________________
વ્યાપારમાં ઝંપલાવવું
૧૭૫ વાત પણ કરી; શ્રીમદૂની સલાહ માન્ય કરી રેવાશંકરભાઈ વકીલાત છોડી ૧૯૪પના અષાડમાં મુંબઈ આવ્યા. શ્રીમદ્ પણ સં. ૧૯૪પના પર્યુષણ પહેલાં મુંબઈ આવ્યા અને પર્યુષણ વવાણીયામાં વ્યતીત કરી પર્યુષણ પછી રેવાશંકરભાઈની સાથે ભાગમાં ઝવેરાતના ધંધામાં જોડાયા અને રેવાશંકર જગજીવનની કંપનીની પેઢીનેકમિશન એજસિનો પ્રારંભ થયે ૧૯૪૬ના ફા. વદ ૧૧ ના દિને. આ વ્યવસાયમાં મૂળ પ્રેરક હતા માણેકલાલ ઘે. ઝવેરી અને તેઓ છેવટ સુધી શ્રીમદ્દ સાથે ભાગીદારીમાં ટકી રહ્યા હતા. મંગલ મુહૂર્તે પ્રારંભેલી આ પેઢી મંગલમૂર્તિ શ્રીમદૂના પુણ્ય પ્રભાવે સ્વ૯૫ સમયમાં નામાંક્તિ બની ગઈ. એક બે વરસમાં તો ઇંગ્લંડ, રંગૂન, અરેબિઆ આદિની મોટી મોટી પેઢીઓ સાથે એનો વ્યાપારસંબંધ જામ્યો. સં. ૧૯૪૮ થી સુરતના ઝવેરી નગીનચંદ કપૂરચંદ તથા અમદાવાદના ઝવેરી છોટાલાલ લલુભાઈ પણ આ પેઢીમાં જોડાયા. તે સર્વમાં કુશાગ્રબુદ્ધિના સ્વામી શ્રીમદ્ નિયંતામુખ્ય નિયામક હતા, મુખ્ય વ્યવસ્થાપક (chief organiser) હતા. એમની વ્યવસ્થા શક્તિ (organisation power) અજબ હતી, કુનેહ અજોડ હતી, આંટ જબરજસ્ત હતી, નીતિમત્તાનું–પ્રમાણિક્તાનું ધોરણ અસાધારણ હતું પરમાર્થ કૌશલ્યની જેમ વ્યવહારકૌશલ્ય અદ્દભુત અલૌકિક હતું. પરમાર્થ કુશળ વ્યવહારકુશળ ન હોય એ માન્યતા એમણે બેટી પાડી હતી, અત્યંત અનાસક્તપણે સંસારવ્યવહારમાં વર્તાતાં આવા પરમ વ્યવહારકુશલ-પરમાર્થકુશલ શ્રીમદની પૂર્ણ પ્રમાણિકતા–કમિશન એજસિનાઆડતના પ્રત્યેક કામમાં પણ પૂરેપૂરી આવડતથી ઝીણામાં ઝીણી વિગત સાચવી નીતિ અને નેકીથી સામા માણસને પણ પૂર્ણ સંતોષ ને લાભ થાય એવી રીતે–સર્વત્ર તરી આવતી હતી. આવા પરમ “શુચિ'–નિર્લોભ પરમ પ્રમાણિક શ્રીમદની પરમ નિર્લોભ શૌચતાના–પરમ નીતિમય પ્રમાણિકતાના કેટલાક ઝળહળતા પ્રસંગે નોંધાયા છે. જેમ કે–
(૧) એક ધનાઢય આરબ વ્યાપારી મોતીની આડતને વ્યાપાર કરતો હતો. તેના નાના ભાઈને એક દિવસ મોટા ભાઈની જેમ મોતીનો મોટો વેપાર કરવાનો વિચાર આવ્યો. એટલે પરદેશથી આવેલો માલ લઈને તે દલાલ મારફત એક પ્રમાણિક વ્યાપારી જાણી શ્રીમદ્ પાસે આવ્યો. શ્રીમદે માલ કસીને લીધે, સહીસીકા–દસ્તાવેજ સાથે સોદો થયે, ને નાણું ગણી આપ્યાં. આરબ ઘેર ગયે, મોટાભાઈને સેદાની વાત કરી. મોટા ભાઈએ તો આટલી કિંમત વિના માલ વેચવે નહિં એવી શરતવાળે મૂળ ધણીનો કાગળ બતાવી ઠપકે આયે-અરે ! આ તે શું કર્યું? આથી નાનો ભાઈ મુંઝાય ને બીજે દિવસે શ્રીમદ્ પાસે આવ્યો. શ્રીમદે તેના મુખ પરની બેદરેખા વાંચી લીધી, તરત સોદો રદ્દ કર્યો–સહી સિકકાવાળો દસ્તાવેજ ફાડી નાંખે, રૂા. ૨૫૦૦૦ જેટલા માટે લાભ જતો કર્યો ને આરબને તેને માલ પાછે સુપ્રત કરી નાણું ગણી લીધાં. આરબ તો પરમ કરુણાળુ શ્રીમદની અદ્ભુત મહાનુભાવતા દેખી વિસ્મયથી દિંગ થઈ જઈ પગમાં પડ્યો ને શ્રીમદને ખુદ ખુદા માનવા લાગે ! (૨) “જીવનરેખા” માં મનસુખભાઈ એ નેપ્યું છે તેમ-“કઈ આરબ વેપારી અને પારસી ગૃહસ્થ