Book Title: Jain Gurjar Kavio Part 10
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/001039/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 061 QĞક કવિ HI-૧0: સંગ્રાહ્વક અમૈં સંપ્રયોજક માહલાલ દલીચંદ દેશાઈ શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઇ Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧૦ [પૂરક સામગ્રી ખંડ ૩: જૂની ગુજરાતી ભાષાની પૂર્વપરંપરા અને અપભ્રંશનો ઇતિહાસ સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિના સંપાદક જયંત કોઠારી ''. શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ Jain Gurjar Kavio Vol. X A history of literary tradition prior to Old Gujarati and of Apabhransha literature, ed. Mohanlal Dalichand Desai, revised by Jayant Kothari, 1997, Shree Mahavira Jaina Vidyalaya, Bombay. બીજી સંશોધિત આવૃત્તિ જાન્યુઆરી ૧૯૯૭ નકલ ૫૦૦ કિં. રૂ. ૧૨૦ આવરણ : શૈલેશ મોદી વિક્રેતાઓ આર. આર. શેઠની કંપની ૧૧૦-૧૧૨ પ્રિન્સેસ સ્ટ્રીટ, કેશવબાગ, મુંબઈ ૪૦૦ ૦૦૨ ગાંધી માર્ગ, ફુવારા પાસે, અમદાવાદ ૩૮૦ ૦૦૨ નવભારત સાહિત્ય મંદિર ૫૩૧, કાલબાદેવી રોડ, ધોબી તલાવ, મુંબઈ ૪૦૦ ૦૦૨ ગાંધી માર્ગ, પતાસા પોળ સામે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ગૂર્જર સાહિત્ય ભવન ગાંધી માર્ગ, રતનપોળનાકા સામે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ પ્રકાશક ખાંતિલાલ જી. શાહ, પ્રકાશભાઈ પી. ઝવેરી સુબોધરત્ન ચી. ગાર્ડી મંત્રીઓ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઑગસ્ટ ક્રાન્તિ માર્ગ, મુંબઈ ૪૦૦ ૦૩૬ લેસર ટાઇપસેટિંગ : શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ æ ફોન ઃ ૫૩૫૯૮૬૬ મુદ્રક ઃ ભગવતી ઑટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ ૩૮૦ ૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈના અતિમૂલ્યવાન આકરગ્રંથ “જૈન ગૂર્જર કવિઓના નવસંસ્કરણનું મહાકાર્ય આજે ૧૧ વર્ષ પૂર્ણાહુતિને પામે છે એથી અમે અત્યંત હર્ષ અનુભવીએ છીએ. શ્રી દેશાઈ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સ્થાપક સભ્યો માંહેના એક હતા ને જીવનભર એની મેનેજિંગ સમિતિના સભ્ય રહેલા. એમના આ ગ્રંથના પુનઃપ્રકાશનનો લાભ આ સંસ્થાને મળ્યો છે એનું અમને ગૌરવ છે. શ્રી જયંતભાઈ કોઠારી જેવા સંનિષ્ઠ વિદ્વાનને હાથે નવસંસ્કરણનું કાર્ય ઉત્તમ રીતે પાર પડ્યું તેથી આ ગ્રંથશ્રેણીની નવી મૂલ્યવત્તા સ્થાપિત થઈ છે. વિદ્ધવર્ગે આ પ્રકાશનને ઉમળકાથી વધાવ્યું છે તેનાથી અમને બળ મળ્યું છે. ગ્રંથશ્રેણીની આ બીજી આવૃત્તિના કેટલાક ભાગો અપ્રાપ્ય બનવા લાગ્યા છે એ આ પુનઃપ્રકાશનની સાર્થકતાની દઢ પ્રતીતિ કરાવે છે. આશા છે કે આ ગ્રંથશ્રેણીના આ છેલ્લા ભાગો પણ આગળના ભાગોના જેવો જ આવકાર પામશે. પૂર્ણાહુતિના આ પ્રસંગે પોતાની સહજ વિદ્યાપ્રીતિથી આ જહેમતભર્યા કાર્યના ભારનું વહન કરનાર શ્રી જયંતભાઈ કોઠારી, આ પુનઃપ્રકાશનની સંમતિ આપનાર શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ, શ્રી જયંતિભાઈ કોઠારીને એમના કાર્યમાં સહાયરૂપ થનાર સૌ સંસ્થાઓ અને વ્યક્તિઓ, આ પુનઃપ્રકાશનની કદર બૂઝનારા સૌ સમીક્ષકો, શુભેચ્છકો તથા આ ગ્રંથશ્રેણીના વિક્રયની જવાબદારી ઉઠાવનાર સૌ વિક્રેતાઓ – બધાનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. મુંબઈ ખાંતિલાલ ગોકળદાસ શાહ ૧૦ ડિસેમ્બર, ૧૯૯૬ પ્રકાશ પ્રવીણચંદ્ર ઝવેરી સુબોધરત્ન ચીમનલાલ ગાર્ડી મંત્રીઓ Page #5 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિના સંપાદકનું નિવેદન પૂરક સામગ્રીના આ છેલ્લા ખંડમાં “જૂની ગુજરાતી ભાષાની પૂર્વપરંપરા અને અપભ્રંશનો ઇતિહાસ’ એ નિબંધ આપવામાં આવ્યો છે. પહેલી આવૃત્તિની પ્રસ્તાવના રૂપે “જૂની ગુજરાતી ભાષાનો સંક્ષિપ્ત ઇતિહાસ' એ નામનો નિબંધ મૂકવામાં આવ્યો હતો. એ નિબંધમાં વસ્તુતઃ જૂની ગુજરાતીની પૂર્વપરંપરા રૂપે મુખ્યત્વે અપભ્રંશ સાહિત્યનો ઈતિહાસ છે. આથી અહીં એનું શીર્ષક જૂની ગુજરાતી ભાષાની પૂર્વપરંપરા અને અપભ્રંશનો ઇતિહાસ” એમ કરી લેવાનું યોગ્ય માન્યું છે. ૭૦ વર્ષ પૂર્વે લખાયેલા આ નિબંધની કેટલીક વીગતો કાલગ્રસ્ત થઈ ગઈ હોય અને એમાં શુદ્ધિવૃદ્ધિને પૂરો અવકાશ હોય એ દેખીતું છે, પણ ગુજરાતી ભાષામાં હજુ આ વિષયનું આટલું વિસ્તૃત નિરૂપણ પ્રાપ્ત નથી ને બીજું અદ્યતન સધ્ધર નિરૂપણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ નિબંધ ઉપયોગી છે એવો આ વિષયના જાણકારોનો અભિપ્રાય થયો તેથી એને અહીં સાચવી લીધો છે. સરળતાથી થઈ શકે તેવા અને નિબંધના મૂળ માળખાને અનુરૂપ હોય તેવા સુધારાવધારા, અલબત્ત, કરી લીધા છે. ખાસ કરીને કેટલેક ઠેકાણે પાઠશુદ્ધિ કરી છે, અનુવાદ સુધાર્યા છે અને કૃતિઓના પ્રકાશનની માહિતી ઉમેરી છે. ક્વચિત્ ભૂલભરેલી માહિતી રદ પણ કરી છે. શબ્દાર્થ, વ્યાકરણ વગેરેની કેટલીક નોંધો આજે બિનજરૂરી જણાતાં છોડી દીધી છે. કેવળ શબ્દાર્થ જ આપેલા હતા ત્યાં એને સંકલિત કરીને સળંગ અનુવાદ ગોઠવી લીધો છે તેમજ શબ્દાનુસારી અનુવાદ હતો ત્યાં એને નિયમસરની વાક્યરચનામાં મૂકી સુવાચ્ય બનાવ્યો છે. અન્ય લખાણમાં પણ વાક્યરચના ક્યાંક સરખી કરવાની થઈ છે. ઉમેરેલી માહિતી [ ] કૌંસમાં મૂકી છે, પણ છોડી દીધેલા ભાગોની કોઈ નોંધ કરી નથી. અન્ય સુધારા કેટલેક સ્થાને મૂળ લખાણ સાચવીને એનાથી અલગ પાડી [] કૌંસમાં મૂક્યા છે, પરંતુ બધે એમ કરવા જતાં નિરૂપણ કઢંગું થઈ જાય એવું હતું. તેથી ઘણે સ્થાને સુધારા મૂળ લખાણમાં જ અંતર્ગત કરી લીધા છે. “જૈન ગૂર્જર કવિઓની અત્યાર સુધીની સંપાદનપદ્ધતિથી આ પદ્ધતિ થોડી જુદી પડે છે અને મૂળ શું હતું તે જાણવું હોય તો પહેલી આવૃત્તિ જોવી પડે એવું થયું છે. જોકે એવી કોઈ આવશ્યકતા નહીં રહે એવી પ્રતીતિથી જ આમ કર્યું છે. દેખીતી રીતે જ ખોટું હોય તે રદ કર્યું છે અને સુધાર્યું છે અને આજે પ્રસ્તુત ન હોય તે છોડ્યું છે. બીજી આવૃત્તિના સંપાદકનો આ વિષયમાં ખાસ પ્રવેશ નથી, તેથી શુદ્ધિવૃદ્ધિ માટે ડો. રમણીક મ. શાહની મદદ માગેલી, જે એમણે ખૂબ પ્રેમપૂર્વક આપી છે. એમણે કેટલીક પાઠશુદ્ધિ અને અર્થશુદ્ધિ કરેલી છે અને વિશેષે તો પ્રકાશિત ગ્રંથોની માહિતી ઉમેરી આપી છે. હેમચંદ્રીય અપભ્રંશનાં ઉદાહરણોના અનુવાદ પરત્વે ડો. હરિવલ્લભ ભાયાણીના સાનુવાદ સંપાદનનો પૂરો લાભ ઉઠાવ્યો છે અને પ્રબંધચિંતામણિમાંનાં પદ્યો પરત્વે મુનિ જિનવિજયના સંપાદનની મદદથી કેટલીક શુદ્ધિ કરી છે. અનેક સ્થાનોએ પાઠશુદ્ધિ-અર્થશુદ્ધિમાં - તેમજ શંકા કરવામાં પણ – આ આવૃત્તિના Page #6 -------------------------------------------------------------------------- ________________ સંપાદકની મધ્યકાલીન ગુજરાતીની જાણકારી કામ આવી છે. ખાસ કરીને પ્રાચીન ગુજરાતી સુભાષિતો પરત્વે એ વધારે કામ આવી છે. ડૉ. હરિવલ્લભ ભાયાણીએ પણ ઝડપથી નજર ફેરવી છે ને કોઈકોઈ સુધારા સૂચવ્યા છે. એમને અને શ્રી રમણીકભાઈને વારંવાર પૂછ્યા કરવાનું પણ થયું છે. બન્ને વિદ્વાનોનો હું અત્યંત ઋણી છું. અપભ્રંશનો ઈતિહાસ લખવામાં પોતે ઉપયોગમાં લીધેલાં સાધનો શ્રી દેશાઈએ પોતાના નિવેદનમાં દર્શાવ્યાં છે. તે ઉપરાંત આજે હવે હિંદીમાં આ વિષયના ત્રણ ગ્રંથોની માહિતી મળે છે : (૧) અપભ્રંશ સાહિત્ય, ડો. હરિવંશ કાછડ, પ્રકા. ભારતી સાહિત્ય મંદિર, દિલ્હી, ૧૯૧૭. (૨) અપભ્રંશ ભાષા ઔર સાહિત્ય, ડો. દેવેન્દ્રકુમાર જૈન, પ્રકા. ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી, ૧૯૬૬. (૩) અપભ્રંશ સાહિત્યપરંપરા ઔર પ્રવૃત્તિયાં, રાજવંશ સહાય. ગુજરાતીનાં ડૉ. હરિવલ્લભ ભાયાણીના “સિદ્ધહેમગત અપભ્રંશ વ્યાકરણ'(૧૯૬૦)ની પ્રસ્તાવનામાં તથા “અનુશીલનો (૧૯૬૫)માં અપભ્રંશનો સંક્ષિપ્ત પરિચય પ્રાપ્ય છે. આ આવૃત્તિમાં આવશ્યક માહિતી સુધી સરળતાથી પહોંચી શકાય તે હેતુથી નામસૂચિ ઉમેરી છે. ધાર્યા કરતાં ઘણું વિકટ ને શ્રમભર્યું બની રહેલું “જૈન ગૂર્જર કવિઓ'ના પુનઃસંપાદનનું આ કાર્ય આજે દશ વર્ષે પૂરું થાય છે ત્યારે હૃદય પરમ સંતોષની, કૃતકૃત્યતાની લાગણી અનુભવે છે. ગંભીર માંદગીએ આ કામ પૂરું થવા વિશે મોટો સંશય ઊભો કરેલો. એ સંશય આજે નિરવકાશ બન્યો એમાં જગત્રિયંતાની કૃપા જ રહેલી છે. એ કૃપાના અનુભવથી હૃદય આદ્ર બને છે. એ કૃપા વરસાવવામાં નિમિત્ત બનનાર ડૉ. પ્રવીણભાઈ ઓઝા આદિ ચિકિત્સકોનું પણ કૃતજ્ઞભાવે સ્મરણ થાય છે. આવા મહત્ત્વપૂર્ણ કાર્યમાં મને જોડીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે મને મોટી તક પૂરી પાડી છે. મારી સજ્જતા વધી છે, મારી શક્તિઓ કસાઈ છે અને મને હું ન ધાર્યું એવી પ્રતિષ્ઠા પણ મળી છે. વિદ્યાલયે મને પૂરી મોકળાશથી અને સ્વતંત્રતાથી કામ કરવા દીધું છે એ તો કેવી મોટી ચીજ છે એ આજે સમજાય છે. આ સંસ્થાનો મારા પર મોટો ઉપકાર છે. ડો. રમણલાલ શાહ વિદ્યાલયમાં આ યોજનાનો પ્રારંભ કરાવનાર હતા એ કેમ વીસરાય ? એમની મારા પ્રત્યેની નિર્વ્યાજ પ્રીતિ આજે પણ મને પુલકિત કરે છે. આ કામમાં ભાયાણીસાહેબે સતત મારી પડખે હોય એવો અનુભવ કરાવ્યો છે ને કીર્તિદાબહેને આરંભથી અંત સુધી મારો બોજ ઉઠાવ્યા કર્યો છે. બીજાં અનેકોનો પણ, જુદીજુદી કામગીરીઓમાં, સાથ મળતો રહ્યો છે. આ એક વિરલ ધન્યતાપ્રેરક અનુભવ છે. સંગત કાંતિલાલ કોરા, આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી, આચાર્યશ્રી શીલચન્દ્રસૂરિજી જેવી વ્યક્તિઓએ આ યોજનામાં હંમેશાં ઊંડો રસ લીધા કર્યો છે ને Page #7 -------------------------------------------------------------------------- ________________ મને પ્રોત્સાહિત કર્યો છે. મન આભારવશતાની લાગણીથી ભર્યુંભર્યું થઈ જાય છે. ડૉ. ભાયાણી, આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજી અને આચાર્ય શીલચન્દ્રજીએ ગ્રંથશ્રેણીની પૂર્ણાહુતિને વધાવતા પ્રેમભર્યાં શબ્દો લખી આપ્યા છે તે એક શુભાશીર્વાદ લેખે માથે ચડાવું છું. જૈન ગૂર્જર કવિઓ’ની આ શ્રેણીની અત્યંત ઉમળકાભરી સમીક્ષા કેટલીબધી થઈ છે ! એ સમીક્ષકોએ આ પ્રવૃત્તિની સાર્થકતા પ્રમાણી સંપાદકને ને પ્રકાશક સંસ્થાને ઘણું બળ પૂરું પાડ્યું છે. આ પ્રવૃત્તિને ઘણી પ્રસિદ્ધિ પણ આપી છે. વિક્રેતામિત્રોએ છેક સુધી સાથે રહી વિદ્યા પ્રત્યેની અને મારા પ્રત્યેની પ્રીતિનું એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઘટનાઓ પણ મારે માટે મૂલ્યવંતી છે. સૌ સમીક્ષકો ને વિક્રેતામિત્રો પ્રત્યે ઋણભાવ અનુભવ્યા વિના હું રહી શકતો નથી. અને જૈન ગૂર્જર કવિઓ'ના સર્જક મોહનલાલ દલીચંદ દેશાઈ ? એ પળેપળ મારી સામે રહ્યા છે, એમની સજ્જતા, એમનો પરિશ્રમ, એમની નિષ્ઠા એ બધાં મને પ્રભાવિત કરતાં રહ્યાં છે, એમની નરી નિઃસ્પૃહતાભરી વિદ્યાસેવાની ભાવનાને તો માથું નમે છે. એમની સમક્ષ મન નમ્રતાનો, અલ્પતાનો અનુભવ કરે છે અને એમના કાર્યની યત્કિંચિત્ પૂર્તિ કરવાનું મળતાં પિતૃતર્પણનો પુણ્ય ભાવ જાગે છે. છેલ્લા ત્રણ ભાગનું સુંદર ટાઇપસેટિંગ શારદા મુદ્રણાલયમાં થયું ને ભગવતી પ્રેસના ભીખાભાઈ પટેલ તો આ આખી ગ્રંથશ્રેણી સાથે સંકળાયેલા રહ્યા છે. એમનો પણ આભાર વ્યક્ત કર્યા વિના કેમ ચાલે ? ૧૦ ડિસેમ્બર ૧૯૯૬ - જયંત કોઠારી ' Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિના સંપ્રયોજકનું નિવેદન [પહેલા ભાગમાંથી * પ્રસ્તાવનામાં “જૂની ગુજરાતી ભાષાનો સંક્ષિપ્ત ઇતિહાસ એ નામનો નિબંધ લખીને મૂક્યો છે. તે લખવામાં સદ્દગત ચંદ્રસેન ગુલેરીજી એમ.એ.ના “પુરાની હિન્દી એ નામના નાગરી પ્રચારિણી પત્રિકા ભાગ ૨ના અંક ૧થી ૪માં આવેલ લેખો, દોધકવૃત્તિ (સંશોધક પ. ભગવાનદાસ હર્ષચંદ્ર, પ્રકા. હેમચંદ્રાચાર્ય ગ્રંથાવલી, પાટણ), સદૂગત પ્રો. ગુણેની ‘ભવિયત્ત-કહા' (ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ, નં. ૨૦) પરની અંગ્રેજી પ્રસ્તાવના તથા તેમના ઈ.સ.૧૯૨૨ના મેથી ઑક્ટોબરના વિવિધ જ્ઞાનવિસ્તારના અંકમાંના મરાઠી ભાષા સંબંધી લેખો, શ્રીયુત હીરાલાલ જૈનના બે લેખ નામે હિંદી માસિક મનોરમા (જુલાઈ ૧૯૨૪)માંનો “જૈન સાહિત્યમેં હિન્દીકી જડ' એ લેખ તેમજ અલ્હાબાદ યુનિવર્સિટી જર્નલમાંનો “અપભ્રંશ લિટરેચર' નામનો અંગ્રેજી લેખ (પૃ.૧પ૭થી ૧૮૪), “જૈન સાહિત્ય સંશોધક’માં શ્રીયુત નાથુરામજી પ્રેમીનો લેખ, સદૂગત ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલના લેખો તેમજ રાવબહાદુર પંડિત ગૌરીશંકર હીરાચંદ ઓઝાના “રજપૂતાનેકા ઇતિહાસ -- પહલા ખંડ’ વગેરેનો આધાર લઈ કેટલાકમાંથી અનુવાદ કરી, કેટલાકમાંથી સાર લઈ ઉપયુક્ત માહિતીઓ ૩૩૧ પારામાં એકત્રિત કરી છે. તો તે સર્વેનો હું પરમ ઋણી છું. આ નિબંધ સાત વિભાગ અને તેના ૩૬ પ્રકરણમાં વહેંચેલ છે અને તે “ગુજરાતી સાહિત્યના પાયા જૈનોએ નાખ્યા છે એ વસ્તુસ્થિતિ સબળ પ્રમાણથી પુરવાર કરશે અને તેમાંથી નવીન અભ્યાસીને ઘણું નવીન અને રસપ્રદ જાણવા જેવું મળી આવશે તો હું મારો પરિશ્રમ સફલ થયેલો માનીશ. આ નિબંધની વિષયસૂચિ વિષયાનુક્રમમાં મૂકી છે. મોહનલાલ દલીચંદ દેસાઈ મુંબઈ, ૨૬-૬-૧૯૨૬ જ્યેષ્ઠ વદ ૧, શનિવાર સં.૧૯૮૨ ૧. રા. શંકરભાઈ સોમાભાઈ પટેલ, સાબરમતી, ૫.૪ એ.પ-૬, પૃ. ૨૩૬. Page #9 -------------------------------------------------------------------------- ________________ સમુદ્ધારયજ્ઞની પૂર્ણાહુતિ મો. દ. દેશાઈના જૈન ગૂર્જર કવિઓ એ વિષયની દૃષ્ટિ તો તે પ્રાચીન ગુજરાતીની એક સવિસ્તર હસ્તપ્રતસૂચિ છે – જૈન હસ્તપ્રતભંડારોમાં તેમજ અન્યત્ર સંગ્રહાયેલી હસ્તપ્રતોની સૂચિ. પરંતુ તેની સાથે તેમણે સમગ્ર જૈન પરંપરા વિશે જે સંલગ્ન સાહિત્યિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સામગ્રી પણ એકત્રિત કરીને આપી છે અને જે ઉપયોગી પરિશિષ્ટો અને સૂચિઓ આપી છે તે જોતાં એ મહાગ્રંથને જૈન પરંપરાનાં અનેક પાસાંઓને લગતી માહિતીકોશ પણ ગણવો જ પડે. જેન પરંપરાનો સમગ્રદર્શી ઇતિહાસ તૈયાર કરવા માટેના કાચા માલનો એ અમૂલ્ય, અઢળક ખજાનો “જૈન ગૂર્જર કવિઓની ભૂમિકા અને પરિશિષ્ટો રૂપે આપેલ લખાણોને સુધારીમઠારીને ભાઈ જયંત કોઠારીએ (1) દેશીઓની સૂચિ અને કથાનામકોશ, (૨) ગુરુપટ્ટાવલીઓ અને રાજાવલી તથા (૩) જૂની ગુજરાતીની પૂર્વપરંપરાનો ઇતિહાસ – એમ ત્રણ ભાગમાં પ્રકાશિત કરવાનું કામ અહીં પાર પાડ્યું છે, અને એમ પોતાના સમુદ્ધારયજ્ઞની તેમણે પૂર્ણાહુતિ કરી છે. આ વિષયો જ એવા “માતબર’ છે કે તેમાં અત્યારે પ્રાપ્ત સામગ્રીની દષ્ટિએ, અદ્યાવલિ થયેલા સંશોધનકાર્યની દષ્ટિએ અને સંશોધનાપદ્ધતિની દષ્ટિએ તે પ્રત્યેકને અદ્યતન કક્ષાએ પહોંચાડવાનું કામ હવે પછી વર્ષોની નિષ્ણાત કોટિની મહેનત માગી લે તેમ છે. એ દષ્ટિએ જોતાં એ દિશાઓનું કામ હવે ઠીકઠીક કાળગ્રસ્ત ગણાય. પરંતુ જયંતભાઈએ તો એક શ્રાદ્ધતર્પણનું પવિત્ર કાર્ય કર્યું છે. દેશાઈએ આરંભેલાં કામો પૂરાં કરવાનો, વિદ્યાપૂર્વજોનું ઋણ ફેડવાનો ભાર આજની પેઢીને માથે છે. જયંતભાઈનો અસાધારણ પરિશ્રમ આવા અન્ય પૂર્વજો - ભગવાનલાલ ઈન્દ્રજી, હરગોવિંદદાસ શેઠ, ચી. ડા. દલાલ, મુનિ જિનવિજય, પુણ્યવિજયજી, મંજુલાલ મજમુદાર વગેરેએ સંશોધનક્ષેત્રે જે યોગદાન કર્યું છે તેનું સ્મરણ-મૂલ્યાંકન કરવા થોડાક જણને પણ નહીં પ્રેરે ? થોડીક સંસ્થાઓને પણ નહીં જગાડે ? તા.૯-૧૦-૧૯૯૬ હરિવલ્લભ ભાયાણી Page #10 -------------------------------------------------------------------------- ________________ અખંડ દીવાનો વિસ્તરતો ઉજાશ વિશાળ વ્યાપ ધરાવતા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન શ્રમણોના યોગદાનને એના સાચા પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવાનું પુણ્યકાર્ય શ્રી મોહનભાઈએ “જૈન ગૂર્જર કવિઓ'ના સંપાદન દ્વારા કર્યું છે. તેમણે તો એક વિદ્યાકાર્યનો અખંડ મહાયજ્ઞ જ માંડ્યો. જીવનને તે સત્કાર્યથી જ ઉજાળ્યું અને અમર બનાવ્યું. તેઓને જાણે પોતાનું જીવનકાર્ય જડી ગયું, અને તેને સંપૂર્ણ સમર્પિત થઈને તેઓએ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યના ઇતિહાસનો ખંડ દીવો પ્રગટાવ્યો. થોડા કાળમાં તેની શગ સંકોરવાની અને તેમાં ઘી પૂરવાની જરૂર પડી. તો શ્રી જયંતભાઈએ એ પુણ્યકાર્ય એમની આગવી કુશળતાથી એવી રીતે કર્યું કે દીવાની જ્યોત વધુ પ્રકાશમાન થઈ અને અજવાળું દૂર સુધી ફેલાવ્યું. ઉજાશ એવો તો પથરાયો કે તેમાં રહેલી ઝીણામાં ઝીણી વસ્તુ-વીગતો હસ્તામલકવતુ સ્પષ્ટ દેખાવા લાગી. જેમ કુશળ તંતુવાય બીજાના વસ્ત્રને એવી રીતે તૂણે કે જોનારને અસલ પોતમાં ઉમેરો ક્યાં થયો તે ન દેખાય તે રીતે જયંતભાઈએ મોહનભાઈની મૂળ સામગ્રીને સંમાજિત કરી આપી. જયંતભાઈને પણ પોતાના ઉત્તર જીવનને શણગારવાનું એક વિશેષ કાર્ય મળી ગયું, અને જીવલેણ માંદગીના બિછાનેથી આવા કામ કરવા માટે જે તેઓ જાણે બેઠા થયા. “જન ગૂર્જર કવિઓના જૂના ત્રણ ભાગ (ને ચાર ગ્રંથ) જોયા પછી નવા દશ ભાગને જોઈએ ત્યારે લાગે કે જયંતભાઈ મોહનભાઈના માનસપુત્ર છે. મોહનભાઈએ અહીં આવું શા માટે લખ્યું છે/હશે, આ વાત આ રીતે કેમ મૂકી છે, તે બધું જાણે કે જયંતભાઈએ પરકાયપ્રવેશની વિદ્યા સાધીને જાયું હોય એમ લાગે. મોહનભાઈનો આત્મા જ્યાં હશે ત્યાં, આ કામથી પ્રસન્ન થઈને શુભાશિષ વરસાવશે. પિતૃતર્પણનો આથી વધુ સારો પ્રકાર બીજો કયો હોઈ શકે ? જ્યારે તમે એક કામમાં સંપૂર્ણ તન્મય અને તદાકાર થાઓ છો ત્યારે તે કામ તમારી પાસે હૈયું ખોલીને વાત કરે છે. તમને તે કામથી આગળઆગળના કામની સૂઝ પણ પડતી જાય છે. વચ્ચેવચ્ચે તમારા કામનો તમને અંદરથી હોંકારોય મળતો રહે છે. ક્યારેક તો કોઈક કામ સુંદર રીતે પાર ઊતરે ત્યારે અંદરથી શાબાશી પણ સંભળાતી હોય છે. આવું બને તો જ માણસ આવા નીરસ લાગતા, માથાકૂટવાળા કામમાં વર્ષો વિતાવે અને છતાંયે રળિયાત બને, એવું આ કામ જોતાં લાગે છે. સંશોધનના કામમાં જયંતભાઈની સચ્ચાઈ, પ્રામાણિકતા, નિષ્ઠા – આ બધાં માટે તો એમના શત્રુ પણ કાન પકડે. નર્મદની જેમ જયંતભાઈ પણ કહી શકે તેમ છે : “વીર સત્ય ને નેક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી.” આવાં કામોને શકવર્તી કામ કહેવાય. તેને કાળનો કાટ લાગતો નથી. તેમાં હજુ ઉમેરવાનું અન્ય કોઈના હાથે બનશે પરંતુ તેને કોરાણે મૂકવાનું નહીં બને. જેને મધ્યકાલીન સાહિત્યમાં કશુંય જોવું હશે, નોંધવું હશે, કામ કરવું હશે તેને આના વિના નહીં જ ચાલે તેવું આ કામ બન્યું છે. આવાં ઘણાં કામો આદર્યા અધૂરાં રહે છે પણ આ તો આદરીને તેને પરિપૂર્ણ કર્યું છે, કહો કે એક તપ પૂર્ણ થયું. આમેય દશ ભાગમાં દશ વર્ષથી વધુ સમય વીત્યો છે. બાર વર્ષને તપ કહેવાય. આનો ઓચ્છવ કરીએ. Page #11 -------------------------------------------------------------------------- ________________ હજુ પણ એક શેષ કાર્ય છે. મોહનભાઈએ જૈન સાહિત્યનો જે સંક્ષિપ્ત ઇતિહાસ કર્યો છે તેની સંવર્ધિત આવૃત્તિ ન થાય તોપણ તેનું પુનર્મુદ્રણ તો અતિ આવશ્યક છે જ, જેથી વિદ્વાનોની આવતી કાલની પેઢીના હાથમાં આ જણસ’ પહોંચે. એથી પણ સાહિત્યની મોટી સેવા થશે; મોહનભાઈને પૂર્ણ અંજલિ આપી ગણાશે. જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસના પુનઃસંપાદન અને પ્રકાશન માટે જે કાંઈ સહયોગ જોઈતો હશે એ આપવા હું વચનબદ્ધ થાઉં છું. આમેય હું જયંતભાઈ સાથે સ્નેહબદ્ધ તો છું જ. આ ધૂળધોયાના કામને સમજનારા, પોંખનારા ઓછા જ હોય છે પણ આમાં લાલ લીટી ‘ઓછા’ શબ્દ નીચે નહીં પણ ‘હોય છે’ની નીચે મૂકીને મારા હૈયાનો આનંદ પ્રકટ કરું છું. પ્રદ્યુમ્નસૂરિ સૂરત દીપોત્સવ, વિ.સં.૨૦૫૨ 10 Page #12 -------------------------------------------------------------------------- ________________ કાળજયી સાહિત્યકૃતિના પુનરુદ્ધારકનું અભિવાદન સાહિત્ય, ઇતિહાસ, હસ્તપ્રતો, સંશોધન આ બધા વિષયોમાં ચૌદ-પંદર વર્ષની વયથી જ રસ પડવા માંડ્યો હતો. તેનું કારણ અમદાવાદની શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળાના વિરાટ ગ્રંથસંગ્રહની વચમાં સળંગ આઠેક વર્ષ સુધી રહેવાની ને અધ્યયન કરવાની વિરલ તક મને મળી.તે હતું. પહેલાં અધ્યયનના મિષે, ને પછી તો “પુસ્તજી ણ્ડિતો વે'' એવી મનમાં બાઝેલી ગ્રંથિને કારણે, નિત્ય નવાં પુસ્તકોનું અવલોકન સમજાય કે ના સમચજાય તોપણ - કર્યા કરું; તો હસ્તલિખિત પાનાં હાથમાં આવે ત્યારે રસપૂર્વક તેમાંથી કાંઈક જડે/જડશે તેવી લાલસાથી ખણખોદ કર્યાં કરું. એ ખણખોદમાં સહાયક ગ્રંથો તે સમયે મુખ્યત્વે બે ઃ ૧. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૨. જૈન પરંપરાનો ઇતિહાસ. એમાં પણ કોઈ કૃતિ કે તેના કર્તા કે તેના સમય વિશે અધિકૃત માહિતી માટે પહેલાં જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' પાસે જવું પડતું ને પછી તેની વિશેષ કે પૂરક માહિતી માટે જૈન પરંપરાના ઇતિહાસ'ની જરૂર મુજબ મદદ લેવાતી. તે સમયે જ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'ના કર્તા મોહનલાલ દલીચંદ દેશાઈ વિશે મનમાં એક આદરની, બલ્કે અહોભાવની સઘન ભાવના ઊગી ગયેલી. મનમાં વખતોવખત થતું : સાવ ટાંચાં સાધનોમાં આ વ્યક્તિએ કેવું ગંજાવર અને તે પણ સુગ્રથિત કામ કર્યું છે ! એ સાથે જ મનમાં વિસ્મય પણ ઊગતું ઃ આવું કામ આ માણસે એકલા હાથે શી રીતે કર્યું હશે ? - પછીનાં વર્ષોમાં મુંબઈ, પૂના તથા ગુજરાતનાં અન્યાન્ય સ્થળોમાં હસ્તપ્રત ભંડારોનું અવલોકન કરવાનો જ્યારેજ્યારે મોકો મળેલો ત્યારેત્યારે લગભગ તે દરેક ભંડારની ગુજરાતી ભાષાની હસ્તપ્રતોના રેપર ઉપર મોહનલાલ દલીચંદ દેશાઈના હસ્તાક્ષરો ને પ્રતના અંતભાગમાં કૃતિ કે તેના કર્તાનાં નામો આવે ત્યાં ઘેરી ભૂરી કે જાંબલી શાહીથી કરેલ અન્ડરલાઇન જોવા અચૂક મળે. ક્યારેક તો મનમાં પાકો વિશ્વાસ હોય કે આ સંગ્રહ તો મોહનલાલ દલીચંદ દેશાઈની નજરમાં કે જાણમાં નહીં જ આવ્યો હોય. પણ તેવા સંગ્રહગત પ્રતોમાં પણ તેમની ઉપરોક્ત ખૂબી જોવા મળતી જ, અને ત્યારે મન આશ્ચર્ય તેમજ રોમાંચથી છલકાઈ જતું. ‘જૈન ગૂર્જર કવિઓ’ની જૂની આવૃત્તિનો સમાગમ તો ત્યાર પછી ઘણાં વર્ષે થયો, ને જે થયો તે પણ અત્યલ્પ જ ગણાય. તે પછી મેં એક ઠેકાણે લખેલું કે “મો. દ. દેશાઈ એ one man university છે.” આમાં કહેવાનો આશય એટલો જ કે જે કાર્ય, આજની સાધનસામગ્રીથી સભર પરિસ્થિતિમાં પણ, એક આખી સંસ્થા કે વિશ્વવિદ્યાલય જ કરી શકે, તેવું કાર્ય ટાંચાં લગભગ નગણ્ય સાધનો દ્વારા આ વ્યક્તિએ એકલા હાથે કરી બતાવ્યું છે. - ગુણવત્તા ધરાવતું કોઈપણ સર્જનાત્મક કાર્ય, જો તે ચિરંજીવ બનવાની ક્ષમતા હોય તો તેને, યોગ્ય અવસરે, જીર્ણોદ્ધારની કે પુનગ્રંથનની ગરજ રહે જ છે. મંદિરોના કે ભવ્ય ઇમારતોના જીર્ણોદ્ધાર જો આવશ્યક મનાતા હોય તો સાહિત્યક્ષેત્રની કાળજયી Page #13 -------------------------------------------------------------------------- ________________ કૃતિઓના પણ જીર્ણોદ્ધાર શા માટે આવશ્યક ન ગણાય ? તેમાંય એ કૃતિ જો સંદર્ભગ્રંથ હોય તો તો તેનો પુનરુદ્ધાર, બદલાઈ ગયેલા સાહિત્યિક વાતાવરણના સંદર્ભમાં, થાય તે સર્વથા ઉચિત – અપેક્ષિત જ ગણાય. પરંતુ આવા સર્જનાત્મક કાર્યનો પુનરુદ્ધાર એવી યોગ્ય વ્યક્તિના હાથે કે નજર નીચે થવો જોઈએ કે જે વ્યક્તિની ક્ષમતા તે કાર્યના મૂળ સર્જકની ક્ષમતાની બરોબરીમાં ઊભી રહી શકે તેવી હોય. વળી, બદલાયેલા સાહિત્યિક પરિવેશનો પૂરેપૂરો લાભ ઉઠાવી તે મૂળ સર્જનને વધુ તાર્કિક, વધુ વાસ્તવિક અને વધુ સંમાર્જિત રૂપમાં મૂકી આપવાની સજ્જતા ને દષ્ટિ જેનામાં હોય તે જ આવા પુનરુદ્ધાર માટે સમર્થ અને યોગ્ય વ્યક્તિ ગણાય. મો. દ. દેશાઈના અમર સંદર્ભગ્રંથો “જૈન ગૂર્જર કવિઓ'નું એ સદ્ભાગ્ય જ ગણાય કે તે ગ્રંથોને, ઉપર વર્ણવી છે તેવી ક્ષમતા તથા સજ્જતા ધરાવનાર અનુસર્જક સાંપડ્યા – શ્રી જયંતભાઈ કોઠારીના રૂપમાં. “જન ગૂર્જર કવિઓના નવા સંપાદનના પૂર્વપ્રકાશિત ૭ ગ્રંથો અને અવશિષ્ટ રહેલા ૩ ગ્રંથો – એમ દશ ગ્રંથોનું જરા નિરાંતે અવલોકન કરીએ તો જયંતભાઈની શોધક દષ્ટિ, ચીવટ, અને હાથમાં લીધેલા કાર્યના એકાદ અક્ષરને પણ અન્યાય ન થઈ જાય તે માટેની સક્ષમ જાગૃતિ, તેમાં અક્ષર-અક્ષરે જોવા મળશે. આપણે ત્યાં સાહિત્યજગતમાં માનસપુત્ર કે માનસશિષ્યનો એક ખ્યાલ પ્રચલિત છે. જોકે આ ખ્યાલને કારણે ઘણા સારા ગણાતા સાહિત્યિકો પોતે જેને કોઈ રીતે આંબી શકે તેમ ન હોય તેવી મૂર્ધન્ય વિભૂતિઓના પોતે માનસપુત્ર હોવાની ભ્રમણામાં રાચ્યા હોય તેવું બન્યું છે. આ સંજોગોમાં, જયંતભાઈને મો. દ. દેશાઈના માનસપુત્ર તરીકે ઓળખાવવાનું હું ઉચિત નહીં ગણું, તેમ પસંદ પણ નહીં કરું. પરંતુ “જૈન ગૂર્જર કવિઓના અનુસર્જનના કાર્યના સંદર્ભમાં એટલું તો અવશ્ય કહીશ કે જયંતભાઈ એ મો. દ. દેશાઈના યોગ્યતમ ઉત્તરાધિકારી છે. જૈન સમાજને યાદ કરીને હું અહીં ઉમેરીશ કે મો. દ. દેશાઈ જેવા પોતાના મૂર્ધન્ય અને બહુશ્રુત જૈન વિદ્વાનને તથા તેના શકવર્તી સર્જન-સંશોધનકાર્યને જેન સમાજ લગભગ ભૂલી ગયો હતો તેવે ટાણે જયંતભાઈએ આ ગ્રંથશ્રેણીના પુનરુદ્ધાર દ્વારા સર્જક તથા સર્જનની પુનઃપ્રતિષ્ઠા કરી છે અને દાયકાઓ સુધી આપણે આ સર્જનને તથા સર્જકને ભૂલીએ નહીં તેવી યોજના કરી આપી છે તે બદલ સમગ્ર જૈન સમાજે જયંતભાઈને વધાવવા જોઈએ. જો મને જૈન સમાજ વતી કહેવાનો હક મળતો હોય તો હું કહીશ કે જયંતભાઈ, જેમ મો. દ. દેશાઈને અને “જૈન ગૂર્જર કવિઓ'ને અમે નહીં ભૂલીએ, તેમ તમને - તમારા આ પુનઃસર્જનને પણ અમે કદી ભૂલીશું નહીં. અને છેલ્લે, આ બૃહત્ કાર્ય સાવંત પાર પાડવાનું બીડું ઝડપીને મો. દ. દેશાઈનું સુયોગ્ય તર્પણ કરનાર સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પણ, અહીં જ, પૂરા આદર સાથે શતશઃ ધન્યવાદ આપવા ઘટે. શત્રુંજી ડેમ તીર્થ શીલચંદ્રસૂરિ તા.૬-૧૨-૧૯૯૬ Page #14 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ પેિટાવિષયનિર્દેશ પૂર્વેના આંકડા ફકરાઓના ક્રમાંક દર્શાવે છે.] જૂની ગુજરાતી ભાષાની પૂર્વપરંપરા અને અપભ્રંશનો ઇતિહાસ પૃ.૧૨૧૩ વિભાગ ૧ : ભાષાઓ પૃ.૩–૨૪ પ્રકરણ ૧ : સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ પૃ.૩–૧૪ • ૧-૪ સ્વાભાવિક ભાષાપ્રવાહો પૃ.૩-૪ • ૫-૬ જૈન સૂત્રોની ભાષા પૃ.૪-૫ • ૭-૮ પ્રાકૃત ભાષાઓ પૃ.પ • ૯-૧૩ પ્રાકૃત કવિતાનું ઊંચું આસન પૃ.૫-૮ • ૧૪-૧૫ શૌરસેની અને પૈચાશી (ભૂતભાષા) પૃ.૮-૯ ૦ ૧૬-૩૪ અપભ્રંશ અને જૂની હિંદી-ગુજરાતી પૃ.૯-૧૪ પ્રકરણ ૨ : પ્રાકૃત પ્રત્યે જૈનોની રુચિ અને અપભ્રંશની વિશેષતાઓ • ૩૫-૩૭ પ્રાકૃત પ્રત્યે જૈનોની રુચિ પૃ.૧૫-૧૭ • ૩૮-૩૯ અપભ્રંશની વિશેષતાઓ પૃ.૧૭–૧૯ પ્રકરણ ૩ : અપભ્રંશ અને તેની જીવંતતા પૃ.૧૯–૨૪ • ૪૦-૪૨ અપભ્રંશ પૃ.૧૯–૨૦ · પૃ.૧૫-૧૯ ૪૩-૫૧ અપભ્રંશની જીવંતતા પૃ.૨૧-૨૪ વિભાગ ૨ : અપભ્રંશ સાહિત્ય પૃ.૨૫–૭૬ પ્રકરણ ૧ : દશમી સદી સુધીનું અપભ્રંશ સાહિત્ય પૃ.૨૫-૩૧ • ૫૨-૫૩ હમણાં સુધી મળતું સાહિત્ય પૃ.૨૫ ૦ ૫૪-૫૭ આઠમીથી દશમી સદી વચ્ચેનું સાહિત્ય પૃ.૨૪-૨૮ • ૫૮-૬૨ દશમી સદીનું સાહિત્ય પૃ.૨૮-૩૧ પ્રકરણ ૨ : અગિયારમી સદીનું અપભ્રંશ સાહિત્ય પૃ.૩૨-૪૧ પ્રકરણ ૩ : બારમી સદીનું અપભ્રંશ સાહિત્ય પૃ.૪૧–૫૦ · પ્રકરણ ૪ ઃ તેરમી, ચૌદમી અને પંદરમી સદીનું અપભ્રંશ સાહિત્ય પૃ.૫૦-૬૫ ૧૦૫–૧૩૩ક તેરમી સદીનું અપભ્રંશ સાહિત્ય પૃ.૫૦-૬૩ ૧૩૪-૧૩૫ક ચૌદમા શતકનું અપભ્રંશ સાહિત્ય પૃ.૬૩-૬૪ ૧૩૬-૧૩૭ગ પંદરમી સદીનું સાહિત્ય પૃ.૬૪-૬૫ અનિર્ણીત સમયની નાની કૃતિઓ પૃ.૬૫ પ્રકરણ ૫ : સોળમી સદીનું અપભ્રંશ સાહિત્ય પૃ.૬૫-૭૬ ૦ ૧૬૫ જૈનોનો ફાળો અને હજુ અપ્રસિદ્ધ સાહિત્ય પૃ.૭૫-૭૬ ૧૩૮–૧૩૯ • વિભાગ ૩ : હૈમયુગ પૃ.૭૭-૧૨૩ પ્રકરણ ૧ : હેમચન્દ્રજીનું વ્યાકરણ પૃ.૭૭-૮૩ • ૧૬૫ પાણિનિનું વ્યાકરણ પૃ.૭૭ ૦ ૧૬૬-૧૭૪ હેમચંદ્રનું વ્યાકરણ પૃ.૭૭-૮૩ · Page #15 -------------------------------------------------------------------------- ________________ 14 પ્રકરણ ૨ : “દેશીનામમાલા” અને “કુમારપાલચરિત” પૃ.૮૩-૮૮ • ૧૭૫-૧૭૬ દેશીનામમાલા પૃ.૮૩-૮૬ • ૧૭૭–૧૭૯ કુમારપાલચરિત પૃ.૮૬-૮૮ પ્રકરણ ૩ : હેમચન્દ્રજીનું જીવનચરિત અને કાર્ય પૃ.૮૮–૯૦ • ૧૮૦-૧૮૩ ટૂંક પરિચય અને ગ્રંથો પૃ.૮૮-૮૯ • ૧૮૪ “સિદ્ધહેમ' વ્યાકરણની રચના પૃ.૮૯-૯૦ પ્રકરણ ૪: હેમચંદ્ર અને દેશી પૃ.૯૦-૯૫ • ૧૮૫-૧૮૭ સંસ્કૃત, પ્રાકૃત અને દેશી પૃ.૯૦-૯૨ • ૧૮૮-૧૯ર દેશીનામમાલાની યોજના પૃ.૯૨-૯૪ • ૧૯૩–૧૯૫ હેમચંદ્રીય અપભ્રંશ અને અપભ્રંશભેદો પૃ.૯૪-૯૫ • ૧૯૬ હેમચંદ્ર પછીની સ્થિતિ પૃ.૯૫ પ્રકરણ ૫ : “કુમારપાલચરિતનાં અપભ્રંશ પદ્યો પૃ.૯૫–૯૭ પ્રકરણ ૬થી ૮ : હેમચંદ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો પૃ.૯૭–૧૨૧ પ્રકરણ ૯ : વામ્ભટ્ટનું ભાષાસંબંધે વક્તવ્ય પૃ.૧૨૧–૧૨૩ વિભાગ ૪ : સોમપ્રભાચાર્યનો “કુમારપાલપ્રતિબોધ' પૃ.૧૨૪–૧૫૦ - પ્રકરણ ૧ : સોમપ્રભસૂરિ પૃ.૧૨૪-૧૨૫ પ્રકરણ ૨ : કુમારપાલપ્રતિબોધ'માંનો ઇતિહાસ અને જૈનકથાઓ પૃ.૧૨૬-૧૨૯ પ્રકરણ ૩ : ‘કુમારપાલપ્રતિબોધ'ની રચના પૃ.૧૨૯-૧૩૫ પ્રકરણ ૪ : સોમપ્રભાચાર્યે અવતારેલ અપભ્રંશ ઉદાહરણો પૃ.૧૩પ-૧૪૪ પ્રકરણ ૫ : સોમપ્રભ અને સિદ્ધપાલે રચેલી કવિતા પૃ.૧૪૪–૧૫૦ વિભાગ ૫ : મેરૂતુંગસૂરિનો “પ્રબંધચિંતામણિ' પૃ.૧પ૧–૧૮૫ પ્રકરણ ૧ : “પ્રબંધચિંતામણિ' પૃ.૧૫૧–૧પર પ્રકરણ ૨ : તે સમયની જૈન સંસ્કૃત પૃ.૧પ-૧૫૭ પ્રકરણ ૩ અને ૪ : “પ્રબંધચિંતામણિમાંથી ઉદાહરણો પૃ.૧પ૭–૧૭૪ પ્રકરણ ૫ : પ્રાચીન ગુજરાતી સુભાષિતો પૃ.૧૭૪–૧૮૫ વિભાગ ૬ : અપભ્રંશ સંબંધી કેટલીક હકીકતો પૃ.૧૮૬-૨૦૨ પ્રકરણ ૧થી ૩ : અપભ્રંશ સંબંધી પ્રાચીન ઉલ્લેખો પૃ.૧૮૬-૧૯૮ પ્રકરણ ૪ : અપભ્રંશનો સમય પૃ.૧૯૮-૧૯૯ પ્રકરણ ૫ : અપભ્રંશ અને આભીરનો દેશાનદેશ વિહાર પૃ.૧૯૯-૨૦૨ વિભાગ ૭ : જૂની ગુજરાતી સંબંધી કેટલીક હકીકતો પૃ.૨૦૩-૨૧૩ પ્રકરણ ૧ : ગુર્જરો અને ગુર્જર દેશ પૃ. ૨૦૩–૨૦૬ પ્રકરણ ૨ : પૂર્વની ભાષાઓ મરીને આપણી દેશી ભાષાઓ નવી બની નથી પૃ.૨૦૭–૨૧૦ પ્રકરણ ૩ : ગુજરાતી એક સાહિત્યભાષા પૃ.૨૧૦–૨૧૩ નામોની વર્ણાનુક્રમણી પૃ. ૨૧૪-૨૨૬ WWW.jainelibrary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ જૂની ગુજરાતી ભાષાની પૂર્વપરંપરા અને અપભ્રંશનો ઇતિહાસ Page #17 -------------------------------------------------------------------------- ________________ [આ વિષયના પ્રાસ્તાવિક માટે જુઓ ગ્રંથારંભે પહેલી આવૃત્તિના સંપ્રયોજક તથા બીજી આવૃત્તિના સંપાદકનાં નિવેદનો.] Page #18 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૧ : ભાષાઓ પ્રકરણ ૧ : સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ સ્વાભાવિક ભાષાપ્રવાહો ૧. આ આર્યાવર્તમાં જૂનામાં જૂનું સાહિત્ય જે ભાષામાં મળે છે તેને “સંસ્કૃત” ભાષા કહેવામાં આવે છે. તે નામના અર્થ પરથી જ જણાય છે કે આર્યોની મૂલ ભાષા તે નથી, પણ તે તો શુદ્ધ કરેલી - સુધારેલી ભાષા છે. કેટલાં હજારો વર્ષ વીતી ગયા પછી કોણે તેને સુધારી આ સ્વરૂપમાં મૂકી તે જાણવાનાં સાધનો બચી શક્યાં નથી. એમ સમજો કે ગંગાની નહેર બાંધી તેમાં બધું પાણી ભરવામાં આવ્યું છે, તેના કિનારા સરખા છે, તે પર હરિયાલી અને વૃક્ષ રહેલ છે, પ્રવાહ નિયમિત છે. કોઈ નાનામોટા કિનારાવાળી, નાનીમોટી, પથ્થરવાળી કે રેતાળ જમીન પર વહેતી નદીઓનું પાણી એક તરફ વાળી આ નહેર બનાવવામાં આવી અને તે સમયના સનાતન-ભાષા-પ્રેમીઓએ જૂની નદીઓનો પ્રવાહ “અવિચ્છિન્ન” રાખવા માટે કંઈ પણ કોઈ જાતનું આંદોલન કર્યું કે નહીં તે આપણે જાણી શકતા નથી. હમેશાં આ “સંસ્કૃત' નહેરને જોતાં જોતાં આપણે અસંસ્કૃત” યા સ્વાભાવિક, પ્રાકૃતિક નદીઓને ભૂલી ગયા, અને જ્યારે પુનઃ નહેરનું પાણી આગળ સ્વચ્છંદી બની સમતલ બાંધેલા કિનારાને છોડી જલસ્વભાવે ક્યાંહી વાંકું, ક્યાંહી સીધું, ક્યાંહી ગંદું, ક્યાંક સ્વચ્છ, ક્યાંક પથ્થરવાળી, ક્યાંક રેતાળ ભૂમિ પર અને ક્યાંક જૂના સૂકા માર્ગો પર પ્રાકૃતિક રીતિથી વહેવા લાગ્યું ત્યારે આપણે એવું કહેવા લાગ્યા કે નહેરથી નદી બની છે, નહેર પ્રકૃતિ છે અને નદી વિકૃત છે. દિષ્ટાંત તરીકે હેમચન્દ્રસૂરિએ પોતાના પ્રાકૃત વ્યાકરણનો આરંભ જ એ રીતે કર્યો છે કે સંસ્કૃત પ્રકૃતિ છે, તેમાંથી ઉત્પન્ન થઈ તેથી પ્રાકૃત કહેવાણી; પણ એ એમ ન કહેવા લાગ્યા કે નદી હવે સુધારકોના હાથમાંથી છૂટી ફરીથી સનાતન માર્ગ પર આવી છે. ૨. આ પ્રમાણે વેદ યા છંદસૂની ભાષાનું જેટલું સરખાપણું જૂની પ્રાકૃત સાથે છે તેટલું સંસ્કૃત સાથે નથી. સંસ્કૃતમાં ગાળેલું પાણી લેવામાં આવ્યું છે. પ્રાકૃતિક પ્રવાહનો માર્ગક્રમાંક આ છે : (૧) મૂલભાષા, (૨) છંદસૂની ભાષા, (૩) પ્રાકૃત, (૪) સંસ્કૃત, (૫) અપભ્રંશ. સંસ્કૃત અજર અમર તો થઈ, પણ તેનો વંશ ન ચાલ્યો. તે કલમી ઝાડ હતું. ખરું કે તેની સંપત્તિથી પ્રાકૃત અને અપભ્રંશ અને પછી હિન્દી, ગુજરાતી, મરાઠી ભાષાઓ પુષ્ટ થતી ગઈ. તેમણે કોઈકોઈ સમયે તેની ભેટનો સ્વીકાર કર્યો. ૩. વૈદિક (છંદની) ભાષાનો પ્રવાહ પ્રાકૃતમાં વહેતો ગયો અને સંસ્કૃતમાં બંધાઈ ગયો. આનાં કેટલાંક ઉદાહરણ છે : (૧) વેદમાં ‘દેવા?’ અને ‘દેવાસ” એમ બંને રૂપો છે, સંસ્કૃતમાં કેવલ ‘દેવાઃ' એ રૂપ રહ્યું છે જ્યારે પ્રાકૃત આદિમાં ‘દેવાસ માંનો “આસસ્ (બીજો “જ) પ્રત્યયનો વંશ “આઓ' આદિમાં ચાલ્યો. Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ (૨) દેવૈ ની જગ્યાએ “દેવેભિઃ” (“અધરહિં) કહેવાની સ્વતંત્રતા પ્રાકૃતને રિફ્યક્રમમાં [વારસામાં] મળી, સંસ્કૃતને નહીં. (૩) સંસ્કૃતમાં અધિકરણનો સ્મિ' સર્વનામમાં જ બંધાઈ ગયો, પરંતુ પ્રાકૃતમાં “મિ', “ન્ડિ’ થતાં થતાં હિન્દીના “મેં', ગુજરાતીના “માં” સુધી પહોંચી ગયો. (૪) વૈદિક ભાષામાં છઠ્ઠી યા ચોથીનો યથેચ્છ પ્રયોગ કરવાની સ્વતંત્રતા હતી, તે પ્રાકૃતમાં આવી ચોથી વિભક્તિને જ ઉડાવી ગઈ, કિંતુ સંસ્કૃતમાં બંને, પાણી ઊતરી જતાં ચઢાણ પર ચીટકી રહે તેમ રહી ગઈ. (૫) વૈદિક ભાષાના ‘વ્યત્યય’ અને ‘બાહુક' પ્રાકૃતમાં જીવિત રહ્યા અને પરિણામ એ આવ્યું કે અપભ્રંશમાં એક વિભક્તિ “હ” હું ઘણા કારકો તરીકે વપેરાઈ, સંસ્કૃતની પેઠે જરાય પિટાઈ નહીં. (૬) સંસ્કૃતમાં પૂર્વકાલિકનો એક “વા” જ રહી ગયો, અને ‘ય’ નીકળી ગયો, અહીં પ્રાકૃતમાં “ત્વાન અને વાય’ અને ‘ય’ સ્વતંત્રતાથી આગળ વધતા ગયા, વપરાતા ગયા. (આગળ જુઓ). (૭) ક્રિયાર્થી ક્રિયા (ઇન્ફિનિટિવ ઑવ્ પર્પઝ)નાં કેટલાંક રૂપો (જે ધાતુજ શબ્દોનાં બીજી, છઠ્ઠી યા ચોથીનાં રૂપ છે તેમાંથી સંસ્કૃતને ભાગે ‘તુમ' એકલું જ આવ્યું જ્યારે પ્રાકૃતમાં બીજાં ઘણાં રૂપ આવ્યાં. (૮) “ફ” ધાતુનો અનુપ્રયોગ સંસ્કૃતમાં કેવલ કંઈ લાંબા ધાતુઓના પરોક્ષ ભૂતમાં રહ્યો, છંદની ભાષામાં બીજી જગ્યાએ પણ હતો, કિંતુ અનુપ્રયોગનો સિદ્ધાંત અપભ્રંશ અને હિન્દી-ગુજરાતી આદિ ભાષા સુધી પહોંચ્યો. આ વિષય વિશેષ વધારી ઉદાહરણો સાથે લખી બતાવવાની જરૂર છે. અત્યારે ટૂંકમાં તેનો ઉલ્લેખ કર્યો છે. ૪. અકૃત્રિમ – સ્વાભાવિક ભાષાપ્રવાહમાં (૧) છંદસૂની ભાષા (૨) જૈન સૂત્રોની માગધી (૩) બૌદ્ધ ગ્રંથોની પાલી (૪) અશોકની ધર્મલિપિઓની ભાષા (૫) લલિતવિસ્તરની ગાથા યા ગડબડી સંસ્કૃત અને (૬) ખરોષ્ઠી અને પ્રાકૃત શિલાલેખો તથા સિક્કાઓની અનિર્દિષ્ટ પ્રાકૃત – આ જ પુરાણા નમૂના છે. | વિદિક ભાષા સંસ્કૃત કરતાં પ્રાકૃતની વધુ નજીક છે એ મત હવે સ્વીકાર્ય રહ્યો નથી.] જૈન સૂત્રોની ભાષા ૫. માગધી યા અર્ધમાગધી કહેવાય છે, તેને આર્ષ પ્રાકૃત પણ કહેવામાં આવે છે. પછીથી પ્રાકૃત–વૈયાકરણીઓએ માગધી, અર્ધમાગધી, પૈશાચી, શૌરસેની, મહારાષ્ટ્રી આદિ દેશભેદ અનુસાર પ્રાકૃત ભાષાના ભેદ કર્યા, કિંતુ માગધીવાલા કહે છે કે માગધી મૂલ ભાષા છે કે જેને પ્રથમ કલ્પના મનુષ્ય, દેવ અને બ્રાહ્મણ બોલતા હતા. [માગધી મૂળ પ્રાકૃત એમ શ્વેતાંબરો કહે છે તો શૌરસેની મૂળ પ્રાકૃત એમ દિગંબરો કહે છે.] ૬. હેમચન્દ્રાચાર્યે “જિણિન્દાણ વાણી' – જિનેન્દ્રોની વાણીને ઉદેશીનામમાલાના આરંભમાં “અસેસ ભાસ પરિણામિણી એ વિશેષણ આપી વંદના કરતાં એવું અવતરણ આપ્યું છે કે : Page #20 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ દેવા દૈવીં નરા નારી શબરાશ્ચાપિ શાબરીમ્ । તિર્યંચોડપિ હિ તૈરશ્રીં મેનિરે ભગવદ્બિરમ્ ।। પ્રાકૃતનાં વ્યાકરણો ૭. બૌદ્ધ ભાષાએ સંસ્કૃતનો અધિક આશ્રય લીધેલ છે, સિક્કાઓ તથા લેખોની ભાષા પણ તેવી છે. શુદ્ધ પ્રાકૃતના નમૂના જૈન સૂત્રોમાં મળે છે. અહીં બે વાત બીજી ધ્યાનમાં રાખવાની છે : (૧) એક તો જે કોઈએ પ્રાકૃતનું વ્યાકરણ બનાવ્યું, તેણે પ્રાકૃતને ભાષા સમજીને વ્યાકરણ નથી લખ્યું. સામાન્ય વાતો જેવી કે પ્રાકૃતમાં દ્વિવચન અને ચોથી વિભક્તિ નથી, એ વાત એક બાજુ પર રાખીએ તો બધાં પ્રાકૃત વ્યાકરણો કેવલ સંસ્કૃત શબ્દોના ઉચ્ચારણમાં શું-શું ફેરફાર થાય છે તેની પરિસંખ્યા સૂચિ માત્ર રૂપે છે. (૨) બીજી વાત એ છે સંસ્કૃત નાટકોની પ્રાકૃતને શુદ્ધ પ્રાકૃતના નમૂના ગણવા ઉચિત નથી. તે તો પંડિતાઈભરેલી યા નકલી યા બનાવેલી પ્રાકૃત છે, કે જે સંસ્કૃતમાં મુસદ્દો બનાવી પ્રાકૃત વ્યાકરણના નિયમો પ્રમાણે ‘ત’ની જગ્યાએ ‘ય’, અને ‘ક્ષ’ની જગ્યાએ ‘ખ’ એમ મૂકીને સંચામાં વસ્તુ બન્દે તેમ બનાવવામાં આવી છે. એટલેકે સંસ્કૃતનું રૂપાંતર કરી મૂકેલી છે, [એ અસલ] પ્રાકૃત ભાષા નથી. અલબત્ત, ભાસનાં નાટકોની પ્રાકૃત શુદ્ધ માગધી છે. જૂના કાળની પ્રાકૃતની રચના, દેશભેદ નિયત થઈ જવાથી કાં તો માગધીમાં પરિણમી યા કાં તો મહારાષ્ટ્રી પ્રાકૃતમાં. શૌરસેની, પૈશાચી આદિ કેવલ ભાષામાં વિરલ દેશભેદમાત્ર રૂપે રહી ગઈ એવું, તે ભાષા પર પ્રાકૃત વ્યાકરણોમાં કેટલું થોડું ધ્યાન દેવામાં આવ્યું છે તે પરથી સિદ્ધ થાય છે. માગધી-અર્ધમાગધી તો આર્ષ પ્રાકૃત બની જૈન સૂત્રોમાં જ બંધ થઈ ગઈ, તે પણ એક જાતની છંદની ભાષા બની ગઈ. ૫ ૮. પ્રાકૃત વ્યાકરણોએ મહારાષ્ટ્રીનું પૂરી રીતે વિવેચન કરીને તેને આધાર રૂપે માની. શૌરસેની આદિના અંતરને તેમણે અપવાદો રૂપે જણાવેલ છે. આનો અર્થ એ કે દેશભેદથી કેટલીક પ્રાકૃત થવા છતાં પણ પ્રાકૃત સાહિત્યની પ્રાકૃત એક જ હતી. જે પદ પહેલાં માગધીનું હતું તે મહારાષ્ટ્રીને મળ્યું. આ પરમપ્રાકૃત અને સૂક્તિરત્નોનો સાગર કહેવાઈ. રાજાઓએ તેની કદર કરી. હાલે (સાતવાહને) તેના કવિઓની ચૂંટેલી રચનાઓ એકત્ર કરી ‘સતસઈ’ (ગાથાસપ્તશતી) બનાવી, પ્રવસેને ‘સેતુબંધ’ કરી પોતાની કીર્તિ તે દ્વારા સાગરની પેલે પાર પહોંચાડી, વાતિએ તે ભાષામાં ‘ગૌડવધ’ બનાવ્યો, પરંતુ આ સર્વ પંડિતી પ્રાકૃત થઈ, વ્યવહારની નહીં. જૈનોએ તેને ધર્મભાષા માની તેનું સ્વતંત્ર અનુશીલન કર્યું અને માગધીની પેઠે મહારાષ્ટ્રી પણ જૈન રચનાઓમાં જ શુદ્ધ મળે છે, અને છંદો થવાથી જેમ સંસ્કૃતનો ‘શ્લોક’ તે અનુભ્ છંદોનો રાજા છે, તેમ પ્રાકૃતની રાણી ‘ગાથા’ છે. લાંબા છંદ પ્રાકૃતમાં આવ્યા તો તેના પર સંસ્કૃતની છાયા સ્પષ્ટ જોવામાં આવે છે. પ્રાકૃત કવિતાનું આસન ઊંચું થયું. પ્રાકૃત કવિતાનું ઊંચું આસન ૯. એવું કહેવામાં આવ્યું છે કે દેશી શબ્દોથી ભરેલી પ્રાકૃત કવિતાની સામે Page #21 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ સંસ્કૃતને કોણ સાંભળે છે ? જુઓ લલિએ મહુરખરએ જુવઈયણવલ્લહે સસિંગારે ! સત્તે પાઈયકવ્વ કો સક્કઈ સક્રિય પઢિઉં || – વજ્જાલગ્ન, ૨૯ • લલિત, મધુરાક્ષર, યુવતીજનવલ્લભ, સશૃંગાર પ્રાકૃત કવિતા હોવા છતાં સંસ્કૃત કોણ પઢી શકે છે ? • રાજશેખર કે જેની પ્રાકૃત તેની સંસ્કૃતની સમાન જ સ્વતંત્ર અને ઉભટ છે, તેમણે પ્રાકૃતને મીઠી. અને સંસ્કૃતને કઠોર કહી દીધી. જુઓ - પરુસા સક્કઅબન્ધા, પાઉઅબધો વિ હોઈ સુઉમારો | પુરુસ-મહિલાણ જેત્તિઅમિહન્તરે તેત્તિયમિમાણું || - કપૂરમંજરી • સંસ્કૃતની રચના પરુષ અને પ્રાકૃતની રચના સુકુમાર હોય છે. જેટલું પુરુષ અને સ્ત્રીઓમાં અંતર હોય છે તેટલું આ બેમાં છે. • ૧૦. પ્રાકૃત ભાષાનું મહત્ત્વ જૈન મહર્ષિઓએ ઊંચું આંક્યું છે, કારણકે જૈન ધર્મગ્રંથોનો મોટો ભાગ પ્રાકૃત ભાષામાં યોજાયેલો અસ્તિત્વ ધરાવે છે. પરમપૂજ્ય સિદ્ધર્ષિગણિનાં વચનો પણ આ વાતને પુષ્ટ કરે છે. ઉપમિતિભવપ્રપંચા-કથાના પ્રથમ પ્રસ્તાવમાં તેઓશ્રી કર્થ છે કે : સંસ્કતા પ્રાકા ચેતિ ભાષે પ્રાધાન્યમહંતઃ તત્રાપિ સંસ્કૃતા તાવ૬ દુર્વિદગ્ધ-હૃદિ સ્થિતા |૫૧૫ બાલાનામપિ સદુબોધકારિણી કર્ણશિલા | તથાપિ પ્રાકૃત ભાષા ન તેષામપિ ભાસતે પર! • સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષાઓ પ્રધાનપણાને યોગ્ય છે, તેમાં પણ (કેવળ) સંસ્કૃત ભાષા દુર્વિદગ્ધ પુરુષોના ચિત્તમાં સ્થિત હોય છે અને પ્રાકૃત ભાષા (તો) બાલકોને પણ સંબોધકારિણી અને કર્ણપેશલા હોય છે. તથાપિ તે (પ્રાકૃત ભાષા) દુર્વિદગ્ધ પુરુષોને રોચતી નથી. • ૧૧. આ છતાં પણ પોતે તે ગ્રંથ સંસ્કૃતમાં રઓ તેનું કારણ સિદ્ધર્ષિજીએ એમ બતાવ્યું છે કે “ઉપાયે સતિ કર્તવ્ય સર્વેષાં ચિત્તરંજનમ્' (અગર ઉપાય હોય તો દરેકનું ચિત્તરંજન કરવું જોઈએ, તેથી તેમણે સંસ્કૃતમાં તે ગ્રંથ લિપિબદ્ધ કર્યો. અજિતશાંતિસ્તવન' એ પ્રાકૃત સ્તવન એટલું બધું સુંદર અને જુદાજુદા પ્રાકૃત વૃત્તોથી ભરેલું છે કે તે જો મધુર સ્વરે, છંદોના બરાબર ઉચ્ચારણ અને રાગ સાથે ગવાય તો ગાનાર આખી સભાને ચિત્રવત્ સ્થિર કરી નાખે તેમ છે. ૧૨. “શંભુરહસ્ય' નામના જૈનેતર ગ્રંથમાં પ્રાકૃત ભાષાની મહત્તા દાખવતા કેટલાક શ્લોકો છે તે અત્ર આપવા યોગ્ય થઈ પડશે (જુઓ ઇન્ડિઅન એંટિક્વેરી, સપ્ટેમ્બર, ૧૯૧૬, પૃ.૧૪પ) Page #22 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ વચઃ પ્રિય ભગવતઃ પ્રાકૃત સંસ્કૃતાદપિ | પ્રૌઢોક્તરપિ હૃદ્ય હિ શિશૂનાં કલભાષિતમ્ |૧૨|| કો વિનિન્ટેદિમાં ભાષાં ભારતીમુગ્ધભાષિતમ્ | યસ્યાઃ પ્રચેતસઃ પુત્રો વ્યાકર્તા ભગવાનૃષિઃ | I૧૩! ગાર્મંગાલવશાકલ્યપાણિન્યાદ્યા યથર્ષયઃ | શબ્દરાશેઃ સંસ્કૃતસ્ય વ્યાકર્તારો મહત્તમાઃ ||૧૪ / તથૈવ પ્રાકૃતાદીનાં ષડુભાષાણાં મહામુનિ | આદિકાવ્યકૃદાચાર્યો વ્યાકર્તા લોકવિશ્રતઃ ૧૫II યશૈવ રામચરિત સંસ્કૃત તેના નિર્મિતમૂ | તથૈવ પ્રાકૃતેનાપિ નિર્મિત હિ સતાં મુદે ||૧૬ !! યાવત્ સંસ્કૃતભાષાયાઃ પ્રાશર્ય ભુવિ વિદ્યતે | તાવત્ પ્રાકૃતભાષાયા અપિ પ્રાશયમિષ્યતે ||૧૭ના પાણિન્યાઃ શિક્ષિતત્વાત્ સંસ્કૃતી સ્યાદ્યોત્તમા | પ્રાચેતસવ્યાકૃત–ાત્ પ્રાકૃત્યપિ તથોત્તમા ||૧૮ી ! તસ્માત્ સંસ્કૃતતુલ્યવ પ્રાકૃતી ચાપિ ભારતી | મન્યતે શાસ્ત્રતત્ત્વજ્ઞઃ કિમતત્ત્વજ્ઞભાષિતઃ || ૧૯ • પૂજનીય સંસ્કૃત ભાષાથી પણ પ્રાકૃત વચન પ્રિય હોય છે, કેમકે પ્રૌઢ ઉક્તિ કરતાં પણ બાલભાષિત મનોહર લાગે છે. ૧૨ સરસ્વતીના મુગ્ધ ભાષણ રૂપ આ ભાષાની પ્રાકૃતની) કોણ નિંદા કરે ? કે જેનું વ્યાકરણ કરનાર પ્રચેતાનો પુત્ર (વાલ્મિકી ઋષિ છે. ૧૩ જેમ ગાગ્ય, ગાલવ, શાકલ્ય અને પાણિનિ આદિ ઋષિઓ સંસ્કૃત વ્યાકરણના કર્તા થયા, તેવી રીતે પ્રાકૃતાદિ છ ભાષાઓના વ્યાકરણના કર્તા પણ આદિકવિ સુપ્રસિદ્ધ આચાર્ય (વાલ્મિક ઋષિ) થયા છે. ૧૪-૧૫ જેવી રીતે સંસ્કૃતમાં તેમણે “રામચરિત્ર' બનાવ્યું છે, તેવી રીતે પ્રાકૃતમાં પણ સિજ્જનોના આનંદ અર્થે બનાવ્યું છે. ૧૬ સંસ્કૃત ભાષાનું જેટલું પ્રશસ્તપણું જગતમાં વિદ્યમાન છે, તેટલું જ પ્રાકૃત ભાષાનું પણ છે. ૧૭ પાણિનિ આદિથી શીખવવામાં આવેલી હોવાથી જેમ સંસ્કૃત ભાષા ઉત્તમ ગણાય છે, તેમ વાલ્મિકે વ્યાકરણ બનાવેલ હોવાથી પ્રાકૃત પણ ઉત્તમ છે. ૧૮ એથી સંસ્કૃતની બરાબર જ પ્રાકૃત ભાષા છે એમ શાસ્ત્રતત્ત્વજ્ઞ પુરુષ માને છે, તો પછી અતત્ત્વજ્ઞ પુરુષના બોલવા વડે કરીને શું ? ૧૯ • ૧૩. ઉપરના શ્લોકોના અર્થ ઉપરથી એમ ચોક્કસ જોઈ શકાય છે કે પ્રાકૃત, ભાષા સંસ્કૃત કરતાં કોઈ પણ દરજજે હલકી – કમ મહત્ત્વવાળી નથી, એમ જેનો જ Page #23 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ નહીં, પરંતુ હિન્દુ ધર્માનુયાયી વિદ્વાનો અને ઋષિઓ પણ સ્વીકાર કરી ગયા છે. શૌરસેની અને પૈશાચી (ભૂતભાષા) ૧૪. આ પ્રાકૃતના ભેદોમાંથી આપણે શૌરસેની અને પૈશાચીનો દેશનિર્ણય કરીશું. જોકે આ બંને ભાષાઓ માગધી અને મહારાષ્ટ્રીથી દબાઈ ગયેલી હતી અને તેનું વિવેચન વ્યાકરણોમાં ગૌણ યા તો અપવાદ રૂપે જ કરવામાં આવ્યું છે, તથાપિ હાલની હિન્દી આદિ ભાષાઓ સાથે તેને ઘણો સંબંધ છે. તેમાં કોઈ મોટો સ્વતંત્ર ગ્રંથ નથી મળતો, પરંતુ તેનું ક્ષેત્ર એ છે કે જે વ્રજ ભાષા, ખડી બોલી અને રેખતાની પ્રકૃત ભૂમિ છે. પૈશાચીનું બીજું નામ ભૂતભાષા છે. આ ગુણાઢ્યની અભુતાથ એવી “બૃહત્કથાથી અમર થઈ ગઈ છે. આ ‘બટુકથા' હમણાં નથી મળતી. બે કાશ્મીરી પંડિતો(નામે ક્ષેમેન્દ્ર અને સોમદેવ)એ કરેલા તેના સંસ્કૃત અનુવાદ (નામે બૃહત્કથામંજરી” અને “કથાસરિત્સાગર) મળી આવે છે. કાશ્મીરનો ઉત્તર તરફનો પ્રાંત પિશાચ યા પિશાશ (પિત્રકાચું માંસ અને અશુખાવું) દેશ કહેવાતો હતો અને કાશ્મીરમાં જ બૃહત્કથાનો અનુવાદ મળવાથી પૈશાચી ત્યાંની ભાષા માનવામાં આવતી હતી. કિંતુ વાસ્તવમાં પૈશાચી યા ભૂતભાષાનું સ્થાન રાજપૂતાના અથવા મધ્યભારત છે. માર્કણ્ડયે પોતાના પ્રાકૃત વ્યાકરણમાં બૃહત્કથાને કેકયપૈશાચીમાં ગણેલી છે. કેય તો કાશમીરનો પશ્ચિમોત્તર પ્રાંત છે. સંભવ છે કે મધ્યભારતની ભૂતભાષાની મૂલ બૃહત્કથા'નું કંઈ રૂપાંતર ત્યાં થયું હોય કે જેના આધાર પરથી કારમીરીઓના સંસ્કૃત અનુવાદો થયા હોય. (લાકૉટે, વિએના ઑરિએન્ટલ સોસાયટીનું જર્નલ, પુસ્તક ૬૪, પૃ.૯૫ આદિ). ૧૫. રાજશેખર કે જે વિક્રમ સંવતની દશમી શતાબ્દીના મધ્યભાગમાં હતો તેણે પોતાની “કાવ્યમીમાંસામાં એક જૂનો શ્લોક ઉદ્ધત કર્યો છે કે જેમાં તે સમયના ભાષાનિવેશની ચર્ચા છે : “ગૌડ (બંગાલ) આદિ સંસ્કૃતમાં સ્થિત છે, લાટદેશીઓની. રુચિ પ્રાકૃતમાં પરિચિત છે, મરૂભૂમિ, ટક્ક (ટાંક, દક્ષિણ પશ્ચિમી પંજાબ) અને ભાદાનક (બીજોત્થાના શિલાલેખમાં પણ ભાદાનકનો ઉલ્લેખ છે, તો તે પ્રાંત રાજપૂતાનામાં જ હોવો જોઈએ)ના વાસીઓ અપભ્રંશનો પ્રયોગ કરે છે, અવંતી (ઉજ્જૈન), પારિયોત્ર (બેનવા અને ચંબલનો ભાગ) અને દશપુર(મંદસોર)ના નિવાસી ભૂતભાષાની સેવા કરે છે. જે કવિ મધ્યદેશ(કન્નૌજ, અંતર્વેદ, પંચાલ આદિ)માં રહે છે તે સર્વ ભાષાઓમાં સ્થિત છે.” રાજશેખરને ભૂગોળવિદ્યા પર ઘણો શોખ હતો. “કાવ્યમીમાંસા'ના એક આખા અધ્યાયમાં ભૂગોળનું વર્ણન આપીએ કહે છે કે વિસ્તારથી જોવા માટે મારો બનાવેલો ભુવનકોશ જોવો. પોતાના આશ્રયદાતાની રાજધાની મહોદય(કન્નૌજ) ઉપર પોતાને ઘણો પ્રેમ હતો. કન્નૌજ અને પંચાલની તેમણે ઠેકાણેઠેકાણે અતિ પ્રશંસા કરી છે. મહોદય(કન્નૌજ)ને પોતે ભૂગોળનું કેન્દ્ર ગણ્યું છે અને દૂરતાનું માપ મહોદયથી જ કરવું જોઈએ – જૂના આચાર્યો અનુસાર અંતર્વેદીથી નહીં – એમ જણાવી (કાવ્યમીમાંસા, Page #24 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ પૃ.૯૪) દીધું છે. આ મહોદયની કેન્દ્રતાને ધ્યાનમાં રાખી તેણે બતાવેલા રાજાના કવિસમાજનો નિવેશ ઘણો ચમત્કાર બતાવે છે. તે કહે છે કે રાજા કવિસમાજની મધ્યમાં બેસે, ઉત્તરે સંસ્કૃતના કવિ (કાશ્મીર, પાંચાલ), પૂર્વે પ્રાકૃત (માગધીની ભૂમિ મગધ), પશ્ચિમે અપભ્રંશ (દક્ષિણી પંજાબ અને મરુદેશ) અને દક્ષિણે ભૂતભાષા (ઉજ્જૈન, માલવા આદિ)ના કિવ બેસે. (કાવ્યમીમાંસા, પૃ.૫૪-૫૫). આ પ્રમાણે રાજાનો કવિસમાજ ભૌગોલિક ભાષાનિવેશનું માનચિત્ર થયો. આ બાજુ કુરુક્ષેત્રથી પ્રયાગ સુધીનો અંતર્વેદ, પાંચાલ ને શૂરસેન અને તે બાજુ મરુ, અવંતી, પારિયાત્ર અને દશપુર આ શૌરસેની અને ભૂતભાષાનાં સ્થાન હતાં. અપભ્રંશ અને જૂની હિંદી-ગુજરાતી — ૧૬. બાંધેલા બંધથી બચેલા પાણીની ધારાઓ મળીને હવે નદીનું રૂપ ધારણ કરી રહી હતી. તેમાં દેશીની ધારાઓ પણ આવીને મળતી ગઈ. દેશી ભાષા એ બીજું કંઈ નથી, પણ બંધથી બચેલું પાણી છે અથવા જે પાણી નદીમાર્ગ પર ચાલી આવ્યું ને બંધાયું નહીં તે. તે પાણી પણ કોઈકોઈ વખત ગાળીને નહેરમાંથી લેવામાં આવતું હતું. બંધનું પાણી પણ ઘસડાતુંઘસડાતું અહીં આવી મળી જતું હતું. પાણી વધવાથી નદીની ગતિ વેગથી નિમ્નાભિમુખી (નીચેનીચે જતી) થતી ગઈ, તેનો ‘અપભ્રંશ’ (નીચેથી વીખરાવું) થવા લાગ્યો. હવે કિનારા અથવા નિશ્ચિત ઊંડાઈ રહી નહીં. - ૧૭. રાજશેખરે સંસ્કૃત વાણીને સુણવા-યોગ્ય, પ્રાકૃતને સ્વભાવમધુર, અપભ્રંશને સુભવ્ય અને ભૂતભાષાને સરસ કહેલ છે (‘બાલરામાયણમાં જુઓ). આ વિશેષણો અન્તર્થંક - પ્રયોજનહિત છે, તેથી તેની સાભિપ્રાયતા વિચારવાયોગ્ય છે. તે વળી એવું પણ કહે છે કે કોઈ વાત એક ભાષામાં કહેવાથી સારી લાગે છે, કોઈ બીજીમાં, કોઈ બેત્રણ ભાષામાં. (કાવ્યમીમાંસા, પૃ.૪૮). તેણે કાવ્યપુરુષનું શરીર શબ્દ અને અર્થનું બનાવ્યું છે તેમાં સંસ્કૃતને મુખ, પ્રાકૃતને બાહુ - હાથ, અપભ્રંશને જંઘાસ્થલ સાથળ, પૈશાચને પગ અને મિશ્રને ઉરુ કહેલ છે. ૯ ૧૮. વિક્રમની સાતમી શતાબ્દીથી અગિયારમી સુધી અપભ્રંશની પ્રધાનતા રહી અને પછી તે પુરાણી હિન્દી-ગુજરાતીમાં પરિણત થઈ ગઈ. તેમાં દેશીની પ્રધાનતા છે. વિભક્તિઓ ઘસાઈ ગઈ છે, ખરી ગઈ છે. એક જ વિભક્તિ ‘હું’ યા ‘આહં’ કંઈક કામે આવી છે, એક કારકની વિભક્તિથી બીજીનું પણ કામ ચાલવા લાગ્યું છે. વૈદિક ભાષાની અવિભક્તિક નિર્દેશની વાત પણ આમાં ભળી. વિભક્તિઓના ખરી જવાથી કેટલાક અવ્યય યા પદ, લુપ્તવિભક્તિક પદની આગળ રાખતા જવામાં આવ્યા, કે જે અવ્યય યા પદ વિભક્તિઓ નથી. ક્રિયાપદોનું માર્જન થયું. હા એટલું ખરું કે તેણે કેવલ પ્રાકૃતના જ તદ્ભવ અને તત્સમ પદ લીધાં નથી, પરંતુ ધનવતી અપુત્રા માસી(સંસ્કૃત)માંથી પણ કેટલાય તત્સમ પદ લીધાં છે. (તભવ પ્રયોગોના અધિક ઘસાવાથી ભાષામાં એવી અવસ્થા આવે છે કે જ્યારે શુદ્ધ તત્સમોનો પ્રયોગ કરવાની ટેવ પડી જાય છે. હિન્દી કે ગુજરાતીમાં હવે કોઈ Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ ‘જસ’ કે ‘ગુનવંત’ નથી લખતું, પણ ‘યશ’ અને ‘ગુણવાન્’ લખે છે. બોલવામાં પણ ગમે તે રીતે જેમકે ‘મોહન્દાસ’બોલવામાં આવશે; પણ લખવામાં આવશે ‘મોહનદાસ’.) ૧૦ ૧૯. સાહિત્યની પ્રાકૃત, સાહિત્યની ભાષા જ થતી ચાલી હતી. તેમાં ‘ગત’ને બદલે ‘ગય’, અને ‘ગજ’ને બદલે પણ ‘ગય’; ‘કાચ’, ‘કાક’ અને ‘કાય’ (શરીર) એ બધાને બદલે ‘કાય’ વપરાતું હતું. આમાં ભાષાનું જે પ્રધાન લક્ષણ સાંભળવાથી અર્થબોધ -- છે, તેનો વ્યાઘાત થતો હતો. અપભ્રંશમાં બંને પ્રકારના શબ્દો મળે છે. જોકે શૌ૨સેની, પૈશાચી, માગધી આદિ ભેદો થયા છતાં પણ પ્રાકૃત એક જ હતી, તેવી રીતે શૌસેની, અપભ્રંશ, પૈશાચી અપભ્રંશ, મહારાષ્ટ્રી અપભ્રંશ આદિ થઈને એક જ અપભ્રંશ પ્રબલ થઈ. હેમચન્દ્રે જે અપભ્રંશનું વર્ણન કર્યું છે તે શૌરસેનીના આધાર પર છે. માર્કણ્ડેયે એક ‘નાગર’ અપભ્રંશની ચર્ચા કરી છે કે જેનો અર્થ નગરવાસી, ચતુર, શિક્ષિત (ગામડિયાથી વિપરીત) લોકોની ભાષા યા ગુજરાતના નાગર બ્રાહ્મણો, યા નગર (વડનગર, વૃદ્ઘનગ૨)ના પ્રાંતની ભાષા થઈ શકે છે. ગુજરાતની અપભ્રંશ-પ્રધાનતાની ચર્ચા આગળ આવશે, પરંતુ તેના તે નગરનું વડનગર યા નગર નામ પ્રાચીન નથી, તેથી ‘નગરની ભાષા' એ અર્થ લેતાં માર્કંડેયના વ્યાકરણની પ્રાચીનતામાં શંકા થાય છે. ૨૦. રાજશેખરે ‘કાવ્યમીમાંસા’માં કેટલાક શ્લોકો એવા આપ્યા છે કે જેમાં બતાવેલ છે કે કયા દેશનો મનુષ્ય કેવી રીતે સંસ્કૃત અને પ્રાકૃત બોલી શકે છે. અહીં આ પાઠશૈલીના વર્ણનની ચર્ચા કરવી ઘટે છે. આ વર્ણન રોચક પણ છે અને કેટલાક અંશે તે હજુ સુધી સત્ય પણ છે. ઉચ્ચારણની રીત એ પણ એક વિચારણીય વસ્તુ છે. તે કવિ કહે છે કે કાશીથી પૂર્વ તરફ જે મગધ આદિ દેશોના નિવાસી છે તે સંસ્કૃત ઠીક બોલે છે, પરંતુ પ્રાકૃત ભાષામાં કુંઠિત છે. બંગાળીઓની હાંસી કરતાં તેણે એક જૂનો શ્લોક ઉષ્કૃત કર્યો છે કે જેમાં સરસ્વતી બ્રહ્માને પ્રાર્થના કરે છે કે આપને એવી વિજ્ઞાપના કરું છું કે મને મારો અધિકાર છોડવાની ઇચ્છા થઈ છે કાં તો ગૌડલોક ગાથા બોલવાનું છોડી દે અને નહીં તો કોઈ બીજી જ સરસ્વતી બનાવી લ્યો. (બહ્મન્ વિજ્ઞાપયામિ ત્વાં સ્વાધિકારજિહાસયા, ગૌડસ્ત્યજતુ વા ગાથામન્યા વાસ્તુ સરસ્વતી') - ૨૧. ગૌડ દેશમાં બ્રાહ્મણો ન અતિસ્પષ્ટ, ન અશ્લિષ્ટ, ન રુક્ષ, ન અતિકોમલ, ન મંદ અને ન અતિતાર એવા સ્વરથી બોલે છે. ગમે તે રસ, રીતિ કે ગુણ હોય, પણ કર્ણાટ લોકો ઘમંડથી, અંતમાં ટંકારા દેતાં બોલે છે. ગદ્ય, પદ્ય કે મિશ્ર કોઈ પણ જાતનું કાવ્ય હોય, પણ દ્રવિડ કવિ ગાઈને જ બોલશે. સંસ્કૃતના દ્વેષી લાટ પ્રાકૃતને લલિત મુદ્રાથી સુંદર બોલે છે. સુરાષ્ટ્ર (સોરઠ-ગુજરાત-કાઠિયાવાડ), ત્રવણ (પશ્ચિમી રાજપૂતાના), જોધપુરના રાજા બાડકના વિ.સં.૮૯૪ના શિલાલેખમાં પોતાના ચોથા પૂર્વપુરુષ શિલુકે ત્રવણી અને વલ્રદેશ સુધી પોતાના રાજ્યની સીમા બાંધી હતી એમ - Page #26 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ જણાવ્યું છે. આમાં વલ દેશ તે ભાટીઓનું જૈસલમીર છે, અને ત્રવણી તેની દક્ષિણનો દેશ હોવો જોઈએ) આદિ, સંસ્કૃતમાં અપભ્રંશના અંશ ભેળવી એક જ રીતે બોલે છે. શારદાના પ્રસાદથી કાશ્મીરીઓ સુકવ થાય છે પરંતુ તેનો પાઠક્રમ જોશો તો જાણે ગળાની પિચકારી છે. ઉત્તરાપથના કવિઓ બહુ સંસ્કારી છતાં પણ નાકમાંથી બોલે છે. પાંચાલ દેશવાળાના પાઠ તો કાનોમાં મધ વ૨સાવે છે તેનું તો બોલવું જ શું ? (‘માર્ગાનુગેન નિનદેન નિધિર્ગુણાનાં, સંપૂર્ણવર્ણરચનો યતિભિર્વિભક્તઃ, પાંચાલમંડલભુવાઃ સુમનઃ કવીનાં, શ્રોત્રે મધુ ક્ષરતિ કિંચન કાવ્યપાઠઃ ।।') ૧૧ ૨૨. જૂની અપભ્રંશ સંસ્કૃત અને પ્રાકૃત સાથે મળતી છે, અને પાછળની અપભ્રંશ તે જૂની હિન્દી-જૂની ગુજરાતીને મળતી છે. ઉપર બતાવી ગયા છીએ તે પ્રમાણે શૌરસેની અને ભૂતભાષાની ભૂમિ જ અપભ્રંશની ભૂમિ થઈ અને તે જ જૂની હિન્દી-જૂની ગુજરાતીની ભૂમિ છે. અંતર્વેદ, વ્રજ, દક્ષિણી પંજાબ, ટક્ક, ભાદાનક, મરુ, ત્રવણ, રાજપૂતાના, અવંતી, પરિયાત્ર, દશપુર અને સુરાષ્ટ્ર અહીંની જે ભાષા તે એક જ મુખ્ય અપભ્રંશ હતી, જેવી રીતે પહેલાં દેશભેદ થતાં પણ એક જ પ્રાકૃત હતી. હમણાં અપભ્રંશના સાહિત્યનાં અધિક ઉદાહરણ મળ્યાં નથી, તેમ તે ભાષાના વ્યાકરણ આદિ પર હજુ પૂરું ધ્યાન આપવામાં આવ્યું નથી. ૨૩. અપભ્રંશ ક્યાં સમાપ્ત થાય છે અને જૂની હિન્દી-જૂની ગુજરાતીનો ક્યાંથી આરંભ થાય છે તેનો નિર્ણય ક૨વો કઠણ છે પરંતુ તે રોચક અને અતિ મહત્ત્વનો છે. આ બે ભાષાઓના સમય અને દેશના સંબંધે કંઈ સ્પષ્ટ લીટી દોરી શકાતી નથી. કેટલાંક ઉદાહરણ એવાં છે કે જેને અપભ્રંશ પણ કહી શકાય અને જૂની હિન્દી-જૂની ગુજરાતી પણ કહી શકાય. સંસ્કૃત ગ્રંથોમાં તે લખાઈ તે કારણે અપભ્રંશ અને જૂની હિન્દી-જૂની ગુજરાતીની લેખશૈલીની રક્ષા થઈ. નહીં તો મુખસુખાર્થ લેખનશૈલીમાં બદલતીબદલતી એવી થઈ જાત કે તેને પ્રાચીન સમજવી અશક્ય થાત. તે પ્રાચીન શૈલીને હિન્દી કે ગુજરાતી ઉચ્ચારણાનુસારિણી શૈલી પર લખવામાં આવે (કે જે રીતે તે અવશ્ય બોલાતી હોય) તો અપભ્રંશ કવિતા કેવલ જૂની હિન્દી કે જૂની ગુજરાતી થઈ જાય છે અને દુર્બોધ રહેતી નથી. આ પરથી એમ કહી શકાય નહીં કે જૂની હિન્દી કે જૂની ગુજરાતીનો કાલ ઘણો પાછળ હઠાડી શકાય. ઉપમાવાચક ‘જિમિ’ યા ‘જિમ’ ‘જ્યમ’, તેને આવી જૂની કવિતામાં ‘જિમ્વ’ લખેલો મળી આવે છે. તેના ઉચ્ચારણમાં પ્રથમ સ્વર સંયુક્તાક્ષરની આગળ હોવાથી ગુરુ થઈ શકતો નથી (જિવ), કારણકે જે છંદમાં તે આવ્યો છે તેનો ભંગ થાય છે. આથી તેને ભલે ‘જિમ્ને’ લખ્યો હોય, પણ તેનો ઉચ્ચાર ‘જિંવ' થતો કે જે ‘જિમ’ જ છે. સંસ્કૃત ‘ઉત્પદ્યતે’નું પ્રાકૃત રૂપ ‘ઉપ્પજ્જઇ’ છે કે જે ઘસાતાં ઉપ્પજઇ’ના રૂપમાં પરિણમે છે. હવે આ ‘ઉપ્પજઇ’ને અપભ્રંશ માનવો કે જૂની હિન્દી-જૂની ગુજરાતી માનવો ? ‘જઇ’ને તેના ઉચ્ચાર અનુસાર લખવાથી ‘ઉપજૈ” થાય છે (સંયુક્ત પ’કારને કારણે ‘ઉ’ની માત્રાની ગુરુતા માનતાં ‘ઊપજૈ’ ખરી રીતે થાય) કે જેને હમણાં હિંદી તરીકે પિછાનીએ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ છીએ અને ગુજરાતીમાં ‘ઉપજે એ રૂપ સ્વીકારીએ છીએ, અને આ રૂપ “ઉપજ્જઈ, ઉપજઈ, ઉપજે, ઊપજે એમ કેટલી શતાબ્દીઓ સુધી ચાલુ રહ્યું છે. ૨૪. આ પુસ્તકોના લખનારા સંસ્કૃતના પંડિતો યા જૈન સાધુ હતા. સંસ્કૃત શબ્દોને તો તેમણે શુદ્ધિથી લખ્યા, તેમ પ્રાકૃતને પણ લખ્યા. પરંતુ આ કવિતાઓની લેખશૈલી પર ધ્યાન આપ્યું નહીં. કોઈ વખત જૂનું રૂપ રાખવા દીધું, તો કોઈ વખત વ્યવહારમાં પરિચિત થયેલું નવું રૂપ મૂકી દીધું. આ આગળના પાઠાંતરોથી જાણવામાં આવશે. ૨૫. આવી કવિતાને માટે જૂની હિન્દી-જૂની ગુજરાતી એ શબ્દ જાણીબૂઝીને વાપર્યો છે. જૂની ગુજરાતી, જૂની રાજસ્થાની, જૂની પશ્ચિમી રાજસ્થાની આદિ નામ કૃત્રિમ છે અને વર્તમાન ભેદને પાછળ વધારે ધક્કેલી બનાવવામાં આવ્યાં છે. ભેદબુદ્ધિ દઢ કરવા સિવાય આનું ફલ પણ નથી. કવિતાની ભાષા પ્રાયઃ સર્વ જગ્યાએ એક જ જેવી હતી. જેવી રીતે નાનકથી લઈને દક્ષિણના હરિદાસો સુધીની ભાષા વ્રજભાષા' કહેવાતી હતી, તેવી જ રીતે અપભ્રંશને જૂની હિન્દી-જૂની ગુજરાતી કહેવી અનુચિત નથી, ભલે પછી કવિના દેશકાલ અનુસાર તેમાં કોઈ રચના પ્રાદેશિક હો. ૨૬. પછીના સમયમાં હિન્દી કવિ સંત લોકવિનોદને માટે એક અધું પદ ગુજરાતી યા પંજાબીમાં લખી પોતાની વાણીઓ ભાષામાં લખતા હતા, જેવી રીતે કંઈક શૌરસેની, પૈશાચીની છાંટ દઈ કવિતા મહારાષ્ટ્રી પ્રાકૃતમાં જ થતી હતી. મીરાંબાઈનાં પદ જૂની હિન્દી કે ગુજરાતી કે મારવાડી કહેવાય ? કવિની પ્રાદેશિકતા આવ્યા છતાં સાધારણ ભાષા ‘ભાખા' કહેવાતી હતી. જેવી રીતે અપભ્રંશમાં ક્યાંકક્યાંક સંસ્કૃતનો પુટ છે, તેવી રીતે તુલસીદાસજી રામાયણને પૂરવી ભાષામાં લખતાંલખતાં સંસ્કૃતમાં ચાલી ગયા છે (જેવી રીતે “કવિહિં અગમ જિમિ બ્રહ્મસુખ અહમમ-મલિનજનેષુ રન જીતિ રિપુદલમધ્યગત પસ્યામિ રામમનામય' ઇત્યાદિ). છાપખાનાં, પ્રાંતીય અભિમાન, મુસલમાનોનો ફારસી અક્ષરોનો આગ્રહ અને નવા પ્રાંતિક ઉદ્બોધન ન હોત તો હિંદી, ભાષા અનાયાસે દેશભાષા બની જાત. અધિક છાપવા-છપાવવા-લખવાનું ચાલ્યું ને ઝગડાઓ થયા તેથી આ ગતિ અટકી. - ૨૭. આજકાલ લોકો “પૃથ્વીરાજ રાસા'ની ભાષાને હિન્દીનું પ્રાચીનતમ રૂપ માને છે, પણ કહેવું જોઈએ કે અપભ્રંશની કવિતાઓને જૂની હિન્દી-જૂની ગુજરાતી કહી શકાય તો તે રાસાની ભાષાને રાજસ્થાની યા મેવાડી-ગુજરાતી-મારવાડી-ચારણી-ભાટી કહેવી ઘટે, હિન્દી નહીં. વ્રજભાષા પણ હિન્દી નથી અને તુલસીદાસજીની મધુર ઉક્તિઓ પણ હિન્દી નથી. ૨૮. આ પુરાણી ભાષા અહીં કહીં વિખરેલી મળે છે – કોઈ મૂક્ત શૃંગારરસની કવિતા, કોઈ વીરતાની પ્રશંસા, કોઈ ઐતિહાસિક વાત, કોઈ નીતિના ઉપદેશ, કોઈ લોકોક્તિ અને તે પણ વ્યાકરણનાં ઉદાહરણોમાં યા કથાપ્રસંગમાં ઉદ્ધત કરેલી. આવું ભાષાસાહિત્ય ઘણું હતું એમ જણાય છે. આમાં મહાભારત અને રામાયણની સંપૂર્ણ Page #28 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ ૧૩ યા તેના આશ્રય પર બનેલી નાનીનાની કથાઓ હતી. બ્રહ્મ અને મુંજ નામના કવિઓ મળી આવે છે. જેવી રીતે પ્રાકૃતનાં જૂનાં રૂપ પણ શૃંગારની ચટકદાર મુક્તક ગાથાઓમાં (સાતવાહનની “સપ્તશતી'), યા જૈન ગ્રંથોમાં છે, તેવી રીતે જૂની હિન્દી-જૂની ગુજરાતીના નમૂના પણ શૃંગાર વા વીરરસના અથવા કથાઓમાં ચૂંટીને મૂકેલા યા તો જૈન ધાર્મિક રચનાઓમાં મળી આવે છે. હેમચન્દ્રજીને મોટી શાબાશી એ દેવાની છે કે તેમણે પ્રાકૃત ઉદાહરણોમાં તો પદ યા વાક્યોના કટકાઓ જ આપ્યા, પરંતુ આવી કવિતાઓના તો પૂરા છંદ ઉદ્ધત કર્યા. આનું કારણ એવું જણાય છે કે જે પંડિતોને માટે તેમણે વ્યાકરણ બનાવ્યું તેઓ સાધારણ મનુષ્યોની ‘ભાખા' કવિતાને સંસ્કૃત અને પ્રાકૃત કાવ્યને જેવી રીતે કંઠસ્થ કરતા હતા તેવી રીતે કરતા નહીં હતા. • ૨૯. આવી કવિતાનો રાજા જેમ સંસ્કૃતમાં શ્લોક અને પ્રાકૃતમાં ગાથા તેમ [અપભ્રંશમાં] દોહા છે. સોરઠા, છપ્પય, ગીત આદિ બીજા છંદ પણ છે, પરંતુ અહીં દોહા ને ત્યાં ગાથા એમ પુરાણી હિન્દી-ગુજરાતી અને પ્રાકૃતના ભેદ છે. “દહાનું નામ કોઈ સંસ્કૃતાભિમાનીઓએ “દોધક' દિગ્ધક] બનાવ્યું છે, કિન્તુ શાબ્દિક સમાનતાને મૂકી દઈએ તો તેમાં કંઈ સાર લાગતો નથી અને સંસ્કૃતમાં દોધક નામનો છંદ જુદો હોવાથી આમાં ગોટાળો થાય છે. ‘દોહા' પદની નિયુક્તિ બે એ સંખ્યા પરથી છે, જેમ ચોપાઈ અને છપ્પયની ચાર અને છ સંખ્યા છે તેમ – દોસ્પદ, દો+પથ યા દો+ગાથા. પ્રબંધચિંતામણિમાં એક સ્થલે પ્રાકૃતનો દોધક' પણ આપ્યો છે, તે દોહા છંદ જ છે. (પૃ.પ૬, ૧પ૭). પૂર્વાર્ધ સપાદલક્ષ (અજમેર, સાંભર)ના રાજાએ સમસ્યાના રૂપમાં મોકલ્યો હતો અને ઉત્તરાર્ધની પૂર્તિ હેમચન્ટે કરી હતી. (પૃ. ૧૫૭, પ્ર.