________________
પ્રકરણ ત્રીશકું મહાવીરના વીતરાગમાર્ગને અનન્ય નિશ્ચય નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંતકાળ રાખશે, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. –
શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મમાં નિમજજન કરનારા શ્રીમદને મહાવીર અને મહાવીરના વિતરાગમાર્ગને અનન્ય નિશ્ચય બાલ્યવયથી જ હતો, અને તે ઉત્તરોત્તર બળવત્તર બનતે જતે હતે. શ્રીમદને આ નિશ્ચય મારાપણાના આગ્રહરૂપ-મતમમત્વરૂ૫૫ણાને લઈને નહિં, પણ સતગ્રહણરૂપ સત્-સમત્વરૂપ પણાને લઈને હતા,-મધ્યસ્થ નિષ્પક્ષપાતપણે સપરીક્ષાપ્રધાનીપણાને લઈને હતે. પરીક્ષાપ્રધાનને નિશ્ચય આજ્ઞાપ્રધાનના નિશ્ચય કરતાં અનંતગુણવિશિષ્ટ બળવાન હોય છે, અને એ પરીક્ષાપ્રધાની પુરુષ જ સતમાર્ગપ્રભાવન માટે પરમ એગ્ય અને પરમ સમર્થ હોય છે. શ્રીમદ્દ આવા પરમોત્તમ ટિના પરીક્ષાપ્રધાની હે મહાવીરના મહા વીરમાર્ગના પ્રભાવન અથે પરમ સમર્થ તા. એટલે જ શ્રીમદ્ મહાવીરના માર્ગને ઉદ્ધાર થાય એમ સોદિત ભાવના ભાવતા બને તેના સક્રિય પરિણામરૂપ ભવ્ય યાજના ઘડતા હતા,–જેનું વિશેષ અવલોકન બાગળ પર કરશું. શ્રીમદના એક ચરિત્રાલેખક સદ્. શ્રી મનસુખભાઈએ “જીવનરેખા'માં સાચું જ કહ્યું છે કે–“આજ્ઞાપ્રધાન થઈ પરીક્ષાપ્રધાન પુરુષો ધર્મનો પ્રભાવ સારી રીતે દાખવી શકે એ સુનિશ્ચિત વાત છે. પૂર્વે જે જે પ્રભાવકે થયા છે, તે બધા પ્રાયઃ પરીક્ષાપ્રધાન હતા. અને પરીક્ષાપ્રધાન પુરુષો શાસનને પ્રભાવ વર્તાવી પવિત્ર માર્ગ સન્મુખ કરી શકે, તેનું કારણ એ કે પરીક્ષાપ્રધાન મહાનુભાવોને સર્વદેશે વસ્તુતત્ત્વને સાંગોપાંગ વિચાર કરવો પડે છે, એવા સાંગોપાંગ વિચારપૂર્વક નિર્ધારેલ વસ્તુતવ પિતે તે સભ્ય જાણી શકે, પણ બીજાઓને પણ સમજાવી શકે. શ્રીમદ્ રાજચંદ્ર એ સમર્થ પરીક્ષાપ્રધાન, વિચારશીલ પુરુષ આ કાળે થયો છે.” ઈત્યાદિ. આવા પરમ પરીક્ષાપ્રધાન શ્રીમદને આદિથી તે અંત સુધી મહાવીરના વીતરાગમાર્ગને અનન્ય નિશ્ચય હતે.
સાગરમાં સર્વ સરિતાઓની જેમ સર્વ દર્શનેને પોતાના વિશાલ પટમાં સમાવી ત્યે અને સર્વ મતભેદોને-મતાગ્રહને શમાવી છે, એવું અદ્ભુત સામર્થ્ય જે સર્વથા સર્વત્ર નિરાગ્રહ અનેકાંતદષ્ટિસંપન્ન વીતરાગમાર્ગમાં–શુદ્ધઆત્મદર્શનરૂપ શુદ્ધ જિનદર્શનમાં છે, તે વીતરાગમાર્ગને અસ્થિમજજા–હાડોહાડ રંગ શ્રીમદૂને પ્રથમથી જ લાગ્યો હતો. શુદ્ધ આત્મા તે જ જિન છે, કર્મને કાપે તે જ જિનવચન છે, એ તત્વજ્ઞાનીને મર્મ શ્રીમને પ્રથમથી જ સમજા હતો, સર્વ મત જ્યાં પોતાની