________________
અધ્યાત્મ રાજચંદ્ર પિતાના હૃદયમાં અત્યંત ખેદ પામે છે, અને આમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ દેષ દેખતા રહી તે દોષથી નિવત્તવાની–તેના પર જય મેળવવાની ભાવનાને ઉગ્ર પુરુષાર્થ સેવે છે, અને તેમાં અંતે વિજયી બને છે, એ જ એમનું મહતુ પુરુષપણું– સત્ પુરુષપણું છે. શ્રીમદની પણ એ જ દશા છે. પ્રારંભમાં પ્રારબ્ધોદયજનિત સ્વલ્પ વિકારદેષને દૂર કરવા શ્રીમદને આત્મપુરુષાર્થ સતત ચાલુ છે અને અંતે દ્રવ્યથી અને ભાવથી પૂર્ણ બ્રહ્મચર્યધારણથી તેના પર વિજય વર્યા છે, – દ્રવ્યથી અને ભાવથી પૂર્ણ બ્રહ્મચારી બની “મારવિજય” કર્યો છે,–એ જ એમનું પરમ સત્ પુરુષપણું–મહત પુરુષપણું છે, એ જ એમનું પરમ પૂજ્યપણું-પૂજાહેપણું છે.
સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષનું સંવેદન ઘણુંજ તીવ્ર હોય છે, એટલે જ તેને પિતાને સ્વપ પણ દેષ ખૂબ ખૂચે છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાનીનું સંવેદન મિથ્યાદષ્ટિ અજ્ઞાનીના સંવેદનથી સાવ જૂદું પડે છે. ૪ ગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે તેમ જેમાં (વેદ્યસંવેદ્યપદમાં) અપાય આદિના કારણરૂપ સ્ત્રીઆદિ વેદ્ય આગમથી વિશુદ્ધ એવી તથા પ્રકારે અપ્રવૃત્તિબુદ્ધિથી જ સંવેદાય છે. અર્થાત્ વેદ્યસંવેદ્યપદ– નિશ્ચયસમ્ય દર્શન પ્રાપ્ત થયા પછી આ સ્ત્રીઆદિ પદાર્થ હેય છે ત્યાગવા ગ્ય છે, અનાદેય છે–પ્રહણ કરવા ચોગ્ય નથી, એ દઢ નિશ્ચય–ત્રણે કાળમાં કદી ન ફરે એ નિર્ધાર અંતરાત્મામાં સ્થિર થાય છે, અને એવા નિશ્ચયને લીધે સમ્યગ્દષ્ટિ પુરુષને પૂર્વ કર્મથી કદાચ ન ત્યાગી શકાય તે પણ સ્ત્રીઆદિ અપાયહેતુ પ્રત્યે અંતરાત્માથી સદાય અપ્રવૃત્તિબુદ્ધિ જ હોય- વિગતરતિરૂપ વિરતિભાવ જ હોય, તે તે પદાર્થ પ્રત્યે તે કદી પણ આત્મભાવે પ્રવર્તે નહિં જ. કારણકે જેને નિશ્ચયસમ્યગદર્શનરૂ૫ વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ છે એવા સમ્યગદષ્ટિ જ્ઞાની સર્વ હેય-ઉપાદેય વિવેક બરાબર જાણે છે. આ વસ્તુ ત્યાગવા યોગ્ય છે અને આ વસ્તુ આદરવા ગ્ય–પ્રહણ કરવા ચોગ્ય છે, એવો સ્પષ્ટ વિવેક, નિર્ધાર, નિશ્ચયબુદ્ધિ, સંવેદન તેના આત્મામાં દઢ છાપપણે અંકિત થઈ ગયેલ હોય છે. તે ભલે કદાચ તે પ્રમાણે બાહ્ય આચરણ ન પણ કરી શકે, તે પણ આ વસ્તુ ચોક્કસ છોડી દેવા યોગ્ય છે અને આ વસ્તુ ચોક્કસ આદરવા ગ્ય છે, એવી જે તેની અંતરંગ લાગણી, સંવેદના, પ્રતીતિ, અખંડ નિશ્ચયતા તેમાં કંઈ પણું ફેર પડતો નથી. કર્મદેષ વશે તેમ કરવાની કદાચ પિતાની અશક્તિ–નિર્બળતા હોય, તે તેને માટે પણ તેને નિરંતર ખરેખર આત્મસંવેદનમય તીવ્ર ખેદ રહે છે કે અરે! હું આ હેય વસ્તુ ત્યાગી શકતો નથી, આ વિરતિઆદિ હું આદરી શક્તો નથી. આમ તે જ્ઞાનીના અંતરમાં ભેદ પડી જાય છે. અજ્ઞાનીને તે સંવેદનરૂપ અંતરભેદ હોતું નથી. આમ જ્ઞાની અને અજ્ઞાનીની દષ્ટિમાં, વૃત્તિમાં અને પ્રવૃત્તિમાં આકાશપાતાલનું અંતર હોય છે. જેમકેઅજ્ઞાની ભેગને ઈચ્છે છે, જ્ઞાની અનિચ્છે છે; અજ્ઞાની ભેગ પ્રત્યે દોડે છે, જ્ઞાની
“वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् । તથા વુિથાવિ યાત્રામવિશુદ્ધથા યોગદષ્ટિસમુચ્ચય લે. ૭૩