી; તે બીજી કઈ ઈચ્છતા નથી; પૂર્વકના આધારે તેનુ સઘળું વિચરવું છે; એમ સમજી પરમ સતાષ રાખજે; આ વાત ગુપ્ત રાખો. કેમ આપણે માનીએ છીએ, અથવા વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી; પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જે મુક્તિને ઇચ્છે છે તો સંપ-વિકલ્પ, રાગ-દ્વેષને સૂક અને તે મૂકવામાં તને કંઈ ખાધા હોય તો તે હે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે. જ્યાં ત્યાંથી રાગ-દ્વેષરહિત થવુ એ જ મારો ધર્મ છે; અને તે તમને અત્યારે બધી જ છુ’
આત્મવનના આ સ્વહસ્તે આલિખિત અસાધારણ દસ્તાવેજમાં સમશ્રેણીઆરોહક શ્રીમના આત્મચારિત્રમય આત્મજીવનનું દન થાય છે, સમભાવભાવી અંતરાત્માના આત્મપરિણતિમય અધ્યાત્મજીવન પર પ્રચુર પ્રકાશ પડે છે. આ સમત્વશ્રેણીમાં રહેવા માટે શ્રીમદ્દે ‘જ્યાં ત્યાંથી સંકલ્પ–વિકલ્પ રહિત થવું' એવી નાના— પ્રકારના વિકલ્પે છેાડવાની કલ્પના જ કરી છે એમ નથી, પણ તથારૂપ નિવિકલ્પદશા ભણી ઉગ્ર સવેગથી દોટ મૂકી છે, તેની સાબીતી તેમના પત્રામાં જ પ્રાપ્ત થાય છે. જેમકે—(૧) સમશ્રેણીમાં વર્તી રહેલા શ્રીમને બાહ્ય વ્યવહારશ્રેણિમાં વવું ઘણું ઘણું આકરૂ લાગે છે— મહાપરીષહ જેવું વેદાય છે, તેના પરમ શાક દર્શાવતા તેમના સહજ ઉગાર સરી પડથા છે કે અહાહા ! કની કેવી વિચિત્ર અપસ્થિતિ છે? જેને સ્વપ્ને પણ ઇચ્છતા નથી, જે માટે પરમ શાક થાય છે; એ જ અગાંભીય દશાથી પ્રવર્ત્તવું પડે છે.’ આમ પેાતે સમસ્ત કલ્પિત જગજાલને ફગાવી દેવા ઇચ્છે છે, વ્યવહારપ્રસગને સ્વપ્ને પણ ઇચ્છતા નથી, છતાં કાઁવિચિત્રતાથી તેમાં પ્રવર્ત્તવું પડે છે એના પરમ ખેદ દર્શાવી, નિવિકલ્પ સમશ્રેણીના પેાતાના આત્મપુરુષાથ ની પ્રેરણાથે શ્રીમદ્ અનંત કલ્પનાઓને જેણે શમાવી દીધી એવા પરમ ઉપશમસ્વરૂપ-સમસ્વરૂપ જિન-વહૂ માનાદિ પરમ પુરુષોના પરમ આશ્ચય કારી આત્મપુરુષાર્થનું પરમ બહુમાનથી સ્મરણ કરે છે— તે જિનવદ્ધમાનાદિ સત્પુરુષા ફેવા મહાન મનેાજયી હતા ! તેને