________________
૧૭૬
અધ્યાત્મ રાજચંદ્ર રાયચંદભાઈ! આપે કહ્યું તેમાં જરાય ફેર ન હોય. આપે કહ્યું અને ખુદાએ કહ્યું તે એક.” (૩) “જીવનરેખામાં જ એક બીજો પ્રસંગ નેંધાયો છે. મુબઈમાં કેઈએ શ્રીમદને પ્રશ્ન કર્યો–ધંધાની અંદર કેટલાક વેપારીઓ માલ વેચવાની બુદ્ધિએ આપ પાસે આવે છે; વેચનાર માલ–ધણી આપને કહે આ માલ લઈલે અને જે ગ્ય કિંમત હોય તે આપ. તો આપ કેવી રીતે રાખો? શ્રીમદે ઉત્તર આપ્યો—માલની કિંમત આંકેલી કે બાંધેલી નથી, તે તે માલ નજરે જોઈ જે એગ્ય કિંમત લાગે તેમાં આશરે બે ટકા છૂટે એવું જાણીને તે માલ લઈએ. પછી બજાર તેજીમંદી થાય તે તે કર્મની વાત –પણ બે ટકા છૂટે એમ ધારીને કિંમત કરીને લઈએ તો દોષ નહિં; વ્યાજબી કિંમત કરી કહેવાય. ઈત્યાદિ પ્રસંગો સૂચવે છે તેમ જેના દૈનિક જીવનવ્યવહારમાં અણીશુદ્ધ પ્રમાણિકતા ને પૂર્ણ નીતિમત્તા વણાઈ ગઈ હતી એવા વ્યવહાર–પરમાર્થકુશલ શ્રીમદ્દ અંગે તેમના જ એક ભાગીદાર શ્રી માણેકલાલ ઘેલાભાઈ ભાવપૂર્ણ ઉલ્લેખ કરે છે કે –“અમારી ભાગીદારીનાં કેટલાંક વર્ષ તે સાહસિક વ્યાપારના ખેડાણમાં ગયેલા અને તે સમયે તેઓની વ્યાપાર અને વ્યવહારકુશળતા એવી ઉત્તમ હતી કે અમે વિલાયતના કેટલાક વ્યાપારીઓ સાથે કામ પાડતા હતા; તેઓ અમારી કામ લેવાની પદ્ધતિથી દેશીઓની કાબેલિયત માટે પ્રશંસા કરતા હતા. અમારા આ વ્યાપારની કૂંચીરૂપ ખરૂં કહીએ તો શ્રીમદ્ રાજચંદ્ર હતા. ઈ.
આમ અણીશુદ્ધ પ્રમાણિકતા અને અનન્ય નીતિમત્તા સાચવતાં બાહ્યથી રત્નવણિફને (ઝવેરાતનો) વ્યાપાર કરતાં પણ આપણે અત્ર સવિસ્તર જોશું તેમ આ થવાણીઆને વાણુઓ-રત્નાવણિક અંતરથી તે રત્નત્રયીને અનન્ય વ્યાપાર કરી રહ્યો હતો અને ધન્ય આત્મલાભ પામી રહ્યો હતો,–તેની બાહ્યદષ્ટિ જનોને કલ્પના પણ કયાંથી હોય ?
પ્રકરણ અઠાવીશમું પ્રતિમાસિદ્ધિ અને શ્રીમદ્ભી અનન્ય સત્યનિષ્ઠા
જેમ વ્યવહારમાં તેમ પરમાર્થમાં પરમ પ્રમાણ પુરુષ શ્રીમદ્દની સત્યનિષ્ઠા અનન્ય હતી, તેનું ઝળહળતું પ્રમાણ તેમણે પ્રમાણસિદ્ધપણે પ્રતિષ્ઠાપિત કરેલ પ્રતિમાસિદ્ધિમાં પ્રાપ્ત થાય છે અને તેમાં પણ તેમની પરમ સત્યપ્રિયતા સાથે અદ્ભુત સૈતિક હિંમતનું (moral courage) સાક્ષાત્ દર્શન થાય છે. આપણે પ્રારંભમાં જ જોયું હતું તેમ શ્રીમદના બાપદાદાને ધર્મ-કુળધર્મ કુળસંપ્રદાય સ્થાનકવાસીનો એટલે કે પ્રતિમા વિરોધક સંપ્રદાયનો હતો, એટલે સ્વાભાવિક રીતે જ એમને પ્રારંભમાં એ જ સંસ્કારોનું પોષણ મળ્યું હતું સમુચ્ચયવયચયમાં શ્રીમદે સ્વયં કચ્યું છે તેમ-જન્મભૂમિકામાં જેટલા