________________
૨૧૨
અધ્યાત્મ રાજચંદ્ર “તું વ્યવહારમાં જેનાથી જોડાય છે તેનાથી અમુક પ્રકારે વર્તવાને નિર્ણય કરી તેને જણાવ. તેને અનુકૂળ આવે તે તેમ; નહીં તો તે જણાવે તેમ પ્રવજે. સાથે જણાવજે કે તમારા કાર્યમાં (જે મને સંપ તેમાં કઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહિં પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કંઈ કલ્પના કરશો નહીં, મને વ્યવહાર સંબંધી અન્યથા લાગણી નથી, તેમ હું તમારાથી અન્યથા વર્તાવા ઈચ્છતે નથી, એટલું જ નહીં પણ કંઈ મારું વિપરીતાચરણ મનવચનકાયાએ થયું, તો તે માટે પશ્ચાત્તાપી થઈશ. એમ નહીં કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. તમે સેપેલું કામ કરતાં હું નિરભિમાની રહીશ. મારી ભૂલને માટે મને ઠપકે આપશે તે સહન કરીશ. મારું ચાલશે ત્યાં સુધી સ્વને પણ તમારે કષ વા તમારા સંબંધી કઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. તમને કઈ જાતની શંકા થાય તે મને જણાવશે, તે તમારે ઉપકાર માનીશ, અને તેને ખરે ખુલાસો કરીશ. ખુલાસે નહીં થાય તે મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહીં. માત્ર તમારી પાસેથી એટલું જ ઈચ્છું છું કે, કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભયોગમાં પ્રવૃત્તિ કરશે નહીં, તમારી ઈચ્છાનુસાર તમે વર્તજે તેમાં મારે કંઈ પણું અધિક કહેવાની જરૂર નથી. માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણિમાં વર્તાવા દેતાં કઈ રીતે તમારું અંતઃકરણ કું કરશે નહીં; અને ટૂંકું કરવા જે તમારી ઈચ્છા હોય તે ખચીત કરીને મને આગળથી જણાવી દેજે. તે શ્રેણિને સાચવવા મારી ઈચ્છા છે અને તે માટે એથી હું યોગ્ય કરી લઈશ. મારૂં ચાલતાં સુધી હું તમને દુભાવીશ નહીં અને છેવટે એ જ નિવૃત્તિ શ્રેણી તમને અપ્રિય હશે તે પણ હું જેમ બનશે તેમ જાળવણીથી તમારી સમીપથી, તમને કઈ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઈચ્છા રાખીને ખસી જઈશ.”
આવો છે આ શ્રીમદે પિતા માટે દોરેલે વ્યવહારવર્તનક્રમ! આ વ્યવહારવત્તિનક્રમમાં બીજાને અનુકૂળ પડે ને પ્રતિકૂળ ન પડે તેમ, બીજાને લાભ થાય ને હાનિ ન થાય તેમ, બીજાને પ્રીતિ ઉપજે ને દ્વેષ ન નીપજે તેમ, બીજાને પ્રસન્નતાનું કારણ પિતે થાય ને દૂભવવાનું કારણ ન થાય તેમ, બીજાને શુભભાવનું નિમિત્ત પિતે બને ને અશુભભાવનું નિમિત્ત ન બને તેમ વર્તાવાની શ્રીમની કેવી અનુપમ ક્રમમાલિકા છે! પિતે મન-વચન-કાયાથી દેષ ન કરવાની ને થાય તો પશ્ચાત્તાપ કરવાની, સેપેલું કામ કરતાં નિરભિમાની રહેવાની ને ભૂલ થાય તો ઠપકે સહેવાની, પ્રેમ ભરવાની ને દ્વેષ ન ધરવાની, સ્વાર્થ ત્યજવાની ને પરાર્થે ભજવાની, વ્યવહારપ્રવૃત્તિ સંભાળવાની ને નિવૃત્તિ શ્રેણી જાળવવાની કેવી અલૌકિક પ્રણાલિકા છે!
આ વ્યવહારવર્તિનક્રમમાં–ધર્મમય વ્યવહારજીવનની આચારસંહિતારૂપ (Code of conduct) 241 24944 zdraes 42191Hi (Documentary evidence) શ્રીમદનું કેવું સ્ફટિક જેવું ૭ પારદર્શક (Transparent) હૃદય દેખાઈ આવે છે ! શ્રીમદના અંતરાત્માના ઊંડાણમાંથી નિકળેલા આ શબ્દોમાં કેટલા બધા અદ્ભુત