________________
પ્રકરણ ત્રેવીસમું શ્રીમની આત્મદષ્ટિ અને ચારિત્રસૃષ્ટિ હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયે દેહથી નેહ. શ્રીમદ રાજચંદ્ર અતીન્દ્રિય જ્ઞાનશક્તિ-યોગશક્તિના અને અંતર્યામી પણાના આવા આત્મચમત્કારનું સહજ દર્શન તેવા ખરેખરા અંતર્યામી-અંતર્ગામી આધ્યાત્મિક પુરુષમાં જ જોવાનું બની શકે, અને ઉક્ત અવધાન-તિષાદિ લૌકિક પ્રદર્શનોને આમ લીલામાત્રમાં વિસર્જન કરવાનું આત્મપરાક્રમ પણ તેવા પૂરા આધ્યાત્મિક પુરુષથી જ બની શકે– કે જેનામાં અલૌકિક આત્મદષ્ટિ પરિણામ પામી હેય, બહિર્મુખ દષ્ટિ છેડી જેની દષ્ટિ અંતર્મુખ થઈ હોય. આ અધ્યાત્મદષ્ટિ જેનામાં પ્રગટે છે–ખૂલે છે ને ખીલે છે, તે આત્મા જ અધ્યાત્મનિમજજન કરવાને સમર્થ થાય છે. આજન્મયેગી શ્રીમદમાં આ અલૌકિક યોગદષ્ટિ–અધ્યાત્મદષ્ટિ અભુતપણે પ્રગટી હતી—ઉત્તરોત્તર ખૂલતી ને ખીલતી ગઈ હતી, એ જ એમના આટલા ત્વરિત અધ્યાત્મનિમજજનનું રહસ્યકારણ છે. આ અધ્યાત્મદષ્ટિના અનુસારે જ એમની આત્મપરિણતિ અને આત્મવૃત્તિ ઉત્તરોત્તર વિકાસ પામતી ગઈહતી,- આ આત્મદષ્ટિ પ્રમાણે જ એમની આત્મચારિત્રસૃષ્ટિ પણ સજાતી ગઈ હતી.
કારણકે દષ્ટિ તેવી સૃષ્ટિ અને દર્શન તેવું સર્જન. દષ્ટિ સમ્યફ હોય તો દર્શન પણ સમ્યક હોય ને સર્જન પણ સમ્યક્ હોય; દષ્ટિ મિથ્યા હોય તો દર્શન પણ મિથ્યા હેય ને સર્જન પણ મિસ્યા હોય. દેહ તે હું એ દષ્ટિ મિથ્યાદષ્ટિ છે, આત્મા તે હું એ સમ્યગદષ્ટિ છે. જગતમાં બે પ્રકારની દષ્ટિ પ્રવર્તે છે. દેહ તે હું એવી દેહમાં આત્મદષ્ટિરૂપ દેહાત્મદષ્ટિ, અને આત્મા તે હું એવી આત્મામાં આત્મદષ્ટિરૂપ આત્માત્મદષ્ટિ. આમ બે પ્રકારના અહં જગતમાં પ્રવર્તે છે. એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહીં, તેમ એક આત્મામાં આ બે અહં સાથે રહી શકે નહિં; એક અહં મરે તો બીજે જીવે, બીજે જીવે તે પહેલે મરે. શ્રીમદને દેહને અહં નષ્ટ થઈ આત્માને અહે સ્પષ્ટ થયું છે. જગતમાં સર્વ કેઈ “હું” ને માટે–અહં ને મને માટે પ્રવૃત્તિ કરે છે; જે હું–અહં ખટે સ્થળે મૂકાયો હોય તે બધી પ્રવૃત્તિ બેટી થાય છે, જે “હું -અહું સાચે સ્થળે મૂકાયો હોય તે બધી પ્રવૃત્તિ સાચી થાય છે. એટલે જે દેહાત્મદષ્ટિને અહં દેહમાં મૂકાય છે, તેની સમસ્ત પ્રવૃત્તિ દેહાથે જ થાય છે અને જે આત્માત્મદષ્ટિનો અહં આત્મામાં મૂકાયો છે, તેની સમસ્ત પ્રવૃત્તિ આત્માથે જ થાય છે. જીવનું જીવન આ સાચી-ખોટી જીવનદષ્ટિ પ્રમાણે સર્જાય છે, જેનું ચારિત્ર આ સમ્ય-અસમ્યક્ દષ્ટિ પ્રમાણે ઘડાય છે. આમ પિતાની આત્મદષ્ટિ પ્રમાણે જીવોની ચારિત્રસૃષ્ટિ સર્જાય છે. ચારિત્ર વિનાને કેઈ જીવ નથી, પણ પરમાં જેની આત્મદષ્ટિ છે તે પરચારિત્ર આચરે છે અને તે પરમાં પ્રવૃત્તિ કરતો હોઈ પરસમયપ્રવૃત્તિ કરે છે,