________________
શ્રીમના અધ્યાત્મ જીવનવિકાસના ત્રણ તબક્કા જતી આત્મદશાનું-અધ્યાત્મદશાનું દિગ્દર્શન પણ કર્યું. હવે બીજા આંતરતબકકાનું દિગ્ગદર્શન કરવાનું પ્રાપ્ત થાય છે. આ (બીજો) આંતરતબક્કે શ્રીમદ્દના અધ્યાત્મજીવનવિકાસમાં મોટામાં મોટે ફાળો આપનારો મહા મહત્વને ગણવા ગ્ય છે, કારણ કે અત્ર–આ આંતરૂતબક્કામાં શ્રીમદૂની અધ્યાત્મદશા અકલ્પ્ય વેગથી કૂદકે ને ભૂસકે આગળ વધતી ગઈ છે, પરમ સંવેગરંગી શ્રીમદ્ સંવેગાતિશયથી અધ્યાત્મની ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાએ અત્યંત અચિંત્ય સંવેગથી કૂદાવતા ગયા છે. આ જીવનકાળને આપણે શ્રીમદ્દના અધ્યાત્મમંથનકાળ અથવા આત્મમંથનકાળ તરીકે ઓળખાવશું અને તેમાં કેટલાક પ્રકરણોનું આલેખન કરશું.
સં. ૧૯૪જને પ્રારંભ ભાગ જેમ ગૃહસ્થાશ્રમપ્રવેશથી શ્રીમના બાહા જીવનમાં પલટે આણનાર એક મુખ્ય પ્રસંગ છે, તેમ આત્યંતિક અધ્યાત્મ સંનિવેશથી તેમના આત્યંતર જીવનમાં પણ મેટે પલટે આણનાર આંતરૂતબકકે (milestone) છે. બાહ્યદષ્ટિથી તેઓ સંસારમાં જોડાયેલા ભાસતા હતા, પણ આંતરદષ્ટિથી તે તેઓ સંસારથી અલિપ્ત-સંસારાતીત અંતરંગ નિગ્રંથશ્રેણી ભણું પરમ સંવેગથી ધસી રહ્યા હતા; બહારથી તેઓ રત્નોને-ઝવેરાતનો વ્યાપારવ્યવહાર કરતા હતા, પણ અંદરથી તે તેઓ રત્નત્રયીને અનન્ય વ્યાપાર કરતાં અપૂર્વ આત્મલાભ મેળવતા રહી મોક્ષમાર્ગ ભણે તીવ્રવેગી દોટ મૂકી રહ્યા હતા; બાહ્યથી સામાન્ય પ્રાકૃત જનને તેમાં એક સીધા સાદા ભલા ભેળા સરલ નિર્મલ સન્નીતિનિષ્ઠ પરમ પ્રમાણિક સદ્ગહસ્થનું દર્શન થતું હતું, અંતરથી સાચા મુમુક્ષુને એક ઋજુમૂત્તિ સતમૂત્તિ શુદ્ધ વીતરાગ ભાવનિગ્રંથનું દર્શન થતું હતું; બાહ્યમાં વ્યવહારઉપાધિ વધતી જતી હતી, અંતરમાં આત્મસમાધિ વધતી જતી હતી; બાહ્યમાં ગૃહસ્થપ્રવૃત્તિ વર્તાતી હતી, અંતરમાં વિરક્તિ પૂર્ણ સંવેગાતિશયસંપન્ન મુનિદશાની નિવૃત્તિ વત્તતી હતી, બાહ્યમાં સામાન્ય જગવ્યવહાર વર્તાતે હતા, અંતરમાં અકલ્પ્ય વેગથી આગળ ધપતે અધ્યાત્મવિકાસમય પરમાર્થવ્યવહાર વર્તાતે હતા. એટલે ૧૯૪૭માં શુદ્ધ સમકતસમ્યગદર્શન પ્રગટયું તે પૂર્વેને આ ૧૯૪૪ થી ૧૯૪૬ ના અંત સુધીને ગાળો શ્રીમના અધ્યાત્મવિકાસમાં મોટામાં મોટે ભાગ ભજવનારે એક વિશિષ્ટ આંતરતબક્કો છે; અને એટલે જ આ ગાળામાં શ્રીમદ્દના અધ્યાત્મજીવનના કેન્દ્ર સાથે સંકળાયેલા કેટલાક મુખ્ય પ્રકરણોનું આલેખન કરવું પડશે અને તે હવે અનુક્રમે કરશું અને શ્રીમદની અધ્યાત્મદશાનું દિગ્દર્શન પણ કરતા રહેશું.