________________
દર્શનપ્રભાવક ભાવનામેાધનું સર્જન
૧૦૩
ઉપદેશવામાં એમના હેતુ પ્રત્યેક પ્રાણીઓને શાકથી મુક્ત કરવાના હતા. એ સઘળા જ્ઞાનીએ કરતાં પરમ માન્ય રાખવા ચેાગ્ય સજ્ઞ મહાવીરનાં વચન સર્જે સ્થળે એ જ છે કે સંસાર એકાંત અને અનંત શાકરૂપ તેમજ દુ:ખપ્રદ છે. અહા! ભવ્ય લેાકેા! એમાં મધુરી મેાહિની ન આણુતાં એથી નિવૃત્ત થાએ! નિવૃત્ત થાઓ ! !-મહાવીરના એક સમય માત્ર પણ સંસારના ઉપદેશ નથી. એનાં સઘળાં પ્રવચનેામાં એણે એ જ પ્રશ્નશિ ત કર્યુ છે; તેમ તેવું સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. કાંચનવણી કાયા, યશેાતિ જેવી રાણી, અઢળક સામ્રાજ્યલક્ષ્મી, અને મહા પ્રતાપી સ્વજન પરિવારને સમૂહ છતાં તેની માહિનીને ઉતારી દઈ જ્ઞાનદ નયેાગપરાયણ થઈ એણે જે અદ્ ભુતતા દર્શાવી છે તે અનુપમ છે. X xx સંસારને શેાકાબ્ધિ કહેવામાં તત્ત્વજ્ઞાનીએની ભ્રમણા નથી, પરંતુ એ સઘળા તત્ત્વજ્ઞાનીએ કઈ તત્ત્વજ્ઞાનચંદ્રની સાળે કલાએથી પૂર્ણ હાતા નથી; આ જ કારણથી સજ્ઞ મહાવીરનાં વચન તત્ત્વજ્ઞાનને માટે જે
પ્રમાણ આપે છે તે મહદ્ભુત, સ॰માન્ય અને કેવલ મંગલમય છે. મહાવીરની તુલ્ય ઋષભદેવ જેવા જે જે સજ્ઞ તીથંકરા થયા છે તેમણે નિસ્મૃદ્ધિતાથી ઉપદેશ આપીને જગદ્ધિતષિણી પદવી પ્રાપ્ત કરી છે. ×× એ સઘળા સ્થૂલ ઉદ્દેશે તેા સમતુલ્ય દૃશ્ય થાય તેવું છે; પરંતુ સૂક્ષ્મ ઉદ્દેશે ઉપદેશક તરીકે શ્રમણ ભગવત તે સિદ્ધાર્થ રાજાને પુત્ર પ્રથમ પદવીને ધણી થઈ પડે છે. નિવૃત્તિને માટે જે જે વિષયેા પૂર્વ જણાવ્યા છે તે તે વિષયાનું ખરૂં સ્વરૂપ સમજીને સર્વાંગે મંગલમયરૂપે એધવામાં એ રાજપુત્ર વધી ગયા છે. એ માટે એને અનંત ધન્યવાદા છાજે છે!' એમ વીતરાગતામેાધક
આ વીતરાગદશનપ્રભાવક ગ્રંથની સામાન્ય પ્રસ્તાવનાના અંતે વૈરાગ્યમૂત્તિ શ્રીમદ્ વૈરાગ્યપૂર્ણ ઉદ્ભાધન કરે છે— આ પણ વિના વિવાદે માન્ય રાખવું જોઈ એ કે તે અનંત શાક અને અન ંત દુઃખની નિવૃત્તિ એના એ જ સાંસારિક વિષયથી નથી. રુધિરથી રુધિરનો ડાઘ જતા નથી; પણ જલથી તેના અભાવ છે; તેમ શૃંગારથી વા શૃંગારમિશ્રિત ધર્માંથી સંસારની નિવૃત્તિ નથી; એ જ માટે વૈરાગ્યજલનું આવશ્યકપણું નિઃસ ંશય ઠરે છે. અને એ જ માટે વીતરાગનાં વચનમાં અનુરક્ત થવું ઉચિત છે; નિદાન એથી વિષયરૂપ વિષને જન્મ નથી. પરિણામે એ જ મુક્તિનું કારણ છે. એ વીતરાગ સજ્ઞનાં વચનને વિવેક બુદ્ધિથી શ્રવણ, મનન ને નિષ્ક્રિયાસન કરી, હું માનવી ! આત્માને ઉજજવલ કર ! ' ઇત્યાદિ.
આમ પ્રસ્તાવનાપૂર્ણાંક અનિત્યાદિ ખાર વૈરાગ્યમય ભાવનાઓનું સ્વરૂપ પરમ રોચક હૃદયંગમ શૈલીમાં આલેખાયેલા વૈરાગ્યમય ચરિત્રાથી સમર્થિત કરી, પ્રત્યેક ભાવનાના અ ંતે સારમેાધરૂપ-તાપ રૂપ પ્રમાણશિક્ષા આપી છે. જેમ કે—(૧) એકત્વ ભાવના એધતું નિમ રાષિનું અદ્ભુત ચરિત્ર પરમ સુંદર ભાવવાહી શબ્દોમાં તાદૃશ્યપણે વર્ણવી દેખાડી તે પરથી ફલિત થતા પ્રમાણશિક્ષારૂપ મેધ આપ્યા છે કે— ×× ત્યાં તે નિમરાજને રામેરામ એકત્વ સિદ્ધ થયું—વ્યાપી ગયું અને મમત્વ ટળી ગયું. ખરે! ઝાઝાં મળ્યે ઝાઝી ઉપાધિ જણાય છે. જો હવે આ એક