________________
૧૮
અધ્યાત્મ રાજચંદ્ર
છે. તથાપિ જ્યાં નિરુપાયતા છે, ત્યાં સહનતા સુખદાયક છે, એમ માન્યતા હેાવાથી મૌનતા છે,’ ઇ. વેધક શબ્દોમાં અત્ર પત્રમાં શ્રીમદે પેાતાની ઊંડી અંતર્વેદના વ્યક્ત કરી છે. (આના વિશેષ ભાવદર્શન માટે જીએ શ્રીમની ગૃહસ્થાશ્રમ મધ્યે પરમવિરક્ત દશાનું પ્રકરણ ૨૬મું) આ પરથી સ્પષ્ટ સમજાય છે કે તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરી રહેલા શ્રીમદ્ ભાવવિરતિરૂપ ભાવિરક્ત દશામાં જ અખંડ એકધારી સ્થિતિ અનુભવતાં તે તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફામાં નિવાસના ક્રમને જ અનુસરી રહ્યા છે. ચિત્ત ગુફાને ચેાગ્ય થઇ ગયું છે' એમ બીજા એક પત્રમાં શ્રીમદે લખેલી માકિ અ પંકિત પણ આ જ ભાવનું સૂચન કરે છે. આ ગુફામાં નિવાસને અમૃતરસ જે ચાખે તે અમૃતત્વને પામે છે. શ્રી શંકરાચાયે વિવેકચૂડામણિમાં કહ્યું છે તેમ— બુદ્ધિરૂપ ગુહામાં સ—અસવિલક્ષણ એવું પરમ સત્ય અદ્વિતીય બ્રહ્મ (આત્મતત્ત્વ) છે, તદાત્માથી જે અત્ર ગુહામાં વસે તેને હું અંગ ! (વત્સ !) પુનઃ ગુહાપ્રવેશ ન હેાય, દેહરૂપ ગુફામાં પ્રવેશરૂપ પુનઃ દેહધારણ ન હોય.' શ્રીમદે આ ગુહામાં નિહિત પરમબ્રહ્મના આનંદના પરમઅમૃતરસ ચાખ્યા છે, એટલે જે−ચાપ્યોરે જેણે અમી લવલેશ ખાકસબુકસ તસ ન રુચે કિમેજી,’–આ તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દન કર્યું, તેમાં નિરંતર નિવાસ જ શ્રીમને પરમપ્રિય છે, અને એટલે જ તે ગુફાનિવાસના ક્રમને જ તેએ અનુસરી રહ્યા છે.
પ્રકરણ પાંત્રીશમુ આત્માનુભૂતિના દિવ્ય પ્રકાશ
6
એવા અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયા,
જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.’શ્રીમદ્ રાજચંદ્ર
તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દન કરતા શ્રીમને તેના મૂળ રહસ્યભૂત આત્માનું દન થયું હતું—આત્મસાક્ષાત્કાર થયા હતા, શુદ્ધ આત્મતત્ત્વની અનુભૂતિ થઈ હતી, તેનું સૂચન તેમના પ્રારંભના પત્રોમાં પણ મળી આવે છે. સ. ૧૯૪૪માં એકવીશ વર્ષોંની વયે લખાયેલા પત્રાંક ૩૯માં શ્રીમદ્ શુદ્ધાત્માનુભૂતિની કોઈ અદ્ભુત આનંદલહરીમાં ઝીલતાં લહેરમાં આવી જઈ હિન્દી ભાષામાં પેાતાના આત્મસવેદનને વાચા આપી અપૂર્વ આત્મભાવેાલ્લાસ દર્શાવે છે—
'बुद्धौ गुहायां सदसद्विलक्षणं, ब्रह्मास्ति सत्यं परमद्वितीयम् ।
સાક્ષ્મના ચોત્ર થયેત્ મુદ્દામાં, પુનર્ન તસ્યાન્ન મુદ્દાપ્રવેશઃ ॥”—વિવેકચૂડામણિ શ્લા. ૨૬૮