________________
ત્યાગમાં વિન
૧૬૩ હૃદયમાં સોદિત રહી જીવનકાળપર્યત એર જોરશોરથી ઉત્તરોત્તર બળવત્તર બનતી ગઈ હતી, અને તેનું સક્રિય પરિણામ આણવાની તૈયારી તેઓ કરતા હતા, તે અનુક્રમે આપણે આગળ ઉપર અવલોકશું.
અનિવાર્ય સંજોગોના દબાણને લઈ જે માટે સંમતિ આપવી પડી તે ગૃહાશ્રમપ્રવેશની ડા દિવસ પૂર્વે શ્રીમદે પિતાને એક નિકટના સગાને મુંબઈથી પિષ વદ ૧૦ બુધ ૧૯૪૪ના દિને પત્ર લખ્યો છે, તેમાં સંબંધી કેટલાક પ્રૌઢ વિચારો દર્શાવતાં પોતાની અંતરસ્થિતિ સંબંધી વિચારો દર્શાવ્યા છે, તે તેમની તે વખતની અંતર્દશા પર વેધક પ્રકાશ પાડે છે. તદુપ્રસંગની મિતિ પિતાને અનુકૂળ નહિં છતાં સામા પક્ષના આગ્રહને લઈ તે માટે સંમતિ દર્શાવી જણાવે છે કે- લક્ષ્મી પર પ્રીતિ નહિં છતાં તે પરાર્થિક કાર્યમાં બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મૌન રહી અહીં તે સંબંધી સત્સગવડમાં હતે. ૪૪ પણ એઓ ભણીનું એક મમત્વપણું ત્વરા કરાવે છે. જેથી તે સઘળું પડતું મૂકી ૪ ૪ રવાના થઉં છું. પરાર્થ કરતાં વખતે લક્ષ્મી અંધાપો, બહેરાપણું અને મુંગાપણું આપી દે છે, જેથી તેની દરકાર નથી.” આટલું સહજ જણાવી, “જે વિચારે સઘળી સગપણતા દૂર કરી, સંસારેજના દૂર કરી, તત્વવિજ્ઞાનરૂપે મારે દર્શાવવાના છે એમ હૃદયમાં ઘળાતા વિચારોનું સૂચન કરતી “પહેલવી બહુ સુખપ્રદ છતાં માર્મિક સ્વરૂપે આત્મસ્વરૂપ વિચારથી” લખી, પરમ પ્રેમમૂત્તિ અત્યંત સરલ સ્વભાવી શ્રીમદ્દ ભાવપૂર્ણ અનુરોધ કરે છે–તેઓ શુભ પ્રસંગમાં સવિવેકી નિવડી રૂઢિથી પ્રતિકૂળ રહી પરસ્પર કુટુંબરૂપે સ્નેહ બંધાય એવી સુંદર યોજના તેઓનાં હૃદયમાં છે કે? આપ ઉતારશે કે? કોઈ ઉતારશે કે?” એમ સૂચવી શ્રીમદ્દ પિતાનું હૃદય ઠાલવે છે કે –“નિદાન, સાધારણ વિવેકી જે વિચારને આકાશી ગણે તેવા વિચારે, જે વસ્તુ અને જે પદ આજ રાજ્યશ્રી ચક્રવત્તિની વિકટેરિયાને દુલ્લભ, કેવળ અસંભવિત છે, તે વિચારે તે વસ્તુ અને તે પદ ભણી કેવળ ઈચ્છા હોવાથી ઉપર જણાવ્યું તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને તે તે પદાભિલાષી પુરુષનાં ચરિત્રને પરમ ઝાંખપ લાગે એમ છે. આ સઘળા હવાઈ (અત્યારે લાગતા) વિચાર માત્ર આપનેજ દર્શાવું છું. અંતઃકરણ શુક્લ અદૂભુત વિચારોથી ભરપૂર છે. પરંતુ આ૫ ત્યાં રહ્યા કે હું અહીં રહ્યો!”– આ પત્રમાં ગૃહાશ્રમના ઉંબરે ઉભેલા શ્રીમદની અંતર્ગત આત્મવિચારધારા કેવા ઓર જોર શોરથી ચાલી રહી છે તેનું દર્શન થાય છે.
અત્રે પરમ આશ્ચર્યકારક જોવા જેવું તે એ છે કે એક ૨૦-૨૧ વર્ષને નવયુવાન ગૃહજીવનમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે, ત્યારે તેને મેહરૂપ કઈ વિચાર તો ઉદ્ભવતે નથી, પણ અમોહબુદ્ધિથી ને વિવેકદષ્ટિથી તે આવા નિખાલસ શુકલ વિચારો કરી રહ્યો છે, તે તેનું શુક્લ વિચારોથી ભરપૂર અંતઃકરણ કેટલું ને કેવું “શુક્લ – શુદ્ધઉજજ્વલ હશે તેનું સહજ સૂચન કરે છે. તેના બધા વિચારે ને ઈચ્છા એક આત્મવસ્તુમાં અને સ્વરૂપપદના લક્ષમાં જ કેન્દ્રિત થયેલાં છે. બીજા પ્રાકૃત અને આકાશી