________________
૯૪
અધ્યાત્મ રાજચંદ્ર ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોને બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. સદ્દગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે, તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે. (અં. ૪૭) દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંતગણું ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. (અં. ૮૪) સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. (અં. ૮૬) આત્માને ઓળખ હોય તે આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું. (સં. ૮૫) બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી, તે પછી ધર્મ પ્રયત્નમાં આત્મિક હિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરે?” (અં. ૪૭) ઈત્યાદિ જીવનસૂત્રો શ્રીમદના જીવનમાં તાણાવાણા જેમ વણાઈ ગયા હતા. આ સૂત્ર તે એવા છે કે તે કઈ પણ ખરેખર મુમુક્ષુને–સાચા આત્માથીને સર્વકાળ માટે અપનાવવા યોગ્ય ને જીવનમાં ઉતારવા ગ્ય છે, આત્મપરિણામી કરવા ગ્ય છે; અને આત્મા જેને અવતારક છે એવા સતત આત્મલક્ષી શ્રીમદે તો તે કેવા અત્યંત આત્મપરિણામ કર્યા હતા, તેની પ્રતીતિ તેમના અધ્યાત્મ જીવનકમ પ્રત્યે દષ્ટિપાત કરતાં પ્રાપ્ત થાય છે.
આત્મા અને આત્માથેદષ્ટિ જેને હાડોહાડ વ્યાખ્યા છે એવા શ્રીમદના અધ્યાત્મજીવનપ્રાસાદના મૂલ આધારસ્તંભ છે મૈત્રી આદિ ચાર કલ્યાણમય ભાવના. મૈત્રી એટલે સર્વ જગતુથી નિર્વેર બુદ્ધિ, પ્રમાદ એટલે કે ઈપણ આત્માના ગુણ જોઈ હર્ષ પામ, કરુણું એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી, અને ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું.” (અં. પ૭) એ પરમ કલ્યાણમયી અધ્યાત્મ ભાવનાઓ શ્રીમદે નિરંતર જીવનમાં ઉતારી હતી. અને “ધર્મપ્રયત્નમાં–આત્મિક હિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરે?' એ સૂત્ર જેના હૃદયમાં સદા વસ્યું હતું એવા શ્રીમદ્દ પિતાના ધર્મમય જીવનના પ્રારંભકાળમાં (સં. ૧૯૪૪માં) પણ ધર્મકર્મ માં કેવા અપ્રમત્ત હતા ને પોતાની દૈનિક પ્રક્રિયા-દિનચર્યા કેવા પ્રકારે કરતા હતા તેને નિર્દેશ તેમના નીચેના પત્રમાં (અં. ૩૫) મળી આવે છે “ધર્મ કરીને થોડો વખત મળે છે. શાસ્ત્રપઠન અને અન્ય વાંચનને પણ થોડો વખત મળે છે, થોડો વખત લેખનક્રિયા રોકે છે, થોડો વખત આહાર-વિહાર ક્રિયા રોકે છે, થોડો વખત શૌચક્રિયા રોકે છે, છ કલાક નિદ્રા રોકે છે, થોડા વખત મારાજ રેકે છે; છતાં છ કલાક વધી પડે છે.” આ પત્રમાં છેવટે પિતાના જન્મગ્રામ વવાણીઆમાં સત્સંગના અભાવને ખેદ દર્શાવી માર્મિક ઉલ્લેખ કરે છે–“સત્સંગને લેશ અંશ પણ નહીં મળવાથી બિચારો આ આત્મા વિવેકઘેલછા ભોગવે છે. આમ સ્વાધ્યાય, ભક્તિ, ધર્માનુષ્ઠાન આદિ શુદ્ધ આત્માર્થ પ્રવૃત્તિમાં શુદ્ધ આત્માર્થલક્ષી શ્રીમદ્ પિતાને કાળ નિર્ગમન કરતા હતા. આ તે પ્રારંભદશાની વાત છે, અને પછી તે પરમ સંવેગરંગી શ્રીમદ્રની આ અધ્યાત્મપ્રવૃત્તિ ઉત્તરોત્તર એર