________________
શતાવધાન: “સાક્ષાત સરસ્વતીનો દિગવિજ્ય ૧૦૦ હતા. શેઠ લક્ષ્મીદાસ હર્ષાવેશમાં બોલી ઊઠયા હતા કે—“આ સમયે આવી શક્તિવાળા પુરુષ હિંદ ખાતે તે આ એક જ છે. આ પ્રસંગે શ્રીમદ્ કવીશ્વરને લેકના બહુમાન –આદરના પ્રતીકરૂપ સુંદર ઈનામ પણ અર્પવામાં આવ્યું હતું. આ અવધાનપ્રયોગમાં સાગરને ફીણ કેમ વળે છે?” એ વિષય પર એક ત્રાટક છંદ કરવાનું કહેવામાં આવ્યું હતું, તેના ઉત્તરમાં શીઘ્રકવિ શ્રીમદે આ ભાવપૂર્ણ ધ્વનિકાવ્ય શીધ્ર રચ્યું હતું
અતિ રોગ થયે ગણ સાગરને, ઝટ શોધ હકીમ સુનાગરને
મુખ ફીણ વળે નહિં સુખ મળે, ગણ રોગ છટા વદને નિકળે.” અર્થાત્ – સાગરને અતિરોગ-ઘણે મેટે રોગ થયે છે એમ હે પ્રશ્નકાર ! તું ગણ! એ રેગના નિવારણ માટે તું શીઘ કઈ સારા સુનિપુણ વૈદ્યવિદ્યાના જાણ હકીમનેસુવૈદ્યને શોધ! જે ! આ સાગરને મુખે ફીણ વળે છે ને એને કાંઈ સુખચેન પડતું નથી, એથી એના મુખે આ રોગની છટા બહાર નિકળી રહી છે એમ ગણ! અત્રે ધ્વનિ આ પ્રકારે છે– “ગર”—વિષયુક્ત તે “સાગર” કહેવાય છે, એટલે વિષયુક્તને જેમ વમન થાય–મેળ ચઢ, મોઢે ફીણ વળે ને ચેન ન પડે, તેમ આ સાગરને “ગર–વિષરેગ લાગુ પડે છે, તેથી આમ થાય છે અથવા તે “સાગર”—લવણ સમુદ્ર “લવણથી ભરેલું છે અને લવણથી–મીઠાથી વમન થાય-ઉલટી થાય, મેળ ચઢે, મોઢે ફીણ વળે ને કાંઈ સુખ ન મળે એ પ્રસિદ્ધ છે, એમ અત્રે સમજવાનું છે. તેમ અત્રે હે આત્મન ! આ વિષમય ભવસાગરરૂપ મહારેગ તને લાગુ પડે છે, તેને મટાડવા માટે તું શીદ્ય કેઈ સુજાણ સદ્દગુરુ વૈદ્યને શેધ ! તને “મુખે–મુખ્યપણે મેહરૂપ ફણ મુખે વળે છે ને કાંઈ સુખ ચેન પડતું નથી એ આ ભવરોગના પ્રગટ ચિન્હ છે, માટે ઢીલ ન કર !
પછી ખાનગી કાર્ય પ્રસંગે શ્રીમદ્દને જામનગર જવાનું થયું હતું. ત્યારે ત્યાંના મહાવિદ્વાનોની બે સભા સમક્ષ તેમણે બાર અવધાન અને સેળ અવધાનના પ્રયોગ કરી દેખાડી સર્વ વિદ્વમંડલીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. આ અદ્ભુત પ્રવેગો નિહાળનાર સમગ્ર સભા પ્રસન્ન પ્રસન્ન થઈ ગઈ હતી. અત્રે શ્રીમદની અદ્ભુતશક્તિને બિરદાવતી વિદ્વદુમંડલી અને જનતા તરફથી શ્રીમદ્દ “હિંદના હીરા એવું ઉપનામ આપવામાં આવ્યું હતું. જામનગરમાં એક બે વિદ્વાને આઠ આઠ-દશ દશ વર્ષથી અવધાનની સાધના માટે મથી રહ્યા હતા, પણ તેઓને પરિશ્રમ નિષ્ફળ ગયો હતો. એ વાત ત્યાંના સ્થાનિક લોકોની જાણમાં હતી, એટલે માત્ર અડધા કલાકના સ્વ૯૫ દર્શનમાત્રથી જેને અવધાનની વિક્રમ તોડનારી આવી સહજ સિદ્ધિ સાંપડી હતી, એવા શ્રીમદના આ અદ્ભુત વિકમત્રોટક (Record-breaking) પ્રયોગથી આશ્ચર્યચકિત થયેલ લેકોને પ્રતીતિ થઈ કે અવધાનશક્તિ એ જન્મસહજસિદ્ધ શક્તિ છે, તે શીખી શીખાતી નથી કે અભ્યાસથી આવતી નથી. આમ મહાકવિ બાલ રાજચંદ્રને ત્રીજી વિજય વરમાળા જામનગરમાં આરપાઈ
પુનઃ મોરબીમાં શ્રીમદે એમના એક મહામુનિ મિત્ર સમક્ષ બાર અવધાન કરી