________________
શ્રીમદ્દનું શુક્લ અંત:કરણ અને અંતરંગ ત્યાગ વૈરાગ્ય ૧૫૫ માટે કંઈ વિચારમાં પડી જતા નથી, કારણ જગતની એવી જ સ્થિતિ છે. ત્યાં વિકલ્પથી આત્માને દુઃખવ કાં? પણ સર્વ વાસનાને ત્યાગ કર્યા પછી જે વસ્તુનો અનુભવ થયે, તે વસ્તુ શું, અર્થાત્ પિતે અને બીજું શું ? કે પિતે તે પોતે, એ વાતને નિર્ણય લીધે. ત્યારપછી તે ભેદવૃત્તિ રહી નહીં. એટલે દર્શનની સમ્યક્તતાથી તેઓને એ જ સમ્મતિ રહી કે મહાધીન આત્મા પોતે પોતાને ભૂલી જઈ જડપણું સ્વીકારે છે, તેમાં કંઈ આશ્ચર્ય નથી.” અત્રે પરમ નિર્વિકલ્પદશાને પામેલા ચિદાનંદજી આત્મજ્ઞને તેમણે આપેલી ભવ્ય અંજલિ પણ તેવા યોગીપુરુષ પ્રત્યેને શ્રીમદ્દ આદરભાવ દાખવે છે, એટલું જ નહિં પણ તેમની (ચિદાનંદજીની) આત્મદશાનું ચોકકસાઈ પૂર્વક માપ કરે છે કે- “જેને અપ્રમત્ત ગુણસ્થાનકે રહેલા મુનિ એમ નિગ્રંથ પ્રવચનમાં માનેલું છે, એમાંની સર્વોત્તમ જાતિ માટે કાંઈ કહેવાઈ શકાતું નથી, પણ એક માત્ર તેમના વચનને મારા અનુભવજ્ઞાનને લીધે પરિચય થતાં એમ કહેવાનું બની શક્યું છે કે તેઓ મધ્યમ અપ્રમત્ત દશામાં પ્રાયે હતા.” આમ તેમની આત્મદશાની ચોક્કસાઈપૂર્વક આંકણી (assessment, measurement) કરવાનું યથાર્થ પરીક્ષા કરવાનું સામર્થ્ય પણ શ્રીમદમાં હતું, તે તેમની-શ્રીમદની પોતાની ઉચ્ચ આધ્યાત્મિક દશાનું સૂચન કરે છે. કારણકે પિતામાં તેવી તથારૂપ ગ્યતા વિના આવી ચક્કસાઈપૂર્વક પરીક્ષા કરવાનું સામર્થ્ય હોય જ ક્યાંથી? આમાં “તેમના એક વચનનો ને મારા અનુભવજ્ઞાનને લીધે એ શબ્દ ખાસ મહત્વના છે. શુદ્ધાત્માનુભૂતિની દશામાં–શાસ્ત્રથી પણ પર એવી આત્મસામર્થ્યગની દિશામાં શ્રીમદ્ આટલી નાની વયે કૂદકે ને ભૂસકે કેટલા આગળ વધી ગયા હશે તેને આ પરથી સહજ ખ્યાલ આવે છે.
આવા સાચા અધ્યાત્મરંગી શ્રીમદ્દ જેવા ખરેખરા આધ્યાત્મિક પુરુષનું આધ્યાત્મિક જીવન અવલકવા માટે આધ્યાત્મિક દ્રષ્ટિ અને આધ્યાત્મિક માપ જોઈએ; એમાં બાહ્ય દષ્ટિ અને બાહ્ય માપ કામ ન આવે. “ચરમ નયણ કરી મારગ જેવો રે ભૂલ્યો સયલ સંસાર–ચર્મચક્ષુથી–બાહ્ય દષ્ટિથી માર્ગ દેખતાં આખું જગત્ ભૂલાવો ખાઈ ગયું છે. બાહ્ય દૃષ્ટિથી અવલોકવામાં બ્રાંતિ–ભૂલાવે જ થાય, સાચું સ્વરૂપ ન સમજાય ને સ્વ-પરપિતાને ને પરને અન્યાય થાય. આ અમુક પુરુષની અંતરૂપરિણતિ કેવી છે? અંતરવૃત્તિ કેવી છે? અંતઃકરણ કેવું છે? તેની પરીક્ષા કરવાથી જ તે પુરુષનું સાચું સ્વરૂપ સમજાય, સ્વપરને–પિતાને ને પરને ન્યાય મળવાનો સંભવ થાય. શ્રીમદૂના વચનામૃતનું (અં. ૨૨) જ વચન છે કે- “મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેનું અંતઃકરણ જેવું એ વધારે પરીક્ષા છે. શ્રીમદ્દનું અંતઃકરણ કેવું સ્વચ્છ-પારદશી (Transparent) –કેવું શલ –શુદ્ધ-પવિત્ર-નિર્મલ-શુભ્ર–ઉજજવલ છે તે માટે તેમના વચનામૃત (સં. ૨૧)જ સાક્ષી પૂરે છે–નિવિકારી દશાથી મને એકલે રહેવા દે. શુક્લ નિર્જનાવસ્થાને હું બહુ માન્ય કરે છું. અંતઃકરણ શુક્લ અદ્દભુત વિચારોથી ભરપૂર છે. શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કણ દાદ આપશે?” સાત મહાનીતિમાં (અં. ૨૦) કેટલાક હૃદયસંબંધી વચન છે, તે શ્રીમદ પિતાનું હૃદય કેવું રાખી રહ્યા છે તેનું સહજ સૂચન કરે છે: “હૃદયને ભ્રમરરૂપ