ચિં. – ‘પહલી તાવ ન અનુહરઈ, ગોરી મુહકમલમ્સ, અદિટ્રિઠ પુનિ ઉન્નમઇ, પડિપાયલી ચંદસ્ય.) “પ્રબંધચિંતામણિમાં જ એક સ્થળે બે ચારણોને “દોહાવિદ્યયા સ્પર્ધમાનૌ” અર્થાત્ દોહાવિદ્યાથી હોવાહોડ કરતા જણાવ્યા છે. તેમની કવિતાઓમાં એક દોહા છે, એક સોરઠા, કિંતુ રચના “દોહાવિદ્યા' એ નામથી જણાવી છે એ ખાસ ધ્યાન દેવા જેવું છે. ૩૦. જૂની હિંદી કે જૂની ગુજરાતીનું ગદ્ય ઘણું ઓછું લખેલું મળે છે. પદ્ય બે રીતે થયેલું છે – મુખથી તેમજ લેખથી. બંને રીતની રક્ષામાં લેખકને હસ્તસુખથી અને વક્તાને મુખસુખથી એટલું પરિવર્તન થઈ ગયું છે કે મૂલ શૈલીની વિરૂપતા થઈ ગઈ છે. લખનારાઓ પ્રચલિત ભાષાના ગ્રંથો યા લોકપ્રિય કાવ્યોમાં “માખીની માખી એમ લખતા નથી. પોતે જાણતા ન હોય છતાં નવાં રૂપો લખી મારે છે. “તઇસઈ' “જુગુતિ કાલસુભાઉ “અરિઉ તે બદલે “તૈસેહિ યુક્તિ” “કાલસ્વભાવ” “ઔરો’ એમ કરી નાખ્યું છે. જે કવિતા મુખથી કાને ચાલી આવે છે તેમાં તો ઘણો જ ફેરફાર થઈ જાય છે. હેમચન્દ્રના પ્રાકૃત વ્યાકરણના આઠમા અધ્યાયનાં ઉદાહરણોમાં એક અપભ્રંશ' યા જૂની હિન્દી-ગુજરાતીનો દોહો લઈએ. અપભ્રંશ અને જૂની હિન્દી કે જૂની ગુજરાતી વચ્ચે સીમારેખા ઘણી અસ્પષ્ટ છે, અને કહેવામાં આવશે તેમ જૂની હિન્દી-જૂની ગુજરાતીનો સમય ઘણો પૂર્વનો જણાશે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ ૩૧. આ દોહો એ છે કે : વાસુ ઉઠ્ઠાવન્તિઅએ, પિલ દિટૂઠઉ સહસ-ત્તિ. અધ્ધા વલયા મહિહિ ગય, અધ્ધા ફુટ્ટ તડ-ત્તિ. વિયોગિની કાગડાને ઉડાવવા લાગી કે મારો પિયુ આવે છે તો ઊડી જા. [પિયુ આવતો નથી ને તું ખોટા શુકન કરે છે માટે ઊડી જા.] એટલામાં તેણીએ અચાનક પિયુને દીઠો. તેણી વિયોગમાં એટલી દૂબળી થઈ હતી કે હાથ લંબાવતાં જ અરધી ચૂડીઓ જમીન પર પડી, અને પ્રિયદર્શનના હર્ષથી એટલી વધી ગઈ કે બાકીની ચૂડીઓ તડતડ ફૂટી ગઈ. ૩૨. ચારણોના મુખેથી પેઢીઓ સુધી બોલાતાંબોલાતાં રાજપૂતાનામાં આ દોહાનું હાલ સાફ કરેલું રૂપ એ પ્રચલિત છે કે : કાગ ઉડાવણ જાંપતી, પિય દીઠો સહસ-ત્તિ; આધી ચૂડી કાગગલ, આધી ટૂટ તડ-ત્તિ. આમાં નિશાન ઠીક લાગી ગયું, ચૂડીઓ જમીન પર ન પડતાં કાગડાના ગળામાં પહોંચી ગઈ, અને ચૂડી તૂટવાનું અપશુકન મટી ગયું. ૩૩. એ જ વ્યાકરણમાંથી એક દોહો બીજો જોઈએ : પુત્તે જાએં કવણુ ગુણ, અવગુણુ કવણુ મૂએણ; જા બપ્પીકી ભૂંહડી, ચમ્પિજ્જઈ અવરેણ. • એ પુત્રના જન્મથી શું લાભ અને મરી જવાથી શું ખોટ કે જેના હોવા છતાં બાપની ધરતી પર બીજો અધિકાર કરી લે. • ૩૪. આ દોહાનું પરિવર્તન થતાંથતાં એવું રૂપ થઈ ગયું કે : બેટા જાયાં કવણ ગુણ, અવગુણ કવણ ધિયણ; જો ઊભાં ધર આપણી, ગંજીજે અવરેણ. આમાં “ધિયણ” એટલે ધી – પુત્રીથી; ઊભાં ઊભાં ઊભાં, ધર=પૃથ્વી, ધરા. ગંજી=ગંજન કરવામાં આવે, જીતવામાં આવે. આ પણ ધ્યાનમાં લેવા યોગ્ય છે કે મૂલ દોહામાં ‘મુએલા પુત્રથી શું અવગુણ ?' એમ કહેવામાં આવ્યું છે, પરંતુ પાછળથી સ્ત્રી જાતિની પ્રત્યે અપમાનબુદ્ધિ વધી જવાથી અને તેને ઉત્તરાધિકાર ન હોવાથી બધી (=પુત્રી, સંસ્કૃત દુહિતૃ', પંજાબી “ધી”)થી શું અવગુણ ?' એમ થઈ ગયું છે. અસ્તુ. આવી દશામાં જે પુરાણી કવિતા યા ગદ્ય, સંસ્કૃત અને પ્રાકૃતનાં વ્યાકરણ અને છંદ આદિના ગ્રંથોમાં બચી ગયેલ છે તે પુરાણા વર્ણવિન્યાસની રક્ષા સાથે તે સમયની ભાષાનું વાસ્તવરૂપ બતાવે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : પ્રાકૃત પ્રત્યે જૈનોની રુચિ અને અપભ્રંશની વિશેષતાઓ પ્રાકૃત પ્રત્યે જૈનોની રુચિ ૩૫. શ્રીયુત હીરાલાલ જૈન ‘મનોરમા’(ભાગ ૧-૪)માં ‘જૈન સાહિત્યમેં હિન્દીકી જડ' એ નામના લેખના પ્રથમ ભાગમાં જણાવે છે કે : “સંસ્કૃત ભાષા સ્વયં, સનાતનાગત પ્રાકૃત ભાષાને શોધી બનાવવામાં આવી છે અને તે પ્રાકૃત ભાષાનો સ્વતંત્ર પ્રવાહ પછી પ્રાકૃત સાહિત્યમાં પ્રકટ થયો છે. સંસ્કૃતનો તેના પર કંઈ પ્રભાવ અવશ્ય પડ્યો પરંતુ તેથી તે મૂલતઃ સંસ્કૃતોપપત્ર કહી શકાતી નથી. આ સ્વતંત્ર પ્રાકૃતપ્રવાહ આગળ જતાં હજારો વર્ષ આજકાલની પ્રચલિત ભાષાઓમાં વ્યક્ત થયો છે. તે માટે આ ભાષાઓનો સાચો ઇતિહાસ અને સાચું વિજ્ઞાન જાણવા માટે આપણે પ્રાચીન પ્રાકૃત ભાષાઓ અને વિશેષતઃ નિકટવર્તી ભૂતકાલની પ્રાકૃતોનું રિશીલન કરવું જોઈએ. પાણિનિના સમયમાં સંસ્કૃત ભાષાનો કંઈ એવો પ્રભાવ બ્રાહ્મણ વિદ્વાનો ૫૨ જામ્યો કે તેઓએ સમયાનુસાર પ્રચલિત ભાષાઓની કંઈ પણ ૫૨વા ન કરી. તેમણે તેને સાહિત્યનું રૂપ આપવાનો કંઈ પણ પ્રયત્ન કર્યો નહીં. હજારો વર્ષો સુધી તેઓ બરાબ૨ કેવળ સંસ્કૃતનું જ પઠન-પાઠન અને સાહિત્યવર્ધન કરતા રહી તેમાં દત્તચિત્ત રહ્યા. તેઓને પ્રાકૃત ભાષાઓ પર કંઈક ઘૃણા જેવું થઈ ગયું. આ પ્રવૃત્તિ કેટલાક પંડિતોમાં આજ સુધી વિદ્યમાન છે, અને શાસ્ત્રાર્થ આદિમાં તેઓ કહેવા લાગે છે કે ‘ભાષારંડાયાઃ કિં પ્રયોજનમ્.' આવી અવસ્થામાં જો કેવલ બ્રાહ્મણ સમાજના જ શિરે અત્યાર સુધી દેશની સાહિત્યરક્ષાનો ભાર રહેત જેવી રીતે આજથી કંઈ અઢી હજાર વર્ષ પૂર્વે સુધી રહ્યો હતો તો આપણને અવશ્ય દેશની આધુનિક ભાષાઓના ઉદ્ગમસ્થાન (ઉત્પત્તિસ્થાન)નો કંઈ પત્તો લાગત નહીં, પરંતુ આજથી લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે બે અન્ય (બ્રાહ્મણેતર) સમાજોએ દેશની સાહિત્યરચનામાં ભાગ લેવાનો પ્રારંભ કર્યો જેથી પ્રાકૃત ભાષાની રક્ષા થઈ શકી. વિક્રમની પૂર્વે ચોથી પાંચમી શતાબ્દીમાં પૂર્વ ભારતમાં પ્રચલિત ભાષાનું જ્ઞાન આપણને બૌદ્ધોના પાલી' ગ્રંથોથી થાય છે. પરંતુ આ સાહિત્ય પણ આપણને અધિક આગળના વખત માટે સહાયક નથી થતું, કારણકે એક તો બૌદ્ધ સાહિત્યની ‘પાલી’ ભાષા પણ સ્થિરરૂપ થઈ ગઈ હતી, અને બીજું બૌદ્ધ ધર્મનું આધિપત્ય પણ લગભગ એક હજાર વર્ષના મહત્ત્વપૂર્ણ ઇતિહાસની પછી તેની જન્મભૂમિ ભારતમાંથી ચાલી ગયું. ૩૬. વિક્રમની પૂર્વે પાંચમી શતાબ્દીથી આજ સુધી મુખ્યમુખ્ય ભારતીય ભાષાઓને સાહિત્ય દ્વારા જીવિત રાખવાનું શ્રેય જૈન આચાર્યોને છે. તેઓએ જ પ્રાકૃત ૧. ડૉક્ટર જેકોબીએ યોગ્ય કહ્યું છે કે “Had it not been for the Jains, we would never have known what Prakrit literature was.” (જૈનો વગર આપણે પ્રાકૃત સાહિત્ય શું હતું તે કદી પણ જાણી શક્યા ન હોત.) Page #31 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ ભાષાઓને પોતાના ધર્મપ્રચારનું વાહન બનાવી તેને સાહિત્યનું રૂપ આપ્યું. આખું બ્રાહ્મણ સાહિત્ય જોઈ લઈએ, તેમાં રાજશેખર (કે જેનો ઉલ્લેખ કરા ૯માં કરવામાં આવ્યો છે) જેવા ગણ્યાંગાંઠ્યાં ઉદાહરણ એવા કવિઓનાં મળશે કે જેઓએ પ્રાકત ભાષાની પ્રત્યે કંઈ સાચી સહાનુભૂતિ પ્રકટ કરી હોય અને તેને અપનાવી હોય. બાકીના સર્વ તરફથી તેને તો “ભાષારંડયાઃ કિં પ્રયોજનમૂનો શુભાશીર્વાદ મળ્યો છે. અલબત્ત નાટકગ્રંથોમાં અવશ્ય કંઈ પ્રાકૃતનાં વાક્ય મળે છે. ભાસ, શૂદ્રક, કાલિદાસ, ભવભૂતિ આદિ સર્વ મહાકવિઓએ પોતાનાં નાટક-કાવ્યોમાં થોડીઘણી પ્રાકૃતની રચના કરી છે પરંતુ સ્વ. પં. ચન્દ્રધર શર્મા ગુલેરીએ કહ્યું છે કે તે વિશેષે કરી “કેવલ પંડિતાઈ યા નકલી યા કૃત્રિમ પ્રાકૃત છે કે જે સંસ્કૃતમાં મુસદ્દો બનાવી પ્રાકૃત વ્યાકરણના નિયમોથી ‘’ની જગ્યાએ ‘ય’ અને ‘ક્ષ'ની જગ્યાએ “ખ” મૂકી સંચા પર રાખી બનાવી દીધેલી છે. તે સંસ્કૃત રૂઢિપ્રયોગના નિયમાનુસાર કરેલું રૂપાંતર છે, પ્રાકૃત ભાષા નથી.” (નાગરી પ્રચારિણી પત્રિકા, ભાગ ૧ અંક ૨, પૃષ્ઠ ૮). આવી રચના નાટકોને સર્વથા અસ્વાભાવિક બને તેમાંથી બચાવવા માટે કરેલી છે. આ કારણે તેનાથી કોઈ પણ સમયની પ્રચલિત ભાષાનો યથાર્થ બોધ નથી થતો. કેવલ જૈન સાહિત્ય જ ભિન્નભિન્ન કાલની પ્રાકૃત ભાષાઓને સ્પષ્ટ રૂપે વ્યક્ત કરે છે. ૩૭. જૈન આચાર્યોની પ્રાકૃત ભાષાઓ પ્રત્યે કેવી ભક્તિ રહી છે, તેમાં તેમનો કેટલો ઉત્સાહ છે, અને કયા અભિપ્રાય-ઉદ્દેશથી તેઓએ આ ભાષાઓને પોતાના ઉત્સાહનું અવલંબન બનાવી એ એક પ્રાચીન કથાથી સારી રીતે પ્રકટ થઈ જશે. વિક્રમાદિત્યના સિદ્ધસેન નામના એક મહા તર્કવાદી બ્રાહ્મણ વિદ્વાન થયા છે. તેમણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે જે કોઈ મને શાસ્ત્રાર્થમાં પરાસ્ત કરશે તેનો હું શિષ્ય થવાનું સ્વીકારીશ. એક વાર ભૃગકચ્છપુર(ભરૂચ)માં તેનો એક વૃદ્ધવાદિ નામના જૈન ગુરુ સાથે ભેટો થયો અને તે તેમની સાથે શાસ્ત્રાર્થમાં પરાજિત થઈ ગયા. પોતાની પૂર્વ પ્રતિજ્ઞાનુસાર સિદ્ધસેનને તેમના શિષ્ય થવું પડ્યું. તેમણે જૈન સિદ્ધાન્તના અધ્યયનનો આરંભ કરી દીધો, પરંતુ જૈન સિદ્ધાન્ત પ્રાકૃત ભાષામાં હતાં અને તેમને પોતે બ્રાહ્મણ હોવાથી પ્રાકૃત પર કંઈક ધૃણા હતી. આથી તે ગર્વમાં આવી બોલી ઊઠ્યા કે હું આ સમસ્ત સિદ્ધાન્તને આ ગ્રામ્ય ભાષામાંથી સંસ્કૃતબદ્ધ કરીશ. વૃદ્ધવાદિ ગુરુને પ્રાકૃતની આવી નિન્દા અસહ્ય હતી. તેમણે કહ્યું : “બાલ, સ્ત્રી, મન્દ, મૂર્ખ આદિ સર્વે ચારિત્રના આકાંક્ષીઓના ઉપકારાર્થે તત્ત્વજ્ઞોએ સિદ્ધાન્તને પ્રાકૃતમાં રાખ્યા છે. બાલસ્ત્રીમન્દમૂખણાં નૃણાં ચારિત્રકાંક્ષિણાં I. અનુગ્રહાર્થ તત્ત્વઃ સિદ્ધાન્તઃ પ્રાકૃત કૃતઃ || તમે પ્રાકૃતની નિન્દા કરી ઘોર પાપ કર્યું.” પછી તેમણે આ આ પાપને માટે સિદ્ધસેન દિવાકરને બાર વર્ષ સુધી મૌન ધરી પરિભ્રમણ કરવાનું પારાંચિક' નામનું પ્રાયશ્ચિત્ત ૨. સિદ્ધસેન દિવાકર અન્ય કોઈ નહીં પણ વિક્રમાદિત્યની સભાનાં નવ રત્નો પૈકી ક્ષપણક' હતા એવું ડૉ. સતીશચન્દ્ર વિદ્યાભૂષણનું અનુમાન છે (જુઓ તેમનો ગ્રંથ નામે Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત પ્રત્યે જૈનોની રુચિ અને અપભ્રંશની વિશેષતાઓ આપ્યું. આથી વિદિત થાય છે કે જૈન આચાર્ય પ્રાકૃતને કેટલું ઊંચું સ્થાન આપતા હતા. (વિશેષ અગાઉ ફકરા ૯થી ૧૩માં કહેવાયું છે.) અપભ્રંશની વિશેષતાઓ ૩૮. વિક્રમ સંવતથી ત્રણચાર સૈકા પહેલાં, પૂર્વ અને ઉત્તર ભારતમાં પ્રચલિત માગધી અને અર્ધમાગધી ભાષાઓના જ્ઞાનને માટે આપણે જૈન શ્વેતામ્બર સંપ્રદાયનાં સૂત્રગ્રંથોનું અવલોકન કરવું જોઈએ. આ ગ્રંથો વિક્રમની પાંચમી શતાબ્દીમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપદે સૌરાષ્ટ્ર-વલ્લભીપુરમાં મળેલી જૈન પિરષદમાં લિપિબદ્ધ ક૨વામાં આવ્યા હતા. આ કારણે તેની ભાષા કંઈક વિકૃત થઈ છે તોપણ તે વિક્રમ પૂર્વની કેટલીક શતાબ્દીની ભાષા સમજવામાં ઘણી સહાયક થઈ શકે છે. આ કાલની ભાષાનું રૂપ બૌદ્ધોના પાલી ગ્રંથો અને અશોકની ધર્મલિપિઓથી પણ થોડુંઘણું જ્ઞાત થાય છે. આથી અગાઉ વિક્રમ સંવતના પ્રારંભથી સાતમી-આઠમી શતાબ્દી સુધીની ભાષાઓના જ્ઞાન માટે આપણે દિગમ્બર અને શ્વેતામ્બર આચાર્યોના રચેલા શૌરસેની, મહારાષ્ટ્રી અને મિશ્રિત પ્રાકૃતના અનેક ગ્રંથો જોવા ઘટે. આ સર્વ ગ્રંથ ગાથાબદ્ધ છે અને તેનો વિષય ધાર્મિક છે. દિગમ્બર જૈનોનાં કુન્દકુન્દ્રાચાર્ય સ્વામી, કાર્ત્તિકેય, વટ્ટકેર આદિ કવિઓના ઘણમાક ગ્રંથ તેમજ શ્વેતામ્બરાચાર્ય વિમલસૂરિનું ‘પઉમચરિયમ્', હિરભદ્રસૂરિની ‘સમરાઇચ્ચ-કહા’, દાક્ષિણ્યાંકસૂરિની ‘કુવલયમાલા’ (રચ્યા સં.૮૩૫) આદિ ગ્રંથ આ કાલની ભાષાના વિજ્ઞાનને માટે અત્યન્ત ઉપયોગી છે. નવમીથી સોળમી શતાબ્દી સુધી જૈન આચાર્યોએ રચેલા સેંકડો ગ્રંથ એવા છે કે જે દેશની આધુનિક ભાષાઓ હિન્દી, ગુજરાતી, મારવાડી, મરાઠી આદિના ઇતિહાસ અને વિજ્ઞાન માટે ઘણા ઉપયોગી છે એટલું જ નહીં પરંતુ બહુ આવશ્યક છે. આ અધિકાંશે કથાવિષયક હોવાથી સર્વને માટે રૂચિકર થઈ શકે તેમ છે, અને તેનાથી દેશની તાત્કાલિક ઘણી ઐતિહાસિક સામગ્રી પણ એકઠી કરી શકાય તેમ છે. ‘અપભ્રંશ’ શબ્દ ઘણો ભ્રમોત્પાદક છે. તેથી જે અપભ્રંશથી અહીં તાત્પર્ય છે તેને સ્પષ્ટ ૧૭ *મિડિવલ સ્કૂલ ઑવ્ ઇન્ડિઅન લૉજિક'). જૈન કથાઓમાં એ પ્રસિદ્ધ છે કે મજકુર પ્રાયશ્ચિત્ત પૂરું કરતી વખતે પરિભ્રમણ કરતાંકરતાં દિવાકરજી ઉજ્જૈન આવી પહોંચ્યા ને ત્યાં મહાકાલના મંદિરમાં એક અતિશય બતાવી તેમણે વિક્રમાદિત્ય રાજાને જૈન બનાવ્યો. ૩. આ ભાષાઓ સંબંધે વાંચો વિચારો પંડિત બહેચરદાસજીના લેખ (૧) ‘ગુજરાતી ભાષા' (આનંદ કાવ્ય મહોદધિ, મૌક્તિક પત્ની પ્રસ્તાવના) (૨) જૈન આગમ સાહિત્યની મૂળ ભાષા કઈ અથવા અર્ધમાગધી એટલે શું' (જૈન સાહિત્યસંશોધક, ભાગ ૧ અંક ૧) (૩) પ્રાકૃત ભાષા અને સાહિત્ય’ (આર્યવિદ્યા વ્યાખ્યાનમાળા, પૃ.૧૯૫થી ૨૩૧) (૪) ‘અર્ધમાગધી ભાષા’ (પુરાતત્ત્વ, પુ.૩ અંક ૪ પૃ.૩૪૬થી ૩૬૬) (૫) તેમનું પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ (પ્ર. ગૂજરાત વિદ્યાપીઠ) તથા (૬) મુનિશ્રી કલ્યાણવિજયજીનો લેખ નામે ‘માગધી ભાષા’ (જૈનયુગ, પુ.૧ અંક ૧ અને ૨). - Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ કરી દેવો આવશ્યક પ્રતીત થાય છે, ‘અપભ્રંશનો શબ્દાર્થ વિકૃત ભ્રષ્ટ અથવા બગડેલી થાય છે. આ શબ્દ ઘણા કાલથી એક ખાસ પ્રાકૃત ભાષાનો બોધક થયેલો છે. વરરુચિના પ્રાકૃતપ્રકાશ' નામના વ્યાકરણમાં તો અપભ્રંશ ભાષાનો ઉલ્લેખ આવ્યો નથી પરંતુ આજથી લગભગ બે હજાર વર્ષ પૂર્વના એક પ્રાકૃત વ્યાકરણના કર્તા જૈનાચાર્ય ચંડે આ ભાષાનો ઉલ્લેખ કર્યો છે અને તેનું વિશેષ લક્ષણ કેવલ એક સૂત્રમાં આપ્યું છે. (જુઓ ડૉ. આર. હૉર્નેલ સંશોધિત કલકત્તા ૧૮૮૦વાળી પ્રાકૃતલક્ષણની આવૃત્તિમાં પ્રસ્તાવના તથા મૂળ – “ન લોપોડપભ્રંશેડધોફેફસ્ય', ૩-૩૨૦. પરંતુ ડો. ગુણે ચંડનો કાલ ઈ.સ. છઠા સૈકા પછીનો આપે છે.) કિન્તુ આ અપભ્રંશ અને નવમી-દશમી શતાબ્દીની અપભ્રંશમાં બહુ અંતર છે. ડૉ. હૉર્નેલનું અનુમાન છે કે “ચંડના સમયની અપભ્રંશના ઉદાહરણ રૂપે અશોકની જે પ્રશસ્તિઓ શાહબાજગઢી અને મન્સહરાની શિલાઓ પર ખોદેલી મળે છે અને જેની ભાષાને સર કનિંગહામે ઉત્તરી ભાષા (નૉર્થને ડાયાલેક્ટ) કહી છે તે પ્રશસ્તિઓને ગણી શકાય તેમ છે. આ ભાષા થોડીઘણી માગધીના જ જેવી છે. વિશેષ ભેદ કેવલ એટલો જ હતો કે માગધીમાં ર'ને સ્થાને ‘લ' આદેશ થતો હતો પરંતુ અપભ્રંશમાં “ર' જ રહેતો હતો. પરન્તુ નવમી શતાબ્દીના પછીની અપભ્રંશ પ્રાકૃતમાં કેટલીક એવી વિશેષતાઓ છે કે જે તેથી પૂર્વની પ્રાકૃત ભાષાઓમાં જણાતી નથી. ૩૯. આ વિશેષતાઓ મુખ્યપણે ચાર છે : (૧) કારક અને ક્રિયા વિભક્તિઓની ઘણીખરી મન્દતા. ક્રિયાપદોમાં રૂપ બનાવવામાં પ્રત્યયો લગાડવાની મંદતા. ભાષા લગભગ પ્રત્યય વગરની થવાનું વલણ પકડતી જાય છે. (૨) ઘણા એવા દેશી શબ્દો અને રૂઢ શબ્દોનો પ્રયોગ કે જેના સમાનરૂપ શબ્દો સંસ્કૃતમાં મળતા નથી. (૩) ઘણા નવા છંદો ઉભવે છે. બીજી પ્રાકૃતમાં આર્યા-ગાથા કે શિષ્ટ સંસ્કૃત છંદો સિવાયના અન્ય છંદો સામાન્ય રીતે દેખાતા નથી પણ અપભ્રંશમાં અસંખ્ય નવા છંદો વપરાયા અને તે અક્ષરમેળ છંદો વપરાયા, માત્રામેળ છંદો કે જે વૈદિક કવિતામાં જોવામાં આવે છે તે નહીં. આ અસંખ્ય નવા છંદોનાં લક્ષણો તથા ઉદાહરણો “પ્રાકૃત-પિંગલમાં મળી આવે છે. (૪) પ્રાસબંધ છંદનો પ્રાદુર્ભાવ. તેવા પ્રાસાનુબંધ છંદ પહેલી વખત જ અપભ્રંશમાં મળી આવે છે.' આમાંની પહેલી અને બીજી વિશેષતાઓ તો કેટલેક અંશે તેનાથી પૂર્વની પ્રાકૃત ભાષામાં મળી આવે પણ ચોથી વિશેષતાનું ઉદાહરણ તેનાથી પૂર્વે મળતું નથી. ૪. શિષ્ટ સંસ્કૃતમાં પ્રાસાનુબંધ છંદનો મળતો એક જ પ્રકાર પાદાન્તયમક નામના અલંકારમાં મળી આવે છે (દડીના ‘કાવ્યાદર્શ પ્રકરણ ૩, ફકરો ૪૧.૪૪) એ સંભવિત છે કે આ અલંકારમાંથી પ્રાસ મેળવવાનું જખ્યું હોય. Page #34 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ અને તેની જીવંતતા ૧૯ પ્રાસાનુબંધ છંદનો પૂર્ણ વિકાસ આધુનિક ભાષાઓમાં જ જોવામાં આવે છે. કેટલાક લોકોનો એવો ખ્યાલ છે કે પ્રાસાનુબંધ છંદનો પ્રયોગ ભારતીય કવિઓએ મુસલમાનો પાસેથી લીધો છે. આ મતથી વિરુદ્ધ આ સમયે કંઈ પણ નિશ્ચિત રીતે કહી શકાતું નથી, પણ સંસ્કૃત અલંકાર નામે પાદાન્તયમકમાંથી તેનો જન્મ થયો હોય તે વિશેષ સંભવિત છે. વિક્રમની છઠ્ઠી-સાતમી સદીની પૂર્વથી જ અરબ નિવાસીઓનું પશ્ચિમ ભારતમાં ઘણું આવાગમન થયું છે. મહમદ બિન કાસમની ગુજરાત પર ચડાઈ ઈ.સ.૭૦૭માં થઈ હતી અને અત્યાર સુધી પ્રાપ્ત થયેલ અપભ્રંશ ભાષાનું સાહિત્ય, દેશના આ ભાગ – ગુજરાતના કવિઓ દ્વારા રચાયેલું સિદ્ધ થાય છે, આ વાતનો બરાબર નિર્ણય કરવા માટે આપણે આપણા સાહિત્યની પૂર્ણ મીમાંસા કરવી જોઈએ અને આ વાતનો પણ નિકાલ કરવો જોઈએ કે મુસલમાની સાહિત્યમાં પ્રાસાનુબંધ કવિતાનો પ્રચાર ક્યારથી જણાય છે. આ પ્રશ્ન ઘણો મહત્ત્વનો છે.” પ્રકરણ ૩ : અપભ્રંશ અને તેની જીવંતતા અપભ્રંશ ૪૦. સ્વ. સાક્ષર ચીમનલાલે “અપભ્રંશ' એ મથાળા નીચે “સાહિત્ય' માસિકમાં લખતાં જણાવ્યું હતું કે : વૈયાકરણોએ છ મુખ્ય ભાષાઓ ગણાવી છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, પિશાચિકા, માગધી અને સૂરસેની. સંસ્કૃત પ્રાકૃત ચેવાપભ્રંશોથ પિશાચિકા | માગધી સૂરસેની ચ ભાષાઃ ષ સંપ્રકીર્તિતાઃ || ‘વામ્ભટાલંકારમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને પિશાચિકા (ભૂતભાષિત) એમ કાવ્યની શરીરભૂત ચાર ભાષાઓ ગણેલી છે ? સંસ્કૃત પ્રાકૃત તસ્યાપભ્રંશો ભૂતભાષિતમ્ | ઈતિ ભાષાઋતસ્રોપિ યાન્તિ કાવ્યસ્થ કાયતામ્ II ૨–૧ અહીંઆ “અપિ” શબ્દથી ટીકાકારો માગધી અને સૂરસેનીનો અંતર્ભાવ કરે છે. એકા ભાષા અપભ્રંશઃ હરિવિજયાદિ... ચતસ્રોપિ ભાષાકાવ્યશરીપ્રાણા ઈત્યર્થ છે. જે જે દેશોમાં અપર ભાષાથી અમિશ્રિત શુદ્ધ ભાષા તે અપભ્રંશ એવી વ્યાખ્યા વાત્મટ આપે અપભ્રંશસ્તુ તદ્ધ યદ્યદ્દેિશેષ ભાષિતમ્ | તે-તે કર્ણાટ, પાંચાળાદિ દેશોને વિશે બોલાતી શુદ્ધ, બીજી ભાષાથી અમિશ્રિત ભાષા તે અપભ્રંશ. જે દેશને વિશે સ્વભાવથી જે ભાષા બોલાય છે તે અપભ્રંશ. માગધી અને સૂરસેનીનો પણ આમાં જ અંતર્ભાવ થાય છે. યત્તે તેવું કર્ણાટપાચ્ચાલાદિષુ દેશેષ શુદ્ધમપરભાષાદિભિરમિશ્રિત ભાષિત સોપભ્રંશઃ | યમ્મિદેશે સ્વભાવતો યા ભાષચ્યતે સોપભ્રંશો ૧૦૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ ભવતીત્યર્થઃ | માગધી સૂરસેની ચાત્રેવાન્તર્ગતા || ૪૧. વાલ્મટના “કાવ્યાનુશાસન' ઉપર ભટ્ટારક નરેન્દ્રકીર્તિના શિષ્ય શ્રેષ્ઠી. પોમરાજના પુત્ર વાદિરાજની ટીકામાં ૨૭ અપભ્રંશ ભાષાઓ ગણાવી છે ? વાચંડો લાટવૈદભવુપનાગરનાગરી | બાર્બરાવંત્યપાંચાલટાક્કમલયકૈકયાઃ || ગૌડોદ્રદવપાશ્ચાત્યપાંડવ્યકતલસિંહલાઃ | કાલિંગપ્રાચ્યકર્ણાટકાંચ્યદ્રાવિડગૌર્જરાઃ || આભીરો મધ્યદેશીયઃ સૂક્ષ્મભેદવ્યવસ્થિતાઃ | સપ્તવિંશત્યપભ્રંશા વૈડાલાદિપ્રભેદતઃ || આ શ્લોકો ટીકાકારે ક્યા ગ્રંથમાંથી લીધેલા છે તે જણાવેલું નથી, તે જ ટીકાકારે પિશાચિકાના ૧૧ ભેદ ગણાવેલા છે ? કાંચીશીયપાંડ્ય ચ પાંચાલ ગૌડમાગધમ્ | વાચંડ દાક્ષિણાયં ચ સૌરસેન ચ કૈકયમ્ | શાવરે દ્રાવિડ ચૈવ એકાદશ પિશાચજાઃ | આ ઉપરથી જણાય છે કે એક જ દેશમાં (ઉદાહરણ તરીકે વાચંડ) અપભ્રંશ અને પૈશાચિકા બન્ને ભાષાઓ બોલાતી હતી. પૈશાચિકા એ પિશાચોની - ભૂતોની ભાષા હતી. એટલે તે દેશોની મુખ્ય ભાષા અપભ્રંશ હશે, પરંતુ પિશાચ લોકો પૈશાચિકા બોલતા હશે. માર્કંડેયના “પ્રાકૃતસર્વસ્વ'માં તથા કૃષ્ણમિશ્રની ‘પ્રાકૃતચન્દ્રિકામાં પણ ઉપરના અપભ્રંશ સંબંધી શ્લોકો ઉતારેલા છે. ૪૨. માર્કંડેયે આ સતાવીશ ભેદોમાંથી વાચંડ, ઉપનાગર અને નાગરને મુખ્ય ગણીને બીજાઓને સૂક્ષ્મ ભેદને લીધે પૃથક ગણેલા નથી. ઉપરના ત્રણ મુખ્ય અપભ્રંશોનું તેમણે વર્ણન કરેલું છે અને બીજાઓની તો ફક્ત ખાસિયતો જણાવી છે. ગૌર્જરી અપભ્રંશ ભાષાનો વિશેષ એટલો જણાવ્યો છે કે તે સંસ્કૃત શબ્દોથી ભરપૂર છે અને ટક્ક ભાષાની સાથે તે નિકટ સંબંધ ધરાવે છે. સંસ્કૃતાઢ્યા ચ ગૌર્જરી | ચકારાત્ પૂર્વોક્તટક્કભાષાગ્રહણમ્ | વાચંડ અપભ્રંશ સિંધમાં બોલાતો હતો એવું માકેડેય કહે છે. પરંતુ નાગર, ઉપનાગર અને ટક્ક ક્યાં વપરાતા હતા તે જણાવ્યું નથી. નાગર અપભ્રંશ નગરકોટના પ્રદેશમાં બોલાતો હશે અને ઉપનાગર તે પ્રદેશના નજીકના ભાગની ભાષા હશે. ટાક્કી ભાષા ઉત્તર પંજાબમાં ટક્ક દેશની ભાષા હતી. (જર્નલ ઓવું રો. એ. સોસાયટી, ઑકટો. ૧૯૧૩, પૃ. ૮૭૫-૮૮૩) માર્કડેયના નાગર અપભ્રંશ અને હેમાચાર્યના સૌરસેન અપભ્રંશને ઘણું મળતાપણું છે. આ ઉપરથી ડૉ. શિઅર્સન એમ ધારે છે કે નાગર અપભ્રંશ તે ગુજરાતમાં બોલાતી ભાષા હશે, અને ઉપનાગર અપભ્રંશ ગુજરાત અને સિંધની વચ્ચેના પ્રદેશ - પશ્ચિમ રજપૂતાના અને દક્ષિણ પંજાબના ભાગમાં બોલાતી હશે. Page #36 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ અને તેની જીવંતતા અપભ્રંશની જીવંતતા ૪૩. હવે અગિયારમા શતક સુધી અપભ્રંશ ભાષા જીવંત હતી તેના પુરાવા આપીશું. કઈ ભાષા ક્યારે મરણ પામી, એટલેકે તે બોલવાનો વ્યવહાર તૂટી ગયો એ સંબંધી પ્રત્યક્ષ પુરાવા મળવા ઘણા વિકટ હોય છે, તેમ તે મરણ પામ્યાથી તેના સાહિત્યનું નિર્માણ થઈ શકે છે ઈત્યાદિ વાત જરા દુર્ઘટ છે, તોપણ સુદેવે અપભ્રંશના સંબંધમાં આપણને પ્રત્યંતર નિકટના પુરાવા પણ મળે છે. (૧) અગાઉ ફકરા ૧પમાં ટૂંકમાં જણાવ્યું છે તેમ વિશેષપણે જણાવતાં રાજશેખર પોતાના “કાવ્યમીમાંસામાં (ગાયકવાડ ઑરિએંટલ સિરીઝ, પૃ.૫૪, પપ) પોતાની કવિરાજની કાવ્યપરીક્ષાની સભા કેવી હોવી જોઈએ એ સંબંધમાં લખતાં જણાવે છે કે : મધ્યસભ.... વેદિકા | તસ્યાં રાજાસનમ્ | તસ્ય ચોત્તરતઃ સંસ્કૃતાઃ કવ્યો નિવેશેરનું | તતઃ પર વેદવિદ્યાવિદઃ પ્રામાણિકાઃ પૌરાણિકાઃ સ્માત ભિષજો મૌદૂર્તિકા અન્યપિ તથાવિધાઃ | પૂર્વેણ પ્રાકૃતાઃ કવયઃ | તતઃ પર નટનર્તક-ગાયનવાદક-વાજીવનકુશીલવતાલ ચરા અન્યૂડપિ તથાવિધાઃ | પશ્ચિમેનાપભ્રંશિનઃ કવયઃ | તતઃ પર ચિત્રલેપ્સકતો મણિક્યબંધકવૈકટિકાઃ સ્વર્ણકારવર્ધકિલોહકારા અન્યપિ તથા વિધાઃ | ઈ. • મધ્યે રાજ્યસન, તેની ઉત્તરે સંસ્કૃત કવિ, અને તેની પાસે વૈદિક, નૈયાયિક, પૌરાણિક આદિ પંડિત લોક, પૂર્વે પ્રાકૃત કવિ અને તેની પાસે નટ, નાચનારા, ગાનારા, વગાડનારા આદિ કલાવજો લોક, પશ્ચિમે અપભ્રંશ કવિ અને તેની પાસે ચિત્ર કરનાર, રંગ પૂરનાર, રત્નકાર આદિ કસબી લોક અને સોની, સુતાર, લુવાર આદિ કારુ - કારીગર ઈત્યાદિ છે ૪૪. આ સભાની રચના કાલ્પનિક હોય તોપણ પ્રત્યેક સાહિત્યભાષાના કવિની પાછળ તે ભાષા જેઓમાં વ્યવહારસાધન રૂપે બોલાતી લાગે છે તેના લોક રાજશેખરે બેસાડ્યા છે, એ તે પરથી સ્પષ્ટ જણાય છે. સંસ્કૃત કવિ પાછળ પંડિતોનું પૂર, પ્રાકૃત, કવિ પાછળ જે નાટકમાં પ્રાકૃત વપરાય છે તેને લગતા નટાદિનું મૂકવું, અને અપભ્રંશ કવિ પછવાડે માત્ર વણિગ્વર્ગ અને કારીગર આદિનો વર્ગ – અર્થાત્ સામાન્ય જનસમૂહ એમ બેસાડવાથી ઔચિત્ય સાધ્યું છે. એમ ન હોત તો વ્યાપારી વર્ગ અને ધંધાદારી લોક સંસ્કૃત કવિ પછવાડે શા માટે ન બેસાડયા અથવા નટનર્તકદિ કલાવંતોના વર્ગને અપભ્રંશ કવિની પાછળ કેમ સ્થાન ન આપ્યું એવા પ્રશ્નોનો બીજો સમર્પક ઉત્તર નથી. આ પરથી રાજશેખરના સમયમાં સામાન્ય જનસમૂહની બોલી અપભ્રંશ હોવાથી તેમનું તે જ ભાષામાં સાહિત્ય હતું એમ માનવામાં હરકત નથી. રાજશેખર ઈ.સ. નવમા શતકના છેવટમાં અને દશમાના આરંભમાં થઈ ગયા. ૪૫. (૨) રુદ્રટના “રુદ્રાલંકારના ૨-૧૧ સૂત્ર નામે “સંસ્કૃત પ્રાકૃત ચાન્યદપભ્રંશ ઈતિ ત્રિધા' એ શ્લોક પર પોતાની વૃત્તિમાં ટીકાકાર જૈન નમિસાધુએ અપભ્રંશના Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ જુદાજુદા ભેદ બતાવી તેના લક્ષણ સંબંધે જણાવ્યું છે કે “તસ્ય ચ લક્ષણે લોકાદેવ સમ્યગવસેયમ્' (તેનું લક્ષણ લોકો પાસેથી – લોકમાંથી જ સારી રીતે સમજી લેવું). પ્રાકૃત સંબંધે બોલતાં તેનું લક્ષણ “ગ્રંથાન્તરાઇવયં” (બીજા ગ્રંથોમાંથી જાણી લેવું) એમ તે જણાવે છે, આ પરથી લોકાત્’ એટલે પ્રત્યક્ષ લોકવ્યવહાર પરથી એવું કહેવાનો તેનો ઉદ્દેશ જણાય છે તે સ્પષ્ટ છે. નમિસાધુ ઈ.સ. અગિયારમા શતકના મધ્યમાં થઈ ગયા. તેમના સમયમાં અપભ્રંશ જીવંત હોવા સિવાય તે “તસ્ય ચ લક્ષણે લોકાદવશે એમ કહે નહીં. આ પરથી અપભ્રંશ ભાષા અગિયારમા શતકના મધ્ય સુધી ખાસ જીવંત હતી એ કહેવામાં હરકત નથી.' ૪૬. (૩) હેમચન્દ્રાચાર્યે પોતાના પ્રાકૃત વ્યાકરણના અપભ્રંશ પ્રકરણમાં જે અપભ્રંશનાં ઉદાહરણો અપભ્રંશ કવિતામાંથી આપ્યાં છે તેમાંથી બે મહત્ત્વનાં છે : (ક) બાહ વિછોડવ જાહિ તુહું, હઉં તેવંઈ કો દોસુ, હિયકિઉ જઈ નીસરહિ, જાણઉં મુંજ સરોસુ. • હાથ છોડાવી તું જાય છે, તેમ હું જાઉં (તેમાં) કયો દોષ ? પણ હૃદયમાંથી તું જો નીસરી જા તો, હે મુંજ, તારો મારા પર રોષ છે એમ હું જાણીશ • [જુઓ આ પછી હેમચંદ્ર અવતારેલ અપભ્રંશ ઉદાહરણોમાં ક.૧૬૧] ૪૭. આમાં મુંજરાજા પર ફિદા થયેલી તરુણીના તેને અનુલક્ષીને શબ્દો છે. આમાં તેની પ્રશસ્તિ સરખા મહાકાવ્ય જેવો પ્રકાર બિલકુલ નથી. સિવાય કે મુંજ જેવો રાજા બીજો થયો નહોતો કે તેના સંબંધે કોઈ પછીથી પણ કાવ્ય રચે. તેથી મુંજની અને વિશેષતઃ તેના સ્ત્રીલંપટત્વની વાત લોકહૃદયમાંથી ભૂંસાઈ નહોતી, તે વખતે લોકમાં રૂઢ થયેલા આ લોકનાં જ પદ હોય એમ કહેવામાં હરકત નથી. મુંજ દશમાં શતકના મધ્યમાં થઈ ગયો તેના પછી થોડા કાળના તરીકે આ પદને સમજીએ તો દશમા શતકના છેવટે અપભ્રંશ ભાષા લોકમાં પ્રચાર પામી હતી એમ દીસે છે. ૪૮. (ખ) રમ્બઈ સા વિસહારિણી, તે કર ચુંબિવિ જીઉં, - પડિબિંબિઅ-મુંજાલ જિલ] જેહિ અ-ડોહિલ પીઉં. • જેમાં મુંજાલનું મુિંજનું પ્રતિબિંબ પડેલું છે તે સ્વચ્છ ડહોળ્યા વિનાનું પાણી જે હાથે પીધું તેનું ચુંબન લઈને તે પાણીવાળી તરુણી મૃિણાલવતી પોતાનો જીવ ટકાવે છે આ પણ ઉપરના પદ જેવું તાત્કાલિક મહત્ત્વનું લોકસુભાષિત છે, અથવા તે પ્રચલિત લોકભાષામાંનું હોવા યોગ્ય છે. [ઉપરના પદ્યમાં દેશાઈએ “મુંજાલ” નામ વાંચેલું અને એને પાટણનો મંત્રી મુંજાલ (ઈ.સ. ૧૧મું શતક) માની એ વિશે નોંધ કરેલી, જે અહીં રદ કરી છે. આ મુંજ-મૃણાલવતી વિશેનું જ પદ્ય છે. જુઓ હેમચંદ્ર અવતારેલ અપભ્રંશ ઉદાહરણો ક.૧૬૧.] Page #38 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ અને તેની જીવંતતા ૪૯. (૪) ‘પ્રાકૃતપિંગલ' આ નામનો પ્રાકૃત છંદઃશાસ્ત્ર પરનો ગ્રંથ (?) [૧૫ કે ૧૬મા શતકનો છે તેમાં કેટલાંક અપભ્રંશ અને કેટલાંક જૂનાં હિંદી-ગુજરાતી ઉદાહરણો છે તેમાંથી બે જ અત્ર લેવામાં આવે છે : (ક) કણ્ણ ચલંતે કુમ્મ ચલઇ પુષ્ટિવ અસરણા, કુમ્મ ચલંતે મહિ ચલઇ ભુવણ ભયકરણા, મહિએ ચલંતે મહિહરુ તહ અ સુરઅણા, ચક્કવઇ ચલંતે ચલાઇ ચક્ક તહ તિહુઅણા. • કર્ણ (સંગ્રામમાં) ચાલતી વખતે અશરણ (થઈ) કૂર્મ હલે છે, કૂર્મ હલવાથી પૃથ્વી હલે છે જેથી પ્રાણીમાત્ર ભય પામે છે, પૃથ્વી હલતાં પર્વત ડોલે છે, અને તેથી (તે પર રહેલ) સુરગણ હલે છે. (આ પ્રમાણે) ચક્રવર્તી (કર્ણ) ચાલ્યો તેથી (દિશાઓનું) ચક્ર અને ત્રિભુવન ચલાયમાન થાય છે : ૫૦. (ખ) ‘જે ગંજિય ગોલાહિવઇ રાઉ, ઉદ્દંડ ઉડ્ડઉ સભઅ પરાઉ, ગુરુવિક્કમ વિક્કમ જિણિઅ જુજ્સ, તા કર્ણા૫૨ક્કમ કોઇ બુઝ્ઝ. જેણે ગૌડાધિપતિને ગાંજ્યો, ગર્વિષ્ઠ ઉત્કલ (રાજા)ને ભયભીત કરી નસાડ્યો, (જેણે) મોટા પરાક્રમી વિક્રમને યુદ્ધમાં જીત્યો, તે કર્ણના પરાક્રમની બૂઝ કોણ કરે ? ૫૧. આમાં કર્યું તે કલસૂરિ-વંશનો ચેદિ રાજા જે ઈ.સ. ૧૧મા શતકના મધ્યના સુમારે થઈ ગયો. ‘પ્રાકૃતપિંગલ-ટીકા'નો હસ્તલિખિત ગ્રંથ મળ્યો તે સંબંધી ખુલાસામાં ડૉ. સર ભાંડારકર કહે છે કે : "The last two forms (the Apabhrams'a and the Vernacular forms) must represent the Vernacular speech of the period when the poets wrote, and since they could not have praised the particular princes if they had died and been forgotton at the time when they lived, the conclusion is not unwarranted that the forms of the language used by them were the forms current about the time of Karna i.e, in the first half of the eleventh century, the stage of development at which Vernacular tongues had arrived was still that represented by the Apabhramsa'' (ભાંડારકર, રિપૉર્ટ ઑન ધ સર્ચ ફૉર મૅન્યૂસ્ક્રિપ્ટ્સ, ૧૮૮૭-૯૪, પૃ.LXXI આગળ) “છેલ્લાં બે રૂપો (અપભ્રંશ અને દેશી ભાષાનાં રૂપો) કવિઓએ સર્જન કર્યું તે સમયની દેશી – લોકભાષાનાં પ્રતિનિધિરૂપ જ હોવાં જોઈએ. ૨૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ અને તે કવિઓ જ્યારે પોતે વિદ્યમાન હોય ત્યારે તે અમુક રાજાઓ જો. મરી જઈ ભુલાઈ ગયા હોય તો તે વખતે તે રાજાઓનાં ગુણગાન કરી શક્યા ન હોત; આથી એ નિર્ણય પર આવવું અયોગ્ય નથી કે તે કવિઓએ વાપરેલાં ભાષાનાં રૂપો જે વખતે તે રાજાઓ વિદ્યમાન હતા તે વખતના અરસામાં ચાલુ હતાં. આ પ્રમાણે કર્ણના અરસામાં એટલેકે અગિયારમાં શતકના પૂર્વાર્ધમાં જે વિકાસની અવસ્થાએ દેશી ભાષાઓ પહોંચી હતી તે અપભ્રંશ ભાષાનો જ ચાલુ વિકાસ હતો.” આ સર્વ વિવેચન પરથી ઈ.સ. ૧૧મા શતકના મધ્ય સુધી અને વિક્રમ બારમા શતક સુધી તો અપભ્રંશ ભાષા બોલાતી હતી એ નિર્વિવાદ દીસે છે. આની પછી નવીન આર્યભાષાનો - દેશી ભાષાનો કાળ શરૂ થાય છે એમ કહી શકાય. Page #40 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૨ : અપભ્રંશ સાહિત્ય પ્રકરણ ૧ : દશમી સદી સુધીનું અપભ્રંશ સાહિત્ય હમણાં સુધી મળતું સાહિત્ય પ૨. અપભ્રંશ સાહિત્યનું સંખ્યા પ્રમાણ શું છે આ પ્રશ્ન દશેક વર્ષ પહેલાં હાસ્યજનક લાગત કારણકે હજુ હમણાં સુધી અપભ્રંશનું જે કંઈ સાહિત્ય વિદ્વાનોને જ્ઞાત અને માન્ય હતું તે ફક્ત એટલું જ હતું કે ૧. કાલિદાસના ‘વિક્રમોર્વશીયના ચતુર્થ અંકમાંનું, ૨. પિંગલકૃત કહેવાતું “પ્રાકૃત-પિંગલ', ૩. હેમાચાર્યનું વ્યાકરણ, સૂત્ર ૪-૩૨૯થી ૪૪૬ કે જેમાં તે જુદાંજુદાં સ્થળોએથી અપભ્રંશ ટાંકે છે, ૪. હેમાચાર્યનું કુમારપાલ-ચરિત્ર” અથવા “પ્રાકૃત દ્વયાશ્રયકાવ્ય' સર્ચ ૮, શ્લોકો ૧૪થી ૮૨ કે જે પોતાના વ્યાકરણના નિયમોનાં ઉદાહરણ તરીકે મૂકેલા છે, ૬. જૈન કથાઓ જેવી કે કાલકાચાર્ય-કહા’ અને દ્વારાવતીના નાશની કહા અને અહીંતહીં અલંકારના ગ્રંથો જેવા કે “સરસ્વતીકંઠાભરણ', અને ‘દશરૂપ” અને “ધ્વન્યાલોક' એ બંને પરની ટીકાઓમાં મળી આવતી છૂટી ગાથાઓ; આ ઉપરાંત થોડી ગાથાઓ “વેતાલ-પંચવિંશતિકા', સિંહાસન-દ્વાáિશિકા” અને “પ્રબંધચિંતામણિમાંની. આનો ઉપયોગ પિશલે પોતાના વ્યાકરણમાં કર્યો છે. આમાં પહેલાં બે સિવાય સર્વ જૈનો-રચિત સાહિત્ય છે. પ૩. પિશલના વખત પછી શોધખોળ કરતાં અપભ્રંશ સાહિત્ય વિશેષ અને વિશેષ જેની પાસેથી મળી આવ્યું છે. તેમાં ખાસ કરી “ભવિયત્ત-કહા' નામનું ધનપાલકૃત લાંબું કાવ્ય ડૉ. જેકોબીએ અમદાવાદના રા. કેશવલાલ પ્રેમચંદ મોદી વકીલ પાસેથી પોતાના ભારતના છેલ્લા પ્રવાસ દરમ્યાન તેની એક પ્રત પ્રાપ્ત કરી જર્મની જઈ તેના પર ખૂબ સંશોધન, શોધખોળ કરી, વિવેચન, પ્રસ્તાવના વગેરે લખી મ્યુનિચમાં સન ૧૯૧૮માં છપાવ્યું તેમાં ગુજરાતી હિન્દી આદિ આધુનિક ભાષાની જનની અપભ્રંશ ભાષાનું મહત્ત્વ તેમણે સ્થાપિત કર્યું. ત્યાર પછી અપભ્રંશ સંબંધી હિન્દમાં રસ લેવાવા માંડ્યો. તેનું કેટલુંક સાહિત્ય સાક્ષરશ્રી સ્વ. દલાલે પાટણ અને જેલમેરના તેમજ શ્રીયુત હીરાલાલ જેને કારંજાના જૈન પુસ્તક ભંડારો શોધતાં તેમજ બીજે શોધ કરતાં મળી આવ્યું. આ સર્વની રૂપરેખા સૂચિ સહિત નીચે આપીએ છીએ. આઠમીથી દસમી સદી વચ્ચેનું સાહિત્ય ૫૪. હાલ અપ્રકટ પણ મોટા બે અપભ્રંશનાં કાવ્યો હમણાં એક પુસ્તક ભંડારમાં જણાયાં છે, તેનાં નામ “હરિવંશ-પુરાણ” અને “પઉમચરિય' છે. તેમનું ગ્રંથપ્રમાણ. આશરે અઢાર હજાર અને બાર હજાર શ્લોક અનુક્રમે છે. બંનેના રચનારનું નામ સ્વયંભૂદેવ છે. તેમણે બંને ગ્રંથો અપૂર્ણ મૂક્યા હતા ને તેના પુત્ર નામે ત્રિભુવન સ્વયંભૂએ તે બન્નેને પૂર્ણ કર્યા હતા. હરિવંશ-પુરાણ'માં સ્વયંભૂદેવ પોતાને “ધવલઇય'ના Page #41 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ અને ‘પઉમચરિય’માં ‘ધનંજય’ના આશ્રિત તરીકે ઓળખાવે છે. બંને નામો એક જ વ્યક્તિને લાગુ પડતાં હોય એવો સંભવ છે. ત્રિભુવન સ્વયંભૂ પોતાને ‘બંદઇય’ (કે જે ‘ધવલઇય’નો પુત્ર કદાચ હોય)ના આશ્રિત તરીકે ઓળખાવે છે. ‘હિરવંશ-પુરાણ’ના અંતભાગની સંધિઓ પરથી જણાય છે કે તે ગ્રંથનો એક ભાગ ત્રિભુવન સ્વયંભૂએ લખેલો તે અપ્રાપ્ત થતાં તે ગ્વાલિયરના જત્તિ (યશઃકીર્તિ) નામના સં.૧૫૨૧ લગભગ થયેલા ભટ્ટારકે પુનઃ સ્થાપિત કર્યો હતો. ૨૬ ૫૫. ‘હિરવંશ-પુરાણ’માં ભામહ, દંડી, બાણ, હિરષેણ અને ચૌમુહ(ચતુર્મુખ)ના ઉલ્લેખ મળે છે અને ‘પઉમચરિય’માં વિષેણ, ભામહ અને દંડીના મળે છે. આ બધા ગ્રંથકારો ઈ.સ. ૭મી સદી પછી વિદ્યમાન જણાયા નથી. વિક્રમ ૧૧મી સદીના પુષ્પદન્તે પોતે પોતાના મહાપુરાણ’માં સ્વયંભૂદેવનો ઉલ્લેખ કર્યો છે. આ પરથી એમ નિર્ણય થઈ શકે કે સ્વયંભૂદેવે ઈ.સ. ૭મી અને ૧૦મી સદી વચ્ચે કોઈ કાળમાં રચના કરી હશે. ૫૬. ઉક્ત પઉમચરિય'ના પ્રારંભમાં એ છે કે મહણવ-કોમલ-કોમલ-મણહ૨-વ૨-વહલકુંતિ-સોહિલં, ઉસહસ્સ પાયકમલે સસુરાસુર-વંદિયં સિરસા. દીહ૨-સમાસનાલં સદ્દદલું અત્યકેસરુગ્ધવિયું, બુહ-મહુય૨-પીય-૨ર્સ સયંભુ-કવ્વુપ્પલ જયઉ. તિહુયણ-લગ્ગણ-ખંભુ, ગુરુ પરમેષ્ઠિ નવેપ્પિણુ, પુણિ આરંભિય રામ-કહા, આરિસ જોએપ્પિણુ. ૧. ૨. ઘત્તા ૧ ઇય ચઉવીસ વિ પરમ જિણ પણવેપ્પિણુ ભાવે, પુણુ અપ્પાણઉં પાયમિ રામાયણ-કાવે. વન્દ્વમાણ-મુહ-કુહર-વિણગ્ગિય, રામકહાણઇ એહ કમાગય, અક્બ૨-વાસ-જલોહ-મનોહર, સુયલંકાર-છંદ-મચ્છોહ૨. દીહ-સમાસ-પવાહાપંકિય, સક્કય-પાયય-પુલિણાલંકિય, દેસીભાસા-ઉભયડુજ્જલ, કવિ-દુક્કર-ઘણ-સદ્દ-સિલાયલ. અત્ય-બહલ કલ્લોલાણિયિ, આસાસય સમતૂહ પરિય, એહ રામકહ-સર સોહંતી, ગણહરદેવહિં દિદ્ઘ વહેતી. પચ્છઇ ઇંદભૂઅ-આરએં, પુણુ ધમ્મેણ ગુણાલંકારમેં, પુછુ એહિં સંસારારાએઁ, કિત્તિહરેણ અણુત્તરવાએઁ. પુણુ વિસેણાયરિય-પસાએં, બુદ્ધિએ અવગાહિય કઇરાએઁ, પમિણિ-જણણિ-ગભ-સંભૂએ, મારૂઅએવ-રૂવ-અણુરાએઁ, અર્દતણુએણ પઈહરગોં, છિવરણાર્સે પવિરલ-દંતેં. ૩ Page #42 -------------------------------------------------------------------------- ________________ દશમી સદી સુધીનું અપભ્રંશ સાહિત્ય ઘત્તા ૨ ણિમ્મલ-પુણ-પવિત્ત-કહ-કિત્તણુ આઢપ્પાઇ, ઈણ સભાણિજ્યંતએણ, થિર કિત્તિ વિઢપ્પઇ. બૃહયણ સયંભુ પ વિષ્ણવઈ, મઇ સરિસઉ, અણુ ણાહિ કુકઇ, વાય૨ણું કયાઇ ન જાણિયઉં, ણવ વિત્તિ સુત્તુ વાણિયઉ, ણઉ પચ્ચાહારહો તત્તિ કિય, ણઉ સંધિએ ઉપરિ બુદ્ધિ દિય, ણઉ ણિસુઅઉ સત્ત-વિહત્તિયાઉ, છબિહઉ સમાસ-પઉત્તિયાઉ, છક્કારય દસલયા૨ે ણ સુય વીસોવસગ્ગ પંચય બહુય, ણ વલાવલ ધાઉ શિવાય ગણુ, ણઉ લિંગ ઉણાઇ ચક્કુ વયણુ ણઉ ણિસુણિઉ પંચ મહાકવ્વુ, ણઉં ભરહુ ણ લક્ષ્મણુ છંદુ સવ્વુ, ણઉ વુઝિઉ પિંગલ પત્યારુ, ણઉ ભમ્મહ દંડિયલંકારુ, વવસાઉ તોવિ ણઉ પિરહરિમ, વિર રયડા વુત્તુ કલ્લુ કરમ. ઇય એલ્થ પઉમરિએ ધણંજયાસિય સયંભુએવ-કએ, જિણ જમ્મુપસિઇયં પઢમં ચિય સાહિયં પડ્યું. ઇય એલ્થ પઉમરિએ, ધણુંજયાસિય સયંભુએવ-કએ, જિણવર ણિક્કમણ ઇમં, વીયં ચિય સાહિયં પડ્યું. ૨ ૧. ૨૦ આયરઇ અવરઇ અવિસેસઈ કરિય† મુણિગણ સારએણ, પરમાગમે જહ ઉદ્દિષ્ઠઇં આસિ સયંભુ ભડા૨એણ. ઇય પઉમચરિયસેસે સયંભુએવમ્સ કહવ ઉન્વરિએ, તિહુઅણ-સયંભુ રઇયં સભાણિયું સીયહીવ પવ્વમિ. વદઇ આસિય તિહુયણ–સયંભુ કઈ કહિય પોમરિયમ્સ, સેસે ભુવણ પગાસે તેઆસીમો ઇમો સો. કઇરાયસ્સ વિજય-સેસિયસ્સ વિત્યારિઉ જો ભુવણે તિહુઅણ-સયંભુણા પોમ-ચરિય સેસેણ નિસ્સેસો. આ ગ્રંથની સં.૧૫૨૧માં લખાયેલી પ્રત પૂનાના સ૨ ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં નં.૧૧૨૦ સન ૧૮૯૪–૯૭માં છે. સંધિ. ૮૩ ૨૭ [‘પઉમચરિય’ ભા.૧, ૨, ૩ ડૉ. હિરવલ્લભ ભાયાણી સંપાદિત ભારતીય વિદ્યા ભવન, મુંબઈ દ્વારા પ્રકાશિત થયેલ છે, ૧૯૫૩, ૧૯૫૩, ૧૯૬૧.] ૫૭. ઉપરોક્ત ‘હરિવંશ-પુરાણ'ના નમૂના. તેમાં આદિભાગ એ છે કે સિરિ-પરમાગમ-ણાલુ સયલ-કલા-કોમલ-દલુ, કહું વિઈસણ કર્ણો જાયવ-કુરુ-બકુહુપ્પવુ. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પણમામિ ણેમિ તિર્થંકરહો, હરિબલકુલ-નહયલ-સસહરહો તઇલોક્કલચ્છિ-લચ્છિય-ઉરહો, પરિપાલય અજરામરપુરહો. જૈન ગૂર્જર કવિઓ : ૧૦ ચિતવઇ સયંભુ કાઈ કરમ્મિ, હરિવંશ-મહષ્ણવ કે તમ્મિ, ગુરુવયણ-તરેંડઉ લગ્નુ નવિ, જમ્મુહો વિલજો ઇઉ કોવિ કવિ. ણઉ ણાઈઉ વાહરિ-કલઉ, એક્કુવિ ણ ગંથુ પરિમોક્કલઉ હિ અવસર સરસઈ ધી૨વઇ, કરિ કવ્વુ દિણમઇ વિમલમઇ. ઇંદેણ સમર્પાિઉ વાયરણુ, ૨સુ ભરહેં વાસેં વિચ્છણુ, પિંગલેણ છંદ પય-પત્થા, ભમ્મહં દંડિગિહિં અલંકારુ. બાણેણ સમર્પિઉ ઘણ ઘણઉં, તં અક્બર ઉંબરુ અપ્પણ. સિરિ હરિસેણિય ણિઉ શિત્તણઉં, અવરે હિમિ કäિ કઈત્તણઉં. છંડણિય દુવઇ વએહિ જડિય, ચઉમુહેણ સમપ્રિય પદ્ધડિય. જય ણયણાણંદ જણેરિયએ, આસીસ એ સવ્વહુ કેરિયએ, પારંભિય પુત્રુ હરિવંસકહા, સસમય પ૨સમય વિચય સહા. આ ગ્રંથની સં.૧૫૮૨માં લખેલી પ્રત પણ તે પૂનાની ઉપરોક્ત સંસ્થામાં નં.૧૧૭૭ સન ૧૮૯૧-૯૫ની વિદ્યમાન છે તે પરથી શ્રીયુત નાથુરામ પ્રેમીજીની નોંધમાંથી ઉપરનાં અવતરણો લીધાં છે. [‘હરિવંશપુરાણ’ અથવા ‘રિટ્ઠઙેમિચરિઉ’(‘અરિષ્ટનેમિચરિત’)નું ડૉ. રામસિંહ તોમરે કરેલું સંપાદન પ્રાકૃત ટેક્ષ્ટ સોસાયટી, અમદાવાદ દ્વારા પ્રકાશિત થવામાં છે. આ ઉપરાંત આ કવિની ‘સ્વયંભૂછંદ’ નામે કૃતિ હ. દા. વેલણકર સંપાદિત રાજસ્થાન પુરાતત્ત્વ સંશોધન સંસ્થાન, જોધપુર દ્વારા ૧૯૬૨માં પ્રકાશિત થયેલ છે. બે અન્ય કૃતિઓ ‘સયચરઉ’ (‘સદયચરત’) અને ‘પંચમીચિરઉ’ (‘પંચમીચરિત’) જાણવા મળેલ છે. પણ એ હજુ અનુપલબ્ધ છે. જોકે સ્વયંભૂની કુલ ૭ કૃતિઓ હોવાનું વિદ્વાનોનું અનુમાન છે. દશમી સદીનું સાહિત્ય ૫૮. ધનપાલ કવિએ ‘વિસયત્ત કહા' અપર નામ ‘સુયપંચમી કહા' એ નામનું મહાકાવ્ય બનાવ્યું છે. તે ૨૨ સંધિઓ(પ્રક૨ણો)માં છે. આ કથામાં ભવિષ્યદત્ત રાજા એ નાયક છે અને તેમાં કાર્તિક શુક્લ પંચમી(જ્ઞાનપંચમી)ના ફલવર્ણનરૂપ વિષય છે. આ ગાયકવાડની ઑરિએન્ટલ સિરીઝમાં ૨૦મા અંકમાં પ્રસિદ્ધ થઈ ગયેલ છે. કિંવ પોતાનો પિરચય ટૂંકમાં એ આપે છે કે તે ધક્કડ (ધાર્કેટ) વણિકવંશમાં ધનશ્રી માતા અને મહેશ્વર પિતાના પુત્ર હતા. પોતે શ્રુતજ્ઞાનમાં સરસ્વતી દેવીના પુત્ર હોવાનું જણાવે છે. આ વણિક કવિની કવિતા ધવલ અને પુષ્પદંતની કવિતા જેવી છે. તેમની અપભ્રંશ હેમચન્દ્રના કરતાં વધારે પ્રાચીન લાગે છે. હેમચન્દ્રજીમાં દેખાતી એવી વ્યાકરણની વિકૃતિ અને રૂપની બહુલતા તેમાં છે, એ પરથી જણાય છે કે આ ભાષા Page #44 -------------------------------------------------------------------------- ________________ દશમી સદી સુધીનું અપભ્રંશ સાહિત્ય - ૨૯ બોલાતી બંધ નહીં પડી હોય તે સમયમાં ધનપાલે આ લખેલ હશે અને હેમચન્દ્રજીના સમયમાં તે સાહિત્ય રૂપે વિદ્યમાન રહેવા ઉપરાંત વિકૃત ભાષા થઈ ગઈ હશે. આથી તેમના અને હેમાચાર્ય વચ્ચે ઓછામાં ઓછું બે સૈકાનું અંતર ગણી શકાય. આ ગ્રંથ ડૉક્ટર હર્મન જેકોબીએ સને ૧૯૧૮માં મ્યુનિચમાં રોમન લિપિમાં જર્મન ભાષામાં ભૂમિકા સહિત પ્રકટ કર્યો છે ને તેમાં અપભ્રંશ સંબંધી અતિ સુંદર, મહત્ત્વપૂર્ણ અને શોધખોળથી યુક્ત વિવેચન વિસ્તારથી કર્યું છે. ત્યાર પછી સ્વ. સાક્ષર ચિમનલાલ દલાલથી સંશોધિત ગાયકવાડ ઑરિએન્ટલ સિરીઝમાં નં.૨૦માં સને ૧૯૨૩માં બહાર પડેલ છે તેમાં સ્વ. ડૉ. ગુણેએ જેકોબીનો આધાર લઈ વિસ્તૃત પ્રસ્તાવના અને વિવેચન અંગ્રેજીમાં કરેલ છે ને તેમાં શબ્દકોશ પણ છેવટે આપ્યો છે. અપભ્રંશનો પહેલો સંપૂર્ણ ગ્રંથ પ્રકાશમાં આ જ આવ્યો. પ૯. આમાંથી એક નમૂનો લઈએ : ટુક્કિવિ સહું જણણિ કિઉ મંતુ, તુરિઉ તાય પરિવઢિય તંતુ, મઈ તે કણયદીઉ પઇસિવ્વલ, અચ્છાઈ તામ એહુ સુહસેવઉં, તે ખિસુણિવિ પરિવઢય મંતિ, કરયલુ વયણિ દિગ્ન વિહસંતિ, ડિહિં ચડિવિ જઈ તે કિર કિસ્જદ, વયણુવિ નઉ કરાલુ જંપિક્યુઈ, બોલહિ પુત્ત જેમ અષ્ણાણિઉં, કિં વણિઉત્તહં મગ્ન ન યાણિઉં, સુહિયહિ હિયઉં સાહિં અપ્રિવ્રઉં, પરિમિતું થોઉ થોઉ જંપિધ્વઉ, અત્યુ વિઢપ્પઈ વિવિહાયારિહિં, વંચિવિ કરસન્નાસંચારિહિં, અપ્પણ પણે ભંડ સહિÖઉ, અણહો ચિત્ત વિચિત્ત લહેબૂલે, અપ્પણુ અંગ સાહિ દરિસિવ્વલ, અણહો તણઉં પરામરિસિવર્ડ, ઘત્તા. પરકજ્જ સુરંતુ વિ ણી સુણઈ, અપ્પણ કર્જીહો ણી ચલઈ, ણ કલાવઈ કણવિ ણિયચરિઉં, પરહો અંગિ પઇસિલ્ટિ-ક્લઈ. • જનની – માતા પાસે જઈ મંત્ર કરી, પૂછગાછ કરી ત્વરિત તાત પાસે ગયો; (કહ્યું કે, તે કનકદ્વીપમાં મારે જવું છે. તે સુખસેવિત સ્થાન છે. તેણે આવો વિચાર કર્યો છે એવું જાણી વદન પર કરતલ મૂકી (તાત) હસતો (બોલ્યો). (એક કુશલ વાણિયો – વેપારી પોતાના ધંધાના કેવા નિયમો રાખે છે તે અત્ર બતાવે છે.) જો કંઈ ત્રુટિઓ, મુશ્કેલીઓ પ્રાપ્ત થાય, કજિયો થાય તો એવું ખરેખર કરીએ કે (૧) વચનોમાં કરાલ – કઠોર વદવું નહીં, (૨) હે પુત્ર ! તું અજ્ઞાનીની માફક બોલે છે. શું વણિકોનો માર્ગ જાણતો નથી ? (૩) સુહૃદુ – મિત્રને હૈયું આપીશ નહીં – ગુપ્ત વાત કરતો નહીં, (૪) પરિમિત થોડું થોડું બોલવું, (૫) વિવિધ પ્રકારે – હાથની સંજ્ઞાના સંચારથી છેતરી અર્થ – પૈસો કમાવો – મેળવવો, (૬) આપણા પક્ષના માલની શ્લાઘા કરવી – વખાણ કરવાં, અને અન્યનું Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ ચિત્ત સારી રીતે સમજી લેવું, (૭) પોતાનું અંગ (પક્ષ, હકીકત) દેખાડવું નહીં, અને અન્યના અંગને ખ્યાલમાં રાખવું – વિચારવું – તેનો પરામર્શ કરવો, (૮) પરકાર્ય સાંભળતાં છતાં ન સુણી – તે પ્રત્યે બહેરા રહી. પોતાના કાજ ચલિત ન કરવાં – સ્થિર કરવાં – દઢપણે વળગી રહેવું, (૯) કોઈને પોતાનું ચરિત્ર કળાવવું – જણાવવું નહીં (રખેને કોઈ કળી જાય) અને અન્યનું અંગ (પક્ષ – હકીકત) તેમાં પ્રવેશ કરી કળી જવું – જાણી લેવું. • આનાં વિશેષ ઉદાહરણો આ ગ્રંથ મુદ્રિત થયેલ છે એટલે તેમાંથી જોઈ શકાશે તેથી અત્ર આપ્યાં નથી. ૬૦. મહાકવિ ધવલ પણ દશમી સદીમાં થયા જણાય છે. નિર્ણાત સમય બરાબર કહી શકાતો નથી પરંતુ દશમી સદીથી આગળ તેમનો સમય લાવી શકાશે નહીં એમ તો જણાય છે. તેમણે ૧૨૨ સંધિમાં – અધ્યાયમાં અને ૧૮૦૦૦ શ્લોકમાં હરિવંશપુરાણ” રચેલો કારંજા ભંડારમાં જણાયો છે, તેમાં મહાવીર અને નેમિનાથ તીર્થકરોનાં ચરિત્ર વર્ણવ્યાં છે. મહાભારતની કથા પણ તેમાં છે. ૬૧. આની ભાષાનો પણ થોડો નમૂનો લઈએ. કવિ કુંડગ્રામ (મહાવીરના જન્મગ્રામ)નું વર્ણન કરે છે કે જબૂદીવહિં સોહણુ અસેસુ, ઈહ ભરતખેત્તિ ણે સુરણિવેસુ, ધરહરિહિં સરિહિં સુરઉવવBહિં, આસિદ્ધિ મહિસિહિ પરુ ગોહણહિ. ૧ ગામિહિ ગોઠહિ કોટ્ટહિ પુરોહિં, વહુવિહસાયહિ કમલાયહિં, સુપ્રસિદ્ધઉ ભુવણિ વિદેહદેસુ, ભય-રહિઉ પસિદ્ધઉ ણિરવિસેસુ. તહિં કુંડ-મહાપુરુ ભુવણ-સારુ, ઉત્તગુ મોહરુ તો પયારૂ; દૂરહો દીસઈ ઉજ્જલઉ ભાઈ, મણિમંડિય સુરગિરિસિહ ભાઈ. ખાઇય પૂરિય સિમ્મલ-જલેણ, ણે વિપ્નઈ દિયરરહેણ; ધવલહરિહિ પવલિહિ ગમણિ લગ્ન, પુરુ દી સઈ ણે સુરલોયમઝુ. ૪ દુ-તિ-પંચ-સત્ત-ભૂમીયરેહિ, જિણભવણિહિ ધય ધુવંતએહિ, જાણેવિણુ વીર-જિણાગમેણ, હું છું અઈય તુઠઈ મેણ. ઘત્તા બહુધણુ બહુગુણ બહુસુય જુત્તલ, તહિં શિવસઈ જિણબકખમ ભત્તઉં, ણિચ્ચ પસાહિત્ય તહ શરણારિઉં, ણે સુરલોય મહિહિ અવયારિઉ. • આ સમસ્ત જંબૂદ્વીપમાં શોભાયમાન, સુરલોકની સમાન ભરતક્ષેત્ર છે. તેમાં પર્વત, નદી, દેવોપવન, અશ્વો, મહિષી અને ગોધન, તથા ગામ, ગોષ્ઠિ, કોટ, પુર અને અનેક વિકસિત કમલાકરોથી (સુસજ્જિત) ભુવનપ્રસિદ્ધ વિદેહ દેશ છે કે જે ભયથી રહિત અને પૂર્ણ વિખ્યાત છે. આમાં કુંડ નામનું એક ભુવનશ્રેષ્ઠ મોટું નગર છે, જેના ઊંચા અને મનોહર Page #46 -------------------------------------------------------------------------- ________________ દશમી સદી સુધીનું અપભ્રંશ સાહિત્ય ૩૧ ઉજ્વલ મણિમંડિત પ્રાકાર દૂરથી સુરગિરિ (સુમેરુ પર્વત)ની પેઠે ભાસમાનું જોવામાં આવે છે. (આ પુર)ની ખાઈઓ નિર્મલ જલથી ભરેલી છે. [(આ પ્રાકારો જાણે દિનકરના રથથી ગ્રહણ કરાય છે (?)] ગગનચુંબી વિદ્રમવાળા પ્રાસાદોથી આ પુર એવું દેખાય છે કે જાણે તે સુરલોકનો માર્ગ હોય નહીં ! બે-બે પાંચ-પાંચ સાત-સાત ભૂમિ (ખંડ)વાળાં જિનમંદિરોની ઊડતી ધ્વજાઓથી જાણે તે નગર વીર જિનેશ્વરનું આગમન થવાનું જાણીને અત્યન્ત હર્ષિત અને સંતુષ્ટ બની રહ્યું હતું. આ નગરમાં બહુ ધન, બહુ ગુણ, બહુ શ્રતથી યુક્ત, જિનવચનનાં ભક્ત, નિત્ય પ્રસન્નચિત્ત નરનારીઓ નિવાસ કરે છે, જાણે સુરલોક ભૂમિ પર ઊતરી આવ્યો છે. • ૬૨. કવિના ગુરુનું નામ અંબસેન હતું અને સુર નામના વિપ્રનો તે પુત્ર હતા. તેમનું નામ દરેક સંધિની છેલ્લી કડીમાં તેમજ ગ્રંથની પ્રસ્તાવનામાં આવે છે, કે જ્યાં બીજા ગ્રંથકારો અને તેમની કૃતિનો ઉલ્લેખ મળે છે – જેમકે ધીરસેન, સમત્તજુત્ત (પ્રમાણ પરના એક ગ્રંથના કર્તા), દેવનંદિ (જૈનેન્દ્ર વ્યાકરણ”નો કર્તા), વજૂસૂરિ (નય પરના એક ગ્રંથના કર્તા), મહસેન (‘સુલોચનાચરિત'ના કતા), રવિણ (‘પદ્મચરિત'ના કર્તા), જિનસેન (હરિવંશપુરાણના કર્તા) જડિલમુનિ, (“વરાંગચરિતના કત), દિનકરસેન (‘અનંગચરિતના કત), પાસેન, અંધસેન (‘અમિજારાહમાના કર્તા, ધનદત્ત (‘ચન્દ્રપ્રભાચરિતના કત), વિંધ્યસેન (ઘણાં ચરિતોના કર્તા), સિંહનંદિ (‘અનુપ્રેક્ષાના કર્તા), સિદ્ધસેન (કે જેમણે આગમ ગાયું ને “ભવિયવિનોદ' સારી રીતે પ્રકાશ્ય), રામનંદિ (ઘણી કથાઓના કતા), આસગ (વીરચરિતના કતા), ગોવિંદ (સનત્કુમારચરિત'ના કત), શાલિભદ્ર (“જીવઉદ્યોત'ના કતા), ચઉમુહ (પઉમચરિઅનો કત) અને દ્રોણ. આ પૈકી ઘણા ગ્રંથકારો અને ગ્રંથો સંબંધી કંઈ જણાયું નથી. જેમના ગ્રંથો બહાર આવ્યા જણાય છે તે સર્વ ઈ.સ. ૧૦મી સદીમાં યા પહેલાં વિદ્યમાન જણાયા છે. જેનોએ લોકભાષા પર કેટલો પ્રેમ અને ભક્તિભાવ બતાવ્યો છે તે આ પરથી જણાઈ આવે છે. આ પૈકી સૌથી પાછળ થયેલ ‘વીરચરિત્રના કર્તા આસગ છે કે જે તે ચરિત્રની કેટલીક પ્રતો પરથી ૯૧૦ના વર્ષમાં થયેલા દેખાય છે. જો તે વર્ષને વિક્રમ સંવત્ ગણીએ તો ૮૫૩ ઈ.સ. તે ગ્રંથકારનો સમય ગણાય. પણ એ વાત આશ્ચર્યજનક લાગે છે કે ધવલે “આદિપુરાણના પ્રસિદ્ધ કર્તા જિનસેન કે જેનો ઉલ્લેખ પુષ્પદંત કરે છે તેનો ઉલ્લેખ કર્યો નથી. ધવલ પુષ્પદંતનો પણ ઉલ્લેખ કરતા નથી તેમ પુષ્પદંત ધવલનો કરતા નથી. જોકે બંને ઘણા સારા કવિઓ છે. તેથી એ સંભવિત છે કે તેઓ નજીકના સહયોગી હોય. આથી આ કવિને વહેલામાં વહેલા દશમા સૈકામાં મૂક્યા છે. તે મોડામાં મોડા અગિયારમી સદીમાં થયા હોય. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ પ્રકરણ ૨ : અગિયારમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૬૩. “સંજમમંજરી” શ્વેતામ્બરાચાર્ય મહેશ્વરસૂરિકૃત છે તેમાં ૩પ દોહા છંદ છે ને અપભ્રંશમાં જ છે. આ મૂળમાં તેના સંસ્કૃત અનુવાદ સહિત ડૉ. ગુણેએ ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટના “એનલ્સમાં સને ૧૯૧૯-૨૦માં વૉ. ૧ ભાગ રજામાં પૃ.૧૫૭–૧૬૬ ઉપર કંઈક વિવેચન સહિત આપેલ છે. તે ૧૧મી સદીમાં થઈ ગયેલ હશે, કારણકે એક મહેશ્વરકૃત “પંચમી-કહા” (કે જે પણ અપભ્રંશમાં હોવી જોઈએ)ની પ્રત સં.૧૧૦૯માં લખાયેલી જેસલમેર ભંડારમાં છે તે મહેશ્વરકૃત આ કૃતિ પણ હોઈ શકે. વળી “કાલકાચાર્ય-કથાનક' પ્રિા.] કે જે એક મહેશ્વરસૂરિકૃત છે તેની સં. ૧૩૬પમાં લખાયેલી મળી આવે છે. ૬૪. આ સંજમમંજરી'ની ગાથાઓના નમૂના નીચે છે : સંજ, સુરસચિહિં પુઅર્ડ, સંજમુ મોખ્ખદુવારુ, જેહિ ન સંજમુ મણિ ધરિઉં, તહ દુત્તર સંસારુ. સંજભાર ધુરંધરહ, સદુચ્છલિઉ ન જાહ, નિઅ-જણણી-જુવ્રણ-હરણ, જમ્મુ નિરFઉ તાહ. (સંયમઃ સુરસાર્થે શ્રુત સંયમો મોક્ષદ્વારમ્ | થર્ન સંયમો મનિ વૃતઃ તેષાં દુસ્તરઃ સંસારઃ | સંયમભારધુરંધરસ્ય શબ્દ: ઉચ્ચલિતો ન યસ્ય નિજજનનીયૌવનહરણે જન્મ નિરર્થક તસ્ય 1) • સંયમ સુરસમૂહોએ વખાણ્યો છે. સંયમ મોક્ષદ્વાર છે. જેણે સંયમ મનમાં ધર્યો નથી તેનો સંસાર દુસ્તર છે. - સંયમના ભારરૂપી ધુરાને વહનાર તરીકેનું જેમનું નામ ગાર્યું નથી તેનો પોતાની માતાના જોબનનું હરણ કરનારો જન્મ નિરર્થક ગયો. • ૬૫. આ ઉપર હેમહંતસૂરિના શિષ્યની કરેલી ટીકા છે તે પણ અપભ્રંશના માટે ઉપયોગી છે. તેની પ્રત સં.૧૫૦૫ની મળે છે તેથી તે ટીકાકાર તેની પહેલાં અવશ્ય હોવા જોઈએ. તેમાં અપભ્રંશ અવતરણો ઘણાં છે અને કેટલાંક તો લાંબાં છે. નાનાં સુભાષિત રૂપે છે કે જે ટીકાકારના સમયમાં બહુ સામાન્ય રીતે વપરાતાં હોવાં જોઈએ. દાખલા તરીકે – દિઈ જો ન વિ આલવઇ, કુસલ ન પુચ્છઈ વત્ત, તાસુ તણઈ ન વિ જાઈએ, રે હયડા નીસત્ત. રાસહુ કંધિ ચડાવિયઈ, લક્ષ્મ લત્ત સહસ્સ, આપહણે કરિ કમ્પડાં, હિયા વિસૂરહિ કસ્ટ. મરણ તિ બિહઈ બપ્પડા, ધમિ જિ મુક્કા રંક, સુકિઅ સુસંચિએ જેહિં પર, તે તિણિવાર નિસંક. Page #48 -------------------------------------------------------------------------- ________________ અગિયારમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૩૩ ૬૬. એક નગર અને તેનાં ઉપનગરો – પરાંઓનું વર્ણન તે ટીકામાં આ પ્રમાણે અહિરામારાવખાઉલાઈ, સુરસુરહિસમાણય-ગોઉલાઈ, જહિં સયવ૨ બાવીસઈ વરાઈ, વસિરીઅ રમણિ કેલીહરાઈ. મયમત્તય મયગલ ગુલગુલંત, વરતરલતુરય ધપમપધાંત, જિહિં રહવર ધોરણિ ધડહડત, ફરફારક પાઈક ધમધમત. જહિં કૂવ મણીહર સરવરાઈ, નરનારીજ-ઘણ-સુંદરાઈ, રમણીએ રમણિકણું અચ્છરાઈ, જહિં વહઈ સરિઅ કિરિ જલહરાઈ. જહિં વસહિં લોય અઠારહવત્ર, નહિં પઉણ-બહત્તરિ-નવરત્ર, જહિં પવરચહુઠ્ઠઈ મનવહુટ્ટ, જલથલદીવંતસત્યઘટ્ટ, અહિં નાગર-સાગર-કિરિનિવાસ, જહિં લીલ કરઈ લીલાવિલાસ, જહિં સુંદર મંદિર-દેહુરાઈ, જશુ સિચ્છ લચ્છીહર-ઘરાઈ. ૬૭. આ પ્રતના ૧૦૬(૨) પાનાં પર તક્ષશિલાના રાજા નામે ત્રિવિક્રમની કથા આવે છે તે ત્રણ પાનાં સુધી લંબાય છે અને તે જિનનમસ્કારના ફલ વિશે છે. તે કથાની શરૂઆત રસિક હોવાથી અત્ર આપી છે : અત્યિ નામિણ નકરુ તખસિલ. પડિ-વખ-વછયલ-સિલમણિસિલોહં-સહ-બદ્ધસુરહર, હરિણચ્છિ-હરિશંક-મુહમહિલચક્ક-ચંકમણમણહર. ધણકણ કંચન-રયણ-નિહિ, સુરપુરસુરિસાયા, સેસુફણાવલિ કિં ઠિયલ, પરિરંભિવિ પાયારુ. તહિં તિવિક્રમ ૨ અત્યિ નરનાસુ. તિઅલોઅવિખાઉં. જસિ દલિય-સયલ-બલિરાયવિક્કમ સરપંકયસંગહિય મંખનાવઈ તિવિષ્પમુ. તાસુ મંગલદેવી પિય, કોમલકમલપચ્છિ , રૂવિ વિણિજ્જિય રઇરમણિ, ક ચ્છવિ ને લચ્છિ. ૬૮. “રાસહુ કંધિ ચડાવિયઈ' વગેરે તેમ “દિવસિ પહિલઈ પાહુણ સોનામુ વીકાઈ’ – આની જેવાં અપભ્રંશ અવતરણો છૂટાં સુભાષિત ગાથાઓ જેવાં લાગે છે ને તે રચનારના સમયમાં પ્રચલિત હોવાં જોઈએ તેમજ તે એમ પણ બતાવે છે કે અપભ્રંશનું સાહિત્ય કે જેમાંથી વિશેષ પ્રમાણમાં તે લીધાં છે તે ઘણું સમૃદ્ધ હોવું જોઈએ. આ વાતની ખાત્રી આ લાંબી કથા અપભ્રંશમાં છે તે પણ આપે છે. ૬૯. પ્રસિદ્ધ જૈન બ્રાહ્મણ પંડિત ધનપાલ માલવપતિ મુંજ અને ભોજની વિદ્ધતુ-સભામાં અગ્રણી હતા. તેમણે સં.૧૦૨૯માં “પાયલચ્છી-નામમાલા” નામનો પ્રાકૃત કોષ, અને પ્રસિદ્ધ જૈન કથા “તિલકમંજરી” ભોજના રાજ્યમાં રચી છે. ૭૦. ધનપાલનું “સત્યપુરમંડન મહાવીરોત્સાહ” નામનું એક ૧૫ ગાથાનું નાનું સ્તોત્ર અપભ્રંશમાં છે; આ ધનપાલ ઉપરોક્ત ધનપાલ હોય તો તેનો સમય અગિયારમી શતાબ્દી છે : Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ખિ સામિ પસરંતુ મોહુ નેહુડુ ય તોહ; સમ્મદંણિ નાણુ ચરણુ ભડુ કોહુ વિહોડહિ, કિર પસાઉ સચ્ચદિર વીરુ જઇ તુહું ણિ ભાવઇ, તઈ તુઇ ધણપાલુ જાઉ હિ ગયઉ ન આવઇ. જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ ૧૫ આ ‘ઉત્સાહ’ની પ્રત સં.૧૩૫૦માં લખેલી પાટણના શેઠ હાલાભાઈના ભંડારમાં છે, તે પ્રતમાં સોમનાથ વગેરેના નાશની વાત પણ છે. મહમદ ગિઝનવીની સોમનાથ પર ચડાઈ સં.૧૦૮૦માં થઈ, સં.૧૦૬૬ પછી ભોજરાજા ગાદી પર આવ્યા; એટલે તે વખતે ધનપાલ કવિ વિદ્યમાન હતા. વળી વિશેષમાં ‘પ્રભાવકચરિત'માં જણાવ્યું છે કે તેમણે ‘દેનિમ્મલ'થી શરૂ થતી સાચોર (સત્યપુર) મહાવીર જિનસ્તુતિ રચી હતી એટલે સાચોરમાં તે ગયેલ હતા એમ જણાય છે. આ પરથી સહીસલામતીથી માની શકાય તેમ છે કે આ ‘ઉત્સાહ’ પણ પોતાની પાછલી વયમાં, સોમનાથની ચડાઈના સમય આસપાસ આ ધનપાલ કવિએ જ રચ્યો હતો, આ પરથી સાચોર ઘણું પ્રાચીન ગામ છે અને ત્યાંની મહાવીરની મૂર્તિ - મંદિર પણ પ્રાચીન છે એમ નક્કી થાય છે. ૭૧. મહાકવિ પુષ્પદંત ઃ અપભ્રંશ ભાષાના આ મહાકવિ માન્યખેટના રાષ્ટ્રકૂટ વંશી નરેશ કૃષ્ણરાજ(ત્રીજા)ના સમયમાં થયા છે. બીજે ક્યાંકથી આવી તેમણે રાજાના મંત્રી ભરતને ત્યાં આશ્રય લીધો અને તેના કહેવાથી એક ‘મહાપુરાણ’[‘અજિતપુરાણ’] – ‘તિસક્રિ-મહાપુરિસ-ગુણાલંકાર’ની રચના કરી. આ ગ્રંથ તેર હજાર શ્લોક પ્રમાણ છે અને ૧૦૨ સંધિમાં – પરિચ્છેદોમાં સમાપ્ત થયો છે. તેને બે ભાગ ‘આદિપુરાણ’ ને ‘ઉત્તરપુરાણ’માં વિભક્ત કર્યો છે. તેમાં જિનસેન અને ગુણભદ્રનાં તે નામના સંસ્કૃત ગ્રંથો છે તેમાં જે વિષય છે તે જ વિષય છે – તેમાં ૨૪ તીર્થંકરો અને અન્ય મહાપુરુષોનાં જીવન વર્ણવ્યાં છે. તેની રચના શક સં.૮૮૭(વિ.સં. ૧૦૨૨)માં આષાઢ શુક્લ દશમી દિને (૧૧મી જૂન ૯૬૫ રવિવારે) સમાપ્ત થઈ હતી. તેના પછી રચાયેલાં આ કવિનાં બે બીજાં નાનાંનાનાં કાવ્યો અનુક્રમે ચાર અને નવ સંધિનાં મળ્યાં છે તેનાં નામ ‘યશોધર-ચરિત્ર’ અને ‘નાગકુમાર-ચરિત્ર' છે. તેની રચના કવિએ ભરતમંત્રીના પુત્ર નત્રના કહેવાથી તેના જ ઘરમાં રહીને કરી છે. કવિએ પોતાના સર્વ ગ્રંથોમાં ભરત અને નત્રની પ્રશંસાનાં ઘણાં ગીત ગાયાં છે. મહાપુરાણ’ અને ‘યશોધરચરિત્ર'નો પરિચય શ્રીયુત નાથુરામજી પ્રેમીએ પોતાના એક વિદ્વત્તાપૂર્ણ લેખ દ્વારા કરાવ્યો છે અને તેમાં કંઈ અવરતણો પણ મૂક્યાં છે. (જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૨ અંક ૧.) ૭૨. તે પૈકી થોડાં અત્ર લઈએ. મહાપુરાણ’માંથી -- ઘત્તા ધણુ તણુ સમુ મજ્જુ ણ તં ગહણુ શેહુ ણિકામુિ ઇચ્છમિ, દેવીસુઅ સુદણિહિ તેણ હઉં શિલએ તુહારએ અચ્છમિ. મહુ-સમયાગમે જાયહુઁ લલિયહેં, બોલ્લઈ કોઇલ અંબય-કલિયહેં, કાણણે ચંચરીઉ રુણુરુંટઇ, કીરુ કિષ્ણ હરિસેણ વિસટ્ટઇ. - ૨૦ ૨૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ અગિયારમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૩૫ મઝુ કઈત્તણુ જિણપય-ભત્તિë, પસરઈ ગઉ સિય જીવિયવિત્તિર્યું, વિમલગુણાહરણંકિયદેહીં, એહ ભરહ ણિસુણઈ પઈ જેહઉં. ૨૨ કમલગંધુ વિપ્નઈ સારંગ, ણી સાલૂરે હીસારંગે, ગમણલીલ જા કય સારંગે, સા કિં શાસિજ્જઈ સારંગ. ૨૩ વડૂિઢયસજ્જણદૂસણસણું, સુકઈ કિત્તિ કિ હમ્બઈ પિસુણે; કહમિ કળુ વમૂહ-સંપારણું, અજિયપુરાણુ ભવણવતારણું. ૨૪ • કવિ મંત્રી ભરતને કહે છે હું ધનને તરણા સમું ગણું છું અને તેના ગ્રહણને ઇચ્છતો નથી. હું અકૃત્રિમ (ણિકારિમુ) ધર્માનુરાગ – અકારણ પ્રેમ ઇચ્છું છું તેટલા માટે (હે) દેવીસુત મૃતનિધિ (ભરત !) તમારા મહેલમાં રહું છું. મધુ – વસંતનું આગમન થતાં આંબામાં લલિત મહોરકલિકા આવે છે, ત્યારે કોયલ બોલે છે, અને કાનન – વનમાં ભમરા ગુંજારવ કરે છે, ત્યારે કીર – પોપટ (એવો હું) હર્ષથી શું ફુલાતો નથી ? જિનચરણ પ્રત્યેની ભક્તિથી જ મારી કવિતા પ્રસરે છે – સ્કુરામાન થાય છે, નહીં કે નિજ જીવિત વૃત્તિ – આજીવિકાના ખ્યાલથી. હે વિમલ ગુણાભરણથી જેનો દેહ અંકિત થયેલો છે એવા ભરત ! તું હવે મારી આ રચના સાંભળ. [વિમલ ગુણોરૂપી આભરણથી યુક્ત આ રચના સાંભળ.] કમલોની સુગંધ ભ્રમર રહે છે, નહીં કે નિઃસાર અંગવાળાં દેડકાં, હાથી-હંસ(સારંગ)ની જે ગતિની લીલા હોય છે, તેવી ચાલથી શું હરણું ચાલી – નાસી શકશે ? આ જ રીતે જેઓને સજ્જનો પર દૂષણો મૂકવાની ટેવ પડી ગઈ છે એવા પિશુન – દુર્જન શું સુકવિઓની કીર્તિને હણી શકશે ? (હવે હું) મન્મથને સંહારનારા (અને) ભવસમુદ્રને પાર કરાવનારા અજિતપુરાણ (નામના) કાવ્યને કહું છું. : [‘મહાપુરાણ' ભા.૧, ૨, ૩ ડૉ. પી. એલ. વૈદ્ય સંપાદિત માણિક્યચંદ્ર દિગમ્બર જૈન ગ્રંથમાળા, મુંબઈ દ્વારા ૧૯૩૭, ૧૯૪૦ અને ૧૯૪૧માં પ્રકાશિત થયેલ છે. ૭૩. “યશોધરચરિતમાંનો વિષય અને તેના સમકાલીન સોમદેવે સં. ૧૦૧૬માં રચેલા “યશસ્તિલક-ચંપુનો વિષય - બંને સરખા છે. તેને પોતે “નત્રના કર્મોના આભરણરૂપ જણાવેલ છે. તિહુયણ-સિરિમંતહો અઇસયવંત હો અરહંતો વમ્મહહો, પણવિવિ પરમેટ્ટિહિં પવિમલદિદ્વિહિં ચરણ જુયલુ યસયમહહો. ધ્રુવકે. કુંડિલ્લગુત્ત-સહદિણયરાસુ, વલ્લહનરિંદ-ઘર-મહયરાસુ, ણણહુ મંદિર શિવસંતુ સંતુ, અહિમાણમે કઈ પુફયંતુ. ચિંતઈ હો વણ નારી કહાએ, પક્ઝરી કય દુમ્બયપહાએ; કય ધમ્મણિવદ્ધી કાવિ કવિ, કહિયાઈ જાઈ સિવસોખ લહમિ. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ [‘જસહરચરિઉ” (યશોધરચરિત') ડો. પી. એલ. વૈદ્ય સંપાદિત કરજા જૈન ગ્રંથમાળા, કારંજા દ્વારા ૧૯૩૧માં પ્રકાશિત થયેલ છે.] ૭૪. હવે ‘નાગકુમાર-ચરિત્ર” કે જેની પ્રતિ માત્ર કારંજા ભંડારમાં મળે છે તે લઈએ : છંદ ચૌપાઈ ગોત્તમ ગણહર એ વંસિટૂઠલ, સૂરિપરંપરાએ ઉવઇટૂઠવી હાયકુમાર ચરિતુ પયાસિલ, ઇય સિરિ પંચમિફલ માઈ ભાસિલે. સો ણંદઉ જો પઢઈ પઢાવઈ, સો ગંદઉ જો લિહઈ લિહાવઈ, સો દઉ જો વિવરિ વિદાવઈ, સો ગંદી જો ભાવેં ભાવઈ. સંદઉ સમ્માઇ-સાસણુ સમઈ, બંદઉં પય સુહુ ણંદઉ ણરવઇ, ચિંતિઉ ચિંતિઉ વરિસઉ પાઉસુ, ગંદી ગંણું હોઉ દીહાઉસુ. , સંણહો સંભવતું સુપવિત્તહ, હિમ્મલ દેસણ-સાણ-ચરિત્તહ; Íણ હોઉ ખેંચ-કલ્લાણઈ, રોય-સોય-ખય-કરણ-વિહાણઈ૪ • ગૌતમ ગણધરના વંશમાં સૂરિપરંપરામાં ઉપદિષ્ટ આ નાગકુમારચરિત્ર” મેં પ્રકાશિત કર્યું અને શ્રી પંચમી-ફલનું વર્ણન કર્યું. જે આને શીખ-શિખાવે તેને આનંદ રહો, જે લખે કે લખાવે તેને આનન્દ રહો, જે આનું વિવરણ કરે યા કરાવે તેને પણ આનંદ હો. સંમતિ એટલે મહાવીરનું શાસન (શુદ્ધ શ્રદ્ધાનું શાસન – વીરશાસન) સમ્યક્ પ્રકારે આનંદવાનું હો, પ્રજાને આનંદ હો અને નરપતિને આનંદ હો. ચિંતવતાં ચિંતવતાં (એક) વર્ષ વીતી ગયું (!) નન્ન દીર્ધાયુષ્ય થાઓ અને આનંદ કરો. નત્રને સુપવિત્ર અને નિર્મલ દર્શન, જ્ઞાન અને ચારિત્ર (જૈનોના રત્નત્રય) ઉત્પન્ન હો. નત્રને સર્વ રોગશોકના - ક્ષયકારી પંચ કલ્યાણ હો. • કવિએ પોતાનો ટૂંક પરિચય કરાવ્યો છે તે જોઈએ : | સિવભત્તાઈમિ જિણ સણા સે, વેવિ મયાઈ દુરિયા શિણામે, બંભણાઈ કાસવ રિસિ ગોત્તઈ, ગુરુ-વણામય-પૂરિય-સોત્તઈ. મુદ્ધાએવી-કેસવ-ણામઈ, મહુ પિયરાઈ હોંતુ સુહધામ... • હું શિવભક્તિ. કાશ્યપગોત્રીય બ્રાહ્મણ હતો. જૈન ગુરુનાં વચનામૃતથી મારાં શ્રોત્રો પુરાયાં, ત્યારે હું જેનભક્ત થઈ ગયો. મુગ્ધાદેવી ૫. સંમતિ – સન્મતિ એ મહાવીરનું બીજું નામ હતું. જુઓ ધનંજયકૃત “નામમાલા' : સન્મતિમહતિવીરો મહાવીરોડજ્યકાશ્યપઃ || ૧૧૩|| નાથાન્વયી વર્ધમાનો યત્તીર્થમિહ સાંપ્રતમ્ | હવે ૨૪મા જિનેન્દ્રનાં નામ કહે છે : સન્મતિ, મહતિવીર, મહાવીર, અંત્યકાશ્યપ, નાથાન્વય, વર્ધમાન કે જેમનું તીર્થ – શાસન હાલમાં પ્રવર્તે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ અગિયારમી સદીનું અપભ્રંશ સાહિત્ય અને કેશવ(ભટ્ટ) નામના મારાં માતાપિતા સુખનાં ધામ બનો. • [‘ણાયકુમા૨ચિર’(‘નાગકુમારચિરત’) ડૉ. હીરાલાલ જૈન સંપાદિત બલાત્કારગણ પ્રકાશક મંડલ, કારંજા દ્વારા ૧૯૩૩માં પ્રકાશિત થયેલ છે. ‘યશોધરરિત’ અને ‘નાગકુમારચરિત’ બન્ને હિંદી અનુવાદ સાથે ભારતીય જ્ઞાનપીઠ, દિલ્હીથી પણ ૧૯૪૪માં પ્રકાશિત થયેલ છે.] ૩૭ ૭૫. તેમનાં ‘પુરાણો’માંથી વિશેષ હકીકત મળે છે તે એ છે કે મેવારી (મેલપાટી અથવા માન્યખેટ)ની વાડીમાં લાંબા પ્રવાસથી શ્રમિત થઈને અને પોતાને થયેલ અપમાનથી ખિન્ન થઈ પોતે થાક લે છે. તે નગરના બે જનો તેને લઈ રાજા શુમતુંગદેવ (વલ્લભરાય)ના મંત્રી ભરત સાથે ઓળખાણ કરાવે છે. ભરત પોતાના મંદિરમાં રાખી તેમની કાવ્યપ્રતિભાથી મુગ્ધ થઈ ‘મહાપુરાણ’ લખવા પ્રેરે છે. કવિ તેના આ આશ્રયદાતાનો ઉપકાર પોતાના આ વી૨૨સકાવ્યની દરેક સંધિના અંતે તેનું નામ જોડી અને ઘણે સ્થળે તેની પ્રશંસા કરી સ્વીકારે છે. તેમના પિતાનું નામ કેશવભટ્ટ અને માતાનું મુગ્ધાદેવી હતું. તેમનું શરીર કૃશ અને રૂપ કુરૂપ હતું, પુષ્પદંત પોતાને માટે બહુ અભિમાની હતા અને ‘અભિમાનમેરુ' એ નામનું બિરુદ પોતે ધારણ કરી વાપર્યું છે. ૭૬. મોટે ભાગે અપભ્રંશ કાવ્યો સંધિમાં (પ્રકરણમાં) વહેંચાયા છે તે પ્રમાણે આ કવિએ સંધિમાં પોતાના ‘મહાપુરાણ’ને વહેંચેલ છે. સંધિ ૧માં ૭મો છંદ છે તેમાં પ્રવરસેનના ‘સેતુબંધ'નો તેમજ સાથેસાથે રામાયણનો ઉલ્લેખ કર્યો છે. નવમા છંદમાં કપિલ અને વ્યાસ ઉપરાંત ઐતિહાસિક એવા ભારિવ અને બાણનો ઉલ્લેખ કર્યો છે. વળી તે અન્યત્ર રુદ્રટનો તેમજ બીજા ઘણાનો ઉલ્લેખ કરે છે. જેવા કે કણયર (કણાદ-કપિલ), ભરત (નાટ્યશાસ્ત્રના કર્તા), પતંજલિ, ભાસ, કાલિદાસ, હર્ષ, પિંગલ, અકલંક, કુષ્માંડ, દ્રોણ, સ્વયંભૂ. આમાં દ્રોણ તે એ જ છે કે જેમનો ઉલ્લેખ હેમાચાર્ય ‘દેશી-નામમાલા’માં દાખલા તરીકે ‘અવિણયવઇ ઇતિ દ્રોણઃ' (૧-૧૮), ‘અલ્ઝો એષ ઇતિ દ્રોણ;’ (૧-૫૦) વગેરેમાં ઉલ્લેખ કરે છે તે જ છે. સ્વયંભૂને નોટ્સમાં પ્રતિકારે કોઈ અકલંકે એમ જણાવેલ છે કે ‘સ્વયંભૂ: કવિઃ પદ્ધડીબદ્ધરામાયણકર્તા આપલીસંઘીયઃ'. આ પરથી જણાય છે કે તે જૈન છે અને એમણે પ્રાકૃત છંદ પદ્ધડીમાં ‘રામાયણ’ – ‘પઉમચરિય' રચેલ છે (કે જેનો અગાઉ આપણે ઉલ્લેખ કરી ગયા છીએ. ફકરો ૫૪). : ૭૭. શ્રીચંદ્રમુનિ ઃ તેમનો બનાવેલો એક ‘કથાકોશ’ છે તેમાં ૫૩ સંધિ અર્થાત્ અધ્યાય છે. તેમાં લગભગ તેટલી સંખ્યામાં નાની રોચક ઉપદેશપૂર્ણ કથાઓ કહેલી છે, કર્તાની ગ્રંથને અંતે પ્રશસ્તિ છે તે પરથી જણાય છે કે આ કવિએ આ ગ્રંથ ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણમાં મૂલરાજ નૃપતિના સમયમાં રચ્યો હતો. અહિલપુરના ચાલુક્ય (સોલંકી) વંશમાં બે મૂલરાજ થયા એક વિ.સં.૯૯૮થી ૧૦૪૩ સુધી; અને બીજો માત્ર બે વર્ષ સં.૧૨૩૩થી સં.૧૨૩૫ સુધી. સંભવિત રીતે Jain Education-ternational Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ આ વિ મૂલરાજ પહેલાના સમયમાં થયા છે. તેમની છેવટની સંસ્કૃતમાં પ્રશસ્તિ છે તે ૫૨થી જણાય છે કે કુંદકુંદાચાર્યના ગણની પરંપરામાં શ્રીકીર્તિ શિષ્ય શ્રુતકીર્તિ શિષ્ય ગુણાકરકીર્તિ શિષ્ય વીરચંદ્રના તેઓ શિષ્ય હતા અને તેમણે આ ગ્રંથ મૂલરાજ રાજાના ગોષ્ઠિક (સલાહકા૨ક મંત્રી) અને અણહિલપુરના વતની પ્રાગ્ધાટ જ્ઞાતિના સજ્જનના પુત્ર કૃષ્ણના કુટુમ્બ માટે રચ્યો હતો. ३८ ૧ ૭૮. તેમની ભાષા ધવલ આદિ કવિઓ જેવી છે, પરન્તુ છંદ કંઈક ભિન્ન છે. પણવેપ્પિપણુ જિષ્ણુ સુવિસુદ્ધમઇ, ચિંતઇ ભણિ મુણિ સિરિશ્ચંદુ કઇ, સંસાર અસારુ સવ્વુ અથિ, પિય-પુત્ત-મિત્ત માયાતિમિરુ. ખિણ દીસઇ ખિણ પુણુ ઉસ્સરઇ, સંપય પુણુ સંપહે [સપ્પહો ?] અણુહરઇ; જોબણુ ગિરિવાહિણિ-વેયગ, લાયગ્નુ વણુ કરસલિલ સઉ. ૨ જીવિઉ જલબુબ્લુય-ફેણ-ણિ, હિરજાલુ વ રજ્જુ અ વજ્જુ ગિહુ. વિશુદ્ધમતિ જિન (ભગવાન)ને પ્રણામ કરીને મુનિ શ્રીચંદ્ર કવિ ચિત્તમાં ભણે - ચિંતવન કરે છે કે સંસાર અસાર અને સર્વ અસ્થિર છે. - • પ્રિય પુત્ર મિત્ર માયાના અંધકાર સમાન છે. ક્ષણમાં દીસે, વળી ક્ષણમાં ઓસરી જાય ચાલી જાય (એવી) સંપત્તિ વળી ‘સાપ’ને અનુસરતી સરખી છે. જોબન ગિરિ એટલે પર્વતની વાહિની – નદીના વેગ પેઠે જનારું છે, લાવણ્યવર્ણ – કાન્તિ હાથમાંના પાણી જેમ નાશવંત છે. જીવન જલના બુદ્ધ્દ – પરપોટાના ફીણ જેવું છે, અને રાજ્ય ઇંદ્રજાલ સમાન છે, ઘર ત્યજવાલાયક છે.) ૭૯. ઘુવડ અને હંસની એક કથાનો પ્રારંભ જોઈએ : મગહામંડલ પય-સુહય-રમ્મિ, પયપાલુ રાઉ પાડલિપુરમ્ય, તત્યેવ એક્કે કોસિઉ ઉયારિ, નિવસઇ મયાવિ ગોઉદુવારિ, સ કયાઈ રાયહંસહ સમીવુ, ગઉ વિહરમાણુ સુરસિંરહે દીવુ, એક્કેણ તત્વ કય-સાગએણ, પુચ્છિઉ હંસે વયસાગએલ. ભો મિત્ત ! તેં સિ કો હસુ એત્યુ, આઉમિ પએસહો કહો કિમત્યુ, ઘયરહો વયણુ સુણેવિ ઘઉં, ભાસઇ હઉં ઉત્તમ-કુલ-પસૂઉ. કયસાવાણુગ્ગહવિહિ પયાસુ, આયહો પહુ ! પુહઇ મંડલાસુ; વસત્તિ સવ્વ સામંત-રાય, ભડું [?] વયણુ કતિ કયાણુરાય. કીલાઇ ભમંતઉ મહિ પસત્ય, તુમ્હે નિએવિ આઊમિ એત્ય; ઇય વયહિં પરઊસિઉ મરાલુ, વિણએણ પયંપિઉ મઇવિસાલુ. = · સુખદ અને રમ્ય પ્રદેશોવાળા મગધમંડલમાં પાટિલપુરમાં પ્રતિપાલ રાજા (હતો). ત્યાં જ (તેના) એક કોટના ગોપુરદ્વાર – દરવાજામાં એક જાગતો (ઉયાર) અને માયાવી ઘુવડ વસતો હતો. તે એક દિવસે વિહરતો-વિહરતો સુરસદેશ દ્વીપમાં રાજહંસો સમીપ આવી લાગ્યો. ત્યાં ૧ ૨ ૩ ૪ ૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ અગિયારમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૩૯ એક ઉંમરે પહોંચેલા – વૃદ્ધ હંસે સ્વાગત કરીને તેને પૂછ્યું, “હે મિત્ર ! તું કોણ છે, ક્યાંથી આવ્યો છે ? આ પ્રદેશમાં શા અર્થે આવ્યો છે ?' ધૃતરાષ્ટ્ર(હંસ)નાં વચન સુણીને ઘુવડ બોલે છે, હું ઉત્તમ કુલમાં જન્મેલો છું. હું વિધિપુરઃસર શાપાનુગ્રહવિધિ કરીને હે પ્રભુ ! પૃથ્વી (પુષ્પપુર !)મંડલમાંથી આવ્યો છું. સર્વ સામંત અને રાજા મારા વશવર્તી છે અને હે રાજા ! તેઓ મારા વચનનું ભલે પ્રકારે અનુરાગથી પાલન કરે છે. ક્રીડાને માટે ભમતા રાજાઓ – મહિપોની સાથે હું અહીં તમારા પ્રદેશમાં આવી નીકળ્યો છું.” ઘુવડનાં આ વચનો સાંભળી પરિતુષ્ટ થયેલા આ વિશાલમતિ મરાલે વિનયપૂર્વક કહ્યું. ૮૧. કવિએ છંદ જુદાજુદા વાપર્યા છે તેનાં ઉદાહરણ : (૧) વંશસ્થ – લહેવિ સિદ્ધિ ચ સમાહિકારણે, સમત્વ-સંસાર-ડ્રહોહવારણ પહું જએ જે સરસ નિરન્તર, સુહ સયા તફલજે અણુત્તરે. (૨) દુહડહઉ નામનો છંદ – તેણાણુ માઉ, વદ્ધિ પમાઉ, સમ્મત્ત ખાણ, તવ ચરણ થાણ, સેણાઈ મોહ, મિછત્ત જોહ, દિય કસાય, પરિસહ વિસાય. ઉવસગ્ન આઇ, નિદ્ધિવિ અરાઈ, પાવેવિ મોખ, સિરિ પહય દુખ. (૩) માલિનિ છંદ - વિવિહ-રસ-વિસાલે, ણેય કોઊહલાલે; લલિય-વયણ -માલે, અત્ય-સંદોહ-સાલે. ભુવણ-વિદિદનણામે, સવ્વ-દોસોવસામે, ઈહ ખલુ કહકોસે, સુન્દરે દિણ તોસે. આ “કથાકોશ' (કહકોસુ) ડૉ. હીરાલાલ જૈન સંપાદિત, હિંદી, અનુવાદ અને પ્રસ્તાવના સાથે પ્રાકૃત ટેસ્ટ સોસાયટી, અમદાવાદ દ્વારા ૧૯૬૯માં પ્રકાશિત થયેલ છે. શ્રીચંદ્ર મુનિની એક અન્ય રચના “રત્નકરંડ-શાસ્ત્ર” પણ મળે છે, જેમાં ૨૧ સંધિઓમાં અનેક ઉપદેશપ્રદ ધાર્મિક અને નૈતિક કથાઓ રોચક શૈલીમાં વર્ણવાઈ છે. આની બે હસ્તપ્રતો આમેર શાસ્ત્ર ભંડારમાં છે. કૃતિ અપ્રકાશિત છે.] ૮૨. સં.