________________
જીવનકમ અને જીવનસૂત્ર
૨૦૩ મનને વશ કરવાનાં ઉત્તમ સાધન છે. (૫) શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષતા છે. કદાપિ તે જિજ્ઞાસા પાર ન પડી તોપણ જિજ્ઞાસા તે પણ તે જ અંશવત્ છે. (૬) નવાં કર્મ બાંધવાં નહીં અને જૂનાં ભેળવી લેવાં, એવી જેની અચળ જિજ્ઞાસા છે તે, તે પ્રમાણે વતી શકે છે. (૭) જે કૃત્યનું પરિણામ ધર્મ નથી, તે કૃત્ય મૂળથી જ કરવાની ઈચ્છા રહેવા દેવી જોઈતી નથી. (૮) મન જે શંકાશીલ થઈ ગયું હોય તે દ્રવ્યાનુગ વિચાર એગ્ય છે, પ્રમાદી થઈ ગયું હોય તે ચરણકરણાનુગ વિચારો
ગ્ય છે અને કષાયી થઈ ગયું હોય તો ધર્મકથાનુયોગ વિચાર યોગ્ય છે; જડ થઈ ગયું હોય તે ગણિતાનુગ વિચાર ગ્ય છે. (૯) કેઈપણ કામની નિરાશા ઈચ્છવી; પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ તેટલે લાભ; આમ કરવાથી સંતોષી રહેવાશે. (૧૦) પૃથ્વી સંબંધી કલેશ થાય છે એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી, ઉલટો હું તેને દેહ આપી જવાને છું, વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી કલેશ, શંકાભાવ થાય તે આમ સમજી અન્ય ભક્તા પ્રત્યે હસજે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડયો, (જે વસ્તુને આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં !) ધન સંબંધી નિરાશા કે ફ્લેશ થાય તે તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે; ક્રમે કરીને તે તું નિઃસ્પૃહી થઈ શકીશ. (૧૧) તેને તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. (૧૨) એકવાર જે સમાધિમરણ થયું તો સર્વકાળનાં અસમાધિમરણ ટળશે. (૧૩) સર્વોત્તમ પદ સર્વત્યાગીનું છે.”—એક પ્રૌઢ તત્ત્વજ્ઞાનીને છાજે તેમ તત્ત્વસંકલનાબદ્ધપણે ગૂંથેલા આ જીવનસૂત્રોમાં સૂચવ્યું છે તેમ, અપ્રમાદ રાખી, સદા ઉપગ રાખી કાર્યની કેમે કરીને સિદ્ધિ કરવી; અલ્પઆહારાદિથી ને મન-વચન-કાયાની નિયમિતતાથી મનને વંશ કરવું, શ્રેષ્ઠ વસ્તુ ઈચ્છવી એ જ આત્માની શ્રેષ્ઠતા જાણવી; “નવાં કર્મ બાંધવા નહીં અને જૂનાં ભોગવી લેવાં” “જે કૃત્યનું પરિણામ ધર્મ નથી, તે કૃત્ય મૂળથી જ કરવાની ઈચ્છા રહેવા દેવી નહિં;” ચાર અનુયોગમાં કયા કયામાં મનને કયારે જ્યારે પ્રવર્તાવવું, “કોઈપણ કામની નિરાશા ઈચ્છવી; પૃથ્વી–સ્ત્રી–ધનસંબંધી કલેશ થાય તે શું સમજી સમતા રાખવી, સમાધિમરણની પ્રાપ્તિ અર્થે બેધ પામવાનું ઇચ્છવું; “સર્વોત્તમ પદ સર્વત્યાગીનું છે” તે ઈચ્છવું,–આ જીવનસૂત્રો શ્રીમદૂના આત્મપરિણતિમય અધ્યાત્મજીવનના મૂળ પાયામાં જ નંખાયેલા છે, આત્મસાધનામના પ્રારંભમાં જ મૂકાયેલા છે.
તેમજ-આત્મા જાણે તેણે સર્વ જાણ્યું. ઉપયોગ એ ધર્મ છે. આ ઘો રાજા તો આજ્ઞાનું આરાધન એ જ ધર્મ આજ્ઞાનું આરાધન એ જ તપ. સમર્થ રામ મા બાપ-સમયને પણ પ્રમાદ ન કર. ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. (અં. ૭૭) બાહ્યાભાવે જગમાં વત્તે અને અંતરંગમાં શીતલીભૂત-નિર્લેપ રહો. (અં. ૭૨) ઉદય આવેલાં કર્મોને ભોગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખ. (અં. ૫૧) એક ભવના થડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનું પ્રયત્ન પુરુષો કરે છે. (અં. ૪૭) અનંતકાળ થયાં છતાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય? (એ વિચાર માટે ઝૂરવું). (સં. ૮૬) જાગ્યા