________________
• દર્શનપ્રભાવક મેાક્ષમાળાનું મગલ સર્જન
૫
પણ શ્રીમની અસામાન્ય અદ્ભુત વિચક્ષણતા અને તેવા સાંકડા સંજોગામાં પણ આશ્ચર્યકારક નીતિમત્તા સાથે અણીશુદ્ધ પ્રમાણિકતા (Honest to the hilt) એર ઝળહળે છે—ઝળકી ઊઠે છે. આમ ભાવનાધ પાછળથી લખાયા છતાં પહેલાં પ્રસિદ્ધ થયા અને મેાક્ષમાળા પહેલાં લખાયા છતાં પાછળથી સં. ૧૯૪૪માં પ્રસિદ્ધ થઇ, શ્રીમદે પોતે પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ ‘સાહસ' કયુ`': ‘મનમાનતું ઉત્તેજન નહિં હેાવાથી લેાકેાની માન્યતા કેવી થશે એ વિચાર્યા વગર આ સાહસ કર્યુ છે, પણ હું ધારૂ' છું કે એ ફળદાયી થશે.' ખરેખર ! આ ‘સાહસ’—મેાક્ષમાર્ગનું અપૂર્વ પ્રભાવન કરનારૂં આવું ભગીરથ કાર્ય શ્રીમદ્ન જેવા કાઇ વિરલા એલીએ જ કરી શકે એવું ખરેખર સાહસ તે હતું જ; અને ભાવી બનાવેએ અતાવી આપ્યું તેમ તે મહિષ ની આ વાણી પ્રમાણે અપૂર્વ ફળદાયી થયું જ,—તે એટલે સુધી કે શ્રીમદ્ રાજચંદ્ર —કલ્પવૃક્ષનુ આ અમૃતફળ (Nectar-fruit) ચાવચ્ચ દ્રદિવાકરો અમર રહે એવુ અમૃત (Most Immortal, nectar incarnate) ખની ગયું !
"
પ્રકરણ ચૌદમુ
મંગલમયી મેાક્ષમાળાની અદ્ભુત
સંક્લના
આવા યુગપ્રવર્ત્તક (Epoch-making) દનપ્રભાવક ગ્રંથની વસ્તુનું-અભિધેય વિષયનું સવિસ્તર દન કરાવવા માટે ગ્રંથ લખવા જોઇએ; અત્રે તેટલા અવકાશ કે સ્થળ નથી, એટલે અત્ર પ્રથમ તેની કલાપૂર્ણ સંકલના પ્રત્યે અંગુલિનિર્દે શ કરી સંક્ષેપમાં તેના અભિધેય વિષય પ્રત્યે ચત્રતત્ર દૃષ્ટિપાત કરીને સ ંતેાષ માનીશું. ગ્રંથના મુખપૃષ્ઠ પરનું (Title-page) મુખસૂત્ર જ પ્રથમ તા સુજ્ઞવિવેકી વાંચકનું એકદમ ધ્યાન ખેંચે છે. મુખપૃષ્ઠ પર આત્મા જાણ્યા તેણે સ જાણ્યું (નિગ્રંથ પ્રવચન)’ આ મુદ્રાલેખરૂપ (motto) સુવર્ણ સૂત્ર (Golden sentence) ગ્રંથસૂત્રનું હૃદય દર્શાવવા સાથે નિગ્રંથપ્રવચનનું—વીતરાગઢનનું સર્વોત્તમ રહસ્ય સમજાવે છે. સ` જાણ્યાનું ફળ એક આત્માને જાણવા તે છે અને આત્માને ન જાણ્ણા તે સર્વી જાણ્યું નિષ્ફળ છે, એમ અત્ર મામિ કપણે સૂચવી પ્રારંભમાં જ આત્મજ્ઞાન પ્રત્યે સુજ્ઞ વાંચકનું લક્ષ કેન્દ્રિત કરાવ્યું છે. કારણ કે આત્મજ્ઞાન વિના મેાક્ષની પ્રાપ્તિ સંભવતી નથી ને આત્મજ્ઞાન થકી જ મેાક્ષની પ્રાપ્તિ સભવે છે, માટે મેાક્ષ પામવાની અંતઇચ્છાવાળા સાચા મુમુક્ષુએ આત્મજ્ઞાનરૂપ ધ્રુવ તારક પ્રત્યે પેાતાની દૃષ્ટિ સતત રાખ્યા કરવા યાગ્ય છે,—એમ આત્મજ્ઞાનસંપન્ન પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રે પેાતાની અનુપમ સુરુચિ દાખવી તે તત્ત્વનું તત્ત્વ પ્રકાસ્યું છે. સેાળ વર્ષ જેટલી આટલી લઘુ વયે પણ શ્રીમા આવા અપૂર્વ આત્મલક્ષ હતા એ વસ્તુ પરમ આશ્ચર્યકારક છે; એટલું