________________
૧૯૬
અધ્યાત્મ રાજચંદ્ર ભાવના પ્રગટે, તો તે શું અત્યંત પ્રશસ્ત નથી? અને આવી ઊર્મિઓ પણ યુવાવયના પ્રારંભમાં ૧૯ (૨૦)વર્ષ સુધીમાં કવચિત્ ઊઠતી હતી, પણ પછી તો તે પણ ત્યારે પ્રારબ્ધ સંજોગવશાત પ્રાયઃ ગૌણ કરી દઈ–ઉપશમાવી દઈ કેવલ આત્મધ્યાનમાં જ નિમગ્ન રહેવાનું તેઓએ શ્રેય માન્યું. કારણ કે યથાયોગ્ય પરિપકવ દશા ન થાય ત્યાં સુધી પ્રગટપણે માર્ગ પ્રકાશ ન કરે એ મુદ્રાલેખ તેમને માન્ય હતો, અને તેમાં તેઓ ભગવાન મહાવીરના ઉત્તમ આદર્શને અનુસર્યા હતા, એમ કવચિત્ તેમના ઉદ્ગાર પરથી ધ્વનિત થાય છે. અને એમ કરવું તે અત્યંત આત્મસંયમ ને સ્વરૂપગુપ્તિ સૂચવે છે. “અધૂરો ઘડો છલકાય, પૂરે નહિં” એ લેક્તિ અત્ર લાગુ પડે છે. પાછળથી વચલા ગાળામાં આપણે આગળ ઉપર શું તેમ વીતરાગમાર્ગઉદ્ધારની વ્યવસ્થિત એજના તેઓ ઘડી રહ્યા હતા અને તે ભવ્ય
જનાને કાર્યક્ત કરવા–અમલમાં ઉતારવા તેઓ પ્રયત્નશીલ હતા; અને તથારૂપ યથાયોગ્ય પરિપક્વ દશા થયે, આત્મસાધના પૂર્ણ થયે, તેઓ બાહ્ય વ્યવહારઉપાધિથી નિવૃત્ત થઈ, સર્વસંગપરિત્યાગની--સર્વસંન્યાસની તૈયારી કરી રહ્યા હતા.
પ્રકરણ એકત્રીસમું મેક્ષના માર્ગ બે નથી': મતભેદાતીત મેક્ષમાર્ગની એક્તા
ભિન્ન ભિન્ન મત દેખિયે, ભેદ દષ્ટિનો એહ; એક તત્વના મૂળમાં, વ્યાખ્યા માને તેહ. તેહ તત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ;
સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધર્મ અનુકૂળ.–શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષના માર્ગ બે નથી?—એ અમર શબ્દોમાં મતભેદાતીત મહાવીરના માર્ગના અખંડનિશ્ચયી શ્રીમદે મતભેદાતીત મોક્ષમાર્ગનું સર્વોત્તમ તત્ત્વ કહી દીધું છે. “ઘાસિત સમા –પક્ષાતિક્રાંત સમયસાર એ મહર્ષિ કુંદકુંદાચાર્યજીના આવા જ શબ્દોનું અત્ર સ્મરણ થાય છે;–“સમયસાર–શુદ્ધ આત્મતત્ત્વ પક્ષથીમતભેદરૂપ નયપક્ષથી અતિક્રાંત-પર છે, મહાતીત છે. સર્વ મત- આગ્રહને વિધ્વંસ કરનારી સદષ્ટિ–અનેકાંતદષ્ટિ જેના આત્મામાં પરિણામ પામી હેય એવા પરમ પરિણત પુરુષ જ આવા વચન ઉચ્ચારી શકે; મતદષ્ટિ જેની પ્રલય પામી છે એ મહાતીત સને પામેલે “નિષ્પક્ષ વિરલે કેઈ પરિણુતાત્મા જ આવી અમૃતવાણી ભાખી શકે. કારણ કે મત છે ત્યાં સત્ નથી ને સત્ છે ત્યાં મત નથી, એ આ અમૃત વચનને મર્મ છે. શ્રીમદ્દ જેમ છે તેમ વસ્તુગતે વસ્તુરૂપ સને-શુદ્ધ આત્મ તત્વરૂપ સમયસારને પામેલા સમષ્ટિ જ્ઞાની પુરુષ છે, એટલે જ એમના અતરાત્માના