________________
૨૪૬
અધ્યાત્મ રાજચંદ્ર સમજવો કે શી રીતે ? અને એક ઠેકાણે નિરાવરણપણું, તથા બીજે ઠેકાણે આવરણ, ત્રીજે ઠેકાણે નિરાવરણ એમ બને કે કેમ? તે ચીતરીને વિચારે. સર્વવ્યાપક આત્મા – (જુઓ ચિત્ર) આ રીતે તે ઘટતું નથી.” ઈ. આમ તત્વની કસોટીએ ચઢાવતાં અઘટમાન હેવાથી-યુક્તિક્ષમ નહિં હોવાથી વેદાંતીની માન્યતાને અમાન્ય ગણે શ્રીમદે વિદાય આપી.
એ જ પ્રકારે ઈશ્વરવાદી આદિની માન્યતાની આકરી કસોટી શ્રીમદે કરી. પોતે જ જાણે તેવા ઈશ્વરવાદી હોય એ રીતે એ સિદ્ધાંત તત્ત્વપર્યાલોચનાથે વિચારી જે એ જડ કે જીવ ક્યાંય બીજેથી આવ્યા નથી. તેની ઉત્પત્તિ શ્રીમાન હરિથી જ છે. તેના તે અંશ જ છે; બ્રહ્મરૂપ જ છે; ભગવરૂપ જ છે. સર્વ આ જે કંઈ પ્રવર્સ છે તે શ્રીમાન હરિથી જ પ્રવર્તે છે. સર્વ તે છે. સર્વ તે જ રૂપ છે. આ સમસ્ત વિશ્વ ભગવરૂપ જ છે. તે ભગવત્ જ સ્વેચ્છાએ જગદાકાર થયા છે.'- ઈ. પ્રકારે ઈશ્વરવાદીના વિચારને અનુકૂળ વિચારણા પણ તત્વની અગ્નિપરીક્ષામાં સમુત્તીર્ણ થઈ નહિં, તેની પણ કઈ રીતે ઘડ બેઠી નહિં, એટલે તે વિચાર પણ યુક્તિક્ષમ નહિં હેવાથી શ્રીમદે અમાન્ય કર્યો, વિસર્જન કર્યો. આ અંગે પોતાની સ્પષ્ટ વિશદ વિચારણા શ્રીમદે પત્રાંક ૫૩૦માં ઈશ્વર સંબંધી અને જગકર્તા સંબંધી ગાંધીજીના બીજા પ્રશ્નના ઉત્તરમાં પ્રકાશી છેઃ કર્મ રહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિષે છે, તે ઈશ્વર કહેવાયેગ્ય છે અને તે ઈશ્વરતા આત્માનું સહજસ્વરૂપ છે. ૪૪ જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે, એથી કઈ વિશેષ સત્તાવાળો પદાર્થ ઈશ્વર છે એમ નથી, એવા નિશ્ચયમાં મારે અભિપ્રાય છે. તે જગકર્તા નથી, અર્થાત્ પરમાણુ, આકાશાદિ પદાર્થ નિત્ય લેવાયેગ્ય છે, તે કોઈ પણ વસ્તુમાંથી બનાવાયોગ્ય નથી. કદાપિ એમ ગણીએ કે, તે ઈશ્વરમાંથી બન્યા છે, તે તે વાત પણ ગ્ય લાગતી નથી, કેમકે ઈશ્વરને જે ચેતનપણે માનીએ તો તેથી પરમાણુ, આકાશ વિગેરે ઉત્પન્ન કેમ થઈ શકે? કેમકે ચેતનથી જડની ઉત્પત્તિ થવીજ સંભવતી નથી. જે ઈશ્વરને જડ સ્વીકારવામાં આવે તે સહેજે તે અનૈશ્વર્યવાન કરે છે, તેમજ તેથી જીવરૂપ ચિતન પદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. જડચેતન ઉભયરૂપ ઈશ્વર ગણીએ, તે પછી જડેચેતન ઉભયરૂપ જગત્ છે તેનું ઈશ્વર એવું બીજું નામ કહી સંતેષ રાખી લેવા જેવું થાય છે, અને જગતનું નામ ઈશ્વર રાખી સંતોષ રાખી લેવો તે કરતાં જગને જગત્ કહેવું, એ વિશેષ યોગ્ય છે. કદાપિ પરમાણુ, આકાશાદિ નિત્ય ગણીએ અને ઈશ્વરને કર્માદિનાં ફળ આપનાર ગણીએ તે પણ તે વાત સિદ્ધ જણાતી નથી. ઈ. પ્રકારે શ્રીમની નિખુષ વિચારણાથી સ્પષ્ટ થાય છે કે જગકર્તા વાદીની માન્યતા જગતત્ત્વને ખુલાસો કરવાને ક્ષમ ન હોવાથી શ્રીમદે તે માન્યતાને પણ અમાન્ય કરી.
આમ નિષ્પક્ષપાત મધ્યસ્થ તત્ત્વપરીક્ષા કરતાં ને અનુભવની કસેટીએ ચઢાવતાં એક અદ્વૈતવાદથી વા ઈશ્વરવાદથી વા ઈતર વાદથી જગતત્ત્વને વા આત્મતત્વને યથાર્થ ખુલાસે નહિં મળતાં, જડ-ચેતન બને ભિન્ન ભિન્ન તત્વ છે