________________
૨૨૪
અધ્યાત્મ રાજશ્ચંદ્ર કરીને વળે; વધીને અત્યારે એક “તું હિ તૃહિરને જાપ કરે છે. હવે અહીં સમાધાન થઈ જશે. આગળ જે મળ્યાં નહીં હોય, અથવા ભયાદિક હશે, તેથી દુઃખ હશે તેવું કંઈ નથી; એમ ખચીત સમજાશે.”
આ લંબાણ ખુલાસાથી સ્પષ્ટ સમજાય છે કે શ્રીમદને કઈ વિશિષ્ટ આત્મનુભવ થયો છે, જે અનુભવ પ્રાયે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી તે હતો,તે આત્માનુભવ ઉત્તરોત્તર વધતો ગયો અને વધીને અત્યારે તેહિ તૃહિને જાપ કરે છે. શ્રીમદ્દનું આ આત્મસંવેદન સ્પષ્ટ સૂચવે છે કે જે દુઃખ કહ્યું તે ઉપરોક્ત સ્ત્રીઆદિ કેઈ કારણે નથી, પણ આ અદ્ભુત આત્મસંવેદનના રંગમાં ભંગ પાડનારા વિદ્યભૂત થતા બાહ્ય ઉપાધિરૂપ કારણોને લઈને છે. અને કર્મના ઘેરાથી આવી પડેલા આ બાહ્ય પ્રતિબંધક કારણેને લઈને જ આ બધું વેદવું પડે છે–વેઠવું પડે છે, તે સ્ફટિક જેવા સ્વચ્છ શુદ્ધ હૃદયવાળા શ્રીમદને વેઠ જેવું લાગે છે ને તેનું વેદવું અસહ્ય થઈ પડે છે. તેમજ–“મહારંભ, મહાપરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ કે એવું તેવું જગતમાં કંઈ જ નથી. એમ વિસ્મરણ ધ્યાન કરવાથી પરમાનંદ રહે છે. તેને ઉપરનાં કારણથી જેવાં પડે છે. એ મહા ખેદ છે.” આ બધું આત્મવેદનામય આત્મસંવેદન પોતે પિતાના અંતમાં વેદવાનું રહે છે, તે વેદન કેઈને કહી શકાતું નથી, અંતરંગ ચર્યાનું વેદન કઈ પાસે ખેલી શકાતું નથી એનું શ્રીમદને મહાદુઃખ છે. એટલે જ પત્રને છેડે છેવટે લખે છે–અંતરંગ ચર્ચા પણ કેઈ સ્થળે ખેલી શકાતી નથી. એવાં પાત્રોની દુર્લભતા મને થઈ પડી એ જ મહા દુઃખમતા કહ’.–શ્રીમદ્દના આ મહાસંવેદનશીલ પત્ર પરથી સ્પષ્ટ સમજાય છે કે “તું િતું હિના જાપરૂપ અખંડ આત્માનુભૂતિમય આત્મસંવેદન સંવેદી રહેલા શ્રીમને અનિચ્છાએ પૂર્વ કર્મના ઘેરાથી સંસારપ્રસંગનું પરાણે વેદન વેદવું પડે છે અને એને લીધે સમાધિમાં વિઘભૂત ઉપાધિમાં બેસવું પડે છે, એની તીવ્ર અંતર્વેદના શ્રીમદને થાય છે, એટલું જ નહિં પણ પોતાનું આત્મવેદનામય અંતરુસંવેદન કોઈ સ્થળે ખેલી શકાતું નથી– ખોલી શકાય એવા સદુપાત્રની દુર્લભતા થઈ પડી એનું મહાદુઃખ-“મહાદુઃખમતા–તીવ્ર અંતર્વેદના શ્રીમને વેદાય છે.
આવા તીવ્ર આત્મવેદનામય આત્મસંવેદનમાં નિમગ્ન શ્રીમદુને જગતની મેહિની એટલી બધી અકારી અને આકરી લાગતી હતી–વેદાતી હતી કે તે અંગે તેમને તીવ્ર સંવેદનામય ચીત્કાર નિકળી પડે છે કે –“હે નાથ! સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હતી તે વખતે સમ્મત કરત પણ જગની મોહિની સમ્મત થતી નથી.’– અત્રે જોવા જેવું એ છે કે અમેહસ્વરૂપ શ્રીમદને જગની મોહિની સાતમી નરકની વેદના કરતાં પણ આકરી લાગે છે! જેને આવું તીવ્ર વેદના થાય છે તે પુરુષ પ્રારબ્ધોગે ઉપાધિગરૂપ જગતપ્રસંગમાં રહ્યા છતાં જગતથી પર છે– અતીત છે, સંસારાતીત છે, એમ કોને પ્રતીત ન થાય? અને જગની મોહિની જેને આવી અકારી લાગતી હોય તે આવા સંસારભાવાતીત શ્રીમદે કર્મપરાધીનપણે પરાણે કરવી પડતી ઉપાધિ અંગે ઊંડી આત્મવેદના સ્થળે સ્થળે વ્યક્ત કરી હોય એમાં આશ્ચર્ય