૧૮૭૬માં સાગરદત્તનું બનાવેલું જંબુસ્વામિચરિત્ર' (૨૬૯૦ ગ્રંથાગ્ર) તથા તેના ઉપર ટિપ્પન (૧૧૦૦ ગ્રંથાગ્ર) બૃહત્ ટિપ્પાનકાર્ડમાં નોંધાયેલ છે. ૮૩. પારકીર્તિના “પાર્શ્વપુરાણ'માં ૧૮ સંધિ છે ને ૩૩૨૩ શ્લોક છે. જેનોના ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનું ચરિત્ર તેમાં છે. પ્રશસ્તિ પરથી જણાય છે કે તે ચંદ્રસેનના શિષ્ય માધવસેનના શિષ્ય જિનસેનના શિષ્ય હતા. તેમના કાલનો નિર્ણય Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ હાલ થઈ શકે તેમ નથી. પણ તેના આ ગ્રંથની કારંજા ભંડારમાં જે પ્રત છે તેનો લખ્યા સંવત્ ૧૪૭૩ ફાલ્ગણ વદિ ૯ બુધ છે કે જે વખતે વીરભાણદેવ રાજ્ય કરતો હતો. [‘પાસણાહચરિઉ” (“પાર્શ્વનાથચરિત”) ડૉ. પ્રફુલ્લકુમાર મોદી સંપાદિત પ્રાકૃત ટેસ્ટ સોસાયટી, વારાણસી દ્વારા ૧૯૬પમાં પ્રકાશિત થયેલ છે.] ૮૪. નયનન્દિના “સુદર્શન-ચરિતમાં ૧૨ સબ્ધિ છે. તેમાં સુદર્શનનું ચરિત્ર છે. પ્રશસ્તિ પરથી જણાય છે કે કર્તા કુંદકુન્દ્રાચાર્યગણના પદ્મનંદિના શિષ્ય વિશાખનંદિના શિષ્ય રામનંદિના શિષ્ય માણિક્યનંદિના શિષ્ય હતા અને તેમણે વિ.સં.૧૧૦૦માં જ્યારે ભોજદેવ રાજા અવંતિદેશમાં ધારાનગરીમાં રાજ્ય કરતો હતો ત્યારે આ ગ્રંથ રચ્યો છે. તેનો આદિભાગ આ પ્રમાણે છે : ૐ નમઃ સિદ્ધેભ્યઃ | ણમો અરહંતાણે | ણમો સિદ્ધાણ | ણમો આયરિયાણં ણમો ઉવન્ઝાયાણં | ણમો લોએ સવ્વસાહૂણં | ઈહ પંચ ણમોકાર લહેવિ ગોવહુવક સુદંસણુ, ગઉ મોખહો અમ્બમિતહો ચરિઉ વ ચઉવગ્ન-પયાસણુ. [‘સુદંસણ-ચરિઉ (સુદર્શનચરિત) ડૉ. હીરાલાલ જૈન સંપાદિત પ્રાકૃત જૈન વિદ્યા ઔર અહિંસા શોધ સંસ્થાન, વૈશાલી દ્વારા ૧૯૭૦માં પ્રકાશિત થયેલ છે.] ૮૫. આ જ નયનન્દિએ કદાચ “આરાધના” નામનો ગ્રંથ રચ્યો હોય. તેના સંબંધમાં સ્વ. સાક્ષર દલાલે જણાવ્યું છે કે તેના કર્તા નયનન્તિ દિગંબર છે. ગ્રંથ બે ભાગમાં – પહેલામાં પ૬ અને બીજામાં પ૮ સંધિ છે. પાટણ ભંડારમાં સ્વ. દલાલે પોતે જોયેલી પ્રતમાં માત્ર ૩૦ અને ૨૭ સંધિઓ છે. મુણિવર ણયનંદી સણિવધ્ધ સિધ્ધ સયલવિહિણિહાણે એલ્થ કલ્વે સુભળ્યે, - અરિહ પમુહ સુત્ત વત્તમારાહણાએ પભણિલું ફુડ સંધી અઠ્ઠાવર્ણ સમેત્તિ. [આરાધના અપરનામ “સકલવિધિનિધાન–કાવ્ય” આ નયનન્દિની જ રચના છે. તેમાં પ૮ સંધિઓમાં અનેક વિધિવિધાનો અને આરાધનાઓનું વર્ણન છે. આમેર શાસ્ત્રભંડારમાં આની પ્રત છે.] ૮૬. કનકામરનું “કરકંડુ-ચરિત’ ૧૦ પ્રકરણ કે જેને પરિચ્છેદ નામ આપેલ છે તેમાં છે. તેમાં ઋષિ કરકંડુનું ચરિત્ર છે. કર્તા તેમાં સિદ્ધસેન, સમન્તભદ્ર, અકલંકદેવ, સ્વયંભૂ અને પુષ્પદંતનો ઉલ્લેખ કરે છે તે પરથી તેમણે ઈ.સ. ૧૮મી સદીમાં કે તે પછી કોઈ કાળે તેની રચના કરેલી હોવી જોઈએ. [‘કરકંડુ-ચરિઉ ડૉ. હીરાલાલ જૈન સંપાદિત કારંજા જૈન ગ્રંથમાલા, કારંજા દ્વારા સં.૧૯૩૪માં પ્રકાશિત થયેલ છે.] ૮૭. આનો આદિ-અંતભાગ નીચે પ્રમાણે છે : મણ-મારવિણાસણહો સિવપુરવાહો પાવતિમિરહરદિણ રહો; પરમપ્પલીહો વિલયવિહીપહો સરમિ ચરણ સિરિ-જિણવરહો. Page #56 -------------------------------------------------------------------------- ________________ બારમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૪૧ જય અણુવમસિવસુહ-કરણ દેવ, દેવેંદ-ફણિંદ-ણરિંદ-સેવ, જય ખાણ-મહોદહિ કલિય-પાર, પારાવિય સિવપો ભવિયતાર. પુણુ કહમિ પયડુ ગુણણિયરભરિઉ, કરકંડ-રિંદહો તણઉ ચરિક તો સિદ્ધસેણ સુમંતભદ્ર, અકલંકદેવ સુઅલ સમુદ્દ; જય એવં સયંભુ વિલાસચિત્ત, વાએસરિઘરુ સિરિ પુફયંત. ચિરુદિવવરવંસુપ્પષ્ણએણ, ચંદારિસિગોતે વિમલએણ વઈરાયઈ હુવઈ દિયંબરેણ, સુપસિદ્ધણામ કણયામણ. બુહમંગલએવહો સીસએણ, ઉપ્પાઈય-જમણતો એણ, આસાઈયણપરિ સંપત્તએણ, જિણચરણસરોહભત્તએણ. આની સં.૧૯૭૮માં લખાયેલી પ્રત ઐલક પન્નાલાલ સરસ્વતી ભવનમાં નં.૨૮ની [૮૭ક. હરિજેણે સં.૧૦૪૪માં “ધમ્મપરિખા” (“ધર્મપરીક્ષા) ૧૧ સંધિમાં રચેલ છે. ૮૭ખ. વીર કવિએ સં.૧૦૭૬માં “જંબુસામિચરિલ” (“જબૂસ્વામીચરિત) ૧૧ સંધિમાં રચેલ છે, જે ડૉ. વિમલ પ્રકાશ જૈન સંપાદિત ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી દ્વારા પ્રકાશિત થયેલ છે. ૮૭ગ. રામસિંહ મુનિએ સંભવતઃ આ સદીમાં જ અધ્યાત્મપરક “પાહુડદોહા” કે “દોહાપાહુડ' રચેલ છે, જેમાં ૨૧૧ પદ્યો મોટે ભાગે દોહા છે. આ હિંદી અનુવાદ, પ્રસ્તાવના વગેરે સાથે ડૉ. હીરાલાલ જૈન સંપાદિત કારંજા જૈન પબ્લિકેશન સોસાયટી, કારંજા દ્વારા ૧૯૩૦માં તથા ગુજરાતી અનુવાદ સાથે ડૉ. રમણીક શાહ સંપાદિત. સંબોધિ' (લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જર્નલ)માં પ્રકાશિત થયેલ છે.] પ્રકરણ ૩ : બારમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૮૮. અભયદેવસૂરિ બારમી સદીમાં સં.૧૧૩૩-૩પ લગભગ સ્વર્ગસ્થ થયા. તેમણે “જયતિહયણ-સ્તોત્ર” રચ્યું છે તે પણ અપભ્રંશમાં છે. તેમાં ૩૩ ગાથા છે : જયતિહુયણ વર-કપ્પષ્ણ જય જિણ-ધવંતરિ; જયતિહુયણ કલ્લાણ-કોસ દુરિયખરિ-કેસરિ તિહુયણ-જણ-અવિલંશિઆણ ભુવણgય-સામિય કુણસુ સુહાઈ જિણેસ પાસ થંભણયપુરિટ્રિય. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૨ એય મહારિય જત્ત દેવ ઈહુ ન્હવણ-મહૂસઉ; જં અણલિય-ગુણ-ગહણુ તુમ્હેં મુણિજણ અણિસિદ્ધઉ. એમ પસીય સુપાસણાહ થંભણપુરય; ઇય મુણિવરુ સિરિ અભયદે વિષ્ણવઇ અણુિંદિય. ૩૦ [‘જયતિહુઅણ-સ્તોત્ર’ શબ્દાન્વય અને હિંદી અનુવાદ સાથે સાધ્વી સુરેખાશ્રી દ્વારા સંપાદિત અમદાવાદથી પ્રસિદ્ધ થવામાં છે. ૮૮ક. અભયદેવસૂરિની એક રચના ‘વીજિણેસરચરિઉ’ (‘વીજિનેશ્વરચરિત') ૧૦૮ પદ્યની પ્રાપ્ત થઈ છે. અને ડૉ. રમણીક શાહ દ્વારા સંપાદિત ‘સંબોધિ’ (વૉ.૧૨ અં.૧-૪ ૧૯૮૪)માં પ્રકાશિત થયેલ છે. અભયદેવસૂરિની આ પ્રારંભકાળની રચના જણાય છે. આમાં સરળ ભાષામાં ભગવાન મહાવીરનું ચિરત્ર આલેખાયું છે. એના આદિ-અંતભાગ આ પ્રમાણે છે ઃ વીરજિણેસ૨-૧૨-ચરિઉ અઇસય-સહિં મહંતુ, આયત્રિજ્જઉ કન્નસુહુ સુયણહુ ત્રિજંતુ. ઈય કલાણ-કિત્તણુ કિઉ વીરહ જિગૃહ, વ૨ જિજ્ઞેસરસૂરિહીં સીસિં સુવિહિયહ, અભયદેવસૂરિ સૂષ્ટિ જિણગુણ-ભાવિયહ, હોઇ પઢંત-સુણંતહ કારણુ સિવસુહહ. જૈન ગૂર્જર કવિઓ : ૧૦ ૧૦૮] ૮૯. સં.૧૧૨૩માં સાધારણના અંક સૂચિત કવિએ ૧૧ સંધિવાળી અપભ્રંશ ભાષામાં વિલાસવઈકહા' રચેલી છે તે ‘સમરાઇચૂકહા' નામની સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિની પ્રાકૃત કથામાંથી ઉદ્ધૃત કરી છે એમ તે કવિએ પોતે જણાવ્યું છે. કથાવસ્તુ જાણવા માટે સમરાદિત્ય કથામાંનું પંચભવવર્ણન જોવું. ગ્રંથકાર પોતે કોટિકગણ વજ્રશાખામાં થયેલા બપ્પભટ્ટસૂરિના સંતાન છે ને યશોભદ્રસૂરિના ગચ્છના છે એમ જણાવે છે. કવિ ‘સાધારણ’ એ નામથી પૂર્વે સુપ્રસિદ્ધ હતા. તે નામથી તેમણે અનેક જાતનાં સ્તુતિસ્તોત્રો રચેલાં હતાં. પાછળથી પોતાનું નામ સિદ્ધસેનસૂરિ પ્રતિષ્ઠિત થયું એ પણ તેમણે જ જણાવી દીધું છે. આ અપભ્રંશ કથાની પ્રત જેસલમેર ભંડારમાં છે. તેનું આદિ આ પ્રમાણે છે : બહુરયણમહણીરુ નિમ્મલપયહરુ સગુણુ સુવાહિયિઉ, જ(ભ?)ણ કસ્સ ન સોહઇ નયણુ મોહઇ કવ્વહારુ કંઠયિઉ. પઢમં પણમેપ્પુ (વિ?)ણુ ઉસહસામિ પુણુ અજિઉ વિવિનિ(ણિ?)જ્જિયઉ થુણામિ, સંભવુ ભાવેવિષ્ણુ ભવિણાસણ દિવ અભિનંદણ ગુણનિધાણુ, જેસલમેર ભંડાર સૂચી પૃ.૧૪, પ્રસ્તા. પૃ.૪૫ [‘વિલાસવઈકહા’, (‘વિલાસવતી કથા') ડૉ. રમણીક શાહ સંપાદિત લા. દ. ૧ Page #58 -------------------------------------------------------------------------- ________________ બારમી સદીનું અપભ્રંશ સાહિત્ય ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ દ્વારા ૧૯૭૭માં પ્રકાશિત થયેલ છે.] ૯૦. ‘માણિક્ય-પ્રસ્તારિકા-પ્રતિબદ્ધરાસનો ઉલ્લેખ સં.૧૧૭૪માં યશોદેવ ઉપાધ્યાયના રચેલા ‘નવતત્ત્વભાષ્ય-વિવરણમાં કરેલો છે ને તે સંધિબદ્ધ (અપભ્રંશ કાવ્ય) છે. ‘અનયોશ્વ વિશેષવિધિર્મુકુટ-સપ્તમી-સન્ધિબન્ધ-માણિક્ય-પ્રસ્તારિકાપ્રતિબદ્ધરાસકાભ્યામવસેયઃ.' આ પરથી જણાય છે કે ગુજરાતીમાં જેમ કાવ્યને રાસ કહે છે તેવી રીતે અપભ્રંશ તથા પ્રાકૃત ભાષામાં રાસો હતા. ૯૧. સં.૧૧૬૦માં શાલિભદ્રસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ ‘ઋષભચરિત્ર' રચ્યું છે તેમાં કેટલેક ઠેકાણે અપભ્રંશ ભાગ આવે છે. [આ ઋષભચિરત્ર ‘જુગાઇજિણિંદચરિયં’ (‘યુગાદિજિનેન્દ્રચરિતમ્) એ નામે પં.રૂપેન્દ્રકુમાર પગારિયા સંપાદિત લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલ છે.] ૪૩ ૯૧. સદ્ગત સાક્ષર શ્રી ચિમનલાલે અપભ્રંશ સંબંધે ‘સાહિત્ય’ માસિકમાં લખતાં જણાવ્યું છે કે ઃ “અત્યાર સુધીમાં અપભ્રંશ ભાષાનાં જે ઉદાહરણો અપાયાં છે તે હેમાચાર્યના પ્રાકૃત વ્યાકરણ તથા ‘હ્રયાશ્રયમાંથી છે. કેવળ અપભ્રંશ ભાષામાં રચાયેલાં કડવાબદ્ધ કાવ્યો તથા ગ્રંથો જૈન ભંડારોમાં તાડપત્ર ઉપર લખેલાં મોજુદ છે. આ ઉપરાંત ૧૦મા, ૧૧મા તથા ૧૨મા શતકમાં રચાયેલાં પ્રાકૃત કાવ્યોમાં પણ અપભ્રંશમાં રચાયેલો કેટલોક ભાગ માલૂમ પડે છે. હેમાચાર્યના ગુરુ દેવચંદ્રે સં.૧૧૬૦માં ‘શાન્તિનાથ ચરિત્ર'' નામનું ૧૬૦૦૦ શ્લોકનું કાવ્ય રચેલું છે તેમાંથી કેટલોક અપભ્રંશ ભાગ નીચે આપ્યો છે.” ૯૨. આ ભાગમાં શાંતિનાથના જન્મ વખતે દિશાકુમારીએ જે ઉત્સવ કર્યો હતો તેનું વર્ણન છે : કવિરાયચક્કવન્ટિં વંદે સિરિ-ઇંદભૂઇમુણિનાહું, જસ્ત જલે તેમ્મિ વ વાણી સત્ય વિચ્છઇ. વંદામિ ભદ્દબાહુ જેણ ય અઇરસિયબહુકહાકલિયું, ઇયં સવ્વાલમાંં ચરિયું વસુદેવરાયમ્સ. વંદે સિરિહરિભĒ સૂરિ વિઉસયણા નિર્ગીયપયાવું, જેણ ય કહાપબન્ધો સમરાઈો વિણિમ્મવિઉ. ૬. આ કાવ્યના પ્રારંભમાં પ્રાચીન કવિઓને નમસ્કાર કરવાની પ્રથા હોય છે તે પ્રમાણે દેવચંદ્રસૂરિ ગૌતમસ્વામી, સવાલક્ષપ્રમાણ ‘વસુદેવકથા' (‘વસુદેવહિંડી')ના કર્તા ભદ્રબાહુ, ‘સમરાઇચૂકહા’ના કર્તા હિરભદ્રસૂરિ, ‘કુવલયમાલા'ના કર્તા દાક્ષિણ્યચિહ્નસૂરિ તથા ‘ઉપમિતિભવપ્રપંચ'ના કર્તા‘સિદ્ધસૂરિને નમસ્કાર કરે છે. ‘વસુદેવહિંડી’ સંઘદાસ તથા ધર્મસેન વાચકની બનાવેલી છે. પરન્તુ આમાં તે ભદ્રબાહુએ રચેલી છે તથા તેનું પ્રમાણ સવાલક્ષનું છે તે વિશેષ છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ દાકિખન્નઈધસૂરિ નમામિ વરવત્રભાસિયા સગુણા, કુવલયમાલેબ સુહા કુવલયમાલા કહા જસ્સ. પણમામિ સિદ્ધસૂરિ મહામતિ જેણ સવ્વજીવાણ, પચ્ચખૂપિવ રઈયે ભવસ્સ રુવે કહાબંધે. ૧૦ જય જય તિહુયણદીવયદાઈ એ, જય જય અસેસહ માઈ એ. જય જય તિહુયણસૂરવિયાઈ એ, જય જય અચ્છરિયપસાઈ એ. ૪ મ બીહિસિ પરમેસરિ સમિણિ, જન્હે દિસાકુમારિ ગયગામિણિ, જન્મકમ્મુ જિણવરહ કરેસણું, અપ્પઉં સિવપુરિપંથિ ધરેસહ. ૬ અવિ ય તિહુયણનાહહ કુચ્છિધરિ જય જય સામિણિ દેવિ, અઑહિં તુહ પયપંકાઈ વંદિય સિરહ નમેવિ. જય જય અઈરાદેવિ તુહું સંતિનિણંદહ માએ, પણમહં તુહ પયપંકયઈ સિરિતિયણવિખાએ. જય જય તિહુયણદીવુ તઈ દંસિયસયલપત્યુ, દિતિય સામિણિ તાડિયઉ ભવિયહું મોહુ સમજ્યુ. જય જય જગગિહખંભુ જિણ દિતિય સમિણિ લોઈ, સંજોઈયભવભીમજણ સયલસુહ સંજોઈ. સયલદુરિયદંદોલિદવજાલાવલિજલવાહ, દિતિય તિહુયણમાય પઈ ફેડિઉ અંગહ દાહુ. જય જય પડિબોય વિત્રિયપુત્રિમચંદુ, માય મહાસઇદેવિ પઈ કિઉ ભવિયહ આણંદુ. જય જય ભવસાયરગણિચ્છારણવોહિલ્યું, દિંતિય કિઉ ઉવયા પઈ લોયહ અઇસુસમન્થ. ૧૬ જય જય સામણિ તુઝ સુઉ હોસઈ તિહુયણનાહુ, ભવિયાણ યણહ અસેસહ વિ જે ફેડેસઈ દાહ. ૨૯ અપ્પડિબધુ વિહંગુ જિહ ભૂ જિહ ખંતિસમગ્ગ, રંગવિવજ્જિઉં સંખુ જિહ એનુસિંગ જિહ ખગ્યુ. હુયવહુ જિમ્પ તવાતવયર ભાચુંડુ વ અપમg, સીહુ જમ્પ દુદ્ધરિસુ જિણુ સ્તરઉ જિમ્પ કરિમ ૩૭ પંચવત્રવરકુસુમભરુ પુણ સુર મેલિસ્તૃતિ, ઉપરિ છત્તત્તરાયણ ચંદદુલ્લુ ધરિહિંતિ. ઇય પરમેસરિ પુખ્ત તુહ હોસઈ ગુણગણરાસિ, તિં વંદહ પણમંત સિર અહિ ણિવિઠ્ઠિય પાસિ. પડિવોહેવિણ ભવિયજણ જહવિસ્થારિવિ કિત્તિ, અંતિવિહેવિણ તુહતણઉ સેલેરી વરસત્તિ. Page #60 -------------------------------------------------------------------------- ________________ બારમી સદીનું અપભ્રંશ સાહિત્ય દેવચંદ પરિવંદિયહ કિયલુ હુડખુડ એસ, કો કિર સક્કઈ જિણવરહ ભત્તિ કવિ અસેસ. અઈપસિલાસીહાસણમિ સોહમ્મસામિ ઉવવિસઈ રશ્મિ, ઉદ્ઘગિ ધરઈ જિણવાઁદુ જો પાવજલણઉલ્ડવણકંડુ. એક્વંતરિ સારી દુહખયકારી બહુવિહકુસુમગુણાવરિય, અમ્યુયસુરણાહિં ભત્તિસાહિં કુસુમંજલિ નિયકરિ ધરિય. ૧૦૩ જાઈ કુંદમંદારસમુક્કલ ચંપયપારિજાયયપિંજલ, કેયઈદલમચકુંદસેહિય ગંધલુદ્ધફુલ્લંધયમોહિય. ૧૦૪ ખેત્તર્કિકરહિં એવંતરે સહસઅફેવ ચઉસકૃહત્યંતરે, કણયકલસાણ સહક્ક અઠ્ઠોત્તરે વીયલ રૂમ્પમઈયાણ પુણ ઉત્તરે. ૧૦૫ એવન્ન-સુદિહિં સહસુરવિંદિહિં મક્વણુ જિણવર-અહિંદયહ, કિઉ બહુવિહુભત્તિએ નિયવિચ્છિત્તિએ દેવચંદપરિવંદિયહમ્. ૧૧૪ જયહિ જિણનાહયા કમ્યવણદાહયા પણયસુરનાહયા સિદ્ધિગમવીહયા, જયહિ સુભકારયા મોહનિદ્ધારયા દુરિયસયવારયા ચત્તસંસારયા. ૧૨૩ જયહિ ગયસંસયા કામ ભડધંયા નીરૂનવદયા ભુવનઅવયંસયા, જયહિ હયપાવયા કહિયવરભાવયા દુરકત્તણલાવયા સજલપ્પણરાવયા. ૧૨૬ ૯૩. આ દેવચંદ્રજીકૃત “સુલાસાખ્યાન' અપભ્રંશમાં છે તેમાં ૧૭ કડવક છે. એહ સંધિ પુરુસત્ય વસત્યિય દેવચંદસૂરિહીં સમત્યિય, ઇય બહુગુણભૂસિલ જિ સુપસિંસિઉ સુલસચરિઉમ્મત્યિયહં. નિસુરંત-પઢંતહ ભત્તિએ સત્તણે મોખું મોખત્યિયહ. ૯૪. હેમચંદ્રજીના વ્યાકરણ'[“સિદ્ધહેમ શબ્દાનુશાસન”]માંથી તેમજ કુમારપાલચરિત/દ્વયાશ્રય પ્રાકૃતિકાવ્યમાંથી ઘણુંક અપભ્રંશ સાહિત્ય મળી આવે છે તેના સંબંધે હવે પછી જુદા વિભાગ અને પ્રકરણમાં જણાવીશું. ૯૫. સસિપાલક-કુલસંભવ પાર્શ્વનંદન ધાહિલના “પઉમસિરિચરિઉ'માં ચાર સંધિમાં પદ્મશ્રી સતીના શીલનું વર્ણ છે. આ ક્યારે રચાયેલું છે તે જણાવેલું નથી પરંતુ પાટણ ભંડારની પ્રતનો સંવત્ ૧૧૯૧નો છે. તેનો આદિ ને અંતભાગ નીચે પ્રમાણે ધાહિલ દિધ્વદિટ્રિક કવિ જંપઈ, અહુ જણ રોલ મુએવિણુ સંપઈ, નિસુણહ સાહમિ કન્નરસાયણ, ધમ્મ કહાણ બહુગુણ-ભાયણ. સસિપાલકબૂ-કઈ આસિ માહુ, જસુ વિમલ કિત્તિ જગિ ભમઈ સાહુ, તસુ નિમ્મલિ વંસિ સમુદ્ભવેણ, પઉમસિરિચરિઉ કિઉ ધાહિલેણ. કવિ પાસહ નંદણુ દોસવિમદ્દણુ સુરાઈહિં મહાસઈહિં. જિણચલણહ ભત્તઉ તાયઈ પોત્તી દિધ્વદિઠિ નિમ્મલમઈહિં. Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ [‘પઉમિરિચિરઉ’(‘પદ્મશ્રીચરિત') ડૉ. મધુસૂદન મોદી અને ડૉ. હરિવલ્લભ ભાયાણી સંપાદિત ભારતીય વિદ્યા ભવન, મુંબઈ દ્વારા સિંઘી સિરીઝમાં ૧૯૪૮માં પ્રકાશિત થયેલ છે.] ૪૬ ૯૬. ‘સંદેશરાસક’ પ્રાકૃત તથા અપભ્રંશમાં છે. તેમાં દોહા, ગાથા, રકા, પદ્ધડિકા, ચંદ્રાયણ, અર્ધ વગેરે છંદો વાપરેલા છે. પાશ્ચાત્ય દેશમાં મ્લેચ્છ દેશમાં મીરસેણના સંબંધીનો પુત્ર અદ્દહમાન નામનો હતો, તેની ગીતવિષયક પ્રાકૃત કાવ્યને વિશે પ્રીતિને લીધે તેના સ્નેહથી આ વિરહિણી-સંદેશવિષયક ‘સંદેશ-રાસક' રચેલું છે. તેની પ્રત પાટણ ભંડારમાં છે. પચ્ચાએસિ પહૂઓ પુવ્વપસિદ્ધો ય મિચ્છદેસોત્યિ, એહ વિસએ સંભૂઓ આરદ્દો મીરસેણસ્સ. તહ તણઓ કુલકુમલો પાઇય-કવ્વસુ ગીય-વિસએસુ અઠ્ઠમાણ પસિદ્ધો સન્નેહઇ-રાસયં રઇયં. [અદ્દહ રહમાન (અબ્દુલ રહમાન)નો ‘સંદેશરાસક' મુનિ જિનવિજય અને ડૉ. હિરવલ્લભ ભાયાણી સંપાદિત ભારતીય વિદ્યા ભવન, મુંબઈ દ્વારા સિંઘી સિરીઝમાં ૧૯૪૫માં પ્રકાશિત થયેલ છે.] ૯૭. ‘ચર્ચરી’ નામની જિનવલ્લભસૂરિની સ્તુતિ સાથે ચૈત્યવિધિ જિનદત્તસૂરિએ અપભ્રંશમાં રચી છે. જિનવલ્લભનો સ્વર્ગવાસ સં.૧૧૬૮માં થયો ને તેમના શિષ્ય જિનદત્તે તેમના પછી થોડાં વર્ષોમાં જ આ સ્તુતિ રચી હોય તેમ અનુમાનાય છે. જિનદત્તને આચાર્યપદ સં.૧૧૬૮માં મળેલું અને તેમનો સ્વર્ગવાસ સં.૧૨૧૧માં થયો. તેનો આદિભાગ : નમિવિ જિણેસર-ધમ્મહ તિહુયણસામિયહ પાયકમલુ સસિનિમ્મલ સિવગયગામિયહ, કિરિમ જયિગુણથુઇ સિરિ-જિણવલ્લહહ જુગપવરાગમસૂરિહિ ગુણિગણદુલહહ. ૧ · ત્રિભુવનના સ્વામી, શિવગતિગામી એવા જિનેશ્વર ધર્મનાથના ચંદ્ર જેવા નિર્મલ પાદકમલને નમીને યુગપ્રવર આગમાચાર્ય ગુણિગણદુર્લભ એવા શ્રી જિનવલ્લભની યથાસ્થિત ગુણસ્તુતિ કરું છું. પિરહિર લોયપવાહુ પયટ્ટિઉ વિહિવિસઉ, પારતંતિ સહુ જેણ નિહોડિ કુમગ્ગસઉ, સિઉ જેણ દુસંઘ-સુસંઘહ અંતરઉ, વદ્ધમાજિણતિત્થહ કિયઉ નિરંતરઉ. ૩ ૧૦ • જેણે લોકપ્રવાહને પરિહરી – તજી પરતંત્રતાવાળા શત કુમાર્ગને ટાળી વિધિમાર્ગ પ્રવર્તાવ્યો, જેણે નઠારો સંઘ અને સારો સંઘ બે વચ્ચેનું અંતર બતાવ્યું અને વર્ધમાન મહાવીર જિનના તીર્થં[ધર્મપરંપરા]ને Page #62 -------------------------------------------------------------------------- ________________ બારમી સદીનું અપભ્રંશ સાહિત્ય નિરંતરનું અવિચ્છિન્ન કર્યું. ૯૮. જિનદત્તસૂરિની બીજી બે અપભ્રંશ કૃતિઓમાંથી ઉપદેશ(ધર્મ)રસાયનરાસમાં ૮૦ ગાથા છે અને ‘કાલસ્વરૂપસ્કુલકમાં ૩૨ ગાથા છે. આમાંની છેલ્લી કૃતિની ત્રીજી ગાથામાં ‘વિક્કમસંવતિર સય બારહ હુઇ પણઉ સુહુ ઘરવારહ' આવા . શબ્દો છે તેથી તે કૃતિ વિક્રમના તેરમા સૈકાના પ્રારંભના ૧૧ વર્ષમાં કોઈ પણ વખતે બની હોવાનું અનુમાન કરી શકાય કારણકે વિ.સં.૧૨૧૧માં જિનદત્તસૂરિનો સ્વર્ગવાસ થયો છે. છતાં આ સર્વને સામાન્ય રીતે ૧૨મી સદીની કૃતિ તરીકે લેવામાં વિશેષ હરકત જેવું નથી. ૯૯. આ ત્રણે જિનદત્તસૂરિનાં કાવ્ય ‘અપભ્રંશ કાવ્યત્રયી' એ નામથી ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝમાં પ્રકટ થનાર ગ્રંથમાં મૂકવામાં આવ્યાં છે, અને તેમાં પ્રથમનાં બે કાવ્યો ૫૨ની જિનપાલ ઉપાધ્યાય (જિનપતિસૂરિશિષ્ય)ની સં.૧૨૯૪ની રચાયેલી સંક્ષિપ્ત સંસ્કૃત વૃત્તિ પણ દાખલ કરી છે. છેલ્લી કૃતિ ૫૨ ઉપાધ્યાય સુરપ્રભ(જિનપતિસૂરિશિષ્ય)ની વિવૃત્તિ છે. સાથે એ ત્રણે કાવ્યની સંસ્કૃત છાયા તે ગ્રંથના સંપાદક પંડિત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધીએ ક૨ીને મૂકી છે. તેમાં સંપાદક સાક્ષર જે પ્રસ્તાવના અને પરિશિષ્ટ મૂકવાના છે તે બહાર પડવાથી વિશેષ પ્રકાશ પડશે. [‘અપભ્રંશકાવ્યત્રયી’ ૧૯૨૭માં પ્રકાશિત થઈ ચૂકેલ છે. ૧૦૦. વાદિદેવસૂરિ એ મહાપ્રભાવક જૈનાચાર્ય થઈ ગયા. તેમણે પોતાના ગુરુ મુનિચંદ્રસૂરિ (સ્વ. સં.૧૧૭૮) ઉપર તે સમયની બોલાતી ભાષા અપભ્રંશ ભાષામાં ‘સ્તવન’ રચ્યું છે (મુદ્રિત – જૈન શ્વે.કૉ. હેરલ્ડ પત્રનો ઈ.સ.૧૯૧૭ના સપ્ટે.થી નવેં.નો ખાસ અંક પૃ.૩૩૧-૩૩૫). તેનો આદિ અને અંતભાગ નીચે પ્રમાણે છે ઃ નાણુ ચરણુ સંમત્તુ જસુ રયણત્તઉ સુપહાણુ, જયઓ સુ મુણિસુર ઇત્યુ, જંગ મોડિ અવમ્મહખાણુ. ૧ જાહે પસન્ના તુહ નયણ, તહ મયહ સયકાલ, હિયચ્છિય સુહ સંપડહિં, અનુ છિંદહિં દુહજાલ. ઘૂસમં રયણિહિં સૂર જિમ્પ, તુહ ઉઠ્ઠિઉ મુણિનાહ, સિરિ મુણિચંદ મુણિંદ ૫૨ મહુ ફેડઇ ફુગ્ગાહ. આની હાલની ગુજરાતી છાયા પં. બહેચરદાસે આ પ્રમાણે આપી છે : જ્ઞાનચરણ સમ્યક્ત્વ જેનું રત્નત્રય સુપ્રધાન, ૨૫ જ્યો સ મુનિસુરિ અહીં જગે, મોડયો મન્મથસ્થાણુ. જ્યારે પ્રસન્ન તવ નયનો તથા મનુજોને સદા કાળ, હૃદયઇચ્છિત સુખ સાંપડે પછી છેદાય દુઃખજાળ. - ૨૪ ૪૭ ૧ ૨૪ Page #63 -------------------------------------------------------------------------- ________________ ४८ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ દુઃષમ રજનમાં સૂર્ય જેમ તું ઊઠ્યો મુનિનાથ. શ્રી મુનિચંદ્ર મુનીંદ્ર પરમ [પર મમ] ફેડે કુગ્રાહ. ચરણ – વિશુદ્ધપ્રવૃત્તિ, સમ્યકત્વ – શ્રદ્ધા, મન્મથસ્થાણુ – કામરૂપ ખીલો. દુઃષમ રજની – આ પાંચમા દુઃષમ નામના આરારૂપ રાત્રી. ગ્રાહ-કદાગ્રહ. ૧૦૧. લક્ષ્મણગણિએ “સુપાસનાહ-ચરિએ એ નામનો પ્રાકૃત ગ્રંથ સંવત ૧૧૯૯માં માઘ શુદ ૧૦ ગુરુને દિને ગુરુ મંડલીપુરીમાં શ્રી કુમારપાલના રાજ્યમાં રચ્યો છે તેમાં ક્યાંક-ક્યાંક અપભ્રંશમાં છંદો છે : ગયભક્તિમ્ભરુક્મિન્નરોમંચયા, કુણહિ તિથૈસરે તત્વ નર્ચાતયા, કેવિ મુંચંતિ મંદારસુમસોહર, ગંધવસ મિલિય સલાહ સુમસોહર. ૨૬૮ કેવિ મલ્લ વ સર્જતિ કમદદર, અવરિ ગાયંતિ સુહકંઠરવસુંદર, કેવિ ઉત્તરાલ તાલાઉલ રાયે, કુણહિં કરનચ્ચિય અવરિ વરહાસય. ૨૬૯ . કેવિ હરિસુદ્ધા તિસય ગલદદુરે, કુણહિં હયહેસિયે કેવિ સુઈબંધુર, કવિ ગયગજ્જિયં કુણહિં મયભિંભલ, અત્રિ મુઠહિ પહરતિ ધરણીયલ. ૨૭૦ કેવિ ફોડિંતિ વક્કરિય ઉશ્કેરાં, કેવિ કુવંતિ કંઠીરવુત્રાયાં, કેવિ તખણિયું ખીરોયજલ-સંતિય, કલસમુવણિંતિ તિયસા હરિયંતિય. ૨૭૧ • ત્યાં ગુરુભક્તિના ભરથી ઉભિન્ન રોમાંચ થયાં છે જેનાં એવા નાચતા દેવતાઓ) તીર્થેશ્વરને સ્તવે છે. કેટલાક દેવો) સુગંધને વશ થઈ જ્યાં સુમનોહર ભ્રમરો થોકબંધ ભેગા થાય છે એવા મંદાર નામનાં પુષ્પોનો ભર – ઢગ ફેંકે છે, કેટલાક મલ્લોની માફક કમદર્દર (દેડકાની પેઠે) સજ્જ થાય છે, જ્યારે બીજા સારા કંઠરવથી સુંદર ગાય છે. કેટલાક ઊંચાનીચા તાલવાળા રાસ કરે છે. કેટલાક હાથ નચાવે છે, બીજા સુંદર હાસ્ય કરે છે, કેટલાક હર્ષથી મસ્ત બની ગળું ફુલાવી દેડકા જેવો અવાજ કરે છે, કેટલાક કર્ણને બંધુર એવા ઘોડાના હણહણવાનો અવાજ કરે છે, કેટલાક મદમસ્ત હાથીની ગર્જના કરે છે. બીજા ભૂમિહલને મૂઠીથી મારે છે, કેટલાક...(?) અને કેટલાક સિંહનાદ કરે છે. કેટલાક દેવતાઓ તે જ ક્ષણે ક્ષીરોદધિના જલવાળા કલશો ઈદ્ર પાસે લઈ જાય છે. • ૧૦૨. બીજો નમૂનો એ છે કે : ચઉપૂઈ જહિં ઉષ્મજ્જઈ જલણું તે નિશ્ચિય તો ડહઈ, પાસદ્દિઉં ફલિંગિહિં ડહઈ ન વા ડહઈ, જસુ પુણુ કોહ સુ અપ્પઉં જણુ ડહિલ, હાણિ કોઈ પત્તહ જિણવરિ ઈહ કહિઉ. ૨૭૦ Page #64 -------------------------------------------------------------------------- ________________ - બારમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૪૯ ૨૭૨ રોસિણ અભૂખાણુ વિયરઈ અવરજણિ, સો તેણવિ પરિભવિયઈ ડઝઈ અનુ મણિ, તો તે સો ઈહ લોદવિ વઈરિઉ ભણિ હણઈ. આલિ જુ દિન્નઈ પાવુ અયાણી ન તે ગણઈ. ૨૭૧ રોસાનલિણ પલિતુ મુહિત્તિણ ડહઈ નરુ, નિયધમ્મહ ભંડારુ સુસંઠિલ જો સુચિ, રોસપિસાઈણ ગહિઉ ન ભુજઈ ન ય સુઈ, અરવલ્લહ ધણુ માણસુ વિણુ દોસિણ મુયઈ. જહ કુંડલ કેઉર કિરીડ વિહૂસણ વિહૂસિલે, વિણવિહૂણઉ સોહ ન પાવઈ નરુ કહવિ, તહ પંડિઉ દાયારુ તવસ્સી જઈ તહવિ, ન લહઈ સુગ્ગઈમગુ સરોસિઉ નરુ કહવિ. ૨૭૩ • જ્યાં અગ્નિ ઊપજે – ઉત્પન્ન થાય તેને પોતે રહે ત્યાં સુધી બાળે, (પણ) પાસે પડેલાને (પોતાના) તણખાથી બાળે કે ન પણ બાળે, જ્યારે ક્રોધ જેને થાય છે તે પોતાને તથા બીજાને પણ બાળીને બીજે સ્થળે પણ હાનિ કરે છે એમ જિનવરે કહ્યું છે. જે (જન) રોષથી બીજા મનુષ્યોમાં અભ્યાખ્યાન - ચાડી ફેલાવે છે તે તે (રોષ)થી પણ પરાભવ પામે છે, અને પોતાના મનમાં બળે છે, તેથી તે આ લોકમાં પણ તેને વૈરી ગણી મારે છે. અભ્યાખ્યાન – આળમાં જે પાપ થાય છે તે અજ્ઞાની સમજતો નથી. - જે ઘણા કાળ સુધી સુસંસ્કારમાં સ્થિત હોય એવો મનુષ્ય રોષરૂપી અગ્નિથી પ્રદીપ્ત થઈને (એક) મુહૂર્તમાં નિજ ધર્મનો ભંડાર બાળી નાખે છે. રોષરૂપી ભૂત જેને ભરાણો હોય તે ભોગવતો નથી તેમ સૂઈ શકતો નથી, અને અતિ પ્યારું ધન મનુષ્યને વિના દોષે છોડી જાય છે. જેમ કુંડલ, કેયૂર, કિરીટ(મુગટ)થી વિભૂષિત થયેલો નર વિનયવિહીણો હોય તો) કોઈ રીતે શોભા પામતો નથી, તેવી રીતે કોઈ માણસ પંડિત, દાતા, તપસ્વી હોય છતાં પણ રોષવાળો હોય તો સુગતિનો માર્ગ પ્રાપ્ત કરતો નથી. ૧૦૩. આ કવિએ બીજાનું સુભાષિત પણ મૂક્યું છે અને તેથી તે તેમના સમયથી પ્રાચીન હોવું જોઈએ ? યતઃ ઉક્તમ્ અપ્પત્યિય ઈતિ જહ દુબઈ, સહસા પરિણમંતિ તહ સુમ્બઈ, પુવજ્જિયાં ધરિવિ કો સક્કઈ, સપુરિસહ ચિત્તવિ ન ચમક્કઈ, • જેમ દુઃખો અપ્રાર્થિત (વણમાગ્યાં) આવે છે, તેમ સુખો સહસા - એકદમ પરિણમે છે. પૂર્વોપાર્જિતને કોણ અટકાવી શકે ? સત્યરુષોનું Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ ચિત્ત છતાંય ચમકતું નથી – ચમત્કાર પામતું નથી – આશ્ચર્ય પામતું નથી. ૧૦૪. આવા અપભ્રંશ ભાષામાં અમુક ભાગો પૃ.૫૦, ૧૯૦, ૨૧૩, ૨૮૬, ૨૯૬, ૪૪૦થી ૪૪૨, ૪૬૮, પ૭૦, ૬૨૫, ૬૩૨, ૬૪૭ પર છે. જુઓ ‘સુપાસનાહ-ચરિએ સંસ્કૃત છાયા કરીને સંશોધક પંડિત હરગોવિન્દદાસ શેઠ અને પ્રકાશક જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા, અંક ૪, ૮, ૧૨, કાશી. સિં. ૨૪૪૬]. [૧૦૪૬. દેવસેને સં.૧૧૩૨માં ‘સુલોયણાચરિઉ (“સુલોચનાચરિત) ૨૮ સંધિમાં રચેલ છે. ૧૦૪ખ. શ્રીધરની ત્રણ કૃતિઓ મળે છે – “પાસણાહચરિઉ (પાર્શ્વનાથચરિત), ૧૨ સંધિ, રચ્ય સં.૧૧૮૯; “સુકુમાલચરિઉ (“સુકુમારચરિત'), ૬ સંધિ, રચ્યા સં.૧૨૦૮; “ભવિસયત્તચરિઉ (‘ભવિષ્યદત્તચરિત), ૬ સંધિ, રચ્ય સં. ૧૨૩૦. ૧૦૪ગ. અનુમાને ૧૧મી અને ૧૩મી શતાબ્દી વચ્ચે સુપ્રભાચાર્યે વૈરાગ્યસાર ૭૭ પદ્યની રચેલ છે. એ ડૉ. હ. દા. વેલણકર સંપાદિત એનલ્સ ઓવું ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂનાના વૉ.૧ (પૃ.૨૭૨-૮૦)માં પ્રકાશિત થયેલ છે. ૧૦૪ઘ. ઉપરાંત જુઓ ફકરો ૧૩૮.] પ્રકરણ ૪ : તેરમી, ચૌદમી અને પંદરમી સદીનું અપભ્રંશ સાહિત્ય તેરમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૧૦૫. યોગચંદ્રમુનિના રચેલા ‘યોગસાર' ગ્રંથમાં ૧૦૫ દોહા ૧ સોરઠો ને ૧ ચોપાઈ છે. તેને “દોહાસાર' પણ કહે છે. તેનો વિષય અધ્યાત્મોપદેશ છે. યોગચંદ્રમુનિનો સમય નિર્ણત થયો નથી. કોઈ કહે છે કે વિક્રમની બારમી સદી અથવા વધુમાં વધુ તેરમી સદીના પૂર્વ ભાગ સિદ્ધ થાય છે, પણ ભાષા સરલ તેથી આધુનિક ભાષાને એટલીબધી મળતી છે કે તેને તેટલો પ્રાચીન સમય આપવાનો સ્વીકાર કરવા કોઈ ખંચાય; છતાં જ્યાં સુધી તેનો સમય નિર્મીત રીતે સિદ્ધ ન થાય ત્યાં સુધી તેને અત્ર સ્થાન આપવું યોગ્ય ધાર્યું છે. આ ગ્રંથ પ્રકાશિત થઈ ગયો છે. માણિકચંદ્ર જેના ગ્રંથમાલા, અંક ૨૧.) તેના દોહાની ભાષા આપણી હાલની દેશી ભાષાનું પુરાણું સ્વરૂપ બતાવે છે, અને તે અપભ્રંશની સરલ ભાષા છે તેથી તેને જૂની ગુજરાતી કે જૂની હિંદી નિશ્ચિતપણે આપણે કહી શકીએ. ઉદાહરણ તરીકે : અજરુ અમરુ ગુણગણણિલઉં, જહિ અપ્પા થિર થાઈ, સો કમ્મહિ ણવિ બંધવઈ, સંચિયપુત્વ વિલાઈ. • અજર અમર ગુણગણનિલય, જે આત્મા સ્થિર થાય, તે કર્મો નવિ બાંધશો, સંચિતપૂર્વ વિલાય. એટલેકે અજર, અમર, ગુણના સમૂહનું સ્થાન (એવો) આત્મા જેનો સ્થિર થાય છે તેને તે કર્મો બાંધતા – બંધન કરતા નથી. પૂર્વનાં (જે) Page #66 -------------------------------------------------------------------------- ________________ તેરમી, ચૌદમી અને પંદરમી સદીનું અપભ્રંશ સાહિત્ય @ સંચિત (તે જ) વિલય પામે છે નાશ પામે છે. અપ્પ-સરૂવહ જો ૨મઇ, છંડિવ સબ વવહારુ, સો સમ્માઇઠી હવઈ, લહુ પાવઈ ભવપારુ. આત્મસ્વરૂપે જે રમે, છાંડે સહુ વ્યવહાર, તે સમ્યગ્દષ્ટિ થતો, પામે અલ્પ ભવપાર. લહુ-લઘુ, થોડા સમયમાં યા થોડા પ્રયાસથી. જહ સલિલેણ ણ લિપ્પયઈ, કમલણિપત્ત કયાવિ, તહ કમ્મેણ ણ લિપ્પયઈ, ઈ રઈ અપ્પ-સહાવિ. • જલથી થાય ન લિપ્ત જ્યમ, કમલિનીપત્ર કદાપિ, કર્મથી થાય ન લિપ્ત ત્યમ, યદિ રતિ આત્મસ્વભાવ. ઇક્ક ઉપજ્જઈ મ૨ઈ કુવિ, દુહુ સુહુ ભુંજઈ ઈક્કુ, ણરયહ જાઈવિ ઇક્ક જિય, તહ ણિવ્વાણહ ઇક્કુ. ૪ એકલો ઊપજે, મરત એક, દુઃખસુખ ભોગવે એક, નરક જાય વળી એક જીવ, ત્યમ મુક્તિ પણ એક. ૧૦૬. આમાં સોરઠા છંદ પણ છે ઃ • • જીવાજીવહ ભેઉ જો, જાણઇ સો જાણિયઉં, મોક્બહ કારણ એઉ ભણઇ, જોઇ જોઇહિ ભણિઉ. • • જીવ અને અજીવના ભેદ જે જાણે છે તે જાણે છે (અર્થાત્ તે જ જ્ઞાની છે). મોક્ષનું કારણ એ જ છે (એમ) યોગી (યોગચંદ્ર) કહે છે (કે જે) યોગીઓએ કહેલું છે. • ધમ્મુ ણ પઢિયા હોઇ, ધમ્મુ ણ પોચ્છાપિચ્છયઇ, ધમ્મુ ણ મઢિય પયેસ, ધમ્મુ ણ મુચ્છા લુચ્ચિયઇ. • પચ્ચે ન હોયે ધર્મ, પૂછાપૂછીથી ધર્મ નવ, મઢી પ્રવેશ્ય ધર્મ નવ, મૂછ લોગ્મે નવ ધર્મ છે. • • Jail Education International ૦.૫ આમાં પોચ્છાપિચ્છય (પૂછાપૂછી), મઢિય (મઠ), મુચ્છા (મૂળ) વગેરે દેશી શબ્દો છે. ૧૦૭. આ ગ્રંથમાં એક ચોપાઈ પણ છે : ૫૧ કાસુ સમાહિ કરઉં કો અંચઉં, છોપુ અછોપુ કરિવિ કો વંચઉં, હલ સહિ કહિ કેણ સમ્માણઉં, હિં હિં જોવઉં તહિં અપ્પાણ. ૨૦ • કેની સાથે સમાધિ કરું, કોને અર્ધું (પૂજું), છૂત-અછૂત કરીને કેની વંચના કરું, ભલા, કેની સંગાથે કલહ ભોગવું; જ્યાંજ્યાં જુઓ ત્યાં આત્મા જ છે. • આ ‘દોહાસાર’ને મળતો જ ‘શ્રાવકાચાર' નામનો ગ્રંથ છે કે જેનો ઉલ્લેખ આગળ કરવામાં આવ્યો છે. ૧૦૮. પ્રાયઃ આ કવિનો ‘પરમાત્મપ્રકાશ' નામનો ઉત્તમ આધ્યાત્મિક ગ્રંથ છે Page #67 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ તે પણ આ જ પ્રકારનો છે. તે ભટ્ટ પ્રભાકરની વિનંતીથી રચવામાં આવ્યો હતો. તેમાં પણ દોહા છંદનો ઉપયોગ કર્યો છે. દાખલા તરીકે ઃ પર જઇ ણિવિસદ્ધ કવિ કુઇ કરઇ, પરમપ્પ અણુરાઉ, અગ્નિકણી જિમ કટ્ટુગિઝર, ડહઇ અસેસુ વિ પાઉ. ૧૧૫ જો (એક) નિમિષ ક્ષણની અર્ધી પણ કોઈ ૫રમાત્મા પ્રત્યે અનુરાગ કરે – રાખે, તો જેમ અગ્નિની એ કણી લાકડાનો પર્વત – મોટો ઢગ બાળી નાખે છે તેમ તે અશેષ સર્વ પાપ પણ બાળી નાખે છે. હરિહરબભ્રુ વિ જિણવર વિ, મુણિવરવિંદ વિ ભવ્ય, ૫૨મણિરંજણ મણુ રિવિ, મુક્ષુ જ ઝાયહિ સવ્વ. ૧૩૪ • ' હે ભવ્યો ! દિર, હ૨, બ્રહ્મા પણ, (તેમજ) જિણવરો પણ, (અને) મુનિવરના સમૂહો પણ, પરનિરંજનમાં મન રાખી મોક્ષને જ ધ્યાય છે. ણિદ્ગુરવયણુ સુણેવિ જિય, જઇ મણિ સહણ ણ જાઇ, તો લહુ ભાવહ બંભુ પરુ, જિં મણુ ત્તિ વિલાઇ. - ૩૧૫ • હે જીવ ! જો નિષ્ઠુર વચન સાંભળી મનમાં સહન થાય નહીં તો પરબ્રહ્મને શીઘ્ર ભાવ – તેની ભાવના કર કે જેથી મન ઝટ વિલીન જ તાં દિવ્વદેહં તિહુવણગુરુગં સિબ્ઝએ સંતજીવે, તં તĒ જસ્સ સુદ્ધ ફુરઇ ણિયમણે પાવએ સો હિ સિદ્ધિ ૩૩૪ · દ્રવીભૂત બને. આમાં ૩૪૫ છંદ છે તેમાં ૩૪૩ દોહા છે ને છેલ્લા બે જુદા છંદમાં છે તે પૈકી - જે તત્ત ણાણરૂવં પરમમુણિગણા ણિચ્ચ ઝાયંતિ ચિત્તે, જં તત્ત્ત દેહચત્ત ણિવસઇ ભુવણે સવ્વદેહીણ દેહે, ૧૦ ૧૦૯. ઉપરનાં ઉદાહરણો મૂલ માત્ર પરથી લીધાં છે; તેના પર સંસ્કૃત છાયા કે કોઈ ટીકાટિપ્પણી વગેરે મળતી નથી તેથી ક્યાંકક્યાંક શબ્દો યા પદોના અર્થ સ્પષ્ટ સમજાયા નથી. વાચક પોતાની મેળે તે પર વિચારી કરી લેશે. એ થોડાં ઉદાહરણોથી સ્પષ્ટ થશે કે વિક્રમની નવમી સદીથી પાંચ-છ સદી સુધીનું અપભ્રંશ-પ્રાકૃત સાહિત્ય, ગુજરાતી, હિન્દી આદિ દેશી ભાષાના મૂળનો પત્તો લગાડવામાં કેટલું ઉપયોગી છે. ૧૧૦. ઉક્ત પરમાત્મપ્રકાશ' નામનો ગ્રંથ પ્રકટ થયો છે (રાયચંદ્ર જૈન શાસ્ત્રમાલામાં) તેમાં કર્તાનું નામ યોગીન્દ્રદેવ આપ્યું છે તે જ આ યોગચંદ્રમુનિ એમ સંભવે છે. આ કૃતિની ભાષા પણ અપભ્રંશની સારી અને ઉચ્ચ સ્થિતિ સૂચવે છે. ઉપરની અને આ કૃતિની ભાષા સાથેસાથે એક પ્રવાહમાં અખંડપણે સરલતાથી એવી વહે છે કે જાણે તત્કાલીન બોલાતી ભાષામાં રચાઈ હોય એવું જણાય છે. તેના પર ટીકા બ્રહ્મચારી દેવે સંસ્કૃતમાં રચી છે. વળી આ ‘પરમાત્મપ્રકાશ' પરથી શ્વેતામ્બરીય ધર્મમંદિરગણિએ ગુજરાતીમાં તે જ નામની કૃતિ સં.૧૭૪૨ના કાર્તિક શુદ ૫ ગુરુવારે મુલતાનમાં રચી પૂર્ણ કરી છે. જુઓ જૈન ગૂર્જર કવિઓ, ભા.૪, પૃ.૩૨૫. Page #68 -------------------------------------------------------------------------- ________________ તેરમી, ચૌદમી અને પંદરમી સદીનું અપભ્રંશ સાહિત્ય પ૩ | યોગીન્દ્રદેવ અને યોગીન્દ્ર મુનિ એક જ છે એમ ડૉ. ઉપાધ્યએ સિદ્ધ કરેલ છે. તેમણે મૂળમાંના “જોઈન્દુને આધારે -એમનું “યોગીન્દુ’ એવું નામ આપેલ છે. ડૉ. ઉપાધ્યએ યોગીન્દુનો સમય ઈ.સ. છઠ્ઠી-સાતમી (સંવત સાતમી-આઠમી) શતાબ્દી માનેલ છે.] “પરમપ્રયાસુ (પરમાત્મપ્રકાશ') ડૉ. એ. એન. ઉપાધ્ય સંપાદિત મુંબઈથી ૧૯૩૭માં પ્રકાશિત થયેલ છે તેમાં પરિશિષ્ટ રૂપે “યોગસાર' છપાયેલ છે.] ૧૧૧. દશમી સદીમાં દોહાની રચના થતી હતી એવું માલૂમ પડે છે, પણ તે જોઈએ તેવી સર્વત્ર પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા પામી નહોતી એ પણ સાથેસાથે જણાય છે. દેવસેન આચાર્યે દર્શનસાર, નયચક્ર, ભાવસંગ્રહ, આરાધનાસાર અને તત્ત્વસાર નામના પ્રાકૃત ગ્રંથ રચેલા તે પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. તે પૈકી ‘દર્શનસારની રચના વિ.સં.૯૯૦માં ધારાનગરીના શ્રી પાર્શ્વનાથ ચૈત્યાલયમાં સમાપ્ત થયાનું તેની પ્રશસ્તિ પરથી સ્પષ્ટ જણાય છે, તેથી આ આચાર્યનો સમય દશમી સદીમાં થવાનું નિશ્ચિત છે. “તેમણે “નયચક્ર' નામનો ગ્રંથ દોહા છંદમાં એટલે તે સમયની અપભ્રંશ-પ્રાકૃત ભાષામાં રચ્યો હતો પરંતુ તેના સમયમાં સમાલોચકોને તે છંદ પસંદ ન પડ્યો તેથી તેમના શિષ્ય માઈલ ધવલે તેના દોહાને ગાથાઓમાં ફેરવી નાખ્યા. આ વાત તે ગ્રંથની બે છેલ્લી ગાથાઓ પરથી વિદિત થાય છે : સુણિઊણ દોહાસ€ સિગ્ધ હસિકણ સુહકરો ભણઈ, એન્થ ણ સોહ) અલ્યો, ગાહાબંધણ તું ભણહ. • દોહાબદ્ધ ગ્રંથને સુણીને શીધ્ર શુભંકરે હસીને કહ્યું, આ (છંદ)માં અર્થ શોભતો નથી તેથી ગાથાબદ્ધ કરો. • દવ્વસહાવાયાસે દોહયબંધેણ આસિ જે દિઠું, તે ગાહાબંધેણ રઇયું માઈલધવલેણ. • સ્નેહથી આ દ્રવ્યસ્વભાવનો પ્રકાશ (ગ્રંથ) કે જે પહેલાં દોહાબદ્ધ જોવામાં આવ્યો હતો તે માઈલ ધવલે ગાથાબદ્ધ રચ્યો. • ૧૧૨. “દોહા છંદનો તે વખતે સામાન્યપણે નવો નવો જ પ્રયોગ હતો તેથી શુભંકર મહાશયે તેને પસંદ ન કર્યો. આ દોહાબદ્ધ ગ્રંથ હમણાં મળતો નથી. કોણ. જાણે આ જાતના બીજા કેટલાએક ગ્રંથો આવા શુભંકરોની કૃપાથી નષ્ટ થયા હશે.” (ગુલેરીજી, ના.પ્ર.પ., ભા. ૨-૩, પૃ. ૨૪૧-૨૪૩). ૧૧૩. આ સર્વ ગ્રંથોથી જુદો. એક અશ્રુતપૂર્વ ગ્રંથ નામે “શ્રાવકાચાર' દેવસેનસૂરિએ રચેલો કારંજાના ભંડારમાં ઉપલબ્ધ થયો છે. આમાં લગભગ ૨૫૦ દોહામાં ગૃહસ્થ ધર્મનું વર્ણન છે, તેમાંથી અહીંથી તહીંથી બે-ચાર દોહા લઈએ :. મકારેપિણુ પંચગુરુ, દૂરિદલિયદુહકમ્મુ, સંખેવે પયમ્બરહિ, અમ્બમિ સાવયધર્મો. Page #69 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ • જેણે દુષ્કર્મોને દુર્દલિત કર્યા છે (એવા) પંચ ગુરુઓને નમસ્કાર કરી સંક્ષેપમાં પદ અને અક્ષરો દ્વારા શ્રાવકધર્મને કહું છું – આખ્યાન કરું પિણ પૂર્વકાલની ક્રિયા વિભક્તિ છે અને ‘કમ્' તથા ‘ધમ્મુમાં “ઉ” છે તે કર્મકારક-સૂચક છે. સુણ દેસણ જિય ! જેણ વિણ, સાવયગુણ ણવિ હોઇ, જહ સામગ્નિ વિવજિજયહ, સિજઝઈ કજૂ ન કોઈ. • હે જીવ ! દર્શનને સાંભળો, જેના વિના શ્રાવકના ગુણ હોય નહીં (કેવી રીતે ?) જેવી રીતે યોગ્ય) સામગ્રી છોડીને (રહિત) કોઈ કાર્ય સીઝતું – સિદ્ધ થતું નથી. • ‘ણવિમાનો ‘વિ પાકની પૂર્તિ માટે અથવા ‘ન' પર જોર દેવા માટે વપરાયો છે. સચ્ચ સયણ વિજાણિયહ, ધમ્મુ ણ ચઢઈ મણે વિ, દિણયર સઉ જઈ ઉગ્નમઈ, ઘૂવઉ અંધઉ તો વિ. • તે સત્યથી વિશેષપણે જાણીને (જાણ્યા છતાં) ધર્મ મન ઉપર ચડતો નથી, જો સો દિનકર – સૂર્ય ઊગે, તોપણ ઘુવડ આંધળું હોય છે. • મન ઉપર ચઢવું – ગળે ઊતરવું, કોઈ વાત પૂરી જાણી લેવી એ અર્થમાં હાલની આપણી ભાષામાં વપરાય છે. આ વાણીવ્યવહાર અને ઘુવી – ઘુવડ એ શબ્દ સર્વથા દેશી છે. અંચઈ ગુરુવર્ણકુઈ, મેલિ મ ઢિલ્લઉ તેન, મુહ મોડલ મણ-હત્યિયઉં, સંજયભર તરુ જેન. • ગુરુવચનરૂપી અંકુશોથી ખેંચ, તે માટે ઢીલું મેલીશ – મૂકીશ મા - મન ! તું ઢીલું પડીશ મા. હે મનરૂપી હાથી ! સંયમભારરૂપી તરુ – ઝાડ પ્રત્યે મોં ફેરવ ! • આમાં ખેંચે છે, “ઢીલું મેલ મા – મૂક મા', “મોં મોડ – ફેરવ” એ આપણી ૭. જૈનો પાંચ પરમ ઈષ્ટને પૂજે છે ઃ અહંન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ. આને જૈન ધર્મમાં પંચ પરમેષ્ઠી' કહે છે. અહંન્ત એટલે તીર્થકર. સર્વ આત્મઘાતી કર્મોને દૂર કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી લોકોને બોધ આપી ધર્મના પ્રવર્તક. સિદ્ધ એટલે સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધિ - મુક્તિ પ્રાપ્ત કરનાર. આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ કંચનકામિનીના ત્યાગી વૈરાગીના ચડતાઊતરતા પ્રકાર છે. ૮. દર્શન’ એ નામ જૈન ધર્મમાં શ્રદ્ધા, વિશ્વાસ, યકીનને આપેલું છે. જેનમાં મોક્ષ પ્રાપ્ત થવા માટે સમ્યગુ દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્ર એ ત્રણે એકીસાથે કહ્યા છે અને ત્રણને રત્નત્રય' કહેવામાં આવે છે. આ રત્નપત્રમાં પહેલું રત્ન દર્શન છે કે જેના હોવા વગર કોઈ ધર્મવાનું કહી શકાતો નથી. WWW.jainelibrary.org Page #70 -------------------------------------------------------------------------- ________________ તેરમી, ચૌદમી અને પંદરમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૫૫ દેશી ભાષામાં રૂઢ છે. એહુ ધમ્મુ જો આયરઈ, ચકવણહ મહ કોઈ, સો શરણારી ભવ્યયણ, સુરગઈ પાવઈ સોઇ. • એહ ધર્મ જે આચરે, ચર્તુવર્ણમાં કોઈ, તે નરનારી ભવ્યજન, સુરગતિ પામે તેહ. • ૧૧૪. આ “શ્રાવકાચાર'ની ભાષા જોતાં તે દશમી સદી, જેટલી જૂની ન લાગે અને તેથી તેના અને ‘નયચક્રના કર્તા ભિન્નભિન્ન દેવસેનસૂરિ હોઈ શકે, પરંતુ ‘નયચક્ર'ની છેલ્લી બે ગાથા પરથી એમ તો જણાય છે કે દેવસેનસૂરિએ દોહામાં રચના કરી હતી, અને “શ્રાવકાચાર' દોહામાં છે તો તે પણ તેમની જ કૃતિ હોઈ શકે. તેમ હોય તો પછી દશમી સદી જેટલી જૂની ભાષા તેમાં નથી જણાતી તેનું કારણ તેની મૂળ ભાષામાં પછીથી ફેરફાર બીજા હાથે થયો હોવો જોઈએ એમ માનવું ઘટે. અહીં નોંધાયેલ “શ્રાવકાચાર' તે ડૉ. હીરાલાલ જૈન સંપાદિત “સાવયધમ્મદોહા” (“શ્રાવકધર્મદોહા') કારંજા જૈન પબ્લિકેશન સોસાયટી, કારંજા દ્વારા ૧૯૩૨માં પ્રકાશિત થયેલ છે તે જ જણાય છે.] ૧૧૫. વટગચ્છના જિનચંદ્રસૂરિશિષ્ય શ્રીચંદ્રસૂરિશિષ્ય હરિભદ્રસૂરિનું નેમિનાચરિય’ સં.૧૨૧૬ના કાર્તિક સુદ ૧૩ ને દિને અણહિલવાડ નગરે કુમારપાલના રાજ્યમાં પ્રાકૃત-અપભ્રંશ ભાષામાં ૮૦૩૨ શ્લોકમાં સંપૂર્ણ થયું છે, અને તે નવ લીટીના રહું યા વસ્તુ છંદમાં છે. તેના પહેલા ભાગમાં અરિષ્ટનેમિ અને રાજિમતીના નવ પૂર્વભવોનું વર્ણન છે અને પછી તેનાથી નાના બીજા ભાગમાં આ તીર્થંકરનું ચરિત્ર છે કે જેમાં કૃષ્ણ અને પાંડવોનાં ચરિત્રો ઓતપ્રોત છે. આ ગ્રંથ ડૉ. જેકોબી સંશોધિત કરી પ્રગટ કરવાના છે તેથી અપભ્રંશ ભાષા અને સાહિત્ય પર અવનવો પ્રકાશ પડશે. તેનો આરંભ આ પ્રમાણે છે : દુહ વિપડિયકરણ આયારુ દુહદંસિયધમ્મનિહિ દુહનમંતપયવિહવધાવણ દુહામણાણંદયરુ દુહસુવરણપ્રહાવણ મહ સુહુ વિયરી વિમલગુણરાસિજલહિરયહિંદુ પણયસુરાસુરનરનિયરકયથઇ રિસહજિબિંદુ. વિશેષ માટે જુઓ જેસલમેર ભાંડાગારીય ગ્રંથાનાં સૂચિ (ગા.ઑ.સિ. નં.૨૧) પૃ. ૨૭. [નેમિનાહચરિલ' (નેમિનાથચરિત') ડૉ. ભાયાણી અને પ્રો. મોદી સંપાદિત બે ભાગમાં લા. દ. ગ્રંથમાળામાં અમદાવાદથી ૧૯૭૦ અને ૧૯૭૧માં પ્રકાશિત થયેલ ૧૧૬. સં. ૧૨૩૮માં સિદ્ધરાજના સમકાલીન વાદિ દેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિ (“રત્નાવતારિકાના કતા)એ “ઉપદેશમાલા” પર “દોઘટ્ટીવૃત્તિ' રચી છે તેમાં કેટલોક Page #71 -------------------------------------------------------------------------- ________________ પદ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ અપભ્રંશ ભાગ છે. [‘ઉપદેશમાલા-દોઘટ્ટીવૃત્તિ' ઋષભદેવ કેશરીમલ સંસ્થા, ઈદોર દ્વારા ૧૯૩૬માં અને હેમસાગરસૂરિ સંપાદિત ધનજીભાઈ દેવચંદ ઝવેરી, મુંબઈ દ્વારા ૧૯૫૮માં પ્રકાશિત થયેલ છે.] ૧૧૭. વરદત્તનું “વરસામિચરિય’ ફક્ત બે સંધિનું છે ને તે દરેકમાં અનુક્રમે ૧૨ અને ૯ કડવક (કડવાં) છે. કુલ ગ્રંથાગ્ર ૩૦૦ છે. તેની પ્રત પાટણ તેમજ ખંભાત ભંડારમાં મળે છે. તેના આરંભ-અંત આ પ્રમાણે છે : અહો જણ નિસુણ (ણિ)જઉં, કન્નુ ધરિજ્જઈ (હુ) વઇરસામિ-મુનિવરચરિલ, સાહઉં સુમસોહરુ ભવિયહ સુંદરુ, જિ જિણ-રયણ સમુરિક. ૧ તુંબવનનામિં પુરવર પહાણ, અલ્પેન્દુ ભરહિ વરગુણનિહાણ, જિણભવણિહિ સુંદર કિઉ પવિત્ત, દેઉલવિહારમંડિઉ પવિત્ત. ૨ નંદનવણ-સરિસરવરહિં રમ્, પાલહિં નર તિત્યુ નિણંદધમ્, તહિં નયરિ અત્યિ ધણુ નાઉ સેટ્ટિ, જો હલ્યુ ન ઉઠ્ઠઈ કસુ વિ હેટ્ટિ. ૩ તસુ ધણગિરિ નામિ પહાણુ પુખ્ત, પુરમંડણુ અત્યિ સુગુણહિં જુતુક સાવયવંસુષ્મવર્ષ સુદ્ધભાવઉ, નિમ્મલગુણમંદિરુ સમિયપાઉ. ૪ ઉવસંતમોહમોખાભિલાસિ, અહિલાસુ ન બંધાઈ ગેહવાતિ, જા કવિ વરિજ્જઈ તાસુ વાલ, નવજોબ્રણ વરનયણવિસાલ. પ પડિસેહઈ સો મુનિ જેમ નારિ, નિયજોયણ મ અકયત્વે હારિ, પવજ્જ લેસુ નિબિન્નકામુ, મઈ સફલુ કરેવિણુ મણુયજમ્મુ. ૬ અaઈ પભણિજ્જઈ સુંદરી એ, નિયતાજણણિ ખામોરીએ, હઉં અવસ વસિત્તણિ કરિશુ એહુ, મહુ મણઈડ્ઝ એહુ વરુ વરેહુ. ૭ ઘત્તા. એહુ જઇ ન વસઈ, નવિ પરણસઈ, તો મઈ માઈ મરેવઉ, એહુ નયણસુસુંદર, રૂવપુરંદર, અવસ નાહુ કરેવઉ. ૮ મુનિવર વરદર્તિ, ગુણહરભક્તિ, વરસામિગણહરચરિઉં, સાહિજ્જઉ ભાવુિં, મુંહ પાવિ, જિ તિયણ નિયગુણભરિઉ. ૧૧૮. તેરમા શતકમાં ધર્મસૂરિના શિષ્ય રત્નસૂરિ થયા તેને કોઈ રત્નસિંહસૂરિ નામ આપે છે પણ સ્વ. દલાલ તે ગુરુશિષ્યનાં નામ ધર્મપ્રભ અને રત્નપ્રભ જણાવે છે, અને તે જ યોગ્ય લાગે છે : ૧૧૯. “ધર્મપ્રભાચાર્યના શિષ્ય પંડિત રત્નપ્રભની અંતરંગ-સંધિના નવ અધિકારો (૯ કડવા)માં ભવ્ય અને અભિવ્યના સંવાદ રૂપે તથા મોહસેના તથા જિનસેનાના યુદ્ધ રૂપે અંતરંગ રિપુઓના વિજયનું વર્ણન છે. આની પાટણભંડારમાં એક Page #72 -------------------------------------------------------------------------- ________________ તેરમી, ચૌદમી અને પંદરમી સદીનું અપભ્રંશ સાહિત્ય પ૭ તાડપત્રની તથા બીજી કાગળની એમ બે પ્રતો છે.” [‘અંતરંગસંધિ’ ડૉ. રમણીક શાહ સંપાદિત “સંધિકાવ્યસમુચ્ચય' (પ્રકા. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે.] ૧૨૦. સુરત ગુજરાતી સાહિત્ય પરિષદના અહેવાલના ગ્રંથ પ્રદર્શનના છેવટના પૃ.૬૨-૬૩ પર રત્નસિંહસૂરિ (? રત્નપ્રભ) માટે જણાવેલ છે કે : “પોતાના ગુરુ ધર્મસૂરિનાં ગુણગાનનાં ૩૭ કુલક રત્નસિંહ (?)” સૂરિએ રચ્યાં છે તેમજ બીજાં પણ કેટલાંક કુલક પોતાની ભાષા (અપભ્રંશ)માં રચ્યાં છે તે સુરત ગોપીપુરાના જ્ઞાનભંડારમાં તાડપત્ર ઉપર લખેલાં છે. તેમાંથી થોડાંએક કુલકોની નકલ (ઉક્ત પરિષદના) પ્રદર્શનમાં મૂકી હતી. નમૂનો આ પ્રમાણે : સિરિ સિલસૂરિ ગુરુ ગણહરહ પયપકય પણમૂવિ ધમ્મસૂરિ સૂરિહિ રલિયહી દેસણ ગુણ વવિ. પરવિયારહઈ મૂલુ જગિ દેસણ સૂરિશું ન દાણુ, સા ધમ્મસુરિ તુહ વત્રિય), જિણ જાયઈ સુહ ઝાણું. ૨ અલિઉ પયંપઈ એઉ જણ, કલિજુગિ વટ્ટ) લોઇ, ધમ્મસૂરિ સAિહુ વર રાયણુ, કયજુગુ મિદ્ધિ કિ કોઈ. ૫ ધમ્મસૂરિ સુણિજો અમિયમ, કૉંજલિહિં પિએઇ, સો છિંદિવિ ભવબંધણઈ, સિવસોકખઈ સેવેઇ. પ્રિય પઉમરાહ ગણિણા બાવત્તિરિ જિણવરાણ સંથવણે, કુમારવિહારઠ્ઠિયાણાં વિહિયમિણે કુણી કહ્યાણ. ૧૪ જંમોવિ તાણ સહલો સંસારે ભોયણાણ તાણ ફલ, અણહિલવાડ નયરે રહજત્તા જેહિ સચ્ચવિયા. ૯ અણહિલ્લનયર ગણે નંદઉ ક્યારહ વિમાણ વર જતો, કમર નરિંદ મયંકો, સંપ્રસમુદ્દે સુહા ચિંતો. બારસ સત્તરી(?વી)સે, સુદા સેક્કારસીહ ભદ્દવએ, ચંદ દિણે સામિતુમ, સુરમંદિ મંવણે જાઉં. ૩૪ સિરિ ધમ્મસૂરિપહુણો, નિમ્મલ-કિત્તીઈ ભરિય ભુવણમ્સ, સીસલવેહિ કુલય, રઇયં સિરિરયણસૂરીહિં. ૩૨ આ કુમારપાલ રાજાના સમયમાં પાટણમાં જ કુમારવિહાર મંદિરમાં સં.૧૨૨૭માં રચાયેલ જણાય છે, નહીં કે સં.૧૨૩૭માં કારણકે કુમારપાલ સં.૧૨૩૨માં સ્વર્ગસ્થ થયેલ છે. ૧૨૧. “મહાવીર જન્માભિષેક ૧૮ ટૂંક, તેના કર્તા વાદિ દેવસૂરિના શિષ્ય . Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ રામચંદ્રસૂરિ શિષ્ય જયમંગલસૂરિ છે. નમૂનો : તારડ ડરડક્કિ, શૃંગ ઢલક્તિ, ફુટ્ટિએ તુષ્ટિએ ટોલ, ત્રાટક ત્રટર્કિ, રણણ રણદ્ધિ, રણણિઅ ઝણણિએ ઝોલ, તા ગજિએ, અંબર વજ્જિા , જલનિહિ ગુંજિ, નિજઝરણાઈ, તા કાયર કંવિય, કામિણિ ઝૂફિય, તુષ્ટિએ આભરણાઈ ૧૧ તા કુખ્ય કડુક્કિા , સેસ ધડુક્કિ, થરહારિઉ વારાહ, સાયર ઝલહલિઆ, ગિરિ ઢલઢલિયા, હુ નકે નરનાહ, દિગય ગડગડિઆ, ગિહ ખડખડિઆ, જહુ નક્કો મરંડ, સહસબુ ચમક્કિા , સુરગણ સંકિઅ કિર ફુટ્ટો બભંડ. ૧૨ તા નેક મંગલ વિત્થ કરિહણિ વીર જણણિ અપ્પિઉ, તા સયલ સુરવર ઠામ પુહુતલ રંગ જગિ થિર થપ્પિક. ૧૭ તા વાદિએ દેવસૂરિ પાય પણમવિ, અનઈ પણ દેવસૂરિ વંદિઅ, જ સુંદર સુગુરુ રામચંદસૂરિ જગિ જયઉ મંગલસૂરિ બુદ્ધિઅ. ૧૮ ૧૨૨. વાદિ દેવસૂરિ જન્મ સં.૧૧૪૩. દીક્ષા સં.૧૧૫ર રામચંદ્ર મુનિ નામ. આચાર્યપદ સં. ૧૧૭૪માં, નામ દેવસૂરિ પડ્યું. સં. ૧૧૮૧માં દિ, કુમુદચંદ્ર આચાર્ય પર સિદ્ધરાજની સભામાં જીત મેળવી, સં. ૧૧૯૯માં ૨૪ શિષ્યોને આચાર્યપદ આપ્યું. સં.૧૨૦૪માં લોધીમાં પાર્શ્વનાથપ્રતિષ્ઠા. સ્વ.સં.૧૨૨૬; આથી તેમજ જયમંગલસૂરિએ સં. ૧૩૧૯માં સુંધા પહાડ પરના ચાચિગદેવના લેખની પ્રશસ્તિ રચી તેથી આનો સમય તેરમી સદીનો અંત વિના હરકતે મૂકી શકાય. ૧૨૩. સં.૧૨૪૧માં સોમપ્રભાચાર્યે કુમારપાલપ્રતિબોધ' પ્રાકૃત કાવ્ય રચ્યું છે તેમાંથી ઘણું અપભ્રંશ પ્રાપ્ત થાય છે. તેના સંબંધમાં હવે પછી જુદા વિભાગમાં જુદા પ્રકરણમાં જુદું કહીશું. ૧૨૪. મહાકવિ અમરકીર્તિ ચૌલુક્ય કર્ણ (કાન્હ ?) રાજાના વખતમાં એટલે વિ.સં. તેરમી શતાબ્દીમાં વિદ્યમાન હતો. તેમણે વિ.સં. ૧૨૪૭(૭૪)માં ભાદ્રપદ વદ ૧૪ ગુરુ દિને “છકમ્યુવએસો’ નામનો ગૃહસ્થોનાં ષકર્મોના ઉપદેશ સંબંધીનો ગ્રંથ, ગુજરાતના મહીકાંઠાના પ્રદેશના ગોદ્દહય (ગોધા) નામના ગામમાં રચેલ છે. આ ગ્રંથની રચના તેણે નાગરકુલ અને કહઉર (કર્ણપુર ?) વંશના ગુણપાલ અને ચચ્ચિણિના પુત્ર મહાભવ્ય અંગ્વપસાય (અંબાપ્રસાદ)ની પ્રાર્થનાથી કરી છે, અને તે અપભ્રંશ ભાષામાં છે. ૧૨૫. આ કવિએ ઉક્ત અંબાપ્રસાદને પોતાના લઘુબંધુ તરીકે ઓળખાવેલ છે, એથી કવિ જ્ઞાતિથી નાગરબ્રાહ્મણ જણાય છે; છતાં તે જૈન ધર્મની દીક્ષાથી દીક્ષિત થયા હતા. તે સાધુ તરીકેની અવસ્થામાં માથુરસંઘ (દિગંબરી)ના ચંદ્રકીર્તિના શિષ્ય હતા, કે જે ચંદ્રકીર્તિ પં. અમિતગતિ (મુંજ-ભોજના સમયમાં થયેલ)ના શિષ્ય શાંતિસેનના અમરસેનના શિષ્ય પં.શ્રીષેણસૂરિના શિષ્ય હતા. Page #74 -------------------------------------------------------------------------- ________________ તેરમી, ચૌદમી અને પંદરમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૧૨૬. કવિએ ૧૪ સંધિમય પ્રાયઃ અઢી હજાર ગાથા પ્રમાણ ઉપરોક્ત ‘છકમ્બુવએસો’(‘ષટ્કર્મોપદેશ') ગ્રંથને એક મહિનામાં રચ્યો હતો. તેની છેવટની પ્રશસ્તિમાં પોતાની આ કૃતિ સાથે આઠ કૃતિઓનાં નામ આપ્યાં છે : ૧. નેમિનાથચરિત્ર, ૨. મહાવી૨ચિરત્ર, ૩. યશોધ૨ચિરત્ર (પડિયાબંધ), ૪. ધર્મચરિતટિપ્પન, ૫. સુભાષિત-રત્નનિધિ (સ્વાધ્યાય – સઝાય, શ્લોક વગેરે રૂપ), ૬. ચૂડામણિ (ધર્મોપદેશ), ૭. ધ્યાનોપદેશ (ધ્યાનશિક્ષા), અને ૮. ઉક્ત છકમ્પ્રુવએસ. આ સિવાય લોકોને આનંદ પમાડનાર સંસ્કૃત-પ્રાકૃત કાવ્યો તેમણે ઘણાં રચ્યાં હતાં. આ ઉ૫૨થી તેમનું સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં કેટલું પ્રાવીણ્ય હશે તે આપણે કંઈક કલ્પી શકીએ તેમ છીએ. ૧૨૭. ‘છકમ્પ્રુવએસો' ગ્રંથની સં.૧૫૪૪માં લખાયેલી સાક્ષર શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવની પ્રતિ ઉપ૨થી હમણાં લખાવેલી એક પ્રતિ સેન્ટ્રલ લાયબ્રેરી, વડોદરામાં છે. આ ગ્રંથ પ્રકાશિત થયો નથી, પણ પ્રકાશિત થવાની જરૂર છે. આ ગ્રંથમાં આપેલી કેટલીક કથાઓ વિ.સં.૧૧૨૭માં પ્રાકૃતમાં રચાયેલા ‘વિજયચંદકેલિચરિય' (અષ્ટપ્રકારી પૂજાવિષયક કથાઓ)ના અનુકરણરૂપ જણાય છે કે જેના કર્તા શ્વેતામ્બર ચંદ્રપ્રભ મહત્તર છે. ૧૨૮. આ ‘છકમ્પ્રુવએસો' ગ્રંથનો આદિભાગ નીચે પ્રમાણે છે : અવ ગુજ્જર વિસયહો મજ્ડિ દેસુ, ણામેણ મહીયડૂ વહૂપએસુ, ણયરાય૨-વરગામહિ ગ્રિĀ, ણાણાપયા૨સંપઇસમિ@ તહિ ણયરુ અસ્થિ ગોદ્દહય ણામુ, ગં સગ્ગુ વિચિત્ત સુરેસધામુ પાસાયહ પંતિઉ જહ સહંતિ, સયબ્ભહોં તિસા[?]ર્ણ વહંતિ ધકિંકિણ-કલરવેહિ સરિદ્વિ ણું કહઇ સુરહં પાસિયઇ સિદ્ધિ. તહિ ચાલુક્કવંસિણ ય જાણઉ, પાવઇ કણ્ડરિંદ પહાણઉ જો બઝ્ઝતરારિ-વિધ્વંસણુ, ભત્તિએ સમ્માણિયચ્છદ્દેસણુ, ૫૯ રિસહહો જિણેસહો તહિ ચેઇહરુ, તુંગુ સહાસોહિઉ ણં સસહરુ. • અથ ગૂર્જર વિષયની મધ્યે દેશ નામે મહીતટ બહુપ્રદેશ, નગરાક૨વ૨ ગામોએ નિરુધ્યો, નાનાપ્રકાર સંપથી સમૃદ્ધ; ત્યાં નગર છે ગોધરા નામે જાણે સ્વર્ગ વિચિત્ર સુરેશધામ, પ્રાસાદની પંક્તિઓ જિંહા શોભે, શરદભોની તૃષા(શોભા ?)ને વહે છે; ધ્વજા-કિકિણિના કલ૨વોએ સ્વઋદ્ધિ જાણે કહે છે સુરોની પાસે સિદ્ધિ. ત્યાં ચૌલુક્યવંશનો જાણો પાલે કર્ણા (કાન્હ ? કર્ણ) નરેન્દ્ર પ્રધાન, જે બાહ્યાભ્યતરારિ-વિધ્વંસન ભક્તિએ સન્માને છએ દર્શન. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૦ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ ઋષભ જિનેશનું ત્યાં ચૈત્યગૃહ તુંગ સભા શોભતો જાણે ચન્દ્ર. • ૧૨૯. આ ગ્રંથના અંતનો ભાગ નીચે પ્રમાણે છે : અંગ્વપસાએ ચચ્ચિણિપુખ્ત ગિહત્થચ્છક્કમ્મપવિત્તિપવિત્તે ગુણવાલો સુએણ વિરયાવિક અવરેહિમિ મeણ સંભાવિ8. બારહસય સસત્તચયારીહિ, વિક્રમ સંવ્વચ્છરહો વિસાલિહિ, ગયહિમિ ભદ્વયહો પખંતરિ ગુરુવાસરશ્મિ ચઉસિ વાસરિ. • અંબાપ્રસાદે ચાચ્ચિણિ-પુત્રે ગૃહસ્થ ષકર્મપ્રવૃત્તિપવિત્ર, ગુણપાલના સુતે વિરચાવ્યો અવરે પણ મનથી સંભાવ્યો; બારસો સાત સાથે ચ્યારે (૧૨૭૪ ?) વિક્રમ સંવત્સરના વિશાલે, ગયે ભાદરવાના પક્ષાંતરે ગુરુવાર અને ચઉદશ વાસરે, એક માસે એહ સમર્મો સ્વયે લખ્યો આલસ અપહરીને. (આ ઉપરના ફકરા ૧૧૧થી ૧૧૬ની સર્વ હકીકત પંડિત લાલચન્દ્ર ભગવાનદાસ ગાંધી, સેંટ્રલ લાયબ્રેરી વડોદરાવાળાએ કૃપા કરી શ્રમ લઈ પૂરી પાડી છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે.) [‘છકમુવએ સુ' (‘ષકર્મોપદેશ') પ્રો. મધુસૂદન મોદી સંપાદિત ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ, વડોદરામાં પ્રકાશિત થયેલ છે.] ૧૩૦. કેટલીક નાનીનાની કૃતિઓ સંધિ યા રાસુ એ નામથી અપભ્રંશ છે. તે પૈકી કેટલીક અત્રે નોંધીએ છીએ : ચરિંગસંધિ' તેમાં ૫ કડવક છે. તેમાં ચાર શરણનું વર્ણન છે. ‘ભાવનાસંધિ જયદેવગણિ (શિવદેવસૂરિશિષ્ય)કત છ કડવામાં છે. મારી પાસે મુનિ અમરવિજયજીએ ઉતારી મોકલેલી નકલ છે તેમાં ૬૨ ગાથા છે. તેના આદિઅંત : પણમવિ પુણસાયર ભુવદિવાયર, જિણ ચકવીસઈ ઈક્કમણિ, અખં પડિબોહઇ મોહ નિરોહઈકોઇ ભવ ભાવણ વિસણુ. રે જીવ ! નિસુણ ચંચલ સહાય, મિલ્હવિષ્ણુ સયલવિ વઝ-ભાવ, નવભેય પરિગ્રહ વિવહ જાલ, સંસારિ અત્યિ સહુ ઈક્ષિાલુ. નિમ્મલગુણભૂરિહિં સિવદિવસૂરિહિં પઢમ સીસુ જયદેવમુણિ, કિય ભાવણસંધી સભાવુ સુગંધી નિસુણી અવિ ધર મણિ. [‘ચરિંગભાવણાસંધિ' જનપ્રભ(?)કૃત, તથા ભાવણાસંધિ' ડૉ. રમણીક શાહ સંપાદિત “સંધિકાવ્યસમુચ્ચય' (૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે.]. ૧૩૧. સં.૧૩૬૧માં મેરૂતુંગસૂરિએ “પ્રબંધચિંતામણિ' વઢવાણમાં રચ્યો છે. તેમાં અપભ્રંશ ઘણું મળે છે. તેનો વિસ્તાર હવે પછી કરવામાં આવશે. ૧૩૨. તેરમા શતકના અંતે તથા ચૌદમાના પ્રારંભે થયેલા આગમગચ્છના જિનપ્રભસૂરિએ કેટલાક સંધિ – ટૂંકા ગ્રંથો રચેલા છે. તેમાં કેટલાક તો શત્રુંજય પર Page #76 -------------------------------------------------------------------------- ________________ તેરમી, ચૌદમી અને પંદરમી સદીનું અપભ્રંશ સાહિત્ય રહીને બનાવ્યા છે. (૧) “માયણરેહા સંધિમાં ૫ કડવામાં મદણરેખા સતીનું ચરિત્ર સં. ૧૨૯૭માં રચ્યું છે : એસા મહાસઇએ સંધી સંધી વ સંમનિવર્સી, જે નમિ નિવરિસિણા સહ સસક્કરા ખીરસંજોગા. બારહ સસત્તાઉએ વરિસે આસોઅ સુદ્ધ છેડૂઠીએ, સિરિસંઘ-પત્થણાએ એય લિહિયે સુયાભિહિય. (૨) “જ્ઞાનપ્રકાશકુલક' ૧૨૫ ગાથામાં શત્રુંજય ઉપર રચ્યું. - સિરિજિણપહલગ્ના, ભવવષ્ણા સમગ્ગા, પરમપયસુહાણ જાયઈ તે નિહાણે. (૩) “ચતુર્વિધ-ભાવનાકુલક, ૧૧ કડવાં : ઉજ્જમુ કુણહુ જિણપૂહિ લગ્નિઉ, મોખ્ખકએ સુ વિવેકિહિં જગ્નિઉ. (૪) “મદ્ધિચરિત્ર' પ૧ ગાથામાં મત્તા છંદમાં ચન્દ્રકંઠી સાધ્વીની વિજ્ઞપ્તિથી રચેલું એગુણવીસમ મલ્લિજિણહ ચરિયું ઈય જયટ્રિઉં, ચંદકંઠિ સુપવિત્તિણીએ વિન્નત્તિ વિરઈ6. ચઉવિત સંઘહ દઉ લચ્છિ સગ્ગ અપવગ્રહ, નિવસગ્ન અણુ વિમગ વગૂ સિરિ જિણપહ લગ્નહ. મત્તછંદ વિણિમિય ગ્રંથ માનુ પત્રાસ, ચરિઉ ગુણંત સુરંતહ વિ ભવિયણ પુજ્જઈ આસ. (૫) “જીવાનુશાસ્તિ-સંધિ', ૧૮ ગાથા : ઇય વિવિહ પયારિહિં વિહિ અણુસારિહિં ભાવિહિ જિણપહુ મણસરઈ (૬) નેમિનાથ-રાસ, ૧૧ કડવાં ? જિણપહિ લગ્નિ ભાવઇ લીજ), જિણવર આણ સો વંદજઈ જે જિણ આણા નિરુપમુ તિલ્થ, એઉ ગણહરિહિં કહિ પરમધૂ. ૧૧ (૭) યુગાદિ-જિનચરિત-કુલક, ૨૭ ગાથા : ઈય ભવભાવ વિભાવણગિ કમ્પિધણુ જાલિઉ, કેવલનાણી જાઈ મોખિ સંજમ્ પાલિઉ રિસહચરિઉ સંથવણુ રીસિપ્પોરેહિં જો દેઇ, સો સિરિ-જિણપહ-લગ્નઉ સગ્ગ અપવષ્ણુ વિ લેઇ. ૨૭ (૮) “ભવ્યચરિત્ર, ૪૪ ગાથા : જિણપહ મેહલિક સરણુ ન કોઇ, સુગુરુ ભણઈ સયલ વિ જીવલોઇ. (૯) ભવિયકુડંબ-ચરિત્ર, ૩૪ ગાથા, છંદ ચતુષ્પદી, દ્રવિડી ભાષામાં ગવાય છે : Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૨. જૈન ગૂર્જર કવિઓ : ૧૦ ચઉવઈ-બંધેણ ઈમે ભવિયકુડંબસ્સ સંતિયં ચરિયું, સેતુજ-તિર્થીગએણે સિરિ-જિણપતસૂરિણા રઇય. ૩૬ (૧૦) “સર્વચૈત્ય-પરિપાટિ-સ્વાધ્યાય : જિણપસારહિ જો કરઈ સુ લહઈ સિદ્ધિ-પવેસુ. (૧૧) “સુભાષિત કુલક', ૩૨ ગાથા. (૧૨) “શ્રાવકવિધિ-પ્રકરણ, ૩ર ગાથા : ઈય આગમવિહિ સાવગઈ, પદ દિણ કિરિયાસારુ જાણિક જિણપહિ રઈ કરહ, જિમ છિન્નઉ સંસારુ. ૩૨ (૧૩) “ધમ્માધમ્મવિચાર-કુલક, ૧૮ ગાથા : આગમ અણુસારિહિં જિણપતસૂરિહિં ધમ્માધમ્મ-વિયારૂ કિઉ. ૧૮ (૧૪) ‘વયરસ્વામિ-ચરિત્ર', ૬૦ ગાથા, સં.૧૩૧૬ : ચંદગચ્છિ દેવભદ્રસૂરિ દખ ફુરઈ જિણપહસૂરિ સમગુણલખ નાણિ ચરણિ ગુણિ કિત્તિ સદ્ધિ, દેઉ વરસામિ ચરિઉ આણંદુ. ૫૮ સોહબ્બ-મહાનિહિણો ગુરુણો સિરિવયરસામિણો ચરિયું, તેરહ સોલતરએ રઇયં સુહકારણે જય. (૧૫) નેમિનાથ-જન્માભિષેક, ૧૦ ગાથા. (૧૬) “મુનિસુવ્રત-સ્વામિસ્તોત્ર', ૧૩ ગાથા. (૧૭) “છપ્પન-દિશાકુમારિ-જન્માભિષેક, ૧૫ ગાથા. (૧૮) “જિનસ્તુતિ, ૨૪ ગાથા. [‘મદનરેખા-સંધિ’ અને ‘જીવાનુશાસ્તિ-સંધિ ઉપરાંત આ જ કવિની “અણાદિસંધિ’ ૫ કડવાની તથા “જીવાણુસદ્ધિ-સંધિ એક કડવાની ડૉ. રમણીક શાહ સંપાદિત “સંધિકાવ્ય-સમુચ્ચય' (૧૯૮૦)માં પ્રકાશિત થઈ છે. અન્ય કૃતિઓ ડૉ. શાહે સંપાદિત કરી પ્રગટ કરેલ છે – “અંતરંગવિવાહ-ધવલ” “સંબોધિ' (વ.૧૨-૧૯૮૭)માં અને “ચૈત્યપરિપાટી’ પં. બેચરદાસ સ્મૃતિગ્રંથ' (પ્રકા. પાર્શ્વનાથ વિદ્યાશ્રમ, વારાણસી, ૧૯૮૮)માં.] ૧૩૩. આ ઉપરાંત જિનપ્રભનું નામ આપેલું નથી, પણ ઘણું કરીને જિનપ્રભનાં જ બનાવેલાં કેટલાંક ઉપરના જ તાડપત્રના પુસ્તકમાં કાવ્યો છે : (૧) “ષપંચાશદિકુમારિકા-સ્તવન, ૨પ ગાથા. (૨) “મહાવીરચરિત્ર', ૨૪ ગાથા. (૩) “જંબુચરિત્ર', ૨૦ ગાથા, ધન્યાશ્રી ભાષામાં ગવાય છે, સં.૧૨૯૯. બારસ નવાણઉએ ભદ્દવસિય પડિવ ગુરિ સમુદ્ધરિય; ધ ત્રાસી ભાસાએ ભણિયલ્વે સંઘભદ્દકએ. ૨૦ (૪) “શ્રી જિનપ્રભુ-મોહરાજ-વિજયોક્તિ', ૨૧ ગાથા. (૫) “જિનકલ્યાણ’ ૪ કડવામાં, તેમાં પહેલું ભાસ રાગમાં, બીજું ખંભાઈની Page #78 -------------------------------------------------------------------------- ________________ તેરમી, ચૌદમી અને પંદરમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૬૩ ભાષામાં, ત્રીજું દેવકૃતિ ભાષામાં, ચોથું ગુડકૃતિ ભાષામાં. (૬) “સુકોશલચરિત્ર', ૧૮ ગાથા, [૨.સં.૧૩૦૨] તેર દુત્તર વરિસે સિરિ વીર જિદિ મોખ કલ્લાણે. કલ્લાણે કુણહ સયા પઢંત ગુણંતાણ ભવ્વાણ. (૭) “જિનસ્તુતિ, ૨૦ ગાથા. (૮) “ચાચરી-સ્તુતિ, (વેલાઉલ રાગમાં) ૩પ ગાથા. (૯) ગુરુસ્તુતિ-ચાચરિ, (ગુર્જરી રાગમાં) ૧૫ ગાથા. ડિૉ. રમણીક શાહે “મહાવીરચરિત” “જર્નલ ઑવું, ધ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, બરોડા' (વૉ.૨૪ નં.૧-૨, ૧૯૭૪)માં તથા “ગુરસ્તુતિચર્ચરી' “સંબોધિ' (વૉ.૩, અં.૨-૩, ૧૯૭૪)માં સંપાદિત કરી પ્રગટ કરેલ છે. એ એ કૃતિઓને જિનપ્રભસૂરિકૃત લેખે છે. ૧૩૭ક. આ સદીમાં સિંહ અથવા સિદ્ધકૃત “પજ્યુષ્ણચરિઉ” (“પ્રદ્યુમ્નચરિત') ૧૫ સંધિનું તથા પંડિત લાખુ અથવા લખણ(લક્ષ્મણોકૃત “જિણદત્તચરિઉ (“જિનદત્તચરિત) ૧૧ સંધિનું સં.૧૨૭પમાં રચાયેલું અને “અણુવયરયણાઈવ (“અણુવ્રતરત્નપ્રદીપ') ૮ સંધિનું સં.૧૩૧૩માં રચાયેલું મળે છે. આ બધી કૃતિઓ અપ્રકાશિત છે. રત્નપ્રભસૂરિકૃત “રિસહપારણય સંધિ ૧૫ કડવક ને ૨.સં.૧૨૨૮ની, ‘વીરણિપારણય-સંધિ' ૨૦ કડવકની, “ગયસુકુમાલ-સંધિ' ૧૪ %વકની તથા સાલિભદ્રસંધિ ૧૫ %વકની ડૉ. રમણીક શાહ સંપાદિત “સંધિકાવ્યસમુચ્ચય (૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે. આ કવિની ‘અવંતિસુકુમાર-સંધિ' માટે જુઓ ફકરો ૧૩પ.] ચૌદમા શતકનું અપભ્રંશ સાહિત્ય ૧૩૪. આ શતકમાં નીચેના ગ્રંથો મળી આવેલ છે ? (૧) નર્મદાસુંદરી-સંધિ', જિનપ્રભશિષ્યકૃત, ૭૧ ગાથા, સં.૧૩૨૮ : તેરસ સંય અડવીસે વરિસે, સિરિ-જિણપહપસાણ; એસા સંધી વિહિયા, જિહંદવણાણસારેણ. ૭૧ (૨) ગૌતમસ્વામિચરિત્ર', જિનપ્રશિષ્યકૃત, ૨૮ ગાથા, સં.૧૩પ૮ : ગોયમ સામિહિં ગોયમચરિયું રઇયં પઢમંજરીએ ભાસાએ, કત્તિય અમાવસાએ અટ્ટાવક્ષસ્સ વરિસરસ. ૨૮ (૩) “અંતરંગ રાસ', જિનસૂરિકૃત, ૧૧ કડવામાં. (૪) “ચચ્ચરિઉ, કર્તા સોલણ, ૩૮ ગાથા; દુહામાતૃકા, ૫૮ ગાથા. (૫) “શાલિભદ્ર-કાક' (કક્કો), કર્તા પઉમ/પા, ૬૯ ગાથા. એમનો ઉલ્લેખ જૈન ગૂર્જર કવિઓ, ૧.૨૩, ૧.૧૬ પર કરવામાં આવ્યો છે તેને અપભ્રંશ (જૂની ગુજરાતી)માં લઈ શકાય તેમ છે. [‘નર્મદાસુંદરી-સંધિ' ડો. રમણીક શાહ સંપાદિત “સંધિકાવ્યસમુચ્ચય' Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૪ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ (૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે. “અંતરંગરાસ’ જિનપ્રભસૂરિકૃત ડો. રમણીક શાહ સંપાદિત “સંબોધિ' (વ.૯, ૧૯૮૧)માં પ્રગટ થયેલ છે.] ૧૩૫. “ચતુર્વિશતિજિણ-કલ્યાણ ૧૩ કડવાં, “સ્થૂલિભદ્રચરિત્ર ૨ કડવાં, જન્માભિષેક-સ્તુતિ ૫ કડવાં, “અવંતિસુકમાર-સંધિ’ ૧૧ કડવાં – આ ગ્રંથો વિશેષમાં પાટણના ભંડારમાં જોવામાં આવ્યા છે. [‘અવંતિસુકુમાર-સંધિ રત્નપ્રભસૂરિકૃત છે અને તે ડૉ. રમણીક શાહ સંપાદિત સંધિકાવ્ય-સમુચ્ચય'(૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે. ૧૩પક. એમાં જ પ્રકાશિત વિનયચસૂરિકૃત “આણંદસાવય-સંધિ ૯ કડવકની સં.૧૩પ૬ પૂર્વે રચાયેલ છે. પંદરમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૧૩૬. પંદરમા શતકના ઉત્તરાર્ધમાં નીચેના ગ્રંથો છે ? (૧) “શીલસંધિ, જયશેખરસૂરિશિષ્યકૃત, ૩૪ ગાથા. ઇય શીલસુસંધિ ભાવસુસંધી જયહરસુરી-સીક્ય, ભવિઅઉ નિસુણેવિણુ હિયઈ ઠવેવિણુ સિલધમ્મિ ઉજ્જ કરહુ. (૨) “ઉપદેશસંધિ', હેમસરકૃત, ૧૯ ગાથા. ઉવએસ-સંધિ નિરમલબંધિ (મસાર ઈમ રિસિ કહએ જો પઢઇ પઢાવઈ સુહમણિ ભાવઈ, વસુહ સિદ્ધિ વૃદ્ધિ લઈએ. [‘શીલસંધિ” અને “ઉપદેશસંધિ' ડૉ. રમણીક શાહ સંપાદિત “સંધિકાવ્યસમુચ્ચય' (૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે.] ૧૩૭. પંદરમા શતકના અંતમાં રચાયેલ નીચેનો ગ્રંથ મળે છે ? ‘તપ:સંધિ’ સોમસુંદરશિષ્ય વિશાલરાજસૂરિશિષ્યકૃત પ૨ ગાથામાં. આની પ્રતિ લખ્યા સંવત ૧૫૦પની પાટણ ભંડારમાં છે ? સિરિ સોમસુંદર ગુરુપુરંદર પાયપંકયહંસઓ, સિરિ વિશાલરાયા સૂરિરાયા ચન્દ્રગથ્થવતસઓ, પર નમીય તાસુ સીસિઈ એસ સંધી વિનિર્મોિઆ, સિવસુખકારણ દુહનિવારણ તવવિએસિઈ વમિઆ. પર [‘તવસંધિ' ('તપઃસંધિ') ૪ કડવકની ડૉ. રમણીક શાહ સંપાદિત “સંધિકાવ્યસમુચ્ચય' (૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે.? ૧૩૭ક. પંદરમા શતકમાં રચાયેલી જણાતી અજ્ઞાત કવિકૃત ૧૪ કડવકની કેસી-ગોયમ-સંધિ', જયશેખરસૂરિશિષ્યકૃત ૪ કડવકની ‘ઉવહાણ-સંધિ', અજ્ઞાત કવિકૃત ૮ કડવકની હેમતિલયસૂરિ-સંધિ, તથા ૧૧ કડવકની અણહિ-મહરિસિ-સંધિ’ ડૉ. રમણીક શાહ સંપાદિત “સંધિકાવ્યસમુચ્ચય' (૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે. ૧૩૭ખ. અનુમાને પંદરમા શતકમાં લખનદેવ/લક્ષ્મણદેવે ૪ સંધિનું Page #80 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૬૫ સેમિસાહચરિઉ (“નેમિનાથચરિત'), નરસેને “સિરિવાલચરિઉ (‘શ્રીપાલચરિત') તથા જયમિત્ર હલ્લે ૧ સંધિનું “વદ્ધમાણચરિઉ (“વર્ધમાનચરિત') રચેલ છે. ૧૩૭ગ. સં.૧૪પ૪માં ધનપાલે ૧૮ સંધિનું ‘બાહુબલિચરિઉ (‘બાહુબલિચરિત') રચેલ છે.] અનિર્ણાત સમયની નાની કૃતિઓ ૧૩૮. “કેશીગોયમ-સંધિ', ૭૦ ગાથા; “મૃગાપુત્રકુલક', ૪૦ ગાથા; “વીરજિનપારણઉ”, ૪૭ ગાથા; “ઋષભપંચકલ્યાણક”, ૧૪; “નવકારફલ”, ૩૦; “ઋષભધવલ”, ૨૬; “સીતાસતી', ૨૦, “આરાત્રિકન્ડવણાદિ', ૨૦, “ચતુર્વિશતિજિનકલ્યાણક), ૩૬; લઘુઅજિતશાંતિ' કવિ વીરગણિકૃત, ૯; “ચતુર્વિશતિજિનપ્રતિમાકોશ', ૧૧; જિનચૈત્યસ્તવન', ૧૫; બુદ્ધિસૂરિ (પૂર્ણિમાગચ્છના) સ્તુતિ'; “જિનસ્તુતિ', ૨૦; વીરવિજ્ઞપ્તિકા', ૧૩; સોમસૂરિકૃત “કલ્યાણ-સ્તોત્ર'; “દાનાદિકુલક'; “દંગડઉ'; “શાકુન', ૩); ધર્મસૂરિગુણ'; “ધર્મસૂરિ-બારમાસ” વગેરે પરચૂરણ ગ્રંથો પાટણના ભંડારમાં છે; વળી ખંભાતના તાડપત્રના ભંડારમાં “મહાવીરચરિત્ર” વગેરે ત્રણચાર ટૂંકા ગ્રંથો અપભ્રંશમાં છે. આ સર્વનો સમયનિર્ણય થઈ શકતો નથી, પણ તે પૈકી કેટલાયે તાડપત્ર પર લખાયેલા હોવાથી ૧૧ કે ૧૨મા શતકના હોવા ઘટે એવું અનુમાન થઈ શકે છે. [ધર્મસૂરિ-બારમાસ' – વસ્તુતઃ “ધમ્મસૂરિ-બારહનાવવું (ધર્મસૂરિદ્વાદશનામકમ) ઉત્તરકાલીન અપભ્રંશની અથવા પ્રાચીન ગુજરાતી-રાજસ્થાની ભાષાની કહી શકાય તેવી કૃતિ છે. એમાં પ્રસિદ્ધ ધર્મઘોષસૂરિની ગુણસ્તુતિ બારમાસના વર્ણન સાથે સરસ કાવ્યમય ભાષામાં કરવામાં આવેલ છે. ડૉ. રમણીક શાહે સંપાદિત કરી એને અનુસંધાન” અંક ૨-માં પ્રગટ કરેલ છે. ૧૩૯. અપભ્રંશ સાહિત્ય ઘણું વિશાલ હોવું જોઈએ એ આ પરથી પ્રતીત થાય છે, પરંતુ દુર્લક્ષથી નાશ પામી ગયેલું લાગે છે. અહીં તો ગ્રંથોનાં નામ માત્ર થોડાક ઉતારા સાથે આપેલાં છે, પરંતુ તેમાં વપરાયેલા છંદો તથા વ્યાકરણના પ્રયોગો વિશે તેમાંથી ઘણું લખી-મેળવી શકાય. સદ્ગત સાક્ષરશ્રી દલાલ એ પર લખવા ઇચ્છતા હતા, પણ તેમનું અકાળે અવસાન થતાં તે મળી શક્યું નથી. ઉપરના પૈકી જે શ્વેતામ્બરીય સાહિત્ય જણાવ્યું છે તે મુખ્યત્વે તે સાક્ષરના નિબંધ નામે ‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય' (સુરત ગુજરાતી સાહિત્ય પરિષદ માટે તૈયાર કરેલ)માંથી લીધું છે. પ્રકરણ ૫ : સોળમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૧૪૦. રત્નમંદિરગણિએ “ઉપદેશતરંગિણિ' નામની સંસ્કૃત ગ્રંથ રચેલ છે તેમાં સંસ્કૃત અને પ્રાકૃત અવતરણો ઘણાં છે. તેમાં લગભગ ૨૫ ફકરા શુદ્ધ અપભ્રંશમાં WWW.jainelibrary.org Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૬ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ છે અને બીજા થોડા એવા છે કે જેને અપભ્રંશ અને જૂની ગુજરાતી અથવા ડૉ. ટેસિટોરી જેને જૂની પશ્ચિમ રાજસ્થાની કહે છે તેની વચલી સીમા પર મૂકી શકાય. તે પૈકી થોડા અત્ર ટાંકીએ છીએ : પત્ત પરિખહ કિં કરઇ, દિન્જઈ મÄતાઈ કિં વરિસંતો અખૂહર, જોઈ સમવિસમાઈ. હરિ-ગઈદ ડગમગિય ચંદ કર મિતિય દિવાયર, ડુલ્લિય મહિ હલ્લિયહ મેરુ જલ નૃપિય સાયર, સુહડકોડિ રિહરિય ક્રૂર ક્રમ કડક્કિમ, અનલ વિનલ ધસમસિઅ પૃહવિ સહુ પ્રલય પલહિય. ગર્જતિ ગયણ કવિ આમ ભણિ, સુરભણિ સુરભણિ ફણમણિ ઇક્કહૂએ મામહિ હિમ ગહિમ મગહિમગહિ, મુંચ મુંછ જયસિંહ તુહ. સુંદર સર-અસુરાહ, જલ પીધું વયણેહિ, ઉદય નરિંદહિં કડૂઢીઉ તીંહ નારીનયણેહિ, ૧૪૧. આ છેલ્લો દોહો અપભ્રંશ અને જૂની ગુજરાતી વચ્ચેની ભાષાનો છે. જે રત્નમંદિરગણિએ ભોજપ્રબંધ' સં.