________________
૧૯૪
અધ્યાત્મ રાજચંદ્ર ગીઓએ અવશ્ય મરવું જોઈએ છે. નિઃસંશય એ નાગની છત્રછાયા વેળાને પાશ્વ નાથ એર હતો ! –(વચનામૃત). “સંશયબીજ ઉગે નહિં અંદર જે જિનના કથન અવધારું. (મોક્ષમાળા).
મહાવીરનો પંથ વિસર્જન કરે નહીં. વીરના માર્ગમાં સંશય કરશે નહીં. મહાવીરની ઉપદેશેલી બાર ભાવનાઓ ભાવે. મહાવીરના ઉપદેશવચનનું મનન કરે. મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા અને જે તપ કર્યો તે નિર્મોહપણે તપ કરવો.— (બોધવચન) “એ પુરુષ યથાર્થ વક્તા હતો, અયથાર્થ કહેવાનું એમને કોઈ નિમિત્ત નહોતું. (હાથનેધ, ૧).
વીરસ્વામીનું બેધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાય છે. (અં. ૩૭)
સર્વ દર્શનની શૈલીને વિચાર કરતાં નિગ્રંથ દર્શન એ રાગ-દ્વેષ અને મેહરહિત પુરુષનું બાંધેલું વિશેષ માનવા ગ્ય છે. (અં. ૪૦)
નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંતકાળ રખડ્યો, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. જેના એક રેમમાં કિંચિત્ પણ અજ્ઞાન, મોહ કે, અસમાધિ રહી નથી તે પુરુષનાં વચન અને બાધ માટે કંઈપણ નહીં કહી શકતાં તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી! જ્યાં આત્માને વિકારમય થવાને અનંતાંશ પણ રહ્યો નથી, શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજવલ શુકલ ધ્યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલા તે નિગ્રંથનાં પવિત્ર વચનોની મને તમને ત્રિકાળ શ્રદ્ધા રહે! એ જ પરમાત્માના ગબળ આગળ પ્રયાચના !” (અં. પર).
તેમજ-મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી જેવા પ્રખર વેદાંતી પરના પત્રોમાં પણ શ્રીમદને મહાવીરના માર્ગને અનન્ય નિશ્ચય ઓર ઝળહળી ઊઠે છે. પરમ મધ્યસ્થવૃત્તિ-મતભેદાતીત શ્રીમદે પરમ નિરાગ્રહપણે આ પ્રખર વેદાંતીને પરમ વિચક્ષણતાથી -પરમ વિકતાથી–પરમ વિનયતાથી પ્રતીતિ ઉપજાવતાં, શુદ્ધ સત્ જિનમાર્ગ– વીતરાગમાગને અનન્ય નિશ્ચય દાખવી આ માર્ગની પરમ પ્રભાવના કરતા પરમ ભાવપૂર્ણ શબ્દો લખ્યા છે. જેમકે–પત્રાંક ૬૪ માં “ક્ષપાત ન જે વારે વિદ્યારિ ? ઈ. શ્રી હરિભદ્રસૂરિનું પ્રસિદ્ધ વચન મથાળે ટાંકી, રજ નાર રે તરવું કાઈ, રે કાળા રે જsi ના એકને જાણ્યા તેણે સર્વ જાણ્યું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જા, ઈ. વચનના અનુસંધાનમાં શ્રીમદ્દ લખે છે કે-“મહાવીરના બંધન મુખ્ય પા ઉપરના વચનામૃતથી શરૂ થાય છે. અને એનું સ્વરૂપ એણે સર્વોત્તમ દર્શાવ્યું છે. ૪૪ મહાવીર કે કંઈપણ બીજા ઉપદેશકના પક્ષપાત માટે મારું કંઈ પણ કથન અથવા માનવું નથી, પણ આત્મત્વ પામવા માટે જેનો બોધ અનુકૂળ છે તેને માટે પક્ષપાત (I) દૃષ્ટિરાગ, પ્રશસ્ત રાગ, કે માન્યતા છે, અને તેને આધારે વર્તન છે.” પત્રાંક ૭૧ માં લખે છે-નિગ્રંથના ઉપદેશને અચલાવે અને વિશેષ સમ્મત કરતાં અન્યના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે.” પત્રાંક ૮૭ માં નિરાગ્રહભાવે જિનદર્શન અંગે પિતાને સ્વાનુભવ