________________
૧૨૬
અધ્યાત્મ રાજક
(મંદાક્રાંતા) દેખા દેખા ઉદધિજલની આકૃતિ આપ આજે, માાંથી જ્યાં છલક છલકે આખરૂ સાત સાંજે; એથી શિક્ષા જનસમૂહને પામવી ચેાગ્ય માને, મેાટા છેડે નહિ નિજ ગતિ એમ નિશ્ચ પ્રમાણેા.’
અને શતાવધાનને સૌથી મહાન પ્રયાગ જે મુંબઈ નગરીમાં ચીફ્ જસ્ટિસ સર ચાર્લ્સ સાઈટના પ્રમુખપણા નીચે કરાયા હતા, તેમાં પણ કવિએ તેવી જ અદ્ભુત શીઘ્ર કાવ્ય-ચમત્કૃતિ દાખવી હતી. આ શીઘ્રરચિત અવધાનકાવ્યામાં પણ આપણા આ શતાવધાની શીઘ્રકવિ સાક્ષાત્ સરસ્વતી' રાજચંદ્રની અદ્ભુત કવિપ્રતિભા સાળે કળાએ ઝળકી ઊઠે છે, એટલું જ નહિં પણ તેમાં અંત તપણે પદે પદે તેમની અંતરંગ ધ વૃત્તિ દિવ્ય તેજથી ઝળહળે છે, અને એક તેજસ્વી પ્રતિભાશાલી શાંત સૌમ્ય ગંભીર ઉગતા યુવાન કવિનું સુંદર ચિત્ર આપણી દૃષ્ટિ સન્મુખ ખડુ' થાય છે, જે પિંગળના અભ્યાસ કરતાં ને છંદો પર પ્રભુત્વ પામતાં બીજાઓને વર્ષોના વર્ષો વીતી જાય, તે પિંગળ-છંદશાસ્ત્ર પર આ શીઘ્રકવિનું આટલી નાની વયે પણ એટલું બધુ પ્રભુત્વ છે કે વાઘ પર સંગીતપટ્ટુની જેમ આ ક!વ્યપટ્ટુની કાવ્યઅંગુલિ ગમે તે છંદમાં આસાનીથી સ્વચ્છંદે ક્ છે! જે શમ્દચમત્કૃતિ આણતાં બીજાએને ઘણા ઘણા આયાસ સેવવા પડે છે, તે શબ્દચમત્કૃતિ અનાયાસે આ આજન્મ કવિની સેવા કરે છે; જે અ`ચમત્કૃતિ નીપજાવતાં ખીજાએના દમ નીકળી જાય છે, તે અચમત્કૃતિ આ નિસ કવિના શબ્દને સહજપણે અનુસરે છે; જે રસ જમાવતાં બીજાઓને મહા પરિશ્રમ કરવા પડે છે, તે રસની જમાવટ આ રસમૂર્તિ શાંતરસાધિરાજ રાજ કવિના કાવ્યમાં સ્વયં આવી ચડે છે; જે કવિપ્રતિભા ચમકાવતાં ખીજાઓને ઘણું તપ તપવું પડે છે, તે કવિપ્રતિભા આ તેજોનિધિ કવિના કાવ્યમાં સ્વયં પ્રતપે છે; જે મેધ અવતારતાં બીજાઓને તાણીતેષીને ઘણા પ્રયાસ કરવા પડે છે, તે એધ આ વિષ્ણુધ કવિના કાવ્યમાં સહજ સ્વભાવે અવતરે છે; જે ધર્માર્ંગ દાખવતાં ખીજાઓને કેટિ કેટિ ઉપાય કરવા પડે છે, તે નિર્દભ ધમ રંગ આ ધમર્ગી કવિના કાવ્યમાં સ્વયં દેખાઇ આવે છે. આમ અનુપમ કવિપ્રતિભાથી ઝળહળતા અને અલૌકિક ધ રંગથી રંગાયેલા આપણા આ મહાવિચક્ષણ કવિ ખરેખર! કાઈ વિલક્ષણ વ્યક્તિવિશેષ પ્રતીત થાય છે; અને સન્નીતિ ને સત્યપરાયણતા તે પ્રથમથી જ જેના જીવનના પાયામાં જ દૃઢમૂળ અન્યા હતા, કરુણાકેમલતા-મૃદુતા-ઋજુતા-દયા—શાંતિ-સમતા-ક્ષમા આદિ ગુણગણુ જેના જીવનના અંગરૂપ બની ગયા હતા, વૈરાગ્ય અને ભક્તિ જેના રોમેરોમમાં વ્યાપી ગયા હતા, અને સાચે નિ``ભ અકૃત્રિમ ધર્ગ જેના હાડાહાડમાં લાગી ગયેા હતા, એવા એક મહાતેજસ્વી, મહાએજસ્વી, મહાપ્રતિભાસ પન્ન, શાંત, દાંત, સૌમ્ય, ગભીર, ધીર, વીર, વિનીત, વિનમ્ર, નિર્દભ, નિવિકાર, સન્નીતિપરાયણુ, સત્યવક્તા, સીલવાન, મહાભક્તિમાન્ મહાવૈરાગ્યવાન, દે ધરંગી ઉગતા કવિના વ્યક્તિત્વનું ભવ્ય ચિત્ર સુજ્ઞ ચરિત્રચિતકાના ચિત્તમાં ઉપસી આવે છે, ને તે આ કવિના અવધાનકાલીન ચિત્રપટની શાંત-સૌમ્ય-ધીર-ગંભીર-તેજસ્વી મુદ્રા પરથી ઉપસતા આંતચિત્ર સાથે તાલ મેળવે છે.
*