૧૫૧૭માં રચ્યો તે જ આ હોવા ઘટે તેથી તેમનો સમય સોળમી સદીના પ્રારંભમાં છે. ૧૪૨. યશકીર્તિકૃત “ચંદપ્પહચરિય”માં પ્રારંભનાં બે પદ્ય પ્રાકૃત ભાષામાં છે. શેષ સર્વ ગ્રંથ અપભ્રંશ ભાષામાં છે. આ યશકીર્તિ પ્રાયઃ એ જ હશે કે જેણે સ્વયંભૂનું હરિવંશપુરાણ, વિમલ (કીતિ)કૃત “જગસુન્દરી પ્રયોગમાલા', “યોનિપ્રાભૂત વગેરે ગ્રંથોનો પોતાના સમયમાં અનુપલબ્ધ ભાગ જાતે રચી પૂરો કર્યો હતો, અને તે અને માથુરસંઘ પુષ્કરગચ્છના આચાર્ય ગુણકીર્તિના શિષ્ય ને રઈધૂના ગુરુ યશ-કીર્તિ કે જે ગોપાચલ (ગ્વાલિયર)ની ગાદી પર હતા તે બંને એક જ હશે, ને તેમ હોય તો આનો સમય સં.૧૫૨૧ આસપાસ હોવો ઘટે. ૧૪૩. ઉક્ત “ચંદપ્પહચરિય' ગ્રંથનો આદિભાગ નીચે પ્રમાણે છે : મિઊણ વિમલકેવલલચ્છી સળંગદિસ્ય પરિભં. લોયાલોથપયાસં ચંદપ્પહસામિયં સિરસા. તિક્કાલ વટ્ટમાણે પંચવિ પોઠિ એતિ સુદ્ધાયું, તહ નમિઊણ ભણિસ્સે ચંદપ્પહસામિણો ચરિયું. જિણ ગિરિગુહણિગ્નયા સિવપતસંગયા સરિસય સરિસૃહ કારણિય, મહુ હોઉ પસાણિણય ગુણહિરવાણિય તિહુવણજણમણહારિણિય. હુંબડ-કુલણહયલિ પુસ્ફયંત, વહુ દેહ કુમારૂસિંહ વિ મહંત, તહુ સુઅ સિમ્મલગુણગણવિસાલુ, સુપ્રસિદ્ધઉ પભણઈ સિદ્ધપાલુ. જસકિત્તિ વિવુહરિ તુહ પસાઉ, ભલે પૂરટિ પાઇય કવ્વ ભાઉ, તે સુિણિવિ સોભા સંઈ મંદુ, પંગુલ તોડે સઈ કેમ સંદુ. Page #82 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદીનું અપભ્રંશ સાહિત્ય ઈહ હુઈ બહુ ગુણહર ણાણવંત, જિણવયણ૨સાયણ વિચ્છદંત, ગણિ કુંદકુંદ વચ્છલગુણ્, કો વણ્ણ સક્કઈ ઇયર જણ્. કલિકાલ જેણ સસિ લિહિઉ ણામુ, સઇ દિઇ કેવલણંતધામુ. ણામે સમંતભ૬ વિ મુણિંદુ, અઇણિમ્મલ ણં પુણ્ણિમહિ ચંદુ. જિં રંજિઉ રાયા સદ્દકોડિ, જિણભુત્તિ મિત્તિ સિવપિંડ ફોડ, અકલંકુ ણાઈ પચ્ચખ્ખુ ણાણુ, જે તારાદેવિહિ દલિઉ માણુ. ઉજ્જાલિય સાસણુ જય પસિદ્ધ, ણિદ્ધાડિ વિઘલિય સયલ બુદ્ધ, સિરિ દેવણંદ મુણિ બહુ પહાઉ, જસુ ણામ ગણિ ણાસેઉ પાઉ. જસુ પુજ્જિય અંવાઇયઇ પાય, સંભરણમિત્તિ તક્ષ્મણિણ આય, જિણસેણ સિદ્ધસેણ વિ ભયંત, પરવાઇ-૬પ્પભંજણ કયંત. ઇય પમુહહ હિ વાણી વિયાસુ, તહ અમ્હહ કહ હોહી પયાસુ, હિ થુણપ ફણીસરુ બહુ જીહા અહ સહસ્ર ખુણિ રિ ખઇ, તહિ પરુ જિણચરણઇ સિવસુહક૨ણઇ, કિહ સંથુણઇ સમિખઇ. - ઇય સિરિ ચંદપ્પહરિએ મહાકઇ જસકિત્તિ-વિરઇએ મહા-ભવ સિભૂ સિદ્ધપાલ-સવણભૂસણે સિરિ પઉમણાહુરાય-પદબંધો ણામ પઢમો સંધી સમ્મત્તા. ૧ ગ્રંથાગ્રં ૧૬૨. ૧૪૪. ઉક્ત ગ્રંથનો અંતભાગ નીચે પ્રમાણે છે ઃ ગુજ્જર દેસહ ઉમ્મત્ત ગામુ, તહિ છ સુઉ હુઅ...ણામુ, સિદ્ધઉ તહુ ગુંદણુ ભવબંધુ, જિણ ધમ્મભારિ જિં દિણુ ખંધુ. તહુ સુઉ જિદ્ઘઉં બહુ દેઉ ભવ્ય, જે ધમ્મ કજ્જિ વિવકલિઉ દવુ, તહુ લહુ જાયઉ સિરિ કુમરસિંઘુ, કલિકાલ-કરિંદહુ હણણ સિંઘુ. તહુ સુઉ સંજાયઉ સિદ્ઘપાલુ, જિણ પુર્વા(?)દાણ ગુણગણ રમાલુ. તહુ ઉવરોહેં ઇય કિયઉ ગંથુ, હંઉ ણ મુણામિ કિંપિ વિ સત્થગંથુ. જા ચંદ દિવાયર સવ્વ વિ સાયર જા કુલપર્વીય ભૂવલઉ તા એહુ પવટ્ટઉ હિયઇ ચહુટ્ટઉ, સરસઈ દેવિહિ સુહતિલઉ. ૨૯ ઇય સિરિચંદપ્પહ-રિએ મહાકઇ જસકિત્તિ-વિરઇએ મહાસિદ્ધપાલ-સવણભૂસણે સિરિચંદપ્પહસામિ ણિવ્વાણગમણો ણામ એયારહમો સંધી સમ્મત્તો .૧. ગ્રંથાચં ૩૦૦ (?) એવં સર્વ ૨૩૦૬ સંવત્ ૧૫૬૯(?) શ્રાવણ વિદ ૧ શનિ દિને. ૬૭ ૧૦.૬ Education International ૬ ૯ ૧૧ આ ગ્રંથની પત્રસંખ્યા ૭૪, પ્રતિપત્રમાં લીટી ૧૩, ફરૂખનગરના દિગમ્બર જૈન મંદિરની પ્રતિ પ્રાચીન અને જીર્ણપ્રાય છે. ૧ [૧૪૪ક. યશઃકીર્તિને નામે સં.૧૪૯૭માં ૧૪ સંધિનું ‘પાંડવપુરાણ' અને સં.૧૫૦૦માં ‘હિરવંશપુરાણ' મળે છે, જોકે એ ઉપર્યુક્ત યશઃકીર્તિ છે કે કેમ તે Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ નિશ્ચિત થતું નથી.] ૧૪પ. સિંહસેનનું “મેહેસરચરિઅ” (“મેઘેશ્વરચરિત) હજુ અપ્રકટ છે. તેને આદિપુરાણ' પણ કહેવામાં આવ્યું છે, દરેક સંધિને છેવટે “મહાભવ્ય-એમસી-સાહુણામંકિએ” એમ જણાવેલું છે તે પરથી જણાય છે કે તે ચરિત ખેમસિંહ યા ખેમરાજ માટે લખ્યું છે, કવિનું બીજું નામ રધૂ હતું. તે હરસિંહ સિંધઈનો પુત્ર અને ગુણકીતિશિષ્ય યશકીર્તિનો શિષ્ય હતો. આ યશકીર્તિ ગ્વાલિયરમાં ઈ.સ.૧૪૬૪ (સં. ૧૬૨૧)માં રાજ કરતા તોમર વંશના કીર્તિસિંહ રાજાના સમયની આસપાસ વિદ્યમાન હોવાનું જણાયું છે તેથી સિંહસેન યા રઈધૂએ પણ તે જ સમય આસપાસ આ ગ્રંથ રચ્યો હોવો જોઈએ. પોતાના ગ્રંથમાં તેમણે ગુણાકર, ધીરસેન, દેવનંદિ, જિનવરસેન, રવિષેણ, જિનસેન, સુરસેન, દિનકરસેન, સ્વયંભૂ, ચૌમુહ અને પુષ્ફયંત (પુષ્પદંત)નો ઉલ્લેખ કરેલ છે. ૧૪૬. રઈધૂએ એક બીજું નાનું કાવ્ય “દહલખ્ખણુ-જયમાલ” (દશલાક્ષણિકજયમાલા') રચ્યું છે. તેમાં સર્વ મળી ૬૮ અપભ્રંશ ગાથાઓ છે – જૈન ધર્મના દશ પૈકી દરેક લક્ષણ પર ૬થી ૭ આપી છે. રઈધૂની આ બંને કૃતિઓ સિદ્ધ કરે છે કે અપભ્રંશ ભાષા વિ.સં. ૧૬મા સૈકા સુધી દિગંબર જૈનોમાં પણ સાહિત્યના વાહન તરીકે ચાલુ હતી. આ નાના કાવ્યનો અંતભાગ આ છે : બાહિરફરેંદિય-સુહ રબ્બતુ, પરમ-ખંભુ અદ્ભુતર વિખહુ, એણ ઉવાએ લબ્બઈ સિવહરુ, ઈમ રઈધૂ બહુ ભણઈ વિણાય. જિણશાહ મહિજ્જઈ મુણિ પણમિર્જાઈ, દહ લખણુ પાલિયઈ શિર, ભો એમસીંહસુય ભવ્વ વિયજુય, હોલુ વ મણ ઈહ કરહુ થિરુ. ઇય કાઉણ ણિજ્જર, જે હણંતિ ભવપિંજરે, નીરોય અજરામર, તે લહતિ સુખે પરં. જેણ મોકખું ફલુ તે પાવિજ્જઈ, સો ધમૅગો એવહુ કિજ્જઈ, ખમ ખમ્માયલું તુંગય દેહઉ, મઉ પલ્લી અર્જાઉ સાહ8. સચ્ચ સઉચ્ચ મૂલ સંજમ દલુ, દુવિહ મહાતવ શવ કુસુમાઉલ, ચઉવિહ ચાઉ પસારિય પરમલ, પીણિય ભવ્વલોપ-છપ્પઈયલુ. દિયસંદોહ-સદ્કલ-કલયલુ, સુરણર વર ખેયર સુહ સયફલુ, દીણાસાહ દીહ સમણિગ્રહુ, સુદ્ધ સોમ તણુ મત્ત પરિગ્નહુ. બંભચેરુ છાયાઈ સુહાસિલ, રાયહંસ-નિયરેહિ સભાસિલે, એહઉ ધમ્મ-રુખ લાખિજ્જઈ, જીવદયા વયણહિ રાખિજ્જઈ. ઝાણઝાણ ભલાઉ કિજ્જઈ, મિચ્છામયી પવેસ ણ દિજ્જઈ, સીલસલિલ ધારહિ સિંચિજ્જઈ, એમ પયત્તે બડૂઢારિજ્જઈ. Page #84 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૬૯ ઘત્તા લોહાનલ ચક્કઉં, હોઉ ગુરક્કઉં, જાઈ રિસિંદય સિઠ ગઈ. જગતાઈ સુહંક, ધમ્મ મહાતર, દેઇ ફલાઈ સુમિઠ માં. ૧૪૭. આ ગ્રંથ જૈન ગ્રંથ રત્નાકર કાર્યાલય મુંબઈ તરફથી ૧૯૨૩માં મુદ્રિત થયેલ છે. તેની પ્રસ્તાવનામાં નાથુરામ પ્રેમીજીએ જણાવ્યું છે કેઃ રઈ કવિના રચેલા અન્ય ગ્રંથોનો ઉલ્લેખ મળી આવે છે – શ્રીપાલચરિત્ર, પ્રદ્યુમ્નચરિત્ર, વ્રતસાર, કારણગુણષોડશી, રત્નત્રયી, ષધર્મોપદેશ, રત્નમાલા, ભવિષ્યદત્તચરિત્ર, કરકંડુચરિત્ર. આ સર્વ ગ્રંથો પણ અપભ્રંશ ભાષામાં હશે એમ જણાય છે. ૧૪૮. આ પૈકી. રઈધૂકત “શ્રીપાલચરિત્ર અને એક બીજો ગ્રંથ નામે “સમ્મતગુણનિહાણ” મુંબઈના એલક પન્નાલાલ સરસ્વતીભવનમાં જોયા તે અપભ્રંશમાં છે, તેમાંથી નમૂના આપીએ છીએ : શ્રીપાલચરિત્ર'નો આદિભાગ – સિદ્ધહે સુપસિદ્ધહં વસુગુણરિદ્ધહું હિયાં કમલ ધારેવિ ણિરુ, અખમિ પુણુ સારી સુયસયસારઉ સિદ્ધચક્કમાહપ્પવરુ. છાગે સાહહુ વંસિ અલંકિઉં, મુણિવર ગુણ ભાવ સિંકિઉં, વાટૂ-સાહુહુ પુખ્ત ધુરંધર, જિણસાહહુ પયપયરુહ મહુય દિવચંદહી ભજ્જહિ પુણુ જો વરુ, દાણે તિવિહિપત્ત પોસણય, કરમસિં ઘણંદેણ, સમાણઉં, સોહઈ મહિયલિ ઉણઈમાણઉં. ૧૪૯. સમ્મત્તગુણનિહાણમાંથી – સિવાય-સુહસાસણ, કુણયવિણાસણ તિજયપયાસણ ભયહાણ, પણવિવિ સદ્દવંસણુ દુગ્ગભેસણુ વિહુણિય જન્મ જરામરણ. - ઇય સિરિ સમ્મત્તગુણિણિહાણે સંવેયનિરુવમભાવ સુપહાણે સિરિ બુહ રઈધૂવિરઇએ સિરિ સંઘાહિવ કમલસીહણામંકિએ સિકકંસ્થા ઉવહણંત ગુણવષ્ણુણો ણામ સગ્ગો ઇમો સિઠો. સંદઉં વીરજિPસહુ સાસણ, લોયાલોયસરૂવ-પયાસણ, સંદઉ સૂરિચરિત ચરંતઉ, સિરિ જસકિત્તિ મહાતવ-તત્તઉ. ગંદી વસુણાહિક વસુધારઉં, ચઉવણસ્સ સંતિ પયચારી, સંદઉ સયલુ મહાયણુ સારઉં, યયણિય મારુ કલિમલ હારઉ. [૧૪૯ક. રઈધૂના અન્ય ગ્રંથો પણ મળે છે - ૧૧ સંધિનું “પદ્મપુરાણ/ બલભદ્રપુરાણ (રામકથા), સુકોશલ-ચરિત' (ર.સં.૧૪૯૬), “આત્મસંબોધકાવ્ય', ધનકુમારચરિત્ર”, “ધન્યકુમારચરિત્ર” અને “સન્મતિજિનચરિત્ર'. રઈધૂની લગભગ ૨પ કૃતિઓ (બધી અપભ્રંશમાં)નો ઉલ્લેખ મળે છે. અપભ્રંશ Page #85 -------------------------------------------------------------------------- ________________ O જૈન ગૂર્જર કવિઓ : ૧૦ ભાષામાં આ રીતે વધુમાં વધુ કૃતિઓ રચનાર કવિ રઈધૂ છે. રઈધૂનો સમય વિક્રમ ૧૫મી સદીનો અંત અને ૧૬મીનો આરંભ છે. ૧૪૯ખ. રઈધૂની કૃતિઓનો એક સંગ્રહ ‘રઈધૂ ગ્રંથાવલી' ડૉ. રાજારામ જૈન સંપાદિત જીવરાજ જૈન ગ્રંથમાલા દ્વારા પ્રકાશિત થયેલ છે.]. ૧૫૦. “શ્રેણિકચરિત્ર” (“સેણિયચરિય) જયમિત્ર હદ્ધકૃત ‘સિરિવઢમાણકબૂમાં અંતર્ગત છે તે અપભ્રંશ ભાષામાં છે. તેમાં જ્યાં પ્રત્યેક સંધિ સમાપ્ત થાય છે તેમાં છેલ્લા ઘરા છંદમાં ‘હરિહંદુ’ એ કવિનું અંકિત નામ આપેલું છે. તે સંઘાધિપ સંઘવી - સંઘી) હોલિવર્મા – હોલ માટે રચેલું છે. અને તે હોલિવર્મા અને રઈધૂએ “દશલક્ષણ-જયમાલામાં ઉલ્લેખિત ખેમરાજના પુત્ર હોવું – બંને એક જ હોવા સંભવ છે. તે હોય તો આનો સમય સોળમી સદી ગણાય. પણવેવિ અદિહો ચરમ-જિસિંદહો વિરહો દંસણણવહા, સેણિયહો હરિંદહુ કુવલયચંદહો ણિસુણો ભવિયહો પવર-કહા. અહ સેણિય-રાયતો લચ્છિ-સહાયહો સયલ સઉણઉ સુહયરુ કુવલય-આસાસણું તમણિણાસણ ઉયઉ અરિયણ (હ) હિમય. - ઈય પંડિતસિરિ જયમિત હલ્લ વિરઇય વઢમાણકળ્યે પડિયચંડવગ-રસભÒ શ્રેણિયઅભયચરિત્તે ભવિયણ જણમણહરણે સંઘાહિવ હોલિવષ્મ કણાહરણે ગંદસિરિવિવાહ સંગમો અભઈકુમાર જમ્મુચ્છવ વણણો ણામ છઠ્ઠમો સંધિ પરિચ્છેઉ સમ્મત્તો. સંધી ૬. સો ણંદહુ જો શિયમણિ મઇ, વીરચરિત્ત વિમલ ચય છણઇ સો ણંદહુ જો લિહઈ લિહાવઈ, રસ-રસટ્ટુ જો પઢઈ પઢાવઈ. જો પત્થ પયડેવિ સુભબહં, મણિ સદ્દહણ કરેઈ સુકવ્વહં. ણંદ દેવરાવ-ખૂંદણુ ધર, હોલિવષ્મ કણ્વ ઉણયકર, એહ ચરિત્ત જણ વિત્થારલે, લેહાવિ વિ ગુણિયણ ઉવયારિઉ. ૧૫૧. આના અંતમાં નીચેનું આપેલું છે ? આલ્બ સાલ્વ સાહ સુમહુણંદણ સજ્જણજણમણ-ણયાણંદણ, હોઉ ચિરાઉ સણિય-કુલ-મંડણુ, મગણ-જણ-દુહ-રીરવિહંડણ. હોહ સંતસયલાં પરિવારહ, ભત્તિ પવટ્ટી ગુરુવયધારતું, પઉમણંદ મુણિશાહ ગણિંદહુ, ચરણ સરણ ગુરુ કઈ હરિદહુ, જે હીણાહી કવ્વરસડૂઢીં, પઉ વિરઇ સમ્મઈ અવિયડૂઢહં. તે સુઅણાણ દેવિ જગસારી, મહુ અવરાહહું ખમઉ ભડારી. ઘણા દિયધમ્મ-પવત્તણુ વિમલ-સુકિરણ શિસુસંતો જિણ-ઈદહુ જં હોઈ સધણી હઉં ભણિ ભણઉ તે સુહ જગિ હરિદહુ. ૧૧ · Page #86 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદીનું અપભ્રંશ સાહિત્ય – ઇય સિરિવઢમાણ (ઇત્યાદિ) - એયારહમો સંધી પરિચ્છેઓ સમ્મત્તો. ૧૫૨. આની પ્રત સ૨ ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, પૂનામાં છે ને તેમાં છેવટે એમ છે કેઃ ઇતિશ્રી શ્રેણિકચરિત્ર સંપૂર્ણ. સંવત્ ૧૭૬૬ વર્ષે શ્રાવણ વિદ ૫ ભ્રગુ અપરાલિસમએ શ્રી પાલભનગરિ સ્થાને લિખિતં બ્રહ્મ કૃપાસાગર તત્સિષ્ય લિખિતં પંડિત સુંદરદાસા શ્રી.' ૧૫૩. દિગંબર નિત્યવિધિમાં ૪૦ ગાથા વપરાય છે તે શુદ્ઘ અપભ્રંશમાં છે. તેમાંની ૮ ‘દૈવજયમાલ’, ૧૩ ‘શાસ્રજયમાલ’, ૧૩ ‘ગુરુજયમાલ' અને શેષ ૬ ‘પંચપરમેષ્ઠિ–જયમાલ' થાય છે. તેમાંની પહેલી તો અગાઉ જણાવેલ પુષ્પદન્તના ‘યશોધરચિરત્ર’માંથી ઉદ્ધૃત કરી લીધી છે અને બાકીની પણ સંભવિત રીતે બીજામાંથી લીધી હોવી જોઈએ, પણ ક્યાંથી લીધી તે હમણાં જાણી શકાયું નથી. ૧૫૪. તેના નમૂના નીચે પ્રમાણે છે : ‘દૈવજયમાલ’ ૭૧ વત્તાણુઠાણે, જણધણુદાણે, પઇપોસિઉ વ્રુહુ ખત્તધર તુહુ ચરણ વિહાણે, કેવલણાણે તુહુ પરમપ્પઉ પરમપરુ.૧ જય રિસહ રિસીસર ણમિય પાય, જય અજિય જિયં ગમરોસરાય, જય સંભવ સંભવ-કયવિઓય, જય અહિણંદણ ગુંદિય -પઓય. ૨ ‘શાસ્ત્રયમાલ' સંપઈ સુહકારણ, કમ્મવિયારણ, ભવસમુદ્દ-તારણ-તરણું, જિણવણિ ણમસ્સમિ સત્ત પયામિ સગ્ગમોક્ખ-સગમકરણું. ૧ ‘ગુરુજયમાલ’ – વિયહ ભવતારણ, સોલહ કારણ, અજ્જવિ તિત્ફયરત્તણહું, તવ કમ્મ અસંગઇ, દય ધર્મીંગઇ, પાવિ પંચ મહાત્વયહં. ૧ પંચપરમેષ્ઠિ-જયમાલ' - ૧ મણુયણ ઇન્દ-સુરધરિય-છત્તયા, પંચ-કલાણ સુક્ષ્માવલી-પત્તયા, દેસણ ણાણ ઝાણું અણંત બલં, તે જિણા કિંતુ અહં વરં મંગલ. - નિત્યપૂજા (જૈ.ગ્રં.૨.કા., મુંબઈ) -- ૧૫૫. જસવંતસાગરના જૈન મંદિરમાં એક હસ્તપ્રતમાં નાની ૩૭ સંસ્કૃત અને પ્રાકૃત કૃતિઓ છે તેમાં ૧૦ અપભ્રંશ છે. નામે ‘સુબંધદસમી-કહા', ‘રોહિણીવિધાનકથા', ‘મુક્તાવલિવિધાન-કથા', ‘અનંતાવ્રતા-કથાનક', ‘નિર્દોષસપ્તમી-કથાનક’, ‘પાશપઇકહા’, ‘જિનપુરંદર-કથા’, ‘ઉદ્ધરણ-કથા’, ‘જિનરાત્રિવિધાન-કથાનક’ અને ‘સોલહકારણ-જયમાલ'. આમાંની પહેલી બે બીજા કરતાં લાંબી છે કારણકે તે દરેકમાં બે સંધિ છે. ‘રોહિણિવિધાન-કથા'ના કર્તાનું નામ દેવનન્દિ મુનિ છે. બીજી કૃતિઓના કર્તા સંબંધી કંઈ જણાયું નથી. ૧૫૬. ‘સુઅંધ(સુગંધ)દસમી-કથા'માંથી નમૂનો – Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જિણ ચઉવીસ ણવેપ્પિણુ, હિયઇ ધરેપ્પિણુ, દેવત્તહં ચઉવીસહં, પુણુ ફલુ આહાસિમ, ધમ્મુ પયામિ, વર સુબંધદમિહિં જહું. જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ હિ કોહુણ લોહુ, સુહિણ વિરોહુ, જિઉ જ૨-મરણ-વિવજ્જઉ જાહ હરિસુ વિસાઉ, પુણ્ ણ પાઉં, તહિ ણિવાસુ મહુદજ્જઉ. ‘રોહિણીવિધાન-કથામાંથી જિણવ વંદૈવિષ્ણુ, ભાઉ ધરેવિષ્ણુ, દિવ્વ વાણિ ગુરુભત્તિએ, રોહિણિ ઉવવાસહો, દુરિયવિણાસહો, ફલુ અક્બમિ ણિય સત્તિએ. [‘સુગંધદશમી-કથા’ ડૉ. હીરાલાલ જૈન સંપાદિત ભારતીય જ્ઞાનપીઠ, દિલ્હી દ્વારા ૧૯૬૬માં પ્રકાશિત થઈ છે.] ૧૫૭. આ સિવાય દિગંબર જૈનનાં અપભ્રંશ કાવ્ય સુરતની ગુજરાતી પરિષદમાં મુકાયાં હતાં તેની નોંધ લઈશું. તેનો સમય નક્કી નથી તેથી તેના રિપૉર્ટના પરિશિષ્ટમાંથી જેમ છે તેમ અત્ર મૂકેલાં છે. ‘આદિજિનકલશ’ (? ‘વીરિજનકલશ' જણાય છે) વમાણુ જીણુ પણવેવિ ભાવે, કલિમલ કલુસ વિવજ્જિઉ પાવે, સંચાલેવિ અઇરાવઉ ગઇંદુ, જસુ જમ્મુહવિણ આયઉ સુરેં. ણિઉ મેરુસિંહરિ તય લોયણા હુ, અઇ-વિસમ-કમ્મ-વણ-ડહણ-ડાહુ, કલસેહિ લ્હાયઉ સિંહાસણથૂ, ચલ ચામરેહિં વિઉિ પસત્યૂ. બાલઉ ણિએવિ ઇંદમ્સ તામ, જલ સંક પઈસઇ હિયઇ જામ, તા અવિધ ણાણુ રિકપ્પિઉ, તે મેરુ અંગુષ્ઠઇ ચપ્પિયઉ. થરહિય ધરણ બંભંડુ ખસિઉ, ગિરિ ડોલિઉ સુરસમૂહ તસિઉ. ઘા પરમેòિ પયાસણુ, ણિરુવમ સાસણ, ઇંદે વણિય જાસુ ગુણ, જિણણુવેવિ પયત્તે, કહસિ હિયયોં, થુઇ અણમિય સુણેહુ જણહુ, જય વઢમાણ, સિવઉરિ પહાણ, તઇલોય-પયાસણ વિમલણાણ; જય મયણ-સુહડ-નિહણણ-સમર્ત્ય, જય દોસરહિય બહુ-ગુણ-પસત્ય. ૧૫૮. ‘નિશિભોજન સંબંધે એક કાવ્ય' છે તેના નમૂના ઃ જો ધમ્મુ કરઇ, જિણણાહુ ણવઇ, ણ સ સાવઉ જણે અપ્પાણુ ચવઇ, જોણ વિરય નિહિ ભોયણુ કરેઇ, મણુ ખંચિવિ ઇંદિય ણિજ્જિણેવિ. રણિ ભુજંત ં દોસુ હોઈ, એરિસ મુણિવર જયંતિ લોઈ, હિં ભમઈ ભૂયર ખસિ ૨મંતિ, હિં વિંતર મેયÚ સંચરંતિ. હિં દિકિ ન પસ૨ઇ અંધુ જેમ, સિંહ ગાસુ-સુદ્ધિ ભણુ હોઇ કેમ, કિમિ કીડ પયંગÛ જિઝ ગુરાઇ, પિપ્પીલઈ ડંસ† મછરાઈ, ખજુરઈ કણ સલાઈયા, અવ૨ઈ જીવ બહુ સયાઈ, Page #88 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૭૩ અણાણે શિસિ ભુજંતએણ, પશુ સરિસુ ધરિઉ અપ્પાણુ તેણ. ઘત્તા જો ભોયણુ ભખઈ, અપ્પણ રખઈ, માણુ ભલે જડબુદ્ધિ ગઈ, બાહિહક દંતઉ, આઈ વિલવંતી, બહુ સંસારુ પરિભમઈ. ૭ અહિં વરિ ભેય બહુ સંચઇતિ, તહિં રયણિહિં બુહ ભોયણુ ન લિંતિ, વસિકરણ દિણાયઉ વગ્ધ વાલુ, જાણિજ્જઈ પયડ ણવિ વિસાલુ. પુણે જીઉ સિવ્વાણે જઈ, ચોરાસિ મારિ કસ્સવણભાઈ, પુણે પુરંદર હવઈ સગે, પુણે પક્ઝલિય ન દહડ અગિ. પુણેણ હોતિ ચક્કવઈરાય, પુણે ણ લગ્નહિ સમરે ઘાય, પુણે સિંહાસણ ચમર ધારિ, કરે કણયદંડુ પડિહારુ બારિ. પુણે રહ ગય ઘડ તુરય થટ્ટ, ધય સિંધ [ચિંધ ?] ભેરી નસાણ ઉટ્ટ. ઘત્તા ધણુ ધણુ પહુzણુ સિમ્પલું તણું, જણણિ જણણ સુય સોયર, તે ધમ્મપહાર્વે જિણમય ભાવેં, લહઈ જીઉ સોખઈ વરઈ. ૧૫૯. “દોહાકોશ' એ ગ્રંથ ડૉ. હરપ્રસાદ શાસ્ત્રીએ પોતાના બંગાલી ગ્રંથ નામે ‘બૌદ્ધગાન ઓ દોહામાં પ્રગટ કરેલ છે તેમાં અપભ્રંશ ઘણું છે, અને તે શાસ્ત્રી તેને જૂની બંગાલી.(બાંગલા) ગણે છે. આ દોહાઓના બે ભાગ છે (તેમાં બીજા છંદો પણ છે) – એક સરોરુહવજૂનો છે કે જે પોતાને દોહામાં સરહ એ પ્રમાણે જણાવે છે અને બીજો કૃષ્ણાચાર્યપાદનો છે, અને બંને અપભ્રંશમાં છે. ૧૬૦. સરહમાંથી નમૂના : ઘરહિ બાંસી દીવા જાલી, કોનેહિ બાંસી ઘંટા ચાલી, અખિ નિવેસી આસનબંધી, કન્નહિં ખસખસાઈ જનાબંધી. રંડીમંડી અન્ય વિ વેસે, દીહણખ જ મલિને વેસે શગૂલ હોઈ (અ) ઉપાડિય કેમેં, ખવનેહિં જાન વિડંબિય વેર્સે અપ્પણુ વાહિય મોમ્બઉ ઉસે. જઈ નઝા વિના હોઇ મુત્તિ, તા સુનહ સિઆલહ, લોમોપ્લાટને અચ્છ સિદ્ધિ, તા જુવઈ-નિતંબહ. પિચ્છીંગહણે દિફ મોખ તા કરિહ તુરંગહ, ઉન્મે ભોઅણ હોઇ જાણ તા કરિહ તુરંગહ, એવ સરહ ભણઈ ખવનાન મોખ મહુ ર્કાિપિ ન ભાવઈ, તત્તરહિએ કાયા ણ તાવ પર કેવલ સાહઈ. ૧ જો ભવસો નિવાણથલ જેવુ ન મણહ પણ, Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ૧૬૧. કૃષ્ણાચાર્યમાંથી : એક સહાર્વે વિરહિઆ, નિર્મલમઇ પડિવણ્. ઘરહિ મ થક્કે મ જાહિ વને, જહિં તહિં મણ પરિઆણ, સઅલુ ણિરંતર બોહિ ઠિઅ, કહિં ભવ કહિં નિવ્વાણ. ણઉ ઘરે ણઉ વને વોરિ [બોહિ?] ઠિઉ, એકુ રિઆણઉ ભેઉ, નિમ્મલચિત્ત સહાવઉ, કરહ અવિક્કલ સેઉ. - જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ પૃ.૧૧૮ આગમ વેઅ પુરાણે પંડિત માન વહંતી, પૃ.૧૧૩ પક્વ સિરિલ અલિઅ જિમ, બાહેર ત તુમયંતિ. ૨ વરગિરિસિંહર ઉત્તુંગ મુણિ, સબરે હૈં કિઅ વાસ, નઉ સો લંઘિઅ પંચાનનેહિં, કરિવર દૂરિઅ આસ. ૨૫ એક્ક ન કિઇ મંતુ ન તંતુ, ણિઅઘરણિ લઈ કેલિ કરંતુ, ણિઅઘરઘરિણી જાવ ણ મજ્જઈ, તાવ કિં પંચવર્ગ નિહરિઈ. ૨૮ પૃ.૧૩૦ પૃ.૧૩૧ એસ જપહોર્સે મંડલકમેં, અનુદિન અસિ કાહિઉ ધર્મો, તો વિષ્ણુ તણિ નિરંતર નેહેં, વોહિ કિ લાહઇ એણ વિ દેહે. ૨૯ જિમ લોણ વિલિજ્જઇ પાણિઐહિ, તિમ ઘરિણિ લાઇ ચિત્ત, સમરસ જાઇ તખ્ખણે, જઈ પુષુ તે સમ ણિત્ત. ૩૨ [૧૬૧ક. ‘દોહાકોશ’ એ નામે બૌદ્ધ સિદ્ધો સરહ અને કન્હના દોહાઓનો સંગ્રહ રાહુલ સાંકૃત્યાયને બિહાર રાષ્ટ્રભાષા પરિષદ, પટણા દ્વારા ૧૯૫૭માં પ્રકટ કરેલ છે. રાહુલજી સરહ અને કન્હનો સમય ઈ. સાતમી-આઠમી શતાબ્દી આપે છે. ઉપર્યુક્ત દોહાકોશમાં લુઈપાદ, કિલપાદ, ધર્મપાદ, ટેંટયા, કંબલામ્બરપાદ આદિ સિદ્ધોની ફુટકળ રચનાઓ પણ સમાવાઈ છે.] પૃ.૧૧૯ ૧૬૨. ભારતના પૂરા છેક પૂર્વ ભાગ બંગાલમાંથી આ ગ્રંથ મળી આવે એ હકીકત ઉપયોગી છે અને મહત્ત્વપૂર્ણ છે. તે એટલું બતાવે છે કે સંસ્કૃત અને મહારાષ્ટ્રી પ્રાકૃત સાથે અપભ્રંશ કેટલીક સદીઓ સુધી તાપીના ઉત્તરના સમસ્ત હિંદના ચારે ખૂણામાં સાહિત્યની ભાષા હતી. તે સાહિત્ય શૃંગાર તેમજ ધર્મ-મય હોવાથી લોકપ્રિય થયું જણાય છે. તે ગ્રંથ એ પણ સિદ્ધ કરે છે કે તેની ભાષા પશ્ચિમની અપભ્રંશ વિશેષ સંભવિત રીતે મહારાષ્ટ્રી અપભ્રંશ હતી કે જે મહારાષ્ટ્રી પ્રાકૃતની પેઠે એટલી ઊંચી કોટિએ લઈ જવામાં આવી હતી કે સાહિત્યની શિષ્ટ ભાષાની સ્થિતિએ લાવવામાં આવી અને તેનો ઉપયોગ પશ્ચિમ અને પૂર્વના કવિઓએ સરખી રીતે કર્યો છે. પૃ.૧૩૧ [૧૬૨૬. સોળમી સદીની અન્ય કૃતિઓ - (૧) શ્રુતકીર્તિકૃત ‘હરિવંશપુરાણ’ (મહાભારતકથા), ૪૪ સંધિ, સં.૧૬મી સદી મધ્યભાગ (અપ્રકાશિત, આમેર શાસ્ત્ર ભંડારમાં હસ્તપ્રત), તથા ‘પરમેષ્ટિપ્રકાશસાર’, Page #90 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૭૫ ૨.સં.૧પપ૩. (૨) માણિક્યરાજકૃત “અમરસેનચરિત', ૭ સંધિ, ૨.સં.૧૫૭૬ તથા નાગકુમારચરિત', ૯ સંધિ, ૨.સં. ૧૫૭૯. (૩) મહિન્દુ(મહેન્દ્ર)કૃત “શાંતિનાથચરિત', ૨.સં.૧૫૮૭. (૪) પૂર્ણભદ્રકૃત “સુકુમારચરિત', ૬ સંધિ. (૫) હરિદેવકૃત “મદનપરાજયચરિત”, ૨ સંધિ, લ.સં. ૧૫૭૬. (૬) મહચંદ મુનિકૃત “દોહાપાહુડ', અક્ષરાનુસાર અધ્યાત્મપરક ૩૩૩ દોહા, લ.સં.૧૬૦૨. (૭) ભટ્ટારક વિનયચન્દ્રકૃત “ચૂનડી', ધાર્મિક ભાવનાત્મક ૩૧ પદ્ય, લ.સ.૧૫૭૬ (૫. દીપચંદ પંડ્યા સંપાદિત નાગરી પ્રચારિણી પત્રિકા, વર્ષ પ૦, અંક ૧-૨માં પ્રકાશિત), તથા “કલ્યાણરાસુ” અને “ણિઝર પંચમીવિહાણ-કહા'. ૧૬૨ખ. સંભવતઃ સં.૧૭મી સદીમાં ભગવતીદાસે “મૃગાંકલેખાચરિત' (લ.સં.૧૭૦૦) ૪ સંધિની રચેલ છે. ૧૬રગ. જેનો રચનાસમય અનિર્ણાત છે એવી કેટલીક કૃતિઓ મળે છે : (૧) તેજપાલકૃત “સંભવનાથજિનચરિત', ૬ સંધિ ૧૭૦ કડવક. (૨) આનંદ(મહાનંદિ)કૃત ‘આનંદાનંદ-સ્તોત્ર', આધ્યાત્મિક ઉપદેશનાં ૪૩ પદ્ય. (૩) અજ્ઞાતકર્તક “જ્ઞાનપંચમી-સ્તવન', ૧૧ ગાથા (ડો. રમણીક શાહ સંપાદિત, સંબોધિ, ૧-૮, ૧૯૮૦માં પ્રકાશિત).] ૧૬૩. “જૈન ગૂર્જર કવિઓમાં તેરમીથી પંદરમી-સોળમી સદીના આવેલ સાહિત્યમાંથી અપભ્રંશને મળતું, જૂની ગુજરાતી ભાષાનું સાહિત્ય છે. તેના નમૂના અત્ર આપ્યા નથી. જૈનોનો ફાળો અને હજુ અપ્રસિદ્ધ સાહિત્ય ૧૬૪. આ સર્વ અપભ્રંશ સાહિત્યનો વિભાગ તેના નમૂના – ઉદાહરણ સહિત આપ્યો છે તે પરથી વિશાલપણે સ્પષ્ટ થયું છે કે : "Under the so called Prakrit literature, especially of the Jains, published and unpublished, much valuable Apabhramba lies buried. Some works, which in the catalogue are simply dubbed Prakrit, might turn out to be Apabhramśa, and others, rightly called Prakrit might still contain some Apabhramsa quotations and stories of value from both the linguistic and literery points of view. It is also likely that the treasures at Patana, Khambhayat and other strongholds of Jainism might contain Apabhramśa works, yet unknown even to their blessed Page #91 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ possessors. It is the duty of all rightminded Jains to make such works available to scholars who would publish them according to approved methods and subject them to literary and historical criticism.'' (Prof. Gune's Introduction to 'Bhavisayatta-Kaha'.) (જે હાલ પ્રાકૃત સાહિત્ય કહેવાય છે તે અને ખાસ કરી જૈનોનું પ્રાકૃત સાહિત્ય પ્રકટ તેમજ અપ્રકટ બંનેમાં ઘણું કીમતી અપભ્રંશ સાહિત્ય દટાયેલું છે. કેટલાક ગ્રંથો કે જે ગ્રંથસૂચિમાં – ટીપમાં સાદી રીતે પ્રાકૃત તરીકે નોંધેલા છે તે અપભ્રંશ તરીકે નીકળી આવે એવો સંભવ છે, અને બીજા યથાર્થપણે ઓળખાતા પ્રાકૃત ગ્રંથોમાં કોઈ અપભ્રંશ અવતરણો અને ભાષાવિજ્ઞાન તેમજ સાહિત્યની દૃષ્ટિથી મહત્ત્વ ધરાવતી વાર્તાઓ પણ હોય. એ પણ સંભવિત છે કે પાટણ, ખંભાત અને બીજાં જૈન ધર્મનાં કેન્દ્રસ્થાનોના ભંડારોમાં કેટલાક એવા અપભ્રંશ ગ્રંથો હોઈ શકે, કે જેની હજુ સુધી તેના કબજેદારોને પણ માહિતી ન હોય. સર્વે યોગ્યદૃષ્ટિવાળા જૈનોની એ ફરજ છે કે આવા ગ્રંથો એવા પંડિતોને હસ્તગત કરાવે કે જેઓ માન્ય પદ્ધતિ પર તેઓને પ્રકટ કરે અને તેમના પર સાહિત્યવિષયક તેમજ ઐતિહાસિક વિવેચન કરે. - પ્રો. ગુણેની ‘વિસયત્તકહા’ ૫૨ની પ્રસ્તાવના પરથી.) ૭૬ Page #92 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૩ : હૈમયુગ પ્રકરણ ૧ : હેમચન્દ્રજીનું વ્યાકરણ પાણિનિનું વ્યાકરણ ૧૬૫. “શોભના ખલુ પાણિનિના સૂત્રસ્ય કૃતિઃ” (પતંજલિ ૨-૩-૬૬). સંસ્કૃત વ્યાકરણમાં જે યશ પાણિનિને મળ્યો તે કોઈના ભાગ્યમાં નહોતો. એવું સર્વાંગસુંદર પૂર્ણ વ્યાકરણ કોઈ કાલમાં કોઈ ભાષામાં બન્યું નહીં. મહામહોપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રી તો એમ કહે છે કે મૅકડોનલે (મુગ્ધાનલાચાય) હાલ પાણિનિ જેવું જ વૈજ્ઞાનિક વ્યાકરણ સ્વતંત્ર રીતિથી બનાવ્યું છે, પરંતુ આ વ્યાકરણની રચના પાણિનિનું વ્યાકરણ હોવાથી જ સંભવી. વિભુ આકાશ, સમુદ્ર કે વિષ્ણુની પેઠે પાણિનિના વ્યાકરણનું માપ ન ઈદકતાથી કે ન ઇયત્તાથી થઈ શકે તેમ છે. તે તો તે જ છે. એમ કહી શકાતું નથી કે તે આવું કે આટલું છે. જેમ પાણિનિ પોતાની પહેલાંનાં સર્વ સંસ્કૃત વૈયાકરણોનો સંઘાત છે, તે જ પ્રમાણે તે પોતાનાથી પાછળના સર્વ વૈયાકરણોનો ઉગમ છે. પોતાથી પહેલાંના જે વૈયાકરણોનાં નામ તેમણે, મતભેદ બતાવવાને માટે યા પૂજાથે આપ્યાં તેનાં નામ માત્ર પણ રહી ગયાં, બાકીનાં નામોનો પણ પત્તો નથી. પૂર્વાચાર્યોની જે સંજ્ઞાઓ તેમણે પ્રચલિત સમજી લઈ લીધી તે રહી ગઈ, બાકીના જૂના સિક્કા પાણિનિની નવી ટંકશાલની મોહરો આગળ કોણ જાણે ક્યાં નાસી ગયા. પહેલાંનાં વ્યાકરણોનો એકદમ અભાવ જોઈને કોઈ એવી કલ્પના કરે છે કે પાણિનિ શાસ્ત્રાર્થમાં જે વૈયાકરણોને હરાવતા ગયા તેમના ગ્રંથોને બાળતા ગયા. કોઈ કહે છે કે જે પાણિનિના દુર્બલ પક્ષની હિમાયત ઉપર ચલાવવામાં આવ્યાં હતાં તે શિવજીના હુંકાર-વજૂથી નષ્ટ થયાં. કોઈ કહે છે કે સર્વ વૈયાકરણ વિશ્વામિત્રની વ્યુત્પત્તિ વિશ્વનો અમિત્ર – શત્રુ એમ કરવાથી વિશ્વામિત્રના શાપભાજન થયા જ્યારે પાણિનિએ “મિત્રે ચષ (સૂત્ર ૬-૩-૧૩૦) એમ કહી તેની ખુશામત કરી તેથી તેનો વર મેળવ્યો. e. The Professor's Vedic Grammar is unique work in so far as he has done it without Panini's Vaidika Prakriya. He has evolved the grammar from the language itself and is as scientific as his great predecessor Panini. – એશિઆટિક સોસાયટી બંગાલના વાર્ષિકોત્સવ વખતનું પ્રમુખ તરીકે વ્યાખ્યાન. ૧૦. આપિશલિ ૬-૧-૯૨, કાશ્યપ ૧-૨-૨૫, ગાગ્ય ૮-૩-૨૦, ગાલવ ૭-૧-૭૪, ચક્રવર્મણ ૬-૧-૧૩૦, ભારદ્વાજ ૭–૨-, શાકટાયન ૩-૪-૧૧૧, શાકલ્ય ૧-૧-૧૬, સેનક પ-૪-૧૧૨, સ્ફોટયન ૬-૧-૧૨૩, ઉત્તરી (ઉદીચામુ) ૪-૧-૧૫૩, કોઈ (એકેષાં) ૮-૩-૧૦૪, પૂર્વી (પ્રાચામું) યા જૂના ૪-૧-૧૭. Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ પાણિનિને અન્યને બાળવાની કે શિવકોપ યા વિશ્વામિત્રાનુગ્રહની જરૂર નહોતી; સ્વયમેવ પોતાના તેજની આગળ બીજાં વ્યાકરણો ટકી ન શક્યાં. હેમચન્દ્રનું વ્યાકરણ ૭૮ ૧૬૬. હેમચન્દ્રનું વ્યાકરણ ‘સિદ્ધહેમચન્દ્ર-શબ્દાનુશાસન' યા ‘સિદ્ધહૈમ’ કહેવાય છે. સિદ્ધરાજ જયસિંહને માટે બનાવ્યું તેથી ‘સિદ્ધ’ અને હેમચન્દ્રનું હોવાથી હૈમ’. આમાં ચારચાર પદોના આઠ અધ્યાય છે અને તેમાં લગભગ ૪૫૦૦ સૂત્ર છે. શૈલી ‘કૌમુદી’ઓ જેવી છે અર્થાત્ વિષયવિભાગથી સૂત્રોનો ક્રમ રાખેલો છે. સાથેસાથે તેમણે પોતાની ટીકા નામે ‘બૃહદ્વૃત્તિ’ બનાવી છે. હેમચન્દ્રનો ઉદ્દેશ સરલ રીતિથી પોતાના સંપ્રદાય, પોતાના આશ્રયદાયક રાજા તથા પોતાના ગૌરવને માટે એવું વ્યાકરણ બનાવવાનો હતો કે જેમાં કોઈ વાત રહી ન જાય. તે જૈન શાકટાયન પાછળ લીટેલીટે ચાલેલ છે. પરંતુ બીજા અનુકરણ કરવાવાળાની પેઠે તેમણે માત્ર અનુકરણ કર્યું નથી. તેમણે સંસ્કૃત વ્યાકરણ સાત અધ્યાયોમાં લખી આઠમો અધ્યાય કેવલ પ્રાકૃતના પૂર્ણ વિવેચન માટે કર્યો છે. પાણિનિએ પોતાની પાછળ દૃષ્ટિ નાખીને વૈદિક સાહિત્યને મેળવી પોતાના સમય સુધીની ભાષા'નું વ્યાકરણ બનાવ્યું, પછી વેદ તેનાથી છૂટી – નીકળી ગયો ને સ્વર પણ છૂટી ગયો. હેમચન્દ્રે પાછળ ન જોતાં આગળ દૃષ્ટિ નાખી અહીંથી નીકળ્યું તો અહીં વધારી લીધું ને પોતાના સમય સુધીની ભાષા'નું વિવેચન કરી નાખ્યું. આ પહેલું મહત્ત્વ હેમચન્દ્રનું છે કે બીજા વૈયાકરણોની પેઠે કેવલ પાણિનિના વ્યાકરણના લોકોપયોગી અંશને પોતાના સંચામાં બદલાવીને તે સંતુષ્ટ ન રહ્યા, પણ તેમણે પાણિનિની પેઠે પાછળ નહીં તો આગળ દૃષ્ટિ નાખી પોતાના સમય સુધીની ભાષાનું વ્યાકરણ બનાવ્યું. તેમના પ્રાકૃત વ્યાકરણ અર્થાત્ આઠમા અધ્યાયનો ક્રમ શું છે તે નીચે બતાવવામાં આવ્યું છે. ૧૬૭. હેમચન્દ્ર કહે છે કે “પ્રકૃતિઃ સંસ્કૃત, તત્રભવું, તત આગત વા પ્રાકૃતમ્” આ ‘ભવ’ અને ‘આગત’ કહેવું તે ઠીક બરાબર નથી. વચિ સંસ્કૃતને શૌરસેનીની પ્રકૃતિ અને શૌરસેનીને મહારાષ્ટ્રી અને પૈશાચીની પ્રકૃતિ કહે છે. ષભાષા’ એ નામ આપણે ત્યાં ઘણા જૂના કાળથી ચાલ્યું આવ્યું છે. એક પ્રાકૃત વ્યાકરણ ‘ષભાષાચન્દ્રિકા’ કહેવાય છે. લોષ્ટદેવ કવિની પ્રશંસા કરતાં મંખ કહે છે કે “છ ભાષાઓ તેના મુખમાં સદા વિરાજે છે.”- જયાનક સોમેશ્વરના પુત્ર પૃથ્વીરાજનું માહાત્મ્ય કરતાં કહે છે “છ ભાષાઓમાં તેની શક્તિ હતી.”૧૨ ‘પૃથ્વીરાજ રાસા’ના - ૧૧. મુખે યસ્ય ભાષાઃ ષડધિશેરતે ... લોષ્ટદેવસ્ય... (શ્રીકંઠચરિત, છેલ્લો સર્ગ) ૧૨. બાલ્કેડપિ લીલાજિતતા૨કાણિ ગીર્વાણવાહિન્યુપકારકાણિ । જયંતિ સોમેશ્વરનંદનસ્ય ષણ્યાં ગિરાં શક્તિમતો યશાંસિ ।। (પૃથ્વીરાજવિજય, પ્રથમ સર્ગ) Page #94 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રજીનું વ્યાકરણ ૭૯ કર્તી, હિન્દીના ઇતિહાસલેખકોને એવું કહીને ચક્કરમાં નાખી ગયેલ કે “ષટ ભાષા પુરાન ચ કરાને કથિત મયા.૧૩ અને તેઓ આમાં પંજાબી, બેસવાડી, રાજસ્થાની શોધતા ફરે છે. ઓગણીસમી સદીના બુંદીના કવિ “વંશભાસ્કર'ના કર્તા મીષણ ચારણ, “સૂરજમલ પણ છ ભાષાઓ મુખે પઢી ગયો હતો” એમ જણાવે છે.૧૪ શામળ ભટ્ટ પણ એક છપ્પામાં જણાવે છે કે : સંસ્કૃત ભાષા સરસ, માગધી મોટે મૂલ્ય, ગ્વાલેરી ગુણનીધ, અપભ્રંશી તે તુલ્ય, દેશી ભાષા દાખ, પિશાચી પઢજો પ્રીતે ચારણ ચોથી ભાખ, રાજદ્વારે શુભ રીતે, એ ખટે ભાષા જે ખોજશે, ધારી જોતાં ધર્મ છે કવિ શામળ ભટ સાચું કહે, ભોગી તેના બ્રહ્મ (બ્રાહ્મણ) છે. ૧૬૮. તો આ છ ભાષાઓ સંબંધી શું ખટપટ છે ? સંસ્કૃત પ્રાકૃતં ચૈવ શૂરસેની તદુર્ભવા, તતોડપિ માગધી પ્રાગ્વત્ પૈશાચી દેશજાપિ ચ. સંસ્કૃત, તેમાંથી પ્રાકૃત, તેમાંથી ઉત્પન્ન શૌરસેની, તેમાંથી માગધી, પહેલાંની માફક પૈશાચી અને દેશના એ છ થઈ. ૧૬૯. માલૂમ પડે છે કે પ્રકૃતિ’ શબ્દના અર્થમાં ભ્રમ થવાથી “તત આગત', ‘તદુભવા’ અને ‘તતઃ આદિની કલ્પના થઈ. “પ્રકૃતિનો અર્થ અહીં ઉપાદાનકારણ નથી. જેમ ભાષ્યકારે બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે કે સોનામાંથી રુચક બને છે, રચકની આકૃતિને તોડી તોડીને કટક બનાવવામાં આવે છે, કટકોમાંથી વળી ખેરનાં લાકડાના અંગારથી કુંડલ બનાવવામાં આવે છે, સોનાનું સોનું રહી જાય છે, તેવી રીતે ભાષાથી ભાષા કદી બનાવવામાં નથી આવી. અહીં “પ્રકૃતિ' શબ્દ મીમાંસાના રૂઢ અર્થમાં લેવો જોઈએ. ત્યાં પ્રકૃતિ અને વિકૃતિ' શબ્દ વિશેષ અર્થોમાં લેવામાં આવ્યા છે. સાધારણ નિયમ, નમૂનો, મોડલ, ઉત્સર્ગ એ અર્થમાં પ્રકૃતિ’ આવે છે. વિશેષ, અલૌકિક, ભિન્ન, અંતરિત, અપવાદ – એ અર્થમાં ‘વિકૃતિ’ આવે છે. અગ્નિષ્ટોમ યજ્ઞ પ્રકૃતિ છે, બીજા સોમયાગ તેની વિકૃતિ છે. આનો અર્થ એ નથી કે બીજા સોમયાગ અગ્નિષ્ટોમમાંથી નીકળ્યા કે આવ્યા છે. અગ્નિષ્ટોમની જે રીતિ છે તેને બીજા સોમયાગોની રીતિ થોડીઘણી મળતી છે ને કંઈકંઈક ભિન્ન છે. સાધારણ રીતિ પ્રકૃતિમાં બતાવી ભેદોને વિકૃતિમાં ગણી દીધા છે. પાણિનિએ ભાષા(વ્યવહાર)ની સંસ્કૃતને પ્રકૃતિ માની વૈદિક સંસ્કૃતને તેની વિકૃતિ માની છે; સાધારણ યા ઉત્સર્ગ નિયમ સંસ્કૃતના માની વૈદિક ભાષાનો અપવાદ બનાવ્યો છે. અહીં પ્રકૃતિનો ઉપાદાન-કારણ એવો અર્થ ૧૩. જુઓ ગુલેરી મહાશયનો લેખ, પ્રતિભા, વૉ.૩; પૃ.૨૬૪-૬૭. ૧૪. મંખના “શ્રીકંઠચરિતની ટીકામાંથી ઉદ્ધત. Page #95 -------------------------------------------------------------------------- ________________ i જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ માની શું વૈદિક ભાષાને ‘તત આગત’ યા ‘તદુદ્ભવ’ કહી શકાય ? ઊલટી ગંગા વહી શકે ? શૌ૨સેનીની પ્રકૃતિ સંસ્કૃત અને મહારાષ્ટ્રીની પ્રકૃતિ શૌરસેની કહેવાનો આશય એ છે કે તેના સાધારણ નિયમ સંસ્કૃત યા શૌ૨સેની જેવા અને વિશેષ નિયમ પોતપોતાના ભિન્ન છે. પ્રકૃતિ સાથે જ્યાં સમાનતા હોય છે, તેનો વિચાર વ્યાકરણોમાં નથી, જ્યાં ભેદ છે ત્યાં બતાવવામાં આવેલ છે. હેમચન્દ્રજીએ પહેલું (મહારાષ્ટ્રી) પ્રાકૃતનું વ્યાકરણ લખ્યું. પછી શેરસેનીના વિશેષ નિયમ લખીને જણાવ્યું કે ‘શેષ પ્રાકૃતવત્' (૮-૪-૨૮૬); પછી માગધીના વિશેષ નિયમ જણાવી કહ્યું કે ‘શેષ શૌરસેનીવત્' (૮-૪-૩૦૨); અર્ધમાગધીને આર્ષ માની તેનું વિવેચન કર્યું નહીં. પછી પૈશાચીનું વિવેચન કરી દાખવ્યું કે ‘શેષ શૌરસેનીવત્' (૮-૪-૩૨૩). તે પ્રમાણે ચૂલિકા પૈશાચીના નિયમવિશેષ બતાવી કહ્યું ‘શેષ પ્રાવત્' એટલે પૈશાચીવત્ (૮-૪-૩૨૮). અપભ્રંશના વિશેષ નિયમ લખી કહ્યું “શૌરસેનીવત્' (૮-૪-૪૪૬) અને ઉપસંહારમાં સર્વ પ્રાકૃતોને લક્ષ્યમાં રાખી લખ્યું કે ‘શેષ સંસ્કૃતવત્સિદ્ધમ્' (૮-૪-૪૪૮). તો આ ૫૨થી શું આનો અર્થ એમ કરવામાં આવે કે આ ભાષાઓનું કુટુંબવૃક્ષ થયું ? શું પહેલી ભાષા જનક થઈ અને પછી પછીની તેમાંથી આગત અથવા તેમાંથી ઉદ્ભૂત થઈ ? નહીં, સાધારણ નિયમ “પ્રકૃતિથી સમજાવ્યો અને વિશેષ નિયમ ‘વિકૃતિ’થી. આ પ્રકૃતિ અને વિકૃતિનો પ્રકૃત - પ્રસ્તુત અર્થ છે. ८० ૧૭૦. સંસ્કૃત અને બીજી પ્રાકૃતોના વ્યાકરણમાં હેમચન્દ્રે પોતાની વૃત્તિમાં ઉદાહરણો રૂપે પ્રાયઃ વાક્ય અથવા પદ જ આપેલ છે, પરંતુ અપભ્રંશના અંશમાં તેમણે પૂરી ગાથાઓ, પૂરા છંદ અને પૂરાં અવતરણ આપ્યાં છે. આ હેમચન્દ્રનું બીજું મહત્ત્વ છે. આવી રીતે તેમણે એક અતિ ભારે સાહિત્યના નમૂના જીવંત રાખ્યા કે જે તે એમ ન કરત તો નષ્ટ થઈ ગયા હતા. આમ કરવાનું કારણ શું ? જેમ હવે પછી કહેવામાં આવશે તેમ જે શ્વેતામ્બર જૈન સાધુઓને માટે યા સર્વ સાધારણ જન માટે તેમણે વ્યાકરણ લખ્યું તેઓ સંસ્કૃત-પ્રાકૃતના નિયમોને, તેનાં સૂત્રોની સંગતિને પદો યા વાક્યખંડોમાં સમજી લેત તેમણે આપેલ ઉદાહરણોથી ન સમજત તો સંસ્કૃત અને ગ્રંથની – પુસ્તકી – પ્રાકૃતનું વાડ્મય તેમની સામે હતું – પ્રાપ્ય હતું તેમાંથી નવાં ઉદાહરણો શોધી લેત, પરંતુ અપભ્રંશના નિયમ એવી રીતે સમજમાં આવી ન શકત. મધ્યમ પુરુષને માટે પ’, ‘શપથમાં ‘થ’ની જગ્યાએ ધ’ થવાથી ‘સવધ’, અને ‘મક્કડઘુગ્વિ’ના અનુકરણ-પ્રયોગ પૂરાં ઉદાહરણ આપ્યા વગર સમજમાં આવતા નથી (જુઓ પછી ઉદાહરણ. ક્ર.૫૪, ૮૮, ૧૪૪). જો હેમચન્દ્રજી પૂરાં ઉદાહરણ ન આપત તો શીખનારાઓ કે જેઓ સંસ્કૃત અને પ્રાકૃતના આકરગ્રંથો સુધી પહોંચી જાય, પરંતુ જેઓ ‘ભાષા’સાહિત્યથી સ્વાભાવિક રીતે નાક ચઢાવતા તેઓ તે ‘ભાષા’ના નિયમોને સમજત નહીં. - ૧૭૧. આ સર્વે ઉદાહરણોનો સંગ્રહ અને વ્યાખ્યાન આ પછી જુદા ૬, ૭ અને ૮ પ્રકરણમાં આપેલાં છે. આ ઉદાહરણને અપભ્રંશ કહેવામાં આવે છે કિંતુ તે-તે : Page #96 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રજીનું વ્યાકરણ ૮૧ સમયની જૂની હિન્દી-ગુજરાતીના જ છે. વર્તમાન હિન્દી કે ગુજરાતી સાહિત્યથી તેનો પરંપરાગત સંબંધ, વાક્ય અને અર્થને સ્થાને-સ્થાને સ્પષ્ટ થશે. એ ધ્યાનમાં રાખવાનું છે કે આ ઉદાહરણ હેમચન્દ્રના પોતાનાં રચેલાં નથી. કોઈ વાક્યો સિવાય સર્વે તેમનાથી પ્રાચીન સાહિત્યનાં છે. તે પરથી તે સમયના જૂની હિન્દી-ગુજરાતી સાહિત્યના વિસ્તારનો પત્તો લાગે છે. જો સંસ્કૃત સાહિત્ય બિલકુલ રહ્યું ન હોત તો પતંજલિના “મહાભાષ્યમાં જે વેદ અને શ્લોકોના ખંડો ઉદ્ધત છે તે પરથી સંસ્કૃત સાહિત્યનું અનુમાન કરવું પડત. આ કામ આ દોહાઓથી થાય છે. હેમચન્દ્રજીએ મોટી ઉદારતા કરી કે આ પૂરાં અવતરણ આપી દીધાં. તેમાં શૃંગાર, વીરતા, કંઈ રામાયણના અંશ (જેવડુ અન્તરુ૦, ૧૦૧, દહમુહુ ભુવણo, ૫), કૃષ્ણકથા (હરિ નચ્ચાવિલે પંગણહિo, ૧૨૨, એકમેક્કઉં જઇવિ જોએદિo, ૧૨૯), કંઈ બીજા મહાભારતના અંશ (ઇત્તિઉં બ્રોપ્પિણું સઉણિ૦, ૭૮), વામનાવતારકથા (મઈ ભણિઅઉ બલિરાયo, ૯૬), હિન્દુ ધર્મ (ગંપિણુ વાણારસિહિંતુ, ૧૬૬, ગંગ ગમેપ્પિણુo, ૧૬૭, વાસુ મહારિસિ0, ૯૧), જૈન ધર્મ (જેમ્પિ ચઈપ્પિણુ, ૧૬૫, પેખેવિણુ મુહુ જિનવરહો, ૧૭૦), અને હાસ્ય (સોએવા પર વારિઆ૦, ૧૫૯) – એ સર્વના નમૂના મળે છે. મુંજ (૧૬૨) અને બ્રહ્મ (૧૦૩) કવિઓનાં નામ મળી આવે છે. કેવું સુંદર સાહિત્ય આ સંગૃહીત છે ! કવિતાની દષ્ટિથી, આટલા વિશાલ સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં પણ, શું ‘ભલ્લા હુઆ જુ મારિઆ', (૩૧), “જઈ સસણહી તો મુઈઅ (પર), ‘લોણુ વિલિજ્જઈ પાણિએણ” (૧૧૫), “અક્કવિ નાહુ મહજિ ઘરિ' (૧૪૪) – આદિની જોડીની કવિતા મળી શકે તેમ છે ? | [ઉપર નિર્દિષ્ટ થયેલાં ઉદાહરણોમાંથી કેટલાંક આ આવૃત્તિમાં છોડી દેવામાં આવ્યાં છે, તે ડૉ. ભાયાણીમાંથી જોઈ શકાશે. મુંજ કવિનામ નહીં, પણ રાજવીનામ કહેવું જોઈએ. બ્રહ્મ નામ હોવાનું શંકાસ્પદ છે.) ૧૭૨. હેમાચાર્યનું ત્રીજું મહત્ત્વ એ છે કે તે પોતાના વ્યાકરણના પાણિનિ અને ભટ્ટજી દીક્ષિત હોવાની સાથેસાથે તેના ભટ્ટિ પણ છે. તેમણે પોતાના સંસ્કૃત-પ્રાકૃત ‘દ્વયાશ્રય-કાવ્યમાં પોતાનાં વ્યાકરણનાં ઉદાહરણ પણ આપ્યાં છે તથા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના ઈતિહાસ પણ લખ્યા છે. ભટ્ટિ અને ભટ્ટ ભૌમકની પેઠે તે પોતાના સૂત્રોના ક્રમથી ચાલ્યા છે. સંસ્કૃત ‘દ્વયાશ્રય-કાવ્ય'ના વીસ સર્ગ છે. તેમાં સિદ્ધરાજ જયસિંહ સુધીના ગુજરાતના સોલંકી રાજાઓના વંશ, વૈભવ આદિનું વર્ણન અને સાથેસાથે હેમચન્દ્રના (સંસ્કૃત) “શબ્દાનુશાસનના સાત અધ્યાયોનાં ઉદાહરણ છે. આઠમા અધ્યાય(પ્રાકૃત વ્યાકરણ)નાં ઉદાહરણોને માટે પ્રાકૃત ‘દ્વયાશ્રય-કાવ્ય' (કુમારપાલચરિત')ની રચના થઈ છે કે જેમાં આઠ સર્ગ છે. સંસ્કૃત ‘દ્વયાશ્રયની ટીકા અભયતિલકગણિએ તથા પ્રાકૃત ‘દ્વયાશ્રયની ટીકા પૂર્ણકલશગણિએ લખી છે કે જે સં.૧૩૦૭ ફાલ્ગન કૃષ્ણ ૧૧ પુષ્ય રવિવારને દિને પૂર્ણ થઈ. 'કુમારપાલચરિત” યા પ્રાકૃત દ્વયાશ્રય-કાવ્યના આરંભમાં અણહિલપુર પાટણનું વર્ણન છે, રાજા કુમારપાલ, Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ છે. મહારાષ્ટ્ર દેશના બંદી તેમની કીર્તિ વખાણે છે. રાજાની દિનચર્યા, દરબાર, મલ્લશ્રમ, કુંજરયાત્રા, જિનમંદિરયાત્રા, જિનપૂજા આદિના વર્ણનમાં બે સર્ગ પૂરા થાય છે. ત્રીજામાં ઉપવનનું વર્ણન છે, વસંતની શોભા છે. ચોથામાં ગ્રીષ્મ અને પાંચમામાં અન્ય ઋતુઓના વિહાર આદિનું સાલંકાર વર્ણન છે. રાજા અને પ્રજાની સમૃદ્ધિ તથા વિલાસોનાં ચિત્ર કવિઓની રીતિ અનુસાર દેવામાં આવ્યાં છે. છઠામાં ચન્દ્રોદયનું વર્ણન છે. રાજા દરબારમાં બેઠો છે. સાંધિવિગ્રહિક વિજ્ઞપ્તિ કરી કે જેમાં કુંકણના રાજા મલ્લિકાર્જુનની સેના સાથે કુમારપાલની સેનાનું યુદ્ધ અને પછી. વિજયનું તથા મલ્લિકાર્જુનના માર્યા જવાનું વર્ણન છે. આગળ કહ્યું કે એવી રીતે કુમારપાલ દક્ષિણનો સ્વામી થઈ ગયો. પશ્ચિમના સ્વામી સિંધુપતિ, જવનદેવ, ઉધ્વ(? ઉચ્ચ), કાશી, મગધ, ગૌડ, કાન્યકુન્જ, દશાર્ણ, ચેદિ, રેવાતટ, મથુરા, જંગલ દેશના રાજાઓની અધીનતાનું વર્ણન છે. કુમારપાલ શયન કરે છે. સાતમાં સર્ગના આરંભમાં રાજા ઊઠીને પરમાર્થચિંતા કરે છે, તેમાં કામ, સ્ત્રી આદિની નિંદા, જૈન આચાર્યોની સ્તુતિ, નમસ્કાર પહેલાં અને પછી મૃતદેવીની સ્તુતિ છે. મૃતદેવી કુમારપાલની સામે પ્રકટ થઈ અને રાજાની સાથે તેનું ધર્મવિષયક સંભાષણ ચાલ્યું. આખા આઠમા સર્ગમાં મૃતદેવીનો ઉપદેશ છે. - ૧૭૩. હેમચન્દ્ર પ્રાકૃત વ્યાકરણ (સિદ્ધહૈમ-શબ્દાનુશાસન’ના આઠમા અધ્યાય) અને કુમારપાલચરિતનો સંબંધ નીચેના કોઠાથી જણાવવામાં આવે છે ? લક્ષ્ય લક્ષણ ઉદાહરણ અષ્ટમાધ્યાય કુમારપાલચરિત પ્રાકૃત ભાષા પાદ ૧ સૂ. ૧-૨૭૧ સર્ગ ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ પાદ ૨ સૂ.૧-૧૨૮ ગાથા ૧-૯૩ પાદ ૩ સૂ.૧–૧૮૨ પાદ ૪ સૂ.૧-૨પ૬ શૌરસેની પાદ ૪ સૂ.૨૬૦–૨૮૬ સર્ગ ૭ ગાથા ૯૪-૧૦૨ માગધી પાદ ૪ સૂ.૨૮૭–૩૦૨ સર્ગ ૮ ગાથા ૧-૭ પૈશાચી પાદ ૪ સૂ.૩૦૪-૩૨૪ સર્ગ ૮ ગાથા ૮-૧૧ ચૂલિકા પૈશાચી પાદ ૪ સૂ.૩૨૫-૩૨૮ સર્ગ ૮ ગાથા ૧૨-૧૩ અપભ્રંશ પાદ ૪ સૂ.૩૨૯-૪૪૮ સર્ગ ૮ ગાથા ૧૪-૮૨ : ૧૭૪. આ પરથી સ્પષ્ટ થશે કે જે ભાષાનું વ્યાકરણ કહ્યું છે તેમાં કુમારપાલચરિત'ના તે અંશની રચના કરવામાં આવી છે. જૂની હિન્દી-ગુજરાતીના વ્યાકરણના વિશેષ નિયમોનાં ૧૨૦ સૂત્ર છે. ઉદાહરણોમાં જે ઉદાહરણો પ્રાચીન કવિતામાંથી આપવામાં આવ્યાં છે તે ૧૭૫ અવતરણ છે; કોઈ પદો, વાક્યો અને દોહરાઓ અવતરણોની ગણનામાં નથી. (કેટલાક દોહાના ખંડ વારંવાર ઉદાહરણોની પેઠે કેટલાંક સૂત્રો ઉપર આપવામાં આવ્યા છે), પરંતુ સ્વરચિત ઉદાહરણોમાં તે સર્વ વિષય ૬૯ Page #98 -------------------------------------------------------------------------- ________________ ‘દેશીનામમાલા’ અને ‘કુમારપાલચરિત’ છંદોમાં આવી ગયેલ છે. આનું કારણ એ છે કે એક-એક છંદમાં કેટલાંયે ઉદાહરણ સમાવ્યાં છે. હેમચન્દ્રજીને એવી રચના પ્રિય હતી. [આ પ્રકરણ પરત્વે વિશેષ માટે જુઓ પ્રાકૃત વ્યાકરણ’, પં. બેચરદાસ દોશી, પ્રકા. યુનિવર્સિટી ગ્રંથનિર્માર્ણ બોર્ડ, અમદાવાદ.] પ્રકરણ ૨ : ‘દેશીનામમાલા’ અને ‘કુમારપાલચરિત' ૧૭૫. હેમચન્દ્રજીએ ‘દેશીનામમાલા' નામનો એક કોશ પણ બનાવ્યો છે કે જેમાં પ્રાકૃત રચનામાં આવનારા દેશી શબ્દો ગણ્યા છે. સંસ્કૃતના બીજા કોશોમાં વિષયવિભાગ (સ્વર્ગ, દેવ, મનુષ્ય આદિ)થી શબ્દોનો સંગ્રહ થાય છે, યા તો અંતના વર્ણો (જેવા કે કાન્ત, ખાન્ત આદિ)ના વર્ષોથી સંગ્રહ થાય છે, પરંતુ આ ‘દેશીનામમાલા’ વર્તમાન કોશોની પેઠે અકારાદિ ક્રમે બનેલ છે. તેનું પણ કારણ એ છે કે વ્યાકરણમાં અપભ્રંશની કવિતા પૂરી ઉષ્કૃત કરવાની છે. સંસ્કૃત-પ્રાકૃત કોશોની “ પેઠે દેશી કોશને કોઈ મોઢે રાખતા નથી. જ્યાં પ્રાકૃત કવિમાં દેશી પદ આવ્યા ત્યાં જોવાને માટે આ કોશનો ઉપયોગ છે. ત્યાં અકારાદિ ક્રમથી જ કામ ચાલી શકે છે.૧૫ તે ક્રમની અંદર પણ એકાક્ષર દ્વિ-અક્ષર આદિનો ક્રમ છે. જે અક્ષરથી આરંભ થના૨ શબ્દ જ્યાં ગણવામાં આવ્યા છે ત્યાં તેવા નાનાર્થ શબ્દ પણ ગણવામાં આવ્યા છે. ત્યાં જેટલા શબ્દોનાં ઉદાહરણ એક ગાથામાં આવી શક્યાં તેટલાંને ઠાંસી ભરવામાં આવ્યા છે. કણોઢિઆ (એટલે ઘૂંઘટ, ચાદર, કાન+ઓઢી), કંઠમલ્લ (=મુડદાની ઠાઠડી), કપ્પરિઅ, કડૈરિઅ (=ફાડેલું), કડંભુઅ (=ઘડો) આ શબ્દોને સાથે ગૂંથી એક ગાથા બનાવવામાં કદી તેમાં અર્થ હોય તોપણ કાવ્ય-સુંદરતા આવવી કઠણ છે. હેમચન્દ્રજીએ આ ૫ર એક માનિની ખંડિતાની ઉક્તિ બનાવી છે કે “હું દાંતોથી ફાડેલા અધરવાળા, નખોથી કાપેલા અંગવાળા, ચાદર છોડ બુરખો છોડ, લાજ મૂક], તે ઘડા જેવાં સ્તનોવાળી પાસે જા કે જે ઠાઠડીને પણ યોગ્ય નથી” (દેશીનામમાલા ૨૦). આ ઉદાહરણ બનાવવાની કઠિનતાથી વિવિધ અર્થો માટે ઉદાહરણ-ગાથાઓ તેમણે બનાવી નથી. આ જ રીતે ‘કુમારપાળ-ચરિત’માં કેટલાંક ઉદાહરણ એક-એક દોહામાં મૂકેલાં છે, કિંતુ ત્યાં શ્રુતદેવીનો રાજાને ધર્મવિષયનો ઉપદેશ એ એક જ વિષય છે, તેથી કવિને થોડીઘણી સ્વતંત્રતા મળી છે. આ ૬૯ છંદોમાં જે છંદો આવ્યા છે તે એ છે કે વદનક (૧૪-૨૭, ૭૭, ૭૮), દોહા (૨૮-૭૪, ૮૧), માત્રા (૭૫, ૭૮), ૧૫. પાદલિપ્તાચાર્ય આદિ વિરચિત દેશી શાસ્ત્રો હોવા છતાં પણ આ (‘દેશીનામમાલા’)ના આરંભનું પ્રયોજન..... ‘વર્ણક્રમસુખદ’ અથવા ‘વક્રમસુભગ’... વર્ણક્રમથી નિર્દિષ્ટ શબ્દ અર્થવિશેષમાં સંશય થતાં મુખથી સ્મરણ અને ધ્યાન કરી શકાય છે. વર્ણક્રમને ઉલ્લંઘી કહેવાથી સુખથી અવધારણ થઈ શકતું નથી તેથી વર્ણક્રમનિર્દેશ અર્થવાન છે. (હેમચન્દ્ર, ‘દેશીનામમાલા’, બીજી ગાથાની ટીકા) ૧૦.૭ ૮૩ — Page #99 -------------------------------------------------------------------------- ________________ ८४ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ વસ્તુ-વદનક-કપૂર(ઉલાલા ?)નો યોગ (૭૬), સુમનોરમા (૮૨). આમાંથી નમૂના તરીકે કંઈક આગળ ઉદાહરણના પ્રકરણમાં આપેલા છે, જૂનાં અપભ્રંશનાં ઉદાહરણોથી આ કંઈક ક્લિષ્ટ છે તેનું કારણ સ્પષ્ટ છે ને વિશેષ હવે પછીથી જણાવીશું અને તે સ્પષ્ટ છે કે આ હેમચન્દ્રજીએ પોતે રચેલી જૂની હિન્દી-જૂની ગુજરાતી છે. ૧૭૬. હેમચન્દ્રજીની “દેશીનામમાલામાં કંઈ શબ્દો તે સમયના રીતિરિવાજ અને વિનોદ આદિના સૂચક છે તેનો સંગ્રહ પાઠર્કોના મનોવિનોદ અને જ્ઞાન માટે અહીં આપવામાં આવ્યો છે. હેમચન્દ્ર જે અર્થ કરેલ છે તેનો અનુવાદ અહીં કર્યો છે અને કિંઈ ટૂંક વિવેચન સાથે જરૂર પડી ત્યાં આપ્યું છે. અંબેટ્ટી (૧-૭) : મુઠ્ઠીનો જુગાર (હિં.બુઝાવૈલ). અણાણ (૧-૭) : વિવાહકાલમાં જે વધૂને આપવામાં આવે છે (પહેરામણી) યા જે - વિવાહને માટે વધૂ પોતે વરને આપે છે. (સામી મોં દેખામણી ?) આણંદવડ (૧-૭૨) : પતિથી પ્રથમ યૌવનહરણ થતાં સ્ત્રીના રુધિરથી છંટાયેલું વસ્ત્ર. તે બાંધવોને આનંદિત કરે છે તેથી આનંદપટ કહેવામાં આવે છે. કેટલીક જાતિઓમાં હજુ પણ એવી રસમ છે કે આવા વસ્ત્રમાં મીઠાઈ રાખીને નાતમાં વહેંચવામાં આવે છે.) ઈદમહ (૧-૮૧) : કૌમાર, કૌમારાવસ્થા. ઉડુહિએ (૧–૧૩૭) : પરણેલી સ્ત્રીનો ગુસ્સો. એમિણિઆ (૧–૧૪૫) : તે સ્ત્રી કે જેનું શરીર સૂતરથી માપી તે સૂતર ચારે દિશામાં ફેંકી દેવામાં આવે છે. કોઈ દેશની એક જાતની રસમ છે. (સં.“માપરથી મીનાતિ, મિનોતિ). ઓલંકી (૧-૧૫૩) : સંતાઈને રમાતી રમત, જેમાં છોકરાઓ સંતાઈને રમે છે, યા ચક્ષુ સ્થગન-ક્રીડા (આંખમીંચામણી, સંતાકૂકડી). ઓજ (૧–૧૫૬) : એક જાતની રમત કે જેમાં નથી, નથી” એમ કહેવામાં આવે કાક્લપ્પ (૨-૪૬) : સ્ત્રીરહસ્ય. ખિખ્ખરી (૨-૭૩) : સૂચનાને માટે લાકડી કે જે ઢેઢ આદિ એટલા માટે રાખતા રહે છે કે બીજા લોક તેને અડે નહીં. (રજવાડામાં અસ્પૃશ્ય જાતિઓ કાગડા કે કૂકડાનું પર [=પીછું. આ રીતે શિર પર રાખે છે). ગાગેજ્જા (૨-૮૮) : નવી પરણેલી વહુ. ગંજદ્વિઅ (૨–૧૧૦) : હાસ્યસ્થાનમાં અંગસ્પર્શ, જેનું લોકભાષામાં “ગિલગિલવિઅ” રૂઢ થયેલ છે (ગલગલિયાં). છિંછટરમણ (૩-૩૦) : આંખમીંચામણી. ઝોંડલિયા (૩-૬૦) : રાસના જેવો ખેલ કે જેમાં કન્યાઓ (અથવા લાલક) નાચે-કૂદ છે (રાસ). Page #100 -------------------------------------------------------------------------- ________________ દેશીનામમાલા” અને “કુમારપાલચરિત” સવલયા (૪-૨૧) : એક રસમ કે જેમાં સ્ત્રીને પતિનું નામ પુછાય છે અને તે નથી કહેતી તેથી તેને પલાશલતાથી મારવામાં આવે છે. (રાજપૂતાનામાં ક્યાંકક્યાંક હિંડોળા પર ઝૂલતી વખતે સ્ત્રીઓ આ રમત હજી પણ કરે છે.) હેમચન્દ્ર એક શ્લોક આનો અર્થ સમજાવવા માટે ઉદ્ધત કરેલ છે તે પરથી જણાય છે કે સ્ત્રીપુરુષ મળીને આ રમત રમતા હતા અને કંઈ ફજેત ફાળકો જેવું પણ થતું હતું. (નિયમવિશેષસવલયા શેયા, આદાય પલાશલતાં ભ્રામ્યતિ લોકોડખિલો યસ્યાં. પૃછા પતિનામ સ્ત્રી નિહન્યતે ચાણ્યકથયન્તી.) તેણે જે સ્વરચિત ઉદાહરણ આપ્યું છે તેમાં ‘દોલા વિલાસસમ છે, કિંતુ “પુચ્છન્તી’ સહી'(=સખી) જ છે (નામ+લેવાની ક્રિયા - લયા). ભીરંગી (૪–૩૧) : માથું ઢાંકવાનું વસ્ત્ર, ઘૂંઘટ, ઘૂમટો (“આભાણ કશતકમાં સં. “નીરંગિકા' એક કહેવતમાં આવેલ છે કે અંધ શ્વસુરને માટે નીરંગિકા કેવી ?) Pરિઆ (૪-૪૫) : ભાદ્રપદ શુક્લ દશમીનો એક ઉત્સવવિશેષ. તુણા (પ-૧૬) : ખૂંખા નામનું વાજું - વાઘ. (પતંજલિના “મૃદંગ શંખ તૃણવમાંનું તૂણવ ?). થેવરિઅ (૫-૨૯) : જન્મના અવસર પર વાજાંગાજો. દુક્કર (પ-૪૨) : માઘ માસની રાત્રિમાં ચાર પહોર (પ્રતિપહોર) સ્નાનનો નિયમ (દુષ્કર !). દુદ્ધોલણી (૫-૪૬): જે ગાય એક વાર દોવાય પછી ફરી પણ દોવાઈ શકે તે (દૂધાળી !). દિઅસિએ (પ-૪૦) : સદા ભોજન (દિવસિક). દિઅહુર (૫-૪૦) : સવારનું ભોજન (દિવાભુક્ત), શિરામણી. દોવેલી (૫-૫૦) : સાયંકાળનું – સાંજનું ભોજન (વાળ). ધમ્મઅ (પ-૬૩) : ચોર દ્વારા, દુગની સમક્ષ પુરુષને મારી તેના શરીરના લોહીથી જંગલમાં જે ધર્માર્થ બલિ – બલિદાન કરવામાં આવે છે તે. (તે સમયના ઠગ ?) પંથુઠ્ઠહણી (૬-૩૬) : સાસરીએથી પહેલાં પ્રથમ (પિયર) લાવવામાં આવેલી નવવધૂ. પાડિઅઝ (૬-૪૩) : જે પિયરથી વહુને સાસરીએ પહોંચાડે છે. પોઅલા (-૮૧) : આસો માસમાં ઉત્સવ કે જેમાં પતિ સ્ત્રીના હાથથી અપૂપ (પૂઆ) લઈ ખાય છે. મુક્કય (૬-૧૩૫) જે સ્ત્રીનો વિવાહ થનાર હોય તેને છોડી બીજી નિમંત્રિત સ્ત્રીઓનો ' - વિવાહ થઈ જવો તે, મુકાણ. મટ્ટહિય (૬-૧૪૬) : વિવાહ થયેલી – પરણેલીનો કોપ. મટકો ? લય (૭–૧૬) : નવાં વિવાહિત સ્ત્રીપુરુષોના જોડાનો અરસપરસ નામ લેવાનો ઉત્સવ. આ શબ્દના ઉદાહરણમાં હેમચન્દ્ર જે ગાથા બનાવી લખી છે. તેનો આશય એ For Private *& Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૬ જૈન ગૂર્જર કવિઓ : ૧૮ છે કે મહારાજ કુમારપાલ ! આપની સેનાને આવતી જોઈને ભાગનાર રિપુ-દંપતી અરસપરસ નામ લઈલઈને પુકારે છે અને આપના “લયની યાત કરાવે છે કે વિવાહ થયાથી પણ આમ કર્યું હતું). જુઓ ઉપર ‘ણવલયા. લયાપુરિસ (૭-૨૦) : એક ઉત્સવ કે જેમાં વધૂનું ચિત્ર હાથમાં કમલ દઈને ચીતરવામાં આવે છે. વહુમાસ (૭–૪૬) : જ્યારે નવી વિવાહિતા સ્ત્રીના ઘરથી પતિ બહાર જાય નહીં ત્ય રમણ કરતો રહે તેવી વિશેષ રીતિ યા ઉત્સવ. (હનીમૂન' !) વહુહાડિણી (૭-૫૦) : એક સ્ત્રીની ઉપર જે બીજી સ્ત્રી લાવવામાં આવે છે. વોરલ્લી (૭-૮૧) : શ્રાવણ સુદ ૧૪નો વિશેષ ઉત્સવ, (રાખડી ?). સુગિમ્મત (૮–૩૯) : ફાલ્ગનોત્સવ. આ સંસ્કૃત “સુગ્રીષ્મકનો તદ્દભવ છે; તે માટે દેશીમાં ગણ્યો નથી. હેમચન્દ્ર ભામહમાંથી “સુગ્રીષ્મક'ના પ્રયોગનું ઉદાહરણ આપ્યું છે. (ફાગ ?). સંવાડા (૮-૪૩) : અંગૂઠો અને વચલી આંગલીથી ચાપટા – ચટાકા વગાડવા તે. હિંચિઆહિંવિઅ (૮-૬૮) : એક પગ ઊંચો કરી બીજા એક જ પગથી ચાલવાન છોકરાંઓની રમત. [દેશીનામમાલા ગુજરાતી અનુવાદ અને ટિપ્પણ સાથે પંડિત બેચરદાસ દેશીએ દેશી શબ્દ સંગ્રહ એ નામથી યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ દ્વારા ૧૯૭૪માં પ્રગટ કરેલ છે.] ૧૭૭. કુમારપાલચરિત' કુમારપાલના રાજ્યમાં રચાયું. કુમારપાલ રાજા ગાદી પર સં.૧૧૯૯માં બેઠો અને તેનો સ્વર્ગવાસ સં. ૧૨૩૦માં થયો. હેમાચાર્યનો સ્વર્ગવાસ સં.૧૨૨૯માં થયો. શિલારાવંશના મલ્લિકાર્જુન સાથે યુદ્ધ સં.૧૨૧૭-૧૮માં થયેલું માનવું ઘટે. તેથી કુમારપાલચરિત' (દ્વયાશ્રયકાવ્ય') અને તેમાં અંતર્ગત આ અપભ્રંશ (જૂની હિન્દી-જૂની ગુજરાતી) કવિતાનો રચનાકાલ સં.૧૨૧૮થી સં.૧૨૨૯ સુધીમાં કોઈ પણ સમય છે. હેમચન્દ્રજીનું વ્યાકરણ સિદ્ધરાજ જયસિંહની આજ્ઞાથી તેમના રાજત્વકાલમાં અર્થાત્ સં.૧૧૯૯ની પૂર્વે બન્યું. વ્યાકરણની બૃહદ્રવૃત્તિ અને તેનો ઉદાહરણસંગ્રહ સૂત્રોની સાથે જ રચાયેલ હશે. આ માટે હેમચન્દ્ર પોતા સિવાય અન્ય ઉલ્લેખેલ-ઉદ્ધત કવિતા પ્રચલિત થવાનો સમય સં. ૧૧૯૯થી પૂર્વે છે. એ તો વારંવાર કહેવાની જરૂર નથી કે આ સંવત તેની ઉપલબ્ધિનો નિમ્નતમ – છેલ્લામાં છેલ્લો સમય છે. ઊર્ધ્વતમ સમય - સૌથી અગાઉનો સમય મુંજના નામાંકિત દોહાથી લેવો ઘટે, અર્થાત્ આ કવિતા સં.૧૦૨૯થી ૧૧૯૯ સુધી લગભગ બે સૈકાની છે. ૧૭૮. જ્યારે હેમચન્દ્રનાં ઉદાહરણોની વ્યાખ્યા લગભગ લખાઈ ચૂકી હતી ત્યારે ૧૬. સિદ્ધરાજ જયસિંહ પૃથ્વીરાજના પિતા સોમેશ્વરનો નાનો પિતામહ – મારો બાપ) હતો તથા સોમેશ્વરને કુમારપાળે પાળ્યો હતો. મલ્લિકાર્જુનની લડાઈમાં સોમેશ્વર સામેલ હતો. જુઓ નાગરી પ્રચારિણી પત્રિકા, ભાગ ૧, પૃ.૪૦૦–૧. Page #102 -------------------------------------------------------------------------- ________________ ‘દેશીનામમાલા’ અને ‘કુમારપાલરિત’ ‘દોધક-વૃત્તિ' નામનો ગ્રંથ ઉપલબ્ધ થયો. આ સન ૧૯૧૬માં અમદાવાદમાં પંડિત ભગવાનદાસ હર્ષચન્દ્રે છપાવ્યો છે, જેમાં ૨ચનારનું નામ આપ્યું નથી પરંતુ અંતમાં એવો લેખ છે કે : શ્રી “ઇતિ હૈમ-વ્યાકરણ-પ્રાકૃત-વૃત્તિગત-દોધકાર્થઃ સમાસઃ લિખિતો મહોપાધ્યાય...ય સં.૧૬૭૨ વર્ષે શકે ૧૫૩૮ પ્ર. (વર્તમાને) વૈશાખ વદ ૧૪ શનૌ.” આમાં આ સર્વે ઉદાહરણોની સંસ્કૃત વ્યાખ્યા છે. અંતમાં એક માગધી ગદ્યખંડ અને એક મહારાષ્ટ્રી પ્રાકૃત ગાથાની પણ ‘દોધક' માનીને વ્યાખ્યા કરી દીધી છે. હેમચન્દ્રજીના પ્રાકૃત વ્યાકરણના પઠનપાઠનનો પ્રચાર જૈન સાધુઓમાં રહ્યો તેથી આ કવિતાઓના પરંપરાગત યા તો સાંપ્રદાયિક અર્થ જાણવામાં ‘દોધકવૃત્તિ’ ક્યાંક-ક્યાંક ઘણી સહાયતા આપે છે. જ્યાં મતભેદ છે ત્યાં બતાવવામાં આવેલ છે. ‘દોધકવૃત્તિ’ની રચના જૈન સંસ્કૃતમાં થઈ છે. તેમાં જ ભાષાનુગ સંસ્કૃત એટલે ભાષા પરથી કરેલ સંસ્કૃતનાં પદો આવ્યાં છે તેની યાદી નીચે પ્રમાણે આપી છે ઃ ચિટતઃ - ચઢેલો, ચતિ – ચઢે છે, ચટામઃ અમે ચઢીએ છીએ (ડિઅઉ, ડિઓ) ગિત્યા – લગાવી બલિ ક્રિયે – વારી જાઉં છું (બલિ કિજ્જઉં) અર્ગલ આગળ (એત્તિઉ અગ્નલઉ) સ્ફેટયતિ – (ફેડઇ) ઘેરે, નષ્ટ કરે કિં ન સૃતમ્ - શું નહીં સર્યું ? સર્વ કાંઈ સિદ્ધ થયું મુત્ઝલેન – દાન, ઉદારતાથી, (મોક્કલડેન) મોકળા હાથથી ઉદ્વરિત (છાપેલું છે ઉરત) – ઊગર્યું, બચ્યું (ઉરિઅ) ઉદ્દત્યંતે – ઊબરે, ત્યજ્યતે (ઉવ્વારિજ્જઇ) ચૂટકઃ ચૂડો, (ચૂડાઉ) ચુડલો છત્ર 1 • ગુપ્ત, (મા૨વાડી છાનૈ), ગુ. છાનું = વિધ્યાપયતિ – બુઝાવે છે, (વધેરે છે ઃ દીવો વધેરે છે). આવર્તતે – શોષયતિ, (આવżઇ - આવટે છે, ઓટે છે, ઓટાય છે) ઝગડા ઝગટકાન ધાટી ધાડ, ધાડું દ્રહે – દ્રહમાં, ધ્રોમાં, ધરામાં (‘હૃદ’નો વ્યત્યય) કલહાપિતઃ કલહિતઃ તીમોઢાનું – આર્દ્રશુષ્ક, લીલુંસૂકું, (તિંતુવ્વાણ) વિછોટ્ય – વછોડી - ૮૭ સ્તાઘ થાહ મોટયન્તિ – મોડે છે (મોડંતિ) ૧૭૯. ઉદાહરણાંશમાં જે અક્ષરનિવેશ શંકર પાંડુરંગ પંડિતે પોતાના Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૮ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ કુમારપાલચરિતના સંસ્કરણમાં કેટલીક પ્રતિઓની સહાયતાથી રાખ્યો છે તે રાખ્યો છે. પાઠાંતર ઘણાં ઓછાં આપ્યાં છે. આનાં કારણ મુખાનુસારીલેખન (જેવું બોલવું તેવું લખવું), અસાવધાનતા, ‘ઉઓ, ઉચ્ચ, સ્વ, ચ્છ' આદિ લખતાં એકબીજા સાથે રહેલી સમાનતા, પરસવર્ણની અનિત્યતા, “અ”, એ, અઉ, ઓ'ના વિકલ્પ, અનુનાસિકની અસાવધાનતા, અને અંતના ઉની ઉપેક્ષા આદિ છે. “એ, ઓના અર્ધઉચ્ચારણને ધ્યાનમાં રાખવાથી તથા “આથી “ઇ ઉને મેળવી “એ, ઓ” બોલવાથી છંદ સારી રીતે બોલી શકાય છે તથા ગાતાં બરાબર ગાઈ શકાય છે. પ્રકરણ ૩ : હેમચન્દ્રજીનું જીવનચરિત તથા કાર્ય ૧૮). હેમચન્દ્રજીના જીવનચરિતનો કંઈક આભાસ “કુમારપાલ-પ્રતિબોધ'ના ઐતિહાસિક વિષય સંબંધી કહેતાં હવે પછી આવશે. તેમનો જન્મ સં. ૧૧૪પમાં, દીક્ષા સં.૧૧૫૪માં, સૂરિપદ સં.૧૧૬૬માં અને સ્વર્ગવાસ સં.૧૨૨૯માં થયો. તેમનું જન્મનામ ચંગદેવ હતું, દીક્ષા સમયે સોમચન્દ્ર અને સૂરિ થતાં હેમચન્દ્ર પડ્યું. સિદ્ધરાજ જયસિંહની પાસે તેમણે ઘણી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. સિદ્ધરાજ પોતે શૈવ હતા છતાં સર્વ ધર્મોનો આદર કરતા હતા. સિદ્ધરાજને માટે જ હેમચન્દ્રજીએ પોતાનું વ્યાકરણ બનાવ્યું કે જે સંબંધે ચર્ચા આપણે કરી છે. હેમચન્દ્રજીના પ્રભાવથી સિદ્ધરાજનું મન જૈન ધર્મ પ્રત્યે ઝૂક્યું હશે. પરંતુ કુમારપાલ રાજા થવાથી હેમચન્દ્ર તે હેમચન્દ્ર જ ખરા બન્યા. હેમચન્દ્ર “કલિકાલસર્વજ્ઞ થયા અને કુમારપાલ ‘પરમાણંત' બન્યા. . ૧૮૧. કુમારપાલના રાજ્યના પ્રથમનાં પંદર વર્ષ યુદ્ધવિજય આદિમાં વીત્યાં. હેમચન્ટે અગાઉથી જ કુમારપાલ રાજા થશે એવી ભવિષ્યવાણી કહી દીધી હતી અને સિદ્ધરાજના તેમના પરના દ્વેષથી થયેલી સંકટાવસ્થામાં તેમને સહાયતા પણ આપી હતી. હવે તેમને જિનધર્મોપદેશ આપી તેમના દ્વારા ખૂબ ધર્મપ્રચાર કરાવ્યો. કુમારપાલના ઉત્તરાધિકારી અજયપાલના મંત્રી યશપાલે “મોહપરાજય' નામનું નાટક ‘પ્રબોધચન્દ્રોદયની શૈલીનું લખ્યું છે તેમાં એવું વર્ણન છે કે ધર્મ અને વિરતની પુત્રી કૃપા સાથે કુમારપાળનો વિવાહ સં.૧૨૧૬ના માર્ગશીર્ષ શુક્લ દ્વિતીયાને દિને હેમચન્દ્ર કરાવ્યો તેથી મોહને હરાવી ધર્મને પોતાનું રાજ્ય પુનઃ અપાવ્યું. રૂપકને દૂર કરીએ તો આ તિથિ કુમારપાલના જેનધર્મસ્વીકારની છે. હેમચન્દ્રજીના ઉપદેશથી સદાચારપ્રચાર, દુરાચારયાગ, મંદિરરચના, પૂજાવિસ્તાર, જીર્ણોદ્ધાર, અમારિઘોષણ, તીર્થયાત્રા આદિ ઘણી ધામધૂમથી કુમારપાળે કર્યા ને કરાવ્યાં. જૈન સાહિત્યમાં આ ગુરુશિષ્યના ઘણા પ્રશંસાપૂર્ણ ઉલ્લેખ છે. ૧૮૨. રાજાએ ૨૧ જ્ઞાનકોશ (પુસ્તકભંડાર) કરાવ્યા, છત્રીસ હજાર શ્લોકોનું ત્રિષષ્ટિ-શલાકાપુરષ-ચરિત્ર' હેમચન્દ્ર પાસે ચાવી સોનારૂપાથી લખાવી સાંભળ્યું, અગિયાર અંગ, બાર ઉપાંગ સોનાથી લખાવી સાંભળ્યાં, યોગ્યશાસ્ત્ર આદિ લખાવ્યાં. Page #104 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રજીનું જીવનચરિત તથા કાર્ય ગુરુના ગ્રંથોના લખવાવાળા ૭૦૦ લેખક (લહિયા) હતા. એક દિન લેખકશાળામાં જઈ રાજાએ લેખકોને ‘કાગળો’ ૫૨ લખતા જોયા. ગુરુએ કહ્યું કે શ્રી તાડપત્રોનો ટોટો પડ્યો છે. રાજાને શરમ થઈ, ઉપવાસ કર્યો. ખર તાડો (કઠણ તાડો કે જેના પાન લખવા માટે કામ આવી ન શકે)ની પૂજા કરી તો તે સવારમાં શ્રી તાડ થઈ ગયા પછી ગ્રંથ તેના પર લખાવાતા ગયા ! (જિનમંડનનો ‘કુમા૨પાલપ્રબંધ’, પૃ.૯૫-૯૭). ૧૮૩. હેમચન્દ્રે કેટલાયે લાખો શ્લોકોના ગ્રંથ બનાવ્યા છે તેમાં પ્રધાન ગ્રંથો છે ઃ અભિધાનચિંતામણિ આદિ કેટલાક કોશ, કાવ્યાનુશાસન, છંદોનુશાસન, દેશીનામમાલા, હયાશ્રયકાવ્ય (સંસ્કૃત તથા પ્રાકૃત), યોગશાસ્ત્ર, ધાતુપારાયણ, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત, પરિશિષ્ટપર્વ. શબ્દાનુશાસન (વ્યાકરણ). તેમના પોતાના રચેલા ગ્રંથોની પ્રાયઃ વૃત્તિઓ પણ રચાઈ છે, ૮૪ વર્ષની અવસ્થામાં અનશનથી હેમચન્દ્રે પ્રાણત્યાગ કર્યો. કુમારપાલ પણ લગભગ છ માસ પછી સ્વર્ગસ્થ થયા. ‘સિદ્ધહૈમ’ વ્યાકરણની રચના ૮૯ (જિનમંડનના ‘કુમારપાલપ્રબંધ' પરથી પૃ.૧૨(૨), ૧૬(૨) વગેરે) ૧૮૪. પહેલાં કદી હેમચન્દ્રજી ‘પરબ્રહ્મમયપરમપુરુષપ્રણીતમાતૃકા-અષ્ટાદશલિપિવિન્યાસપ્રકટન-પ્રવીણ' બ્રાહ્મી આદિ મૂર્તિઓને જોઈ કાશ્મીર જવા ચાલ્યા તો ભગવતીએ તેમનો માર્ગક્લેશ બચાવવા માટે માર્ગમાં જ આવી દર્શન તથા વિદ્યામંત્ર આપ્યાં હતાં. સિદ્ધરાજ જયસિંહને ત્યાં તેમનું પાંડિત્ય જોઈ કોઈ અસહિષ્ણુ (બ્રાહ્મણો)એ કહ્યું કે અમારાં શાસ્ત્ર (પાણિનીય વ્યાકરણ) શીખીને આ વિદ્વત્તા પ્રાપ્ત થઈ છે. સિદ્ધરાજે પૂછ્યું ત્યારે હેમચન્દ્રે કહ્યું કે શ્રી મહાવીર જિને શિશુ-અવસ્થામાં જે ઉપદેશ ઇન્દ્ર સમક્ષ આપ્યો હતો તે જૈનેન્દ્ર વ્યાકરણ જ અમે શીખીએ છીએ. (જુઓ ઉ૫૨ પૃ.૩૮૧ ટિ.૨) રાજાએ કહ્યું કે તેટલા પ્રાચીનને છોડીને કોઈ નજીકના કર્તાનું નામ આપો. તેમણે કહ્યું કે સિદ્ધરાજ સહાયક થાય તો પોતે નવું પંચ અંગવાળું વ્યાકરણ રચે. રાજાએ સ્વીકાર્યું એટલે હેમચન્દ્રે કહ્યું કે કાશ્મીરમાં પ્રવ૨પુ૨ (બિલ્હણની જન્મભૂમિ)માં ભારતી કોશમાં પુરાતન આઠ વ્યાકરણોની પ્રતિ છે તે મંગાવી આપો. પ્રધાનોએ જઈ ભારતીની સ્તુતિ કરી એટલે ભારતીએ કહ્યું કે હેમચન્દ્ર મારી જ મૂર્તિ છે, પ્રતિઓ આપી દ્યો. પ્રતિઓ આવી. ઘણા દેશોથી અઢાર વ્યાકરણ લાવવામાં આવ્યાં. ગુરુ(હેમચન્દ્ર)એ એક વર્ષમાં સવા લાખ ગ્રંથનું વ્યાકરણ રચી રાજાના હાથી પર રાખી, ચમર ઢોળતાં રાજસભામાં લાવી પધરાવ્યું અને સંભળાવ્યું. અમર્ષી બ્રાહ્મણોએ કહ્યું કે શુદ્ધાશુદ્ધની પરીક્ષા કર્યા વગર રાજાના સરસ્વતીકોશમાં રાખવા યોગ્ય નથી. કાશ્મીરમાં ચન્દ્રકાન્ત મણિની બનેલી બ્રાહ્મીની મૂર્તિ છે, તેની સમક્ષ જલકુંડમાં પુસ્તક ફેંકવામાં આવે. જો ભીંજાયા વગર નીકળી આવે તો શુદ્ધ જાણો, અન્યથા નહીં.૧૭ રાજાએ સંશયાકુલ થઈ ત્યાં મોકલાવ્યું. પંડિતો સમક્ષ બે ઘડી સુધી ૧૭. ભાસ અને વ્યાસનાં કાવ્યોની અગ્નિપરીક્ષાના સંબંધમાં જુઓ ના. પ્ર. પત્રિકા, ભાગ ૧, પૃ.૧૦૦. રાજશેખરે ‘સૂક્તિમુક્તાવલિ’માં ભાસના ‘સ્વપ્નવાસવદત્ત'ના ન બળવાનો ઉલ્લેખ Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ ૧૮ વ્યાકરણ કાશ્મીરના સરસ્વતી કુંડમાં પડી રહ્યું. અક્લિન્ન નીકળ્યું. રાજાને જ્યારે પ્રધાનોએ આ જણાવ્યું ત્યારે ૩૦૦ લેખકોથી ત્રણ વર્ષ સુધી પ્રતિઓ લખાવરાવી અઢાર દેશોમાં પઠનપાઠન માટે મોકલી. ૧૯ ૯૦ પ્રકરણ ૪ : હેમચન્દ્ર અને દેશી ૧૮૫. ‘યુવ()’ (એટલે જુવાન)ના તારતમ્ય વાચકરૂપ ‘યવીયસ્’, ‘થવિષ્ઠ’ અને ‘અલ્પ’ના ‘અલ્પીયસ્’ અને ‘અલ્પિષ્ઠ’ થાય છે. આ અર્થોમાં ‘કનીયસ્’ અને ‘કનિષ્ઠ’ પણ થાય છે. પાણિનિની આ સંબંધે કહેવાની રીત એવી છે કે ‘યુવ’ અને ‘અલ્પ’ની જગ્યાએ વિકલ્પથી ‘કન્’ થઈ જાય છે (પ-૩-૬૪). આનો ઐતિહાસિક અર્થ એ છે કે પાણિનિના સમયમાં એકલો ‘ક” નાનાના અર્થમાં વપરાતો નહોતો - કેવલ તેના તારતમ્યવાચક રૂપમાં વપરાતો હતો. વૈયાકરણોની કહેવાની એવી રીતિ છે કે પાણિનિના સૂત્રથી ‘અલ્પીયસ્’ અને ‘યવીયસ્’ની જગ્યાએ ‘કનીયસ્’, અને ‘અલ્પિષ્ઠ' અને ‘વિષ્ઠ’ની જગ્યાએ ‘કનિષ્ઠ’ થઈ જાય છે. આવું કંઈ થતું નથી. વ્યાકરણનું સૂત્ર કોઈ નવીન ચીજ બનાવી શકતું નથી. તે તો જે કંઈ હોય તેને નિયમથી રાખી દે છે. ‘અમુક સૂત્રથી આમ થયું' એને બદલે વૈજ્ઞાનિક રીતિથી એમ કહેવું ઘટે કે આમ કર્યો છે (દાહકોડભૂત્ર પાવકઃ), અને ‘ગૌડવહો’ના કર્તા વાપતિરાજે પ્રાયઃ આટલા માટે ભાસને ‘જલણમિત્ત (જ્વલન-મિત્ર)' કહ્યો છે. રાજશેખરસૂરિ(જૈન)ના ‘ચતુર્વિંશતિ-પ્રબંધ'માં કાશ્મીરમાં સરસ્વતીના હાથમાં શ્રી હર્ષનું ‘નૈષધરિત્ર’ રાખવાનો અને સરસ્વતીના તે કાવ્યમાં પોતાના કરેલા વ્યક્તિગત આક્રમણથી ચિડાઈ તેને ફેંકી દેવાનો ઉલ્લેખ છે. શ્રી હર્ષ ચિડાઈ કહે છે કે ‘કુપિતૈઃ કિં છુટ્યતે કલંકાસ્’. (ચન્દ્રધર શર્માજી) પાસે ‘ગન્ધોત્તમા-નિર્ણય' નામની એક ખંડિત પોથી છે કે જેમાં શાક્ત પૂજામાં મદ્યના ઉપયોગના વિધાનનો નિર્ણય છે. તેમાં લખેલ છે કે ભાગવતની કેટલીયે ટીકાઓ પાણીમાં નાખવામાં આવી હતી, કિંતુ શ્રીધર સ્વામીની ટીકા ભીંજાયા વગર બૂડ્યા વગર નીકળી. એ જ પ્રમાણે ‘માઘકાવ્ય’ પણ. ‘ગન્ધોત્તમા-નિર્ણય'કારે તો એટલા માટે આ કથાઓ મૂકી છે કે શ્રીધર સ્વામીની ટીકામાં ‘લોકે વ્યવાયામિષ મદ્ય' એ શ્લોકની વ્યાખ્યા તથા ‘માઘકાવ્યમાં બલદેવના વર્ણનમાં પૂર્ણયન્ મદિરાસ્વાદ' એ શ્લોક પોતાના પક્ષનું સમર્થન કરે છે. પરંતુ પાણીમાં નાખીને શાસ્ત્રપરીક્ષાના સંપ્રદાયની કથા હોવાથી અહીં લખી નાખી છે. ૧૮. કોઈ સંસ્કૃતાભિમાની માતૃકા, કોશ યા પ્રતિકૃતિની જગ્યાએ પ્રતિઃ’ એમ લખનારની હાંસી કરે છે, કિંતુ જૈન યા દેશભાષાનુગામી સંસ્કૃતમાં આ શબ્દ સં.૧૪૯૨માં મળે છે. જિનમંડને ‘પ્રતયઃ, પ્રતીઃ’ કેટલીયે વાર લખ્યું છે. ૧૯. અઢાર દેશ – કર્નાટ, ગૂર્જર, લાટ, સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધુ, ઉચ્ચ, ભંભેરી, મરુ, માલવ, કોંકણ, રાષ્ટ્ર, કીર, જાલંધર, સપાદલક્ષ, મેવાડ, દીપ, આભીર. – જિનમંડનનો ‘કુમારપાલપ્રબંધ’, પત્ર ૮૧ (૧). Page #106 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્ર અને દેશી ભાષામાં થાય છે, તેનો ઉલ્લેખ અમુક સૂત્રમાં કરેલો છે.’ ‘કન્’ કે જેનો અર્થ નાનું છે તેનો એકલપણે વિશેષણ તરીકે તે સમયે સંસ્કૃતમાં વ્યવહાર થવાનું બંધ પડી ગયું હતું. ‘કન્યા’માં તે મોજૂદ છે. કન્યાનો પુત્ર ‘કાનીન’ બનાવવા માટે પાણિનિએ કન્યાને બદલે ‘કનીન’ માની પ્રત્યય લગાડ્યો છે. (૪-૧-૧૧૬). આ કાર્ય (જો ‘કની સત્તા તેનું અસ્તિત્વ પાણિનિ માનત તો) ‘કને પ્રત્યય લગાડીને પણ થઈ શકતું હતું. નેપાલી ‘કાન્-છા’ (નાના) હિન્દી ‘ક+અંગુરિયા’ – નારંગીની ‘કન્ની’ આદિમાં તે ‘કન્’ ચાલુ રહેલો દેખાય છે. તે રીતે જ્યાં પાણિનિએ ‘બ્રૂ’નાં કંઈક રૂપોને બદલે ‘આહ’નું થવું, ‘હ'નું ‘વ’ થઈ જવું, અને ‘અસ્'નું ‘ભૂ’ થઈ જવું જણાવ્યું છે તેનો ઐતિહાસિક અર્થ એ છે કે ‘આ' ‘અસ્’ અને ‘વધ્’ ધાતુઓનાં જે સમયે પૂરાં રૂપો પહેલાં થતાં હશે, તે સમયે જે ધાતુ અધૂરા રહી ગયા હતા તેને પાણિનિએ તે અર્થના બીજા ધાતુઓનાં રૂપોમાં મેળવી દીધા. પાણિનિનાં વૈદિક રૂપોના વિવેચનથી એવો પત્તો મળે છે કે કેટલાક સમય સુધી કેવા પ્રયોગ થતા હતા અને ક્યારથી તે બદલાયા. - ૧૮૬. પ્રાકૃત વૈયાકરણોએ બન્દ્વમૂલ સંસ્કૃતને પ્રકૃતિ માની બન્દ્વમૂલ પ્રાકૃતનું વ્યાકરણ લખ્યું છે. સંસ્કૃતથી શું-શું પરિવર્તન થાય છે તેને ગણવામાં આવેલ છે; પ્રાકૃતને ભાષા માની તે વર્ત્યા નથી, વર્તી પણ શકતા નહોતા. તેમનું લક્ષ્ય પ્રાકૃત પણ પુસ્તકી એટલે જડ પ્રાકૃત હતું. હેમચન્દ્રના પ્રાકૃત વ્યાકરણના લગભગ બે પાદ આમાં જ ગયા છે કે કયા સંસ્કૃત શબ્દમાં કયા અક્ષરની જગ્યાએ શું થઈ જાય છે. તો પાણિનિની પેઠે સ્થાન, પ્રયત્ન, અંતરતમ આદિનો વિચાર પ્રાકૃતવાળા કરત તો સંક્ષેપ પણ થાત અને વૈજ્ઞાનિક નિયમ પણ થઈ શકત. તેના વગર પ્રાકૃત વ્યાકરણ અનિયમ પરિવર્તનોની પરિસંખ્યા માત્ર થઈ ગયેલ છે. હેમચન્દ્ર કહે છે કે ‘ડ્રેસિ’ (પંચમી એકવચન, અપાદાન)ની જગ્યાએ પ્રાકૃતમાં ‘ત્તો', ‘દો’, ‘દુ’, ‘હિ’, ‘હિન્તો’ આવે છે, યા કોરી સંજ્ઞા પ્રત્યય વગર આવે છે. બહુવચનમાં આ વગ૨ ‘સુન્તો’ પણ આવે છે. (૮-૩-૮, ૯) આગળ ચાલતાં તેમણે મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષનાં કેટલાંક રૂપ ગણાવ્યાં છે. (૮-૩-૯૦-૧૧૭) શું આ સર્વ રૂપ પ્રાકૃતમાં એક સમયે જ ચાલુ થયાં યા સમયેસમયે આવતાં ગયાં – એ જાણવું ઘણું રોચક અને જ્ઞાનદાયક થાત. આથી પ્રાકૃતના પ્રકારો માલૂમ પડત. સંબંધના અર્થમાં ‘કેરઅ’ (સં.‘કેરક’, હિન્દી-ગુજરાતી ‘કેરા’) પ્રત્યય આવે છે, હેમચન્દ્રે તેને અપભ્રંશમાં આદેશ ગણ્યો છે (૮-૪-૪૨૨), પ્રાકૃતમાં નથી ગણેલ, પરંતુ તે ‘મૃચ્છકટિક’ અને ‘શાકુંતલ’ની પ્રાકૃતમાં કેટલીયે જગ્યાએ મળી આવે છે. ૯૧ ૧૮૭. પ્રાકૃતોમાં જે સંસ્કૃતસમ યા તત્સમ શબ્દ છે તે સંસ્કૃત પરથી જણાય છે. જે સંસ્કૃતભવ યા તદ્ભવ છે તેની લોપ, આગમ, વર્ણવિકાર આદિથી આ વૈયાકરણોએ સમજ આપી છે. હવે બાકી રહ્યા દેશી. તે અવ્યુત્પન્ન પ્રાતિપદિક છે કે જેનો નવી-જૂની પ્રાકૃતોવાળા વ્યવહાર કરતા આવ્યા છે. તેના પ્રકૃતિ-પ્રત્યયનો વિચાર કઠિન છે. સંભવ છે કે અધિક શોધ કરતાં તેમાંથી કંઈક બીજી-ત્રીજી પેઢીના તદ્ભવ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સિદ્ધ થઈ જાય. હેમચન્દ્રજીએ દેશીનું વૈજ્ઞાનિક વિવેચન કર્યું નથી. ૧૮૮. પોતાની ‘દેશીનામમાલામાં પોતે શું લીધું છે, શું નથી લીધું તેનો ઉલ્લેખ તેઓ એવી રીતે કરે છે કે (૧) જે લક્ષણગ્રંથ (“સિદ્ધહૈમ-શબ્દાનુશાસન')માં પ્રકૃતિપ્રત્યય આદિ વિભાગથી સિદ્ધ કરવામાં આવ્યા નથી તે ત્યાં લેવામાં આવ્યા છે; (૨) જે ધાતુ વૈયાકરણ તથા કોશકારોએ દેશીમાં ગણેલ છે, પરંતુ જેને અમે ધાતુઓના આદેશ માનેલ છે તે લેવામાં નથી આવ્યા; (૩) જે પ્રકૃતિ-પ્રત્યય વિભાગથી સંસ્કૃત જ સિદ્ધ થાય છે કિંતુ સંસ્કૃત કોશોમાં પ્રસિદ્ધ નથી તે અહીં લેવામાં આવ્યા છે - જેવા કે ‘અમૃત-નિર્ગમ’ એટલે ચન્દ્ર, ‘છિન્ન-ઉદ્ભવા’ એટલે બીજ, ‘મહાનટ’ એટલે શિવ ઇત્યાદિ, (૪) જે સંસ્કૃત કોશોમાં નથી કિંતુ ગૌણ લક્ષણા યા શક્તિથી જેનો અર્થ બેસે છે જેવો કે ‘બઇલ' (એટલે બેલ, બળદ=મૂર્ખ) તે લેવામાં નથી આવ્યા. - જૈન ગૂર્જર કવિઓ: ૧૦ ૧૮૯. વળી તે કહે છે કે મહારાષ્ટ્ર, વિદર્ભ, આભીર આદિ દેશોમાં જે શબ્દ પ્રસિદ્ધ છે (જેવા કે મગા’=મરાઠી ‘મગ’=પછી, ‘હિંગ’ એટલે જાર) તેને ગણવામાં આવે તો દેશો અનંત હોવાથી પુરુષાયુષથી પણ તેનો સંગ્રહ થઈ શકે તેમ નથી તે માટે ‘અનાદિપ્રસિદ્ધપ્રાકૃતભાષાવિશેષ' જ દેશીને કહેવામાં આવેલ છે. પોતાની પુષ્ટિમાં એક જૂનો શ્લોક ઉષ્કૃત કરેલ છે કે દિવ્ય યુગસહસ્રમાં વાચસ્પતિની બુદ્ધિ પણ એટલી સમર્થ થઈ શકતી નથી કે જે દેશોમાંના પ્રસિદ્ધ શબ્દો સંપૂર્ણપણે ચૂંટી શકે. (દેશીનામમાલા, ગાથા ૨-૩)૨૦ આથી સ્પષ્ટ છે કે મનમાની પોતાની મરજીમાં આવે તેવી આ માલા કરવામાં આવી છે. સંસ્કૃત પ્રયોગને પ્રમાણ ન માનતાં કોશોને માન આપ્યું છે. ‘અમૃતનિર્ગમ’ અને ‘મહાનટ' ચન્દ્રમા અને શિવના અર્થમાં સંસ્કૃત કોશોમાં ન આપવામાં આવ્યા હોય તેથી શું થયું ? પ્રકૃતિ-પ્રત્યય-વિભાગ અને શક્તિ, રૂઢિ આદિથી તે સંસ્કૃત જ છે. તેવી રીતે (૩) અને (૪)માં પરસ્પર વિરોધ આવે છે. ૨૧ ૧૯૦. સંસ્કૃતમાં ‘અપ્રયુક્ત'નો વિચાર કરતાં પતંજલિએ કહ્યું છે કે ઉપલબ્ધિમાં ૨૦. સરખાવો પતંજલિ - બૃહસ્પતિએ ઇન્દ્રને દિવ્યવર્ષસહસ્ર શબ્દપારાયણ કરાવ્યું પરંતુ અંત આવ્યો નહીં. બૃહસ્પતિ જેવો કહેનાર, ઇન્દ્ર જેવો શીખનાર, દિવ્યવર્ષસહસ્ર જેટલો અધ્યયનકાળ તોપણ અંત ન આવ્યો. આજકાલ જે જીવો છે તે ઘણુંઘણું સો વર્ષ જીવે', ઇત્યાદિ. (પ્રથમ આફ્રિક) ૨૧. વૈયાકરણોની મનમાની પુરાણી લખવાની રીતિ પણ નષ્ટ થઈ. પ્રાકૃત પોથીઓમાં લખનારા ‘શોધશોધ’ કરી લખવા લાગ્યા તેથી દક્ષિણનાં પ્રાકૃતનાં પુસ્તકોમાં જૂના પાઠ મળી આવે છે. ઉત્તરનાં પુસ્તકોમાં તે ‘સુધારવામાં’ આવ્યા છે (બાર્નેટ, જર્નલ ઑવ્ રૉ. એ. સોસાયટી, ઑક્ટો. ૧૯૨૧). આમ શોધી – સુધારી મૂકવાના પરિણામે મૃગનેત્રાસુ રાત્રિપુ’નું ‘સુગદ્વૈતાસુ રાત્રિપુ' થઈ ગયું હતું. (પ્રતિભા, વર્ષ ૩). ભાગવતના દક્ષિણી વૈષ્ણવ ટીકાકારોએ ભાગવતમાં જે વૈદિક પ્રયોગ (આર્ષ) છે તેને બદલી વર્તમાન સંસ્કૃત કરી દીધું છે, શ્રીધર સ્વામીએ નહીં, એ વાત કુંભકોના સંસ્કરણની ટિપ્પણીઓથી સ્પષ્ટ થાય છે. તેઓએ ભાગવતને ‘શુદ્ધ’ કર્યું કિંતુ શું તેની પ્રાચીનતાનો લોપ પોતાને હાથે નથી કર્યો ? Page #108 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્ર અને દેશી ૯૩ યત્ન કરો.” શબ્દનો પ્રયોગ-વિષય મોટો છે. સાત દ્વીપની પૃથ્વી, ત્રણ લોક, ચાર વેદ, અંગ અને રહસ્ય સહિત, તેના ઘણા ભેદ, ૧૦૦ શાખા અધ્વર્યુવેદની, સામવેદના ૧૦૦૦ માર્ચ, ૨૧ પ્રકારના વાદ્યુચ્ય (ઋગ્વદ), નવ જાતના અથર્વણ વેદ, વાક્યોવાક્ય, ઇતિહાસ, પુરાણ, વૈદ્યક – આટલા શબ્દના પ્રયોગવિષય છે. આટલા શબ્દના પ્રયોગવિષયને સાંભળ્યા કે વિચાર્યા વગર શબ્દ અપ્રયુક્ત છે એમ કહેવું તે સાહસમાત્ર છે (પહેલું આલિક). એ પ્રમાણે જ (૧) (૨)માં વિરોધ આવે છે. ધાતુઓમાં હેમચન્દ્ર ભારે અભુત કાર્ય કર્યું છે. એક ધાતુને પ્રધાન – મુખ્ય ગણેલ છે અને તેના અર્થના બીજા ધાતુઓને તેનો આદેશ માની ઝઘડો પતાવ્યો છે. જેમકે “કહઈ' (‘કથતિ) ધાતુ લીધો – માન્યો. હવે વજ્જરઈ, પજ્જર), ઉત્પાલઈ, પિસુણઈ, સંઘઈ, બોલ્લઈ, ચવઈ, જમ્પઈ, સીસઈ, સાહઈ – આ બધાને વિકલ્પ “કહઈના આદેશ કરી દીધા છે. (૮-૪-૨) “ઉબૂકઇ'ને આમાં ગણેલ નથી કારણકે તેને “ઉત્+બુકમાંથી નીકળેલ માનેલ છે. આમ જોવામાં આવે તો “વજ્જરઈ” “ઉચ્ચરતિમાંથી, “પજ્જર)” પ્રોચરતિમાંથી, “પિસુણઈ” “પિશુનયતિમાંથી, “સંઘઈ “સંખ્યાતિમાંથી, “જમ્પઇ” જલ્પતિમાંથી નીકળી શકે છે. ૧૯૧. વળી હેમચન્દ્ર લખે છે કે “બીજાઓએ આને દેશી શબ્દો તરીકે લીધા છે, કિંતુ અમે તેને ધાત્વાદેશ કરી દીધા છે કે જેથી વિવિધ પ્રત્યયોમાં પ્રતિષ્ઠિત થઈ જાય. આમ કરવાથી વજ્જરિઓ' એટલે “કથિત’ ‘વજ્જરિઊણ' એટલે “કથયિત્વા” આદિ હજારો રૂપ સિદ્ધ થઈ જાય છે.” આ તો પોતાની મનમાની થઈ. યા તો તેને સ્વતંત્ર ધાતુ માની લેવાત, યા તેમાં તદ્દભવ અને દેશીની છાંટ નાખી શકાત. વૈયાકરણોના સ્વભાવ પ્રમાણે હેમચન્દ્ર કહે છે કે અમે તેને આદેશ એટલા માટે ગણેલ છે કે તેને પ્રત્યય લગાડી શકાય, તે વિવિધ પ્રત્યયોમાં પ્રતિષ્ઠિત થઈ જાય. પતંજલિ વૈયાકરણોને ચેતવણી આપી ગયેલ છે કે “જેમ ઘડાનું કામ પડતાં લોક કુંભારને ત્યાં જાય છે કે અમને ઘડો બનાવી આપ તેમ શબ્દનું કામ પડતાં કોઈ વૈયાકરણને ત્યાં જતો નથી કે ભાઈ ! અમારે કામ છે માટે શબ્દ બનાવી આપ.” (પહેલું આહ્નિક); કિંતુ વૈયાકરણ સમજે છે કે તેને પ્રતિષ્ઠિત કર્યા વગર લોક આ ધાતુઓ સાથે પ્રત્યય જ નહીં લગાડી શકે. કૂકડો સવાર થતાં બોલે છે. કિંતુ ફેંચ ભાષાના એક નાટકમાં એક કૂકડાને એવું અભિમાન થયેલું બતાવ્યું છે કે હું નહીં બોલું તો સવાર પડશે જ નહીં. અસ્તુ. ૧૯૨. આ ચોથા પાદમાં કેટલીક ધાતુઓના આદેશ ગણાવ્યા છે કે જેમાં કેટલાક તો તદ્દભવ ધાતુ છે અને દેશી છે, જેમકે “ભ્રમ (એટલે ઘૂમવું)ના અઢાર આદેશોમાં (૮-૪-૧૬૧) “ચક્કમઈ” “ચંક્રમ’ પરથી, “ભમ્મડઈ', “ભમાઈ” “ભ્રમ' પરથી સ્વાર્થમાં 'ડ' લગાડી, ‘તલઅષ્ટઈ', ‘તલઅટ' પરથી, ભુમઈ' “જુમઈ” “ભ્રમ' પરથી, પરીઇ', પરઈ' “પરિ+ઈ' પરથી તદ્દભવ માની શકાય છે. ટિરિટિલ્લઈ, ટુહ્લ્લઈ, ઢઢલઈ, ઝષ્ટઈ, ઝમ્પઈ, ગુમઈ, ફુસઇ, હુમઇ, સુસ) – એ બાકી રહ્યા તેને દેશી ધાતુ માનો Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ અથવા અનુકરણ આદિથી બનેલા સમજો. દેશના ભંડારમાંથી સંસ્કૃતવાળા “સંસ્કૃત કરીને અને પ્રાકૃતવાળા એમ જ લેતા રહ્યા છે. પહેલાએ એમ નથી કહ્યું કે અમે લીધા છે, તે તો એમજ કહેતા ગયા કે અમારા જ છે, બીજાએ દેશી અને તભવોની વહેંચણી કરી, કારણ કે તભવોને પોતાના થોડા નિયમોથી જ બાંધેલા માન્યા, વ્યત્યયનો વિચાર કર્યો નહીં. ૧૯૩. હેમચન્દ્રસૂરિએ પોતાની જન્મભાષાનું ગુજરાતી, હિન્દી કે મરાઠી આદિ કોઈ ખાસ – વિશિષ્ટ નામ ન રાખતાં “અપભ્રંશ' એવું સામાન્ય નામ રાખ્યું છે. આનું કારણ એ છે કે તે ભાષા તે સમયે તેવા જ રૂપમાં કંઈક થોડા ભેદ સાથે ભારતના ઘણાખરા પ્રદેશોમાં બોલાતી હતી. આથી આચાર્ય હેમચન્દ્ર તેને ખાસ કોઈ પ્રદેશની ભાષા ન માનતાં સામાન્ય અપભ્રંશ ભાષા માની. આ ‘અપભ્રંશ' એટલે વિકૃત સ્વરૂપ સ્વરૂપ કઈ ભાષાનું સમજવું ? આ પ્રશ્નનો ઉત્તર આપણને કેવલ જૈન સાહિત્યથી મળશે, અન્યથી નહીં. આટલા માટે જે પ્રાકૃત ગ્રંથો હેમચન્દ્રાચાર્યની પહેલાં ક્રમથી ત્રણચાર શતાબ્દીઓથી લખાયેલા છે તે જોવા ઘટે. જોકે સર્વનું અવલોકન અત્યાર સુધી ઠીકઠીક પ્રમાણમાં કરવામાં આવ્યું નથી તોપણ જેટલું કરવામાં આવ્યું છે તે પરથી નિઃસંકોચ કહી શકાય તેમ છે કે તે અપભ્રંશ, શૌરસેની અને મહારાષ્ટ્ર પ્રાકૃતનું રૂપ હતું. દશમી સદીનાં પહેલાંના જેટલા જૈન પ્રાકૃત ગ્રંથ છે તેમાં આ બંને ભાષાઓની પ્રધાનતા છે. દશમી સદીના પછીના જે ગ્રંથ છે તેમાં તે ભાષાઓ કમેક્રમે લુપ્ત થતી જાય છે અને અપભ્રંશનો ઉદય દષ્ટિગોચર થાય છે. મહાકવિ ધનપાલ, મહેશ્વરસૂરિ અને જિનેશ્વરસૂરિ આદિના ગ્રંથોમાં અપભ્રંશના આદિ આકાર, તથા રત્નપ્રભાચાર્યની ઉપદેશમાલા'ની “દોઘટ્ટીવૃત્તિ અને હેમચન્દ્રસૂરિના ગ્રંથોમાં શુદ્ધ શૌરસેની અને મહારાષ્ટ્ર પ્રાકૃત છે અને તે પછી તેનું વિકૃત રૂપ છે. કાલની ગતિની સાથે ભાષાઓના પરિવર્તન - તેના સ્વરૂપના ભ્રંશને જ હેમચન્દ્રસૂરિએ અપભ્રંશ નામ આપ્યું અને શૌરસેની તથા પ્રાકૃત પછી પોતાના વ્યાકરણમાં અપભ્રંશનું વ્યાકરણ પણ લિપિબદ્ધ કરી દીધું. ('સિદ્ધહૈમ-શબ્દાનુશાસન' નામના મહાન વ્યાકરણમાં પહેલા સાત અધ્યાયોમાં સંસ્કૃતનું સવગપૂર્ણ વ્યાકરણ આપી આઠમા અધ્યાયમાં પ્રાકૃત વગેરે વ્યાવહારિક ભાષાઓનું વ્યાકરણ આપેલ છે તેમાં ચતુર્થ પાદરા ૩૨૯માં સૂત્રથી અંતિમ સૂત્ર ૪૪૮ સુધીનાં ૧૨૦ સૂત્રોમાં આ અપભ્રંશનું વ્યાકરણ છે.) ૧૯૪. હેમાચાર્યના “કાવ્યાનુશાસનમાં મહાકાવ્યની વ્યાખ્યા આપતાં અપભ્રંશના બે ભેદ પાડેલા છે. “તત્ર પ્રાયઃ સંસ્કૃતપ્રાકૃતાપભ્રંશગ્રામ્યભાષાનિબદ્ધ મહાકાવ્યમ્' અને તે ભાષાઓના દાખલા આપતાં કહે છે કે “અપભ્રંશ ભાષાનિબદ્ધસચિબન્ધમ્ અબ્ધિમન્થનાદિ ગ્રામ્યાપભ્રંશ ભાષાનિબદ્ધાવસ્કન્ધનકબન્ધમ્ ભીમકાવ્યાદિ.” અપભ્રંશ ભાષામાંનું મહાકાવ્ય સન્ધિના બંધવાળું હોય છે, દાખલા તરીકે “અબ્ધિમન્થન' વગેરે અને ગ્રામ્ય અપભ્રંશ ભાષામાંનું મહાકાવ્ય અવસ્કન્ધકના બન્ધવાળું હોય છે, દાખલા Page #110 -------------------------------------------------------------------------- ________________ ‘કુમારપાલચરિત’નાં અપભ્રંશ પદ્યો તરીકે ‘ભીમકાવ્ય’ વગેરે. આ પરથી અપભ્રંશ અને ગ્રામ્યાપભ્રંશ એ ભાષાના ભેદ પડેલા છે એટલું જ નહીં પરંતુ તેમાં લખાયેલાં કાવ્યો પણ હતાં. એ બેની સાથે આપણી જૂની ગુજરાતીનો સંબંધ છે. : ૧૯૫. સન્ધિ એટલે કડવકો(કડવાં)નો સમૂહ એમ હેમાચાર્ય પોતાના ‘છંદોનુશાસન’ના છઠ્ઠા અધ્યાયમાં કહે છે ઃ ‘સન્ધ્યાદૌ કડવકાન્તે ચ ધ્રુવં સ્યાદિતિ ધ્રુવા ધ્રુવક ઘત્તા વા કડવકસમૂહાત્મકઃ સન્ધિઃ તસ્યાદી ચતુર્ભિઃ પદ્ધડિકાયૈચ્છન્દોભિઃ કડવકમ્”. એટલે કડવાનો સમૂહ તે સન્ધિ. અને તેની આદિમાં ચાર પદ્ધડિકા આદિ છંદોવાળું કડવું જોઈએ. કડવાની અંતે ધ્રુવ – નિશ્ચિતપણે જે હોય તે ધ્રુવા, ધ્રુવક કે ઘત્તા એ નામનો છંદ આવે..... સાહિત્યદર્પણમાં અપભ્રંશ ભાષાના કાવ્યોના સર્ગને ‘કડવક’ એ નામ આપેલું છે ઃ અપભ્રંશનિબન્ધેસ્મિન્ સર્ગઃ કડવકાભિધાઃ । તથાપભ્રંશયોગ્યાનિ છંદાસિ વિવિધાન્યપિ । યથા કર્ણપરાક્રમઃ || ૧૯૬. હેમચન્દ્રના દેહાન્ત પછી થોડાં જ વર્ષોમાં ભારતમાં રાજ્યક્રાંતિ થઈ અને રાષ્ટ્રીય પરિસ્થિતિમાં ઘોર પરિવર્તન થવા માંડયું. પરસ્પર ઈર્ષ્યાગ્નિ સળગવા લાગ્યો અને વિદેશી વિજેતા તેનો લાભ લેવા લાગ્યા. દેશોનો પારસ્પરિક સ્નેહસંબંધ તૂટ્યો અને એક રાજ્યમાં રહેનારા બીજા રાજ્યમાં વસનારાને શત્રુ માનવા લાગ્યા. આ કારણે ગુજરાત, રજપૂતાના, અવન્તી – માલવા અને મધ્યપ્રાંતના નિવાસીઓનો આથી પહેલાં જે વ્યાવહારિક સંબંધ વિસ્તૃત હતો તેમાં સંકુચિતતા આવી. આ સંકુચિતતા એ આ પ્રદેશોની જે વ્યાપક ભાષા અપભ્રંશ હતી તેના ભાવી વિકાસને પ્રાન્તીય ભાષાઓના ભિન્નભિન્ન ભેદોમાં વિભક્ત કરી નાખ્યો. ત્યાંથી ગુજરાતી, રાજપૂતાની, માલવી અને હિન્દી ભાષાઓના ગર્ભનો સૂત્રપાત થયો અને ધીરેધીરે પંદરમી સદી સુધી પહોંચી આ ભાષાઓએ પોતાનું સ્વરૂપ સ્પષ્ટપણે પ્રકટ કરી દીધું. [આ પ્રકરણ પરત્વે વિશેષ માટે જુઓ ‘દેશી શબ્દસંગ્રહ', પં. બેચરદાસ દોશી, પ્રકા. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ, અમદાવાદ.] પ્રકરણ ૫ : ‘કુમારપાલચરિત’નાં અપભ્રંશ પદ્યો ૧૯૭. ‘કુમારપાલચરિતમાં જે પોતે અપભ્રંશનાં કાવ્યસૂત્ર સમજાવવા રચ્યાં તે અત્ર મૂક્યાં છે : (૧) ગિરિન્હેં વિ આણિઉ પાણિઉ પિજ્જઈ, તહેવિ નિડિઉ ફલૂ ભક્બિજ્જઈ, ગિરિહું વ તરહું વ પડિઅઉ અચ્છઇ, વિસયહિં તહવિ વિરાઉ ન ગચ્છઇ. ૯૫ ૧૯ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૬ હિન્દીસમ : ગિરિદું ભી આવ્યો પાની પીજૈ તરુડું ભી નિપત્યો લ ભક્ખીજૈ ગિરિહું ભી તરહું ભિ પડિયો આછે વિષયહં તદપિ વિરાગ ન ગચ્છે. ગુજ. : ગિરિથી આણેલું પાણી પણ પીએ, તરુનું પડેલું ફલ પણ ખાઈએ. ગિરિથી અને તરુ પરથી પડીએ છીએ, તથાપિ વિષય પર વિરાગ જતો નથી. (૨) જો જહાં હોંતઉ સો તહાં હોતઉ, સત્તુ વિ મિત્તે વિકિહે વિહુ આવહુ. જહિં વિષ્ણુ તહિં વિહુ મર્ગો લીણા, એક્કએં દિકિહિ દરેવિ જોઅહુ. હિન્દીસમ : જો જહું હોતો સો તહં હોતો, શત્રુ ભી મીત ભી કોઇહિ આવો, જહાં ભી તહં ભી મારગ લીના, એકહિં દીિિહં દોહિં જોહો. (૩) અમ્હે નિન્દ્હુ કોવિ જણુ, અમ્હઈ વર્ણીઉ કોવિ, અમ્હે નિર્દેહું કંવિ નિવ, ન હઈ વણહું કંવિ. હિન્દીસમ ઃ હમેં નિન્દો કોઈ જન, હમેં વરનો કોઈ, : જૈન ગૂર્જર કવિઓ : ૧૦ હમ નિર્દે કોઈ (કો) ભી નહીં, ન હમ વરનીે કોઈ. ગુજ.સમ ઃ અમને નિંદો કોઈ જન, અમને વખાણો કોઈ, અમે નિન્દીએ કોઈને પણ નહીં, ન અમે વખાણીએ કોઈ. (૪) રે મણ કસિક આલડી, વિસયા અચ્છહુ દૂર, કરણઈ અચ્છહ રુન્ધિઅઈ, કઢઉં સિવવુ ભૂરિ. ૪૧ • રે મન ! (તું) કરે છે ક્યમ આલડી, હે વિષયો ! થાઓ – રહો • દૂર, હે કરણો (ઇન્દ્રિયો) ! રહો રુન્ધિત - રૂંધાયેલી, (હું) કાઢું શિવફલ (મોક્ષ) ઘણું. . આલડી – આળ, અનર્થ, ખોટું, સરખાવો ઃ ‘મ ઝંખહિ આલુ’, આગળ હેમચંદ્રીય અપભ્રંશ ઉદાહરણ ક્ર.૬૩. 39 (૫) સંજમલીણહોં મોક્ખસુહુ, નિચ્છ† હોસઇ તાસુ, પિય બલિ કીસુ ભણત્તિઅઉ, ણાઈ પુહુહિં જાસુ. ૪૩ હે પ્રિય ! હું બલિહારી વારી જાઉં છું' એમ કહેતી સ્ત્રીઓ જેમના પર પ્રભુત્વ મેળવી શકતી નથી તે સંયમલીનોને માટે મોક્ષસુખ નિશ્ચયપૂર્વક હશે. * • (૬) કઉ વઢ મિઅઇ ભવગણિ મુક્ખ કહન્તિહુ હોઇ, એહુ જાણેવઉં જઇ મસ તો જિણ આગમ જોઇ. ૬૧ • શું, બઢ (મૂર્ખ) ! ભમે છે ભવગહનમાં ? મોક્ષ ક્યાંથી હોય, Page #112 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો 9 એ જાણવાનું જો મનમાં હોય, તો જિનાગમ જો. • (૭) નિયમ-વિહૂણા રરિરિવિ ખાહિં જિ કસરર્કેહિં, હુહુરુ પડન્તિ તે પાવદ્રહિ ભમડહિં ભવલખેહિં. ૬૮ • રાતમાં પણ જે કરકસર કરતો ખાય તે પાપદ્રહમાં હહર કરતો પડે છે, અને ભવલક્ષોમાં – લાખો જન્મમાં ભમે છે. • (૮) સગહોં કેહિ કરિ જીવદય, દમુ કરિ મોખ્ખો રેસિ, કહિ કસુ રેસિ તુહું અવર, કમ્મારમ્ભ કરેસિ. • સ્વર્ગને માટે જીવદયા કર, મોક્ષને માટે દમ (સંયમ) કર. કહે કેના માટે તું બીજા કર્યારંભ કરે છે ? • (૯) કાયકુડુલી નિરુ અથિર, જીવિયડી ચલુ એહુ, એ જાણિવિ ભવદોસડા, અસુહઉ ભાવું ચએહુ, ૭૨ • કાયાની કુડલી ઝૂિંપડી] નક્કી અસ્થિર છે, જીવિત ચલ – ચંચલ છે, એ જાણી ભવ – સંસારના દોષો, અશુભ ભાવ તજો. • (૧૦) તે ધન્ના કન્નુલ્લડા, હિઅઉલ્લા તિ કયત્વ, જો ખણિ ખણિ વિ નવુલ્લડ, ઘૂંટહિ ધરહિં સુઅત્ય.૭૩ તે કાન ધન્ય છે, તે હૃદય કૃતાર્થ છે જે (કાન) ક્ષણેક્ષણે નવા સુઅર્થો (વા કૃતાર્થો)ને ઘૂંટે છે અને (જે હૃદય) એને ધરે છે – ધારે છે. (૧૧) પઈઠી કત્રિ જિણાગમહીં વત્તડિઆલિ હુ જાસુ, અમ્હારઉં તુમ્હારઉં વિ એહુ મમતુ ન તાસુ. હિન્દીસમ ? પૈઠી કાન જિનાગમ(કી), બાતડી ભી જાસુ, હમારો તુમ્હારો યહ મમત્વ ન તાસુ. ગુ. છાયા : પેઠી કાન જિનાગમની વાતડી પણ જાસ, અમારું તમારું પણ એહ મમત્વ ન તાસ. આ ઉદાહરણોમાં વ્યાખ્યાન યા વ્યાકરણનો વિસ્તાર કરવામાં આવ્યો નથી. પ્રકરણ ૬ : હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો દિશાઈએ બધાં જ અપભ્રંશ પદ્ય ઉદાહરણો અનુવાદ અને ટિપ્પણ સાથે આપેલાં. હવે ડૉ. હરિવલ્લભ ભાયાણીના “સિદ્ધહેમગત અપભ્રંશ વ્યાકરણમાં એ વધુ અધિકૃત રીતે પ્રાપ્ય છે. તેથી દેશાઈએ કરેલા કામનો અંદાજ આવે અને અપભ્રંશ સાહિત્યની સમૃદ્ધિની ઝાંખી થાય એ હેતુથી, જે પરત્વે દેશાઈની સાચવવા જેવી નોંધો છે તે ઉદાહરણો જ અહીં રાખ્યાં છે, બાકીનાં છોડી દીધાં છે. ક્રમાંક જૂના જ રાખ્યા છે, તેથી કયાં ઉદાહરણો છોડી દીધાં છે એ ધ્યાનમાં રહેશે. રાખેલાં ઉદાહરણોમાં પણ ડૉ. ભાયાણીના કામનો લાભ લઈ આવશ્યક પાઠશુદ્ધિ અને અર્થશુદ્ધિ કરી લીધી છે.] . Page #113 -------------------------------------------------------------------------- ________________ ८८ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ ૧૯૮. હેમચન્દ્ર પોતાના અગાઉના સમયના જે દોહા આદિ ઉદ્ધત કરેલા છે તે અત્ર મૂક્યા છે તેમાં જ્યાં આની સરખા જેવાં દોહા અને પદ આવ્યાં છે ત્યાં લક્ષ રાખવું ઘટે. પોતાના વ્યાકરણમાં સૂત્રોને પહેલાં પ્રાચીન ઉદાહરણોથી સમજાવી હેમચન્દ્ર નવાં ઉદાહરણોના સંગ્રહશ્લોક બનાવ્યા છે કે જેમાં તે જ યા તેને મળતાં ઉદાહરણ વિષયની અનુસાર યથાસ્થાન સંગૃહીત કર્યા છે. (૧) ઢોલા સામલા ધણ ચંપા-વણી, ણાઈ સુવણરેહ કસવટ્ટઈ દિણી. • ઢોલો (નાયક) તો શામળો છે, ધણ (પ્રિયા – નાયિકા) ચંપકવર્તી છે, જાણે કે સુવર્ણની રેખા કસોટીના પથ્થર પર લગાવી હોય તેમ. • ઢોલા – સં. દુર્લભ, નાયક. મારવાડી ગીતોમાં ‘ઢોલા’ બહુ પ્રેમનો શબ્દ છે જેમકે “ગોરી છાઈ છે રૂપ ઢોલા ધીરા ધીરાં આવ” “નિશદિન જોઉં તારી વાટડી મમ ઘર આવોને ઢોલા’ - આનંદઘન; ધણ – ગૃહની સ્વામિની. વીકાનેર તરફ હજુ પણ સ્ત્રીને “ધણ” કહેવામાં આવે છે. “થાને આય પુજાસ્યા ગણગોર સુંદર ધણ ! જાવા ઘોજી' – મારવાડી ગીત. શાઈ – હિં. ના, ગુ. જાણે, સં.“જ્ઞા' ધાતુ પરથી “ઈતિ શાયતે' (એમ જાણવામાં આવે છે), અથવા સ.ઇવ'ના અર્થમાં. રેહ – રેખ. આ ભાવનો એક દોહો કુમારપાલ-પ્રતિબોધ'માંથી આપવામાં આવશે. દોધક-વૃત્તિના કર્તાએ નકામું વ્યંગ્યને ખોલીને આ ચિત્રનો આનંદ બગાડી નાખ્યો છે કે ‘વિપરીતરતાવેતતદુપમાન સંભાવ્યતે.' (૨) ઢોલા મઈ તુહું વારિયા, મા કરુ દીહા માણુ, નિદ્રએ ગમિહી રત્તડી, દડવડ હોઇ વિહાણું. • ઢોલા ! મેં તને વાર્યો હતો કે દીર્ઘ માન – અભિમાન મા કર. નીંદથી જશે રાત અને ઝટપટ થશે વહાણું – સવાર. • નાયિકા નાયકને મનાવે છે. આ દોહો વરરુચિના “પ્રાકૃતપ્રકાશની પ્રતિમાં પહોંચી ગયો છે જે પરથી પ્રાકૃત વ્યાકરણકાર વરરુચિ તથા વાર્તિકકાર કાત્યાયન એ બંનેને એક સમજીને એક વિદ્વાનું ભ્રમથી આ કવિતાને ઘણી જૂની માની લે છે. જૂની પોથીઓથી જેમને કામ પડ્યું છે તેઓ જાણે છે કે શીખતી વખતે ઉદાહરણ, ટિપ્પણી આદિ પાનાની બાજુ પર લખી લેવામાં આવે છે અને તેવી પોથીમાંથી પ્રત ઉતારનારા તેને મૂળમાં ઘુસાડી દે છે. તે વિદ્વાને એ નહીં જોયું કે આ દોહો તથા તેનું સૂત્ર એક જ પ્રતિમાં છે. તેમણે છાપેલ પુસ્તકને આદિથી અંત સુધી જે પ્રમાણે હતી તે સર્વ કૃતિ વરરચિની માની લીધી. વ્યાકરણના ગ્રંથને વિચારતાં એમ જણાય છે કે તે ઉદાહરણ, ટિપ્પણીઓથી એમ જ વધતા જાય છે. આ વિષય પર વધારે કહેવું વ્યર્થ છે. સંસ્કૃત વ્યાકરણના વાર્તિકકાર વરરુચિ – કાત્યાયન, પાલી વ્યાકરણના “કચ્ચાઅન” અને પ્રાકૃતપ્રકાશના કર્તા વરરુચિ એ ત્રણે એક કદાપિ પણ નથી. Page #114 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો ૯૯ (૩) બિટ્ટિએ, મઈ ભણિએ તુછું, મા કરુ વંકી દિદ્ધિ, પુત્તિ, સકણી ભદ્ધિ જિવું, મારઈ હિઅઈ પઇઠિ. ૩ • હે બેટી ! મારાથી તને કહેવામાં આવ્યું કે વાંકી દષ્ટિ મા કર હે પુત્રી ! કાનવાળા ભાલાની જેમ [આંકડાવાળી બરછીની જેમ] (તારી દષ્ટિ) હૈયામાં પેઠી તો મારે જ. • વૃદ્ધ કુટણી નાયિકાને સમજાવે છે. (૪) એઈ તિ ઘોડા એહ થલિ, એઈ તિ નિસિઓ ખગ્ગ; એત્યુ મુણીસિમ જાણિઅઈ, જો નવિ વાલઈ વિષ્ણ. • એ જ તે ઘોડા, એ જ સ્થલ (છે), એ જ તે “નિશિત’ – અણીદાર ખડ્રગ છે. એમાં મનુષ્યત્વ =પૌરુષ] જાણીએ કે જે (ઘોડાની) વાઘ ન વાળે – ઘોડો પાછો ના ફેરાવે. • એ જ ઘોડો હોય, એ રણસ્થલ હોય, અને એ ધારદાર તલવાર હોય કે જ્યાં જો ઘોડાની વાઘ – વાગ વાળીને ભાગી ન જાય અને સામો જ ચાલ્યો જાય તો ત્યાં મનુષ્યત્વ – મરદાનગી જણાય. મુણીસિમ - સંસ્કૃતમાં કેટલેક સ્થળે ઈમ' લાગી પુંલિંગ ભાવવાચક બને છે, પ્રાકૃતમાં તો સર્વ સ્થળે એમ થાય છે. રાજપૂતાનામાં આ દોહો પ્રચલિત છે અને ઠાકુર ભૂરસિંહજી શેખાવતના વિવિધ સંગ્રહમાં તેનો ઉતારો કર્યો છે. (૫) દહમુહુ ભુવણ-ભયંકર તોસિઅ-સંકર સિગ્ગઉ રહેવરિ ચડિઅઉ, ચઉમુહુ ઍમુહુ ઝાઈવિ એક્કહિં, લાઇવિ ણાવઈ દઈનેં ઘડિઅલ. • ભુવનને ભય ઉપજાવનાર, શંકરને તુષ્ટ કરનાર દશમુખ (રાવણ) રથવર પર ચડેલો, નીકળ્યો. જાણે ચતુર્મુખ (બ્રહ્મા) અને ષમુખ(કાર્તિકેય)નું ધ્યાન ધરી તેમને એકમાં લાવી દેવે તેને ઘડેલો હોય ! • બ્રહ્માનાં ચાર અને કાર્તિકેયનાં છ મુખ મળી દશ મુખ થયાં. આ કોઈ જૂની રામાયણમાંથી છે. *ણાવઈ – માનો, જાણે કે, (સં.જ્ઞાયત). સરખાવો હિં. ‘ના’, ‘નાઉ', મારવાડી - ‘ચૂં, ઉપમામાં ‘નાવઈ', ‘ના’ ઉàક્ષામાં અને વૈદિક ‘ન' ઉપમાવાચક. (૭) અંગહિં અંગ ન મિલિઅલ, હલિ આહરે અહર ન પત્ત, પિઅ જોઅન્તિ મુહ-કમલ એમ્નઈ સુરઉ સમg. ૭ • અંગેઅંગ ન મળ્યું, હે સખિ ! અધર – હોઠને હોઠ પ્રાપ્ત ન થયો – મળ્યો નહીં. પ્રિયના મુખકમલને જોતી જોતી (રહીને) એમ જ સુરત સમાપ્ત થયો. • આ અર્થ ‘દોધક-વૃત્તિકારે લીધો છે કિંતુ આ વિશુદ્ધ (પ્લેટોનિક) પ્રેમચિત્રને એમ કહી બીભત્સ કર્યું છે કે “અતિરસાતિરેકાતુ સંભોગાતુ પૂર્વમેવ દ્રાવ ઇતિ ભાવઃ. આ વગર કયો અર્થ ઊઠતો નહોતો ? -90. Education International Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ (૮) જે મહુ દિણા દિઅહડા, દઈએ પવસન્તણ, - તાણ ગણન્તિએ અંગુલિઉં, જર્જરિઆઉ નહેણ. • પ્રવાસ કરવા જતાં જતાં દયિતે મને જે [અવધિના દિવસો આપ્યા હતા તે ગણતી (ગણતી) (મારી) આંગળીઓ નખથી જર્જરિત થઈ ગઈ. • ગિણતાં ગિણતાં ઘસ ગઈ, આંગલિયાં રી રેખ” – મારવાડી દોહા. આ દોહો નાટકમાં પણ બંસીવાલા આયો હમારે દેશ !' એ ગીતમાં વપરાયો છે. [નિર્દિષ્ટ ગીત પંક્તિ મીરાંનાં છે.] (૧૩) જો ગુણ ગોવઈ અપૂણા, પયડા કરઈ પરમ્સ, તસુ હઉં કલિજુગિ દુલહહો, બલિ કિજ્જઉં સુઅણસ્તુ, • જે પોતાના ગુણ ગોપવે છે – ગુપ્ત રાખે છે, પરના – બીજાના ગુણોને પ્રકટ કરે છે તે કલિયુગમાં દુર્લભ સજ્જનને હું બલિ કરું છું. • બલિ કિજ્જઉં – બલિહારી જાઉં, વારી જાઉં, બલૈયા લઉં, સરખાવો પ્રકરણ ૫, ક્ર.પમાં બલિ કસુ, ‘દોધકવૃત્તિકાર તેનો અર્થ પૂજા કરું એમ જણાવે છે. (૧૫) દઈવુ ઘડાવઇ વણિ તણું, સઉણિહું પક્ક-ફલાઈ, સો વરિ સુખુ પઈટૂઠ ણવિ, કણહહિં ખલવણાઈ. • દેવ વનમાં તરુઓનાં પક્વ ફલો શકુનિ – પક્ષીઓને માટે નિર્મિત કરે છે. તે વિનવાસનું ફળભક્ષણનું સુખ ખરું. પણ કર્ણમાં ખલવચનો તે (સુખ) નથી. આમાં ભર્તુહરિના એક પ્રસિદ્ધ શ્લોકનો ભાવ છે. (૧૬) ધવલું વિસૂરઈ સામિઅહો ગરુઆ ભર પિમ્બવિ. હઉં કિં ન જુત્તઉ દુહું દિતિહિં, ખંડઈ દોણિ કરેવિ. • ધવલ – ધોરિયો – બળદ સ્વામીનો ગુરુ – ભારે ભાર જોઈને વિછરે છે – વિષાદ કરે છે – ખેદ કરે છે કે હું મારા બે ખંડ કરીને બંને - દિશાએ – બાજુએ જુતાણો કેમ નહીં. • ધવલ'નો અર્થ શ્વેત છે, પરંતુ રૂઢિથી તેનો ધોરી – ધોરિયો – બળદ યા ધુરિ - ધોંસરી ખેંચનારો પ્રબલ, ગાડીનો બેલ એ અર્થ થયેલ છે. હેમચન્દ્રની ‘દેશીનામમાલામાં “ધવલનો અર્થ “જે જાતિમાં ઉત્તમ છે તે ધવલ છે’ એમ કર્યો છે. ધવલોની દઢતા અને સ્વામીભક્તિ પર કેટલાંયે મુક્તકકાવ્ય સંસ્કૃત તથા પ્રાકૃત સુભાષિતોમાં મળે છે. દોણિ – બે, મરાઠી “દોન.' (૧૮) તરુહું વિ વક્કલ ફલુ મુણિ વિ પરિહણ અસણ લહન્તિ, સામિહું એત્તિઉ અગલઉં આય૨ ભિચ્ચ ગૃહન્તિ. • મુનિઓ પણ તરુમાંથી વલ્કલ, ફલ, પરિધાન, અશન (ભોજન) લહે છે – મેળવે છે, પરંતુ) સ્વામી પાસેથી નોકરો આદર મેળવે છે તે Page #116 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો ૧૦૧ એનાથી અધિક. • તાત્પર્ય કે ખાવું-પહેરવું તો જંગલમાં વૃક્ષોમાંથી પણ મળી આવે છે. સ્વામી પાસેથી આદર જ અધિક મળે છે. અગ્નલઉં – સં. અગ્રલ, આગલું. રાજસ્થાનીમાં પાંચ ઉપર સત્તરને “પાંચ આગલા સિત્તર' કહે છે. (૨૯) તુચ્છ-મઝહે તુચ્છ-જમ્પિરહે તુચ્છચ્છ-રોમાવલિહે, તુચ્છ-રાય, તુચ્છયર-હાસહે, પિયવયણુ અલહન્તિહે, તુચ્છ-કાય-વસ્મહ-નિવાસખે, અન્ન જુ તુચ્છઉં તહે ધણહે, તે અખણવું ન જઈ, કટાર થર્ણતરુ મુદ્ધડહે જૈ મણુ વિચ્ચિ ણ માઈ. • હે તુચ્છરાગ (શિથિલ પ્રેમવાળા) ! જેનો મધ્યભાગ કિટિ] તુચ્છ [પાતળી] છે, જેનું જલ્પન – ભાષણ તુચ્છ [થોડું. ધીમું છે, જેની રોમાવલિ તુચ્છ [નાજુક અને અચ્છ - અચ્છી – સારી છે, પ્રિય – વલ્લભનાં વચનથી વંચિત એવી જેનું હાસ્ય વધુ તુચ્છ આછું, દુર્બળ] છે, જેના તુચ્છ ફિશ કાય – શરીરમાં મન્મથનો નિવાસ છે, એવી ધણ – સ્ત્રીનું જે અન્ય તુચ્છ છે તે કહ્યું જાય તેમ નથી. આશ્ચર્ય તો એ છે કે તે મુગ્ધાનું સ્તનાંતર (એટલું તુચ્છ છે) કે જેની વચ્ચે મન માય – સમાય તેમ નથી. • દૂતી નાયકને કહી રહી છે. સ્તનો ઘણા જાડા છે ને અંતર અતિ તુચ્છ છે એમ કહેવાનો હેતુ છે. કારિ – આશ્ચર્યવાચક. ‘દોધકવૃત્તિકારે આને યુગ્મ નોંધ્યો છે, પરંતુ આ એક આખો રડ્ડા છંદ છે. આવા છંદ સોમપ્રભસૂરિની રચનામાં મળી આવે છે કે જે હવે પછી મૂકવામાં આવશે. (૩૦) ફોડેન્તિ જે હિયડઉં અપ્પણઉં, તાહં પરાઈ કવણ ઘણ, રજ્જેજ્જહુ લોઅહો અપૂણા, બાલહે જાયા વિસમ થણ. • જે પોતાનું હિયડું – હૈયું ફોડે છે, તેને પારકાની દયા શું હોઈ શકે ?) હે લોકો, પોતાનું રક્ષણ કરો, (કારણકે) બાલાના સ્તનો વિષમ થયા છે. • થણ – થાન, થાનોલું, સ્તન. ‘થાન' હજુ પશુઓનાં આંચળ માટે વપરાય છે. (૩૧) ભલ્લા હુઆ જુ મારિઆ બહિણિ મહારા કન્તુ, લજ્જેજ્જ તુ વયંસિઅહુ જઇ ભગ્ગા ઘરુ એન્તુ. • હે બહેન ! ભલું થયું કે મારો કંથ મરાયો. જો ભાગીને નાઠેલો - હારેલો ઘેર આવત તો વયસ્યમાં – બહેનપણીઓથી યા તેમાં હું લજ્જા પામત. • ભગ્ગા - ભગ્ન, હારેલો. વયંસિઅહુ - સરખી ઉંમરવાળી વયસ્યાઓમાં, સં. ‘વયસુ' એટલે ઉંમર પરથી. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ (૩૨) વાયસુ ઉડ્ડાવત્તિઅએ, પિઉ ટ્ઠિઉ સહસ-ત્તિ, અહ્વા વલયા મહિહિ ગય, અા ફુટ્ટ તડ-ત્તિ. • વાયસ એટલે કાગડો ઉડાવતી (એક સ્ત્રીએ) સહસા – એકાએક પિયુ દીઠો; તેથી તેના બલોયાનો અર્ધો ભાગ મહી પર પડ્યો ને અર્ધો તડ દેતો તડ અવાજ કરી ફૂટ્યો. • પ્રસિદ્ધ દોહો છે. [એમાં વિરહની કૃશતા તથા પ્રતિદર્શનના હર્ષાવેશનું સાથેલાનું સૂચન છે. ચારણોને મુખે આ દુહો આવે સ્વરૂપે ટકી રહેલો મળે છે ઃ • કામન કાગ ઉડાવતી પિયુ આયો ઝબકાં, આધી ચૂડી ક૨ લગી, આધી ગઈ તડકાં, • કાગ ઉડાવણ ધણ ખડી, આયો પીવ ભડક્ક, આધી ચૂડી કાગ-ગળ, આધી ભુંય તડક્ક. (૩૬) જહિં કપ્પિજ્જઇ સરિણ સરુ છિજ્જઈ ખગ્નિણ ખગ્ગુ, તહિં તેહઇ ભડ-ઘડ-નિવહિ કન્તુ પયાસઇ મન્ગ્યુ. • = જ્યાં શ૨થી – બાણથી શર બાણ કપાય છે, ખડ્ગથી ખડ્ગ છેદાય છે ત્યાં - તે સંગ્રામમાં તેવા ભડ એટલે ભટ – યોદ્ધાની ઘટા એટલે સેનાના નિવહ એટલે સમૂહમાં (મારો) કંથ માર્ગ પ્રકાશે છે કાઢે છે – કરે છે. • જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ ‘ભડ’ કાઠિયાવાડમાં બહાદુરના અર્થમાં વપરાય છે. ‘તું ભડ હો તો આવી જા', ‘ભડના દીકરા ! ભાળ્યો તને !' (૩૭) એક્કહિં અમ્બિહિં સાવણુ અણહિં ભદ્દવઉ, માહઉ મહિઅલ-સરિ ગંડસ્થલે સરઉ. અંગિહિં ગિન્તુ સુહચ્છી-તલવણિ મસરુ, તહે મુહે મુહ-પકઈ આવાસિઉ સિસિરુ. તે મુગ્ધાની એક આંખમાં શ્રાવણ છે (અને) બીજી (આંખમાં ભાદરવો છે. (શ્રાવણ અને ભાદરવો એ બે માસમાં વરસાદ પડે છે, તેવી રીતે આ બે આંખમાં આંસુ પડે છે તેથી તે બે આંખને તે બે માસ સાથે સરખાવેલ છે). મહીતલ-સાથરા – ભૂતલ-અસ્તર – ભોંય ૫૨ના સાથરામાં માધવ – વસંત છે, (વસંત પલ્લવમય થાય છે તે રીતે સાથરામાં નવાંનવાં પાન બિછાવ્યાં છે), ગંડસ્થલમાં - કપોલમાં (પાંડુતા – પીળાશ પરથી) શરદ, અંગમાં (સુકાવાથી) ગ્રીષ્મ – ઉનાળો, સુખસ્થિતિરૂપી તલના વનમાં માગશર (માગશરમાં તલનાં ખેતરો લણી નાખવામાં આવે છે તેથી ઉજ્જડ થવાથી – સુખનો નાશ થવાથી માગશર) (અને) મુખપંકજમાં શિશિર (કે જે વખતે કમલો સુકાય છે.) આવાસ કરી રહેલ છે. • Page #118 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો ૧૦૩ આ વિરહાવસ્થામાં પડેલી સ્ત્રીનું વર્ણન છે. ડિૉ. ભાયાણી માહઉ” એટલે “માઘક' (માઘ માસ) એવો અર્થ કરે છે અને ભોંય પરની પથારી ઠંડી તેથી માઘ માસ એમ ઘટાવે છે. અન્યત્ર પણ કોઈએ એવો અર્થ લીધો છે. પરંતુ એમ કરતાં વિરહિણીની સ્થિતિમાં છ ઋતુ દર્શાવવામાં આવી છે તેમાંથી એક – વસંત – બાકી રહી જાય છે. “માહઉનો “માધવ એ અર્થ વધારે સ્વાભાવિક છે.] સુહચ્છી – સં.સુખાસિકા – સુખસ્થિતિ. આ પણ યુગ્મ નથી પણ એક આખો છંદ છે. (૩૮) હિયડા ફુષ્ટિ તડ ત્તિ કરિ, કાલખેલેં કાઈ દેખઉં હય-વિહિ કહિં ઇવઇ, પઈ વિણ દુખ-સયાઈ. • હે હૈડા ! તડ કરીને ફૂટ, કાલક્ષેપથી શું ? (પછી) જોઉં કે મૂઓ - અભાગિયો વિધિ તારા વિના, સેંકડો દુઃખો ક્યાં સ્થાપિત કરે છે ? • ઠવઈ – સં.સ્થાપતિ. મરાઠી ઠેવ' ધાતુ, જૈનમાં ‘ઠવણિ' વગેરે સરખાવો. (૪૧) પ્રગણિ ચિઠદિ નાહુ છું, – રણિ કરદિ ન ભંત્રિ. • જે નાથ આંગણે બેસે છે, તે રણમાં (વીરતા) કરે છે (તેમાં) ભ્રાંતિ નથી. • | ડિૉ. ભાયાણી “રણમાં ભ્રમણ કરતો નથી એવો અનુવાદ કરે છે તે અસ્પષ્ટાર્થ છે. ‘મંત્રિ' (બ્રાન્તિ)નો “ભ્રમણ' અર્થ પણ જાણીતો નથી. “રણમાં ભ્રાન્તિ – ભૂલ કરતો નથી' એવો અનુવાદ થઈ શકે.] જે-તેને માટે બધું-ત્ર' આવે છે (હેમચન્દ્ર, ૮-૪-૩૬૦). “ત્રમાં તે “ત(તુ)' છે જ. “૨' લાગ્યો છે જેવી રીતે “ધંત્રિમાં (બીજું રૂપ “ભંતિ મળે છે. દે.૪૫). “૨ લાગવાને માટે આગળ “વ્યાસ'નો વાસ થયો તે જુઓ ક્ર.૯૧. એક મારવાડી દોહા અનુસાર – ભોલો બોલો દીસતો, સદા ગરીબી સૂત, કાકી ! કુંજર કાટતાં, જાવિયો જેડૂત, • ભોળોભોળો દેખાતો હતો, સદા ગરીબીથી સીધોસાદો હતો પરંતુ કાકી ! લડાઈમાં હાથીઓને કાપતી વખતે મારા જેઠનો દીકરો જણાયો કે તેમાં આ જવાહર છે મિોટો વીરપુરુષ છે એની ખબર પડી.] • (૪૮) સાહુ વિ લોઉ તડફડઇ, વડુત્તણહો તeણ, વડ્ડપ્પણુ પરિ પાવિઅઈ, હત્યિ મોકલડેણ. • સર્વે – બધાય લોક વડપણને માટે તરફડે છે. પણ વડપણ મોકળા હાથથી પ્રાપ્ત થાય છે – પમાય છે. • ગુજરાતીમાં કહેવત છે કે જેનો હાથ પહોળો તેનો જગ ગોલો. દાનથી જનમાં મહત્ત્વ પમાય છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ (૪૯) જઈ સુ ન આવઇ, દૂઇ, ઘરુ, કાઈ અહો મુહુ તુજ્જુ, વયણુ જુ ખંડઈ તઉ સહિએ, સો પિઉ હોઇ ન મજ્બુ. • હે દૂતી ! જો તે ઘેર ન આવે, તો તારું અધોમુખ – નીચું મોં શા માટે ? હે સખી ! જે તારું વચન [કે વદન] ખંડે તે મારો પ્રિય નથી થતો. • ‘કુમારપાલ-પરિશિષ્ટ’માં ‘સિંહ એસો’ એવું છપાયેલું છે. અધોમુખ ખંડિત વદનને છુપાવવા માટે છે. વચનનું ખંડન, વયણું – વચન અને વદન બંનેનો શ્લેષ છે. (૫૪) ૫† મુક્કાહં વિ વરત, ફ્ટિંઇ પત્તત્તર્ણ ન પત્તાણું, હોજ્જ, કહ-વિ તા તેહિં પત્તેહિં. તુહ પુણુ છાયા જઈ હે વરત ! ઊંચા પ્રકારના વૃક્ષ ! તારાથી મુકાયેલા તજાયેલા પત્રોનું - પાંદડાનું પત્રત્વ પાંદડાપણું ફીટતું નથી - બગડી જતું નથી, ચાલ્યું જતું નથી. વળી તારી જે છાયા હોય તે કોઈ પણ પ્રકારે તે જ પત્રોથી છે. — આ દૂતીને ઉપાલંભ છે. કહેલું ન માનવાથી છે. — આ અન્યોક્તિ છે. તું જેને તજે છે તેનાથી જ તારી શોભા છે. ફિટઇ ચાલી જાય છે, બગડે છે. સરખાવો દૂધ ફાટવું, ફિટકાર, સ્ત્રીનું ફીટી જવું, ફીટેલ સ્રી. ‘દોધકવૃત્તિ’કાર ‘વિવરતરુ' એક પદ લઈને વિ(પક્ષી)વર(સારા)ના તરુ - સારા પક્ષીના તરુ એવો અર્થ પણ કરે છે અને વરતરુ એમ એક પદ લઈને પણ બીજો ઉપ૨ જણાવેલો અર્થ કરે છે. (૫૫) મહુ હિઅ તઈ, તાએ તુહું સવિ અણ્ણ વિડિજ્જઇ, પિઅ કાઈ કરઉં હઉં, કાઈ તુહું મચ્છુ મચ્છુ ગિલિઈ. (નાયિકા અન્યમાં આસક્ત નાયકને કહે છે કે) મારું હૃદય તારાથી (લેવાયું), તું તેણીથી ગ્રહાયો, તેણી પણ .બીજાથી નચાય છે, હે પિયા ! હું શું કરું ? તું શું (કરે ?) (એ તો) મચ્છ મચ્છને ગળે છે (તેવું છે.) · મોટો મચ્છ નાના મચ્છને ગળે તેવો ‘માત્મ્ય ન્યાય' છે. ભર્તૃહરિના ધિક્ તાં ચ તં ચ મદનં ચ ઇમાં ચ માં ચ'વાળા શ્લોકનો ભાવ છે. પ્રકરણ ૭–૮ : હેમચન્દ્રે અવતરેલાં અપભ્રંશ ઉદાહરણો (અનુસંધાન) (૬૨) મઇ જાણિઉં પિયવિરહિઅહં, ક-વિ ધર હોઇ વિઆલિ, નવર મિઅંકુ વિ તિહ તવઇ, જિહ દિણયરુ ખયગાલિ. • હે પ્રિયા ! મેં જાણ્યું કે પ્રિયથી વિરહીઓને કાંઈક ધર Page #120 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો (અનુસંધાન) ૧૦પ અવલંબન વિકાલે – સંધ્યાકાળે થાય છે. પરંતુ (ઊલટું) મૃગાંક – ચન્દ્ર પણ તેવી રીતે તપે છે જેમ સૂર્ય પ્રલયકાળ (તપે છે તેમ). • જુઓ સોમપ્રભ, કુમારપાલ-પ્રતિબોધ' ક.૧૮ હવે પછી. (૬૩) મહુ કન્તો બે દોસડા, હદ્ધિ, મ ઝંખહિ આલુ, દેન્તહો હઉં પર ઉવૅરિઅ, જુઝન્તો કરવાલુ. • હેલિ ! (હે સખી !) મારા કન્વના બે દોષો (છે), આળ – વૃથા ઝંખ નહીં – બોલ નહીં. (તે કયા બે દોષ ? –) તેના દાન દેતાં હું કેવલ ઊગરી – બચી. અને ઝૂઝતાં – યુદ્ધમાં લડાઈ લડતાં તલવાર બચી. • આમાં એક સ્તુતિ છે ને બીજી નિન્દા એમ બંને સાથેસાથે છે. [વ્યાજસ્તુતિ છે.] (૭૧) ખગ્ન-વિસાહિઉ જહિં લહહું પિઅ, તહિં દેસહિં કહું, રણ-દુભિખું ભગ્નાઈ, વિષ્ણુ જુર્ગે ન વલાહું. • હે પ્રિયા ! જે દેશમાં ખડુંગથી સાબિત થયેલું મળે ત્યાં જઈએ. (અહી) રણ – દુર્ભિક્ષથી ભગ્ન થયેલા છીએ (તેથી) યુદ્ધ વગર પ્રસન્ન થતા નથી – આનંદ આવતો નથી. • જ્યાં તલવાર ચલાવી જીવિકાનો નિર્વાહ થઈ શકે ત્યાં ચાલો, અહીં તો રણ-દુર્ભિક્ષ – યુદ્ધના દુકાળથી (દિલ) તૂટી ગયું યુદ્ધ વિના આનંદ આવતો નથી. વલાહું – ન રતિ પ્રાપ્નમઃ (મજા આવતી નથી) એમ “દોધકવૃત્તિમાં અર્થ કર્યો છે તેને અનુસરી ઉપર અર્થ મૂક્યો છે, પણ તે ઠીક લાગતો નથી. વલાહું એટલે વળું – પાછો આવું. રણ-દુષ્કાળમાં ભાગ્યા છીએ. વિના યુદ્ધ પાછા નહીં આવીએ, (જેમ દુર્ભિા કારણે દેશથી ભાગ્યા તે સુભિક્ષ વગર પાછા આવતો નથી) – આ અર્થ બરાબર છે. [ડૉ. હરિવલ્લભ ભાયાણી આ બીજો અર્થ જ લે છે.] (૭૨) કુંજર, સુમરિ મ સલઇઉં, સરલા સાસ મ મેલિ, કવલ જિ પાવિય વિહિ-વસિણ, તે ચરિ માણું મ મેલિ. • હે કુંજર ! સલકીઓ (એક જાતના બળદો) [>, એ નામનાં વૃક્ષ, જેનાં પાંદડાં હાથીનો પ્રિય આહાર છે]ને સ્મર નહીં, સરલ એટલે દીર્ઘ શ્વાસ મૂક નહીં. વિધિવશે જે કવળ – કોળિયા મળ્યા તે ચર, માન રાખ નહીં. ‘દોધકવૃત્તિ’ પ્રમાણે “મેલિનો અર્થ બંને સ્થળે છોડવું કરવાથી નિરર્થક વાક્ય થાય છે. જે મળે તે ખા, ને માન છોડ નહીં – એ યોગ્ય નથી લાગતું. ત્યાં “મેલિ” એટલે રાખ એ અર્થ યોગ્ય લાગે છે. પ્રિાકૃત “મેલ' “છોડ” અર્થ જ આપે અને ડૉ. ભાયાણી એમ જ કરે છે. પરંતુ દેશાઈએ લીધેલો વાંધો યોગ્ય છે. કાં તો “મેલિનો એમણે કરેલો અર્થ કરવો જોઈએ. ‘માણુ અ મેલિ' એવો કોઈ પાઠ હોવાનું માનીએ તો “અને માન છોડ’ એવો અર્થ થઈ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ શકે.] (૭૬) સત્તા ભોગ જુ પરિહરઈ, તસુ કસ્તૂહો બલિ કસુ, તસુ દઈવેણ વિ મુંડિયઉં, જસુ ખલિહડઉં સીસુ. • વિદ્યમાન હોય છતાં ભોગોને – પાસે હોય છતાં ભોગોને જે પરિહરે – તજે તે કંથને વારી જઈએ. જેનું માથું ટાલિઉં છે તેનું દેવે જ મુંડન કર્યું છે. • એટલે જેની પાસે ભોગો નથી તે તો સ્વયમેવ – દેવાતુ તજે છે. આમાં ‘સહેજે બાવા બ્રહ્મચારી’ યા વૃદ્ધા નારી પતિવ્રતા' એ કહેવત લાગુ પડે છે. હિંદીમાં ‘બિના મિલતી કે બ્રહ્મચારી' એ કહેવત છે. (૮૦) ચૂડલ્લી ચુણી હોઇસઈ, મુદ્ધિ કવોલિ નિહિત્તઉ. સાસાનલ-જાલ-ઝલકિઅઉં, વાહ-સલિલ-સિત્તઉ. હે મુગ્ધ ! કપોલ પર રાખેલો ચૂડલો, શ્વાસરૂપી અગ્નિની ઝાળથી દગ્ધ થઈને, (અને) બાષ્પરૂપી પાણીથી સંસિક્ત થઈને ચૂર્ણ થશે – ચૂરેચૂરા થશે. • જુઓ ‘કુમારપાલ-પ્રતિબોધ', ક્ર.૨૩ હવે પછી. (૮૪) પુર્વે જાએં કવણુ ગુણ, અવગુણુ કવણુ મૂએણ, જા બાપીકી ભૂંહડી, ચમ્પિજ્જઈ અવરેણ. • જન્મેલા પુત્રથી શું ગુણ – ફાયદો ? મરેલાથી શું અવગુણ ? કે જેના બાપની ભોંય બીજાથી ચંપાતી હોય – લેવાતી હોય. • પુત્તે જા – ભાવલક્ષણ. ચમ્પિજ્જઈ – દબાવવામાં આવે. સરખાવો પગચંપી - પગ દબાવવા તે. [આ દુહો રાજસ્થાનમાં નીચેને રૂપે પ્રચલિત છે -- બેટા જાયા કવણ ગુણ, અવગુણ ક્વણ મૂવાં, જો ઊભાં ધર આપણી ગંજીજે અવર.. (૮૫) તે તેત્તિી જલુ સાયરહો, સો તેવડુ વિત્યારુ, તિસહ નિવારણ પલવિ નવિ, પર ઘુઠુંઅઈ અસારુ. • સાગરનું તે જલ તેટલું, તેવડો તે(નો) વિસ્તાર ! તૃષાનું નિવારણ પલ પણ નહીં, છતાં અસાર – નકામો ઘૂઘવે છે – ગર્જના કરે છે. • તિસ – સં. તૃષા, રાજસ્થાની તિસ. ઘુટ્યુબઈ - અવાજ સૂચવતું ક્રિયાપદ, ગર્જ છે. સરખાવો રાજશેખરસૂરિના “ચતુર્વિશતિપ્રબંધ' સાથે – વરિ વિયરો નહિં જલુ પિયઈ, ઘુટુંઘુટુ ચુલુએણ, સાયરિ અત્યિ બહુય જલ, છિ ખાઉં કિં તેણ. • વીરડો સારો કે જેમાં જલ ઘટઘુટુ ચાપથી પી શકીએ. સાગરમાં ઘણુંય જળ ખારું છે તેથી તેને શું કરવો ? • Page #122 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો (અનુસંધાન) ૧૦૭ વિયરો – વીરડો, નાનો કૂવો રાજસ્થાની બેરા. ચુલુએણ — હિં.ચિહ્ન, ગુ.ચાપવું (નામ). (૮૬) જે દિઠઉં સોમન્ગ્રહણ, અસઈહિં હસિક નિસંકુ, પિઅ-માણસ- વિચ્છોહ-ગર, ગિલિ ગિલિ રાહુ મિયંકુ. • ચન્દ્રગ્રહણ દીઠું અસતીઓથી નિઃશંક હસાયું – તેઓ હસી : “હે રાહુ ! મયંક – ચન્દ્ર કે જે પ્રિય મનુષ્યોના વિયોગ કરનાર છે તેને ખા – તેનું ભક્ષણ કર.” • વિચ્છોહગરૂ – વિક્ષોભકર. આમાં ‘ક’નો “ગ” થાય છે, ને પાલી ભાષામાં “કરના” ધાતુનો ફેરફાર “ગરનામાં થયો છે. ‘ક’ તેમાં રહ્યો જ નથી, “ગ” છે. પ્રગટ’ને શુદ્ધ કરી ‘પ્રકટ' લખનારા આ વાત પર લક્ષ આપે. (૮૭) અમ્મીએ સત્યાવસ્થેહિં, સુધે ચિત્તિજ્જઈ માણું, પિએ દિટૂઠે હલ્લાહલેણ, કો ચેઅઈ અપ્પાણ. • હે અમ્બ (માતા) ! સ્વસ્થ અવસ્થાવાળાઓથી સુખે કરી માન – અહંકાર ચિંતવાય છે – તેઓ ચિંતવે છે, પણ પિયુ દેખે સતે હલવલથી - વ્યાકુલતાથી આત્માને કોણ જાણે છે ? – આત્માને ભૂલી જાય છે. શુધ રહેતી નથી. • 'સ્વસ્થ હોઈએ ત્યારે માનગુમાનનું સૂઝે છે, પિયાને દેખતાં એટલી હલચલ મચે છે કે પોતાની શુધ જાતી રહે છે ત્યાં બિચારા માનને કોણ સંભારે ? પિએ દિઠે – ભાવલક્ષણા, ચેઅઈ – જાણે છે. સરખાવો ચૈત્ય, ચિહ્ન. (૮૮) સવધુ કરેમ્પિણ કધિદુ મઈ, તસુ પર સભલઉં જમ્મુ, જાસુ ન ચાઉ ન ચારહડિ, ન ય પપ્પઠઉ ધમ્મુ. • શપથ લઈને (સોગંદપૂર્વક) મારાથી કહેવાયેલું (કે) તેનો જન્મ કેવલ સફલ (છે કે, જેનો ત્યાગ, અને ચારભટી - શૂરવૃત્તિ અને ધર્મ પ્રમુષિત – પ્રભ્રષ્ટ થયેલ નથી. • દોધકવૃત્તિમાંનો બીજો અર્થ ‘જેને અપવ્યય નથી અને ધર્મભ્રષ્ટ નથી થયો એ ઠીક નથી. (૯૦) ઉઅ કણિઆરુ પફુલ્લિઅલ, કંચણકન્તિપયાસુ, ગોરી-વયણ-વિણિજ્જિાઉં, ન સેવઈ વણવાનું. • ઓ - જો કર્ણિકાર વૃક્ષ કાંચનની કાંતિ પ્રકાશિત કરતું ફૂલેલું છે, જાણે કે ગૌરીવદનથી વિશેષે જિતાયેલું તે વનવાસ સેવે છે. • કણિઆર – સં. કર્ણિકાર, પંજાબી પહાડી કયાર, અમલતાશ. તેને ઘણાં પીળાં ફૂલો થાય છે. ને – જાણે કે, ઉમેક્ષા માટે વપરાય છે. વેદનો ઉપમાવાચક ‘ન' વ્યાકરણમાં ન બંધાયો, પણ પ્રવાહથી પ્રાકૃતમાં – ભાષામાં ચાલ્યો આવ્યો. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ (૯૧) વાસુ મહારિસિ એઉ ભણઈ, જઈ સુઈસત્યુ પમાણું, માયહ ચલણ નવન્તાહ, દિવિદિવિ ગંગાસહાણુ. • વ્યાસ મહાષિ એ ભણે છે કે જો કૃતિશાસ્ત્ર પ્રમાણ છે (તો) માતાના ચરણ નમનારાને દિનદિન ગંગાસ્નાન છે. • વાસ - વ્યાસ. આમાં ‘રને માટે સરખાવો શાપનો સાપ – સરાપ. દિવિ દિવિ - વેદમાં ‘દિવે દિવે, જુઓ ઉપર ક્ર.૯૦માં “ન'. (૯૪) બિમ્બાહરિ તણુ રણવણુ, કિહ ઠિક સિરિ-અણન્દ, નિરુવમ-રસુ પિમેં પિઅવિ જણુ, સેસહો દિણી મુદ્દ. • હે શ્રી આણંદ (કવિનું નામ) ! બિંબ (ફલ) જેવા અધર ઉપરનો, રદનનો નાજુક વ્રણ – દાંતે મારેલ નિાજુકો ઘા કેવો રહ્યો (છે) ? જાણે કે પિયુએ નિરુપમ રસ પીને બાકીના (રસ) માટે મુદ્રા આપી - મારી (હોય). • અધર પર દેતક્ષત કેવો છે, જાણે કે અનુપમ રસ પીને પિયુએ બાકી પર પોતાની મહોર લગાવી છે કે કોઈ બીજા ન પીએ.) બિંબાહરિતણું – બિંગાધર ઉપરનો. બિંગાધર પર, તન્વીના' એ અર્થ કરવાની જરૂર નથી. ‘દોધકવૃત્તિમાં તેમ કર્યું છે. તણું એટલે તન્વીના - સ્ત્રીના. ખરી રીતે ‘તણુ, તણા યા તણો' એ સંબંધસૂચક છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય છે. વિસ્તુતઃ “તનુ' (–નાજુક) ‘વણનું વિશેષણ છે. લોકસાહિત્યમાં આણંદકરમાણંદના દુહાઓ મળે છે તેનું પગેરું અહીં સુધી જાય છે.] (૯૫) ભણ સહિ નિહુઅઉં તેવું મઈ, જઈ પિલ દિઠું સદોસુ, . જેવું ન જાણઈ મન્નુ મણું, પખાવડિએ તાસુ. • હે સખી ! જો તેં પિયુને સદોષ દીઠો હોય તો તે એવી નિભૂત - ગુપ્ત રીતે કહે, કે જેથી તેનું પક્ષપાતી મારું મન તે ન જાણે. • આમાં અમરનો ‘નીચેઃ શંસ, હદિ સ્થિતો હિ નનું મેં પ્રાણેશ્વરઃ શ્રોષ્યતિમાં જે ભાવ છે તે ભાવ છે. “તેં બીજાના પાસે સ્થિત મારું મન જેમ ન જાણે', ભત્ત ઇતિ અધ્યાહાર (!!) - આવો ‘દોધકવૃત્તિ'નો અર્થ બરાબર નથી. (૯૬) મઈ ભણિઅઉ બલિરાય તુહું, કેહઉ મગણ એહુ, જેહુ તેહુ ન-વિ હોઈ વઢ, સઈ નારાયણ એહુ. • (કોઈ વાનાવતારની કથામાંથી - શુક્રાચાર્ય કહે છે) હે બલિરાજ, મેં તને કહેલું “એવો કેવો માગણ (મળ્યો) છે ? જેવો તેવો ન હોય. હે મૂર્ખ, એ સ્વયં નારાયણ છે.” • વઢ – મૂર્ખ. સરખાવો વંઢ (હર્ષચરિત'નો). “દોધકવૃત્તિ’ એમ કહે છે કે આ દોહાનો ઉત્તરાર્ધ તે બલિનો ઉત્તર છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો (અનુસંધાન) ૧૦૯ (૯૦) જઈ સો ઘડદિ પ્રયાવદી, કેન્દુ વિ લેખ્રિણ સિકખું, જેલ્થ-વિ તેલ્થ-વિ એલ્યુ જગિ, ભણ તો તહિ સારિખુ. • જો તે પ્રજાપતિ જ્યાં-ત્યાંથી ગમે ત્યાંથી શિક્ષા લઈને પણ આ જગમાં (રૂપ) ઘડે તો કહે તે (નાયિકા)ના સરખું થાય ખરું ?). • ચોથા ચરણનો પાઠ આ હોય એમ સંભવે છે – “ભણ કો તહે સારિકખુ' (કહે, કોણ તેના સરીખું છે ?) ડિૉ. ભાયાણીમાં પણ ‘ભણ તો તહિ સરિષ્ન' એમ જ પાઠ છે. પરંતુ દેશાઈની પાઠસુધારણા તાર્કિક છે.] (૯૯) તિલહં તિલત્તણુ તાઉં પર, જાઉં ન નેહ ગલન્તિ, નેહિ પણટૂઠઈ તે સ્જિ તિલ, તિલ ફિટ્ટવિ ખલ હોત્તિ. • જ્યાં સુધી સ્નેહ – તેલ ગળતું નથી – ચાલી નથી ગયું ત્યાં સુધી જ તલનું તલપણું છે. સ્નેહ – તેલ પ્રણષ્ટ થતાં તે જ તલ, તલ મટીને ખલ – ખોળ થાય છે. • અહીં ‘નેહના બે અર્થ છે : ચીકણાપણું (તેલ), અને પ્રેમ, ખલના બે અર્થ ખોળ અને દુર્જન. નેહ ગયો એટલે ખળ થયો. ‘દોધકવૃત્તિમાં નેહને બહુવચનમાં લઈ ‘ગલન્તિ'ના કર્તા તરીકે લીધેલ છે, અધિક સંભવ એ છે કે તિલ' કર્તા હોય ને “નહ' કર્મ હોય. વિસ્તુતઃ “નેહ' બહુવચનમાં અને ગલન્તિના કર્તા તરીકે છે.] | (100) જામહિં વિસમી કજ્જગઈ, જીવહિં મઝે એઇ, તામહિં અચ્છઉ ઇયર જણુ, સુઅણુ-વિ અન્તર દેઇ. . • જ્યાં સુધી જીવોની મધ્ય વિષમ કાર્યગતિ આવે છે, ત્યાં સુધી ઈિતર જન (એક બાજુ – અલગ) રહો, સ્વજન પણ અન્તર દે છે – પીઠ દેખાડે છે. • અચ્છઉ – હિં. આછો, હો, ‘તેની વાત જવા દો એ અર્થમાં. (૧૦૧) જેવડુ અન્તરુ રાવણ-રામહ, તેવડુ અન્ત પટ્ટણ-ગામાં, • જેવડું અંતર રાવણ રામ વચ્ચે, તેવડું અંતર પાટણ – શહેર અને ગામડા વચ્ચે (સમજવું). • આ કોઈ રાવણના પક્ષપાતીની ઉક્તિ છે, તેથી “દોધકવૃત્તિકારે કર્યું છે તેમ પાટણ-ગામ'ની બદલી “ગામ-પાટણ' એ રીતે કરવાની જરૂર નથી. | ડિૉ. ભાયાણી રામ અને રાવણને સ્થાને નગર અને ગામ એમ જ અન્વય કરે છે. પ્રાસ માટે “રાવણ-રામ' અને પાટણ-ગામ” એવા ક્રમ થયેલ છે એમ કહી શકાય. તેથી રાવણના પક્ષપાતીની ઉક્તિ માનવાનું અનિવાર્ય નથી. જોકે દશમુખ રાવણને નગરને સ્થાને અને રામને ગામને સ્થાને કલ્પેલ હોય એ સાવ અસંભવિત નથી.]. Jair Education International Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ (૧૦૨) તે મુગ્ગડા હરિવઆ, જે પિરિવેટ્ટા તારું, અવરોપ્પ જોઅન્તાહં, સામિઉ ગંજિઉ જાહં. • જેઓના ૫૨સ્પ૨ જોતાં (તેમના) સ્વામીને ગાંજવામાં આવ્યો હોય, તેમને જે મગ પીરસ્યા તે નકામા ગયા. • જૈન ગૂર્જર કવિઓ : ૧૦ અહીં ‘મગ પીરસવા' એ મોટા આદર અને ઉત્સવની વાત છે. જમાઈ આવે છે યા તહેવાર આવે છે ત્યારે મગચોખા બને છે. જે કાયરોના અહીંતહીં જોતાં જોતાં સ્વામીને માર પડે તેને મગ પીરસવા વૃથા છે મગ બરબાદ કરવા જેવું છે. રાજશેખરસૂરિ(સં.૧૪૦૫)ના ‘ચતુર્વિંશતિ-પ્રબંધ'માં આ ગાથા રત્નશ્રાવક પ્રબંધમાં જ્યાં એક રાજકુમાર બીજાની રક્ષા માટે પ્રાણ દેવા તૈયાર થાય છે ત્યાં જણાવવામાં આવી છે. (૧૦૩) બમ્ભ તે વિરલા કે-વિ નર, જે સળંગ છઇલ, જે ટૂંકા તે વંચયર, જે ઉજ્જુઅ તે બઇલ. @ હે બ્રાહ્મણ [બ્રહ્મ], જે કોઈ પણ નો સર્વ અંગે પ્રકારે છેલ દક્ષ હોય છે તે વિરલા હોય છે. જે વાંકા હોય છે તે વંચક ઠગ હોય છે ને જે ઋજુ સરલ હોય છે તે બળદ (જેવા) હોય છે. • - ખંભ બ્રહ્મ, કવિનું નામ. પ્રાકૃત પિંગલસૂત્રનાં કેટલાંક ઉદાહરણો પર કોઈકોઈ ટીકાકારે લખેલ છે કે બંભ(બ્રહ્મ) બંદી યા ભાટના અર્થે વપરાય છે, જેમકે ‘હિરબંભ’ એટલે હિર નામનો બંદી=બ્રહ્મભાટ ? બેંક સં.વક્ર. આમાં જોડાક્ષ૨ની ‘ન’ શ્રુતિ થાય છે. ‘પંચયર’ એટલે વંચકતર એમ માનવાની જરૂર નથી. ‘અર’ યા ‘અયર’ એ કર્તૃવાચક પ્રત્યય છે. ઉજ્જુઅ - ઋજુ. તેમાં ઋની ‘ઉ’ શ્રુતિ થાય છે. [બ્રહ્મ કવિનામ હોવાનું શંકાસ્પદ છે.] (૧૦૬) પ્રાઇવ મુણિહં-વિ ભન્તડી, તેં મણિઅડા ગણન્તિ, અખઈ નિરામઇ ૫૨મપઇ, અજ્જુ-વિ લઉ ન લહન્તિ. પ્રાયઃ મુનિઓને પણ ભ્રાન્તિ થાય છે – તે મણકાઓ – પારાઓ ગણે છે માળા ફેરવે છે. અક્ષય, નિરામય, પરમપદમાં આજ પણ તેઓ લય પામતા નથી. • તેથી શૂન્ય ધ્યાન કરવાથી શું ? સરખાવો કબીરનું ‘મનકા ફેરત જુગ ગયા’ મણકા ફેરવતાં જુગ ચાલ્યો ગયો. મણિઅડા - મણિક મણકા તેમાં ‘ડ’ પ્રત્યય કુત્સાના અર્થમાં. (૧૦૯) વિરહાનલ-જાલ-કરાલિયઉ, પહિઉ કો-વિ બુદ્ધિવિઠિઅઉ, અનુ સિસિકાલિ સીઅલજલહુ, ધૂમ કહન્તિહુ ઉòિઅઉ. · (કોઈ કિવ જલમાં ધૂમ જોઈ બોલ્યો) કોઈ પણ પથિક - મુસાફર વિરહાનલની જ્વાલાથી કાલિત એટલે પીડિત થઈ ડૂબી રહ્યો છે, નહીં તો (અન્યથા) શિશિરકાલે શીતજલમાંથી ધુમાડો ક્યાંથી ઊઠ્યો. · Page #126 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો (અનુસંધાન) પાણીની બાફ જોઈને ઉત્પ્રેક્ષા કરી છે. પહિઉ – મારવાડી ‘પહી’ (પાવણો પહી), પથિક, [ગુ.‘પઈ’] (૧૧૦) મહુ કન્હહો ગુટ્ઠટ્ઠઅહો, કઉ ઝુમ્પડા બલન્તિ, અહ રિઉ-રુહિરેં ઉલ્હવઈ, અહ અપ્પણું, ન ત્તિ. ગોષ્ઠ(ગોઠા)માં બેઠેલા મારા કાન્ત કંથનાં ઝૂંપડાં કેમ બળે ? કાં તો શત્રુના લોહીથી ઓલવે છે, કાં તો પોતાના(રુધિર)થી ઓલવે તેમાં ભ્રાંતિ - શક નથી. • · કંથ ગોષ્ઠ સંભાળતો ગયો છે, પાછળ શત્રુઓએ ઝૂંપડાં બાળી નાખ્યાં. પોતાની જાતથી તો તેને ઉમેદ છે કે મારશે યા મરશે. ગુષ્ઠ – સં.ગોષ્ઠ. સરખાવો ગુસાંઈજીની ‘ગાઇગોઠ’. - (૧૧૧) પિય-સંગમિ કઉ નિદ્દડી, પિઅહો પરોક્ખહો કેમ્ન, મઈ બિત્રિ-વિ વિન્નાસિઆ, નિદ્દ ન એમ્ન ન તેમ્પ. પ્રિયસંગમમાં કેમ નિદ્રા (આવે ?), પ્રિય પરોક્ષ હોતાં – તેના વિરહમાં (પણ) કેમ નિદ્રા (આવે ?). હું તો બંને (બાજુ)થી – સંયોગ કે વિયોગથી વિનાશિત થઈ. આમે ન નિદ્રા આવે, ન તેમ (નિદ્રા આવે). ‘મઈ બિત્રિવિવિન્નાસિઆ’ આનો અર્થ ‘દોધકવૃત્તિ’કાર “મયા દ્ધે અપિ વિનાશિતે' એવો વિચિત્ર કરે છે. • - [‘દોધકવૃત્તિ’ની સંસ્કૃત છાયા યથાર્થ છે અને ડૉ. ભાયાણી પણ એ જ આપે છે. ડૉ. ભાયાણીનો અનુવાદ છે મેં તો (તે) બંને (રીતે) ગુમાવી.'] (૧૧૪) માણિ પણટ્ઠઇ જઇ ન તણુ, તો દેસડા ચઇજ્જ, મા દુજ્જણક૨પલ્લવેહિં, દંસિજ્જન્તુ ભમિજ્જ. • માન પ્રનષ્ટ થતાં જો તનુ – શરીર ન (તજાય) તો દેશ તજવો, પરંતુ દુર્જનના ક૨પલ્લવથી દેખાડાતા એવા તરીકે ભમવું ન જોઈએ. • ૧૧૧ માણિ પણર્ટાઇ ભાવવાચક સપ્તમી. દેસિજ્જન્તુ દેખાડાતા એવા, ‘દોધકવૃત્તિ’ ડંશાતા – ડંખ ખાતા એવો અર્થ કરે છે તે યોગ્ય નથી લાગતો. (૧૧૫) લોણુ વિલિઇ પાણિએણ, અરિ ખલ મેહ મ ગજ્જુ, બાલિઉ ગલઇ સુ ઝુમ્પડા, ગોરી તિમ્મઇ અર્જ્યો. પાણીથી લોણુ (લવણ, લાવણ્ય એ બે અર્થ છે) વિલય પામે છે. અરે ! ખલ મેઘ ! ગરજ નહીં. બળ્યાં ઝૂંપડાં ગળે છે અને ગોરી આજ ભીંજાય છે. . 1 સં.લાવણ્ય, હિં.લૌન, ગુ.લુણ - લવણ (જેમકે ‘સલુણી’ તેમાં ‘લુણ’ એ લાવણ્યના અર્થમાં છે), ફારસી ‘નમક’ સૌંદર્યના અર્થમાં વપરાય છે. ‘અમરુશતક’માં પ્રક્ષિપ્ત શ્લોક છે કે જ્યા૨થી પ્રેમપ્રિયાથી મેં તેના અધરનું પાન કર્યું ત્યારથી તરસ વધતી જ જાય છે. કેમ ન વધે ? તેમાં લાવણ્ય છે ને ? નમકથી તરસ વધે છે. આ પર ટીકાકાર Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ આ કલ્પનાની ગ્રામ્યતા પર મશ્કરી છે કે વાહ, કવિ કેવો છે, કોઈ સાંભરની ખાણ ખોદનારો છે ! અહીં નમક પાણી પડવાથી ગળે છે – એ લઈ ઉક્તિ કરી છે કે દુષ્ટ મેઘ, ગરજ મા. ઝૂંપડું ગળતું જાય છે, ગોરી ભીંજાય છે; લવણ – લાવણ્ય ગળે છે, બસ કર. બાલિ – બળ્યો, રાજસ્થાની ગાલી, દગ્ધ. “દોધકવૃત્તિમાં બે અર્થ કરેલા છે છતાં ભાવ અસ્પષ્ટ છે. (૧૨૩) સાવ સલોણી ગોરડી, નવખી ક-વિ વિસ-ગંઠિ, ભડુ પચ્ચલિઉ તો મરઈ, જાસુ ન લગ્નઈ કંઠિ. • સર્વ સલુણી સિવગસુંદર] ગોરી કોઈ અનોખી - નવીન વિષગ્રંથિ છે. તે એવી કે જે સુભટના કંઠે તે ન લાગે તે મરે. • વિષગાંઠ ગળે લાગવાથી મરણ નિપજાવે અને આ ન લાગે તો મારે એટલા માટે તે અનોખી. નવમી – સં.નવકા (નવીના), પંજાબી નૌખી, અનૌખી – અનોખી. પચ્ચલિઉ - પ્રત્યુત (હેમચન્દ્ર ૮-પ-૪૨૦). અનબૂડે બૂડે તરે એ અહીં ભાવ છે. (૧૨૫) એક્ કઈઅહ વિ ન આવહિ, અશ્રુ વહિલઉ જાતિ, મઈ મિત્તડા પ્રમાણિઅલ, પંઇ જેહઉ ખલું નાહિં. • એક, કદી પણ આવે નહિ, બીજો, [બીજું વહેલો ચાલ્યો જાય. હે મિત્ર ! મેં પ્રમાણિત કર્યું છે કે તારા જેવો નિશ્ચય [< દુષ્ટ] કોઈ પણ નથી. • આ અર્થ ઠીક લાગે છે. “દોધકવૃત્તિ' એવો અર્થ બીજી કડીનો કરે છે કે હે મિત્ર, મારાથી જેવો પ્રિય પ્રમાણાયો, તેવો તારાથી નિશ્ચયે જણાયો નથી; બીજો અર્થ એ કે મેં, હે મિત્ર પ્રમાણિત કર્યું કે તારા જેવું નહીં – નથી. આ અર્થ અસ્પષ્ટ છે. [ખલ – ખલ, દુષ્ટ. તારા જેવો દુષ્ટ કોઈ નથી એમ અર્થ છે.] (૧૨૮) દેવિહિ વિઢત્તઉં પાહિ વઢ, સંચિ મ એક્કવિ દ્રમ્મુ, કો-વિ દ્રવક્કઉ સો પડઈ, જેણ સમપૂઈ જમ્મુ. • હે મૂર્ખ ! દેવથી સોંપાયેલું – કમાયેલું ખા, એક પણ દ્રમનો સંચય ન કર. કોઈ પણ ભય – ડર આવી પડે કે જેથી જન્મારો સમાપ્ત થઈ જાય. • વિઢત્ત – સં.અર્જિત ? (દોધકવૃત્તિ), સોંપેલ. સંચિ - સંચવું, સંચય કરવો, ભેગું કરવું, જૂની હિંદીમાં તથા પંજાબીમાં “સંચના' છે. ગુજરાતીમાં કહેવત છે કે “કીડી સંચે તેતર ખાય.” દ્રમ્મુ – દ્રમ - એક જાતનો સિક્કો, તે પરથી દામ એટલે નાણું. દ્રવક્કી – દ્રવને, ડરને. વઢ – મૂર્ખ ‘ઢ' એટલે મૂર્ખ એમ ગુજરાતીમાં વપરાય છે. | ડિૉ. ભાયાણીમાં ‘દિવેહિં પાઠ છે અને તેથી અનુવાદ “દિવસેદિવસનું રળેલું ખાઈ નાખ.” આ અર્થ વધારે સંગત છે. દેશાઈથી પાઠદોષ થઈ ગયો જણાય છે. ‘વિઢત્ત' એટલે અર્જિત, કમાયેલું.] Page #128 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો (અનુસંધાન) ૧૧૩ (૧૨૯) એકમેક્કઉં જઈ-વિ જોએદિ, હરિ સૂઠું સન્વાયરેણ, તાવિ ટેહિ નહિં કહિ-વિ રાહી. કો સક્કઈ સંવરેવિ દઢનયણા નહિં પલુટ્ટા. • એકએક (ગોપીને) જોકે હરિ સારી રીતે સર્વાદરેથી જુએ છે, તોપણ જ્યાં ક્યાં પણ – ગમે ત્યાં રાધા (હોય) ત્યાં જ દષ્ટિ છે. સ્નેહથી વ્યાકુળ બનેલાં દગ્ધ - બળ્યાં (દઢ) નયનોનું, સંવરણ કરવા કોણ શક્તિમાન છે ? • દોધકવૃત્તિનો અર્થ ગરબડિયો લાગે છે. તે એમ છે કે એકેક અંગને જેમ છે તેમ હરિને જોકે સુખું, સર્વ આદરથી રાધા જુએ છે તોપણ દઢ દષ્ટિ રાગસ્નેહથી જે કોઈ અંગપ્રદેશે સ્થાપિત થયેલી દષ્ટિને સંવરવા કોણ સમર્થ થાય ? ડિૉ. ભાયાણીએ “એકેએક વસ્તુ)' એવો અર્થ કર્યો છે કેમકે “એક્કમેકઉં એ નપુંસકલિંગ છે. “ગોપી'નો અર્થ તર્કસંગત લાગે પણ પાઠનો કોયડો બને.] (૧૩૩) ખેડૂય કયમઑહિં, નિચ્છયું, કિં પયપહ, અણુરત્તાઉ ભત્તાઉં, અસ્તે મા ચય સામિઅ. • અમારી સાથે નિશ્ચયે ખેલ કરવામાં આવ્યો છે), શું કહો છો ? સ્વામી ! અનુરક્ત ભક્તો એવા અમોને મા તજ. • અનુષ્પ છંદ. ખેડુ – ખેલ. પંજાબી ગીતમાં “સાડે ખેડણ દે દિન ચાર'. (૧૩૫) હિઅડા પઈ એહુ બોદ્વિઅઉં, મહુ અગ્નઈ સવાર, ફુથ્રિસુપિએ પવસત્તિ હઉં, ભંડય ઢક્કરિ-સાર. • હૈડા ! (તું) મારી આગળ સો વાર એમ બોલ્યું કે પિયુના પ્રવાસ કરતાં (જ) ફાટીશ. હે ભંડ, હે અદ્ભુત દઢતાવાળા ! (હજી તું ફાટ્યું નહીં.) • પિએ પવસત્તિ – ભાવવાચક સપ્તમી. ભંડ્ય – પાખંડી. ઢક્કરિસાર – ઢકરી ગયો છે એટલે નીકળી ગયો છે જેનો સાર – બળ તે, તેવો ઢીલો – નબળો, (“દોધકવૃત્તિ), પરંતુ અદ્ભુત સારવાળો (હેમચન્દ્ર). (૧૩૬) એક્ક કુડુલ્લી પંચહિં રુદ્ધી, તહં પંચતં-વિ જુઅંજુઅ બુદ્ધી, બહિષ્ણુએ તે ઘરુ કહિ કિંવ નન્દલ, જેલ્થ કુડુમ્બઉં અપ્પણ-છન્દઉં. • એક કુટી (શરીરરૂપી ઝૂંપડી) છે, (તે) પાંચ ઈન્દ્રિયો)થી રૂંધાયેલી છે, તે પાંચને પણ જુદીજુદી બુદ્ધિ (છે), બહેન ! તે ઘર કે જ્યાં કુટુમ્બ આપજીંદીલું (હોય) તે કેમ નંદે – પ્રસન્ન થાય તે કહે. • કુડુલ્લી - "કુટીના કુત્સિત કે અલ્પના અર્થમાં. અપ્પણછંદ – આપમતીલું, પોતપોતાના મતવાળું. હિન્દીમાં એક દોહો છે કે : ખસમ પૂજતે દેહરા, ભૂત પૂજિની જોય; એકે ઘરમેં દો મતા, કુસલ કહાં તે હોય. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ (૧૩૯) ગયઉ સુ કેસરિ, પિઅહુ જલુ, નિચ્ચિનતઈ હરિણાઈ, જસુ કેરઇ હુંકારડએં, મુહહું પન્ત તૃણાઈ. • હે હિરણો ! તે કેસરી કે જેના હુંકારથી (તમારા) મુખમાંથી તૃણ (ખરી) પડતાં હતાં તે ગયો. (હવે) જલ નિશ્ર્ચિતપણે પીઓ. • જસુ કેતેં – જેના કેરા, તણા. ‘જસુ’ (સં.યસ્ય)માં છઠ્ઠી વિભક્તિ ‘સુ’ યા ‘ઉ’ જુદી છે; ‘કેરમેં' વિશેષણની પેઠે ‘હુંકારએ’ને લાગુ પડે છે. ‘કેર’ વિભક્તિ નથી કે જેથી ‘જસુ' સાથે જોડવામાં આવે. આ ‘કેર' હિન્દી ‘કા, કી, કે'નો જનક પિતા કહેવામાં આવે છે પણ આ પોતે જ વિભક્તિ નથી તેમ જુદો પડતો નથી. વળી તેના પુત્ર-પૌત્ર કેવી રીતે છૂટા પડી શકે ? આને મળતો એક મારવાડી પ્રસિદ્ધ દોહો છે કે : જિણ મારગ કેહરિ વુવો [?], રજ લાગી તિરણાંહ, તે ખડ ઊભી સૂખસી, નહીં ખાસી હિરણાંહ. · જે માર્ગે સિંહ ગયો ત્યાં તૃણોને રજ લાગશે, તે ખંડ ઊભું-ઊભું સુકાઈ જશે, હિરણો ખાશે નહીં. [ગુજરાતીમાં પ્રચલિત દોહામાં ‘વુવો’ને સ્થાને ‘ગયો’ મળે છે.] (૧૪૦) સત્થાવત્યહં આલવણુ, સાવિ લોઉ કરેઇ, આદહં મલ્ભીંસડી, જો સજ્જષ્ણુ સો દેઇ. મબ્બીસડી સ્વસ્થાવસ્થાવાળા સુખી (પુરુષો) સાથે આલપન કથન વાતચીત (જુઓ ક્ર.૪૮) સૌએ લોક કરે છે, (પરંતુ) આર્ત(જનો)ને ‘મ ડરીશ' (એવી અભયવાણી) જે સજ્જન છે તે આપે છે. • મા ડ૨, મા ભૈષી:' એ વાક્યથી બનાવેલી સંજ્ઞા. ‘ડી' છે તે સ્વાર્થમાં છે. જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ • 1 (૧૪૨) મઇ જાણીઉ બુટ્ટીસ હઉં, પ્રેમદ્રહિ હુહુરુ-ત્તિ; નવરિ અચિન્તિય સંપડિય, વિપ્પિય-નાવ ઝડ-ત્તિ. • મેં જાણ્યું (કે) હું હુહુર [ઘળઘળ] કરતી પ્રેમરૂપી દ્રહમાં બૂડીશ, પરંતુ અચિંતિ ઝટ એકદમ વિપ્રિય (રૂપી) નાવ (વિયોગ બેડા) [પ્રિયતમના અપરાધરૂપી નાવ] સંપ્રાપ્ત થઈ. - 1 C નવર – સંસ્કૃત છાયાકાર ‘કેવલ’ એ અર્થ કરે છે તે નહીં, પણ તેનો અર્થ અત્ર ‘પરંતુ’, હિન્દી ‘વરન’ છે. વિપ્પિયનાવ વિપ્રિય, રૂઠવો યા વિયોગબેડા એ ‘દોધકવૃત્તિ’માં અર્થ છે. [વસ્તુતઃ વિપ્રિય એટલે અપરાધ, પ્રિયતમે કરેલો.] (૧૪૩) ખઇ નઉ કસરદ્ધેહિં પિઈ નઉ ઘુંટેહિં, એમ્નઈ હોઈ સુહચ્છડી, પિએ દિઠેં નયણેહિં. - પિયુ કોળિયાથી ખવાતો નથી, ઘૂંટડાથી પિવાતો નથી. એમ જ નયનોથી પીયુ દીઠે સતિ સુખસ્થિતિ હોય છે. • Page #130 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો (અનુસંધાન) ૧૧૫ કસરત – મોટામોટા કોળિયા. એવુઈ – એમ જ, અથવા એમ હોવા છતાં પણ (‘દોધકવૃત્તિ). સુહચ્છડી – સુખ અને અસ્તિપણું, ‘ડી’ લગાડી નામ બનાવાયું (જુઓ ક.૩૭) અથવા સુખાશા (“દોધકવૃત્તિ'). પિએ દિઠે – ભાવવાચક સપ્તમી. (૧૪૪) અજ્જ-વિ નાહુ મહ-જ્જિ, ઘરિ સિદ્ધત્થા વન્દઇ, તાઉં-જિ વિરહુ ગવખેહિં, મક્કડુ-ઘુઘિઉ દેઇ. • આજ પણ હજુ પણ] નાથ મારે જ ઘેર છે ને) સિદ્ધાર્થોને વંદે છે, તો પણ વિરહ ગવાક્ષો – જાળીઓમાંથી મર્કટવતુ ઘુરકિયા (ચેષ્ટારૂપ) દે છે – કરે છે. • હવે હિન્દુ] નાથ પરદેશ ગયા નથી, ઘરમાં જ છે. યાત્રાકાલનાં મંગલ દ્રવ્યોને માથે લગાડે છે તોપણ વિરહ સમજી ગયો કે મારો વખત આવી ગયો. હવે તે મુખ્ય દરવાજામાંથી ઘૂસી શકતો નથી તેથી જાળીના મુખમાંથી વાંદરો ડોકિઉં કરે તેમ દેખાડે અક્કવિ, મહર્જિ, તાઉંજિ -- એમાં ‘વિ’ અને ‘જિ' શબ્દને જોર આપે છે. સિદ્ધત્ય - સિદ્ધાર્થ, પીલાં સરસવ, મંગલ શકુન. ગવખ – ગવાક્ષ, જૂની શૈલીની જાળીઓનાં છેદ તદ્દન ગૌની આંખ જેવા હોવાથી, હિન્દી ગોખા, ગૂ. ગોખ, દરવાજા પરનો ઝરૂખો. મક્કડઘુઘિઉ - હિં.બંદર-વૃંડકી. “ઘુઘિઉનો અર્થ “દોધકવૃત્તિમાં ચાપલ્ય (!) આપ્યો છે. ચાપલ્ય=ચાળા.] (૧૪પ) સિરિ જર-ખંડી લોબડી, ગલિ મણિયડા ન વીસ, તો-વિ ગોઠડા કરાવિઆ, મુદ્ધએ ઉઠ-બઈસ. • શિર પર જીર્ણ લોબડી – કાંબળી (છે), ને ગળામાં (પૂરા) વીસ નહીં એવા મણકા (ની માળા) છે તોપણ મુગ્ધાથી ગોઠ - ગામના નિવાસીઓ એવા ગામના યુવકો પાસે ઊઠબેસ કરાવાઈ. • મુગ્ધા પાસે શૃંગારનાં સાધનોમાં જૂની કબળ છે અને ગળામાં પૂરા વીસ મણકાની માળા પણ નથી તોપણ તેણીનું લાવણ્ય એવું છે કે આખા ગામના છેલોને ઊઠબેસ કરાવતી રહી છે. જરખંડી – જીર્ણ, ખંડિત, લોઅડી – લોઇ, લોકપટી, કામળી. “મણિઅડામાં “ડ” કુત્સાના અર્થે ગોઠડા – જુઓ ગોઠ' ક્ર.૧૧૦માં. ગામની બહાર ગોસ્થાન હોય છે કે જ્યાં યુવકો એકઠા થાય છે. ત્યાંના નિવાસી. ગોષ્ઠ એટલે ગોકુલ – ગોસ્થાન, ત્યાં જે બેસે છે તે ગોષ્ઠ-ગોષ્ઠક-ગોષ્ઠપુરુષ (“દોધકવૃત્તિ). (૧૪૬) અખ્ખડિ પચ્છાયાવડા, પિઉ કલહિઅઉ વિઆલિ, ઘઈ વિવરેરી બુડી, હોઈ વિણાસણો કાલિ. • (સ્ત્રી પતિ સાથે માન કર્યા પછી પસ્તાય છે :) હે અમ્બા - માત ! પશ્ચાત્તાપ (થાય છે) કે વિકાલે - સંધ્યાસમયે પિયુ સાથે ઝગડો કર્યો. વિનાશના કાલે બુદ્ધિ વિપરીત થાય છે. • Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ અમ્મડિ, બુદ્ધડી – એમાં ‘ડી’ સ્વાર્થમાં યા અનુકંપામાં છે. પચ્છાયાવડા – અહીં પણ “પશ્ચાત્તાપની આગળ 'ડા' છે. વિઆલિ – જુઓ ‘કુમારપાલપ્રતિબોધ'નાં ઉદાહરણ ક્ર.૧૮ અને ઉપર ક્ર. ૬૨. ઘઈ – હેમચન્દ્ર અનર્થક કહેલ છે, પાદપૂરણ યા અવધારણનો અર્થ છે. [‘ખરે' એવો અર્થ.]. (૧૪૭) ઢોલા એહ પરિહાસડી, અઈ ભણ, કવણહિં દેસિ. હઉં ઝિજ્જઉં તઉ કેહિં પિઅ, તુણું પુણુ અન્નહે રેસિ. • હે ઢોલા ! એ ! કહે (ક) કયા દેશમાં આ પરિહાસ – મજાક Fરીત છે ? હે પિયુ ! હું તારા માટે છીજું - સુકાઉં, (ને) તું વળી અન્યને માટે (સુકાય છે.) • સરખાવો ક્ર.પપ. પરિહાસડી – મજાક, હાંસી યા પરિભાષા (દોધકવૃત્તિ). અઈ ભણ એ ! ભણ, કહે. “દોધકવૃત્તિ “અઈભન' એક શબ્દ માની તેનો અર્થ “અત્યદ્ભુત (!) કરે છે. હેમચન્દ્રમાં પણ “અજીભ ન” એ પ્રધાન પાઠ માન્યો છે. ઝિજ્જઉં – ઝીણું થવું, સુકાવું. તલ કેહિ – તારા માટે; રેસિ – વાસ્તુ (હેમ. ૮-૪-૪૨૫). પરિહાસડી – સં.