________________
૧૬૬
અધ્યાત્મ રાજચંદ્ર ગ્રહાશ્રમમાં પ્રવેશ થઈ ચૂક્યો છે અને તેમના જીવનક્રમમાં પલટો આણનાર એક મોટું પગલું તેમણે ભરી લીધું છે, એટલે એમની ગૃહાશ્રમચર્યામાં ડેકિઉં કરવાનું અત્ર પ્રાપ્ત થાય છે.
ગૃહસ્થજીવનમાં પડયા પછી પણ શ્રીમદ કાંઈ મહાસક્ત થયા છે એમ નથી પણ અત્યંત અનાસક્ત જ રહ્યા છે, એટલું જ નહિં પણ આપણે અનુક્રમે શું તેમ તેમની વિરક્તિ ઉત્તરોત્તર બળવત્તર બની વધતી જ જાય છે. તેની સાક્ષા તેમના શુકલ હૃદયના દર્પણરૂપ પત્રોમાં જ પ્રાપ્ત થાય છે. ગૃહસ્થજીવનનું લગભગ એક વર્ષ વીત્યા પછી સં. ૧૯૪પમાં લખાયેલા “સ્ત્રી સંબંધી મારા વિચાર એ શીર્ષક એક લેખમાં શ્રીમદે સ્ફટિક જેવા સ્વચ્છ પારદર્શક હૃદયે આંતરનિરીક્ષણથી શુદ્ધ નિખાલસ ભાવે લખ્યું છે.–
અતિઅતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે; તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દૃષ્ટિથી કલ્પાયું છે, પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે સંગસુખ ભેગવવાનું ચિહ્ન તે વિવેકથી દષ્ટિગોચર કરતાં વમન કરવાને ચગ્ય ભૂમિકાને પણ ચગ્ય રહેતું નથી. જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે તે તે પદાર્થો તે તેના શરીરમાં રહ્યા છે, અને તેની તે જન્મભૂમિકા છે. વળી એ સુખ ક્ષણિક, ખેદ અને ખસના દરદરૂપ જ છે. તે વેળાને દેખાવ હૃદયમાં ચિતરાઈ રહી હસાવે છે કે શી આ ભૂલવણી ? ટુંકામાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી. અને સુખ હોય તો તેને અપરિચ્છેદરૂપે વર્ણવી જુઓ, એટલે માત્ર મેહદશાને લીધે તેમ માન્યતા થઈ છે, એમ જ જણાશે. અહીં હું સ્ત્રીના અવયવાદિ ભાગને વિવેક કરવા બેઠે નથી, પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયે છે, તેનું સહજ સૂચવન કર્યું. સ્ત્રીમાં દોષ નથી, પણ આત્મામાં દેષ છે; અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્દભુત આનંદમય જ છે, માટે એ દોષથી રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે. શુદ્ધ ઉપયોગની જે પ્રાપ્તિ થઈ તે પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે. પણ પૂર્વોપાર્જિત હજુ સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય ? એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું. ૪ ૪ સ્ત્રીના સંબંધમાં કંઈ પણ રાગદ્વેષ રાખવા મારી અંશમાત્ર ઇચ્છા નથી, પણ પૂર્વોપાર્જનથી ઇચછાના પ્રવર્તાનમાં અટકો છું.”
આમ આ અતિ અતિ સ્વસ્થ વિચારણાથી અનુભવસિદ્ધ થયેલા વિચારો દર્શાવતા આ લેખમાં–સાચું નિરાબાધ સુખ શુદ્ધ જ્ઞાનાશ્રયે છે, વૈષયિક સુખ કલ્પિત છે–વાસ્તવિક સુખ નથી, “ક્ષણિક, ખેદ અને ખસના દરદરૂપ છે ને અત્યંત જુગુખનીય–જુગુપ્સા -ઘણા યોગ્ય છે ઈ. ચિંતવી, ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક જેને થયો છે એવા શ્રીમદ્દ લખે છે –“સ્ત્રીમાં દેષ નથી, પણ આત્મામાં દેષ છે.” એટલે કે આત્માને જ વિકારદેષ દેખી તેથી રહિત થવાની–તે દેષ સર્વથા ટાળવાની પરમ ઇચ્છા અત્ર વ્યક્ત કરી છે, કષાય મેહનીયરૂપ આ દેષ જ્યારે ને જેટલો વખત હોય ત્યારે ને તેટલો વખત શુદ્ધપગને બાધા-અંતરાય છે, એટલે નિરાબાધ