________________
૨૫૯
શ્રીમદ્દને સંવેગાતિશય: પરમ વૈરાગ્ય જ્યાં સુધી આ વચ્ચે આડા આવતા વિદનોને તે વિન ન કરી શકે એમ યથાયોગ્ય જય ન થાય, ત્યાં સુધી ચાલ્યું જતું જીવન જવા ન દેવું—એને ક્ષણક્ષણને પૂરેપૂરો સઉપગ કર્યા વિના જવા ન દેવું એવી આત્મદઢતા દર્શાવી, શ્રીમદ્ આત્મબળ પ્રબળ બનાવવામાં ને આત્મદશાને પિષણ આપવામાં સત્સંગ બળવાનું છે, તેના અભાવને ઊંડે ખેદ દર્શાવે છે–“કદાપિ કઈ રીતે તેમાંનું કંઈ કરીએ તે તેવું સ્થાન કયાં છે કે
જ્યાં જઈને રહીએ? અર્થાત્ તેવા સંતે કયાં છે, કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ?”
આમ છે “ત્યારે હવે કેમ કરવું?”—આમ ભલે સંવેગને વેગ આપે ને આત્મદશાને પિષણ આપે તેવા તથારૂપ સંતે વિરહ છે, આનંદઘનજીને વેદાયું છે તેમ “સેંગૂ કેઈ ન સાથ” એવી વર્તમાન સ્થિતિ છે, “ઘાતિ ડુંગર આડા અતિ ઘણુ” એવા વિદનેના ટેકરા છે, છતાં પિતાને દઢ નિશ્ચય પાર પાડે જ એમ જેને દઢ આત્મનિશ્ચય છે એવા મહા વીરપુરુષ પરમ પુરુષસિંહ શ્રીમદ્દ અપૂર્વ આત્મપરાક્રમથી આ વિધ્વજયના દઢ નિર્ધારની ગર્જના કરતાં પોતાના અંતરાત્માને ઉદ્ધે છે-ગમે તેમ છે, ગમે તેટલાં દુઃખ વેઠે, ગમે તેટલા પરિષહ સહન કરે, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિઓ સહન કરે, ગમે તેટલી ઉપાધિઓ આવી પડી, ગમે તેટલી આધિઓ આવી પડે, ગમે તો જીવનકાળ એક સમયમાત્ર છે, અને દુર્નિમિત્ત છે, પણ એમ કરવું જ, ત્યાંસુધી હે જીવ! છૂટકે નથી, આમ નેપથ્યમાંથી ઉત્તરમળે છે, અને તે યથાગ્ય લાગે છે.”—ધીઠાઈ કરી મારગ સંચરૂં સેંગૂ કેઈન સાથ” એ આનંદઘનજીના અમર ઉદ્ગારેનું સ્મરણ કરાવતા શ્રીમદૂના આ અમૃત અનુભવ ઉદ્ગારોમાં કેવો અદ્ભુત સંવેગ ભર્યો છે!
આમ અનુપમ આત્મપરાક્રમથી વિનય કરતાં કરતાં પરમ સંવેગથી મોક્ષમા સંચરતાં આ પુરુષસિહ મહા વીરપુરુષ મેક્ષરૂપ સાધ્યની સિદ્ધિમાં અવલંબનભૂત સંકલનાબદ્ધ સાધનની ગવેષણ કરે છે
ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તે અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તે આર્યા. ચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તે જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તે પછી માગવાની ઈચ્છા પણ નથી.”
આ વર્તમાન સંજોગોમાં વિજય કરતાં કરતાં મોક્ષપ્રવૃત્તિમાં ક્યા અવલંબનભૂત સાધનની પિોતે અપેક્ષા રાખે છે તેની સંકલનાબદ્ધ ભાવના અત્રે પરમ ભાવિતાત્મા શ્રીમદે કરી છે. ક્ષણે ક્ષણે વૃત્તિનું–ભાવોનું પલટવું-ફરવું–સંસરવું એ જ ભાવસાર છે અને સ્વભાવમાં સ્થિર વૃત્તિરૂપ વર્તાના એ જ મોક્ષ છે, એટલે સંસાર બંધ કરવાસંવૃત કરવા અંદરને આ વૃત્તિપલટણરૂપ ભાવસંસાર બંધ કરે જોઈએ—સંવૃત કરે.