પરિભાષા, રીત.? (૧૫૦) એક્કસિ સીલકલંકિઅહે, દેજ્યહિં પચ્છિત્તાઈ. જો પુણુ ખંડઈ અણુદિઅહુ, તસુ પચ્છિન્ત કાઈ. • એક વાર શીલ કલંકિત (કરનારા)ને પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે; જે ફરી વાર (અનુદિન - રોજેરોજ) (શીલને) ખંડિત કરે છે તેને પ્રાયશ્ચિત્તથી શું ? • એક્કસિ - એકશ એક વાર, મારવાડી એકરણ્યાં, એકશ્યાં. અણુદિઅહુ – અનુદિન, દિનેદિને. (૧૫૧) વિરહાનલ-લાલ-કરાલિઅલ, પહિઉ પન્થિ જે દિઠ8, તે મેલવિ સત્વહિં પસ્થિઅહિં, સે-જિ કિઅ અગિઠી. • જે પથિક વિરહાનલની જ્વાલાઓથી કરાલિત પંથમાં જોવામાં આવ્યો, તેને સર્વ પથિકોએ મળીને અગ્નિમય કર્યો – વધારે તપ્ત કર્યો – ઉત્તેજિત કર્યો. [તાપવા માટેની સગડી જ બનાવી દીધો. • વિરહતાપની અધિકતાથી અતિશયોક્તિ. સરખાવો ક્ર. ૧૦૯. “દોધકવૃત્તિ’ તો એ અર્થ કરે છે કે પથિકોએ તેનો અગ્નિસંસ્કાર કર્યો, અગ્નિષ્ઠઃ કૃતઃ અગ્નિટૂઠઉ - અંગીઠો, સ્ત્રી. અંગીઠી, (આમાં અનુસ્વાર માટે માટે જુઓ પ્રબંધચિંતામણિનાં ઉદાહરણમાં ક૬ - “મંકડ'.) “અંગીઠી'નો અર્થ ગુજરાતીમાં એ છે કે સોનીની સગડી, પોંક પાડવા માટે ખાડો કરી અગ્નિ કરવામાં આવે છે તે, ક્રોધાગ્નિ. ‘લાગી યમને અંગીઠી, પોઢી ગયો તે પળે' – વલ્લભ. (૧૫૨) સામિ-પસાઉ સલજ્જુ પિલ, સીમાસંધિહિં વાસુ, પેખિવિ બાહુબલુલ્લડા, ધણ મેલઈ નીસાસુ. Page #132 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો (અનુસંધાન) ૧૧૭ • સ્વામીની મહેરબાની, પિયુ સલજ્જ, (તેનો) સીમાસંધિમાં વાસ - એ જોઈને બાહુબલથી ઉલલિત પિયુને માટે) [બાહુની બલિષ્ઠતા જોઈને] ધણ – નાયિકા નિઃશ્વાસ મૂકે છે. • રાજાની કૃપા, જેથી તે કદી છૂટી દે નહીં અને કઠિન કામ પર જ મોકલે, પિયુ સંકોચી એટલે કામ માટે ના પાડે નહીં ને છૂટી માગે નહીં, સીમાડા પર રહેવું કે જ્યાં નિતનિત નવાનવા ઝગડા થાય અને બાહુબળથી ગર્વિષ્ઠ પિયુ ઝગડો આગળ આવી વેચાતો લે. બિચારી આટલાં કારણોથી વિરહના અંતનો સંભવ ન જાણીને નિસાસા નાખે છે. બાહુબલુલ્લડા - બાહુબલથી ઉલ્લલ – ઉલટ – ઉલલિત, અથવા ‘બાહુનું વિશેષણ બક્ષુલ્લડ એટલે બલગર્વથી ભરેલા બાહુ. [વસ્તુતઃ ‘બાહુબલૂલડા' એટલે બાહુનું બળ.] (૧૫૭) એક ગૃહેમ્પિણુ છું જઈ, મઈ Dિઉ ઉલ્વારિજઈ, મહુ કરિએવ૬ કિંપિ ન-વિ, મરિએવઉં પર દિwઇ. • આ ગ્રહણ કરીને તે પિયુને મારાથી ઉગારી લેવાય તો મારું કર્તવ્ય કંઈ પણ નથી (બાકી રહેતું). મરવું પણ દેવાય – હું મારું મરણ દઈ દઉં (મરણ પણ સહી લઉં). • દોધકવૃત્તિ અનુસાર “કોઈ સિદ્ધ પુરુષને વિદ્યા સિદ્ધિ માટે ધન આદિ આપી નાયિકા પાસે બદલામાં પતિ માગ્યો તો તેણી કહે છે કે જા આ લઈને પતિ ઉત્કર્યતે “ ત્યજ્યતે – બદલામાં આપવામાં આવે તો મારું કર્તવ્ય કંઈ કેવલ મરણ આપી શકું છું.” (ચાહે મારો પ્રાણ લઈ લે, પતિને આપીશ નહીં). ઉવ્વારિજ્જઈ – (૧) ઉગાર્યો જાય. (૨) વહેંચાયો જાય ? જુઓ ઉપર ટીકા. કરિએÖઉં, મરિએÖઉં – કરવું, મરવું. રાજ્યસ્થાનીમાં કરબો, મરબો, સંસ્કૃતમાં કર્તવ્ય, મર્તવ્ય: [ડૉ. ભાયાણીનો અનુવાદ : “એ લઈને જો હું પ્રિયતમને બાકી રાખું, (તો પછી) મારે કાંઈ પણ કરવાનું (રહેતું જ) નથી. માત્ર મરવાનું (જ) પ્રાપ્ત થાય છે.”] (૧૫૯) સોએવા પર વારિઆ, પુષ્કવઈહિં સમાણ, જગેવા પુણુ કો ધરઇ, જઇ સો વેઉ પમાણુ. • પુષ્પવતીની સાથે સૂવું વિશેષ વાર્યું – નિષિદ્ધ કર્યું છે (એવું) જો વેદપ્રમાણ હોય તો, વળી જાગવું કોણ ધરે – અટકાવે છે ? વારિઆ – વારિત (દોધકવૃત્તિ પરવારિઆ – પરિવારિત સાથે લે છે) એટલે નિષિદ્ધ. પુફવઈ – પુષ્પવતી, રજસ્વલા. આમાંના “પુષ્પનો ઉપચાર હિન્દીમાં હજુ સુધી રહ્યો છે, કારણકે, પ્રથમ રજોદર્શનને ‘ફુલેરા' કહે છે. આ દોહા સાથે સરખાવો નીચેની ‘સરસ્વતીકંઠાભરણ' ૩–૨૯ની ગાથા : Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ લોઓ જૂરઇ જૂરઇ વઅણિજ્જ હોઇ હોઇ હોઉ સત્રામ, એઇ ણિમજ્જસુ પાસે પુઈ ણ એઈ મે ણિદ્દા. . જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ લોકો ખીજે, ખીજે, વચનીય (નિંદા) સન્નામની થાય તો થવા ઘો; આવ, પુષ્પવતી ! પાસે સૂઈ જા, મને નિદ્રા આવતી નથી. • (૧૬૧) રક્બઇ સા વિસહારિણી, બે ક૨ ચુંબિવિ જીઉ, પડિબિંબિઅ-મુંજાલુ જલુ, જેહિં અડોહિઉ પીઉ. • જેમાં મુંજાલનું (મુંજનું) પ્રતિબિંબ પડેલું છે તે સ્વચ્છ [ડહોળ્યા વિનાનું] પાણી જે હાથે પીધું તેનું ચુંબન લઈને તે પાણીવાલી (તરુણી) [મૃણાલવતી] પોતાનો જીવ રાખે ટકાવે છે. કોઈ તળાવના કાંઠે મિલન થયું હતું. કિનારા પર મુંજ ઊગી હતી, તેનો પડછાયો પાણીમાં પડ્યો હતો. પિયુએ તેના હાથોથી જલ પીધું હતું, પછી મળવું નહીં થયું. નાયિકા તે હાથોને ચુંબતી-ચુંબતી જીવતી રહી છે. વિસ – જલ, સંસ્કૃતમાં પણ અપ્રયુક્ત છે; જો બિસ (કમલની નાલ) લાવનારી એવો અર્થ કરીએ તો ઠીક, કારણકે કમલનાલનું મૂલ ત્યાં રહે છે કે જ્યાં જલમાં મુંજનું પ્રતિબિંબ પડ્યું હતું. આ માટે કમલનાલ તોડતી વખતે બધું સ્મરણ આવતું જાય છે. બે – ‘દોધકવૃત્તિ’ કદાચિત્ ‘જેહિ’ના નિત્ય સંબંધથી તેને વર્તમાન હિન્દીના ‘વે’ એટલે ‘તે’ એમ માનતી જણાય છે. મુંજાલુ ‘આલા’ પ્રત્યય ‘વાળા'ના અર્થમાં. જુઓ આ પૂર્વે ફકરો ક્ર.૪૮. - [સંસ્કૃત-પ્રાકૃતમાં ‘વિષ-વિસ’નો એક અર્થ ‘જલ’ છે જ અને ડૉ. ભાયાણી પણ ‘વિસ-હારિણિ’ એટલે પનિહારી એ અર્થ કરી ઉપર મુજબ અનુવાદ આપે છે. પણ ‘બિસ' એટલે ‘મૃણાલ' એ અર્થ પણ યુક્ત જ છે અને તેથી બિસહારિણિ’ ‘મૃણાલવતી’ના અર્થમાં હોવા સંભવ છે. ‘મુંજ’ શબ્દ શ્લિષ્ટ હોય, એનાથી મુંજ નામનું ઘાસ અને મુંજ રાજા બન્ને સૂચવાતા હોય એવોયે સંભવ છે. વિસહારિણીમાં પણ શ્લેષ હોય.] (૧૬૨) બાહ વિછોડવ જાહિ તુહું, હઉં તેવંઇ કો દોસુ, હિઅય-ઉ જઈ નીસરહિ, જાણઉં મુંજ સરોસુ. • હાથ છોડી તું જાય છે, તેમ હું પણ જાઉં (તેમાં) કોનો દોષ ? પણ હૃદયમાંથી તું જો નીસરી જશે, તો પછી મુંજનો મારા પર રોષ છે [મુંજ, તારો મારા પર રોષ છે] એમ હું જાણીશ. જુઓ ફકરો ક્ર.૪૭ અને હવે પછી ‘પ્રબંધચિતામણિ'ના ઉદાહરણ પૈકી ક્ર.૧૦. ‘દોધકવૃત્તિ’ ‘મુંજો ભૂપતિઃ સરોષઃ' બતાવી એમ અર્થ કરે છે કે નાયિકા નાયક મુંજને કહી રહી છે. કોઈ ‘મુંજસુ રોસુ' એમ બતાવે છે. ‘મુજસુ’ એટલે મુંજ સાથે. (૧૬૩) જેપ્તિ અસેસુ કસાય-બલુ, દેપ્પિણુ અભઉ જયસ્તુ, લેવિ મહત્વય સિવુ લહહિં, ઝાએવિષ્ણુ તત્તસ્તુ. • Page #134 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો (અનુસંધાન) અશેષ – સંપૂર્ણ કષાયબલ જીતીને, જગતને અભય આપીને મહાવ્રત લઈને, તત્ત્વનું ધ્યાન કરીને શિવ મોક્ષપદ લહે છે – પામે 99.. · - કાય જૈનોમાં તે શબ્દના અર્થમાં ક્રોધ, માન, માયા, લોભ એ ચારનો સમાવેશ થાય છે ને તે જૈનનો જ પારિભાષિક શબ્દ છે. (૧૬૬) ગંપિણુ વાણારસિહિં ન૨, અહ ઉજ્જૈણિહિં ગંપિ, મુઆ પરાવહિં પરમ-પઉ, દિવ્યન્તરઈ મ જંપિ. - • જે ન૨ વાણા૨સીમાં જઈને અથ(વા) ઉજ્જયિનીમાં જઈને મરેલા, તે પરમ પદ પ્રાપ્ત કરે છે, બીજા સ્વર્ગોની (વાત) મ કર; અથવા બીજા તીર્થોની (દોધકવૃત્તિ') વાત ન કર. • વાણારસી યા વારાણસી - વર+અનસ્ - સારા રથોવાળી એ અર્થ થાય છે પરંતુ તેનો વરણા+અસી એ બે નદીઓની વચ્ચે હોવાથી એ નામ બન્યાની કલ્પના કરી લીધી છે. હેમચન્દ્રે વ્યાકરણમાં વારાણસી, વાણા૨સીમાં કેવળ વ્યત્યય માનેલ છે (૮-૨-૧૧૬થી ૧૧૯). આવો વ્યત્યય બોલવામાં થઈ જાય છે. (૧૬૮) રવિ-અસ્થમણિ સમાઉલેણ, કંઠિ વિઇષ્ણુ ન છિષ્ણુ, ચક્કે ખંડુ મુણાલિઅહે, નઉ જીવગ્ગલુ દિણુ. • રવિ આથમ્યો ત્યાં સમાકુલ ચક્રવાકે મૃણાલિકા - કમલિનીનો ખંડ કંઠે સ્થાપિત (કર્યો), છિન્ન ન (કર્યો), જાણે જીવને આગળિયો દીધો. - ચક્રવાકે મૃણાલનો કટકો મોંમાં લીધો કે સૂર્યાસ્ત થઈ ગયો. વિયોગનો સમય આવ્યો. બિચારે એક કટકો પણ ન કાપ્યો, મોંમાં નાખ્યો. જાણે કે વિયોગમાં જીવ ન નીકળી જાય તે માટે આગળિયો દઈ દીધો. વિઇષ્ણુ સં.વિતીર્ણ. નઉ – ઉપમાવાચક, જુઓ ઉપર ક્ર.પ. જીવગ્ગલુ - જીવ+અર્ગલા. સંસ્કૃતના નીચેના શ્લોકનો ભાવ છે ઃ મિત્રે ક્વાપિ ગતે સરોરુહવને બદ્ધાનને તામ્યતિ ક્રન્દત્સુ ભ્રમરેષુ જાતવિરહાશંકાં વિલોક્ય પ્રિયામ્ । ચક્રાàન વિયોગિના વિલસતા નાસ્વાદિતા નોજ્જિતા કંઠે કેવલમર્ગલેવ નિહિતા જીવસ્ય નિર્ગચ્છતઃ ।। ૧૧૯ (૧૬૯) વાલયાવલિ-નિવડણ-ભએણ, ધણ ઉદ્દભુંઅ જાઈ, વલ્લહ-વિરહ-મહાદહહો, થાહ ગવેસઇ નાઇ. - સુભાષિતાવલિ સં., ૩૪૮૩, પિટર્સન • વલયાવલિના નિપતનના ભયથી નાયિકા ઉર્ધ્વભુજ જાય છે. ચાલે છે, જાણે કે વલ્લભના વિરહરૂપી મહા દહ – હૂદનો તાગ ગવેષતી Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ - શોધતી હોય નહીં). • વિયોગમાં દૂબળી થઈ ગઈ છે. ચૂડીઓ પડી ન જાય તેથી હાથ ઊંચા કરીને જાય છે, ચાલે છે. જાણે કે પ્રિયના વિરહના પાણીના મહા ધરાનો તાગ લેવા લાગી છે, પણ પામતી નથી. જે ઊંડા પાણીનો તાગ લેવા માગે છે તે માથા પર હાથ ઊંચા કરી લે છે, એ જોવા કે માથા પર પાણી કેટલું ઊંચું છે. દહ – હૂદાનો વ્યત્યય. (૧૭૦) ખેવિણુ મુહુ જિણવરહો, દીહર-નયણ-સલોણુ, નાવઈ ગુરુ-મચ્છ૨-ભરિઉં, જલણિ પવીસઈ લોણુ. • જિનવરનું દીર્ઘ નયનોથી સલૂણા મુખને પેખીને – જોઈને જાણે ગુરુ – ભારે મત્સરથી ભરેલું લોણુ – લવણ જ્વલન એટલે આગમાં પ્રવેશે છે. • એટલું સુંદર મુખ છે કે લવણ મત્સરથી પૂર્ણ બની આગમાં કૂદી પડે છે. સુંદરતા પર નજર ન લાગી જાય એ માટે “રાઈમીઠું આગમાં નાખે છે. (૧૭૨) અબ્બા લગ્ગા ડુંગરેહિં, પહિક રડન્સઉ જાઈ, જો એહા ગિરિ-ગિલણ-મણુ, સો કિં ધણહે ધણાઈ. • ડુંગર પર અભ્ર – મેઘ લાગેલા (છે), પથિક રટતો જાય છે કે જે (મેઘ) આવો ગિરિને ગાળવાના મનવાળો છે તે શું નાયિકાનું ધણીપણું કરશે ? – બચાવશે ? • રડત્તહુ – રડત્તો, પંજાબી રડ્યાના=પુકારવું. ધણ – જુઓ ઉપર ક્ર. ૧. ધણાઈ - ‘દોધકવૃત્તિ” “ધનાનિ ઈચ્છતિ' એટલે ધન ચાહે છે (!) એવો અર્થ કરે છે એ ઠીક નથી. ધણી એટલે ધની – સ્વામી, તે પરથી નામધાતુ ધણાઈ – ધણી થવું, ધણીપણું કરવું (આચાર ક્વિપુ), અર્થાત્ સ્વામિત્વ દેખાડવું, રક્ષા કરવી, બચાવવું. રાજસ્થાની ધણિયાપ એટલે ધણીપણું, સ્વામિત્વ. ગુજરાતીમાં ધણી એટલે માલિક, તે પરથી ધણિયાણી – સ્વામિની, પરિણીત બૈરી; વળી ધણિયાતું – સ્વામિત્વવાળું (વિશેષણ). સરખાવો ધણીજોગ હુંડી, ધણીધોરી, ધણીરણી. (૧૭૪) સિરિ ચડિઆ ખન્તિ ફલઇ, પુણુ ડાલઈ મોડન્તિ, તો-વિ મહદુમ સઉણાહ, અવરાહિલ ન કરન્તિ. • શિર પર ચડીને ફલો ખાય છે, વળી ડાળોને મોડે-તોડે છે, તોપણ મહાદ્રુમ – મહાવૃક્ષ શકુનો (પક્ષીઓ)ને અપરાધી કરતા નથી - દોષ દેતા નથી. • મહાપુરુષોની ક્ષમા. મોડન્તિ – સં.મોટયન્તિ, તોડવું ફોડવું. શકુનીઓને અપરાધ કરતા નથી એવો અર્થ “દોધકવૃત્તિ કરે છે. [અવરાહિલ' (અપરાધિત) એટલે અનિષ્ટ એવો એક અર્થ છે તે અહીં વધુ ઉપયુક્ત છે – “મહાવૃક્ષ શકુનોનું અનિષ્ટ કરતા નથી.' ડૉ. ભાયાણી “શિક્ષા કરતા નથી” એવો અર્થ આપે છે.] Page #136 -------------------------------------------------------------------------- ________________ વાભટ્ટનું ભાષા સંબંધે વક્તવ્ય ૧ ૨ ૧ (૧૭૫) સીસિ સેહરુ ખણુ વિણિમ્મવિદુ, ખણુ કંઠિ પાલંબુ કિદુ, રદિએ વિહુદુ ખણુ મુંડમાલિએ, જે પણએણ તે નમહુ, કુસુમ-દામ-કોદંડુ કામહો. • કામના કુસુમદામકોદંડ – ફૂલરૂપી ધનુષ્યને નમન કરો. કેવું ફૂલધનુષ્ય ? તો કહે છે કે જેને રતિએ પ્રેમથી પોતાના) શીર્ષ પર ક્ષણ માટે શેખરરૂપ વિનિર્મિત કરેલ છે, ક્ષણભર કંઠમાં પ્રાલંબ (લાંબી માળા) કરી, ક્ષણભર મુંડમાલિકામાં વિહિત કર્યું તેવા. • કામના ફૂલ-ધનુષ્યને કોઈ વખત રતિ પોતાનું સીસફૂલ બનાવે છે, કોઈ વખત ગળે લટકાવે છે, કોઈ વખત માથા પર માલાની પેઠે પહેરે છે તેને પ્રણામ કરો. પણ એણ - પ્રણયથી, આને ‘દોધકવૃત્તિ' “નમણુનું વિશેષણ માને છે. હેમચન્દ્રના વ્યાકરણના આ વિભાગમાં જે શબ્દ ઉદાહરણવત્ આપેલા છે તેનો ઉલ્લેખ અત્ર નિમ્પ્રયોજન છે. આ રીતે પોતાના સમયથી પૂર્વની કૃતિઓમાંથી ઉદાહરણો અવતરેલાં તે અત્ર પૂર્ણ થાય છે. આ પરથી જણાય છે કે અપભ્રંશ શ્રી હેમચન્દ્રના સમય પહેલાં સાહિત્યભાષા – શિષ્ટભાષા બની ગઈ હતી. ઉપર અપાયેલાં ઉદાહરણોમાંના શબ્દોનો કોશ આપવામાં આવે તો વિશેષ યોગ્ય થાત, પણ અવકાશના અભાવે તેમ થઈ શક્યું નથી. . હવે પ્રકરણ ૯ : વાભટ્ટનું ભાષા સંબંધે વક્તવ્ય ૧૯૯, હેમચન્દ્રના સમયમાં વાલ્મટ્ટ થયેલ છે કે જેમણે ‘વાભટ્ટાલંકાર' નામનો અલંકાર પર ગ્રંથ રચેલ છે તેમાં ભાષાઓ સંબંધે બીજા પરિચ્છેદમાં જે જણાવેલું છે તે અત્ર આપવું યોગ્ય છે. સંસ્કૃત પ્રાકૃત તસ્યાપભ્રંશો ભૂતભાષિત || ઇતિ ભાષાશ્ચતસ્રોડપિ યાન્તિ કાવ્યસ્ય કાયતામ્ |૧|| સંસ્કૃત, પ્રાકૃત, તેની અપભ્રંશ અને ભૂતભાષા (પૈશાચી) એ ભાષા કાવ્યનું શરીર પ્રાપ્ત કરે છે. (એ ચારે ભાષા કાવ્યના શરીરપ્રાય છે.) ૨૦૦. હવે તે ચાર ભાષાનું સ્પષ્ટીકરણ કરે છે : સંસ્કૃત સ્વર્ગિમાં ભાષા શબ્દશાઍષ નિશ્ચિતા | પ્રાકૃત તજ્જતતુલ્યદેશ્યાદિકનેકધા ||૨|| દેવોની ભાષા સંસ્કૃત છે (અને તે) શબ્દશાસ્ત્ર – વ્યાકરણોમાં નિશ્ચિત થયેલી છે (સારી રીતે વ્યુત્પત્તિથી નિર્ણત છે); પ્રાકૃત તદ્ભવ, તતુલ્ય - તત્સમ અને દેશ્ય આદિ અનેક પ્રકારની છે. ટીકાકાર સિંહદેવગણિ આ ત્રણ - તદ્ભવ, તત્સમ અને દેશ્યનાં ઉદાહરણો Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૨ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ આપે છે : ૨૦૧. તદ્દભવ – તે એટલે સંસ્કૃતમાંથી ઉત્પન્ન થયેલ છે. જેમકે : સિરિસિદ્ધારા સચ્ચે, સાહસરસિક ત્તિ કિન્તર્ણ તુઝ, કહમણહા મણે મહ, પડત્તમણત્વમક્કમસિ. આમાંના દરેક શબ્દ સંસ્કૃતમાંથી આવેલા છે ને નીચે પ્રમાણે મૂકી શકાય ? શ્રીસિદ્ધરાજ ! સત્ય સાહસરસિક ઇતિ કીર્તનં તવ | કથકન્યથા મનો મમ પતન્મદનાસ્ત્રમાક્રામસિ || • હે શ્રી સિદ્ધરાજ (જયસિંહદેવ), તારું સાહસરસિક એવું કીર્તન (પ્રસિદ્ધપણું) સત્ય છે; (કારણકે) નહીં તો (અન્યથા) શા માટે મારું મન કે જ્યાં મદનનાં બાણો પડે છે ત્યાં પગ માંડે ? • ૨૦૨. તત્સમ – તે એટલે સંસ્કૃતની તુલ્ય – સમાન, સમસંસ્કૃત. તેનું ઉદાહરણ “સંસારદાવાનલદાહનીર ઈત્યાદિ સ્તુતિઓ છે. આમાં પ્રાકૃતમાં પણ સંસ્કૃત શબ્દો હોય છે, તે બીજી રીતે – બીજા રૂપમાં થતા નથી. ૨૦૩. દેશ્ય – દેશમાં ઉત્પન્ન થયેલ તે, દેશી. જેમકે : સત્તાવીસજોઅણ કરપસરો જાવ અક્કવિ ન હોઈ, પડિહન્જબિમ્બગહવઇવઅણે તા વજ્જ ઉજાણે. આમાં “સત્તાવીસભ્યોઅણ' એ શબ્દ ચન્દ્રના અર્થમાં દેશી છે, તેના કરપ્રસર એટલે કિરણનો પ્રસાર જ્યાં લગી અદ્યાપિ ન થાય ત્યાં સુધી હું પડિહત્ય' (દશી શબ્દ, “સંપૂર્ણ' એ અર્થમાં) – પૂરેપૂરા બિંબ – કંડલવાળા ગહવઈ' (દેશી શબ્દ, ચન્દ્રના અર્થમાં) – ચન્દ્ર જેવા વદનવાળી ! ઉદ્યાનમાં જા. ૨૦૪. “આદિ - આ શબ્દ ઉપરના બીજા શ્લોકમાં મૂકેલ છે તેમાં શૌરસેની અને માગધીમાં પ્રાકૃતથી થોડો જ ભેદ છે. શૌરસેનીમાં ‘ઈદાન” (હમણાં) એ શબ્દમાં ઇ'નો લોપ થાય છે – “જે દાણીં દુવ્વલો અહમ્' (જેમ હમણાં હું દુર્બલ છું); “તદ્' એ શબ્દનો ‘તા થાય છે – ‘તા પહિ; “નનું' શબ્દનો ‘ણમ્ થાય છે – “ણે ભણામિ તુમ'; “અમ્મહે શબ્દ હર્ષમાં વપરાય છે – “અમ્મો, એસો વલ્લો જણો; અને વિદૂષકો માટે હર્ષમાં હી હી ભો’ એ શબ્દો વપરાય છે – હી હી ભો, એસ નરુ જમ્પઈ' ઈિત્યાદિ. માગધી ભાષામાં અકારાન્તના સૌનો “એ” થાય છે – એસ વલહે; “તથા અહં એ શબ્દનો “હગે થાય છે – હગે અગદા”. “તિષ્ઠતિમાં ‘તકારનો ‘ચકાર થાય છે – ‘ચિટ્ટ તુમ' તથા રેફનો લ” થાય છે અને ‘ણકારનો “ન' થાય છે, જેમકે “તરણને બદલે “તલુને, રુક્ષને બદલે ‘લુકખં' ઇત્યાદિ. આવી રીતે અનેક પ્રકારે પ્રાકૃત જાણવું. ૨૦૫. હવે વાભટ્ટ અપભ્રંશ ભાષા અને પૈશાચી ભાષા માટે કહે છે કે : અપભ્રંશસ્તુ યશ્રુદ્ધ તાદ્શેષ ભાષિત I, યભૂૌરુચ્યતે કિંચિત્તદ્ ભૌતિકમિતિ મૃત |૩| • અપભ્રંશ કે જે તે-તે દેશોમાં (કર્ણાટપંચાલાદિમાં) શુદ્ધ (બીજી . Page #138 -------------------------------------------------------------------------- ________________ વાભટ્ટનું ભાષા સંબંધે વક્તવ્ય ૧૨૩ ભાષાથી અમિશ્રિત) બોલાય છે તે. • ટીકાકાર કહે છે કે આમાં ક્વચિત્ “ર” ન હોય તોપણ “ર આવે છે, જેમકે – ચાત્રુગ તુણું અઈ પંડિયઉં, દીસઈ સવ પડંતુ, કહિ મઈ કઈઅહં આવિસઈ, અહઉં કેરલ કંતુ. પૈશાચી : જે ભૂતો – પિશાચોથી બોલાય છે તે ભૌતિક – પેશાચિક કહેવાય છે. ટીકાકાર કહે છે કે – આમાં “દકારનો ‘ત થાય છે, જેમકે, “માલતેવું તવ નમહ” - મારુદેવને તું નમ; “હૃદયના ‘ય’કારનો “પકાર થાય છે, જેમકે “હિત| પંકેઇ'; “રનો લ' થાય છે જેમકે “રૌદ્રનો ‘લુદ્દો થાય છે, ઈત્યાદિ. Page #139 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૪ : સોમપ્રભાચાર્યનો ‘કુમારપાલ-પ્રતિબોધ' પ્રકરણ ૧ : સોમપ્રભસૂરિ ૨૦૬. મેરુતુંગાચાર્યે પ્રબંધચિંતામણિ’ ગ્રંથ સં.૧૩૬૧માં બનાવ્યો, તેમાં કોઈ કવિતા તેમની પોતાની નથી. જૂની કવિતા કે જે તેમણે ઉદ્ધૃત કરી છે તેનો નીચામાં નીચો (નિમ્નતમ) સમય તો તેનો સમય છે તે છે, ને ઊંચામાં ઊંચો (ઊર્ધ્વતમ) સમયનો નિર્ણય થતો નથી. તે કવિતા આગળ ઉપર ઉત્કૃત અને વ્યાખ્યાન કરવામાં આવી છે. સં.૧૨૪૧ના આષાઢ શુદ અષ્ટમી રિવવારે અણહિલપટ્ટનમાં સોમપ્રભસૂરિએ ‘જિનધર્મપ્રતિબોધ’ અર્થાત્ ‘કુમારપાલપ્રતિબોધ'ની રચના કરી તેમાં જે પુરાણી ગુજરાતી-હિન્દી-કવિતા છે તે અત્ર ચર્ચીશું. ૨૨ સોમપ્રભસૂરિનો ‘કુમારપાલપ્રતિબોધ' ગાયકવાડ ઑરિએન્ટલ સિરીઝના ૧૪મા નંબરમાં છપાયેલ છે. [ઈ.૧૯૨૦] તેનું સંશોધન પુરાતત્ત્વ મંદિરના આચાર્યશ્રી જિનવિજયજીએ કર્યું છે. તેના પાંચ પ્રસ્તાવ છે અને તેમાં સર્વ મળી લગભગ આઠ હજાર આઠસો શ્લોક છે. ગ્રંથ પ્રાકૃત, સંસ્કૃત ને અપભ્રંશ ગદ્યપદ્યમય છે, કિંતુ ૩૨ અક્ષરનો એક અનુષ્ટુપ્ શ્લોક માની શ્લોકોમાં ગણના કરવાની જૂની પ્રથા છે. તેની એક પ્રતિ સં.૧૪૫૮ની તાડપત્ર પર લખેલી સંપૂર્ણ તથા એક તેનાથી જૂની વિના મિતિની ખંડિત મળી હતી ને તેના પરથી મુનિ જિનવિજયજીએ આ મહત્ત્વપૂર્ણ ગ્રંથનું સંપાદન કર્યું છે અને ભૂમિકામાં પણ કેટલીક બહુ ઉપયોગી વાતો બતાવી છે કે જેમાંથી આધાર લઈ કેટલુંક અત્ર જણાવવામાં આવે છે. ૨૪ ૨૦૭. સોમપ્રભ આચાર્ય વૃદ્ઘગચ્છની પટ્ટાવલીમાં શ્રી મહાવીર સ્વામીથી ૪૩મા ગણવામાં આવે છે. તેમના શિષ્ય જગચ્ચન્દ્રસૂરિએ તપાગચ્છની સ્થાપના કરી. સોમપ્રભાચાર્યનું બનાવેલું ‘સુમતિનાથ-ચરિત્ર’ પ્રાકૃતમાં છે તેમાં પાંચમા જૈન તીર્થંકરની કથા અને પ્રસંગ પર જૈનધર્મનો ઉપદેશ છે. તેની સંખ્યા સાડાનવ હજાર ગ્રંથ (શ્લોક) છે. બીજો ગ્રંથ ‘સૂક્ત-મુક્તાવલી’ છે કે જે પ્રથમ શ્લોકના આરંભ શબ્દોથી ‘સિંદુરપ્રકર’ અથવા કવિના નામથી ‘સોમશતક’ પણ કહેવાય છે. તેમાં પણ સદાચાર અને જૈન ધર્મનો ઉપદેશ છે. જે ગ્રંથ અતિ અદ્ભુત છે તે માત્ર એક શ્લોકનો છે; પરંતુ કવિએ આ એક શ્લોકના સો અર્થ કર્યાં છે કે જે ૫૨થી કવિનું નામ પણ ‘શતાર્થી’ પડ્યું છે. આ એક જ શ્લોકની વ્યાખ્યાના પ્રભાવથી ચોવીસે તીર્થંકર, કેટલાક જૈન આચાર્ય, ૨૨. શિજલધિસૂર્યવર્ષે શુચિમાસે રવિદિને સિતાષ્ટમ્યામ્ । જિનધર્મપ્રતિબીધઃ ક્લુમોડાં ગૂર્જરેન્દ્રપુરે 11 પૃ.૪૭૮ ૨૩. પ્રસ્તાવપંચકેઽપ્યત્રાષ્ટૌ સહસ્રાણ્યનુષ્ટુભામ્ । એકૈકાક્ષરસંખ્યાતા ન્યધિકાન્યષ્ટભિઃ શત્રુઃ ।। પૃ.૪૭૮ ૨૪. ક્લાટ, ઈંડિઅન ઍન્ટિક્વેરી, વૉ.૧૧, પૃ.૧૫૪. Page #140 -------------------------------------------------------------------------- ________________ સોમપ્રભસૂરિ ૧૨૫ શિવવિષ્ણુ આદિ અજૈન દેવોથી લઈને સ્વર્ણ, સમુદ્ર, સિંહ, હાથી, ઘોડા આદિનું વર્ણન કરે છે અને જેનાચાર્યો નામે વાદિદેવસૂરિ, પ્રસિદ્ધ વૈયાકરણ હેમચન્દ્ર, ગુજરાતના ચાર ક્રમાગત સોલંકી રાજા - જયસિંહ (સિદ્ધરાજ), કુમારપાલ, અજયદેવ, મૂલરાજ – કવિ સિદ્ધપાલ, સોમપ્રભના ગુરુ અજિતદેવ અને વિજયસિંહ તથા સ્વયં કવિ સોમપ્રભનું વર્ણન કરીને પોતાના ૧૦૦ અર્થ પૂરા કરે છે. પદચ્છેદોથી, સમાસોથી અને કાર્યોથી આ એક શ્લોકના ભાગવતના પહેલા શ્લોક “જન્માઘસ્ય યતઃ'ની પેઠે સો અર્થ કરવા તે પાંડિત્યની વાત છે." તેમનો ચોથો ગ્રંથ તે આ “કુમારપાલપ્રતિબોધ છે. શતાર્થકાવ્યમાં કુમારપાલ સંબંધી વ્યાખ્યામાં બે શ્લોક “યદવરેચામા’ એટલે જેમ અમે (અન્યત્ર) કહ્યું છે એમ કહી જે લખ્યું છે તે તેમનાં બીજાં કાવ્યોમાં નથી, તેથી સંભવિત છે કે સોમપ્રભસૂરિએ બીજી પણ રચના કરી હોય. આ શતાથ કાવ્યની પ્રશસ્તિ પરથી જણાય છે કે સોમપ્રભ દીક્ષા લીધા પહેલાં પોરવાડ જાતિના વૈશ્ય હતા, પિતાનું નામ સર્વદેવ અને દાદાનું નામ જિનદેવ હતું, દાદા કોઈ રાજાના મંત્રી હતા. ૨૦૮. “સુમતિનાથચરિત'ની રચના કુમારપાલના રાજ્યકાલમાં થઈ. તે સમયે કવિ અણહિલપાટણમાં સિદ્ધરાજ જયસિંહના ધર્મભાઈ પોરવાડ વૈશ્ય સુકવિ શ્રીપાલના પુત્ર, કુમારપાલના પ્રીતિપાત્ર, કવિ સિદ્ધપાલની પૌષધશાલામાં રહેતા હતા. શ્રીપાલનો ઉલ્લેખ “પ્રબંધચિંતામણિમાં છે. આ શ્રીપાલ સોમપ્રભની આચાર્યપરંપરામાં થયેલા ગુરુ દેવસૂરિના શિષ્ય હતા અને સોમપ્રભના સતીર્થ્ય હેમચન્દ્ર (પ્રસિદ્ધ વૈયાકરણથી ભિન્ન)ના બનાવેલા નાભેયનેમિ' દ્વિસંધાન કાવ્યને તેમણે સંશોધિત કર્યું હતું. તે કાવ્યની પ્રશસ્તિમાં શ્રીપાલને “એક દિનમાં મહાપ્રબંધ બનાવનારા' કહેલ છે. કુમારપાલનું મૃત્યુ સં.૧૨૩૦માં થયું. તેમની પછી અજયદેવ રાજા થયો કે જેણે સં.૧૨૩૪ સુધી રાજ્ય કર્યું. તેના પછી મૂળરાજે બે જ વર્ષ રાજ્ય કર્યું. શતાર્થી કાવ્યમાં ત્યાં સુધીનો ઉલ્લેખ છે. આ માટે તે શ્લોક અને તેની સો વ્યાખ્યાઓની રચના સં. ૧૨૩૬ સુધીમાં થઈ. કુમારપાલપ્રતિબોધ' સં.૧૨૪૧માં અર્થાત્ કુમારપાલના મરણ પછી અગિયાર વર્ષે સંપૂર્ણ થયો. તે સમયે પણ કવિ ઉક્ત કવિ સિદ્ધપાલની વસતિમાં રહેતા હતા. ત્યાં રહી તે ગ્રંથ રચવાનું કારણ નેમિનાગના પુત્ર શ્રેષ્ઠી અભયકુમારના પુત્ર હરિશ્ચન્દ્ર ૨૫. આ શ્લોક તે એ છે કે : કલ્યાણસારસવિતાનહરેક્ષમોહકાન્તારવારણસમાનજયાઘદેવ | ધર્માર્થકામદમહોદયધીરવીર સોમપ્રભાવપરમાગમસિદ્ધસૂરે | ૨૬. સરખાવો વિ.સં.૧૨૦૮ની આનંદપુરની વપ્ર(વાવ)ની પ્રશસ્તિ (કાવ્યમાલા પ્રાચીન લેખમાલા નં.૪૫)નો છેલ્લો શ્લોક : એકાહ નિષ્પન્નમહાપ્રબંધઃ શ્રીસિદ્ધરાજપ્રતિપન્નબંધુઃ | શ્રીપાલનામાં કવિચક્રવર્તી પ્રશસ્તિતામકરતુ પ્રશસ્તામ્ | Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ આદિ અને કન્યા શ્રીદેવી આદિની પ્રીતિ અર્થે જણાવ્યું છે. સંભવતઃ હરિશ્ચન્દ્ર આ ગ્રંથની કેટલીક પ્રતિઓ લખાવી, કિંતુ પ્રશસ્તિનો તે શ્લોક કે જેના આધારથી આ કહેવાયું છે તે ત્રુટિત છે. શેઠ અભયકુમાર કુમારપાલના રાજ્યમાં ધર્મસ્થાનોના સર્વેશ્વર અર્થાત્ અધિકારી હતા. કુમારપાલપ્રતિબોધની પ્રશસ્તિમાં સોમપ્રભસૂરિએ પોતાના બૃહગચ્છ (વૃદ્ધગચ્છ, બડગચ્છ)ના આચાર્યોના ઉલ્લેખ યથાક્રમ આ રીતે કરેલ છે કે : મુનિચન્દ્રસૂરિ અને માનદેવ (બંને સાથે), અજિતદેવસૂરિ (સાથે જ દેવસૂરિ આદિ), વિજયસિંહસૂરિ, પછી સ્વયં સોમપ્રભ. આ ગ્રંથ રચાઈ ગયે હેમચન્દ્રના શિષ્ય મહેન્દ્ર મુનિરાજે વર્ધમાનગણિ 9 અને ગુણચન્દ્રસૂરિ (પ્રબંધશતના કર્તા, મહાકવિ રામચન્દ્રને નાટ્યદર્પણ' નામનો ગ્રંથ લખવામાં સહાય આપનાર)ની સાથે આ ગ્રંથનું શ્રવણ કર્યું. આ સર્વ વાતો લખ્યા પછી એ કહેવાની જરૂર નથી કે સોમપ્રભસૂરિએ સિદ્ધરાજ જયસિંહનો, કુમારપાળનો અને હેમચન્દ્રનો સમય જોયો હતો. પ્રકરણ ર : કુમારપાલપ્રતિબોધ'માંનો ઈતિહાસ અને જૈન કથાઓ ૨૦૯. “કુમારપાલપ્રતિબોધમાં ઐતિહાસિક વિષય એટલો છે કે અણહિલપુરમાં સોલંકી રાજા મૂળરાજની પછી ક્રમે ચામુંડરાજ, વલ્લભરાજ (જગઝંપણ), દુર્લભરાજ, ભીમરાજ, કર્ણદેવ અને સિદ્ધરાજ) જયસિંહ થયા. છેલ્લાનું મરણ સંતાનરહિત થવાથી મંત્રીઓએ કુમારપાલ કે જે ભીમરાજના પુત્ર ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદના પુત્ર ત્રિભુવનપાલના પુત્ર અને તેથી જયસિંહના ભત્રીજા હતા, તેમને ગાદી પર બેસાડ્યા. તેમને જે ધર્મજિજ્ઞાસા થઈ તે બ્રાહ્મણોના પશુધમય યજ્ઞોના વર્ણનથી શાંત થઈ નહીં, ત્યારે બાહડ મંત્રીએ હેમચન્દ્રનો પરિચય એ રીતે કરાવ્યો કે ગુરુ દત્તસૂરિ હતા તેમણે ડિંડવાણાપુર (વાગડ)ના રાજા યશોભદ્રને ઉપદેશ કર્યો, તેથી ત્યાં “ચઉવીસ જિણાલય' નામનું મોટું જૈનમંદિર બંધાવ્યું અને પછી તે રાજાએ ગૃહસ્થાશ્રમ છોડ્યો ને દીક્ષા લીધી તે યશોભદ્રસૂરિ થયા, ને ગિરનાર પર સ્વર્ગસ્થ થયા. તેમના પછી પ્રદ્યુમ્નસૂરિ (“સ્થાનકપ્રકરણ'ના કત), તેમના ગુણસેનસૂરિ અને દેવચન્દ્રસૂરિ અનુક્રમે થયા. દેવચન્દ્રસૂરિના મોઢ જાતિના વૈય ચાચ અને ચાહિનીના પુત્ર ચંગદેવ શિષ્ય થયા કે જે માતાપિતાની અનિચ્છા છતાં પણ પોતાના મામા તંભતીર્થ (ખંભાત)વાસી નેમિના સમજાવવાથી દીક્ષિત થઈ સોમચન્દ્ર મુનિ થયા. આ સોમચન્દ્ર વિદ્વાન થઈ આચાર્ય હેમચન્દ્ર થયા અને સિદ્ધરાજ જયસિંહને ત્યાં માન્ય થયા. ને તે રાજા જૈન ધર્મમાં ૨૭. આ વર્ધમાન તે “ગણરત્નમહોદધિ (સં.૧૧૯૭)ના કર્તા વર્ધમાનથી ભિન્ન છે. તે ‘ગણરત્નમહોદધિના કર્તા વર્ધમાન સિદ્ધરાજ જયસિંહને ત્યાં, સંભવતઃ હેમચન્દ્ર પહેલાં, હતા અને તેમણે “સિદ્ધરાજવર્ણન’ નામનું કાવ્ય પણ બનાવ્યું હતું. ૪૦ વર્ષથી ઓછી અવસ્થામાં ‘ગણરત્નમહોદધિ જેવો ગ્રંથ કોઈ પણ રચી શકે નહીં અને સં. ૧૨૪૧માં તે ૮૪ વર્ષના હોવા ઘટે. આ વર્ધમાનગણિએ “કુમારવિહારપ્રશસ્તિ' બનાવી છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ‘કુમારપાલપ્રતિબોધ’માંનો ઇતિહાસ અને જૈન કથાઓ અનુરક્ત થયો. તેમના કહેવાથી સિદ્ધરાજે પાટણમાં ૨ાયવિહાર (રાવિહાર) અને સિદ્ધપુરમાં સિદ્ધવિહા૨ નામનાં જિનમંદિરો બંધાવ્યાં અને તેમણે ‘નિઃશેષશબ્દલક્ષણનિધાન' ‘સિદ્ધહૈમ’વ્યાકરણ જયસિંહદેવના વચનથી બનાવ્યું. (પૃ.૨૨) તેમના અમૃતોપમેય વાણીવિલાસને પૂછ્યા વગર શ્રવણ કર્યાં વગર જયસિંહને ક્ષણભર પણ તૃપ્તિ થતી નહોતી, વિશેષ સાંભળવાને ઈચ્છા થયાં જ કરતી હતી. જો આપ પણ યથાસ્થિત ધર્મસ્વરૂપ જાણવા ઇચ્છો તો તે મુનિવરથી પૂછી જાણો. બસ. હેમચન્દ્રજી આવ્યા અને રાજાએ ઉપદેશ સાંભળ્યો. - ૧૨૭ અહીં બાહડ મંત્રી દ્વારા હેમચન્દ્રજીનો પરિચય કરાવ્યાનો ઉલ્લેખ કેવલ પૂજાર્થ માનાર્થ છે. કારણકે રાજા થયા પહેલાંની દુર્ગતિ અવસ્થામાં પણ કુમારપાળ હેમચન્દ્રજીના કૃપાપાત્ર હતા. હેમાચાર્યે તેમના પ્રાણ બચાવ્યા, રાજા થવાની ભવિષ્યવાણી કહી ઇત્યાદિ વાતો કેટલાય પ્રબંધોમાં પ્રકટ છે. અસ્તુ. હેમાચાર્યે એક-એક ધર્મની વાત લઈ તેના પર કોઈ ઇતિહાસ યા કથા કહી ને રાજાએ કહ્યું કે હું આ કરીશ અને આ તજીશ. પછી રાજાએ તે સંબંધમાં શું-શું કર્યું તે પણ આ ગ્રંથમાં વર્ણવેલું છે. ગુરુશિષ્યસંવાદ રૂપે કથા દ્વારા ધર્મ કહેવો એ સનાતન રીતિ છે. પુરાણોમાં ‘અત્રાપ્યુદ્વાહરન્તીમિતિહાસ પુરાતનમ્’, ‘હન્ત તે કથયિષ્યામિ'ની ધારા વહેતી જાય છે, જૈન સૂત્રોમાં, બૌદ્ધ ગ્રંથોમાં સર્વ જગ્યાએ છે. ઉપદેશની કથાઓ પણ સર્વસાધારણ છે, મદ્યપાનનિંદામાં દ્વારકાદાહ અને યાદવોના નાશની કથા, દ્યૂતના વિષયમાં નલની કથા, (સુવર્ણ)ચોરી માટે વરુણની કથા, તપસ્યામાં રુક્મિણીની કથા આદિ તે જ છે કે જે હિન્દુ પુરુણોમાં છે. વિશેષ જૈન ધર્મો ઉપ૨ પ્રસિદ્ધ જૈન આખ્યાનોની કથાઓ છે. કેટલીક સ્થૂલિભદ્ર જેવી અર્ધ-ઐતિહાસિક કથાઓ પણ છે. પંચતંત્ર જેવી સિંહવાઘની કથા પણ છે. કુલ ૫૭ કથાઓ છે કે જેમાં એક ‘જીવ, મન અને ઇન્દ્રિયોની વાતચીત’, પૂર્વે જણાવેલા કવિ સિદ્ઘપાલની બનાવેલી છે. આ સર્વમાં સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક, કથાનક, આલંકારિક આદિ કેટલાક ચમત્કાર છે. ૨૧૦. વધુમાં, ગુલેરી મહાશય કહે છે કે જે કથાઓને ‘હિન્દુ કથાઓ’ કહેવામાં આવે છે તેમાં કંઈ ભેદ છે. કૃષ્ણને અરિષ્ટનેમિએ ઉપદેશ અને યદુવંશના નાશની ચેતવણી આપી હતી, દમયંતીની રક્ષા કોઈ જૈન સાધુના આશીર્વાદથી થઈ, રુમિણીનું સૌભાગ્ય કોઈ જિનપ્રતિમાના અર્ચનથી થયું ઇત્યાદિ જૈનોને ત્યાં રામાયણ-મહાભારત-પુરાણ પૃથક છે કે જેમાં કથાઓ ભિન્ન છે. જૈનોએ હિંદુઓની કથાઓ બદલાવી પોતાના ધર્મની પ્રભાવના વધારવાને માટે તેનું રૂપાંતર કરી નાખ્યું એમ કહેવું એ કંઈ સાહસની વાત છે. નદીનું જળ લાલ ભૂમિ ૫૨ વહેતું હોય તો લાલ થઈ જાય છે અને કાળી પર કાળું થાય છે. કથાઓ જૂની આર્ય કથાઓ છે, જૈન, બૌદ્ધ, વૈદિક સર્વની સમાન સંપત્તિ છે. પુરાણોમાં પણ કથાઓમાં ભિન્નતા જોવાય છે. એક જ નિર્દિષ્ટ રાજાની પુત્રપ્રાપ્તિ એક સ્થળે એકાદશી-વ્રતથી કહેવાઈ છે, ને બીજી જગાએ કોઈ જુદા વ્રતથી. હિમવત્ની પુત્રી ઉમાએ શિવ જેવો પતિ કોઈ કહે છે કે Page #143 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ ઘોર યોગ અને તપસ્યાથી મેળવ્યો, કોઈ કહે છે કે પિતા સાથે અસહયોગ કરીને અર્થાત્ હરિતાલિકા વ્રતથી મેળવ્યો. જો બૌદ્ધોના દશરથ-જાતકમાં સીતા, રામની બહેન છે? તો યજુર્વેદમાં અંબિકા રુદ્રની સ્વસા (બહેન) છે. આ રીતે આ કથાઓનાં પાઠાંતરોનું સમજવું જોઈએ. હેમચન્દ્ર બહુ દૂરદર્શી અને સર્વમિત્ર હતા. જિનમંડનરચિત ‘કુમારપાલપ્રબંધ’(સં.૧૪૯૨)માંથી બે કથાઓ ઉદ્ધૃત કરી અત્ર બતાવવામાં આવે છે કે આ કથાઓ ૫૨ તેમનો શું મત હતો. સિદ્ધરાજ જયસિંહ સાથે મળતાં જ તેમણે ‘પુરાણોક્ત’ સર્વદર્શનના વિસંવાદની એ કથા કહીં કે : શંખ નામના શેઠની સ્ત્રીએ શોકના દુઃખથી કોઈ બંગાળી જાદુગરનું ઔષધ ખવરાવી પતિને બળદ બનાવી દીધો. પછી બહુ રોઈ પીટ્યું અને બળદ-પતિને જંગલમાં ચરાવવા લઈ જતી. શિવપાર્વતી ફરતાંફરતાં ત્યાં આવ્યા. પાર્વતીએ કથા સાંભળી અને તેના અત્યાગ્રહથી શિવે બતાવ્યું કે આ વૃક્ષની છાયામાં પશુને પુરુષ બનાવનારી ઔષધિ છે. સ્ત્રીએ આ વાત સાંભળી બધી છાયાને રેખાંકિત કરી તેની નીચેનાં સર્વ ઘાસપાંદડાં બળદને ખવરાવ્યાં ને તે પુરુષ થઈ ગયો. આ રીતે સર્વ ધર્મોની સેવા કરવાથી સત્ય ધર્મ મળી જાય છે, દયા, સત્ય આદિને માની સર્વ ધર્મોનું પાલન કરવું જોઈએ, ઘાસમાં જડી પણ મળી જાય છે. બીજી વાત એ છે કે બ્રાહ્મણોએ હેમચન્દ્ર પર એવો આક્ષેપ કર્યો કે પાંડવ આદિ અમારા હતા, જૈન જૂઠું જ કહે છે કે તેઓ મુક્તિ માટે હિમાલય ગયા નથી ઇત્યાદિ. હેમચન્દ્રજીએ કહ્યું કે “અમારા પૂર્વસૂરિઓના વર્ણનાનુસાર તેમની હિમાલયમાં મુક્તિ નથી થઈ, કિન્તુ એ જણાતું નથી કે અમારાં શાસ્ત્રોમાં જે પાંડવ વર્ણવ્યા છે તે તેઓ જ છે કે જેમનું વ્યાસે વર્ણન કર્યું છે કે બીજા; કારણકે મહાભારતમાં ભીષ્મે પાંડવોને કહ્યું હતું કે મારો (દેહ)સંસ્કાર ત્યાં કરવો કે જ્યાં પહેલાં કોઈ પણ બાળવામાં આવ્યું ન હોય. તેઓ તેમનો દેહ પહાડના શિખર પર લઈ ગયા ને તે સ્થાન અસ્પર્શિત સમજી દાહ કરવાના હતા ત્યાં આકાશવાણી થઈ, ‘અહીં સો ભીષ્મ બળી ચૂક્યા છે, ત્રણસો પાંડવ, હજાર ૧૨૮ ૨૮. કંઈક બંગાળી રામાયણો તથા કાશ્મીરની કથાઓમાં રામાયણના આધાર પરની એવી અદ્ભુત કથા છે કે સીતા રાવણની સ્ત્રી મંદોદરીની પુત્રી હતી. નારદે લક્ષ્મીને શાપ દીધો હતો કે તું રાક્ષસીના ગર્ભમાં જન્મ લેજે. અહીં નૃત્સમદ ઋષિની સ્ત્રીએ ઇચ્છા કરી કે મારા ગર્ભમાં લક્ષ્મી કન્યા રૂપે ઉત્પન્ન થાઓ. ઋષિએ એક મંત્રિત કુશા આ માટે ઘડામાં રાખી. રાવણે ઋષિઓને સતાવી તેમનું લોહી લીધું તે આ ઘડામાં ભર્યું અને મંદોદરીને એવું કહીને તે સંભાળવા આપ્યો કે આ વિષથી પણ ભયંકર છે. રાવણે દેવકન્યાઓ સાથે વિલાસ કરવાથી મંદોદરીને હૃદયમાં ઝાળ લાગી ને તેણે આત્મઘાત કરવા ઇછ્યું અને આ વિષથી પણ ભયંક’ ઘટના રુધિરનું પાન કર્યું. તેનો ગર્ભ રહી ગયો અને રાવણની અનુપસ્થિતિમાં આવું થયાની લજ્જાથી બચવા માટે તે સરસ્વતીતીરે ગર્ભને પાડી આવી. ત્યાં હળ ચલાવતા એવા જનકે તે ગર્ભ કન્યા રૂપે પ્રાપ્ત કર્યો અને તેનું નામ સીતા રાખ્યું. (ગ્નિઅર્સન, જર્નલ ઑટ્ રૉ.એ.સો., જુલાઈ ૧૯૨૧, પૃ.૪૨૨-૪) Page #144 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલપ્રતિબોધ'ની રચના ૧૨૯ દુર્યોધન, અને કર્ણોની તો ગણત્રી જ નહીં. આ ભારતની ઉક્તિમાંથી અમે કહીએ છીએ કે કોઈ પાંડવ જૈન પણ રહ્યા હશે.”૨૯ બસ આવા પ્રસંગો પર આપણે ત્યાં જે ગડબડ મટાડવાના મહાસ્ત્ર છે – પછી ચાહે ઐતિહાસિક દૃષ્ટિએ તેમાં ઢીલાપણું કે કડકપણું હોય – તે અહીં કામ આવે કે ‘કલ્પભેદેન વ્યાખ્યયમ્.30 પ્રકરણ ૩ : “કુમારપાલપ્રતિબોધ'ની રચના ૨૧૧. સોમપ્રભની રચના મુખ્યતઃ પ્રાકૃતમાં છે. અંતમાં એકબે કથાઓ તદ્દન સંસ્કૃતમાં અને એકાદ અધિક અપભ્રંશમાં છે. આમ પ્રસંગપ્રસંગ પર વચમાં-વચમાં સંસ્કૃત શ્લોક અને જૂની દેશી ભાષાના દોહા પણ આવી ગયા છે. કિંતુ ગ્રંથ પ્રાકૃતનો જ છે. પ્રાકૃત બહુ સરસ, ફીત અને શુદ્ધ છે, ક્યાંક-ક્યાંક શ્લોક બહુ સારી રીતે લાવવામાં આવ્યા છે. એક સ્થળે પ્રાકૃત લખતાં લખતાં કવિ ગદ્યમાં જ તે સમયની હિંદી-ગુજરાતી પર ઊતરી ગયા છે પરંતુ ઝટ તે સાવધાન થઈ ગયા છે ? ભો આયaહ મહ વયણ, તણુ-લખણિહિં મુણામિ, બહુ બાલક એયહ ઘરહ, કમિણ ભવિસ્સઈ સામી. • ભો – અરે, મારાં વચનો સાંભળો; તનુ-લક્ષણોથી જાણું છું (કે) આ બાળક આ ઘરનો ક્રમે સ્વામી થશે. • આયaહ મહ વયણુ’ આમાં આયaહ' પરથી એકનો એટલે સાંભળવું મારવાડીમાં વપરાય છે. તુલસીદાસજીના “અવનિપ અકનિ રામ પગુ ધારે એ પદમાં “અકનિ' શબ્દ છે તેમાં ધાતુ “અકબૂ'=આકણું (સાંભળવું) છે. આવા ઐતિહાસિક વિકાસને ન માનનારા ભલે મહારાષ્ટ્રી પ્રાકૃત કહે પરંતુ આ દેશભાષા છે. ૨૧૨, “કુમારપાલપ્રતિબોધમાં જૂની દેશી કવિતા બે જાતની છે – એક તો તે સ્વયં સોમપ્રભની અને બીજી સિદ્ધપાલની રચેલી છે. તે હિંદીની ડિંગલ કવિતા સાથે ઘણી મળે છે અને તેનાં અવતરણ વધુ આપ્યાં નથી. તે પુસ્તક છપાઈ ગયું છે તેથી તેને ફરી પ્રકાશિત કરવાની જરૂર નથી રહેતી. આના જે નમૂના આપ્યા છે તેના બે જુદા ભાગ પાડ્યા છે એટલેકે બીજા ભાગમાં (જુઓ પ્રકરણ પાંચમાથી) આ બન્ને કવિઓની રચનાઓની કવિતાઓની સંખ્યા અને પૃષ્ઠક આપી દીધાં છે અને કેટલાક ચૂંટેલા નમૂના છે, જ્યારે પ્રથમ ભાગમાં (પ્રકરણ ચોથું) જૂની કવિતા એટલેકે ૨૯. અત્ર ભીખશત દગ્ધ પાણ્ડવાનાં શત્રયમ્ | દુર્યોધનસહસ્ત્ર તુ કર્ણસંખ્યા ન વિદ્યતે || ૩૦. એટલે ભિન્નભિન્ન કલ્પોમાં ભિન્નભિન્ન ઘટનાઓ થઈ એમ માની વ્યાખ્યા કરો. ‘કલ્પ'નો અર્થ કલ્પના પણ થાય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ સોમપ્રભથી જૂની કવિતાનો સંગ્રહ કર્યો છે અને તેને દરેક સ્થાનેથી ઉદ્ભરી લીધી છે. પ્રાકૃત રચનામાં ક્યાંક-ક્યાંક આવા એક અર્ધા દોહા આવી ગયેલ છે. સોમપ્રભે ગ્રામોફોનની પેઠે હેમચન્દ્રજીની ઉક્તિ લખી નથી. તેમણે તો કોઈ વિશેષ ધર્મના ઉપદેશાર્થે કોઈ જૂની વિશેષ કથા કે જે લોકમાં પ્રચલિત હતી તે હેમચન્દ્રજીના મુખથી તેમજ પોતાના શબ્દોમાં કહેવરાવી છે. તે કથાઓ કર્તાએ પોતે રચી નથી પણ તે સમયે દેશભાષા ગદ્યપદ્યમાં જે પ્રચલિત હશે તે પ્રચલિત અને પુરાણી લીધી છે. નહીં તો એવું શું કારણ હોય કે બધી કથા પ્રાકૃતમાં કહીને તે કર્તા કોઈ બીજશ્લોક અથવા કથાનો સંગ્રહશ્લોક, અથવા નલે જે દમયંતીને કહ્યું તે, અથવા નલને શોધવા જનાર બ્રાહ્મણનો ‘ક્વ નુ ત્યું કિતવ છિત્વા'ના ઢંગનો દોહો, પ્રાકૃતમાં જ ન કહેતાં અપભ્રંશમાં કહી રહેલ છે ? જ્યાં તેમણે ઇતિહાસ અથવા કુમારપાલનું ધર્મપાલન સ્વયં લખેલ છે ત્યાં તો તે કર્તા ગ્રંથની સમાપ્તિ નજીક બાર ભાવનાઓના વર્ણન સિવાય અપભ્રંશનો ઉપયોગ કરતા નથી. તે કર્તા કથાઓને રોચક બતાવવા માટે તેને સામિયક અને સ્થાનિક રંગ આપવા માટે, અજ્ઞાત અને અપ્રસિદ્ધ કવિઓના દોહા પૈકી કેટલાક હેમચન્દ્રજીના વ્યાકરણનાં ઉદાહરણોમાં છે, કેટલાક પ્રબંધચિંતામણિમાં છે, કેટલાક જિનમંડનના ‘કુમા૨પાલપ્રબંધ' સુધી પણ ચાલ્યા આવ્યા છે. જે દોહા સં.૧૧૯૯ (સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ, સંપૂર્ણ હૈમ વ્યાકરણની રચનાનો સંભવિત અંતિમ સમય)માં મળે છે, જે સં.૧૨૪૧ (સોમપ્રભનો રચનાકાલ) સુધી મળે છે, જે સં.૧૩૬૧માં (પ્રબંધચિંતામણિ'નો રચનાકાળ) ઉપલબ્ધ થાય છે, જે સં.૧૪૯૨ (જિનમંડનના ‘કુમારપાલપ્રબંધ'નો રચનાસંવત) સુધી કથાઓમાં પરંપરાથી ચાલ્યા આવે છે એટલેકે આવી રીતે જેની આયુ ત્રણસો વર્ષ છે તે તેની પેલી બાજુ સો-સવાસો વર્ષના જૂના નહીં હોય ? આમાં કથાઓના બીજશ્લોક છે, પ્રચલિત ઉક્તિઓ છે. નાયિકાઓનાં સ્નેહવાક્યો છે, વિયોગીઓ અને વિયોગિનીઓના વિલાપ છે, કહેવતો છે, ઋતુવર્ણન છે, સમસ્યાપૂર્તિઓ છે (કે જૈ પૈકી કોઈ અમુકની રાજસભામાંની જણાવે છે અને કોઈ બીજાની રાજસભામાં), અર્થાત્ એવી સામગ્રી છે કે જે અલિખિત દંતકથાઓમાં સુરક્ષિત રહે છે તથા સદા ને સર્વત્ર કથા કહેનારા દિલને પ્યારી છે. ૨૧૩. આજ પણ રાજપૂતાનામાં વાર્તા કહેનારા જ્યાં સુંદરીનું વર્ણન આવે છે ત્યાં વચમાં આ દોહા જોડી દે છે ઃ કદ તેં નાગ વિસાસિયા, નૈણ દિયા મૃગ ઝલ્લ, ગોરી સ૨વ૨ કદ ગઈ, હંસાં સીખણ હા. ૧૩૦ • ક્યારે તેં નાગોને વિશ્વાસમાં લીધા (કે તે તારા કેશોના રૂપ થઈ ગયા ?) મૃગોએ તને નયન ક્યારે સોંપ્યા ? ગોરી ! હંસોની ચાલ શીખવા તું સરોવર ક્યારે ગઈ હતી ? • જ્યાં મિત્રતાનું વર્ણન આવે છે ત્યાં તેઓ આ દોહો ઘુસાડે છે ઃ Page #146 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલપ્રતિબોધ'ની રચના ૧૩૧ મો મન લગા તો મના, તો મન મો મન લગ્ન, દૂધ વિલજ્ઞા પાણિયાં, (જિમિ) પાણિય દૂધ વિલગ્ન. • મારું મન તારા મનથી લાગ્યું ને તારું મન મારા મનથી લાગ્યું, જેમ દૂધ પાણીથી લાગ્યું અને પાણી દૂધથી લાગ્યું તેમ. • જ્યાં કોઈ વીર નારીનો પ્રસંગ આવ્યો કે તુરત આ દોહા આવશે : ઢોલ સુગંતાં મંગલી, મૂછાં ભૌહ ચઢંત, ચંવરી હી પરિચાણિયો, કંવરી મરણો કંત. ઢોલ બજંતા હે સખી, પતિ આયો મોહિ હૈણ. બાગાં ઢોલાં મેં ચલી, પતિકો બદલો લેણ. મેં પરણતી પરખિઓ, તોરણરી તણિયાંહ, મો ચૂડલો ઉતરસી, જદ ઉતરસી ઘણિયાંહ. • (વિવાહના સમયે) મંગળના ઢોલ સાંભળતાં (નાયકની) મૂછો ભવાં સુધી ચઢતી હતી તેથી (નાયિકાએ) ચોરી વિવાહમંડપોમાં જ કંથનું (યુદ્ધમાં) મરણ પિછાણી લીધું. હે સખી ! પતિ મને લેવા ઢોલ બજાવતો આવ્યો. હું પણ યુદ્ધનાં બાગા [વાઘા] (વસ્ત્રો સાથે (પહેરી) અંતે ઢોલ વાજતાંવાજતાં પતિનો બદલો લેવા ચાલી. | તોરણની તણ (છિદ્રોમાંથી - તોરણની પાસે વિવાહ સમયે (નાયકની વીરતા જોઈ) પિછાની લીધું કે જ્યારે મારો ચૂડલો ઊતરશે (હું * વિધવા થઈશ) ત્યારે ઘણી (સ્ત્રી)ના ઊતરશે (તે ઘણા મારીને પછી મરશે.) • આ દોહા જરૂર વારતા કહેનારાઓના રચેલા નથી પણ પ્રાચીન છે. ૨૧૪. વસ્તુતઃ આ ગાથાઓનું ‘કુમારપાળપ્રતિબોધમાં તે સ્થાન છે કે જે વિશેષ રાજાઓના યજ્ઞ અને દાનની પ્રશંસાની અભિયજ્ઞ ગાથાઓનું બ્રાહ્મણોમાં સ્થાન છે. ઐતરેય અને શતપથ બ્રાહ્મણમાં મેંદ્ર મહાભિષેક અને અશ્વમેધ આદિના પ્રસંગ પર એવી નારાશસી ગાથાઓ આપવામાં આવી છે કે જે અવશ્ય બ્રાહ્મણોની રચનાના સમયે લોકમાં પ્રચલિત હતી અને જેને “તદેષા અભિયજ્ઞગાથા ગીયતે' એમ કહીને બ્રાહ્મણોમાં આવી જ રીતે ઉદ્ધત કરેલી છે. તે અથવા તેવી જ કેટલીક ગાથાઓ ૩૧. જુઓ ગુલેરી મહાશયે આવી કેટલીક ઐતિહાસિક ગાથાઓનો અનુવાદ “મર્યાદાના રાજ્યાભિષેક અંકમાં કરેલો છે તે મર્યાદા, ડિસેંબર ૧૯૧૧ તથા જાનેવારી ૧૯૨૧). આવી ગાથાઓનો એક નમૂનો આ છે : મરુતઃ પરિવેષ્ટારો મરુત્તસ્યાવસનું ગૃહે | આવિક્ષિતસ્યાગ્નિઃ ક્ષત્તા વિશ્વેદેવા સભાસદઃ ||. (શતપથ, ૧૩, ૫, ૪, ૬) ૦.૧૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ મહાભારત આદિ પુરાણોમાં ઉદ્ધત કરેલી છે. આ પુરાણો અને બ્રાહ્મણોની પહેલાંની ગાથાઓ પુરાણોના બીજસ્વરૂપ છે અને એવા પ્રસંગો પર તે ઉદ્ધત કરવામાં આવેલી છે કે જેમ સોમપ્રભની રચનામાં અપભ્રંશ કવિતા કરવામાં આવી છે. ભાષાવિચારથી જોઈએ તો જેમ બ્રાહ્મણોની રચનાથી આ ઉદ્ભત ગાથાઓમાં અધિક સરલતા છે, તે જ પ્રમાણે સોમપ્રભાચાર્યની કૃત્રિમ પ્રાકૃતના નવા ટંકશાલી સિક્કાઓથી આ ઘસાયેલ લોકપ્રચલિત સિક્કા અધિક પરિચિત અને પ્રિય માલૂમ પડે છે. ૨૧૫. કૃત્રિમ પ્રાકૃતની ચર્ચા થઈ તેથી તેની પણ કેટલીક વાત કરી લેવી જોઈએ. કોઈ એમ ન સમજે કે જેવી પ્રાકૃત પોથીઓમાં મળે છે તેવી કદી યા કોઈ સ્થળની દેશભાષા હતી. મહારાષ્ટ્રી, માગધી અને શૌરસેની નામોથી તેઓને ત્યાંની દેશભાષા માનવી ન જોઈએ. સંસ્કૃતમાં નવાજૂનાં નાટકોમાં ભિન્નભિન્ન પાત્રોના મોંમાંથી જે ભિન્નભિન્ન પ્રાકૃત કહેવરાવવાની પ્રથા છે, તેથી પણ એમ ન જાણવું કે તે સમયે તે જાતિ યા વર્ગ તેવી ભાષા બોલતા હતા. આ કેવલ સાહિત્યનો સંપ્રદાય છે કે અમુક પાસેથી અમુક ભાષા યા વિભાષા બોલાવવી જોઈએ. પ્રાકૃત પણ એક જાતની સંસ્કૃત જેવી રૂઢ કિતાબી - પુસ્તકની ભાષા થઈ ગઈ હતી. જૂનામાં જૂના પથ્થર અને ધાતુ પરના લેખ સંસ્કૃતમાં નથી મળતા, તે પ્રાકૃત યા ગડબડી સંસ્કૃતના મળે છે. તે પ્રાકૃતને કોઈ દેશભેદમાં બાંધી ન શકાય. માગધીનું મુખ્ય લક્ષણ ‘રની જગાએ “લ” અને અકારાંત શબ્દોના કર્તાકારકના એકવચનમાં સંસ્કૃત “સુ” () યા શૌરસેની “ઓ'ની જગાએ “એ”નું આવવું એ ગિરનાર આદિ પશ્ચિમી લેખોમાં મળે છે અને મહારાષ્ટ્રનાં કેટલાંક ચિહ્ન પૂર્વતટના લેખોમાં મળે છે. શૌરસેનીનાં કેટલાંક માનેલાં લક્ષણ દક્ષિણની કન્હેરી આદિ ગુફાઓના અભિલેખોમાં મળે છે. સાહિત્યની ભાષા તો, વ્યાકરણના જ્ઞાન, રૂઢપ્રયોગોના થતા બદલા અને કવિસંપ્રદાયના પ્રભાવથી બદલાતી જાય છે, પુસ્તકોમાં પ્રાચીન ભાષાની શૈલી સમયાનુસાર બદલાતી રહે છે, પરંતુ પથ્થરની કોરેલી લીટી તે પથ્થરની કોરેલી લીટી જ રહે છે. જૂનામાં જૂના લેખ અનિર્વચનીય પ્રાકૃતમાં ૩૨. જેમકે મહાભારતમાં શકુંતલાની દુષ્યન્ત સાથે વાતચીત : માતા ભગ્ના પિતુ પુત્રો યસ્માજ્જાતઃ સ એવ સઃ | ભરસ્વ પુત્ર દૌષ્યતિ સત્યમાહ શકુંતલા | રેતીધાઃ પુત્ર ઉન્નયતિ નૃદેવ મહતઃ ક્ષયાત્ | 'ચાસ્ય ધાતા ગર્ભસ્થ સત્યમાહ શકુંતલા || અથવા કર્ણપર્વમાં શલ્ય અને કર્ણની વાતચીતમાં કેટલીક વિનોદાત્મક ગાથાઓ તથા જે કેટલીક ‘ગાથામખ્યત્ર ગાયંતિ યે પુરાણવિદો જના' એમ કહીને ઉદ્ધત કરેલી છે, જેમકે, વિષ્ણુપુરાણમાં – શનૈયત્યબલા રમ્યા હેમંત ચન્દ્રભૂષિતા | અલંકૃતા ત્રિભિભર્વિસ્ત્રિશંકુગ્રહમડિતા || આવી ગાથાઓનો પૂરો તથા તુલનાત્મક સંગ્રહ ઘણો ઉપાદેય – ઉપયોગી નીવડશે. Page #148 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલપ્રતિબોધ'ની રચના ૧૩૩ મળે છે, વળી પ્રૌઢ સંસ્કૃત આવે છે કે જેના આવવાથી જ લેખોનું પ્રાકૃત ગેબ થઈ જાય છે. અહીં સાહિત્યની પ્રાકૃતના ઉદયથી તાંબા-પથ્થરની પ્રાકૃત ગેબ થઈ જાય છે. અહીં સાહિત્યની પ્રાકૃત લેખોમાં કદી પ્રાપ્ત થતી નથી અને લેખોની પ્રાકૃત સાહિત્યમાં કદી મળતી નથી. સાહિત્યની પ્રાકૃત લેખમાં કોરેલી મળે છે તો તે ભોજના “કૂર્મશતક', જેવા કાવ્યની મળે છે. લખેલી પ્રાકૃત સાહિત્યના જે એકત્રિત કરેલા નિયમ છે – ક્યાંક ‘ન' તો ક્યાંક બણ', ક્યાંક “ખ”નો કુખ અને ક્યાંક “ઘ', ક્યાંક ‘ત, ગ’ની જગાએ થ” અને ક્યાંક “અ” – આ સર્વનો ભંગ, સર્વનો વિકલ્પ શિલાલેખની પ્રાકૃતમાં મળી આવે છે. જ્યારે પ્રાકૃતોની માગધી, શૌરસેની, મહારાષ્ટ્રી આદિ દેશનામ રાખવામાં આવ્યાં ત્યારે તેમાં કંઈક તો તે દેશની પ્રાકૃત ભાષાનો આશ્રય લેવામાં આવ્યો, કોઈ વિશેષલક્ષણ ત્યાંની ચાલુ બોલીનાં લેવામાં આવ્યાં, પરંતુ અશુદ્ધ સંસ્કૃતનાં પણ લેવામાં આવ્યાં. એમ માની શકાય કે મગધ, ઓડીસા (ઓરીસા), મદ્ર આદિના પૂર્વના લેખોની વિશેષતાઓ માગધીમાં, ગુજરાત, કાઠિયાવાડ કન્ડેરી ગુફા આદિના પશ્ચિમના-દક્ષિણના લેખોની રીતિઓ મહારાષ્ટ્રમાં, અને મધ્યદેશ અર્થાત્ મથુરા-કુશના તથા ક્ષત્રપોના સંસ્કૃત અને મિશ્ર લેખોની વાતો સંસ્કૃતપ્રાય શૌરસેનીમાં મળી જાય છે. પરંતુ એમ કહેવું કે સાતવાહન (હાલ)ની “સપ્તશતી અને વા૫તિના ‘ગૌડવહોની મહારાષ્ટ્રી મહારાષ્ટ્રની દેશભાષા હતી એ બરાબર નથી. વસ્તુતઃ શબ્દોનું બોધગમ્ય રૂપ અપભ્રંશ અને પૈશાચી આદિ ‘નીચી પ્રાકતોમાં અધિક રહી ગયેલ છે. ઊંચી પ્રાકૃતોમાં “ર” ઊડી. જઈ “મૂર્ખનો પણ “મુખ” અને “મોક્ષનો પણ “મુખ’, ‘ઉષ્ટ્રનો “ઉઠ” થઈ જાય છે. પરંતુ અપભ્રંશ અને પૈશાચીમાં ‘મૂરુખ', અને “ઉષ્ટ' યા “ઉઈ પણ જળવાઈ રહ્યા છે. પ્રાકૃત કવિતા વ્યાકરણની મદદથી સમાજને લાયક થતી ગઈ, અથવા એમ કહી શકાય કે જેમ પહેલાં ગંગાપ્રવાહમાંથી સંસ્કૃતના નરીનેના [કોઈ બંધનું નામ ?] બાંધ બાંધી તૂટાછૂટા કિનારાની નહેર બનાવવામાં આવી હતી તેમ ફરીથી માગધી, શૌરસેની અને મહારાષ્ટ્રની નહેરો જુદી કરવામાં આવી કે જેના કિનારા પણ સંસ્કૃતની પ્રકૃતિની પેઠે આડાઅવળા કરવામાં આવ્યા, પરંતુ ભાષાપ્રવાહ – સાચી ગંગા – અપભ્રંશ અને જૂની હિંદી-ગુજરાતીના રૂપમાં વહેતો ગયો. અપભ્રંશ પ્રવાહ કંઈ (અમુક સ્થળે) નહોતો, અપભ્રંશ (અમુક) એક દેશની ભાષા નહોતી, ક્યાંક-ક્યાંક નહેરોનો પડોશ હોવાથી તેને નહેર એ નામથી ભલે કહો પરંતુ તે સમસ્ત દેશની ભાષા હતી કે જે નહેરોની સમાનાંતર વહેતી ચાલી જાતી હતી. વૈદિક ભાષા, સાચી સંસ્કૃત, સાચી પ્રાકૃત, અપભ્રંશ, જૂની હિંદી-ગુજરાતી દેશની એક જ ભાષા રહી છે. પંડિતોની સંસ્કૃત, વૈયાકરણો યા નાટકોની પ્રાકૃત, મહારાષ્ટ્રી અથવા એવા જ નામની અપભ્રંશ, પશ્ચિમી રાજસ્થાની યા જૂની ગુજરાતી યા બંગલા, ગુજરાતી આદિ સર્વે તેના સાઇડ-શોઝ – આજુબાજુના ખેલ છે, નટની જુદીજુદી ભૂમિકા છે. ૨૧૬. હેમાચાર્ય પ્રાકૃતનો કઈ રીતે અર્થ કરે છે તે અગાઉ કહેવાઈ ગયું છે. માકડેયના વ્યાકરણમાં પ્રાકૃતના આટલા ભેદ આપ્યા છે કે : Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ ૧. ભાષા : મહારાષ્ટ્રી, શૌરસેની, પ્રાચ્યા, આવતી, માગધી, અર્ધમાગધી. ૨. વિભાષા : શાકારી, ચાંડાલી, આભીરી, ટાક્કી, ઔડી, ડ્રાવિડી. ૩. અપભ્રંશ. ૪. પૈશાચી. આ વિભાગ પરિસંખ્યા રૂપે માત્ર છે, તર્કનુસાર વિભાગ નથી. કોઈ નામ દેશો પરથી અને કોઈ નામ જાતિઓ પરથી બન્યા છે. પ્રાચ્યા એ પૂર્વી બોલી છે કે જે શૂરસેન અને અવંતીની પ્રાકૃતોથી બનેલી કહેવાય છે. અવંતીની ભાષામાં એમ કહેવાય છે કે “રનો લોપ થતો નથી અને લોકોક્તિ અને દેશભાષાના પ્રયોગ અધિક આવે છે. તો તે અપભ્રંશની બહેન જેવી થઈ. અવંતી (માલવા) મહારાષ્ટ્ર અને સૂરસેન એ બે દેશોની વચમાં જ છે. અર્ધમાગધી તો અહીં ગણાવી, પરંતુ ચૂલિકા પૈશાચી (નાની પૈશાચી) ગણાવી નહીં શકારની કોઈ અલગ ભાષા નથી; જેમ નાટકનું કોઈ પાત્ર હૈ સો ને” અથવા “જો હૈ શો' અધિક બોલતો હોય તો તેની બોલીમાં તે “તકિયા-કલામ' અધિક આવશે, એવી બોલી શકારી છે. ચંડાલ, શબર એ જાતિઓ છે. આભીર જાતિ પણ છે ને દેશ પણ છે. ટક્ક પંજાબનો દક્ષિણ-પશ્ચિમી ભાગ છે કે જેની ચર્ચા આવી ચૂકી છે અને જ્યાંની લિપિ ટાકરી કહેવાઈ. ઉડ એ ઉડીસા – ઓરીસા – ઉત્કલ છે દ્રાવિડી દ્રવિડની અનાર્ય ભાષા તામિલ નહીં પરંતુ એક બાંધેલી અપભ્રંશ ભાષા છે. રાજશેખરે “કપૂરમંજરી'માં કવિતામાં મહારાષ્ટ્રનો અને ગદ્યમાં શૌરસેનીનો ઉપયોગ કર્યો છે. નાટકોમાં પાત્રાનુસાર ભાષાવિશેષનો પ્રયોગ દૈશિક તત્ત્વ ઉપર નથી તેમજ જાતિક જાતિના તત્ત્વ પર પણ નથી, કેવલ રૂઢ સંપ્રદાય છે. વરરુચિની મહારાષ્ટ્રી અને હેમચન્દ્રજીની જૈન મહારાષ્ટ્રમાં પણ બે મુખ્ય અંતર છે. વરરુચિ કહે છે કે વર્ણનો લોપ થાય ત્યારે બે સ્વરોની વચમાં થ' હોતો નથી ત્યારે જૈન ‘ય’ શ્રુતિ માને છે, જેમકે, કવિતાની મહારાષ્ટ્રીમાં “સરિતુનો “સરિઆ', જૈન મહારાષ્ટ્રીમાં ઈષતુ સ્પષ્ટતર ‘ય’ શ્રુતિથી “સરિયા’ થાય છે. બીજું અંતર એ છે કે કવિતાની મહારાષ્ટ્રમાં સંસ્કૃત “નનો સદા ‘ણ' થાય છે, જેન બંનેને ખપમાં લગાડે છે, અને પદાદિમાં ‘ણ” કદી પણ લાવતા નથી. સાહિત્યની પ્રાકૃતને જ્યારે જરૂર લાગી ત્યારે તેણે દેશી શબ્દ લીધા અને સંસ્કૃતને પણ જ્યારે ઇચ્છા થાય ત્યારે તેને સુધારી સાફ કરી લીધાં કરે છે. સાહિત્યની પ્રાકૃતમાં આ પણ વાત છે કે પ્રત્યેક સંસ્કૃત શબ્દને તે પોતાના જ નિયમોથી તત્સમ અથવા તદ્ભવ રૂપ બનાવી કામમાં લઈ શકતી નથી. જે શબ્દ આવી ગયા હોય તેનું વિવેચન તેના નિયમો કરે છે, તે નિયમોથી નવા શબ્દ બનાવી શકાતા નથી. હેમચન્દ્રજી કહી ગયેલ છે કે (૮-૨-૧૭૪) “આ માટે કષ્ટ, ધૃષ્ટ, વાક્યુ. વિદ્ધસ, વાચસ્પતિ, વિક્ટરશ્રવસુ, પ્રચેતસ, પોફત, પ્રોત આદિ શબ્દોનો અથવા જેના અંત ક્વિપૂ આદિ પ્રત્યય હોય તેવા અગ્નિચિત્, સોમસુત. સુગ્લ, સુસ્ત આદિ શબ્દોનો કે જેનો પ્રયોગ પહેલાંના કવિઓએ કર્યો નથી તેનો પ્રયોગ કરવો ન જોઈએ, કારણકે તેમ કરવાથી પ્રતીતિમાં વિષમતા આવે છે, બીજા શબ્દોથી જ તેનો અર્થ કહેવાય. Page #150 -------------------------------------------------------------------------- ________________ સોમપ્રભાચાર્યે અવતારેલ અપભ્રંશ ઉદાહરણો ૧૩૫ જેમકે, “કૃષ્ટ'ને માટે કુશલ, “વાચસ્પતિ’ને માટે “ગુરુ', ‘વિષ્ટરશ્રવા માટે “હરિ ઈત્યાદિ.” ૨૧૭. આગળ ઉદાહરણાંશ બે રીતે વહેંચ્યા છે. પહેલામાં સોમપ્રભાચાર્યની ઉદ્ધત કવિતા છે, બીજામાં તેમની તથા સિદ્ધપાલની રચનાના નમૂના છે. વિસ્તારભયથી અર્થ આપવામાં એવી રીત રાખી છે કે પ્રત્યેક પદને મળતો ગુજરાતી-હિંદી અર્થ ક્રમે આપ્યો છે, પછી સ્વતંત્ર અનુવાદ કર્યો નથી. તેને મેળવી બોલવાથી યા બોલતી વખતે મનમાં અન્વય કરવાથી અર્થ પ્રતીત થઈ જશે. [પદાનુસારી અર્થ જ્યાં હતા ત્યાં બે વ્યવસ્થિત અનુવાદનું સ્વરૂપ આપી દીધું છે.] પ્રકરણ ૪ : સોમપ્રભાચાર્યે અવતારેલ અપભ્રંશ ઉદાહરણો ૨૧૮. અત્ર સોમપ્રભસૂરિએ પોતાના કુમારપાલપ્રતિબોધ' નામના ગ્રંથમાં જે જૂની ભાષા - અપભ્રંશનાં ઉદાહરણો ઉદ્ધત કર્યા છે તે મૂક્યાં છે. (૧) માણિ પણgઈ જઈ ન તણું, તો દેસડા ચઈજ્જ, મા દુર્જનકરપલ્લવિહિં, દૈસિર્જતુ ભમિ. • માન પ્રનષ્ટ થાય (તો શરીર તજવું જોઈએ), જો શરીર ન (તજાય) તો દેશને (તો અવશ્ય) તજી દેવો જોઈએ. પણ દુર્જનો પોતાની આંગળીઓથી ચીંધી આપણને બતાવે તેવી રીતે ભમવું ન જોઈએ. • દંસ – દેખાડવાના અર્થમાં પ્રાકૃત ધાતુ (“દ” ઉપરથી), પંજાબીમાં દસ. જુઓ ૪.૪૬. આ દોહો હેમચન્દ્રમાં પણ છે. જુઓ આ પૂર્વે ક્ર.૧૧૪.' (૨) એક મનુષ્ય યજ્ઞ માટે બકરાને લઈ જતો હતો અને બકરો રાડો પાડતો હતો. એક સાધુએ તેને એક દોહો કહ્યો એટલે બકરો છાનો રહી ગયો. સાધુએ સમજાવ્યું કે આ બકરો આ પુરુષનો બાપ રુદ્રશર્મા છે, તેણે આ તળાવ ખોદાવ્યું, પાળ પર ઝાડ વાવ્યાં, પ્રતિવર્ષ અહીં બકરા મારવાનો યજ્ઞ આદર્યો. તે રદ્રશર્મા પાંચ વાર બકરાની યોનિમાં જન્મ લઈ પોતાના પુત્રથ માર્યો ગયો છે. આ છઠ્ઠો ભવ છે. બકરો પોતાની ભાષામાં કહી રહ્યો છે કે બેટા, માર નહીં, હું તારો બાપ છું. જો તેનો વિશ્વાસ ન પડે તો આ નિશાની બતાવું છું કે ઘરની અંદર તારાથી છુપાવીને એક નિધાન દાટ્યો છે તે બતાવી આપું. મુનિના કહેવાથી ઘરમાં નિધાન બતાવી આપ્યો અને પછી બકરાને તથા તેના મનુષ્ય-પુત્રને સ્વર્ગ મળ્યું. ખરું ખણાવિય સઈ છગલ, સઈ આરોવિય સુખ, પઈ જ પવત્તિય જન્ન સઈ, કિં બુબ્સયહિ મુરુક્મ. • હે જાગલ – બકરા ! તેં સ્વયં ખાડો ખણાવ્યો, સ્વયં વૃક્ષ રોપ્યાં, સ્વયં યજ્ઞ પ્રવર્તિત કરેલા. (હવે) શા માટે બેં બેં કરે છે, મૂર્ખ ? • (૩) એક નગરમાં અશુભની શાંતિ પશુવધથી કરવામાં આવનારી હતી, ત્યારે દેવતાએ કહ્યું કે : Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ વસઈ કમિલ કલસ જિમ્ન, જીવદયા જસુ ચિત્તિ, તસુ પય-પક્બાલણ-જલિણ, હોસઇ અસિવ નિવિત્તિ. • કમલમાં, કલહંસીની, જેમ, જીવદયા જેના ચિત્તમાં વસે છે તેના પદ (પગ) પખાલવા(ધોવા)ના જલથી અશિવ અકલ્યાણની નિવૃત્તિ થશે. • (૪) આભરણ-કિરણ-દિપંત-દેહ, અહરીકિય-સુરવહૂ-રૂપરેહ, · Ad ઘણ-કુંકુમ-કદ્દમ ઘર-દુવારિ, ખુüત-ચલણ નસ્યંતિ નારિ. આભરણોનાં કિરણોથી જેના દેહ દીપે છે, જેમણે દેવાગનાંઓની રૂપરેખાને હલકી પાડી છે એવી નારીઓ ઘરઆંગણે કુંકુમના ગાઢ કાદવમાં પગ ખૂંપાવતી નાચે છે. • (૫) તીયહ તિત્રિ પિયારાઈ, કલિ કજ્જલ સિંદૂર, જૈન ગૂર્જર કવિઓ: ૧૦ અન્નઇ તિત્રિ પિયારાઈ, દુધ્ધે જમ્યાઈ ઉં તૂરુ. • સ્ત્રીઓને, ત્રણ પ્યારા (છે) કલિ (ઝઘડો), કાજળ (અને) સિંદૂર. અન્ય (પણ) ત્રણ પ્યારા (છે) દૂધ, જમાઈ અને વાજું. તૂર – સૂર્ય. (૬) એક રાજા પોતાની રાણી સાથે પોતાની ગાદીનું ભવિષ્ય કહી રહ્યો છે કે ઃ નરવઇ આણુ જુ લંઘિહઇ, વિસ રહઇ જુ હિંદુ, હિરહઇ કુમિર જુ કણગવઈ, હોસઈ ઈહ સુ નિચંદુ. નરપતિની આણ, જે, ઉલ્લંઘ ઓળંગે, જે કરીંદ્રને વશ કરે, કુમારી કનકવતીને જે હરી જાય તે અહીં નરેંદ્ર થશે. • અભયસિંહ કુમારે ત્રણ વાતો પૂરી કરી છે. અહીં ‘આણ’ને સંસ્કૃત ‘આજ્ઞા’ સાથે સરખાવી છે અને તે જૈનમાં સર્વત્ર જોવામાં આવે છે. ગુલેરી મહાશય તેનો અર્થ શપથ કે દુહાઈ કરે છે જેમકે રાજપૂતાનામાં ‘દરબારકી આન’, તુલસીદાસ રામાયણમાં નિષાદનું વાક્ય મોહિ રામ રારિ આન (રાવલી આન) દસરથ સપથ.' ને વધુમાં જણાવે છે કે આગળ કથામાં સ્પષ્ટ થાય છે કે ‘આન’નો અર્થ અહીં કાંઈ આજ્ઞા નથી. અરધી રાતે અભયસિંહ ચાલ્યો જતો હતો ત્યાં નગરીરક્ષકે અટકાવ્યો અને તે ન અટક્યો ત્યારે રાજાની ‘આણ’ દીધી. તારા બાપને રાજાની આણ દે' એમ કહી અભયસિંહ ચાલ્યો ગયો. ૩૩ આ કથામાં આગળ ચાલતાં એક અદ્ભુત રૂઢિપ્રયોગ આવે છે. રાજકુમારી કનકવતી પર હાથીએ હુમલો કર્યો. તેના પરિજને બૂમ મારી કે છે કોઈ ‘ચઉદ્દસીજાઓ’ – ચતુર્દશીજાયો કે જે અમારી સ્વામિનીને આ કૃતાંત જેવા હાથીથી બચાવે ? અહીં ચૌદશજાયો ચૌદશને દિને જન્મેલો ઘણો ભાગ્યવાન અથવા પરાક્રમીના અર્થમાં ૩૩. નયરારક્ખણ દિન્ના રત્રો આણા. દેસુનિઅપિઉણો રત્રો આણંતિ ભણંતો અભયસીહો બચ્ચઇ. પૃ.૩૮. • Page #152 -------------------------------------------------------------------------- ________________ સોમપ્રભાચાર્યે અવતારેલ અપભ્રંશ ઉદાહરણો આવ્યો છે. જેમકે જેની છાતી પર વાળ હોય તે આ કામ કરે, જેણે માનું દૂધ પીધું છે, જે ઊજળી ચૌદશે જન્મ્યો છે. (૭) વસંતવર્ણન અહ કોઈલ-કુલ-૨વ-મુહુલ, ભુવણિ વસંતુ પય, ભટ્ઠ વ મયણ-મહા-નિવહ, પડિઅ-વિજય-મરટ્ઠ. • અથ કોયલ-કુલ-૨વ-મુખર, ભુવને વસંત પેઠો, ભટ ઇવ મદન મહાનૃપના પ્રકટિત-વિજય-પુરુષાર્થ. મરઠ – વીરતા, મરાઠાપણું ? [મરડ, ગ] (૮) સૂરુ પલોઇવિ કંત-કર, ઉત્તર-દિદિસ-આસત્તુ, નીસાસુ વ દાહિણ-દિસય, મલય-સમીર પવત્તુ. સૂર્ય પ્રલોકી કાન્તક૨, ઉત્તર-દિશા-આસક્ત, નિઃશ્વાસ ઈવ દક્ષિણદિશના મલયસમીર પ્રવૃત્ત. • [મલયના સમીર વહે છે તે જાણે સુંદર કિરણોવાળા સૂર્યને ઉત્ત૨ દિશામાં આસક્ત જોઈને દક્ષિણ દિશાએ મૂકેલા નિઃશ્વાસો. ] આમાં ‘કુમારસંભવ’ના ‘કુબેરગુપ્તાં દિશમુ૨મૌ, ગન્તુ પ્રવૃત્ત સમય વિલંઘ્ય, દિગ્દક્ષિણા ગન્ધવહં મુખેન વ્યલીકનિઃશ્વાસમિવોત્સસર્જ’નો ભાવ છે, ‘ક૨’માં શ્લેષ છે. પલોઇવિ – પ્રલોક્સ, જોઈને. વિભક્તિઓનો બરાબર અનુક્રમ ન જાળવ્યાથી આ શબ્દ વચમાં આવી ગયો છે અને ‘સૂર’ તથા ‘કંત’ દૂર પડી ગયા છે. (૯) કાણણ-સિરિ સોહઇ અરુણ-નવ-પલ્લવ-પરિણદ્ધ. નં રત્તસુય-પાવરિય, મહુ-પિયયમ-સંબદ્ધ. કાનન-અરણ્યની શ્રી અરુણ નવપલ્લવોથી ઢંકાયેલી શોભે છે, જાણે રક્તાંશુક(લાલ વસ્ત્રો)થી ઢંકાયેલી, મધુ(ચૈત્ર, વસંત)રૂપી પ્રિયતમથી સંબદ્ધ (હોય નહીં). હતો કે • • લાલ વસ્ત્ર ગુજરાતી સ્ત્રીઓ પહેરે છે. તેને ‘કસુંબો’ કહે છે. પારિય – પ્રાવૃત. (૧૦) સહયારિહિ મંજિર સહિ, ભમર-સમૂહ-સશાહ, જાલાઉ વ મયણાનલહ, પરિય-ધૂમ-પવાહ. • સહકાર (આંબા) પર મંજરી સોહે છે ભ્રમરસમૂહથી સનાથ, જ્વાલાઓ ઇવ મદનાનલની પ્રસરિત ધૂમ્ર-પ્રવાહ. અહીં ‘સહહિ’નો અર્થ ‘સહે છે’ એમ થઈ શકતો નથી. સોહે છે’ એ અર્થ બેસે છે. ‘સો’માંના ‘ઓ’ની એક માત્રા માનવાથી કામ ચાલ્યું છે. જુઓ ક્ર.૨૨, ૪૧. - ૧૩૭ [પ્રાકૃતમાં ‘સ’ ‘વિરાજ્ - શોભવું' એ અર્થમાં પણ છે.] (૧૧) દમયંતીના વસ્ત્ર પર નલ તેને તજતી વખતે પોતાના લોહીથી લખી ગયો Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ વડ-રખહ દાહિણ-દિતિહિં, જાઈ વિદખ્ખહિ મળ્યુ, . વામ-દિસિદ્ધિ પુણ કોસલિહિ, જાહ રુચ્ચઈ તહિં લગ્ન. • વડ(ના) ઝાડની દક્ષિણ દિશામાં જાય (છે) વિદર્ભનો માર્ગ, વામ દિશામાં પુનઃ કોશલનો (માર્ગ), જ્યાં રુચે ત્યાં લાગ. • જ્યાં ચાહે ત્યાં જા. (૧૨) કુશલ નામનો વિપ્ર (મહાભારતના નલોપાખ્યાનનો પર્યાદ) ખુદ્દકને (મુદ્રક, મહાભારતનો વિકૃત નલ રૂપે બાહુક) જોઈને નીચેનો દોહો (દુર્ય) ગાય છે ? નિર્ટુર નિક્કિધુ કાઉંરિસુ, એકૃજિ નવુ ન હુ ભંતિ, મુક્કિય મહસઈ જેણ વણિ, નિસિ સુન્ની દમયંતિ. • જેણે મહાસતી દમયંતીને રાત્રિએ વનમાં સૂતેલી છોડી દીધી તે નિષ્ફર, નિષ્કપ (કૃપારહિત) કાપુરુષ એક જ નલ એ વાતમાં ભ્રાંતિ નથી જ. • (૧૩) પરદારગમનના સંબધે ઉજ્જયિનીના રાજા પ્રદ્યોતની કથા લખી છે, તેમાં પ્રસંગવશાત્ ઉદયન, વત્સરાજ, વાસવદત્તા, યૌગંધરાધરાયણ આદિની કથાઓ પણ આવી છે કે જે બૌદ્ધ જાતકોમાં, બૃહત્કથા (કથાસરિત્સાગર) અને ભાસના નાટક પ્રતિજ્ઞાયૌગંધરાયણની કથાથી કંઈક ફેરવાળી છે. કિંતુ બે શ્લોક તે નાટકમાંથી ઉદ્ધત કરવામાં આવ્યા છે. અસ્તુ. રાજગૃહના રાજા શ્રેણિકના પુત્ર અભયને પ્રદ્યોતે છલથી બાંધી પોતાને ત્યાં રાખેલો હતો. તેણે કંઈ ધ્યાન ખેંચે તેવાં કામ કર્યા. પ્રદ્યોતે તેને વર માગવા કહ્યું ત્યારે તેણે એવો ઉટપટાંગ – ગૂંચવડિયો વર માગ્યો કે જેનો સાર એ હતો કે મને અહીંથી વિદાય કરો. અભય કહે છે કે – નલગિરિ હત્યિહિ મિંઠિત, સિવદેવિહિ ઉદ્ઘગિ, અગ્મિભીરુ-રાહદારુઈહિ, અગ્નિ દેહિ મહ અંગિ. • નલગિરિ હાથીમાં (પર) બેઠાં બેઠાં શિવાદેવીના ખોળામાં અગ્નિભીરુ રથનાં લાકડાંઓથી મારા અંગમાં આગ દે. • પ્રદ્યોતને ત્યાં નલગિરિ નામનો પ્રસિદ્ધ હાથી હતો; શિવાદેવી હતી, અગ્નિભીરુ રથ હતો કે જે આગમાં બળતો નહોતો. (૧૪) જોતી વખતે અભય બદલો લેવાની નીચેની પ્રતિજ્ઞા કરીને ગયો અને પછીથી આવી પરદારગમનરસિક પ્રદ્યોતને બે સ્ત્રીઓ દ્વારા લલચાવી બાંધી લઈ ગયો : કરિવિ પઈડુ સહસ્સારુ, નગરી મઝિણ સામિ ! જઈ ન રડતુ તઈ હરઉં, (તઈ) અગ્નિહિં પવિસામિ. • હે સ્વામી ! સહસ્ત્રકર – સૂર્યને પ્રદીપ કરી અર્થાત્ ધોળે દહાડે નગરીના મધ્યથી તને રડતો જો હું હરી ન જાઉં તો હું અગ્નિમાં પ્રવેશ Page #154 -------------------------------------------------------------------------- ________________ સોમપ્રભાચાર્યે અવતારેલ અપભ્રંશ ઉદાહરણો ૧૩૯ (૧૫) વેસ વિસિઠહ વારિયાં, જઈ વિ મોહર-ગર, ગંગાજલ-પકખાલિય વિ, સુણહિ કિં હોઇ પવિત્ત. • યદિ મનોહર ગાત્રવાળી (હોય) તોપણ વિશિષ્ટોને માટે વેશ્યા વારવા – તજવા યોગ્ય છે.] કૂતરી ગંગાજલથી પ્રક્ષાલિત (હોય) તોયે શું પવિત્ર થાય ? • જુઓ નીચેનું ઉદાહરણ ૪.૧૬. સુણહિ – સં.શુની, કૂતરી. (૧૬) નયણિહિ રોયઈ મણિ હસઈ, જશું જાણઈ સઉ તત્ત, વેશ વિસિઠહ તે કરઈ, જે કફહ કરવતુ. • આિંખથી રડે ને મનમાં હસે. લોકો એમ જાણે કે આ બધું સાચું છે. પરંતુ) વેશ્યા વિશિષ્ટોનું એવું કરે છે એવું કરવત કાષ્ઠનું.] • ઉપરના બંને દોહામાં ‘વેસ વિસિટ્ઠહ જુદાજુદા પદ માનીએ તો પહેલામાં વેશ્યા વિશિષ્ટો(સારા લોકો)થી વારતિ કરવામાં આવે છે, એ અર્થ થશે અને બીજામાં ‘વેશ્યા વિશિષ્ટોના (=ને) તે કરે' ઇત્યાદિ થશે. [પહેલાં વેશ-વિશિષ્ટા – સારા વેશવાળી એવો અર્થ કરેલો તેને અનુલક્ષીને ઉપરની નોંધ છે. હવે અનુવાદ સુધાર્યો છે તે મુજબ બન્ને સ્થાને ‘વેશ્યાઅર્થ લઈ શકાય છે.) કરવ7 – સં.કરપત્ર, હિં. કરૌતી, ગુ.કરવત. (૧૭) પિય હઉં થક્રિય સયલ દિયું, તુહ વિરહગિ કિલંત, થોડઈ જલ જિમ મચ્છલિય, તલ્લોવિદ્ધિ કરત. • પિયુ ! હું સકલ – આખો દિન તારા વિરહના અગ્નિમાં ઊકળતી રહી. (કેવી રીતે ?) જેમ માછલી થોડા જલમાં તડફડાટ કરે છે (તેમ). • થક્રિય – થાકવું – રહેવું (બંગલા “થા'); તલ્લોપિલ્લિ - તલે ઉપરિ, ઉપરનીચે થવું તે, તરફડાટ. (૧૮) માં જાણિયલું પિય-વિરહિયહ, કવિ ધર હોઈ વિયાલિ, નવરિ મયંકુ વિ તહ તવઈ, જહ દિણયરુ ખયકાલિ. • મેં જાણ્યું કે પ્રિયના વિરહિતને કોઈ પણ આધાર રાતમાં [સાંજ પડ્યું હોય, પરંતુ તે જવા દ્યો – તે દૂર રહ્યું – ઊલટું) મયંક પણ જેમ દિનકર પ્રલયકાલમાં (તપે) તેમ તપે છે. • ધર – આધાર, આલંબન. વિયાલિ — વિકાલે. વિ=દ્ધિ, બીજી વેળા અર્થાત્ રાત. [વિકાલ એટલે વિરુદ્ધ કાલ, સૂર્યાસ્તકાલ, સાંજ.] નવરિ - આ દેશી શબ્દના કંઈક યોગ્ય ભાવ પ્રાકૃતની સંસ્કૃત છાયા બનાવનાર લાવી શકતો નથી. તેની ઉપર અર્થ આપ્યો છે. આ દોહો હેમચન્દ્રજીના વ્યાકરણમાં પણ છે. જુઓ આ પૂર્વે ક્ર.૬૨. (૧૯) અજુ વિહાણવું અજુ દિણ, અજજુ સુવાઉ પવસ્તુ, અજુગલત્યિક સયલુ દુહ, જં તુહું મહ ઘરિ પતુ. Page #155 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ • આજ વહાણું (પ્રભાત) થયું, આજ દિવસ ઊગ્યો, આજ સુવાયુ પ્રવૃત્ત થયો. આજ સકલ દુઃખને ગલહત્થો (દીધો) – કાઢી નાખ્યું. કેમકે તું મારા ઘરમાં પ્રાપ્ત થયો – આવ્યો. • ગલત્યિઉ સં.ગલહસ્તિત, ગળામાં હાથ દઈ કાઢી મૂક્યું. (અર્ધચન્દ્ર દીધું, ‘ગલહસ્તેન માધવઃ”) (૨૦) ડિવિવિ દય દેવ ગુરુ, દેવ સુપત્તિહિ દાણુ, વિરઇવિ દીણજણુદ્ધરણુ, કરિ સલઉં અપ્પાણુ. • દયા, દેવ અને ગુરુ પ્રાપ્ત કરી, સુપાત્રોને દાન દઈ દીનજનનું ૧૪૦ ઉદ્ધરણ કરી આત્માને – પોતાને સફલ કર. - ચોથા ચરણની સમસ્યાપૂર્તિ છે. વિરઇવિ – સં.વિરચ્ય. અપ્પાણં - આત્માનં. તુલસીદાસે ‘અપાન’ વાપરેલ છે. (૨૧) પુત્તુ જુ રંજઇ જણયમણુ, થી આરાહઈ કંતુ, ભિચ્ચુ પસન્નુ કઈ પહુ, ઇહુ ભશ્ચિમ-પજ્યુંતુ. • જે પુત્ર જનક એટલે પિતા(ના) મનનું રંજન કરે, સ્ત્રી કંથ(ને) આરાધે, ભૃત્ય પ્રભુ – સ્વામી(ને) પ્રસન્ન કરે એ ભલાઈની સીમા (પર્યંત) છે. ચોથા ચરણની સમસ્યાપૂર્તિ છે. (૨૨) મ૨ગય-વન્નહ પિયહ ઉરિ, પિય ચંપયપય દેહ, (સમસ્યા) કસવટ્ટઇ દિત્રિય સહઇ, નાઇ સુવન્નહ રેહ. (પૂર્તિ) મરકત-વર્ણના (શ્યામલ) પિયાના ઉ૨ પર ચંપક (જેવી) પ્રભા(વાળા) દેહવાળી પ્રિયા કસોટી પર સુવર્ણની રેખા દીધી હોય તેના જેવી શોભે છે. • • હેમચન્દ્રના વ્યાકરણમાં આને ઘણી મળતી એક બીજી કવિતા છે તેનું વિવરણ જુઓ આ પૂર્વે ક્ર.૧. આ કઈ અવસ્થાનું વર્ણન છે તે કહેવાની જરૂર રહે છે ? સહઇ જુઓ ઉપર ક્ર.૧૦ અને ૪૧. (૨૩) ચૂડઉ ચુન્નીહોઇસઇ મુદ્ધિ કવોલિ નિહિન્દુ, (સમસ્યા) સાસાનલિણ ઝલયિઉ, વાહસલિલ સંસિત્તુ. (પૂર્તિ) • હે મુગ્ધ ! કપાલ પર રાખેલો ચૂડો શ્વાસના અનલ – અગ્નિથી જ્વાલિત બળેલો થઈ અને બાષ્પ(વરાળ)ના સલિલ એટલે જળથી સંસિક્ત એટલે સીંચાયેલો થઈને ચૂર્ણ (ચૂરેચૂરા) થશે. પહેલાં તો બળતો શ્વાસ ચૂડાને તપાવશે પછી તેના ૫૨ આંસુ પડશે તો તે શું ચૂરેચૂરા નહીં થઈ જાય ? મુદ્ઘિકવોલિ – એને સમાસ લઈએ તો મુગ્ધાના કપોલ પર એવો અર્થ થાય. ચુન્નીહોઇસઇ - અભૂત-તદ્ભાવનો ‘ઈ’ આમાં છે. મુદ્ધિ - જુઓ પ્ર. ચિં. ઉદાહરણમાં ‘મુંધિ' (ક્ર.૮). ઝલક્કિયઉ - ઝલ જ્વાલા, જુઓ પ્ર.ચિં. (ક્ર.૬), • Page #156 -------------------------------------------------------------------------- ________________ સોમપ્રભાચાર્યે અવતારેલ અપભ્રંશ ઉદાહરણો ઝાળ. આ દોહો હેમચન્દ્રમાં પણ છે. જુઓ ૪.૮૦. (૨૪) હઉં તુહ તુóઉ નિચ્છઇણ, મગ્ગિ મણિચ્છિઉ અજ્જુ, તો ગોવાલિણ વજ્જરઉ, પહુ મહ વિયરહિ રજ્જુ. (દેવતાએ કહ્યું કે) હું તારા પર નિશ્ચયે તૂઠો (છું), આજ મનનું ઇછ્યું માગ. ત્યારે ગોવાળે કહ્યું, “પ્રભુ ! મને રાજ આપ.' • વરિઉ – (દેશી) ઊચર્યું, કહ્યું. વિયરહિ – સં.વિતર(હિ). આ સોમપ્રભની પોતાની જ રચના હોય એવો સંભવ છે, પરંતુ અધિક સંભવ તો એ છે કે આ કહાણીનો સંગ્રહશ્લોક હોય. (૨૫) એક કોહલ નામનો કબાડી – જંગલી હતો, તે લાકડાની કાવડ ખાંધ પર લઈને ફરતો હતો. તેને સિંહલા નામની સ્ત્રી હતી. તેણે પતિને કહ્યું, “દેવાધિદેવ યુગાદિદેવની પૂજા કરો કે જેથી જન્માંતરનાં દારિદ્રય-દુઃખ આવે નહીં.' પતિએ કહ્યું કે ‘તું ધર્મઘેલી થઈ છો. પરસેવક એવો હું શું કરી શકું તેમ છું ?' ત્યારે સ્ત્રીએ નદીજલ અને ફૂલની પૂજા કરી. તે જ દિને તે વિષુચિકા - મરડાથી મરી ગઈ અને જન્માંતરમાં રાજકન્યા અને રાજપત્ની થઈ. પોતાના નવા પતિ સાથે કોઈ દિવસ તે જ જિનમંદિરમાં આવી કે જ્યાં પૂર્વ પતિ દિવ્ર કબાડીને જોઈ મૂર્છિત થઈ ગઈ. તે સમયે જાતિસ્મરણ થતાં તેણે નીચેનો દોહો કહ્યો. કબાડીએ સ્વીકાર કરી જન્માંતર-કથાની પુષ્ટિ કરી. અહિ પત્તી નઇહિ જલુ, તો વિ ન વૂહા હત્થ, અવ્યો તહ કવ્વાડિયહ, અજ્જ વિ સ જ્જિ અવત્થ. અટવી(જંગલ)નાં પાંદડાં, નદીનું જળ (સુલભ હતાં) તોપણ (તે) • હાથ ન હલાવ્યા. હાય ! તે કબાડિયા[ની હજી પણ એવી જ અવસ્થા છે.] (અને હું રાણી થઈ ગઈ.) • વહા – ભૂહિત કર્યાં. અવ્યો – આશ્ચર્ય અને ખેદ અર્થે. (૨૬) જે પરદાર-પરમ્મુહા, તે વચ્ચહિં નરસીહ, જે પિરરંભિહં ૫૨૨ણિ, તારું ફુસિજ્જઇ લીહ. • જે પરદારા(થી) પરાભુખ (છે) તે નરસિંહ કહેવાય છે. જે ૫૨૨મણી(ને) આલિંગન કરે છે, તેની રેખા [યશોરેખા, પ્રતિષ્ઠાનો આંક, ઊંચું સ્થાન] ફસકી જાય છે – મટી જાય છે. ૧૪૧ વુહિ સં.ઉચ્યતે. ફુસિઈ મટી જાય છે, હિં. પોંછ દી જાતી હૈ, [ગુ.ભૂંસાય છે], સંસ્કૃતમાં ‘પોંછને’ માટે ‘ઉપું' ધાતુનો કાશ્મીરી કિવિઓએ પ્રયોગ કર્યો છે. લીહ–રેહ, રેખા. (૨૭) એક વહુ પશુપક્ષીની ભાષા જાણતી હતી. અર્ધી રાતે શિયાળને એવું કહેતાં સાંભળ્યું કે નદીનું મડદું આપી દે અને તેનાં ઘરેણાં લઈ લે, એટલે તે નદી ૫૨ તેમ કરવા ગઈ. પાછી આવતી હતી તે સસરાએ જોઈ લીધું. તેણે જાણ્યું કે તે અસતી છે. તે તેને પિયર પહોંચાડવા ગયો. માર્ગમાં કરીરના ઝાડની પાસે કૌઓ બોલવા Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ લાગ્યો કે આ વૃક્ષના નીચે દશ લાખનો નિધિ છે, કાઢી લે અને મને દહીં-સતુ ખવરાવ. પોતાની વિદ્યાથી દુ:ખ પામેલી તે સ્ત્રી કહે છે કે : એકે દુન્નય જે ક્યા, તેહિ નીહરિય ઘરમ્સ, બીજા દુત્રય જઈ કરઉં, તો ન મિલઉ પિયરમ્સ. • જે એક દુર્ણય કર્યો તેથી ઘરથી નીકળી – નીસરી, બીજો દુર્નય જો કરું તો પ્યારાને વિસ્તુતઃ પિયરને (પણ) ન મળું. હુિં ક્યાંયની ન રહું.] • પિયર - પ્રિયકર. પિતૃ – પિતર – પિયર.] (૨૮) રૂકમિણીહરણના સમયે કૃષ્ણ રમિણીને કહે છે : અખ્ત થોડા રિઉ બહય, ઈઉ કાયર ચિંતતિ, મુદ્ધિ નિહાલહિ ગયણયલુ, કઈ ઉજ્જોઉ કરંતિ. • અમે થોડા (છીએ), રિપુ ઘણા છે એમ કાયર ચિંતવે છે. ભોળી ! ગગનતલમાં જ, કેટલા ઉદ્યોત – પ્રકાશ કરે છે ? (ઘણા તારા છે ને કે એક ચન્દ્ર જ ?). • મુદ્ધિ – મુગ્ધ ! જુઓ ક. ૨૩. આ હેમચન્દ્રમાં પણ છે, ક.૬૦ [જે આ આવૃત્તિમાં છોડી દીધેલ છે.] (૨૯) સો જિ વિખ્ખણ અખિયાં, છજ્જઈ સોજ્જિ છUહ્યું, ઉપૂહ પઠિક પહિ ઠવઇ, ચિત્ત જુ નેહ-ગહિલ્. • તે જ વિચક્ષણ કહેવાય છે, તે જ છેલ છાજે છે (શોભિત થાય છે) જે ઉત્પથ-પ્રસ્થિત (કુમાર્ગ પર ચાલતા) નેહધેલા ચિત્તને પથ પર ટકાવે અખિયઈ -- આપવામાં આવે, “આ+ખ્યા” પરથી, પંજાબી આખના, કહેવામાં આવે. સોજ્જિ – સોઉજિ, તે જ. છછું – સં.છેદ એટલે વિદગ્ધ, ચતુર. પ્રાપ્ત કવિતામાં ‘છઇલનો અર્થ ચતુર છે. પંજાબીમાં “છેલ” એટલે સારું. આ છઇલ તથા તે પરથી બનાવેલ પ્રેમી છેલા' (છબિલ, છબિલા)નો ભેદ તુલસીદાસે બતાવ્યો છે કે છરે છબીલે છેલ સબ.... ગહિલૂ – સં.ગ્રહિલ, આગ્રહી, તે પરથી “ઘેલું' થયેલ છે, હઠીલું. (૩૦) રિદ્ધિ વિહૂણઉ માણુસહ, ન કુણઈ કુવિ સમ્માણ, સઉણિહિ મુચ્ચહિ ફલરહિઉં, તરુવરુ ઇત્યુ પમાણુ. • રિદ્ધિવિહૂણા માણસનું કોઈ પણ સંમાન કરતું નથી. શકુનિ – પક્ષીઓ ફલરહિત તરુવરને છોડી દે છે (એ) અહીં પ્રમાણ છે. • વિહૂણ – સં.વિહીન. નિષ્ઠા[કર્મણિ ભૂતકૃદંત અને વર્તમાન કૃદંતના પ્રત્યાયના રૂપમાં ઈ’ અને ‘ઊની બદલી માટે સરખાવો ‘જીર્ણ” ઉપરથી “જૂર્ણ અને તે પરથી જૂના'. Page #158 -------------------------------------------------------------------------- ________________ સોમપ્રભાચાર્ય અવતારેલ અપભ્રંશ ઉદાહરણો ૧૪૩ (૩૧) જઇવિ હુ સૂર સુરૂવુ વિઅષ્મણ, તહવિ ન સેવઈ લચ્છિ પઈખણ પુરિસ-ગુણાગુણ-મુસણ-પરમ્મુહ, મહિલહ બુદ્ધિ પયંપહિં જે બુહ. • યદ્યપિ શૂર, સુરૂપ, વિચક્ષણ હોય તથાપિ લક્ષ્મી (તે મનુષ્યને) પ્રતિક્ષણ સેવતી નથી. (કારણકે) મહિલાઓની બુદ્ધિ પુરુષોના ગુણ અને અગુણના વિચારથી પરામુખ હોય છે એમ બુધ – પંડિતો કહે છે. • મુણણ – વિચારવું, મનન. (૩૨) જેણ કુલક્કમ લંઘિયઈ, અવજસુ પસરઈ લોઈ, તે ગુરુ-રિદ્ધિ-નિબંધણુ વિ, ન કુણઈ પંડિઓ કોઇ. • જેનાથી કુલક્રમ ઉલ્લંઘાય, (અ) અપજશ લોકમાં પ્રસરે, તેવું (કામ), બહુ સંપત્તિ ઉપજાવનાર હોય તો પણ કોઈ પંડિત કરતો નથી. • (૩૩) જે મણું મૂઢહ માણુસહ, વંછઈ દુલહ વહ્યું, તે સસિ-મંડલ-ગહણ-કિહિં, ગણિ પસારઈ હલ્યુ. • જો મૂઢ માણસનું મન દુર્લભ વસ્તુને વાંછે છે, તો શું શશિમંડલને ગ્રહણ કરવા માટે ગગનમાં હાથ પસારે છે ? • (૩૪) રાવણ જાયઉ જહિંયહિ, દહ-મુહ એક્ક-સરીરુ, ચિંતાવિય તઈયહિ જણણિ, કવણુ પિયાવહઉં ખીરુ. • દશ મુખ અને એક શરીરવાળો રાવણ જે દિવસે જન્મ્યો ત્યારે માતાએ ચિંતા કરી – ચિંતવ્યું કે કયા મુખને ખીર પિવડાવું ? • શંખપુરના રાજા પુરંદરને ત્યાં એક સરસ્વતી-કુટુંબ આવ્યું. રાજાએ આ દોહાનું ચોથું ચરણ પુત્ર માતાથી સમસ્યાની રીતે પૂછ્યું. ગૃહપત્નીએ પૂર્તિ કરી. “પ્રબંધ ચિંતામણિ'માં સરસ્વતી-કુટુંબ ભોજને ત્યાં આવ્યું હતું, ત્યાં પણ આ સમસ્યા ગૃહપત્નીએ આ જ રીતે પૂર્ણ કરી છે. આમાંથી એ ફલિત થાય છે કે આ દોહો જૂનો છે. કથાલેખક આની રચના કોઈ પણ રાજાની સભામાં ઠેસવી દે છે. હવે પછીના “પ્રબંધચિંતામણિવાળા લેખમાં આનો તેમજ આગળના દોહાનો અર્થ આપેલ છે. જુઓ હવે પછી તેમાં ક્ર.૧૨. | [આ દુહો રાજસ્થાનમાં આ સ્વરૂપે મળે છે – રાજા રાવણ જલમિયો, દસ મુખ એક સરીર, જનનીને સાંસો ભયો, કિણ મુખ ઘાલું ખીર ?] (૩૫) ઈઉ અચ્ચમ્મુઉ દિઠું મઈ, કંઠ વલુલ્લઈ કાલે, કીદવિ વિરહ-કરાલિયહે, ઉઠ્ઠાવિયઉ વરાઉ. • આ અત્યભુત મેં દીઠું હું કંઠમાં શું લગાવું. કોઈ પણ વિરહ-કરાલિતાએ વરાક (બિચારા – પતિ)ને ઉડાવી દીધો. [?] . પુત્રની સ્ત્રીએ આ સમસ્યાપૂર્તિ કરી છે. આ દોહો હેમચન્દ્રમાં પણ છે, ક.૩૨. હિમચન્દ્રમાં વિરહિણી સ્ત્રીએ કાગડાને ઉડાડવા જતાં અર્ધા બલોયાં કૃશતાને કારણે જમીન પર પડી ગયાં અને અધ પ્રિયતમ એકાએક દેખાવાથી હાથ ફૂલી જવાથી Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ ફૂટી ગયાં એવું વર્ણન છે. એનું એક રૂપાંતર એવું આગળ નોંધ્યું છે કે કાગડાને ઉડાડવા જતાં બલોયાં કાગડાના ગળામાં પરોવાઈ ગયાં. અહીં એ ભાવ જણાય છે. વરાક એટલે “બિચારો (કાગડો)'. “કાઉ પણ “કાગડો' હોવા સંભવ છે. “વલુલ્લઈને સ્થાને ‘પ્રબંધચિંતામણિ'ના પદ્ય ક્ર. ૧૩માં “વિક્રુલઈ છે જેનો અર્થ ‘ઉછાળે છે’ ‘ઝુલાવે છે' થાય. “વલય” અધ્યાહત માનવું ? “વલય લઈનું વલૂલઈ' થયું હશે ? (૩૬) સહુ દમેવિ જુ વાહિહઈ, ઇશ્ક વિ જિણિહઈ સત્ત, કુમરિ પિયંકરિ દેવિ તસુ અપ્પણુ રજ્જુ સમg. • સિંહને દમન કરીને જે વાહે – સવારી કરે, એકલો પણ શત્રુઓને જીતે, તેને કુમારી પ્રિયંકરી ને રાજસમસ્ત અર્પણ કરો. • ગજપુરના રાજા ખેમકરને સુતારાદેવીથી એક કન્યા ઉત્પન્ન થઈ. રાજા અને રાણી મરી ગયા પછી મંત્રીઓએ તેને પિયંકર એ નામ આપી પુરુષ હોય તેમ ગાદી પર બેસાડી, પછી કુલદેવી અય્યતાની પૂજા કરીને પૂછ્યું કે આનો પતિ કેને કરવો ? દેવીએ ઉપર મુજબ ઉત્તર આપ્યો. આવો જ પતિ મળી ગયો ને વાર્તા વાર્તાની પેઠે ચાલી આવી. પ્રકરણ ૫ : સોમપ્રભ અને સિદ્ધપાલે રચેલી કવિતા ૨૧૯. હવે સોમપ્રભસૂરિ અને સિદ્ધપાલ કવિની રચેલી કવિતાના નમૂના આપીએ છીએ. કુમારપાલપ્રતિબોધ (ગાયકવાડ સંસ્કૃત સિરીઝ, પૃ.૭૭)નો એક છંદઃ (૩૭) કુલ કલંકિઉ મલિક માહપુ મલિણીય સયણમુહ દિલ્સ હત્યુ નિયગુણ-કડuહ જગુ કૅપિઉ અવજસિણ વસિણ વિહિય સન્નિતિય અપ્રહ. દૂરહ વારિઉ ભદુ તિણિ, ઢક્કિી સુગઈદુવાર, ઉભયભવુમ્ભડદુમ્બક, કામિલ જિણ પરદારુ. • જેણે બન્ને ભવ (આ ભવ અને પરભવ)માં ઉભટ દુઃખ કરનારી પરદારાને કામિત કરી - ચાહી એણે કુમ કલંકિત કર્યું, માહાસ્ય મસળી નાખ્યું - ચૂરો કરી નાખ્યું, સ્વજનોનાં મુખ મલિન કર્યા, નિજ ગુણસમુહને હાથ દીધો (ધક્કો દઈ બહાર કાઢ્યો, ગલહત્વો દીધો – ઢાંકી દીધો), જગને અપજશથી ઝંપ્યું (ઢાંક્યું), વ્યસનને પોતાની પાસે રાખીને ભદ્ર-કલ્યાણને દૂરથી વાયું – રોક્યું, સુગતિનાં દ્વાર ઢાંકી દીધાં. • આ સાત પદવાળો – સપ્તપદ છંદ તે સમયની રચનામાં બહુ મળે છે. અંતના Page #160 -------------------------------------------------------------------------- ________________ સોમપ્રભ અને સિદ્ધપાલે રચેલી કવિતા ૧૪૫ બે પદ દોહાના છે. કડપ્પ – સમૂહ. ઝંપ – ઢાંકવું. આને મળતો એક શ્લોક સોમપ્રભની જ “સૂક્તિમુક્તાવલી' (સિંદૂર પ્રકર-સ્તોત્ર)માં છે ? દત્તસ્તન જગત્યકીર્તિપટો ગોત્રે મલીકૂર્ચક ચારિત્રસ્ય જલાંજલિગુણગણારામસ્ય દાવાનલઃ | સંકેતઃ સકલાપદાં શિવપુરદ્વારે કપાટો દઢ: શીલ યેન નિર્જ વિલુપ્તમખિલ વૈલોક્યચિંતામણિઃ || - કાવ્યમાલા, ગુચ્છક ૭, પૃ.૩૭. કુલ ૧૪ છંદમાં બાર ભાવનાઓ છે (પૃ.૩૧૧) તેમાંથી ત્રણ નમૂના : (૩૮) પિઈ માય ભાય સુકલતુ પુખ્ત પહુ પરિયણ મિતુ સરેહજુd, પહવંતુ ન રખઈ કોવિ મરણ વિણુ ધમ્મહ ન રખU] કોવિ મરણ વિણુ ધમ્મહ અન્ન ન અત્યિ સરણ. • પિતા, માતા, ભાઈ, સારી સ્ત્રી, પુત્ર, સ્વામી, સેવક, મિત્ર – એ કોઈ સ્નેહયુક્ત ને સમર્થ હોવા છતાં મરણને કોઈ રોકી શકતું નથી. ધર્મ સિવાય બીજું કોઈ મરણને રોકી શકતું નથી. ધર્મ વિના બીજું કોઈ શરણું નથી.] • રખ– સં.રક્ષતિ, રક્ષા કરે છે, બચાવે છે. [‘ન રખઈ” એટલે “રક્ષણ કરતું નથી” એ તો અસંગત થાય તેથી ‘રખઈ' એટલે “રાખે, રોકે એવો અર્થ લેવો જોઈએ એમ લાગે છે. અન્ય શબ્દોના અર્થ અનુવાદમાં લઈ લીધા છે.] (૩૯) રાયા વિ રંકુ સયણો વિ સત્ત જણઓ વિ તણઉ જણણિ વિ કલg, ઈહ હોઈ નડ-બ્ધ કુકમ્મવંતુ સંસારરંગિ બહુરૂવુ જંતુ • કુકર્મવંત જીવ આ સંસારરૂપી રંગભૂમિ પર, નટની પેઠે રાજા તેમ રંક, સ્વજન તેમ શત્રુ, પિતા તેમ પુત્ર, માતા તેમ પત્ની – એમ બહુ રૂપ ધરે છે.] • (૪૦) એકલ્લઉ પાવઈ જીવુ જમ્મુ એકલઉ મરઈ વિઢત્ત કમ્મ, એકલ્લઉ પરભવિ સહઈ દુખુ એકલ્લઉ ધમિણ લહઈ મુખુ. • જીવ એકલો જન્મ પામે છે, એકલો કર્મ અર્જિત કરીને મરણ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ પામે છે, એકલો પરભવમાં દુઃખ સહે છે અને એકલો ધર્મથી મોક્ષ મેળવે વસંતવર્ણનના છંદ પાંચ, તેમાંથી એક નમૂનો (પૃ.૩૫૦-૫૧) : (૪૧) જહિં રત્ત સહહિં કુસુમિય પલાસ ને ફુટ્ટઈ પહિયગણ-હિયયમાસ, સહયારિહિ રેહહિ મંજરીઓ ને મયણ-જલણ-જાલાવલીઓ. • જ્યાં કુસુમિત રક્ત પલાસ સોહે છે જાણે કે પથિકગણ(ના) હૃદયનું માંસ ફૂટે છે; સહકારો (આંબા)માં મંજરીઓ વિરાજે છે જાણે કે મદન (રૂપી) જ્વલન (અગ્નિ)ની જ્વાલાવલીઓ. • સહહિં – જુઓ ક્ર.૧૦ તથા ૨૨. ગ્રીષ્મવર્ણનના છંદ ચાર, તેમાંથી એક નમૂનો (પૃ. ૧૭૮) : . (૪૨) જહિં દુઠ નરિંદુ વ સહેલુ ભુવણ, પરિપીડઈ તિવ્ર કહિ તવણુ, જહિં દૂહવ મહિલ વ જણસમગ્ગ, સંતાવઈ લૂય સરીરલગ્ન • જ્યાં તપન – સૂર્ય તીવ્ર કરોથી – કિરણોથી દુખ નરેંદ્રની પેઠે સકલ ભુવનને પીડે છે, જ્યાં કભારજાની જેમ લૂ સૌ લોકોના શરીરે લાગીને સંતાપે છે, કર - રાજના કર તેમજ કિરણ. પૃ.૪૨૩થી ૪૩૭ પર જીવમન કરણસંલાપ છે તેમાં છંદ ૧-૨, ૪-ર૭, ૨૯-૩૦, ૪૭, ૫૧–પર, પ૪–પ૯, ૬૧, ૬૪-૬૫૬૭-૧૦૪ એ બધા અપભ્રંશમાં છે, બાકીના પ્રાકૃતમાં છે. કવિ સિદ્ધપાલે જીવ, મન અને ઈદ્રિયોની વાતચીત રાજા કુમારપાલને સંભળાવી છે. દેહ નામના પટ્ટણ (નગર)માં આત્મા રાજા, બુદ્ધિ મહાદેવી, મન મહામંત્રી, અને ફરિસણ (સ્પર્શ), રસણ (રસ), ગ્વાણ (પ્રાણ), લોયણ (લોચન), * સવણ (શ્રવણ) એ પાંચ પ્રધાન એમ કથા ચાલે છે. તેમાંથી ત્રણ નમૂના આપીએ છીએ : (૪૩) જે તિલુત્તમ-રૂવ-વખિતુ ખણ બંભુ ચઉમુહુ હુઉ ધરઈ ગોરિ અદ્ધગિ સંકર, કંદપ્પપરવસુ ચલણ જે પિયાઈ પણમઈ પુરંદરુ જે કેસવ નાવિલે, ગોઇંગણિ ગોવાહિં, ઈદિયવગ્રહ વિષ્ફરિઓ, તે વત્રિયહ કઈહિં. ૬૧ • તિલોત્તમાના રૂપથી વ્યાક્ષિપ્ત – વ્યાકુલ થયેલા બ્રહ્મા ચતુર્મુખ થયા, શંકર ગૌરીને અધગમાં ધરે – ધારણ કરે છે, કંદર્પને પરવશ એવો પુરંદર પ્રિયાનાં ચરણોને પ્રણમે છે, કેશવ ગોષ્ઠના આંગણે ગોપીઓથી નચાયો – ઈદ્રિયવર્ગનાં આ જે વિસ્કુરિત તે કવિઓથી વર્ણવાય છે. • Page #162 -------------------------------------------------------------------------- ________________ સોમપ્રભ અને સિદ્ધપાલે રચેલી કવિતા ૧૪૭ (૪૪) વાલzણ અસુઈ-વિલિત્ત-દેહુ દુહકર દંસણુગ્ગમ કત્રવેણુ, ચિતંતહ સવ્વ વિવેયરહિલ મહ હિયઉં હોઈ ઉકેંપસહિ8. ૮૫ • બાલકપણું, અશુચિ (પદાર્થોથી) વિલિત દેહ, દુઃખકર દશન એટલે દાંતોનો ઉદ્દગમ, કર્ણવેધ – આ સર્વને ચિંતવતું વિવેકરહિત (એવું) મારું હૈયું ઉત્કંપવાળું થાય છે. • (૪૫) ઈસા-વિસાય-ભય-મોહ-માય મય-કોહ-લોહ-વમૂહ-પમાય, મહ સગ્ગગયસ્સ વિ પિટ્રિક લગ્ન વવહરય જેવ રિણિઅહ સમગ. ૯૭ • ઈર્ષા, વિષાદ, ભય, મોહ, માયા, મદ, ક્રોધ, લોભ, મન્મથ, પ્રમાદ એ મારા સ્વર્ગગતના પણ પીઠ પર લાગેલા છે, જેમ વ્યવહારી (લેણદાર) બધા ઋણી (કરજદાર)ની પીઠે લાગેલા હોય તેમ. પૃષ્ઠ ૪૪૩-૪૬૧ પર સ્થૂલિભદ્ર કથા છે તેમાં ૧-૪, ૧[૭?]-૧૪, ૨૩-૨૫, ૩૧-૩૨, ૩૪-૩૮, ૪૦-૪૫, ૪૬-૬૨, ૬૪-૬૬, ૬૮-૮૨, ૮૪, ૯૪, ૯૭–૯૮, ૧૦૦, ૧૦૧–૧૦૫ છંદો અપભ્રંશમાં છે, બીજા પ્રાકૃતમાં છે. પાડલિપુરના રાજા નવમા નંદનો મંત્રી સગડાલ (શકટાર) હતો, તેણે કોઈ રીતે પોતાની શ્રુતધર કન્યાઓની સહાયતાથી વરરુચિને નવી કવિતાઓ સંભળાવી નંદ પાસેથી ધન મેળવતો બંધ કર્યો હતો. વરરુચિનું ગંગા પાસેથી દીનાર મેળવવાનું ચેટક, નંદનો સગડાલ પર ક્રોધ, સગડાલના પુત્ર સિરિયે (શ્રીયકે) પિતાને મારવો, સિરિયના મોટાભાઈ ધૂલિભદ્રનો કોશા નામની વેશ્યા સાથે પ્રેમ, સ્થૂલિભદ્રનું શ્રમણ થવું, તે શ્રમણનું કોશાને ત્યાં જઈ સંયમથી રહેવું વગેરે વર્ણન ઘણું સુંદર છે. તેમાંથી ૬ નમૂના લીધા છે : (૪૬) જસુ વયણ વિણિજ્જિઉ ને સસંકુ, અપ્પાહ નિશિહિ દેસઈ સસંકુ, જસુ નયણ કંતિ જિય લજ્જભરિણ, વણવાસુ પવન્નય નાઈ હરિણ. ૮ • જેના વદનથી વિનિર્જિત – જિતાયેલો જાણે શશાંક (ચંદ્ર) પોતાને નિશામાં - રાત્રિમાં સશક [ભયભીત દેખાડે છે, જેની નયનકાંતિથી જિતાયેલો હરિણ જાણે લજ્જાભરથી વનવાસ પામે છે – સેવે છે. • (૪૭) નંદુ જંપઈ પઢઈ પરકવ્વા કહ એસ વરરુઈ સુકઈ કહઈ મંતિ મહ ધૂય સત્ત વિ, એયાઈ કવ્વાઈ પહુ પઢઈ બાલાઉ હુંત વિ. તત્વ તુમ્હ નરનાહ જઈ, મણિ વટ્ટઈ સંદેહુ, .૧૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તાઉ પāતિય કોઉગેણ, તા તુમ્હે નિસુણે, ૩૨ • નંદ કહે છે, ‘આ સુકવ વચ બીજાનું કાવ્ય બોલે છે તે કેવી રીતે ?’ મંત્રી કહે છે, ‘મારી પુત્રીઓ બાલા હોવા છતાં પણ આ સાતેય કાવ્યોને, પ્રભુ ! બોલે છે. તમો નરનાથને જો મનમાં સંદેહ હોય તો તેમને એ કાવ્યો બોલતી તમે સાંભળો.' કન્યાઓમાં પહેલી એક વાર સાંભળી, બીજી બે વાર એમ સાતમી સાત વાર સાંભળી શ્લોક કંઠસ્થ કરી લેતી હતી. વરરુચિએ નવો શ્લોક બોલતાં જ પહેલી કંઠસ્થ કરીને બોલી જતી. આમ બે વાર સાંભળી બીજી બોલી જતી ઇત્યાદિ. પછી નંદે કુપિત થઈ વરરુચિને કાઢી મૂક્યો. (૪૮) ખિવિવિ સંઝિહિં સલિલ દીણાર ગોસિગ્ગ સુ૨સિર થુણઈ હણઈ અંતસંચારું પાઇણ, ઉચ્છિલિવિ તે વિવઇહિં ચહિં હત્યિ તેણ ઘાઈણ. લોઉ પŚપઇ વરરુઇહ, ગંગ પસત્રિય દેઇ, મુવિ નંદુ વુતંતુ ઇહુ, સયડાલસ્સ કહેછે. ૩૫ જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ · સાંજે જલમાં દીનાર ફેંકીને સવારમાં ગંગાની સ્તુતિ કરે છે અને પગથી યંત્રને ગતિ કરાવે છે. હલાવે છે. એ પ્રહારથી પેલા દીનાર વરરચના હાથમાં ચડે છે. લોકો કહે છે કે ગંગા પ્રસન્ન થઈને (દીનાર) આપે છે. આ વૃત્તાંત જાણીને નંદ સગડાલને કહે છે. • ખિવિવિ – સં.ક્ષિપ્. ગોસગ્ગ સં.ગોસર્ગ, સવાર. થુણઈ સં.સ્તુ (સ્તુતિ ક૨વી). ‘હુ’ (હોમ કરવો) ધાતુ ‘નુ’વાળી અર્થાત્ પાંચમા ગણની પણ માનવી જોઈએ. પુરાણો તથા પદ્ધતિઓમાં ‘હુનેત્’અને ‘હુનુયાત્' આવે છે. (તુલસીદાસના રામચિરતમાનસમાં – ‘હુને અનલ મંહ વાર બહુ’). ‘કૃ’નું કૃોતિ વેદમાં તથા ‘કુણઈ’ પ્રાકૃતમાં આવે છે. [સ્તુ' ધાતુ પણ આવી માનવી જોઈએ એમ સૂચન લાગે છે. આ પછી શકટારે પઢાવેલા માણસ મોકલી વચિને સાયંકાલે નદીમાં દીનાર રાખતો જોઈ લીધો. પોતે તે કઢાવી લીધી. સવારે નંદની સમક્ષ વરરુચિએ ઘણી સ્તુતિ કરી અને મંત્ર ચલાવ્યું. પણ કંઈ ન મળ્યું. (૪૯) કોશાએ વિચાર્યું કે શ્રમણ મારા અનુરાગમાં એટલો મગ્ન છે.તો તેને સુમાર્ગમાં લગાવું. તેણે કહ્યું કે મને ધમ્મલાભુ'થી શું સર્યું, ‘દમુલાભુ' (દામ-લાભ) જોઈએ. તેણે પૂછ્યું ‘કેટલા ?’ કોશાએ લાખ માગ્યાં. તીઇ વુત્તઇ સો નિવ્યેઉ મા ખિજ્જસિકિંચિ તુ ં ઝત્તિ વચ્ચે નેવાલમંડલુ, Page #164 -------------------------------------------------------------------------- ________________ સોમપ્રભ અને સિદ્ધપાલે રચેલી કવિતા ૧૪૯ તહં દેઈ સાવઉ નિવાઈ લકખું મુહુ સાહુસ્સ કંબલુ. સો નહિં પત્તી દિધુ નિવ, દિન્નઈ કંબલ તેણ, તે ગોવિવિ દંડય તલઈ, તો વાહુડિઉ જણ. ૮૯ • દુઃખી થતા તેને તેનાથી (કોશાથી) કહેવામાં આવ્યું, ‘તું જરા પણ દુઃખી ન થા. ઝટ નેપાળ દેશમાં જા. ત્યાં શ્રાવક નૃપતિ લાખના મૂલ્યનું સાધુનું કંબલ આપે છે. તે ત્યાં પહોંચ્યો, નૃપને દીઠો - મળ્યો. એણે કંબલ આપ્યું. એને દંડ તળે છુપાવીને ત્યાંથી વેગથી પાછો ફર્યો. • વૃત્ત – સં.ઉક્ત. વચ્ચ - સં.વ્રજ. વાહુડિ – સં.વ્યાઘુટિત. માર્ગમાં ચોર મળ્યા, જેમને લાખ દીનારો મળવાના શકુન થયા હતા. (૫૦) તો મુક્કલ ગઈ દિનુ તિણ, કંબલ કોસહિ હત્ય, સો પેચ્છતહ તીઈ તસુ, ખિજુ ખાલિ અપત્યિ. ૯૧ • પછી ચોરોએ મુક્ત કર્યો ત્યારે જઈને કોશાના હાથમાં કંબલ આપ્યું. તે જોતાં તેણે (કોશાએ) એને ગંદી ખાળમાં ફેંક્યું. • પેપ્શત – સં. પ્રેક્ષતુ. (૫૧) સમણું દુખ્ખણુ ભણઈ તો એઉ, બહુમુક્ષુ કંબલરયણું કીસ કોસિપ કખાલિ ખિત્તલ, દેસંતરિ પરિભમેવિ મઈ ભહંત દુષ્મણ પત્તઉં. કોણ ભણઈ મહાપુરિસ, તુહું કંબલુ સોએસિ,. જે દુલહુ સંજમ-ખણુ, હારિસ ત ન મુPસિ. ૯૨ • ત્યારે શ્રમણ દુર્મન [ઉદ્વિગ્ન થઈને કહે છે, “આ બહુમૂલ્ય કંબલરત્ન, શા માટે, કોશા ! તેં ખાળમાં ફેંક્યું ? દેશાંતરમાં પરિભ્રમણ કરી મેં મહાદુઃખથી, પ્રાપ્ત કર્યું હતું.” કોશા કહે છે, “મહાપુરુષ ! તું કંબલ (નો) મોટો વિચાર કરે છે પણ જે દુર્લભ સંયમ(ની) ક્ષણ તું હારી ગયો છું તે જાણતો નથી.” • મુણ – જાણવું, જુઓ ક્ર.૩૫. પૃષ્ઠ ૪૭૧-૭૨, આઠ છપ્પય માગધીએ ગાયા છે કે જેને સાંભળી પ્રાતઃકાલે કુમારપાલ રાજા જાગતો હતો. તેમાંથી એક નમૂના તરીકે અહીં આપી તેનું વર્તમાન ગુજરાતી અનુસાર અક્ષરાંતર કરવામાં આવે છે. એમ પહેલાં કહેવાઈ ગયું છે કે જૂની કવિતાથી સોમપ્રભની કવિતા કિલષ્ટ છે તથા તેના નમૂનાઓથી પાઠકોને પણ તેમ જણાયું હશે. આ કવિતા હિંદીમાં હિંગલ કવિતા જેને કહે છે તે જાતની છે અને પૃથ્વીરાજ રાસાના કલ્પિત સમયથી કેટલાંક વર્ષો પહેલાંની વાત છે. આમાં સર્વ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ સંસ્કૃતના તત્સમ છે. અધિક કઠિન નથી. (૫૨) ગયણમમ્મસંલગ્નલોલકલ્લોલપરંપરા નિક્કરણુક્કડનચક્કચંકમણદુહંકરુ, ઉચ્છલંતગુરુપુચ્છમચ્છરિંછોલિનિરંતર વિલસમાણજાલાજડાલવડવાનલઘુત્તર, આવત્તયાયલ જલહિ લહુ ગોપી જિવુ તે નિત્થરહિ, નીસેસવસનગણનિવણ પાસનાહુ જે સંભરહિ. • ગગન-માર્ગ-સંલગ્ન-લોલ-કલ્લોલ-પરંપર, નિષ્કરુણોત્કટ-નક્ર-ચક્ર-ચંક્રમણ-દુખકર, ઊછળત-ગુરુ-પુચ્છ-મસ્ય-રિંછોલિ-નિરંતર, વિલસમાન-જ્વાલા-જટાલ-વડવાનલ-દુસ્તર, આવર્ત-શતાકુલ જલધિ લઘુ ગોપદ જેમ તે નિસ્તરે, નિઃશેષ-વ્યસન-નિઃસ્થાપન પાર્શ્વનાથ જે સાંભરે. જિનાં ચંચળ મોજાંઓની પરંપરા ગગનમાર્ગ સુધી પહોંચે છે, જે નિર્દય અને ઉત્કટ મગરસમૂહોના ફરવાથી દુઃખકર છે, જેમાં મોટાં પુચ્છવાળાં મત્સ્યોની પંક્તિઓ નિરંતર ઊછળી રહી છે, જે વિલસતી જ્વાલાઓની જટાવાળા વડવાનલને કારણે તરવો મુશ્કેલ છે, એવા સેંકડો આવર્તાવાળા જલધિને, પીડાઓને સંપૂર્ણપણે મિટાડનાર પાર્શ્વનાથનું જે સ્મરણ કરે તે નાનકડા ગાયપગલાની જેમ તરી જાય છે. • રિછોલિ – પંક્તિ દશી). નિવણુ – સં.નિઃસ્થાપન, વિતાડનાર, સમાપ્ત કરનાર. નીઠ જવું – વીતવું (મારવાડી). સંભરહિ – સંભરવું, સંભારવું, સાંભરવું. મરાઠીમાં સંભાલના, પંજાબીમાં સુસ્નાલના – યાદ કરવું. [આ બે પ્રકરણોમાં રજૂ થયેલાં અપભ્રંશ પદ્યો આક્ઝૉફના પુસ્તક ‘ડેર કુમારપાલપ્રતિબોધ (૧૯૨૮)માં જર્મન અનુવાદ, વ્યાકરણ, શબ્દકોશ આદિ સાથે પ્રાપ્ત છે.] Page #166 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૫ : મેરુડંગસૂરિનો ‘પ્રબંધચિંતામણિ' પ્રકરણ ૧ : ‘પ્રબંધચિંતામણિ' ૨૨૦. આ નામનો સંસ્કૃત ગ્રંથ જૈનાચાર્ય મેરુત્તુંગે સંવત્ ૧૩૬૧માં કાઠિયાવાડના વઢવાણમાં રચ્યો. મુંબઈના ડૉક્ટર પિટર્સનના શાસ્ત્રી દીનાનાથ રામચન્દ્રે મુંબઈમાં સં.૧૯૪૪માં કોઈ હસ્તલિખિત પ્રતિઓ સાથે મેળવી તેનું મૂલ છપાવ્યું તે હાલ દુષ્પ્રાપ્ય છે. તેમણે તેની વર્ધિત આવૃત્તિનું ગુજરાતી ભાષાંતર પણ છપાવ્યું છે. સન ૧૯૦૧માં ટોનીએ વળી કોઈ મૂલ પ્રતિઓની સહાય લઈ તેનો અંગ્રેજી અનુવાદ છપાવ્યો છે. આમાં કેટલાક ઐતિહાસિક પ્રબંધો યા કિસ્સા છે. શ્રીયુત ચન્દ્રધ૨શર્મા ગુલેરી બી. એ. વિશેષમાં કથે છે કે “કેટલીક બાબતમાં તે ‘ભોજપ્રબંધ'ની ઢબવાળું પુસ્તક છે. જૈન ધાર્મિક સાહિત્યમાં પોતાના મતની ‘પ્રભાવના' વધારવા માટેના કિસ્સાઓનું સ્થાન ઘણું ઊંચું છે. જૈન ધર્મોપદેશક પોતાના સાધુ તથા શ્રાવક શિષ્યોના મનોવિનોદ અને ઉપદેશ માટે કંઈક કથાઓ કહ્યાં કરે છે કે જે પૌરાણિક, ઐતિહાસિક યા અર્ધ-ઐતિહાસિક હોય છે. આ કથાઓના કેટલાય સંગ્રહગ્રંથ છે કે જેમાં પુરાણા કવિઓની રચના, નવા કવિઓનાં નામ, પુરાણા રાજાઓનાં કર્તવ્ય, નવાનાં નામ, વિક્રમાદિત્ય પણ જૈન, સાલિવાહન પણ જૈન, વરાહમિહિર પણ જૈન, બ્રાહ્મણ વિદ્વાનો અને અન્ય શાખા-સંપ્રદાયોના વિદ્વાનોનો પોતાના આચાર્યોથી પરાજય વગેરે બાબતો રહે છે કે જે વર્તમાન દૃષ્ટિથી ઐતિહાસિક કહી શકાતી નથી. કિંતુ તે સમયના હિન્દુ ગ્રંથ પણ એવા જ છે. તેમાં જો જોવામાં આવે તો ઐતિહાસિક તત્ત્વની ઉપેક્ષા જૈનો કરતાં વધારે કરવામાં આવી છે. આથી કેવલ જૈનોને ઉપાલંભ આપી શકાતો નથી. આટલું છતાં પણ જૈન વિદ્વાનોએ ઇતિહાસ પ્રત્યે રુચિ રાખ્યાનાં તથા તેની મૂલ ભીંતનો આધાર ન છોડ્યાનાં પ્રમાણ મળે છે. એમ તો સમ્રાટ અશોકની ધર્મલિપિના શબ્દોમાં ‘આત્મપાખંડે પૂજા પરપાખંડે ગાઁ' સહુ બતાવે છે.” ૨૨૧. સં.૧૩૬૧નો સમય પૃથ્વીરાજ અને તેના રાસના કલ્પિત કર્તા ચન્દ્રના સમય (સં.૧૨૫૦)થી ૧૧૦ વર્ષ પછી છે. તે સમયની પ્રચલિત ભાષાકવિતા અવશ્ય મનન કરવા યોગ્ય છે. સં.૧૩૬૧માં મેરુત્તુંગે આ ‘પ્રબંધચિંતામણિ’નો સંગ્રહ કર્યો છે. કોઈ પણ ઉદ્ધૃત કવિતા તેમણે પોતે રચી નથી. કથાઓમાં પ્રસંગેપ્રસંગે જે કવિતા તેમણે આપી છે તે અવશ્ય તેનાથી જૂની છે. કેટલી જૂની છે તેનો વધારેમાં વધારે સમય તો સ્થિર કરી શકાતો નથી, પરંતુ પ્રબંધચિંતામણિ'ની રચનાનો સમય તેનો નીચામાં નીચો ઉપલબ્ધિ કાલ અવશ્ય છે. તેનાથી પચાસ-સાઠ વર્ષ પહેલાં કવિતા લોકકથાઓમાં પ્રચલિત હોય યા આવા ઘસાયેલા સિક્કા જો સો-બસો વર્ષ જૂના પણ હોય તો તેમાં આશ્ચર્ય નથી. ૨૨૨. કેટલાક દોહા એવા છે કે જે ધારના પ્રસિદ્ધ રાજા ભોજના કાકા મુંજના Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર જૈન ગૂર્જર કવિઓ: ૧૦ નામના છે અને તેના બનાવેલા કહેવામાં આવ્યા છે. એક દોહો ગોપાલ નામની વ્યક્તિએ ભોજને કહેલો હતો. બે દોહા ચારણોએ હેમચન્દ્રને સંભળાવ્યા હતા, કેટલાક નવઘણ રાજાના મરસિયા (રાજિયા) છે. સં.૧૩૬૧ના લખેલા ઈતિહાસ અનુસાર તે તે-તે સમયના છે. આ કવિતાઓને શાસ્ત્રીએ માગધી અને ટોનીએ પ્રાકૃત જણાવી છે. ૨૨૩. સેવેલે ગણિતથી સિદ્ધ કર્યું છે (રૉ.એ.સો. જર્નલ, જુલાઈ ૧૯૨૦, પૃ.૩૩૭ આદિ) કે ગુજરાતના ચાવડા રાજાઓના સંવત્ આદિ, મેરૂતુંગે અશુદ્ધ લખ્યા છે અને મિતિ, વાર, નક્ષત્ર, લગ્ન સર્વમાં ગડબડ છે, તેનું ઐતિહાસિક મૂલ્ય કંઈ નથી. જૂની ઘટનાઓના સંબંધમાં ગમે તેટલી ઐતિહાસિક ગડબડ હોય, પણ પોતાના નજીકના કાલની ઘટનાઓ તો મેરતંગે જ્યાં સુધી તે પ્રબંધની પુષ્ટિ કરી શકે છે ત્યાં સુધી પ્રામાણિક લખી છે. સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ, હેમચન્દ્ર, વસ્તુપાલ, તેજપાલનો કાળ ગુજરાતમાં સંસ્કૃત અને પ્રાકૃતની વિદ્યા તથા જૈન ધર્મના પ્રચારનો સુવર્ણયુગ હતો. ભોજના સમયમાં ધારામાં જે વિદ્યા અને વિદ્વાનોની જ્યોતિ ચમકી હતી તે બસો-અઢીસો વર્ષ પછી પશ્ચિમ ગુજરાતમાં પણ દેદીપ્યમાન થઈ. તે સમયની વાતો જૈનોના ગૌરવની છે અને તેની સુરક્ષા તેમણે ઘણી સાવધાનીથી કરી છે. [દોહાઓ મુંજના રચેલા હોવાની સંભાવના ઓછી છે. | દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીએ સંશોધિત આવૃત્તિ તથા ગુજરાતી ભાષાન્તર ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ તરફથી અનુક્રમે ઈ.સ. ૧૯૩૨ અને ૧૯૩૨માં પ્રગટ થયેલ છે. આ પછી મુનિ જિનવિજય સંપાદિત ‘પ્રબંધચિંતામણિ' સિંઘી જેના ગ્રન્થમાળામાં ઈ.સ.૧૯૩૩માં પ્રગટ થયેલ છે, જેનો પાઠ વધુ પરિશુદ્ધ છે.] પ્રકરણ ૨ : તે સમયની જૈન સંસ્કૃત ૨૨૪. “પ્રબંધચિંતામણિ'નો જે અનુવાદ ગુજરાતીમાં થયો છે, તેના કરતાં ઘણો સારો અનુવાદ થવાની જરૂર છે કે જેમાં ઐતિહાસિક અને શાબ્દિક ટિપ્પણીઓ હોય. આ ગ્રંથની ભાષા સંસ્કૃત છે, પરંતુ તે સંસ્કૃત પણ દેશભાષાઓની ઉત્પત્તિ અને વિકાસને સમજવામાં ઉપયોગી છે. તે સમયની “જૈન સંસ્કૃતમાં એક મનોહારિતા એ છે કે જૈન લેખક ગુજરાતી યા દેશભાષામાં વિચાર કરતો ને સંસ્કૃતમાં લખતો. પરિશિષ્ટ પર્વ (૧-૭૫)માં હેમચન્દ્રજી લખે છે કે ‘સ કાલ યદિ કુર્વેત કો (ક) લભત તતો ગતિમ્' – આમાં મરવાના અર્થમાં “કાલ કરવો’ એ સંસ્કૃત રૂઢિપ્રયોગ નથી પણ દેશભાષાનો છે. અણિશુદ્ધ સંસ્કૃતના પ્રેમી આને બર્બર સંસ્કૃત કહે પરંતુ આ જીવિત સંસ્કૃત છે. તેમાં ભાષાપણું છે. એ તો રચિની વાત છે કે કોઈને કાશમીરની કોતરણીના કામવાળો અખરોટના લાકડાનો સારા ઢંગનો તખતો સારો લાગે ને કોઈને લીલા કૂંપળોથી ભરેલી વાંકી ટહની. નીચે કેટલાક શબ્દો અને વાક્ય આવી સંસ્કૃતનાં આપવામાં આવે છે. જેના પર * આવું ચિહ્ન છે તે અન્યત્ર શિલાલેખો, કાવ્યો Page #168 -------------------------------------------------------------------------- ________________ તે સમયની જૈન સંસ્કૃત ૧૫૩ વગેરેમાં જોવામાં આવેલ છે. છુપ્તવાનું – ફૂએલા. *ઉચ્છીર્ષક – તકિયા, ઓસીસા, (રાજસ્થાની, બાણની “કાદમ્બરી). કરવડી - બે હાથ ભેગા કરી પાણી પીવા માટે પાત્ર જેવું બનાવવું (કરપુટી). ધવલગૃહ – પ્રધાન મહેલ. “ધવલ” એટલે જે જાતિમાં ઉત્તમ હોય તે, દેશી શબ્દ છે. (હેમચન્દ્ર, દેશીનામમાલા, પ-પ૭.) તુલસીદાસજીના “ધવલધામનો આ અર્થ છે, સફેદ મહેલ નહીં. સર્વાવસર -- રાજાનું સર્વથી મળવું, દીવાનેઆમ. રાજપાટિકા - રાજમાર્ગ. *ધર્મવહિકા – (ધર્મના લેખની) વહી, ચોપડો. છૂટ્ટિતઃ – છૂટ્યો. ઝોલિકા - ઝોલી (જો ‘ઝોલિકા' સંસ્કૃતમાં રૂઢ ન હોય તો આ પણ દેશી શબ્દ છે. | હેમચન્દ્ર, દેશીનામમાલા, ૩-૧૫૬). ધાટીપ્રપાત – ધાડ પાડવું, ધાડ પાડવી. પંચકુલ – પંચોલી, રાજકર્મચારી. (ના.પ્ર. પત્રિકા, ભાગ ૧, સંખ્યા ૨, પૃષ્ઠ ૯૩૪) ઉગ્રાહણક – [ઉઘરાવનાર), ઉદ્માહ્ય – ઉઘરાવી), ઉદ્ઘાહિત – [ઉઘરાવેલું. નિરુદ્ધ - (અમુક કાલથી) લઈને, લગાડીને, જ્યાં સુધી. વહમાન – ચાલતો ('સિંહલગ્ન વહમાને'). ચૂંછન - નોંછાવર. નૃપતેઃ કઃ સમયઃ – મહારાજ શું કામ કરી રહ્યા છો ? કેવો અવસર છે ? ગુરૂદર – તમ્બુ. *વસહિકા – મંદિર (ના.પ્ર. પત્રિકા, ૧-૨, પૃ.૪૫૦). ચિન્તાયક – સંભાળનાર, રખેવાળ. દવરક, કટીદવરકર – દોરો, કંદોરો (ડોર કટિસૂત્ર – હર્ષચરિતની ટીકા). *રસવતી - રસોઈ. યમલપત્ર – (રાજાઓના પોતપોતામાં) પત્ર. ભેટિતઃ – ભેટ્યા, મળ્યા. પાદોડવધાર્યતાં – પધારો. *ખત્તક – ગોખલો. મદનપટ્ટિકા – મીણની પટ્ટી. “મૈણ' (એટલે મીણ)નું સંસ્કૃત કરેલું “મદન'. કોલક – કચોળું (ગુ.), કચોલા, કચોલી (રાજસ્થાની). સરખાવો આનંઘનજીનું “નિશદિન જોઉં તારી વાટડી” એ પદમાંનું. જીર્ણમંચાધિરૂઢઃ – તૂટેલી ખાટ પર પડેલા (ક્રોધમાં). સવાહટિકો ઘટઃ – વાટકા સહિત ઘડો. ‘વાટકો' એ શબ્દ કાઠિયાવાડમાં અમુક પાત્ર WWW.jainelibrary.org Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ માટે વપરાય છે. હક્કિતઃ બોલાવેલો, સંબોધિત, હાક મારેલો. કામુક કામ કરનાર નોકર, (પંજાબીમાં ‘કામ્મા', મારવાડીમાં ‘કામેતી’, ‘કાર્મ’ ‘હર્ષચરિત'). છિમ્પિકા – છીંપી (વસ્ત્ર રંગનારી જાત). નિજતનક ગૃહ ‘કા’.) વ્યાઘુટન્તી – [પાછી ફરતી]. (મારવાડી ‘બાવડના’, પંજાબી ‘બૌઢના') વ્યાઘુટિતું – [પાછા ફરવાને]. વલિતઃ – વળ્યો, પાછો ફર્યો. વાસણ વાસણ, રૂપિયાની થેલી. ‘વાસણી’ ‘વાંસળી’ છે ને કેડે આવી વાંસળી બંધાતી. વિહંગિકા – કાવડ. *કાર્યણ કામણ, જાદુ કરવું, (‘કામણ' – મારવાડી). ઉત્તેજિતં નિર્માપ્ય – ઉત્તેજિત કરાવી, નિશો ચડાવી. - સંગ્રહણી - વેશ્યા. V *પકિલ - પટેલ, પટ્ટક (જિલ્લો)નો પ્રબંધક. સેજવાલી – પાલખી. સ્થાપનિકા – ગીરો રાખવું તે, ઘરાણે રાખવું. સમારોપયમ્ – સોંપી દીધું. પાદૌ ત્યજસિ પોત - પોતાનું ઘર. (‘તણા' યા ‘તણું' યા ‘તણી' - મારવાડી-ગુજરાતી, - વસ્ત્ર, (મારવાડી પોતિયા'). આરાત્રિકમુત્તાર્ય - આરતી ઉતારીને. - પગ તજે છે, છોડે છે, ડરી ભાગે છે. જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ તત્પટ્ટકં વિપાટ્ય મુમોચ – પટ્ટો ફાડી (રાજ કરી) મૂકી દીધું. *રિ - મારવું તે. અદિર અભય, ન મારવું તે. – યુગલિકા – ટપાલની ચિઠ્ઠી (હલકારા બે સાથે દોડે છે - ટોની). w શકુનું ભરિત વિધેહિ – શકુન ભરો, શકુન લ્યો. પાષાણસત્કજાતીય – ‘સત્ક’ એટલે હિન્દી ‘કા’. *કારાપક કરાવનાર. *તાપિકા – તવી, કડાઈ, તપેલી. ‘તાપકોડપૂપાદિકણસ્થાનં તાપિકા કાકપાલિકા યંત્ર તૈલાદિના ભલ્યાઃ પચ્યન્તે' - ‘હર્ષચરિત’ પર ‘સંકેત’ ટીકા. વસા બાપ (જુઓ આગળ ક્ર.૧૧). ચતુઃસર – ચોસર, એક જાતનો ફૂલનો હાર. ફુલ્લાવયિસિ – ફુલાવશે, ફૂલ ઉપજાવશે. આ કાઠિયાવાડમાં વપરાય Page #170 -------------------------------------------------------------------------- ________________ તે સમયની જૈન સંસ્કૃત “કતું લગ્નઃ કરવા લાગ્યો. ૨૨૫. ધાતુઓની અનંતતા, આકૃતિગણ અને ઉણાદિના અક્ષયનિધિથી સંપન્ન એવા જે વિદ્વાનો ‘મા’ ધાતુથી ‘ડિયાં’, ‘ડુલક્’, ‘ડૌલાના’ પ્રત્યય બનાવી ‘મિયાં, ‘મુલક’, ‘મૌલાના’ સિદ્ધ કરી લે છે અથવા અમારા આચાર્યદેશીય સુગૃહીતનામા સર્વતંત્ર સતીર્થ્ય કે જે જયો જયશીલૌ ઉરૂ યસ્યાઃ સા જયોરૂઃ – જોરૂ' (સ્ત્રી) બનાવે છે તે હિન્દી વિદ્વાનોને આ ઉદાહરણોમાં કંઈ ચમત્કાર નહીં જણાય, પરંતુ આ દેશી ભાષાથી અતલગ સંબંધ ધરાવતાં સંસ્કૃતનાં ઉદાહરણો છે. ગમે તેટલું બાંધો, પણુ જલ તો નીચી બાજુ તરફ ઢળે છે. દેશી શબ્દ અને વાગ્ધારા સંસ્કૃત માટે અભડાયેલી નહોતી. સંસ્કૃતમાં એટલી સમજ હતી કે તેને તે પોતાનાં બનાવી લેતી. ૨૨૬. ‘પ્રબંધચિંતામણિમાં એક જગ્યાએ ‘આશિષ’ શબ્દ અકારાંત તરીકે ઉપયોગમાં લીધેલ છે (‘માતુરાશિષશિખાં કુરિતાઘ’ વસ્તુપાલની રચના, પૃ.૨૬૯). ‘શ્વાન’ પણ તે જ રીતે વપરાયો છે (‘સત્રિ હિત શ્વાનેન શુùાદણ્ડે નિહત્ય', પૃ.૧૮૦; ‘કુક્કરસ્તુ શુનિ શ્વાન ઇતિ વાચસ્પતિઃ’ શાસ્ત્રી). જયમંગલસૂરિ ‘ચાતુર્યતા’ લખી હિન્દી-ગુજરાતીના બેવડા ભાવવાચકનાં બી વાવે છે (પૌરવનિતાચાતુર્યતા નિર્જિતા', પૃ.૧૫૪). ૨૨૭. કવિ શ્રીપાલે સિદ્ધરાજ જયસિંહના સહસ્રલિંગ સરોવરની પ્રશસ્તિ બનાવી હતી. તેમાં આ શ્લોક પણ હતો કે - કોશેનાપિ યુતં દલેરુપચિતં નોર્ચ્યુન્નુમેતત્ ક્ષમં, સ્વસ્થાપિ સ્ફુટકટકવ્યતિકરું પુરૂં ચ ધત્તે નહિ । એકોપ્ટેષ કરોતિ કોશરહિતો નિષ્કષ્ટકં ભૂતલ, મરૈવં કમલા વિહાય કમલ યસ્યાસિમાશિશ્રિયમ્ ।। • કમલમાં કોશ ડોડી અને મ્યાન છે, દલ - પાંદડી અને સેના – છે, છતાં પોતાને ફૂટેલા કાંટા – શત્રુઓને ઉખાડી નાખવા સમર્થ નથી, અને તે પુસ્ત્ય – પુંલ્લિંગ (નરજાતિ) અને પુરુષત્વ ધારણ કરતું નથી. ૧૫૫ • - સિદ્ધરાજ જયસિંહનું ખડ્ગ એકલું, કોશ-મ્યાન વગ૨, ભૂમંડલને નિષ્કંટક [શત્રુરહિત] કરી દે છે. આથી લક્ષ્મી કમલને છોડીને તેમાં ચાલી આવી. ૨૨૮. એમ કહેવાય છે કે આમાં રામચન્દ્ર પંડિતે બે દોષ કાઢ્યા. એક તો ‘દલ’ શબ્દનો અર્થ ‘સેના’ ભાષામાં છે પરંતુ સંસ્કૃતમાં નથી, બીજો દોષ એ કે ‘કમલ’ શબ્દ પુંલ્લિંગ અને નપુંસકલિંગ (નરજાતિ ને નાન્યતરજાતિ) બંને છે, હંમેશાં નપુંસક – ક્લીંબ નથી. આથી રાજાએ સર્વ પંડિતોને આગ્રહ કરી (‘ઉપરુધ્ય') ‘દલ’ શબ્દને રાજસેનાના અર્થમાં પ્રમાણિત કરાવ્યો. (‘દલ’નો સંસ્કૃતમાં ‘સેના’ અર્થ જયસિંહ અને શ્રીપાલે કરાવ્યો એ કહેવું પૂજાર્થ – માનાર્થ છે, કારણકે સંવત્ ૧૦૮૩ અને ૧૧૦૭ની Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ વચ્ચે ‘ઉદયસુંદરીકથાના કર્તા સોઢલ કાયસ્થ લખે છે કે “નનુ કથમસાધ્યોડયમરાતિરસ્મદ્ દલાનામ્ - ગાયકવાડ ઑરિએન્ટલ સિરીઝ, ક્ર.૧૧, પૃ.૪) પરંતુ લિંગાનુશાસનમાં ‘કમલ'ની જાતિ નિત્ય નપુંસકા નહોતી એનો કોણ નિર્ણય કરે ? આ માટે “ પુર્વ ચ ધરે ન વા' (પુરુષત્વ ધારણ કરે છે યા નહીં) એવો પાઠ બદલાવ્યો. (પ્રબંધચિંતામણિ, પૃ.૧૫૫-૬). ૨૨૯. આ રીતે વિષયાંતર થઈ જવાય છે, પરંતુ આ જૈન સંસ્કૃતની એક વાતની ચર્ચા કર્યા વગર આગળ વધી નથી શકાતું. હિન્દી-ગુજરાતી-મરાઠીમાં ક્રિયાપદોમાં લિંગ જોઈને ઘણા લોક ચોકે છે. “વહ આતા હૈ, વહ આતી હૈ (હિન્દી) “તે આવતો નથી, ‘તે આવતી નથી.” (ગુ.) આવો પ્રકાર સંસ્કૃતમાં નથી, લૅટિનમાં નથી, તેમ નથી અંગ્રેજી, ફારસી આદિમાં. આથી કેટલાક અન્યભાષાભાષી હિન્દી-ગુજરાતી-મરાઠી શીખતાં ગભરાય છે. ક્રિયાપદોમાં લિંગ આવેલ છે તેનો રોચક ઇતિહાસ છે. ધાતુના શુદ્ધ ક્રિયાવાચક રૂપ (સંસ્કૃત વિડન્ત)માં તો લિંગભેદ થતો નથી; ધાતુથી બનનારાં ક્રિયાવાચક વિશેષણો (વર્તમાન યા ભૂતકૃદંત)માં તેના વિશેષણ થવાને કારણે લિંગભેદ થાય છે. હિન્દીમાં કેવલ હૈ' ધાતુનું શુદ્ધ રૂપ છે, તેમાં લિંગ નથી અને જે પદ વર્તમાન યા ભૂતકાલ બતાવે છે તે ધાતુ જ વર્તમાન યા ભૂત વિશેષણ છે. “આતા હૈ' એટલે આતા (હુઆ) હૈ,” “આતી હૈ” એટલે “આતી (હુઈ) હૈ. ‘કરતા હૈ, કરતી હૈ', “આતા થા’, ‘આતી થી', 'કરતા થા', ‘કરતી થી”. સંસ્કૃતમાં ‘આયા(આયાન્ત), ‘આયાન્તી', ‘કર્વ” (કુર્વ', 'કરન્ત'), ‘કુર્વન્તી' ('કરન્તી'). અવશ્ય આજ્ઞા, વિધિ એ ક્રિયામાં લિંગ નથી, કારણકે એ ધાતુનાં જ રૂપ છે. આ ધાતુજ – વર્તમાન અને ભૂત ધાતુજ – વિશેષણોને ક્રિયાને સ્થાને ઉપયોગમાં લેવાનું ભાષાના વિકાસમાં એક નવો યુગ પ્રકટ કરે છે. વૈદિક સંસ્કૃતમાં ભૂતકાળની ક્રિયાના તિડન્તરૂપ (ધાતુના શુદ્ધ ક્રિયાવાચકરૂપ) જ આવે છે. “સ ગત , ‘તેન કૃતમ્, “અહં પૃષ્ટવા” આદિ રૂપ ક્રિયા તરીકે વપરાયાં, તેમાં વિશેષણ હોવાને લીધે લિંગભેદ પણ હતો. ભાષામાં ઘણી સરલતા આવી. “સઃ (સા) ચકાર, “અકરોત, અકાર્ડીને બદલે ‘સ કૃતવાનું, સા કૃતવતી, તેન કૃતમ્, તયા કૃતમ્” એથી કામ ચાલવા લાગ્યું. આ ભૂતકાલવાચી ધાતુજ કૃદન્ત (પાસ્ટ પાર્ટિસિપલ)ને પછી તે કર્તરિ પ્રયોગ હોય કે કર્મણિ યા ભાવપ્રયોગ હોય, વિશેષણની પેઠે રાખી આગળ “અસ્તિ' (હોવું' એ ક્રિયાનું વર્તમાનકાળનું રૂ૫)નો અધ્યાહાર રાખી ભૂતકાલનું કામ ચલાવાતું ગયું. આર્ષ પ્રાકૃતમાં કંઈ ભૂતકાલિક ક્રિયાપદ છે, પછી પ્રાકૃતમાં ‘આસી' (“આસી, પંજાબી સી)ને છોડીને એમ સમજો કે ભૂતકાલિક ક્રિયા રહી નહીં. આ ‘ત-'વાળાં વિશેષ્યનિદન વિશેષ્ય-આધારિત શબ્દોથી કામ ચાલ્યું. આ તો પહેલી સીડી ભાષાની સરલતામાં થઈ. સંસ્કૃત અને પ્રાકૃતના રચનાવૈચિત્ર્યમાં આથી ઘણી સહાયતા મળી કે વૈદિક સંસ્કૃતથી પ્રાકૃત અને લૌકિક સંસ્કૃતમાં આવતાં-આવતાં ભૂતકાલિક ક્રિયાનું કામ વિશેષણ આપવા લાગ્યાં. વૈયાકરણોની ભાષામાં “કુદભિહિત આખ્યાત થઈ ગયું. આ રીતે વર્તમાનકાલની ક્રિયા પણ કેવલ “અસ્તિ' ('હોવું એ ધાતુની) રહીને Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધચિંતામણિ'માંથી ઉદાહરણો ૧૫૭ વર્તમાન ધાતુજ વિશેષણો ક્રિયાપદનું કામ આપવા લાગી જાય એ બીજી સીડી છે કે જે પ્રાકૃતથી અપભ્રંશ યાને પુરાની હિન્દી-ગુજરાતી-મરાઠી આદિ બનવાના સમયે બન્યું. ઉપજઈ, ઉપજે, “કરઈ, કરે’ – આ તો ધાતુનાં ( તિન્ત – શુદ્ધ ક્રિયાવાચક) રૂપ છે, તેમાં લિંગભેદ નથી. તેનો “ઇ” (યા મુખસુખનો “ઐ)) એ સંસ્કૃત ‘તિ અને પ્રાકૃત “ઇ” છે, પરંતુ હિન્દીના “ઉપજતા હૈ (યા ‘ઉપજતી હૈ), “કરતા હૈ, (યા કરતી હૈ')માં હૈ (અહૈ – અહઈ – અસ્તિ) ધાતુનું રૂપ છે અને પહેલું પદ ‘ઉપજતા' આદિ વર્તમાન ધાતુમાંથી જન્મેલું વિશેષણ (પ્રેઝન્ટ પાર્ટિસિપલ) છે (ઉત્પર્ધાનું – ઉત્પદ્યન્ત – ઉપજન્ત; ઉત્પદન્તી – ઉપજન્તી – ઉપજતી; કુર્વનું – કુર્વન્ત – કરન્ત – કરત; કુર્વન્તી – કરન્સી - કરતી). આ વિશેષણના વાસ્તવરૂપના અંતમાં “અન્ત', “અન્તી' એ જ છે કે જે સંસ્કૃત અને પુરાની હિન્દી બંનેમાં સ્પષ્ટ છે; તેના અત', “અતી' થઈ જાય છે. કરતો', ‘ઉપજતો” એમાં “ઓ' છે તે ‘ઉની જગ્યાએ છે કે જે નરજાતિના કર્તાના એકવચનના ચિહ્ન (સંસ્કૃત ‘સ્' અથવા ‘:')નું અપભ્રંશ છે. ગુજરાતીમાં ‘નથી સાથે એટલે નકાર-વાચક વર્તમાન ધાતુજ રૂપમાં આવો પ્રયોગ થાય છે, જેમકે, “આવતો નથી', આવતી નથી' વગેરે, અને ભૂતકૃદંતમાં જરૂર થાય છે, જેમકે, “આવતો હતો', “આવતી હતી” વગેરે. ૨૩૦. હવે આ વિષયને અધિક ન લંબાવતાં પ્રસંગની વાત પર આવીએ છીએ કે આ કાલની જૈન સંસ્કૃતમાં પણ વર્તમાન ધાતુજ વિશેષણને ક્રિયાની જેવું કામ આપતા જોવામાં આવે છે: “યથાગત વ્રજામીત્યાપૃચ્છન્નસ્મિ' (પ્રાચિ., પૃ.૧૧), “નૃપસ્તસ્ય સીધમયંકુર્વ” (પૃ.૫૫), ‘વન્દિનઃ શ્રીસિદ્ધરાજસ્ય કીર્તિ વિતત્ત્વતઃ” (પૃ.૧૮૨) ઇત્યાદિ. દેશભાષામાં વિચાર કરનાર કવિએ તેની છાયા સંસ્કૃતમાં પહોંચાડી અને સંસ્કૃતની સ્થિર ભાષામાં પણ સમયની ગતિનો પ્રભાવ પડ્યો. વર્તમાન ધાતુજ વિશેષણ હિન્દીમાં “હોના ક્રિયાના વર્તમાનના રૂપની સાથે વર્તમાન ક્રિયાનું કામ દેવા લાગ્યા, અને ભૂતકાલિક ધાતુજ વિશેષણ નિષ્ઠા - હિન્દી “થા-થી’, ‘ભયો-ભથી હોતા-હોતી, ગુજરાતીમાં પણ હતો, હતી.')ની સાથે ભૂતકાળની ક્રિયાનું કામ દેવા લાગ્યા. હિન્દી ‘થા” અને “હોતા', ગુજરાતી હતા એ “અ” (અસ્તિ)ની અને હિન્દી ભયા એ “ભૂ' (‘ભવતિ')ની ક્રિયાનું કામ દેવા લાગ્યા. પ્રકરણ ૩ : “પ્રબંધચિંતામણિ'માંથી ઉદાહરણો ૨૩૧. હવે પ્રબંધચિંતામણિનું કંઈક પાણી જોઈએ – ૩૪. હિન્દી તેમજ ગુજરાતીમાં પાણી' મોતીના ઓપ – કાન્તિને માટે વપરાય છે. કિંતુ જેન વૈયાકરણ વર્ધમાને પોતાના ‘ગણરત્નમહોદધિ' નામના સંસ્કૃત વ્યાકરણગ્રંથમાં પણ એક ઉદાહરણ નામે “ભુજંગયેવ મણિઃ સદંભા આપી ‘મણિ'ને માટે પણ “અંભ (પાણી)નો પ્રયોગ બતાવ્યો છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ (૧) અમ્મણિઓ સંદેસડઓ, તાય કન્હ કહિજ્જ, જગદાલિદિહિ ડુબ્ધિઉં, બલિ બંધણહ મુહિજ્જ. (જૂની જૈન પોથીઓમાં ‘ઓ’, ‘ઔ’ ને ‘ઉ’, ઇ' લખે છે. આથી હેરાન થઈ છાપવાવાળા ક્યાંક ‘ઉ' અને ક્યાંક ‘ઓ’ છાપી દે છે. શુદ્ધ પાઠ માત્રાઓ અનુસાર બોલવો જોઈએ. ‘અઉ’ અને ‘અઇ’ જૂની લખાવટ છે, તેને બદલે ‘ઓ’ અને ‘ઐ’ એ પાછળની છે એમ ઉપર બતાવી દીધું છે. આ માટે અહીં પણ અમ્મણિઅઉ, સંદેસડઉ, ડુબ્ધિઅઉ પાઠ ઉચિત છે; પછીના લેખોની મુખસુખાનુકારી લખાવટથી તે અમ્મણિઓ, સંદેસડો, ડુમ્બિઓ થઈ ગયા હશે કે જે કવિતાની હિન્દી-ગુજરાતીથી બહુ દૂર નથી. એવી જ રીતે જૈન પોથીઓમાં ‘સ્થ’ ‘ચ્છ’ ‘ૐ’, ‘બ્ર્હ્મ’, ‘ત’, ‘ભ’ એકસરખા લખેલા મળે છે, તેથી તેવા પાઠાંત૨ તે પાઠાંતર નથી, પુરાણી લિપિને બરાબર ન વાંચવાથી ઊપજતો ભ્રમ માત્ર છે. શાસ્ત્રી, ટોનીનાં સંસ્કરણોમાં જે પાઠાંતર આપ્યાં છે, તેમાંથી અમે અહીં થોડાં આપ્યાં છે ઃ નારાયણહ, કહિજ્જ, જગુદુત્યિઉ(દુચ્છિઉ). પરસવર્ણ નિયમ વૈકલ્પિક હોવાથી અમે ક્યાંકક્યાંક અનુસ્વારનો પ્રયોગ કર્યો છે અને હ્રસ્વદીર્ઘને વધુ બદલેલ નથી.) જિનવિજયના સંપાદનમાં સ્વીકૃત પાઠ આ પ્રમાણે છે : અમ્મીણઉ સંદેસડઉ નારય કન્હ કહિજ્જ, જગુ દાલિટ્વિહિં દુન્થિયઉ બલિ-બન્ધુણહ મુઇજ્જ.] • તારનાર કાન્તને [હે નારદ, કાન્હને] અમારો સંદેશો કહેજો, ‘જગત દારિદ્રયમાં ડૂબ્યું છે દારિત્ર્યથી દુઃખી છે], (માટે) બિલને બંધનમાંથી મુક્ત કરજે. • એક સમય વિક્રમાદિત્ય રાત્રે નગરમાં ફરતા હતા ત્યાં એક તેલીને તેણે આ અર્ધો દુહો બોલતો સાંભળ્યો કે “અમારો સંદેશો કાન્હ (પાઠાંતર – ‘નારાયણ’)ને કહેજે.” રાજા ઘણો વખત ઊભો રહ્યો કે ઉત્તરાર્ધમાં કંઈ આગળ કહે તો પોતે સાંભળે, પણ ઉત્તરાર્ધ સાંભળવાનું મળ્યું નહીં એટલે પાછો વળ્યો. સવારમાં દરબારમાં તેલીને બોલાવરાવ્યો ને તેણે દુહો આ રીતે પૂરો કર્યો “જગત્ દારિત્ર્યમાં ડૂબ્યું છે, બલિને બંધનમાંથી મુક્ત કરજે.” દૈત્ય બલિ મોટો દાની હતો કે જેને નારાયણે બાંધીને પાતાળમાં મોકલ્યો હતો. જો તેલીની પ્રાર્થનાથી કાન્હ તેનું બંધન છોડી તો જગત્ દારિત્ર્યથી બચી જાત. ‘બલિ’નો અર્થ રાજ્યનો કર પણ થાય છે. રાજા કદાચિત્ એમ સમજતો હોય કે તેલી મારી બડાઈ માટે કંઈ કહેશે, પરંતુ તે તો રાજાને મેણું મારી સંભળાવતો હતો કે અમે તો દારિત્ર્યમાં ડૂબી રહ્યા છીએ અને બલિબંધન (કરોનો બોજો) છોડવાની પ્રાર્થના કરીએ છીએ. કહિજ્જ – વિધિ, પ્રેરણાર્થક અને કર્મવાચ્યમાં જ્યાંજ્યાં સંસ્કૃતમાં ‘ય’ આવે છે ત્યાં ‘જ’ યા ‘જ્જ’ આવે છે. મરીજે (મરવું જોઈએ), કરીઐ (કરવું જોઈએ), કહજ્યે (રાજસ્થાની), કહેજે (ગુ.), લિખિજ ગયો (મારવાડી), દીજિએ પહેલાં કર્મવાચ્ય Page #174 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રબંધચિંતામણિ’માંથી ઉદાહરણો પ્રયોગ હતા, પછી કર્તૃવાચ્ય થઈ ગયા. ડુબ્ધિઅઉ – સંસ્કૃત ધાતુ ‘બુ' છે કે જે દેશી પરથી બનાવ્યો જણાય છે. હિન્દીમાં ‘ડૂબના', ‘બૂડના' બંને રૂપ છે. તે જ પ્રમાણે ગુજરાતીમાં ‘ડૂબવું, ‘બૂડવું' બંને રૂપ છે. વ્યત્યયનું આ ઉદાહરણ છે. દુર્થિઅઉ દુઃસ્થિત. મુઇજ્જ – મૂકીએ, મૂકીજે, છોડીએ. જુઓ ઉપર કહિજ્જ. શાસ્ત્રી આનો અર્થ ‘મોચિત’ – મૂકી દીધો એમ કરે છે. [સં.‘મુચ્' પરથી પ્રા.‘મુઅ-’.] (૨) કચ્છના રાજા લાખાકને કપિલકોટિના કિલ્લામાં મૂલરાજે ઘેરી લીધો. લાખા (લાખા) ઘણાં બોધવાક્ય કહીને રણભૂમિમાં ઊતર્યો અને વીરતા બતાવી કામ આવ્યો – મરાયો. તે બોધવાક્યોમાંથી એક એ આપેલું છે કે ઃ ઊગ્યા તાવિઉ જિહિં ન કિઉ, લક્ષ્મઉ ભણઇ નિઘટ્ટ [તિ ઘટ્ટ], ગણિયા લગ્ભઇ દીહડા, કે દહ અહવા અટ્ઠ. લાખો ભણે છે કે ઉદય પામતા (શત્રુ)ને જેણે તાપિત ન કર્યો તપાવ્યો નહીં [તે ઘટિયો હલકો પડે. એને] ગણ્યા (ગણ્યાગાંઠા) દિવસો મળે છે. કાં તો દશ અથવા આઠ, વીરતા બતાવ્યા વગર પડી રહીએ તો કેટલા દિવસ જીવવાનું છે ? ઉમરના ગણ્યાગાંઠા દિવસો જ, એક દિવસ તો અવશ્ય મરવાનું છે જ. તેથી શત્રુને બાળી - તપાવી મરવું એ વધુ સારું. શાસ્ત્રી અને ટોની બંનેના અનુવાદ અશુદ્ધ છે. ૧૫૯ નિઘટ્ટ કુશળ (ણિઘટ્ટ – હેમચન્દ્ર, દે.ના.મા.૪-૩૪). શાસ્ત્રી ‘નિકૃષ્ટ' (?) એવા ખોટો અર્થ કરે છે. [વસ્તુતઃ તિ ઘટ્ટ તે ઘટિયો, હલકો] દીહડા – દિવસ, પંજાબી ‘ધ્યાડા', ગુ. ‘દહાડા', “ધન્ન ધિયાડો ધિન ઘડી' (ઉમા ઝીમાની કવિતા, મારવાડી). [લાખા ફુલાણીના નામે આજે પણ કેટલાક દુહા પ્રાપ્ત થાય છે તેમાંથી એક લાખો કે' માણ્યાં નહીં, છતે હુએ સેણ, દિયાડા દસ આઠમેં, કો જાણે કો કેમ !] ૩૫. આ કચ્છનો પ્રસિદ્ધ રાજા લાખા ફુલાણી (ફૂલનો પુત્ર હતો તેથી) કે જેનું નામ ધનાઢ્યતા તથા ઉદારતાને લીધે પ્રસિદ્ધ છે. આ જાડેજા જાતિના ચન્દ્રવંશી યાદવોમાંનો હતો. મૂલરાજના હાથથી તેના મૃત્યુનો કાળ જૂની ગુજરાતી કવિતા પ્રમાણે કાર્તિક શુક્લ ૮ શુક્રવાર સં.૯૦૧ (વિ.સં.૧૦૩૬, ઈ.સ.૯૮૦) છે. કનોજના રાઠોડ રાજા જયચંદના પૌત્ર યા પ્રપૌત્ર સિયાજીના મૂલરાજની કન્યા સાથે વિવાહ થવાની તથા તેના પ્રત્યુપકારમાં સિયાજીએ લાલા ફુલાણીને મારવાની આદિ કથા અપ્રામાણિક છે કારણકે સિયાજીના દાદા ને વડદાદા જયચંદનો સમય વિ.સં.૧૨૫૦ (ઈ.સ.૧૧૯૩) છે, તેથી સિયાજીનો સમય વિ.સં.૧૩૦૦ પછી આવવો ઘટે. તે સમયે લાખા અને મૂલરાજને ત્રણસો વર્ષ થઈ ગયાં હતાં. (જુઓ પં. ગૌરીશંકર હીરાચંદ ઓઝાનો લેખ ‘લાખા ફૂલાણીકા મારા જાના', સમાલોચક (જયપુર), જાન્યુ.-ફેબ્રુ. ૧૯૦૪) મૂલરાજનો રાજ્યાભિષેક વિ.સં.૧૦૧૭માં થયો એ વાત પ્રામાણિક છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ (૩) માલવાના રાજા (પરમાર) મુંજનું રાજકાર્ય તો રુદ્રાદિત્ય નામનો મંત્રી સંભાળતો હતો અને મુંજ કોઈ સ્ત્રી પર આસક્ત હતો. રાતે ને રાતે ચિરકિલ નામના ઊંટ પર ચઢી તેની પાસે બાર જોજન જાતો ને પાછો વળતો. કેટલેક દિવસે મુંજે આવવું-જવું છોડી દીધું તેથી તે ખંડિતાએ મુંજને નીચેનો દોહો લખી મોકલ્યો : મુંજ ખડલા દોરડી, પેક્ખિસિ ન ગમ્મારિ (પા. જૈ. ગમ્મારિ), આસાઢિ ઘણ ગજ્જીઈ, ચિસ્ખિલિ હોસેડવારિ. [જિનવિજયના સંપાદનમાં આ દુહો નથી.] • મુંજ ! (પ્રેમની) દોરી ખડી – ખસકી ગઈ છે. ગમાર ! તું નથી દેખતો કે આષાઢમાં ઘન (મેઘ) ગાજવાથી હવે ચિખ્ખલ (ગારો) થશે ? • ૧૬૦ ખડેલા સં.સ્ખલિતા ?, સૂકી, ખડખડી ગઈ, ખડી ગઈ. દોરડી - દોરી, દેશી સાથે મિશ્રિત સંસ્કૃત ‘દવરકી’, પદ્ધતિઓમાં ‘ડોરક’ એ સંસ્કૃત શબ્દ પણ બની ગયો છે, બાણના ‘હર્ષચરિત’માં ‘ડોર’ શબ્દ આવ્યો છે જેનો અર્થ ‘સંકેત’-ટીકાકારે ‘ટિસૂત્ર’ કર્યો છે. (જુઓ ફ.૨૨૪) પેમ્બિસિ સં.પ્રેક્ષસે. પંજાબીમાં ‘અવઇક્ષ’ હાલ પણ જોવાના અર્થમાં છે જેમકે ‘તૂ વેખ’, ‘વહ વેખદા હૈ'. ગજ્જીઈ – સં.ગતિ યા ગર્જત્સુ. ચિસ્ખિલિ કીચડવાળી, લપસી પડીએ તેવી, પંજાબી ‘ચિલી’, સંસ્કૃત ‘પિશ્વલ’ [પિચ્છલ]નો વ્યત્યય (ચિક્બલ્લ હેમચન્દ્ર, દેશીનામમાલા, ૩-૧૧). અરિ (રાજસ્થાની) અબાર, હમણાં, ગુજરાતીમાં ‘આવાર’ પદ્યમાં વપરાય છે તે. - શાસ્ત્રીએ અર્થ એવો કર્યો છે કે “આષાઢનો ઘન ગરજે છે.” પરંતુ આષાઢિ’માં ઇ' એ અધિકરણ કારક છે, અને ‘ગજ્જી' વર્તમાનકાલ જ નહીં, પરંતુ વર્તમાન ધાતુજ વિશેષણ (ગરજેલો)ની ભાવલક્ષણ સાતમી વિભક્તિ પણ જણાય છે. આગળ શાસ્ત્રી એમ કહે છે કે “તારા વિરહથી આવનાર આંસુઓની ધારાઓથી લપસણી જમીન ૫૨ કેમ આવશો ઇતિ દિ', પરંતુ આ બરાબર નથી, દિશાભૂલ છે. સરલ વાત એ છે કે ગરમીમાં દોરી સુકાઈ જાય યા ઢીલી થઈ જાય તો વરસાદમાં લીલી - સુંવાળી થઈ છૂટે. (આન ગાંઠ ઘુલિ જાત ત્યાં માન ગાંઠ ટિ જાત' – વિહારી) તો વરસાદ આવ્યે તો તમારા આવ્યા વગર ચાલે તેમ નથી જ. પરાણે આવશો, પરંતુ લપસર્જી – ગારાવાળી જમીનમાં ઊંટ કેમ ચાલશે ? આ માટે હમણાં જ આવી જાઓ. વરસાદમાં ઊંટોને ચાલવામાં કષ્ટ પડે છે. જેવી રીતે એક મારવાડી દોહામાં કહેલું છે ઃ ઊંટાં દેઘાં ટેરડાં ગુડ ગાડર ગાડાંહ, સારા દોહરા આવશી, મૈડક બોલ્યાં નાડાંહ. · ઊંટ, બકરાં, બળદ, ગુડ, ભેડ અને ગાડાં એ સરવે મુશ્કેલીથી, જ્યારે દેડકાં નાડિયો(તળાવડી)માં બોલે છે, ત્યારે આવી શકે. • આમાં ‘ઊંટાં’ વગેરેમાં ‘આં’ અને ‘ગાડાંહ’ એમાં ‘આંહ’ એ કર્તાના બહુવચનના પ્રત્યય છે. ‘દોહરા’ એટલે દોહિલા (સં.દુષ્કર). બોલ્યાં નાડાંહ ભાવલક્ષણ સપ્તમી (૪) તેલંગ દેશના રાજા તૈલપે (કલ્યાણનો સોલંકી તૈલપ બીજો) છેડછાડ કરી Page #176 -------------------------------------------------------------------------- ________________ “પ્રબંધચિંતામણિ'માંથી ઉદાહરણો ૧૬૧ તેથી મુંજે તેના પર ચડાઈ કરી. મંત્રી રુદ્રાદિત્યે મુંજને તેમ કરતાં વાર્યો અને સમજાવ્યો કે ગોદાવરીની પેલે પાર તો ન જ જવું, પરંતુ મુંજે તૈલપને પહેલાં છ વાર હરાવ્યો હતો. તે માટે તેના મંત્રીની તેણે સલાહ માની નહીં. રદ્રાદિત્યે રાજાનું ભાવી અનિષ્ટ સમજી અને પોતાને અસમર્થ જાણી ચિતામાં બળી જઈ પ્રાણ આપ્યો. ગોદાવરીને પેલે પાર મુંજની સેનાને છલકપટથી કાપી નાખી અને તૈલપ મુંજને મુંજની દોરીઓથી બાંધીને લઈ ગયો. ત્યાં તેને લાકડાના પાંજરામાં કેદ રાખ્યો. એક દિવસે મુંજ અરીસામાં મુખ જોઈ રહ્યો હતો તે વખતે મૃણાલવતી પાછળથી આવી ઊભી અને મુંજનું યૌવન અને પોતાની આધેડ ઉંમર વિચારતાં તેના ચહેરા પર પ્લાનતા આવી ગઈ. આ જોઈ મુંજે આ દોહો કહ્યો : મુંજ ભણઈ મુણાલવઈ, જુવ્રણ ગયઉં ન ઝુરિ, જઈ સક્કર સય-ખંડ થિય, તો-ઈ સ મીઠી ચૂરિ. • મુંજ કહે છે, હે મૃણાલવતી ! ગયેલા જોબન માટે ઝૂર મા – શોક ન કર. જો સાકરના શત – સો ખંડ – ટુકડા થઈ જાય તો પણ તે ચૂરિ (ચૂર્ણ કરેલી) પણ મીઠી હોય છે. • વિકાનેરના રાજા પૃથ્વીરાજની રાણી ચાંપાદેએ પતિને પોતાના ધોળા કેશ પર પસ્તાવો કરતો જોઈને આવો જ દોહો કહ્યો હતો : નરાં નાહરાં ડિગમરાં પાકાં હી રસ હોય, . નરાં તુરંગા બનફલાં પક્કાં પક્કાં સાવ. (“મહિલામૃદુવાણી) (૫) રુદ્રાદિત્ય તો મરી ગયો હતો. તે ઉદયન-વત્સરાજના મંત્રી યૌગંધરાયણની પેઠે પોતાના સ્વામીને બચાવવા માટે ગાંડાનો વેશ લઈ પહોંચ્યો નહીં, પરંતુ મુંજના કેટલાક સહાયકો તૈલપની રાજધાનીમાં પહોંચી ગયા. તેમણે બંદીગૃહ સુધી સુરંગ કરાવી. નાસતી વખતે મુંજે મૃણાલવતીને કહ્યું કે મારી સાથે ચાલો અને ધારામાં રાણી બનીને રહો. તેણે કહ્યું કે દાગીનાનો ડબ્બો લઈ આવું છું, પરંતુ તેણે એમ વિચાર કર્યો કે આધેડ એવી મને જો ત્યાં જઈને છોડી દે તો પછી ન ઘરની ન ઘાટની એવી સ્થિતિ પોતાની થાય એટલે તેણે બધી હકીકત પોતાના ભાઈ (તૈલપ)ને કહી દીધી. વત્સરાજની પેઠે ઘોષવતી વીણા અને વાસવદત્તાને લઈ નીકળી જવાની વાત તો દૂર રહી, પણ અહીં મુંજ ઘણી નિર્દયતાથી બંધાયો. તેની પાસે શેરીએ-શેરીએ ભીખ મંગાવી. તેના વિલાપની કવિતામાં કેટલાક શ્લોકોની સાથે કેટલીક જૂની હિન્દી-ગુજરાતી કવિતા પણ છે કે જેની અહીં ચર્ચા કરવામાં આવે છે. ટોની કહે છે કે છાપેલા પુસ્તકમાં કેટલાંક પ્રાકૃત કાવ્ય આ પ્રસંગનાં મૂક્યાં નથી કે જે એક પ્રતિમાં હતાં. સંભવ છે કે તેમાં કંઈ બીજી જૂની ભાષાની કવિતા હોય. | [અહીં દેશાઈએ આપેલ પાઠ ઘણો ભ્રષ્ટ છે. તેથી અનુવાદ, ટિપ્પણ સર્વ નકામું થઈ જાય છે. જિનવિજયનો પાઠ આ પ્રમાણે છે : Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સઉચિત્તહ સટ્નીમણહ બત્તીસડાહિયાંહ, અમ્મી તે નર ઢઢસી જે વીસસઈ તિયાંહ. [સો ચિત્ત, સાઠ મન અને બત્રીસ હૃદયવાળી સ્ત્રીઓનો જે વિશ્વાસ કરે છે તે પુરુષ, અહો ! ઢાઢી (હિંમતવાન ? મૂર્ખ ?) છે.] (૬) ઝાલી [ઝોલી] તુટ્ટી કિંન મુઉ, કિં ન હુયઉ છા૨પુંજ, હિંડઇ દોરી બંધીયઉ [દોરિયઉ], જિમ મંકડ તિમ મુંજ. ગુજરાતીમાં બદલાવીએ તો • · જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ ઝળી [ઝોળી] તૂટી કાં ન મુઓ, કાં ન થયો છારપુંજ, હિંડે દોરી બાંધિયો, જેમ મર્કટ તેમ મુંજ. • (પાઠાંતર : ઝોલી.) • [ઝોળી તૂટી જઈને હું] શા માટે ન મર્યો ? શા માટે રાખનો ઢગલો ન થયો ? (કે) દોરીથી બંધાયેલો રહી જેમ વાંદરો કરે છે તેમ આ મુંજ ફરે છે. • ‘છાર’ અને ‘રાખ’ બંને ભસ્મના અર્થમાં એક જ દેશી પદના વ્યત્યય છે. સં.ક્ષાર (ખારું) સાથે કેવલ સાદૃશ્ય છે. ‘રાખ’ પરથી સંસ્કૃત ‘રક્ષા' બનાવેલો છે. હિંડઇ સં.હિંડતિ, હિંડે છે, હાલે છે ચાલે છે, પંજાબી હંડના એટલે ભટકવું જેમકે ‘ગલિયાં દા હંડના છોડ દેઇ કાન્હા, હુણ હોયા તૂ ઘરબારી' એમ એક ગીતમાં છે. તેનો અર્થ એ છે કે હે કાન્હ ! તું ગલીઓમાં ભટકવું છોડી દે, હવે તું ઘરબારી – ગૃહસ્થી થયો છે.' હુણ – સં.અધુના, હમણાં. પૂર્વકાલિક ક્રિયાનાં રૂપો ૫૨ ટિપ્પણ : સંસ્કૃત વૈયાકરણોએ ‘ત્વા’ (‘ગત્વા’, ‘કૃત્વા’માંના)ને પૂર્વકાલિકની પ્રકૃતિ અને (‘સત્કૃત્ય’, ‘સંગત્ય’માંના) ‘ય’ને ધાતુની પહેલાં ઉપસર્ગ આવવાથી વિકૃતિ માની છે, પરંતુ જૂની સંસ્કૃતમાં આવો ભેદ નથી. તેમાં ‘અકૃત્વા’ અને ‘ગૃહ્ય’ એમ બંને રૂપો મળે છે. વેદમાં ‘કૃત્વાય’ મળે છે અને પાલિમાં ‘છિત્વાન’ અને ‘કાર્ટૂન' મળે છે. આથી પાંચ જાતનાં રૂપ થયાં – ‘કૃત્વા’, ‘કૃત્વાય’, ‘કૃત્વાન’, ‘કર્ટૂન’, ‘કર્ય(કૃત્ય)'. સૂક્ષ્મ વિચાર કરતાં આ અવ્યય નહીં, પરંતુ ‘તુ’ અંતવાળા ધાતુજ શબ્દની ત્રીજી અને ચોથીનાં રૂપોમાં હિન્દી ‘સે’ લાગેલો જણાય છે. ‘કૃત્વા’ એટલે હિં.કૃતુસે - કરનેસે - કરીને, ઇત્યાદિ. પ્રાકૃતમાં ‘ત્વા’ બિલકુલ નથી પણ ‘ય’ છે અને પાલિવાળા ‘ત્યાન’, ‘તૂન’ પછી ‘તૂણ’ યા ‘ઊણ' થઈને મરાઠીમાં ‘ઘઉંન’, ‘મ્હણુન’ ત્યાં સુધી પહોંચી ગયેલ છે અને મારવાડીમાં, ‘કરીને’, ‘લખીને’ એમાં રહેલ છે ને ગુજરાતીમાં ‘કરીને’, ‘લખીને’ એમાં પણ તે છે. જૂની હિન્દી યા જૂની ગુજરાતીમાં અર્થાત્ અપભ્રંશમાં ‘પેક્સિવિ’ ‘બોલિવિ’ આદિ આવે છે. ત્યાં પણ ‘ય’ એટલે ‘ઇય’ એટલે ‘ઈ' છે. હિન્દીમાં ‘ય’, ઇ’ના રૂપમાં આવ્યા છે. (‘આઇ, સુનિ’ એટલે ‘આય્ય, સુન્ય’સં.આયાય્ય, શ્રુણ્ય (!). હવે તો ‘ઇ’ પણ ઊડી ગયો છે, અને ‘કર’ ધાતુના પૂર્વકાલિકનો અનુપ્રયોગ થાય છે જેમકે ખા કર=જૂની હિં.ખાઇ Page #178 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રબંધચિંતામણિ’માંથી ઉદાહરણો કરિ=પંજાબી ખાઈ કરી=સં.ખાદ્ય કર્ય (!). ગુજરાતી ‘ઈ’ તથા ‘ઈને’ પ્રત્યય છે જેમકે ખાઈખાઈને, બોલી-બોલીને, આવી-આવીને, સુણી-સુણીને. (૭) ગય ગય રહ ગય તુરંગ ગય, પાયક્કડા નિ ભિચ્ચ, સòિય કિર મન્ત્રણઉં મુર્હુતા રુદ્દાઇચ્ચ. (જેના) ગજ, રથ, ઘોડા, પાયદળ [એટલે ચતુરંગ સેના અને નોકર ચાલ્યા ગયા છે (તેવા મુંજને) હે સ્વર્ગસ્થિત [મંત્રી (મહેતા)] રુદ્રાદિત્ય ! બોલાવી લે. . ભિચ્ચ - નૃત્ય, નોકર. સગ્ગહ્વય – સ્વર્ગસ્થિત, કરિ કર (આજ્ઞા) મન્ત્રણ – (આ)મંત્રણ, વાત કરવી, બોલાવવું. (૮) મુંજ શેરીઓમાં ભીખ માગતો ફરતો હતો. પહેલાં કેદીઓનું આવું અપમાન કરવામાં આવતું હતું. કોઈ સ્ત્રીએ [પોતાનાં પાડરૂને] છાસ પિવરાવી અને અભિમાન ઘમંડથી માથું હલાવી ભીખ ન આપી. મુંજ બોલ્યો : ભોલિ મુન્ધિ મા ગવુ કરિ, પિિિવ પઙયાઈ, ચઉદસઇ સઈ છહુત્તરઈ, મુંજહ ગયહ ગયાઈ. હે ભોળી ! હે મુગ્ધા ! [તારાં પાડરૂ (ભેંસનાં બચ્ચાં)] જોઈ ગર્વ મ કર; ચૌદસો છોંતેર મુંજના હાથી (ચાલ્યા) ગયા. • મુન્ધિ – સં.મુગ્ધા. મારવાડીમાં મૂર્ખને ‘મોંધા' કહે છે. - (૯) જા મતિ પચ્છઇ સંપજ્જઈ, સા મતિ પહિલી હોઇ, ૧૬૩ મુંજ ભણઈ મુણાલવઇ, વિઘન ન વેઢઇ કોઇ. • જે મતિ પછી સાંપડે છે તે મતિ પહેલી થાય તો, મુંજ કહે છે કે, હે મૃણાલવતી ! વિઘ્ન કોઈને ઘેરે નહીં [વિઘ્ન કોઈ ૫૨ આવી પડે નહીં]. • વેઢઇ – ઘેરે, [સં.વેષ્ટતે]. પંજાબીમાં વેડા – ઘેરેલું મકાન, જનાનો. વેડી પૂરી - વચમાં કચોરીની પેઠે ભરેલી પૂરી. ટોની એ અર્થ કરે છે કે “કોઈ (મારા માર્ગમાં) વિઘ્ન નાખતું નથી.” (૧૦) સાય૨ખાઇ લંકગઢ, ગઢવઇ દસિસિર રાઅ, ભર્ગીક્ખય સો ભજ્જિ ગય, મુંજ મ કરિ વિસાઅ. • સાગરની ખાઈ, લંકાનો ગઢ અને ગઢપતિ દસ માથાનો રાજા - (રાવણ) – ભાગ્યનો ક્ષય થતાં તે ભાંગી ગયા, નષ્ટ થયા (તો) હે મુંજ !, વિષાદ – ખેદ મ કર.. ગઢવઇ - ગઢપતિ. ‘ગઢવી’ એ શબ્દ પણ તે ૫૨થી છે કે જેઓ મૂળ ગઢની રખેવાળી કરતા હોવા ઘટે. આ ગઢવીની જાત કાઠિયાવાડમાં છે. સરખાવોઃ ચક્રપતિ - ચક્કવઇ – ચકવે. ભજ્જિ ગય તૂટી ગયા, ભાંજી ભાંગી ગયા. એમાં ‘ભં’ ધાતુ છે. સંસ્કૃતમાં ‘ભગ્નનો અર્થ તૂટેલું, ભાંગેલું, હારેલું થાય છે તે પરથી હિંદીમાં ‘ભાગના’ થયું છે. આગળ જુઓ ‘અહ ભગ્ગા અમ્હ સખા' આદિ. - ૧૦.૧૨ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ પ્રકરણ ૪ : ‘પ્રબંધચિંતામણિ'માંથી ઉદાહરણો (અનુસંધાન) :: ૨૩૨. રાજા મુંજ એ જૂની હિન્દી-ગુજરાતીનો વિ : ધારનો પરમાર રાજા મુંજ તે, વાતિરાજ બીજો, ઉત્પલરાજ, અમોઘવર્ષ, પૃથ્વીવલ્લભ અથવા શ્રીવલ્લભ. તેણે કલ્યાણના સોલંકી રાજા તૈલપ બીજા પર ચઢાઈ કરી અને તૈલપે તેને હરાવી નિર્દયતાથી માર્યો એ તો ઐતિહાસિક સત્ય છે, કારણકે ચાલુક્યોના બે લેખોમાં આ વાતનો સાભિમાન ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુંજના મંત્રીનું નામ રુદ્રાદિત્ય હતું તે તેના વિ.સં.૧૦૩૬ (ઈ.સ.૯૭૯)ના દાનપત્રથી પ્રકટ છે. મુંજનું પ્રથમ દાનપત્ર સં.૧૦૩૧નું છે અને તેનું મૃત્યુ તેના રાજકાલમાં દિગંબરાચાર્ય અમિતગતિએ ‘સુભાષિતરત્નસંદોહ’ પૂર્ણ કર્યો તેના વિ.સં.૧૦૫૦થી અને તૈલપના મૃત્યુ સંવત્ ૧૦૫૫ની વચ્ચે થયેલું હોવું ઘટે. આ રાજા મુંજ વિક્રમની અગિયા૨મી શતાબ્દીના બીજા ચરણમાં હતો. (મુંજ તથા ભોજના કાનિર્ણય માટે જુઓ નાગરી પ્રચારિણી પત્રિકા, નવીન સંસ્કરણ, ભાગ ૧, અંક ૨, પૃષ્ઠ ૧૨૧થી ૧૨૫, અને ગૌ.હી. ઓઝાજી કૃત ‘સોલંકિયોંકા ઇતિહાસ', પ્રથમ ભાગ, પૃ.૭૬થી ૮૦) ‘પ્રબંધચિંતામણિ'માં લખ્યું છે કે મુંજને મારી નાંખવાના સમયે તેણે કહ્યું હતું કે ‘લક્ષ્મી ગોવિંદ પાસે ચાલી જશે, વીરશ્રી વીરોને ઘેર ચાલી જશે, પરંતુ યશઃપુંજ એવો મુંજ મરી જતાં સરસ્વતી નિરાલંબ થશે.” આ મુંજની રચના ન હોય ને તે સમયના કોઈ કવિની હોય, છતાં એમાં તો સંદેહ નથી કે તે વિદ્યા અને વિદ્વાનોનો અવલંબ - આધાર હતો. તેના સમયમાં ઉપર જણાવ્યા પ્રમાણે અમિતગતિએ ‘સુભાષિતરત્નસંદોહ' એ ગ્રંથ બનાવ્યો. સિન્ધુરાજનાં કીર્તિકાવ્ય, ‘નવસાહસાંકચરત'ના કર્તા પદ્મગુપ્ત, ધનપાલ (‘તિલકમંજરી’ના કર્તા પ્રસિદ્ધ જૈન કિવ), ‘દર્શરૂપ’ના કર્તા ધનંજય અને તેના ટીકાકાર હલાયુધ તેના સમયમાં હતા. પ્રબંધોમાં અને સુભાષિતાવલીઓમાં મુંજના બનાવેલા કેટલાયે શ્લોક આપ્યા છે અને ક્ષેમેન્દ્ર કે જે મુંજ પછી ૫૦ વર્ષે થયા છે તેમણે મુંજનો એક શ્લોક ઉષ્કૃત કર્યો છે. ૨૩૩. હવે એ પ્રશ્ન ઊઠે છે કે જે દોહાઓની વ્યાખ્યા ઉપર કરવામાં આવી છે તે શું મુંજે સ્વયં બનાવ્યા છે ? ઉપ૨ના ૧૦મા ક્રમાંકના દોહાની વ્યાખ્યામાં શાસ્ત્રી કહે છે કે તે રિપુનારીવાક્ય' છે, પરંતુ તેમાં મુંજે પોતાને જ સંબોધન કર્યું હોય તો તેમાં શું નવાઈ છે ? ‘પ્રબંધચિંતામણિ’કારના સમય (સં.૧૩૬૧) સુધી તો આ ઐતિહાસિક વાત હતી કે દોહા મુંજના છે. જે શ્લોક બીજા કવિઓના બનાવેલા જાણવામાં આવ્યા છે અને આ પ્રબંધકારોએ બીજા કવિઓ યા રાજાઓને શિરે ચડાવ્યા છે તે કારણે આવા પ્રસિદ્ધ દોહા પર સંદેહ કરી શકાતો નથી. આવા દોહા દંતકથામાં રહી જાય છે અને દંતકથાઓ સિવાય તેની રચનાના સંબંધમાં કોઈ પ્રમાણ નથી. વીકાનેરના પૃથ્વીરાજે રાણા પ્રતાપ ૫૨ સોરઠા લખી મોકલ્યા, માનસિંહને અકબરે ‘સભી ભૂમિ ગોપાલકી'વાળો દોહો લખી મોકલ્યો, નરહરિ કવિનો ‘અરિહુ દંત તૃન ગહ’િવાળો છપ્પો અકબર આગળ મૂકવામાં આવ્યો. બ્રહ્મ ભનૈ સુન શાહ અકબ્બર' Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધચિંતામણિમાંથી ઉદાહરણો (અનુસંધાન) ૧૬૫ આદિ દોહા બીરબલના જ છે, હુલસીવાળી યુક્તિપ્રયુક્તિ ખાનખાના અને તુલસીદાસ વચ્ચે થઈ હતી – ઈત્યાદિ વાતોના ઐતિહાસિક પ્રમાણ સિવાય બીજું કયું પ્રમાણ છે ? ૨૩૪. તે પ્રમાણે એ માનવાનું છે કે અગિયારમી શતાબ્દીના બીજા ચરણમાં પ્રસિદ્ધ વિદ્યાપ્રેમી ભોજનો કાકો પરમાર રાજા મુંજ જૂની હિન્દી-જૂની ગુજરાતીનો કવિ પણ હતો. એક બીજું પ્રમાણ છે કે હેમચન્દ્રના વ્યાકરણમાં જે અપભ્રંશનાં ઉદાહરણ આપ્યાં છે તેમાં એક દોહો એ છે કે : બાહ બિછોડવ જાહિ તુહું, હઉં તેવંઈ કો દોસુ, હિયઅઠિય જઈ નીસરહિ, જાણઉં મુંજ સરોસુ. અર્થાત્ બાંય વિછોડી – અલગા કરી તું જાય છે, હું પણ તેવી રીતે જાઉં છું (તેમાં) શું - કયો દોષ છે ? હૃદયમાં સ્થિત થયેલ જો (4) નીકળી જાય, તો મુંજ (કહે છે કે હું) જાણું (કે તું) સરોષ છો. ચોથા ચરણનો આ પણ અર્થ થઈ શકે છે કે તો હું જાણું કે મુંજ સરોષ છે', આ બીજો અર્થ સીધો જણાય છે પરંતુ મુંજની કવિતાઓમાં નામ આપવાની રીત જોતાં પહેલો અર્થ પણ અસંભવિત નથી. [તો હે મુંજ, હું જાણું કે તું સરોષ છે' એમ અર્થ લેવો વધારે ઘટિત છે. જુઓ આ પૂર્વે હેમચન્દ્રીય અપભ્રંશ દુહા ક.૧૬૨. આ દોહો હેમચન્દ્ર પહેલાનો છે. આથી બે જ પરિણામ આવી શકે છે : એક તો એ કે સૂરદાસ(?)ના બાંહ છુડાએ જાત હો, નિબલ જાન કે મોહિ, હિરદે સે જબ જાદુગે, તો મેં જાનીં તોહિ. એ દોહાનો પિતામહ “બાહ બિછોડવિ આદિ દોહાનો કર્તા રાજા મુંજ હતો અને આ મુંજના નામથી અંકિત દોહો સં.૧૧૯૯ (કુમારપાલના રાજ્યાભિષેકનો સમય કે જે પહેલાં તો હેમચન્દ્રનું વ્યાકરણ રચાયું હતું)થી પહેલાં પ્રચલિત હતો. બીજું પરિણામ એ કે જો બીજો અર્થ લઈએ તો જે નાયિકાએ લપસણી ભૂમિવાળો દોહો (ઉપર ક્રમાંક ૩નો) મુંજને લખ્યો હતો તેની કૃતિ આ પણ હોય. બંને અવસ્થાઓમાં કાં તો મુંજને કવિ માનવો પડશે, અને કાં તો આ દોહાઓને તેના સમયમાં રચાયેલા માનવા પડશે. ઓછામાં ઓછું એ તો માનવું પડશે કે આ દોહા સં.૧૧૯૯ (“પૃથ્વીરાજ રાસોના કલ્પિત સમયથી ૫૦ વર્ષ પહેલાંથી કેટલોક સમય પહેલાંની રચના છે જેથી તે સમયે કાં તો મુંજે રચેલો અને કાં તો મુંજને પ્રેષિત થયેલો માનવામાં આવતો હતો. મુંજ અને મૃણાલવતી વિશેના આ બધા દુહા લોકપ્રચલિત અજ્ઞાતકર્તક દુહા હોવાનો સંભવ વધારે છે.] (૧૧) ભોજને ત્યાં એક સરસ્વતી કુટુંબ આવ્યું કે જેની ખબર ભોજના સેવક સંસ્કૃત-દેશીથી મિશ્રિત એક શ્લોક બનાવી આપી : બાપો વિદ્વાન બાપપુત્રોડપિ વિદ્વાનું, આઈ વિદુષી આઈધુઆપિ વિદુષી, Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ કાણી ચેટી સાપિ વિદુષી વરાત્રી રાજનું મને વિદ્યjજે કુટુમ્બમ્. • બાપ પણ વિદ્વાન છે, બાપનો પુત્ર પણ વિદ્વાન્ છે; મા વિદુષી પંડિતા છે, માની બેટી પણ વિદુષી છે, બિચારી કાણી દાસી છે તે પણ વિદુષી છે. રાજનું ! માનું છું કે કુટુંબ વિદ્યાનો પુંજ છે. • બાપ – પિતા. આ દેશી શબ્દ છે, પરંતુ હેમકોશના શેષકાંડમાં સંસ્કૃત માનેલો છે. પ્રબંધચિંતામણિમાં તેનું સંસ્કૃત રૂપ “વમૃ' (વણા - બીજ વાવનાર) પણ આવ્યું છે (પૃ.૩૦૧) (જુઓ ના...પત્રિકા, ભાગ ૧, અંક ૩, પૃ. ૨૪૯, ટિપ્પણ ૧૬). આઈ - મા, માતા (મરાઠી આઈ), ધુઆ – પુત્રી, સં.દુહિતા, પંજાબી પી. (૧૨) રાજાએ તેમાંથી જ્યેષ્ઠની પત્નીને સમસ્યા કરી કે “કવણ પિયાવી ખીરુ ?” તેણે તેની પૂર્તિ કરી કે : જઈયહ રાવણુ જાઈયઉં, દહમુહ ઈજ્જુ સરીરુ, જણણી વિયમ્ભી [વિસ્મીએ ચિત્તવઈ, કવણુ પિયાવઉ ખીરુ. • જ્યારે રાવણ દશ મુખ અને એક શરીરવાળો જન્મ્યો ત્યારે માતા અચંબામાં (આવી) ચિંતવે છે કે કયા (મુખ)ને દૂધ પિવરાવું ? • (જુઓ આ દોહો સોમપ્રભ ક્ર.૩૪.). જાઈયઉ – જાયો, રાણી જાયો, રાયજાયો, રાયજાદો. વિયમ્ભી [ વિખ્ખીએ ? – વિસ્મિતા. ખીર – સં.ક્ષીર, દૂધ. સિંધીમાં “ખીર અત્યિ ?'=દૂધ છે ? (૧૩) બીજી સમસ્યા એ કરી કે, “કંઠિ વિલુલ્લાં કાઉં ?' આની પૂર્તિ કાણી ચેટીએ એવી રીતે કરી કે : કવણવિહિ વિરહકરાલિઅઈ, ઉઠ્ઠાવિયઉ વરાઉ, સહિ અચ્ચમ્મુઅ દિઠ મઈ, કંઠિ વિલુલ્લઈ કાલે ? • કોઈ વિરહથી દુઃખિત સ્ત્રીએ બિચારાને ઉડાવ્યો. હે સખી ! મેં આ અતિ અચરજ જોયું કે [કાગડી કંઠમાં (વલય) ઉછાળે છે / ઝુલાવે છે (?)]. (જુઓ આ દોહો બીજા રૂપમાં સોમપ્રભ ક્ર.૩પ.) (૧૪) એક સમયે ભોજ રાત્રે નગરમાં ફરતો હતો ત્યાં એક દિગંબરને એક ગાથા બોલતા સાંભળ્યો. બિચારો તે દિગંબર તો થઈ ગયો હતો, પણ મનની હોંશ પૂરી થઈ નહોતી. બીજે દિને ભોજે તેને બોલાવ્યો અને તેનો મનસૂબો જાણી પોતાનો સેનાપતિ બનાવ્યો. પછી તે કુલચન્દ્ર અણહિલપટ્ટન જીતી જયપત્ર પ્રાપ્ત કર્યું. આ ગાથાનો દોહો એ છે કે : એક જમ્મુ નગ્નેહ ગિયઉં, ભડસિરિ ખગુ ન ભમ્મુ, તિખા તુરિયા ન માણિયાં [વાહિયા], ગોરી ગલિ ન લગુ. • આ જન્મ નકામો ગયો, (કારણકે) ભડ(વીર)ના શિર પર મારી Page #182 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રબંધચિંતામણિ’માંથી ઉદાહરણો (અનુસંધાન) તલવાર ભાંગી નહીં, તીખા (તેજી) તુરંગ – ઘોડાનો ઉપભોગ કર્યો નહીં [ઘોડા પર સવારી ન કરી] તેમ ગોરી (યુવતી)ના ગળે વળગ્યો નહીં. શાસ્ત્રીએ ‘ભડિસિર ખગ્ગને એક પદ લઈ અર્થ કર્યો છે ‘ભટ્ટશ્રી ખડ્ગઃ'. ‘તિક્ખા’નો અર્થ ‘તીક્ષ્ણ સ્રીકટાક્ષ’ કર્યો છે, અને ‘તુરિયા'નો અર્થ ‘તૂલિકાદિ શષ્યોપકરણ' (રામાયણની ‘તુરાઈ’, ગુજરાતી ‘તળાઈ’). ટોની ‘તુરિયા'નો અર્થ કર્કશ સ્વરયુક્ત વાજિંત્ર (સં.સૂર્ય) કરે છે. નગૃહં - નિગ્રહ, સં.નિષ્ફલ. શાસ્ત્રી કહે છે કે ‘નગ્નોહં, હું નાગો છું, દિગંબર છું વા નિગૃહ છું.' ગોરી – નાયિકા માટે સાધારણ શબ્દ છે. હજુ પણ હિન્દી પંજાબી રાજસ્થાની ગુજરાતી ગીતોમાં આવે છે. હેમચંદ્રે પણ આ શબ્દના આ અર્થનો ઉલ્લેખ કર્યો છે. [અત્યારે રાજસ્થાનમાં પ્રચલિત દૂહો - જલમ અકારણ હી ગયો, ભડ-સિર ખગ્ગા ન ભગ્ગ, તીખા તુરી ન માણિયા, ગોરી અને ન લગ્] (૧૫) ‘પ્રબંધચિંતામણિ’ની એક પ્રતમાં તે હોંશવાળા કુલચન્દ્ર (કે જે કવિ પણ હતા અને જેમને સુંદ૨ કવિતા માટે ભોજે એક સુંદર દાસી આપી હતી)નો એક દોહો બીજો આપ્યો છે કે ઃ નવજલભરીયા મગ્ગડા, ગયણિ ધડુક્કઇ મેહુ, ઇત્વન્તરિ જઇ આવિસિઇ, તઉ જાણીસિઇ નેહુ. • માર્ગ (મારગડો) નવા પાણીથી (વરસાદના પાણીથી) ભર્યો છે, ગગનમાં મેઘ ધડુકે છે. આ અંતર (અવસર) ૫૨ જો (તું) આવશે તો નેહ જણાશે. • મુંજની રસીલી તો વરસાદમાં આવવાનો અસંભવ જાણી ‘ગમાર’ નાયકને તેની પહેલાં જ બોલાવતી હતી પરંતુ કુલચન્દ્ર તે જ વરસાદના સમયમાં આવવાને જ સ્નેહની પરીક્ષા માને છે. [આ દુહાનું હાલનું રાજસ્થાની રૂપ આજ ધરા દિસ ઊનમ્યો મોટી છાંટા મેહ, ભીજી પાગ પધારસ્યો જદ જાણ્યુંલી નેહ. અને સોરઠી રૂપ - • - - ૧૬૭ ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઊપડિયા, (કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાવા ખડિયા. (૧૬) ભોજે સભામાં બેસી ગુજરાતીઓના ભોળપણની હાંસી કરી. તેમાં ગુજરાતના એક માણસે કહ્યું કે અમારા ગોવાળિયા ભરવાડ પણ આપના પંડિતો કરતાં ચડી જાય તેવા છે. આ સમાચાર જાણી ગુજરાતના રાજા ભીમ(સોલંકી)એ એક ગોવાળ ભોજની પાસે મોકલ્યો. તેણે તે રાજાને એક દોહો સંભળાવ્યો જેથી રાજાએ તેને સરસ્વતીકંઠાભરણ ગોપની ઉપાધિ આપી. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ ભોય એહુ ગલિ કડ્ડલઉ, ભણ કેહઉ[મું ભલ્લઉ] પડિહાઈ, ઉરિ લચ્છિહિ મુહિ સરસિનિહિ, સીમ નિબદ્ધી (વિહંચી] કાઈ. • ભોજ ! ભણ – કહે તો ખરો, કે આ (તારા) ગળામાં કાંઠલો (આભૂષણનું નામ) કેવો લાગે છે ? મિને સરસ લાગે છે.] ઉરમાં લક્ષ્મી અને મુખમાં સરસ્વતીની વચમાં આ શું સીમાં બાંધી વિહેંચી] છે ? વિદ્વાન રાજાના મોંમાં સરસ્વતી અને પ્રભુના ઉરમાં લક્ષ્મી, વચમાં કાંઠલો શું થયો ? જાણે કે બંનેના રાજ્યની મર્યાદા બતાવે છે. (૧૭) એક સમય ભોજ વીરચર્યાથી રાત્રે નગરમાં ફરતો હતો ત્યાં તેણે કોઈ દરિદ્રની સ્ત્રીને નીચેનો દોહો બોલતાં સાંભળી : માણસડાં દસદસ દસા, સુણિયઈ લોયપસિદ્ધ, મહ કન્તહ ઈક્ક જ દસા, અવરિ તે ચોરહિં લિદ્ધ. પાઠાંતર : દૈવિહિં નિમવિયાઈ, નવરહિં નિવ ચોરિહિ હરિયાઈ. પાઠાંતરોથી જણાય છે કે આ દોહાના બે પાઠ છે. એકમાં તો “સિદ્ધ-લિદ્ધ' પ્રાસ છે, બીજામાં નિમ્મવિયાઈ – હરિયાઈ’ એમ પ્રાસ છે. • મનુષ્યની દશદશ દશાઓ લોકપ્રસિદ્ધ સંભળાય છે (અથવા દશ દશ દશા દેવતાઓએ બનાવી છે). અર્થાત્ આખા જન્મમાં દશ દશા બદલે છે, પરંતુ મારા કંથની એક જ દશા (દારિય) છે અને બીજી છે (જે હતી) તે ચોરોએ લઈ લીધી (અથવા બીજી નિવ) પણ બીજા[ચોરોએ લઈ લીધી છે.) • સરખાવો : હસ્તિનાં દશવર્ષપ્રમાણા દશ દશાઃ કિલ ભવંતિ. (હર્ષચરિતની સંકેત ટીકા). . (૧૮) મરતી વખતે ભોજે કહ્યું હતું કે સ્મશાનયાત્રા વખતે મારા હાથ નનામી બહાર રાખવા. ભોજનું આ વચન લોકોને એક વેશ્યાએ કહ્યું કે : કસુ કરુ [કેરુ?] રે પુત્ર કલત્ર ધી, કસુ કરુ કિરૂ ?] રે કરસણવાડી, એકલા આઇવો એકલા જાધવો, હાથપગ બહુ ઝાડી. • અરે ! પુત્ર, સ્ત્રી, કન્યા કોના છે ? -ને શું કરશો ?] ખેતીવાડી કોન છે ? -િનું શું કરશો ?] એકલું આવવું છે ને બંને હાથ-પગ ઝાટકીને એકલું જાવું છે. • કસુ કરુ'નો અર્થ ટોનીએ ‘કેનો હાથ એમ કર્યો છે અને શાસ્ત્રીએ “શું કરું એમ કર્યો છે. “પુત્ર કલત્ર” એ બંનેને સંબોધન માન્યા છે અને “ધી” એટલે કન્યાને બંને ભૂલી ગયા છે. કસુ કરુ [કેરુ – સં.કશ્ય કેરક . ' (૧૯) સિદ્ધરાજ જયસિંહ સમુદ્રકિનારે ફરતો હતો. એક ચારણે તેની સ્તુતિની કવિતા કહી તેમાંથી એક સોરઠો આપ્યો છે -- કો જાણઈ તુહ નાહ, ચીતુ સુહા લઉં ચક્કવઇ, લઉં, લહુ લંક હલવાહ, મગ્ન નિહાલઈ કરણઉત્ત. Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધચિંતામણિ'માંથી ઉદાહરણો (અનુસંધાન) * ૧૬૯ • (સિદ્ધરાજને સમુદ્ર તરફ જોતો જોઈ ચારણ કહે છે કે, નાથ ! ચક્રવર્તી ! તમારા ચિત્ત(ની વાત)ને કોણ જાણે છે ? કર્ણના પુત્ર (સિદ્ધરાજ), લિંકાને જલદી લેવા માટે તું માર્ગ નિહાળે છે. • [લહુ – જલદી]. કરણઉg – કર્ણપુત્ર, રાજસ્થાની કરણોત. પિતાના નામના ગૌરવથી પુત્રને સંબોધન કરવું એ ચારણકવિતા (ડિંગલ)નું પ્રસિદ્ધ લક્ષણ છે. (૨૦) સિદ્ધરાજ જયસિંહે વદ્ધમાનપુર (વઢવાણ)ના આભીર રાણક – રાણા નવઘન પર ચડાઈ કરી અને કિલ્લાની દીવાલ તોડી તેને દ્રવ્યની વાસણિયો – વાંસડીઓ (થેલીઓ)ના મારથી મારી નાખ્યો. નવઘણની રાણી રાણકદેવીનું શોકવાક્ય એ છે કે : સઈરૂ નહીં સ રાણ, ન કુ લાઈઉ ન કુ લાઈઇ, સઉ ખંગારિહિં પ્રાણ કિ ન વઈસાનરિ હોમીઇ. • તે સ્વિર – મનસ્વી] રાણો નથી. કિોઈ એને (પાછો) લાવતું નથી, કોઈ એને (પાછા) લાવશે નહીં.] ખેંગારની સાથે પ્રાણોને વૈશ્વાનર (અગ્નિ)માં કેિમ ન હોયું ? • સઇ - સ્વૈિર, મનસ્વી, વાંસારિ – વેશ્વાનરમાં, રાજસ્થાની સાદર. (૨૧) રાણા સર્વે વાણિયા, જેસલ વડ઼ઉ સેઠિ, કાછું વણિજડુ માણ્વીયલ, અમ્મીણા ગઢ હેઠિ. • સર્વ રાણા તો (નાના) વાણિયા છે, જેસલ (સિદ્ધરાજ જયસિંહ) વડો શેઠ છે. શું કેવું વાણિજ્ય – વેપાર અમારા ગઢની હેઠે – નીચે (તેમણે) માંડ્યો છે ! અખ્ખીણા – અમારા, જુઓ ક્ર.૧. (રાજસ્થાનમાં આ દુહો આ રૂપે મળે છે -- અમારા ગઢ હેઠ, કેણે તંબૂ તાણિયા ? સધરો મોટો શેઠ, બીની સરવે વાણિયા !] (૨૨) તઈ ગરૂઆ ગિરનાર, કહું મણિ મત્સર ધરિઉં, મારીતાં ખંગાર, એકૂ સિહ ન ઢાલિયઉં. • હે ગરુઆ – ગુરુ (જબરા) [મોટા, ઊંચા ગિરનાર (પર્વત) ! તે મનમાં શું મત્સર ધર્યો હતો કે ખેંગાર મરાતાં (પોતાનું) એકે શિખર પણ ઢાળ્યું – પાડ્યું નહીં ? • કે જેથી શત્રુ અવળો થયો યા મારા સ્વામીના દુઃખમાં તારી સહાનુભૂતિ જાણી ૩૬. ગિરનારના ચુડાસમા યાદવોની રાજાવલીમાં કેટલાય નવઘણ નામના રાજાઓનો ઉલ્લેખ છે. સંભવિત છે કે તે ચોથો નવઘણ હોય અને ખેંગાર તેનું ઉપનામ હોય. ફાર્બસે રાસમાલામાં ખેંગારને નવઘણનો પુત્ર કહ્યો છે. ખેંગાર અને નવઘણ એ નામ આ રાજાઓમાં અનેક વખત આવ્યાં છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ લેવાત. જેવી રીતે રીતે શોકમાં ભૂષણ ઉતારી નાખવામાં આવે છે તેમ. [રાજસ્થાનમાં આ દુહો આમ મળે છે – ગોઝારા ગરનાર ! વળામણ વેરીને કિયો, મરતાં રા' ખેંગાર, ખડેડી ખાંગો નવ થિયો !] (૨૩) જેસલ મોડિ મ બાંહ, વલિ વલિ વિરૂએ ભાવિયાં, નઈ જિમ નવા પ્રવાહ, નવઘણ વિણ આવઈ નહીં. • જેસલ(જયસિંહ), [ફરી ફરીને હાથ મોડ – મરડ નહીં. એ વિરૂપ જણાય છે. જેમ નદીમાં નવો પ્રવાહ નવઘન (નવો મેઘ) વગર આવતો નથી તેમ મારા જીવનમાં] નવઘણ વગર બીજો પ્રવાહ આવશે નહીં. • (૨૪) વાઢીત૬ વઢવાણ, વિસારતાં ન વીસરાઈ સોના સૂિના] સમા પરાણ, ભોગાવહ પઈ તિઈ] ભોગવ્યા. • હે વઢવાણ (વર્ધમાન) શહેર ! તું (શત્રુઓથી) વઢાયું છે – કપાયું છે તોપણ વિચારતાં પણ વીસરતું નથી. [તેં ભોગાવાના સોના સમા પ્રાણ ભોગવ્યા છે. • ભોગાવહ – ભોગાવર્ત નામની નદી જેને હાલ ભોગાવો કહે છે. આ સોરઠાઓમાં ક્યાંક-ક્યાંક નવઘન તથા ખેંગાર બંનેને એક જ માનવામાં આવ્યા જણાય છે. પ્રકરણ ૫ : “પ્રબંધચિંતામણિ'માંથી ઉદાહરણો (અનુસંધાન) (૨૫) હેમચન્દ્રની માતાનાં ઉત્તર કર્મ કરતી વખતે કોઈ દ્વેષીઓએ વિમાનભંગ[શબ ઉપાડવાની પાલખીની તોડફોડ]નું અપમાન કર્યું. આથી ક્રોધિત થઈ હેમચન્દ્રજીએ માળવામાં થાણું નાખી પડેલા રાજા કુમારપાળની પાસે આવી ઉદયન મંત્રી અને રાજાને પોતાનો પરિચય કરાવ્યો. હેમચન્દ્ર કહ્યું કે – આપણાઈ પ્રભુ હોઈય, કઈ પ્રભુ કીજઈ હત્યિ, કર્જ કરવા માણુસહ, બીજઉ માગુ ન અત્યિ. • કાં તો આપ પોતે] સમર્થ થાઓ કાં તો (કોઈ) સમર્થને હાથમાં [પોતે લ્યો. મનુષ્યોનાં કાર્ય સિદ્ધ) કરવા બીજો માર્ગ નથી. • (૨૬) એક દિવસ હેમચન્દ્ર કુમારપાલ વિહાર-મંદિરમાં કપર્દી નામના પંડિતના હાથની સહાય લઈ પગથિયાં ચડતા હતા ત્યારે નાચનારીના કંચુકની દોરી પાછળથી ખેંચીને બાંધવામાં આવતી હતી. તે પર કપર્દીએ એક દોહાનો પૂવદ્ધ કહ્યો અને તે જ વખતે હેમચન્દ્ર તેની પૂર્તિ કરી કે : સોહગિક સહિકંચુયલ, જુત્તઉ તાણુતાડું કરેઇ; પુઠિહિં પચ્છ) તરુણીયણ, જસુ ગુણગહણ કરેઈ. Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધચિંતામણિ'માંથી ઉદાહરણો (અનુસંધાન) ૧૭૧ • જેના તરુણીજન પીઠ પાછળથી ગુણ ગ્રહણ કરે છે દિોરી પકડે છે એ સખીનો કંચુક સૌભાગ્યવંત છે. એ તાણખેંચ કરે છે (હઠ કરે છે, માન કરે છે) એ યુક્ત છે. • જેના ગુણોનું પાછળથી ગ્રહણ (કથન) કરવામાં આવે તે અવશ્ય ઊંચો (મોટો) હોય છે. અહીં ગુણ પર શ્લેષ છે : (૧) ગુણ એટલે દોરો અને (૨) ગુણ એટલે સગુણ. (૨૭) સોરઠના બે ચારણ દુહાવિદ્યામાં સ્પર્ધા કરતા અણહિલપુર પાટણમાં આવ્યા. શરત એવી હતી કે જેની રચનાની હેમચન્દ્ર વ્યાખ્યા કરે તે બીજાને હારેલો સમજે. હેમચન્દ્ર મળતાં એક એ સોરઠો બોલ્યો કે : લચ્છિવાણિ-મુહકાણિ સા પઈ ભાગી મુહ મરઉં,. હેમસૂરિઅલ્યાણિ જે ઈસર તે પંડિયા. દિશાઈને સોરઠો અસ્પષ્ટ લાગેલો અને અર્થ ખેંચીને કરવો પડેલો, કેમકે પાઠ ભ્રષ્ટ હતો. અહીં પાઠ સુધારી લીધા છે ને દેશાઈના અનુવાદ અને અર્થ છોડી દીધા છે. • લક્ષ્મી અને વાણી (સરસ્વતી) વચ્ચે જે ઝઘડો છે તે તે મિટાવ્યો. હું તારા મોં પર ઓળઘોળ થાઉં છું. હેમસૂરિની આ સભામાં જેઓ શ્રીમંત છે તેઓ પંડિત પણ છે. • મુહકાણિ” એટલે ઝઘડો. જુઓ “મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ' (સંપા. જયંત કોઠારી), પૃ.૩૧૫. અત્થાન – સં.આસ્થાન, સભા. ઇસર – ઈશ્વર, ઐશ્વર્યવંત, લક્ષ્મીવંત.] (૨૮) આ ચારણ તો બેસી ગયો. એટલામાં કુમારપાલવિહારમાં આરતીના વખતે મહારાજ કુમારપાલ આવ્યા અને તેમણે પ્રણામ કર્યા એટલે હેમચન્દ્ર તેમની પીઠ પર હાથ રાખ્યો. આટલામાં બીજો ચારણ બોલ્યો : હમ તુહાલા કર મરઉં, જાંહ અચ્ચભૂ રિદ્ધિ, જે ચંપણ હિઠા મુહા, તાંહ ઊપહરી સિદ્ધિ. • હિમચન્દ્ર ! તમારા હાથ પર હું મરું – વારી જાઉં જેમાં અદ્ભુત રિદ્ધિ છે. નીચું મોં રાખેલા જેમને એ ચાંપે છે – દાબે છે તેમને સિદ્ધ પ્રાપ્ત થાય છે. • કવિની આ ઉક્તિ પર રાજા પ્રસન્ન થયો અને તેનો દોહો ફરી ફરી બોલાવરાવ્યો. ત્રણ વાર બોલીને ચારણે, શિવાજી પાસે ભૂષણની પેઠે, અધીરાઈથી કહ્યું કે શું દરેક પાઠના લાખ આપશો ? રાજાએ ત્રણ લાખ આપ્યા. આ કહાણી અધૂરી છે, હેમચન્દ્ર કોઈને વખાણ્યો નહીં. બંનેની હોડનું શું થયું તે જણાવ્યું નથી. તુહાલા – તમારા, પંજાબી સુહાડા, જુઓ ક. ૧. (૨૯) જ્યારે કુમારપાલ શત્રુંજય તીર્થમાં ગયો ત્યારે ત્યાં એક ચારણને પ્રતિમા સમક્ષ નીચેનો સોરઠો નવ વાર બોલતાં તેને નવ હજાર આપ્યા : ઈકહ ફુલહ માટિ દેઆઈ સામી સિદ્ધિ સુહુ, તિણિ સિવું કેહી સાટિ [કટરિ] ભોલિમ જિણવરહ. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ • એક જ ફૂલને માટે સ્વામી સિદ્ધિસુખ આપે જિનવરનું ભોળપણ, અહો શા માટે ? • [કટરિ – આશ્ચર્યનો ઉદ્ગાર.] (૩૦) કુમારપ્રાલનો ઉત્તરાધિકારી અને ભત્રીજો અજયપાલ ઘણો નિર્દયી હતો. જેનો પર જેટલી તેના પૂર્વજોએ ભલાઈ કરી હતી તેટલો અત્યાચાર તેણે કર્યો હતો. તેણે ચૂંટીઘૂંટીને વિદ્વાનો ને પ્રધાનોને માર્યા. પંડિત રામચન્દ્ર સો ગ્રંથ બનાવ્યા હતા તેમને તપેલા તાંબા પર ચઢાવી દીધા. નીચેનો દોહો કહી દાંતથી પોતાની જીભ કાપી વેદનાથી તેઓ મરણ પામ્યા : મહિવઢહ સચરાચરહ, જિણિ સિરિ દિણા પાય, તસુ અસ્થમણું દિPસરહ, હોઈ હોલ ચિરાય. • સચરાચર મહી – પૃથ્વીની પીઠ પર જેણે પગ મૂક્યો છે તે દિનેશ્વર(સૂર્ય)નો અસ્ત થાય છે, જે થનારું તે લાંબે કાળે પણ થાય છે. • અસ્થમણુ – સં.અસ્તન, આથમવું. આથમણી દિશા (પશ્ચિમ દિશા). રાજસ્થાની ધૂણી. (૩૧) સિદ્ધસેન દિવાકરને કેતલાસર ગામ જતાં એક વૃદ્ધવાદી મળ્યો; તેણે રોકી કહ્યું “મારી સાથે વાદ કરો.” સિદ્ધસેને કહ્યું, “નગરમાં ચાલો ત્યાં પુરવાસી મધ્યસ્થ હશે.” વૃદ્ધવાદીએ કહ્યું, “આ ગોવાળિયા જ સભ્ય છે. તેઓ જ નિર્ણય કરી આપશે.' સિદ્ધસેને સંસ્કૃતમાં કંઈક કહ્યું પણ વૃદ્ધવાદીએ એક ગાથા કહી કે જે સાંભળી ગોવળિયાએ કહ્યું કે તમે જીતી ગયા. બીજું કંઈ તે જાણે નહીં. તે ગાથા આ છે કે : નવિ મારીયઈ નવિ ચોરીયઈ, પરદારગમણ નિવારીયઈ, થોવાવિ હુ થોવ દઈયઈ, ઈમ સગિ ટગમગુ જાઈયઈ. • મારીએ હિંસા કરીએ) નહીં, ચોરીએ નહીં, પરદારગમન – પરસ્ત્રીગમન નિવારીએ – છોડીએ, થોડું પણ થોડું જ દાન દઈએ – એમ સ્વર્ગમાં ટગુમગુ (ઝટપટ) ધિીમેધીમે જઈએ. • થોવા – થોડા (સં.સ્તોક). ગુજરાતી તેમજ હિન્દીમાં “થોડામાં ડ' આવ્યો છે. ટગમગ – ટગુમગુ. ગુજરાતીમાં વપરાય છે ને તેનો જેમતેમ, મુશીબતથી, ધીમેધીમે – ડગુમગુ એ અર્થ છે. હિન્દીમાં ‘ઝટપટ એવો અર્થ કરે છે. હિન્દી કોશમાં આ અર્થ મળતો નથી.] ર૩પ. (૩૧ક) “પ્રબંધચિંતામણિમાં જેટલી જૂની ગુજરાતી-હિન્દી કવિતા હતી તેનું વ્યાખ્યાન થઈ ચૂક્યું. બે પ્રસંગોએ તેમાં કંઈક ગદ્ય પણ આવ્યું છે અને તેની કથા રોચક છે તે માટે તેનો પણ ઉલ્લેખ અહીં કરવામાં આવે છે. કુમારપાલના મંત્રી સાહ આંબડે કોંકણના રાજા મલ્લિકાર્જુનને જીતીને તેના માથા સહિત બીજી જે ભેટ રાજા સામે રાખી તેની સૂચીમાં સંસ્કૃત સાથે કંઈક દેશભાષા પણ આપી છે તે એ છે Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધચિંતામણિમાંથી ઉદાહરણો (અનુસંધાન) ૧૭૩ શૃંગારકોડીસાડી – શૃંગારકોટિ સાડી. માણિક પખવડ૯ - માણિક નામ પખવડ - પક્ષપટ, દુપટ્ટો યા ઓઢણી, પછેડો. આ શબ્દ કાઠિયાવાડમાં તેમ રાજસ્થાનમાં વપરાય છે. પાપખઉ હારુ – પાપાય હાર. [મૂડા) મૌક્તિકાનાં – મિોતીના મૂડા (એક માપ)]. સેડ? – સિંદુક, નવગ્રહવાળા આભૂષણનું નામ ?] બીજો પ્રસંગ એ છે કે એક સમય હેમચન્દ્ર કપર્દી મંત્રીને પૂછ્યું કે તારા હાથમાં શું છે ? તેણે જવાબ આપ્યો કે “હરડઈ' (હરડે). એટલે હેમચન્ટે પૂછ્યું કે “શું હજુ પણ ?' કપર્દીએ તેમનો આશય સમજી કહ્યું કે નહીં, હમણાં શા માટે ? અંતથી આદિ થઈ ગયો ને માત્રા (ધન)માં વધ્યો. હેમચન્દ્રજી તેની ચાતુરી પર ઘણા પ્રસન્ન થયા. પછી સમજાવ્યું કે મેં હરડઈ”નો અર્થ “હ રડઈ' એટલે “હ” અર્થાત્ હકાર રહે છે એમ લઈને પૂછ્યું હતું કે શું હકાર હજુ પણ રડે છે ? કપર્દીએ ઉત્તર આપ્યો કે પહેલાં તે વર્ણમાલામાં છેલ્લો હતો, હવે આપના નામમાં પ્રથમ વર્ણ થયો અને તે એકલો હન ૩૭. પ્રબંધચિંતામણિમાં એમ છે કે શૃંગારકોડી સાડી ૧, મણિકઉ પછવડઉ ૨, પાપખ9 હારુ ૩, સંયોગસિદ્ધિ સિમા ૪, હેમકુંભા ૩૨, મુડા ૬ મૌક્તિકાનાં, સેડલ, ચતુર્દન્ત હસ્તિ ૧, પાત્રાણિ ૧૨૦, કોડીસાદ્ધ ૧૪ દ્રવ્યસ્ય દંડ.. (પૃ.૨૦૩) આ પ્રસંગના વર્ણનના જિનમંડનના ‘કુમારપાલપ્રબંધ (સં.૧૪૯૨ના)માં ત્રણ શ્લોક આપ્યા છે તે પરથી અર્થ સ્પષ્ટ થાય છે : શારીં શૃંગારકોટ્યાખ્યાં પર્ટ માણિક્યનામકમ્ | પાપક્ષયંકર હાર મુક્તાશુક્તિ વિષાપહામ્ | હૈમાનું દ્વાત્રિશત કુંભાન્ ૧૪ મનુભારપ્રમાણઃ | ષમૂકાંસ્તુ મુક્તાનાં સ્વર્ણકોટીશ્ચતુર્દશ | વિંશ શતં ચ પાત્રાણાં ચતુર્દન્ત ચ દન્તિનમ્ | શ્વેત સંદુકનામાને દત્વા નવ્ય નવગ્રહમ્ | - આત્માનંદ સભા, ભાવનગરનું સંસ્કરણ, પત્ર ૩૯, પૃ. ૨. પાપક્ષય કોઈ વિશેષ પ્રકારના હારની સંજ્ઞા હતી કારણકે સિદ્ધરાજ જયસિંહનો પિતા કર્ણ (ભોગી કણ) જ્યારે સોમનાથનાં દર્શન કરવા ગયો હતો ત્યારે પ્રતિજ્ઞા કરી હતી કે પાપક્ષય હાર, ચન્દ્ર, આદિત્ય નામનાં કુંડલ અને શ્રીતિલક નામનાં અંગદ (બાજુબંધ) પહેરી દર્શન કરીશ. (ઉક્ત પ્રબંધ, પત્ર ૪, પૃ. ૨) “સેડઉ'ના અર્થમાં સંદેહ રહે છે પરંતુ કુમારપાલના રાજતિલકનું વર્ણન તે જ પ્રબંધમાં (પત્ર ૩૪, પૃ.૧) છે તેમાં એક સ્પષ્ટ પંક્તિ બીજી છે કે “મુક્તાનાં સેતિકા ક્ષિપ્તા તસ્ય શીર્ષે સફલ્પિકા (?) સંજતા રાજ્ઞઃ સમગ્રેશ્વર્યવૃદ્ધિ સૂચતિસ્મ”. અહીં ‘સેતિકા'નો સેર એ અર્થ હોઈ શકે છે. સંભવિત છે કે આ અર્થ “સેડઉ'નો પણ હોય, ગુજરાતીમાં છડો એ સેડઉ' ઉપરથી થયો હોય એમ ચોક્કસ રીતે લાગે છે. દિશાઈએ “સેડઉ' શબ્દ ‘મૌક્તિકાનાં' સાથે જોડેલો એ ભૂલ હતી. “૬ મૂડા મૌક્તિકાનાં એ પાઠ છે, અને “મૂડા' એ એક માપનું નામ છે. “સેડી' શબ્દ એનાથી જુદો લેવાનો છે અને એ સંભવતઃ ‘કુમારપાલપ્રબંધના દેશાઈએ ઉદ્ધત કરેલા અંશમાં છેલ્લી પંક્તિમાં “સંદુક છે તે હોવા સંભવ છે. “સેતિકાનો અર્થ ‘સર’ નથી, પણ એ એક માપ (બે ખોબા)નું નામ છે તેથી એના સ્થાને મૂડા' હોય એ બરાબર છે.] Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ રહ્યો પણ સાથે “એકારની માત્રાવાળો થયો, તેથી હવે શા માટે રડે ? ૨૩૬. આ પ્રબંધચિંતામણિમાંથી ઉતારેલાં અવતરણો વગેરેમાં જે ઐતિહાસિક વાતોનો ઉલ્લેખ કર્યો છે તેના સમય સમજવા માટે તેના સંવત્ અત્રે જણાવવામાં આવે વિ.સં.૯૫૦થી ૧૦૦૦માં રાજશેખરનો લખેલો અપભ્રંશ, ભૂતભાષા – પૈશાચી અને શૌરસેનનો દેશવિન્યાસ; સં. ૧૦૨૯થી ૧૦૫૦ વચ્ચેના સમયમાં પરમાર રાજા મુંજનો રાજ્યાભિષેક, સં. ૧૦૫૦થી ૧૦૫૪ની વચમાં મુંજનું મૃત્યુ, અને ભોજનો રાજ્યાભિષેક, સં.૧૦૩૬માં મૂળરાજ સોલંકીના હાથે કચ્છના રાજા લાખા ફુલાણીનું માર્યા જવું. સં.૧૧૫૦માં સિદ્ધરાજ જયસિંહનું ગાદી પર બેસવું. સં. ૧૧૫૦થી ૧૧૯૯ સુધીમાં કોઈ પણ સમયે – સં.૧૧૬૨(?)માં આભીર રાણા નવઘનનું મૃત્યુ. સં.૧૧૯૯ સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ ને કુમારપાલનો રાજ્યાભિષેક. સં. ૧૨૩૦માં કુમારપાલનું મૃત્યુ. સં. ૧૧૫૦થી ૧૨૩૦ની વચમાં – મોટો ભાગ સિદ્ધરાજના સમયમાં હેમચન્દ્રના વ્યાકરણની રચના. સં.૧૨૪૯માં પૃથ્વીરાજનું મૃત્યુ અને સં.૧૩૬૧માં ‘પ્રબંધચિંતામણિ'ની રચના પ્રકરણ ૬ : પ્રાચીન ગુજરાતી સુભાષિતો ૨૩૭. સ્વ. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ (એમ.એ.)નો આ નામનો લેખ ૧૯૧૪ના મે માસના “સાહિત્યમાં પ્રકટ થયો છે, તે અત્ર આપવામાં આવે છે. ૨૩૮. અંગ્રેજીમાં સારા ચૂંટી કાઢેલા ગદ્ય તથા પદ્યોના સંગ્રહો ઘણાક બહાર પડેલા છે. સંસ્કૃતમાં પણ આપણા પ્રાચીન વિદ્વાનોએ સારા-સારા શ્લોકોના સંગ્રહગ્રંથો રચેલા છે જેમાં શાર્ગધરપદ્ધતિ, વલ્લભની “સુભાષિતાવલી', અમિતગતિનો ‘સુભાષિતસંદોહ અને શ્રીધરદાસનું “સંક્તિકર્ણામૃત' એ મુખ્ય છે. પ્રાકૃત ભાષામાં હાલની ‘ગાથાસપ્તશતીમાં જુદાજુદા પુરુષ તથા સ્ત્રીકવિઓની ગાથાઓ ભેગી કરેલી છે. આપણું પ્રાચીન ગુજરાતી સુભાષિતોનું જ્ઞાન બહુ જ મર્યાદિત છે. જે થોડાંક સુભાષિતો મળેલાં છે તે પ્રબંધચિંતામણિ, કુમારપાળપ્રબંધ' વગેરે ગ્રંથોમાંથી જ છે, પરંતુ નીચે આપેલા ૩૮૬. જૂની ગૂજરાતી તથા મારવાડી ભાષાના અથંગ અભ્યાસી ઈટલીના ડૉ. એલ. પી. ટેસિટોરી જેમને બંગાળાની એશિઆટિક સોસાઇટીએ પોતાના સંગ્રહના મારવાડી તથા ગુજરાતી પ્રાચીન ગ્રંથોનું સંશોધન કરવા બોલાવેલા હતા તેઓએ તેમના ‘નોટ્સ ઑન ધ ગ્રામર ઓ ધ ઑલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની વિથ સ્પેશિઅલ રેફરન્સ ટુ અપભ્રંશ ઍન્ડ ટુ ગુજરાતી ઍન્ડ મારવાડી નામના ‘ઇન્ડિઅન એન્ટિવેરી’ ફેબ્રુઆરી, ૧૯૧૪માંના લેખમાં આ ભાષાનું ‘ઑલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની’ એવું નામ આપેલું છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી સુભાષિતો ૧૭૫ ગ્રંથો ઉપરથી જણાશે કે પ્રાચીન ગુજરાતી સુભાષિતોના સંગ્રહગ્રંથો છે. આ સંગ્રહગ્રંથો એકલા જ ગુજરાતીના નથી, પરંતુ તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી એમ ત્રણે ભાષાઓની સૂક્તિઓ છે. આ સુભાષિતો સુભાષિતો તરીકે જ નહીં પરંતુ પ્રાચીન ગુજરાતી તરીકે ભાષાવિવેકશાસ્ત્રીને ગુજરાતી ભાષાના વિકાસના નિર્ણયમાં ઉપયોગી થઈ પડશે. (૧) “અબડકથાનક' સંસ્કૃત કવિતાબદ્ધ છે, પરંતુ તેમાં કેટલીક પ્રાકૃત ઉક્તિઓ આપેલી છે, આ ગ્રંથના કર્તા મુનિરત્નસૂરિએ બીજો ગ્રંથ સં.૧૨૫૦માં ૯ રચેલો છે. પ્રતીક પ્રિતિ નવીન હોવાથી ભાષામાં ફેરફાર તથા અશુદ્ધિઓ લાગશે. (૨) “સૂક્તાલી સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી સૂક્તિઓનો સંગ્રહ છે. સંગ્રહકર્તાનું નામ તથા રચનાનો સમય આપેલો નથી. પ્રતીક આશરે ૩૦૦ વર્ષનો જૂનો લાગે છે. (૩) ૧૬મા શતકના અંતમાં લખાયેલા ‘સિદ્ધચક્રમહિમસૂક્તનાં પાનાંમાંથી ગુજરાતી સૂક્તો. (૪) “મન:સ્થિરીકરણ સ્વાધ્યાયની સં.૧૫૬૪માં લખાયેલી ભવ્યાક્ષરની પ્રતિના અંતે આપેલા સૂક્તો. (૫) સૂક્તિઓના સંગ્રહનાં પાંચ પાનાં. આ પ્રતીકને તાડપત્રની પેઠે વચમાં કાણું પાડેલું છે અને તે ૪૦૦ વર્ષ પહેલાંનો લખાયેલો લાગે છે તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને બહુ જૂની ગુજરાતી સૂક્તિઓ છે. (૬) સુભાષિત પત્ર ૬. સંસ્કૃત પ્રાકૃત તથા ગુજરાતી સૂક્તિઓ આશરે ૧૫૦ આપેલી છે. પ્રતીક ત્રણસો વર્ષ જેટલો જૂનો લાગે છે. (૭) સુભાષિતનાં ૨-૮ પાનાં. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી સૂક્તિઓ. ઓછામાં ઓછાં બસો વર્ષ જેટલો જૂનો પ્રતીક લાગે છે. (૮) સુભાષિત પત્ર પ. ઉપરના જેટલો જ જૂનો. (૯) “સૂક્તાવલી - સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી સૂક્તોનો સંગ્રહ, પત્ર ૨-૯, સંગ્રહકર્તા અજ્ઞાત છે. પ્રતીક લખ્યા સાલ સં. ૧૬૯૭. (૧૦) સુભાષિતોનાં પાનાં ૧૩ – સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી. ૩૦૦ વર્ષથી પણ વધારે જૂનાં લાગે છે. (૧૧) એકલાં પ્રાચીન ગુજરાતી સૂક્તોનું એક પત્ર, તેમાં ૧૦૫ સૂક્તો છે. આ ૩૯. “અંબડકથાનક' સંવત ૧૨૫૦ની આસપાસ રચાયેલું છે, તેની અમે ખાતરી અસલ પુસ્તકો જોઈ કરી છે. આટલી જૂની જેમ ગુજરાતી(?)ના નમૂના ઘણા કિંમતી થઈ પડશે એમ અમારું માનવું છે. તે વખતની હિન્દુ ગુજરાતી આથી કાંઈક સહેજ જુદી પડતી હશે (?) તોપણ સંવત ૧૨પ૦માં ગુજરાતી લખાણ કરવામાં આવતું હતું તે માત્ર આપણી ભાષાની ઉત્પત્તિના સમયનો નિર્ણય કરવામાં જરૂરની છે. ને તેટલા માટે રા. દલાલે આ અજવાળામાં આણીને ગુજરાતી સાહિત્યની સારી સેવા બજાવી છે એમ અમે માનીએ છીએ. - તંત્રી, ‘સાહિત્ય Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ પાનું ઓછામાં ઓછું ૨૦૦ વર્ષ જેટલું જૂનું લાગે છે. (૧૨) છૂટક અસંબદ્ધ પાનાં, ૨૦૦થી ૪૦૦ વર્ષ સુધીનાં જૂનાં. ૨૩૯. આ સર્વેમાંથી આપણને આશરે બધાં મળીને ૫00 સૂક્તો મળી આવશે. જુદાજુદા સંગ્રહોમાંથી એક જ સૂક્તના અથવા એક જ ભાવાર્થનાં સૂક્તોનાં જુદાં પાઠાંતરો મળી આવશે. ઉદાહરણ તરીકે – (૧) દિઠ્ઠાં જે નવિ આલવઈ પુચ્છાઈ કુસલ ન વત્ત, તાહં તણાં કિમ જઈઇ રે હાયડા નીસત્ત. હસીય ન વયણે આલવઈ કુશલ ન પૂછઈ વત્ત, તહિ મંદિરિ નવિ જાઈઇ રે જીવડા નીસત્ત. (ક.૧૦, ૩૦૦ વર્ષની જૂની પ્રતિમાંથી) આની સાથે સરખાવો ક્ર.૧ના “અંબડકથાનક'માંનું, - નમી ન મૂકઈ બેસણું, હસી ન પૂછ0 વત્ત, તેહ ઘરિ કિમ ન જાઈએ, રે હાંડી નીસત્ત. (૨) કે પઢીયા કે પંડીયા કે ગુરુઆ ગુણધીર, નારી તે નચાવીયા જે હુંઈ બાવનવીર. (ક.૧૦માંથી) આની સાથે સંબડકથાનકમાંનું નીચેનું સરખાવો : જે પઢિયાં જે પંડિયા જે જગ ઉપર વટ્ટ, તે મહિલાઈ ફેરીએ જીમ ફેરવઈ ઘરટ્ટ. (૩) પાણી ઘણું વિલોઈડ કર ચોપડા ન હૃતિ, નગુણ જણ સંદેસડઉ નિષ્ફલ હુંતિ નિભંતિ. આની સાથે સરખાવો ‘સૂક્તાવલીમાંનું – નિજીવણ ઉવએસડા મહીઆ જંતિ ન ભંતિ, પાણી ઘણું વિલોઈડ કર ચોપડા ન હૃતિ. (૪) પાપહ વેલા ઝડપડઉ ધમ્મહ મંદિય દેહ, આપણા પાંસઉ ચોરડી તઈ કિહ સિખી એહ. જઈ ધમ્મક્તર સંભલી અનું નયણે નિદ્દ ન માઈ, વાત કરતા માણુસહ ઝાબકિ રમણિ વિહાઈ. સરખાવો ‘સૂક્તાલી'માંના ધમધમના તથા પ્રમાદત્યાગનાં પ્રથમ સૂક્તો. (પ) સાહસી લચ્છી હવઈ નહુ કાયર પુરુસાંહ, કaહ કુંડલ રયણમય કજલ પુણિ નયણાંહ. સીહ સુયણ ન ચંદ બલુ તારાબલ નવિ રિદ્ધિ, એકલ સહસં ભિડઇ જિહિં સાહસ તિહિં સિદ્ધિ, (ક.૧૦માંથી) ૧. કોઈ રીતે. Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી સુભાષિતો ૧૭૭ સરખાવો ‘અબડકથાનકમાંનાં પ્રથમ બે સૂક્તો (કે જે નીચે આપ્યાં છે). આવાં ઉદાહરણો ઘણાં જ આપી શકાય પરંતુ વિસ્તારભયથી નહીં આપતાં તેવાં સૂક્તો સરખાવી લેવાનું વાચકને સોંપીએ છીએ. ૨૪૦. “અંબડકથાનક'માંથી ઉદાહરણો : સાહસ : સાહાસીઆ લચ્છી લઈઇ, નહુ કાયર પુરિસાણ, કાને કુંડલ રયણમઈ, કજ્જલ પુણ નયણાણ સીંહ ન જોઇ ચંદબલ, નવિ જોઈ ઘણ ઋદ્ધિ, એકલડો બહુ આભિડઈN, જાં સાહસ તિહાં સિદ્ધિ. દેવ : જન જાણઈ મન આપણઈ મનવંછિત પૂરેસુ, દેવ ભણે રે જીવડા, હું પુણ અવત કરેસુ. સ્ત્રી : સ્ત્રી દીઠઈ મન મોહીએ, કિમ ન વધીઈ 5 વિલાસ, વાગુરિ હરિણ ઝબકીઇ, કિમ ન પડેઈ તે પાસ. જે પઢિયાં જે પંડિયા, જે જગ ઉપરવટ્ટ, તે મહિલા ફેરીએ, જિમ ફેરવઈ ઘરટ્ટ. બાલાની માતા તથા તરુણીના નાથનું મૃત્યુ : કૂઆ કુંઠઉ મ પડઉં, મ પડઉ બલીઆ વાહ9, મ મરુ બાલા-માવડી, તરુણી કેરો નાહ. કૂઆ કુંઠી વલી હોઇ, સહી હોસઈ બલીઆ-વાહ, મ મરુ બાલા-માવડી, તરુણી કેરો નાહ. મૃત્યુ : ઉગી-ઉગી બાપડી, મુહ ઢંકી મન રોડ, જુ જમ લાંચઈ ફિરઈશ તુ, કિરલ ન મરઇ કોઇ. - નમી ન મૂકઈ બેસણું, હસી ન પૂછઈ વત્ત, તેહ ઘરિ કિમ ન જાઈએ, રે હાંડા નિસત્ત. સ્નેહીવિયોગ : સારસડા મોતી ચિણઈ, ચિણઈ તુ મલ્હઈ કાંઇ, વાલ્હા માણસ જુ મિલઇ, તુ વિહડઈ કાઈ. ૧. લક્ષ્મી. ૨. નહીં. ૩. પુરુષો. ૪. ચન્દ્રનું બળ (જ્યોતિષશાસ્ત્ર અનુસાર). પ. [૧]. ૬. વેધાય, રિસમગ્ન થાય. ૭. [જાળ નાખી પશુપંખીને પકડનાર, વાઘરી]. ૮. કૂવાનો ઘરઘટ, [અરષ્ટ, રહેંટ]. ૯. કાંઠો. ૧૦. બળવાન[વીરપુરુષનો ઘોડો. ૧૧. [મૂંગીમૂંગી. ૧૨. ફરી જાય. ૧૩. [કિર, કિલ, ખરેખર ?]. ૧૪ [નિઃસત્ત્વ, નિર્બળ, કાય૨]. ૧૫. જુદા થાય, [વિખૂટા પડે]. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ રે વિહિ, માય કિં પિતુ, જુ મનવંછિએ દેઈ, નેહે બાધાં માણસા, મા વિછોહર કરેઇ. રાગી અને રોગીની રાત : જણ જાણઈ જાવઈ ?] દિણ વત્તડી, પણિ રત્તડી ન વિહાય, ઈક રાગીની રોગીથી, સહજ સરીખુ માય'. વાણી : વાણી જેહ તણેઇ, વિસહર વિસ ઉત્તરઇ, જેહનઈ ભેદ્યા તેહિ, તેહ નર મોટા ઢાંઢસી (?).. બલવાનનો પ્રભાવ : તાં ફર્ણિદ ફણમંડપ માંડઈ, જાં પડઈ ગરુડ તણઈ નવિ ફાડઈ”, તામ હસ્તિ મદમાચત ગાજઇ, જામ કેસરિનાદ ન વાજઈ. સુપુરુષવચન : ઉત્તર દિશિ ન ઉન્હઈ, ઉન્હઈ તક વરસઈ, સુપુરિસ વયણ ન ઉચ્ચરિઈ, ઉચ્ચાઈ તુ કરઇ. ૨૪૧. “સૂક્તાલી'માંથી ઉદાહરણો : ધર્મોદ્યમ : કમ્મહ વારિ પડવડુ, ધમ્મહ મંદીય દેહ, આપણ સરસી ચોરડી, તિ કિમ સિખી એહ. જે જિણધમ્મહ બાહિરા, તે જાણે વાચારિ, ઉગી ઉગી ખય ગયા, સંસારી સંસારિ. વરસહ તે ગણિ દીહડા, જે જિણધમ્મહ સાર, તિત્રિ સયા ઉણસડી, ઈહઈ ગણઈ ગમારુ. ધણજે ચિંતિઉં તલ ઉદ્યમ કરિ, ધમૅણ ધન હોઇ, ધણ ચિતંતઉ જુ મરિ, દુવિ ઇક ન હોઈ. દીહા છંતિ વસંતિ નહિ, જિમ ગિરિનીઝરણાઈ, લહુઅ લગિ ૧ જીવિ ધમ્મ કરિ, સૂઈ નચિંતઉં કાંઈ. મોહ ન મેલ્ડિ ઘર તણું, જઇ શિરિ પલીઆ કેસ, વલી વલી જિણધમ્મહ તણા, કો દેશિ વિએસ. ૧. વિધિ, વિધાતા). ૨. વિયોગ. ૩. લોકોનો દિવસ વાતથી જાય, પણ રાત ન જાય. ૪. રાગીની અને રોગીની આવી સમાન દશા છે. [જુઓ આ પછી “રૂપચંદકથા'નાં ભાષાનાં ઉદાહરણોમાં ક્ર.૨૦૧]. પ. સર્પ, વિષધર]. ૬. દિ.ઢંઢસિઅકગ્રામયક્ષ ? મોટા માણસ ?] ૭. [ફણીન્દ્ર, નાગ]. ૮. [ફાળ, તરાપ]. ૯. ઊષ્ણ થાય. ૧૦. કર્મપ્રસંગમાં [ઉઘત] પણ ધર્મમાં મંદદેહ. ૧૧. અસ્ત થયા, [ક્ષય પામ્યા]. ૧૨. દૂધન. ૧૩. બેમાંથી એકે. ૧૪. દિવસ. ૧૫. લઘુ વયથી. Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી સુભાષિતો નિજીવહ॰ ઉવએસડા, મુહીઆ જંતિ ન ભંતિ, પાણી ઘણું વિલોઈઈ, કર ચોપડા′′ ન હુંતિ. ભારેકમ્મા જીવડા, જઈ બુજ્સસ તાં બુગ્ઝ, સવ્વ કુટુંબં ખાઈસિ, માથે પડિસ તુઝ્ઝ, હાથ ઘસઇ, ભુઈ આહણઈ, જીભિ તાલું દિત્ર, મરણહ વેલા સંભરઇ, મિ નહુ કીધુ ધમ્મ. પ્રમાદત્યાગ : જઇ ધમ્મક્ખર સંભલિ, નયણે નિદ્દ ન માઈ, વત્ત કરતાં હૈ સહી, રણિ ઝબક વિહાઇ. કમ્પેણ ય ઘર વત્તસી, ધમ્મેણ ય પરલોઅ, જાહ સૂતાં રવિ ઉગમઇ, તિહિ નર આઉ તઉઅ. વિધિ : ૭ * વિષ્ણુ કરઈ સ હોઇ, ન જં જીઅ ચીંતવઇ, ઇમિં ચીતએલી, આહટ્ટ દોટ કેલવઇ. ઉદ્યોગ : ખેડિ મ ખુંટા માંહિ, ખૂંટા વિણ ખીખિ નહિં, સાહસ-જુત્તઉ હલ વહઇ, દૈવહ તણિ કપાલિ. સ્વામીભક્તિ : ઘેિર શૂરા, મિઢ પંડીઆ, પુવિ પુરિસ ન મંતિ, તે વિરલા જે સામિઅહ, અવિસર નવ ચુક્કુંતિ. ૧૦ સજ્જન : ૧૧ જો ગુણવંતઉ સો નમઇ, નિર્ગુણ ઘટ્ટઉ થાઇ, અર્વિસ નમંતાં ગુણ ચડઇ, ધણું` કહંતઉ જાઈ. સત્તય સાયર પિરમિઅ, સયલ મહી મિ દિઠ્ઠ, તાતિ પરાઇ જુ ન કરઇ, સો મઇ કમહઇ ન દિટ્સ. ૧૩ ૧. નિર્જીવને. ૨. ઉપદેશ. ૩. મુધા, ફોગટ જાય છે [એમાં શંકા નથી].૪. ચીકાશવાળા. ૫. ભૂમિને પ્રહાર કરે છે. ૬. ધર્મના અક્ષર, [વાણી]. ૭. વિધિ, [વિધાતા]. ૮. [સીમામાં ચલાવ નહીં, સીમા વિના હાનિ નથી, જે સાહસયુક્ત છે તે દૈવના કપાલમાં હલ હાંકે છે – દૈવના લેખ પણ ફેરવે છે.] ૯. [ઘરમાં શૂરા ને મઠમાં પંડિત એવા પુરુષ પૃથ્વીમાં માતા નથી – અપાર છે.] ૧૦. [સ્વામીનો અવસર ન ચૂકે તે વિરલા હોય છે.] ૧૧. [ઘાડો, અક્કડ, ગર્વિષ્ઠ]. ૧૨. ધનુષ્ય. ૧૩. જે જન પારકી તાત [ચિંતા] કરે તે મેં કોઈ પણ [ક્યાંય પણ] ન દીઠો. Jain Educaton International ૧૭૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ ગુણદોષોક્તિ : લોઅ પરાયા કવ્વડા, કરઈજ સંત અસંત, દોષ પિચ્છઈ? આપણા, જાહં છેહુ ન અંત. દૂજણજણ બબૂલવણ, જઈ સિંહ અમીએણ, તુ અતિ કંટા વિધણા, સારીરહ ગુણેણ. નીચ : લૂણહ ઘુણહ કુમાણુસહ, એ ત્રિહું એક સહાય, જિહિં જિહિં કરી અવાસડી, તિહિં તિહિં ભેજઈ ઠાઉ. ઉપકાર : ગુરુઆ“ સહજઈ ગુણ કરઈ, કારણ કિંપિ મ જાણી, કરસણ સિંચિ સરભડી મેહ કિ મગઈ દાણ. ૨૪૨. “સિદ્ધચક્રમહિમસૂક્ત'માંથી ઉદાહરણો : દૈવ, કર્મ અને પુણ્ય : અરિ૧૧ મન, આપઉં ખંચિ કરિ ચિંતાજાલિમ પાડિ. ફલ તિત્તઉં પણિ પામીઈ, જિત્તઉં લહિ૬ નિલાડિ. અચ્છા ભવંતર-સંચાલ, પુત્ર સમગ્ગલ જાસ, તસુ બલ માં તસુ સિરીએ, તસુ તિહૂઅણ જણ દાસ*. કિંહા માલવ કિહાં સંખઉર કિહાં બબ્બર કિહાં નટ્ટ૫, સુરસુંદરિ નવીઈ, દેવિહિ દલવિ મરટ્ટ. ધણ જુવ્વણ સુવિઅડૂઢ પુણ, રોગરહી નિત્ય દેહ, મણ વણહ મેલાવડઈ, પુત્રિહિ લક્ષ્મઈ એહ. ૨૪૩. “મનઃસ્થિરીકરણ સ્વાધ્યાય'ના પ્રતીકના પ્રાંતથી : ઇન્દ્રિયસંયમ : ઈદિ પંચ ન વસિ કી, લોભિ નિ દીધી અગ્નિ, મન-માંકડ નવ મારીઉં, કિમ જાઈ જઈ સગ્નિ. ૧. [કુત્સિતતા, દોષ?]. ૨. [જે નથી તે.] . ૩. પ્રિીછે, જાણે. ૪. [જેનો છેડો નથી. પ. દુર્જન જનરૂપી બાવળવનોને અમૃતથી સીંચવામાં આવે તોપણ ગુિણથી – પ્રકૃતિથી શરીરને વીંધનારા ઘણાબધા કાંટાવાળા જ એ રહે છે. ૬. લૂણો, [ઘણ – કાષ્ઠનો કીડો અને કુપુરુષનો. ૭. [ઠામ, સ્થાન ભાંગે. ૮. મોટા માણસો. ૯. [ખેતી, વાવેતર. ૧૦. [2]. ૧૧. [અરે, હે. ૧૨. જેને ભવાંતરસંચિત પુણ્યસમૂહ છે તેને બલ, મતિ, લક્ષ્મી મળે છે અને ત્રણે ભુવનના લોકો] તેના દાસ થાય છે. ૧૩. [શંખપુર, શંખેશ્વર ગામ. ૧૪. એિ નામનો અનાર્ય દેશ ?]. ૧૫. [2]. ૧૬. મિરડ – ગર્વ દળી નાખીને. ૧૭. ધન, યૌવન, વિળી સુ-વિદગ્ધતા ને નિત્ય જ ગરહિત દેહ, મન-વર્ણનો મેળાવડો એ પુણ્ય મળે છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી સુભાષિતો ૧૮૧ પ્રમાદત્યાગ : દીહા જંતિ વલંતિ નહૂ, જિમ ગિરીનીઝરણાઈ, લહૂઆ લગઈ જીવ ધમ્મ કરઈ, સૂઈ નચિંતઉ કાંઈ.' આ પ્રમાણે દલાલનો લેખ પૂરો થાય છે. ૨૪૪. ઉપસર્ગહસ્તોત્રનો પ્રભાવ બતાવનારી પ્રિયંકર નૃપની કથા વિશાલરાજસૂરિશિષ્ય સુધાભૂષણના શિષ્ય જિનસૂરે કરી છે તેમાં દેશી-દુહા વગેરે ઉલ્લેખ કરી ટાંક્યાં છે તે ઃ તાઈ તેલી તેરમો તંબોલી તલાર, પંચ તકારા પરિહરો, પછે કરો વિવહાર. તાઈ=વસ્ત્રતાનક, શાળવી, તેરમો =મોચી, તલાર તલાક્ષ દે:તલવર, કોટવાળી. બીજી રીતે : તાઈ તેલી તેરમો, તરક તીડ સોનાર, ઠગ ઠકુર અહિ દુજ્જણહ, જે વિસસિ તે ગમાર. પડિવત્રુ ગિરુઆ તણું નિરલેહવું નિરવહવું?] નિરવાણ', તુમે દેશાન્તર ચલિયા અખ્ત પણિ આગેવાન. ૪૦ જિણિ દિë વિત્ત ન અપ્પણું તિણિ દિન મિત્ત ન કોઈ, કમલહ સૂરિજ મિત્ત પુણ જલ વિણ વયરી સોઇ. ૪૧ નખઈ નારિ તુરંગમહ મુત્તાહલ ખગ્રહ, પાણી જોહ ન અગ્નલો ગયું ગિરુઅરૂણ“ તાંહ. ૪૫ કર્તા પોતે ‘આકાશવાણી આમ થઈ એમ કરી કહે છે : એ બાલક ચિર જીવસે, હોસે ધનની કોડિ, સેવા કરમેં રાયસુખ સેવક પરિ કર જોડિ. પ૪ ગૌરવ કીજે અલવડી નવિ કો કયાં ન રામ, ગરથ વિહૂણા માણસા ગાધહ બૂચા નામ. ૬૨ અદ્ધા ખંડાલે તપ કીઆ, છતેં નિ કીધાં દાન, તે કિમ પામે જીવડા પરભવિ ધન બહુમાન. ૬૪ રે મન ! અપ્પા ખંચ કરિ ચિંતાજાલ મ પાડ, ફલ તેનું જ પામી જેતે લિખ્યું નિલાડ૧. ૬૫ યતઃ મન તેટલું મ માગિ જેતું દેખ પર તણે લિહી લેખઈ લાગિ અણલિડું લાભ નહીં. ૬૬ ૧. જુઓ આ પૂર્વે ‘સૂક્તાલી'નું ઉદાહરણ. ૨. સ્વિીકૃત, અંગીકૃત]. ૩. [2]. ૪. નિક્કી]. પ. નિખી, સિંહ?]. ૬. મુિક્તાફલ, મોતી]. ૭. [ખગ, તરવાર). ૮. [મોટાઈ. ૯. [અર્ધા, ખંડિત]. ૧૦. [જુઓ ‘સિદ્ધચક્રમહિમસૂક્તનું પહેલું ઉદાહરણ.] Page #197 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૨ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ યતઃ અવસર જાણી ઉચિા કરી, અવસર લહી મ ભૂદ્ધિ, વાર વાર તું જાણજે, અવસરિ લહિસિ ન [અ]મુદ્ધિ. ૬૮ યતઃ છેહે દીઠે છેહ હીઆ મ દાખિસ આપણું, કરિ બહુતેરો નેહ ઓછા તે ઉમટસેં. ૮૧ યતઃ દીહા જતિ વસંતિ નહુ જિમ ગિરિ નિઝરણાઈ, લહુઅ લગે જીવ ધમ્મ કરિ, સુઈ નિચિંતો કાંઈ ?' ૧૦૦ યતઃ અવર સવૅ દુહં જણાણ કાલંતરણ વીસરઈ', - વલ્લહ-વિઓગ-દુષ્મ મરણેણ વિણા ન વીસરાઇ. ૧૦૫ યતઃ કે કપડ પગિ લહલહે, કે કંચનની રાશિ, રાયમાન કેતા લહે, કે ન લહે સાબાસિ. ૧૧૮ યતઃ વિરલા જાણંતિ ગુણા વિરલા પાલત્તિ નિપ્પણે નેહ, વિરલી પરકજ્જકરા પરદુખે દુખિયા વિરલા.- ૧૪૨ યતઃ હાથી હાલેં હેક, લખ કૂતર લગીએ લર્વે વડપણ તણે વિવેક, કદિ ન ખીજે, કિસનીયા ! ૧૭૦ યતઃ બઝઈ વારિ સમુદ્દહ, બઝઈ પંજરિ સીંહ જઈ બદ્ધા કુણું કહિઉં[? નહીં, દુજ્જણ કેરી જીહ“. ૧૯૨ આગલિ જાતઃ કોટ૬, જેહિં ન નામી દેવગુરુ, માથે વહેસે મોટ9, ભોજનનો સાંસો પડે. ૧૯૮ વા વાણા જણ બુલણા નાહ ન કીજે રોસ, નીંકે કાપડ ખાયણું ચાંગે મા માણસ રોસ. ૨૦૦ વાર વહેતાં યાચતુ લે, પરધન-ઢોર, એ તિત્રિ વિમાસણ કરે, વેસા ચારણ ચોર. ૨૦૨ મુંહતા વિષ્ણુ રાજ જ કિસ્યું, રખવાલ વિષ્ણુ પોલિ, પતિ પાખે નારી કિસી, પહિરણુ વિણ કિસી મોલિ. ૨૧૭ જીમેં સાચું બોલિજે રાગ રોસ કરિ દૂરિ, ઉત્તમ સું સંગતિ કરિ લાભે જિમ સુખ ભૂરિ. ૨૫૫ જિણવર-દેવ આરાહિએ, નમીય સહગુરુ ભત્તિ', સુધો ધમ્મ જ સેવિઈ રહીઈ નિર્મલ ચિત્ત. ૨૫૬ ૧. જિઓ “સૂક્તાલી' તથા સિદ્ધચક્રમહિમસૂક્તનાં ઉદાહરણોમાં. ૨. મિાણસોનાં અન્ય સર્વ દુઃખો કાલાંતરે ભુલાય છે). ૩. કિટલાક કાપડી – ભિખારા પગ ઢસડતા હોય. ૪. નિધન સ્થિતિવાળો.]. ૫. [જુઓ આ પછી રૂપચંદ કથાનાં ભાષાનાં સુભાષિત ક્ર.૨૮૪]. ૬. [2]. ૭. [સં.બબ્બતે, બંધાય. ૮. જુઓ આ પછી ‘રૂપચંદકથામાંનાં સુભાષિતોમાં ક્ર.૬૧]. ૯. [વાંકાપણું, ખૂંધ?]. ૧૦. [ગાંસડી]. ૧૧. સિંશય]. ૧૨. મોળિયું. ૧૩. [ખૂબ]. ૧૪. [ભક્તિપૂર્વક]. Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી સુભાષિતો ૧૮૩ ૨૪૫. વિશાલરાજસૂરિશિષ્ય જિન(રાજ)સૂરિએ સંસ્કૃતમાં રચેલા ગ્રંથ નામે ‘રૂપચંદકથા'માંથી ભાષાનાં સુભાષિતો : જીભઈ સાચું બોલીઈ રાગ રોસ કરિ દૂરિ, ઉત્તમ સિવું સંગતિ કરિ લાભઈ જિમ સુખ ભૂરિ. ૭ જિહાં બાલક તિહાં પેખણઉં જિહાં ગોરસ તિહાં ભોગ, મીઠાબોલાં ઠાકુર ગામિ વસઈ બહુ લોક. ૩૬ નમણી ખમણી સુગુણી બિહુ પખિ વંશિ વિશુદ્ધ, પુણ્ય વિણા કિમ પામીઈ કરિ ધહી ઘરિ ભજ્જ. ૩૯ ઈક આંબા નઈ આકડા બિહું સરિખાં ફલ હોઈ, નવ ગુણ એક કરીરનઈ હાથ ન વાહઈ કોઈ. પપ બઈ વારિ સમુદ્દહ બઝઈ પંજરિ સીંહ, જે બજઝી કુણહઈ નહી દુજ્જણ કેરી જીહ. ૬૧ કર કંપઈ લોઇણ ગલઈ બહુ રન્ન વલ્લી ભત્તિ, જુવણ ગયા જે દીવડા વલી ન ચડસિ હત્યિ. ૭૮ જિહાં સહાઈ બુદ્ધિબલ હુઈ ન તિહાં વિણાસ, સૂર સવે સેવા કરઈ રહઈ આગલિ જિમ દાસ. ૯૮ ગોરખ જંપઈ સુણિનઈ બાબૂ, મ ગણ આપ-પરાયા, જીવદયા એક અવિચલ પાલ, અવર ધર્મ સવિ માયા. ૧૦૨ પુત્ર મિત્ર હુઈ અનેરા ન [2] રહઈ નારિ અનેરી, મોહઈ મોહ-મૂઢા જંપઈ મહીયાં મેરી. ૧૦૩ અતિહિં ગહના અતિ અપારા સંસાર સાયર ખારા, બૂિઝઈ બૂઝઈ ગોરખ બોલઈ સારા ધર્મ વિચારા. ૧૦૪ કવણહ કેરા તુરંગમ હાથી કવણહ કેરી નારી, નરગિ જાતા કોઈ ન રાખઈ “ જોઓ હોઇ વિચારી. ૧૦૫ ધર્મ વિહૂણ ન સુખ વિઆણિઇ, પરઘરિ પાણી ઈધણ આગઈ, ખંડઈ દલઇ કરઈ કરિ લોડણ°, તહવિ ન પાવ) કિંચિવિ ભોઅણ. ૧૧૧ ૧. [જોણું, તમાશો). ૨. નિમણી, ખમણી (?), સુગુણી (સુંદર દોરીવાળી, સુંદર ગુણવાળી), બન્ને પક્ષે વિશુદ્ધ વંશ (વાંસ, કુળ)વાળી એવી, હાથમાં ધણુહી (ધનુષ) અને ઘરમાં ભાર્થી પુણ્ય વિના કેમ પામીએ?] ૩. [કેરડાને]. ૪. [જુઓ આ પૂર્વે જિનસૂરની પ્રિયંકર નૃપની કથામાંનાં સુભાષિત ક્ર.૧૯૨]. પ. [લોચન, આંખ). . મિહીયાં વૃથા, નિરર્થક. ૭. બૂિઝિ બૂઝિસમજ સમજે. ૮. રિક્ષ, બચાવે]. ૯. સુિખ જણાતું નથી. ૧૦. [હાથ હલાવવા, હસ્તોદ્યોગ]. ૧૧. [ભજન]. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ દમ્મા એવ સુલખણા મણવંછિઆ પૂરતિ, અછઈ પછીઆ પંડીઆ કચપચ કરી મતિ૧૧૪ નેહો કહેવિ ન કિજ્જઈ અહ કિજ્જઈ રયણકંબલ સારિખો, અણવરઇ ધોવમાણો સહાવ-રંગ ન ઇંડેઈ. ૧૨૬ નેહ માંહિ ખટુક્કડુ મુઝ મનિ ખરુ સુહાઈ, મિરીચ મુક્કા બાહિરી ખંડ ન ખાણી જાઈ. ૧૨૭ દવ-દદ્ધા ખડ પલ્લવઈ, જિમ કુઠણ ઘણેણ, વિરહ-પત્તિહ માણસહ, તિમ દિઠેણ પિએણ, ૧૪૯ બહુત ખરા” ન બોલીઈ તાલૂ સૂકઈ જેણિ, એક જ અક્ષર બોલીઇ, બાંધ્યું છૂટ) જેણિ. ૧૬૫ ખેડિ મ ખૂંટા ટાલિ, ખૂંટા વિણ ખીંખઈ નહી, દેવ તણાં કપાલિ સાહસ કેરું હલ વહ૧. ૧૭૩ સીહ ન જોઈ ચંદબલ નવિ જોઈ ધનરદ્ધિ, એકક્ષુ બહુ આભડઈ જાહા સાહસ તાં સદ્ધિ. ૧૭૪ જે ગલિ ગલઈ ઉઅરે અહવા ન ગલઈ ગલિૉ નયણાઈ, અહ વિસમા કજ્જગઈ, અહિણ છછૂંદરી ગણાય. ૧૭૯ મરણહ કેરું કવણ ભય, જેણિ વટ્ટ જગ જાઈ, મન મઈલૂ, ન સંબલૂ', હીયડું તેણ ડોલાઈ. ૧૯૪ જિહાં બિપુરહ-મગ્ગડી તિહાં જીવ સંબલ લેઉ, જિહાં ચઉરાસી ભવભમણ, તિહાં વિલંબ કરેહ. ૧૯૫ ઉપરવાડઈ હાથ, ઝાબક દીસઈ યમ તણુ, નવિ સંબલ નવિ સાથ, ઘડી માંહિં ગામતરુ. ૧૯૬ સુકૃત સંચિ કરિ જ જિ) મરઈ તે તિણિ વારિ નિશંક', મરણહ બીહઈ બાપડા, ધર્મ જ મૂક્યા રક. ૧૯૭ ૧. [દામ – પૈસો અને સુલક્ષણા સ્ત્રી મનવંછિત પૂરું પાડે છે પણ પશ્ચિમબુદ્ધિ પંડિતો (વેદિયા) છે કે જે શાસ્ત્રોની કચપચ કરીને મરે છે]. ૨. અિનવરત – સતત ધોવાવા છતાં પોતાના સ્વભાવનો રંગ ન છોડે]. ૩. [દવથી બળેલું ખડ જેમ ઘન - વાદળ વરસવાથી પલ્લવિત થાય તેવું વિરહથી પ્રદીપ્ત – સળગતાનું પ્રિય દીઠે થાય છે. ૪. [સંભવતઃ બહુ અખરા = બહુ અક્ષર – શબ્દો]. ૫. (જુઓ આ પૂર્વે ‘સૂક્તાલી’નાં ઉદાહરણોમાં. ત્યાં પાઠભેદ છે.) ૬. જુિઓ અબડકથાનક'નું ઉદાહરણ બીજું. ૭. [અહો, કાર્યગતિ – કર્મગતિ વિષમ છે. છછુંદરી સાપથી ગ્રહાય છે]. ૭ક. [માગે. ૮. [ભાથું, પાથેય. ૯. [બે પહોરનો મારગડો. ૧૦. જિલદી, એકાએક]. ૧૧. સુિકૃતનો સંચય કરી જે મૃત્યુ પામે છે તે તે વેળા નિર્ભય હોય છે. ૧૨. [મુક્ત કર્યા, છોડાવ્યા. Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી સુભાષિતો સૂકુ આંબુ ખડડિઉ†, તલઇ ખાધુ ઘણેણ, તુહઇ કોઇલિ સર કરઇ, તે આગલિ ગુણેશ. ૨૦૦ ૩ દિન જાઈ પણિ વત્તડી રત્તડી ન જાઇ, એક રાગી ની રોગીયા સહિસ સરીરાં માઇ૪. ૨૦૧ સહજ કડૂઉ લીબડુ, ગણે કરી નિ મિઠ ૧૨ તે માણસ કિમ વીસરઇ, જેહ તણા ગુણ દીઠ. ૨૦૨ ઓછા તપ કઇ મઇ કીયા, કઇ સ૨ ફોડી પાલિ, દેવઈ ઘર ઊદાલીઉં` પહિલઇ યૌવનકાલિ. ૨૧૮ ચંદુ ચંદન કેલિવન ફુંકૂ કજ્જલ નીર, ઇક્કઇ કંતહ બાહરાં એતા દહિ સરીર. ૨૧૯ સજ્જન ચિત્તિ ન ઊતરઇ ગયા ચમુક્કઉ લાઈ, મલ નિવ ચુડ્ડટઈ કંચગ્રહ જઇ વરસા સઉ જાઇન. ૨૧૯ નેહ વિણઠ્ઠઈ ગયગમણિ, કિસિ જિ તાંણોતાણિ ૧, ભાગું મોતી જો જડઇ તો મન આવઇ ઠાણિ. ૨૫૦ માણસ પાંહિ માછાં ભલાં૧૩, સાચા નેહ સુજાણ, જઉ કીજઇ જલ-જૂજૂન, તઉ તતક્ષણ છેડઈ પ્રાણ. ૨૫૨ વાઈ હાલ† પાન, તરુઅર પુણ હાલઇ નહી, ગિરુઆ એહ પ્રમાણ, એક બોલઇ બીજા સહઇ. ૨૫૯ નહી ન ભણીઇ લોઈ, દીજઇ થોડા થોડિલું, ટીપઇ ટીપઈ જોઇ, સરોવર ભરીઓ સમુદ્ર જમ. ૨૭૧ વિરલા જાણંતિ ગુણા, વિરલા પાલંતિ નિદ્ધણા નેહા, વિરલા પરકજ્જકા, પરદુખે દુખીઆ વિરલા`` ગ્રહ અબલા, વિહિ વંકડી, દુજ્જણ પૂરઉ આસ, આવિ દુહેલા ૪ ખંધિ ચડિ, જિમ સઉ તિમ પંચાસ. ૨૯૯ ૨૮૪ ૨૪૬. આવાં સુભાષિતો, જે અનેક સુક્તમાલાઓ યા સુક્તાવલીઓ જૈન સંગ્રહકારોએ એકત્રિત કરી છે તેમાંનાં તેમજ ગ્રંથકારોએ પોતાના ગ્રંથોમાં ઉલ્લેખેલાં છે તે સર્વ એકઠાં કરતાં પુષ્કળ મળી આવે તેમ છે. વિસ્તારભયથી અત્ર તે ન ટાંકતાં અહીં માત્ર વાનગી રૂપે જ ઉપર મુજબ થોડાં ટાંકવામાં આવ્યાં છે. ૧૮૫ ૧. [ખખડી ગયેલ]. ૨. [ઘણ - કાષ્ઠના કીડાએ મૂળમાંથી ખાધું]. ૩. [સ્વર, અવાજ]. ૪. [જુઓ આ પૂર્વે ‘અંબડકથાનક’નાં ઉદાહરણોમાં]. પ. [ઝૂંટવી લીધું]. ૬. [કેળનું વન કે ક્રીડાનું વન]. ૭. [કંથ બહાર હોય ત્યારે].૮. [જે ચટકો લગાડીને ગયા છે તે સજ્જનના ચિત્તમાંથી કદી ઊતરી જતા નથી. સો વરસ જાય તોપણ કંચનને મેલ ચોંટતો નથી]. ૯. [વિનષ્ટ થાય]. ૧૦. [ગજગામિની]. ૧૧. [તાણાતાણ, ખેંચાખેંચી]. ૧૨. [જોડાય]. ૧૩. [માણસ કરતાં માછલાં સારાં છે]. ૧૪. [લોકમાં – જગતમાં ? લોકને ?]. ૧૫. [જુઓ આ પૂર્વે જિનસૂરની પ્રિયંકર નૃપની કથાનાં સુષિત ક્ર.૧૪૨]. ૧૬. [દોહ્યલી વેળા, આપત્તિ]. Page #201 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૬ : અપભ્રંશ સંબંધી કેટલીક હકીકતો પ્રકરણ ૧ : અપભ્રંશ સંબંધી પ્રાચીન ઉલ્લેખો ૨૪૭. મુખવ્યવહા૨ની (બોલાતી) અને સાહિત્યવ્યવહારની (સાહિત્યવિષયક) અપભ્રંશ ભાષાના ઉલ્લેખો મળી આવે છે. પરંતુ તે માત્ર નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્ર ૫૨ના સંસ્કૃત ગ્રંથોમાં મળે છે. એમ જ હોવું જોઈએ, કારણકે સંસ્કૃત નાટક પોતાની યોગ્યતા અનુસાર પોતાના સમયના સાંસારિક-સામાજિક જીવન પર જ પ્રકાશ નાખે છે અને તેથી તેમાં ચાલુ બોલાતા રૂઢ પ્રયોગોને જરૂ૨ માન્ય રાખી લેવા જ પડે. આનાં ઉદાહરણ તરીકે જુદીજુદી પ્રકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. સંસ્કૃત નાટકમાં જે તત્ત્વો છે તેના ૫૨ લખનારાએ પણ તેટલા માટે જુદીજુદી પ્રાકૃતોનો ઉલ્લેખ કર્યો છે કે જે પ્રાકૃતોમાં અપભ્રંશ એ છેલ્લી અને વધુમાં વધુ ફેરફાર પામેલી ભાષા છે. ૨૪૮. (૧) પતંજલિ ઃ વ્યાકરણ ‘મહાભાષ્ય'ના પ્રતિષ્ઠિત રચનાર ઈ.સ. પૂર્વે બીજા સૈકામાં થયા અને આપણે જાણીએ છીએ ત્યાં સુધી ભાષાના સંબંધમાં ‘અપભ્રંશ’ એ શબ્દનો ઉપયોગ કરનાર તે પ્રથમના મહાન સંસ્કૃત ગ્રંથકાર છે. પણ તેમણે તેનો અર્થ એટલો જ કર્યો છે કે “સંસ્કૃત શબ્દનો જે વિકાર - અપભ્રંશ ગામડિયાના મુખે થાય તે” કારણકે “અકૈકસ્ય હિ શબ્દસ્ય બહવોડપભ્રંશાઃ તદ્યથા, ગૌરિત્યસ્ય શબ્દસ્ય ગાવી ગોણી ગોતા ગોપોતલિકેત્યેવમાદયોડપભ્રંશાઃ.” (એકએક શબ્દના ઘણા અપભ્રંશ છે. ઉદાહરણ તરીકે જેમકે ‘ગૌઃ' એ શબ્દના અપભ્રંશો ‘ગાવી’, ‘ગોણી’, ‘ગોતા', ‘ગોપોતલિકા’ વગેરે છે.) અહીં અપભ્રંશનો અર્થ એટલો જ થઈ શકે કે મૂળમાં ફેરફાર - વિકૃતિ - ભ્રષ્ટતા. આ ભરતના શબ્દ નામે ‘વિભ્રંશ’ યા ‘વિભ્રષ્ટ' સાથે બરાબર સામ્ય ધરાવે છે. બંનેનો અર્થ ભાષાનું અમુક ખાસ રૂપ એટલો જ છે. તેથી કંઈ વધુ અર્થ નથી. ‘અપભ્રંશ’ એ શબ્દને આભીરો સાથે હજુ સુધી લેવાદેવા નથી. તેમજ ત્યાર પછી જે તેનો લાક્ષણિક – વિશિષ્ટ અર્થ થયો તે અર્થમાં – એટલેકે લોકોની બોલી કે ભિન્નભિન્ન પ્રાકૃતોની પેઠે સાહિત્યનું વાહન – એ અર્થમાં અત્યાર સુધી વપરાયો નથી. ૨૪૯. (૨) ભરત : સંસ્કૃત નાટ્યશાસ્ત્ર ૫૨ પ્રાચીનતમ ગ્રંથકાર છે. સંભવિત રીતે ઈ.સ. બીજી કે ત્રીજી સદીમાં તે થયા હોવા ઘટે. તેમના ‘નાટ્યશાસ્ત્ર'માં તે પ્રાકૃતો સંબંધી વિવરણ નાટકમાં કેટલાંક પાત્રોના વિચારોના વાહન તરીકે ૧૭મા પ્રકરણમાં કરે છે અને ૩૨મા પ્રકરણના ૪૭થી ૨૪૨ શ્લોકોમાં છંદોનાં નામો અને લક્ષણો ઉદાહરણો સહિત આપે છે કે જે લગભગ સમસ્તપણે પ્રાકૃતોમાં છે. ૧૭મા પ્રકરણના પમાથી ૨૩મા શ્લોક સુધીનો ભાગ પ્રાકૃતના ઉચ્ચારશાસ્ત્ર સંબંધે છે. ભામહ અને દંડીથી ને ત્યાર પછીથી અપભ્રંશ જેને કહેવા લાગ્યા તેનો મૂળ ઉલ્લેખ દોઢ શ્લોકમાં છે : ૪૦. પાદટીપ પૃ. ૧૮૭ નીચે. Page #202 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ સંબંધી પ્રાચીન ઉલ્લેખો ૧૮૭ ૨૫૦. “નાટ્યયોગમાં તે ટૂંકામાં ત્રણ પ્રકારે જાણવું: ૧. સમાન (સંસ્કૃતમાં જેમ છે તેમ) શબ્દોથી, ૨. જે વિકૃતિ પામ્યા છે એવા વિભ્રષ્ટ શબ્દોથી અને ૩. દેશી શબ્દોથી.” ૨૫૧. આ પછી અપભ્રષ્ટતાના નિયમો કે જે પ્રાકૃતોમાં લાગુ પડે છે અને સામાન્ય રીતે વૈયાકરણોએ આપેલા છે તેને મળતા આવે છે તે આપ્યા છે. દેશી' એ શબ્દથી ભરત જે અર્થ કરે છે તે ૨૪થી શ્લોક આપેલ છે તે પરથી સ્પષ્ટ થાય છે. ૨૫૨. “આ રીતે પ્રાકૃત અને સંસ્કૃત જાણવું. હવે પછી આગળ હું દેશભાષાના ભેદ કહીશ.” આ પરથી સ્પષ્ટ છે કે દેશભાષા સંસ્કૃત અને પ્રાકૃત બંનેથી જુદી પાડવામાં આવી છે ને તે ભાષા એ જ હોઈ શકે કે જે જુદાજુદા દેશની ભાષા હોય. અને તેથી જ તેનું નામ દેશી આપ્યું. હવે તે ભેદ ખાસ કરીને એ રીતે જણાવ્યા કે : ૨૫૩. “અથવા ગ્રંથકારોએ (નાટકમાં) પોતાના છંદ - મરજી પ્રમાણે દેશભાષાનો પ્રયોગ કરવો. કારણ કે નાટકમાં જુદા જુદા દેશમાંથી ઉત્પન્ન થયેલું કાવ્ય હોય છે.” ૨૫૪. ત્યાર પછી તે સાત ‘ભાષાઓ જણાવે છે ? “માગધી (મગધની) અવંતીની, પ્રાચ્ય(પૂર્વની), શૌરસની, અર્ધમાગધી, બાલ્વિકા અને દક્ષિણની.” અને પછી કેટલીક વિભાષા – બોલીઓ જણાવે છે: “શબરની, આભીરોની, ચાંડાલોની, ચરોની સાથેના દ્રવિડોની, અને ઓડ્રોની અને વનચર – જંગલીઓની ઊતરતી – વિભાષાઓ નાટકમાં ગણાયેલી છે.” ૨૫૫. (પૃથ્વીધર મૃચ્છકટિકપર લખતાં “શબર” અને “સચર'ને બદલે “શકાર' અને “શબર” પાઠ જણાવે છે, “સચર’ એ દુર્બોધ શબ્દને તેથી ઉવેખવા માટે જ તેમ હોઈ શકે. માગધીમાં શેકારીનો અંતર્ભાવ થવા ઉપરાંત શિકારીને, જે બોલીઓ શબર, આભીર વગેરે જાતો સાથે થોડે ભાગે સંબંધ ધરાવે છે તેમજ દ્રવિડ, ઓડૂ જેવા દેશો સાથે પણ થોડે ભાગે સંબંધ રાખે છે એવી બોલીઓ સાથે મૂકતાં વિલક્ષણ જેવું લાગે ૪૦. ત્રિવિધ ત વિશેય નાટ્યયોગે સમાસઃ | સમાનશબ્દર્વિભ્રષ્ટ દેશીમતથાપિ વા. ૧૭-૩ ગચ્છત્તિ પદન્યસ્તારૂં વિશ્વમા(ટા) ઇતિ શેયાઃ || ૧૭-૪ ૪૧. એવમેતતું વિશેયં પ્રાકૃત સંસ્કૃત તથા | અત ઉર્ધ્વ પ્રવક્ષ્યામિ દેશભાષા પ્રકલ્પનમ્ + ૧૭-૨૪ ૪૨. અથવા છન્દઃ કાર્યાઃ દેશભાષા પ્રયોઝુભિઃ || ૧૭-૪૬ નાનાદેશસમુલ્ય હિ કાવ્ય ભવતિ નાટકે || ૧૭–૪૭ ૪૩. માગધ્યવન્તિજા પ્રાઆ શૂરસેન્ચર્ધમાગધી ! બાલ્હીકા દાક્ષિણાત્યા ચ સહભાષા પ્રકીર્તિતાઃ || ૧૭-૪૮ ૪૪. શબરાબીર-ચપ્પાલ-સચર-દ્રવિડોડ્રજાઃ | હીના વનેચરાણાં ચ વિભાષા નાટકે મૃતાઃ || ૧૭-૪૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ છે. શિકારી એ નામ તેના ઉચ્ચારની વિશેષતાને અંગે એક બોલીને આપેલું છે અને તે “મૃચ્છકટિક પછી સંભવિત રીતે અપાયેલું છે.) ૨પ૬. એ ખરું છે કે અહીં અપભ્રંશનો એ ખાસ નામથી સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો નથી પણ તેનું કારણ દેખીતું છે કે તે સમયની સાહિત્યની ભાષાઓ એટલે ભાષાઓને પોતાનાં ખાસ નામો હતાં પણ ‘વિભાષાઓને ખાસ નામ નહીં હતાં, તે છતાં તેઓને જુદી જુદી જાતોથી બોલાયેલી ભાષાઓ તરીકે માન્ય કરવામાં આવી ૨૫૭. “શબર ભાષા કોયલા કરનારા, શિકારીઓ, અને લાકડા અને યંત્ર પર આજીવિકા કરનારાના મુખમાં યોજવી અને કિંચિત્ જંગલીની પણ ખરી. આભીરી કે શાબરી ઘોષસ્થાનનિવાસીઓ – જેવા કે ગોવાળો - અશ્વ, અજ પાળનારા, ઊંટાદિ રાખનારા માટે વાપરવી જોઈએ.” - ૨૫૮. આ રીતે ગોવાળો વગેરેની જંગલી જાતની બોલી માટે આભીરોની જાતિનું નામ પ્રાપ્ત થયું છે. આપણે હવે પછી જોઈશું કે તેણે પોતાને માટે ખાસ જુદું નામ મેળવ્યું હતું અને વળી સાહિત્યવિષયક પ્રાકૃતોમાં પણ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ૨૫૯. ભરતના મનમાં સંભવિત રીતે અપભ્રંશ બોલી હતી (કદાચ હજુ તે બંધાતી જતી, વર્ધમાન થતી જતી હોય એવી સ્થિતિમાં હતી) એ વાત જ્યારે આપણે જુદાજુદા પ્રાંતોની ભાષા સંબંધીની જે વિશાલ વિશેષતાઓ નાટકકારને જણાવવા માટે ભરતે કહેલ છે તે વિચારીએ ત્યારે સ્પષ્ટ માલૂમ પડી આવે છે: ૨૬૦. “જે જ્ઞાતા છે તેણે ગંગા અને સાગર વચ્ચેના દેશમાં ભાષામાં “એ કાર જેમાં બહુ આવે તેવી ભાષા પ્રયોજવી; વિંધ્ય અને સાગર વચ્ચેના પ્રદેશમાં નકાર જેમાં બહુ આવે એવી ભાષા પ્રયોજવી; સુરાષ્ટ, અને અવન્તી તથા વેત્રવતી નદીની ૪૫. અંગારકારત્રાધાનાં કાષ્ટયન્ઝોપજીવિનામ્ | યોજ્યા શબરભાષા તુ કિંચિત્ વનૌકસી તથા || ૧૭–પ૪ ગવાશ્વાજાવિકાદિ ઘોષસ્થાનનિવાસિનામ્ | આભીરોક્તિઃ શાબરી વા દ્રાવિડી દ્રવિડાદિષુ || ૧૭–૧૫ ૪૬. ગંગાસાગરમધ્યે તુ યે દેશા સંપ્રકીર્તિતાઃ | એકાદ-બહુલાં તેષ ભાષાં તજઝઃ પ્રયોજયેત્ // પ૮ વિધ્યસાગરમધ્યે તુ યે દેશાઃ શ્રુતિમાગતાઃ | નકારબહુલાં તેષ ભાષા તઝઃ પ્રયોજયેત્ || પ૯ સુરાષ્ટ્રાવન્તિદેશેષ વેત્રવત્યુત્તરેષુ ચ | યે દેશાતેષુ કુર્તીત ચકારબહુલામિહ + ૬૦ હિમવ-સિંધુ-સૌવીરાન્ય ચ દેશાઃ સમાશ્રિતાઃ | ઉકારબહુલા ત×સ્તેષુ ભાષાં પ્રયોજયેત્ | ૬૧ ચર્મણ્વતી-નદીપારે યે ચાબુંદ-સમાશ્રિતાઃ | તકારબહુલાં નિત્ય તેષ ભાષા પ્રયોજયેત્ || ૬૨ Page #204 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ સંબંધી પ્રાચીન ઉલ્લેખો ૧૮૯ ઉત્તરના દેશોમાં “રકારવાળી, હિમાલયની સીમામાં આવેલા અને સિંધુ તથા સૌવીર દેશમાં ઉકાર બહુ આવે તેવી, અને ચર્મસ્વતી નદીની પેલી પાર અને અબુંદ (પર્વત) આસપાસના દેશોમાં તકાર જેમાં બહુ આવે એવી ભાષા પ્રયોજવી.” ૨૬૧. આમાં “ઉકાર જે ભાષામાં બહુ આવે તે અમુક સ્થળે પ્રયોજવી એ ભૂલ છે. ‘ઉ'કાર બહુ આવે એવી ભાષા તે જ અપભ્રંશ છે કે જેનું ખાસ લક્ષણ તે છે. પણ તે ભાષાનું અપભ્રંશ નામ નથી આપ્યું કારણકે તે નામ તે વખતે પડ્યું નહીં હોય. પછી લખનારાઓએ ને વૈયાકરણોએ જેને અપભ્રંશ નામ આપ્યું છે તે તેને લાગુ પડે છે. હવે જે દેશોમાં ‘ઉકારવાળી ભાષા હતી તે દેશો નોંધવા જેવા છે. હિમાલય પાસેના એટલે ઉત્તર પંજાબ, સિંધુ અને સૌવીર. આ સંબંધમાં હવે પછી કહીશું, પણ તે દેશો એવા તો જરૂર છે કે જ્યાં ગાયો, ઘોડા ને ઊંટ ચારવાનું બહુ થતું અને તે ચારનારી જાતિ ત્યાં બહુ વસતી. ગમે તેમ પણ એટલું તો ખરું કે ઊંટને ચારનારા-રાખનારાને સિંધુના તીર પર આવેલા રેતાળ પ્રદેશો સિવાયના અન્ય દેશો વધારે સાનુકૂળ ન હોઈ શકે. - ૨૬૨. ભરતને અપભ્રંશનો પરિચય અમુક સ્વરૂપમાં હતો એમ તેમણે ૩૨મા અધ્યાયમાં છંદોની વ્યાખ્યા આપતાં આપેલાં ઉદાહરણો પરથી જણાય છે. તેમનું નાટ્યશાસ્ત્ર પ્રાકૃત ભાગો માટે બરાબર શુદ્ધ સંશોધિત થઈ પ્રકટ થયું હોત તો વધારે સારું હતું. (૧) મોરલ નચત્તલ, મેહાગને સંભત્તાન્ત)ઉ. ૬૬ (૨) મેહ ઉદ્ભવતું નઈ (ણ) જોહઉ, ણિચ્ચ ણિપ્પાહે એસ ચંદઉ. ૭૪ (૩) એસા હંસવધૂ (હું) હિ (ઈ)ચ્છા કાણણઉ, ગંતું જુ(ઉ)સુઈયા, કત સંગઈયા. ૯૯ (૪) પિયવાઈ વાયતું (ઉ), સુવસંતકાલ (ઉ), | પિયકામુકો.(કઉ) પિય મદણ જરંતઉ. ૧૦૮ (૫) વાયદિ વાદો એહ પવાહી રુચિદ ઈવ. ૧૬૯ ૨૬૩. આ પરથી જણાશે કે (૧) આખું અપભ્રંશ છે કારણકે (ક) તેમાં ત્રણ સ્થળે પ્રથમા એકવચનનો “ઉ'કાર છે, અને (ખ) અન્ય પ્રાકતોની જેમ સામાન્યપણે અપભ્રંશમાં છે તેમ ભને બદલે “હ વપરાયો છે. (૨) તે કંઈક વિલક્ષણ છે છતાં તેને સુધાર્યા વગર તેમાં ‘ઉ'કાર જોઈ શકાય છે, અને ખાસ લક્ષ ખેંચે તેવું એ છે કે ‘જોહઉં નાન્યતરજાતિમાં છે તે બતાવે છે કે લોકોની ભાષામાં તેટલા પ્રાચીનકાળે પણ લિંગ – જાતિઓને ધ્યાનમાં લેવામાં નહોતી આવતી. “નઈ પણ ધ્યાન ખેંચે છે. (૩) “કાણણઉ', ‘ઉસુઈયા', “સંગઈયા' એ ખાસ અપભ્રંશ છે. (૪) જોકે ‘વાયઉ અને “કાલઉ' એ સુધારી મૂક્યા છે, છતાં જરંતઉ” એ શબ્દથી તે અપભ્રંશ હોવામાં કોઈ જતનો શક રહેતો નથી. (૫)માં “એહ અપભ્રંશ છે. ૨૬૪. આ પરથી સ્પષ્ટ છે કે જોકે ભરતે અપભ્રંશ એ નામથી સ્પષ્ટ નિર્દેશ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ ક્યાંય કર્યો નથી, કારણકે તે હજુ અવ્યક્ત રૂપમાં હોઈ વિકાસ પામતી હતી અને આભીરોક્તિ” એ નામથી વદાતી હતી, છતાં ભારતના સમયમાં એવી બોલાતી ભાષા તો જરૂર હતી. વળી એ પણ સ્પષ્ટ જણાય છે કે તે બોલનારાનો દેશ પંજાબ અને ઉપરનો સિંધ દેશ હતો. તેનામાં પોતાનું ઊંચી કથાનું સાહિત્ય હજુ નહોતું, અને બોલનારાનો વર્ગ બનવાસી જાતિઓમાં જ મર્યાદિત હતો કે જે જાતિઓ ધીમેધીમે પછીથી આગળ વધી દક્ષિણ અને પૂર્વમાં પેઠી અને હિન્દુ સંસ્કૃતિમાં મળી ગઈ. તેઓએ જૂની પ્રાકૃતોને અપભ્રંશ રૂપ આપ્યું ભાસે છે, પ્રકરણ ર : અપભ્રંશ સંબંધી પ્રાચીન ઉલ્લેખો (અનુસંધાન) ૨૬૫. (૩) ધરસેન : અપભ્રંશના કાળ માટે ઉપયોગી એવો એક ઉલ્લેખ, એક શિલાલેખ કાઠિયાવાડ – સુરાષ્ટ્રના વલભીના રાજા ધરસેન બીજાનો છે તેમાં કરેલો છે. તેમાં પોતાના પિતા સંબંધી ધરસેને આ પ્રમાણે કહેલ છે : સંસ્કૃતપ્રાકૃતાપભ્રંશ ભાષાત્રયપ્રતિબદ્ધપ્રબન્ધરચનાનિપુણતારાન્તઃકરણ” વગેરે. (ઇન્ડિઅન એન્ટિવેરી, યાકોબીએ ઉલ્લેખેલ પ્રસ્તાવના પૃ.પપ પર) એટલે “તેનું મન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ – એ ત્રણ ભાષામાં છંદોબદ્ધ પ્રબંધની રચના કરવામાં અતિ નિપુણ હતું”. આ ધરસેનનો પિતા ગુહસેન હતો તેના ઈ.સ.પપ૯ અને ૫૬૯ની વચમાંના શિલાલેખો મળી આવે છે. (મુંબઈ ગેઝેટિઅર, વો.૧, ભાગ ૧, પૃ.૯૦) આ પરથી જણાય છે કે ઈ.સ.છઠા સૈકામાં અપભ્રંશમાં કાવ્યો રચાતાં હતાં. જોકે હજુ તે સમયનું એક પણ ઉપલબ્ધ થયેલ નથી. - ૨૬૬. (૪) ભામહ : સંભવિત રીતે ઈ.સ.છઠા સૈકાની અંતે થયેલ છે. તે અપભ્રંશના સંબંધી જાણે છે અને તે સાહિત્યમય કાવ્યના ભાગ પાડતાં અપભ્રંશનો ઉલ્લેખ કરે છે : ૨૬૭. “કાવ્ય એ શબ્દ અને અર્થ સહિત છે. તે કાવ્ય પદ્ય અને ગદ્ય એમ બે પ્રકારનું છે. વળી તે સંસ્કૃત, પ્રાકૃત અને તે ઉપરાંત અપભ્રંશ એમ ત્રણ પ્રકારનું ૨૬૮. આ જાતનો ભામહનો ઉલ્લેખ ઘણો ઉપયોગી છે, કારણ કે એ સિદ્ધ કરે છે કે ઈ.સ.૬ઠી સદીના અંતમાં અપભ્રંશનું અસ્તિત્વ હતું, પરંતુ તે ભાષા કોણ બોલતું હતું યા કોણે બોલવી જોઈએ એ સંબંધી તે કંઈ કહેતા નથી. દંડીની પેઠે તેમણે તેમ કહ્યું હોત તો વિશેષ સારું થાત. ૨૬૯. (૫) દંડી : તેમણે “કાવ્યાદર્શ' (પ્રકાશિત, બિબ્લિૉથેકા ઇંડિકા, સન ૧૮૬૩) એ નામનો ગ્રંથ રચ્યો છે તેમાં જે સાહિત્ય પોતાના સમયમાં ભણેલાઓમાં ૪૭. શબ્દાર્થો સહિતી કાવ્ય ગદ્ય પદ્ય ચ તત્ દ્વિધા | , સંસ્કૃત પ્રાકૃત ચાન્યદપભ્રંશ ઇતિ ત્રિધા || ૧-૩૬ Page #206 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ સંબંધી પ્રાચીન ઉલ્લેખો (અનુસંધાન) ૧૯૧ પ્રચલિત હતું તેના ચાર ભાગ જણાવે છે. ભામહ ત્રણ પાડે છે ત્યારે દંડી ચાર પાડી આગળ વધ્યા છે?૮ : - ૨૭૦. “આર્યો (વિદ્વાનો) કહે છે કે આ સાહિત્ય વળી ચાર પ્રકારનું છે, નામે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મિશ્ર. મહર્ષિઓએ સંસ્કૃતની વ્યાખ્યા દૈવી વાકુ - ભાષા તરીકે કરી છે. પ્રાકૃતમાં અનેક ક્રમો છે જેવા કે ‘તે (સંસ્કૃત)માંથી ઉદ્દભવ પામેલ - તભવ', ‘તેના જેવા - તત્સમ' અને “દેશી' (એટલે ગ્રામ્ય ભાષાને લગતા). આભીર વગેરેની ભાષા કાવ્યોમાં અ'અંશ તરીકે ગણાઈ છે. શાસ્ત્રમાં (તે છતાં) સંસ્કૃત કરતાં જે બીજી એટલે સંસ્કૃત સિવાયની બધી તે “અપભ્રંશ” એમ જણાવ્યું છે. સંસ્કૃત કાવ્ય સર્ગો(પ્રકરણો) વગેરેમાં, પ્રાકૃત કાવ્ય સંધિક (ટીકાકાર સંધિને એક પ્રકારનો છંદ જણાવે છે) આદિમાં અને - અપભ્રંશ કાવ્ય તે આસાર આદિમાં અને મિશ્ર (સાહિત્યનો ચોથો પ્રકાર) કાવ્ય તે નાટક આદિમાં બદ્ધ થયેલ હોય છે. કથા (મિશ્ર સાહિત્યની એક જાતિ) સર્વ ભાષામાં અને વળી સંસ્કૃતમાં રચાયેલી હોય છે. આશ્ચર્યકારક અર્થવાળી બૃહત્કથા ભૂતભાષામાં ૨૭૧. આ પરથી એ સ્પષ્ટ છે કે અમુક ભાષાઓ સંબંધી બોલતાં દંડી સાહિત્યના દષ્ટિબિંદુથી કહે છે, નહીં કે ભાષાની દૃષ્ટિએ, છતાં આટલું તો પ્રકટ છે કે તે સમયે જે આભીર આદિ જાતિઓ બોલતી હતી તે ભાષાવિશેષનું નામ અપભ્રંશ હતું અને અપભ્રંશનો પ્રયોગ તે સમયે “સાહિત્યમાં થતો હતો. આ પ્રયોગ જેમ ભારતના સમયમાં સંસ્કૃત નાટકોમાં અમુક ઊતરતાં પાત્રો પ્રયોગ કરે તેવો પ્રયોગ નહોતો. જો તેમ હોત તો દંડી સાહિત્ય - વાત્મયના પ્રકાર પાડતાં તેના એક પ્રકાર તરીકે “અપભ્રંશ' નામનો પ્રકાર જણાવત નહીં. તે સ્પષ્ટ કહે છે કે અપભ્રંશ કાવ્યમાં આસાર આદિ કેટલાક છંદો વપરાતા હતા. નાટકોમાં અપભ્રંશ ઘણું જ અલ્પ પ્રમાણમાં અને અહીંતહીં ક્યાંક ગદ્ય તરીકે વપરાતું અને તેમાં પણ નિયમ તરીકે સર્વ નાટકોમાં તેનો ઉપયોગ થતો જ એવું નથી. આભીરાદિગિરઃ' એ આખી પંક્તિ માત્ર અપભ્રંશનું સર્વસાધારણ સ્વરૂપ સૂચવે છે એટલેકે કાવ્યમાં આભીર જેવા ઊતરતા લોકોના મુખમાં જે મૂકવામાં આવે છે તે અપભ્રંશ છે, પણ એ પરથી એક લોકજાતિની જ એ ભાષા ૪૮. તદેવ વાડ્મય ભૂયઃ સંસ્કૃત પ્રાકૃત તથા | અપભ્રંશશ્ચ મિશ્ર ચેત્યાહુરાર્યાશ્ચતુર્વિધ || ૧-૩૨ સંસ્કૃત નામ દેવી નાગન્વાખ્યાતા મહર્ષિભિઃ | તભવસ્તત્સમો દેશીત્યનેકઃ પ્રાકૃતક્રમઃ || ૧-૩૩ આભીરાદિગિરઃ કાવ્યધ્વભ્રંશ ઈતિ સ્મૃતાઃ | શાસે તુ સંસ્કૃતાદ દપભ્રંશતયોદિતમ્ | ૧-૩૬ સંસ્કૃત સર્ગબલ્વાદિ, પ્રાકૃત સંધિકાદિક | આસારાદીન્યપભ્રંશો નાટકાદિ તુ મિશ્રકમ્ || ૧-૩૭ Page #207 -------------------------------------------------------------------------- ________________ * ૧૯૨ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ * * * * * * * * * * * * * * * * હતી એમ કલ્પવું અનુચિત છે. “આભીરાદિ એમાં “આદિ શબ્દ જ બતાવી આપે છે કે તે માત્ર આભીર જાતિની જ ભાષા હતી એમ નથી. ઈ.સ. પૂર્વે થોડાં શતકોમાં આભીર જાતિ જ્યાંથી આવી ત્યાંથી તે જાતિ તે ભાષા પોતાની સાથે લાવી નહોતી. વસ્તુતઃ સત્ય વાત એ છે કે જ્યાં જ્યાં તે લોકો અને તેમની સાથે બીજા ગયા ત્યાંત્યાં તે-તે પ્રદેશની પ્રચલિત પ્રાકૃત ભાષા તેઓ ગ્રહણ કરતા ગયા, અને સ્વાભાવિક રીતે તેથી ઉત્તરોત્તર ઘણે અંશે ભાષાનું સ્વરૂપ તેમનાથી બદલતું ગયું. આ બદલો – પરિવર્તન – અપભ્રષ્ટતા જ ભરતે વાપરેલ “અપભ્રંશ', અપભ્રષ્ટ' અને વળી ‘વિભ્રષ્ટ” શબ્દો બતાવી આપે છે. વળી, આ સાહિત્યની અપભ્રંશ ભાષાની પાછળ ભાષા હતી કે જે નાના સાહિત્યરસિક સમૂહોની કે ફિલસૂફો, વૈયાકરણો, ખગોળશાસ્ત્રીઓ, ગણિતશાસ્ત્રીઓ, કવિઓ અને અધ્યાપકો આદિ પંડિતોની ભાષા – ટૂંકામાં થોડા વિદ્વાનોની ભાષા નહોતી, પણ ઊતરતા, કનિષ્ઠ વર્ણના, સામાન્યમાં સામાન્ય લોકો જેવા કે આભીરો, શબર, ચંડાલો વગેરેની ભાષા હતી. આ પરથી જણાય છે કે આ લોકો જે પ્રદેશમાં વસતા ગયા તે પ્રદેશ વખતોવખત યા એકીવખતે જેમજેમ બદલાતો ગયો તેમતેમ અપભ્રંશમાં પણ ફેરફાર પડતો ગયો અને તેથી પાછળના પ્રાકૃત વૈયાકરણોએ અપભ્રંશની જુદીજુદી જાતિઓ બતાવી છે તે બનતી ગઈ. ૨૭૨. દંડીનો સમય વિવાદગ્રસ્ત છે પણ તેમને ૮મી શતાબ્દીમાં મૂકી શકાય (જુઓ નાગરી પ્રચારિણી પત્રિકા, ભાગ ૧, અંક ૩). આ રીતે જે અમુક લોકજાતિઓની બોલાતી ભાષા ગણાતી અને જેને આભીરી” ભાષાનું નામ અપાતું તે ભરત અને ભામહ-દંડી વચ્ચેના ચારપાંચ સૈકાઓમાં વિકસિત થઈ અપભ્રંશ ભાષામાં પરિણમી. આ કાલ, દેશના મોટા ભાગ પર આભીરોની સર્વોપરી સત્તાવાળો પણ હતો. એ સ્વાભાવિકપણે ધારી શકાય કે ઈ.સ. ત્રીજા સૈકા અને છઠા સૈકાની દરમ્યાન અપભ્રંશ એ નામ, જે બોલાતી ભાષાઓ હિન્દુઓમાં આભીર જાતિ મળી જવાથી પ્રાદેશિક પ્રાકૃતોમાંથી વિકાસ પામી, તેને અચૂક અપાયું હોવું જોઈએ. ૨૭૩. (૬) રુકટ : ઈ.સ.નવમા સૈકામાં થયા. તે પોતાના “કાવ્યાલંકાર' (કાવ્યમાલા, ક્ર. ૨)માં અપભ્રંશ સંબંધી ઉલ્લેખ કરે છે. “વાક્યના ગદ્ય અને પદ્ય એમ ભાગ પાડી તેના વળી છ ભાગ ભાષાના ધોરણ પર પાડે છે. તે કહે છે કે – ભાષાભેદનિમિત્તઃ પોઢા ભેદોડભ્ય સંભવતિ || ૨-૧૧ પ્રાકૃતસંસ્કૃતમાગધપિશાચભાષાશ્વ શૌરસેની ચ | ષોડત્ર ભૂરિભેદો દેશવિશેષાદપભ્રંશઃ |૨-૧૨ “તેના ભેદ ભાષાભેદનિમિત્તથી છ પ્રકારના સંભવે છે પ્રાકૃત, સંસ્કૃત, માગધી, પૈશાચી અને શૌરસેની, અને છઠો અપભ્રંશ તે દેશવિશેષે ઘણા ભેદવાળો છે.” ૨૭૪. અહીં પણ અપભ્રંશને વધુ જૂની સાહિત્યની પ્રાકૃતો નામે માગધી, પૈશાચી અને શૌરસેની સાથે એક ધોરણ પર મૂકવામાં આવી છે. રકટ એક ખાસ ઉપયોગી વાત જણાવે છે તે એ છે કે અપભ્રંશની ઘણી જાતો છે અને તે ઘણી જાતો જુદાજુદા Page #208 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ સંબંધી પ્રાચીન ઉલ્લેખો (અનુસંધાન) દેશ પરત્વે છે જ્યાં તે બોલાતી હોય. વધુ જૂની પ્રાકૃતોના ખાસ ભેદો જણાયા નથી અને જોકે તેમનાં નામો ભૌગોલિક છે છતાં તે પ્રાદેશિક મટી ગઈ અને તેથી લોકોથી પણ ખાસ બોલાતી બંધ પડી. અપભ્રંશ તો આ બંને રીતિએ તેઓથી ભિન્ન થઈ એટલેકે દેશ પરત્વે તે જુદીજુદી થઈ અને લોકોથી તે બોલાતી બંધ પડી નહીં. પ્રકરણ ૩ : અપભ્રંશ સંબંધી પ્રાચીન ઉલ્લેખો (અનુસંધાન) ૨૭૫. (૭) રાજશેખર ઃ તેમણે પોતાની ‘કાવ્યમીમાંસા’ (ગાયકવાડ ઑરિએન્ટલ સિરીઝ ક્ર.૧, ૧૯૧૬)માં અપભ્રંશ સંબંધી પુષ્કળ ઉલ્લેખો કર્યાં છે. પોતાના પુરોગામી આલંકારિકોની પેઠે તે પણ આ ભાષાને સાહિત્યની દૃષ્ટિએ નિહાળે છે. તેથી પોતાના કાવ્યપુરુષના શરીરને વર્ણવતાં જણાવે છે કે : “તારું શરીર તે શબ્દ અને અર્થ છે. સંસ્કૃત મુખ છે, પ્રાકૃત બાહુ છે. જઘન અપભ્રંશ છે, પૈશાચી તે પગો છે અને મિશ્ર ભાષા તે ઉર એટલે છાતી છે.”૪૭ વળી જ્યારે પોતાનો કવિરાજ પોતાનો દરબાર ભરે છે ત્યારે સંસ્કૃત કવિઓને (પોતાની ગાદીથી) ઉત્તરમાં, પ્રાકૃત કવિઓને પૂર્વમાં, અપભ્રંશ કવિઓને પશ્ચિમમાં અને પૈશાચ કવિઓને દક્ષિણમાં બેસાડવા એમ જણાવે છે. ૮ આવી જ રીતે સાહિત્યના ચતુર્વિધ પ્રકાર, તે જે ભાષામાં વ્યક્ત કરવામાં આવે તે ભાષા પરથી એક સારા કિવ થવા માગનારે કેટલી ભાષામાં નિપુણ થવું જોઈએ એ પ્રશ્નનો ઉત્તર આપતાં રાજશેખર આ પ્રમાણે પાડે છે : ૨૭૬. “એક અર્થ એક સુકવિ સંસ્કૃત ઉક્તિમાં (સારી રીતે) કરી શકે, બીજો પ્રાકૃતમાં, વળી અન્ય અપભ્રંશ વાણીમાં, અને કોઈ ભૂતપૈશાચી ભાષામાં કહી શકે. કોઈ બીજો અર્થ બે, ત્રણ યા ચારે ભાષામાં કોઈ વાગ્મી કહી શકે. જે સુકવિની બુદ્ધિ આ સર્વ ભાષામાં પ્રપન્ન નિપુણ હોય છે તે આખા જગતને પોતાની કીર્તિથી ભરે છે.” ૧૯૩ ૨૭૭. આ કરતાં બીજા વધારે અગત્યના ઉલ્લેખો બીજા બે ફકરામાં આપ્યા છે કે જેમાં પણ ઉક્ત ચતુર્વિધ ભેદ બતાવ્યો છે, પરંતુ વિધવિધ દેશ પરત્વે બતાવેલ છે ને તે એવી રીતે કે જે દેશમાં સાહિત્ય જે અમુક ભાષામાં વિશેષે કરી વપરાય છે તે દેશો તે ભાષા સહિત જણાવ્યા છે. ૪૯. શબ્દાર્થો તે શરીર, સંસ્કૃત મુર્ખ, પ્રાકૃતં બાહુઃ । જઘનમપભ્રંશઃ પૈશાચં પાદૌ, ઉરો મિશ્રમ્ || પૃ.૬ ૫૦. તસ્ય ઉત્તરતઃ સંસ્કૃતાઃ કવયો નિવિશેરન્. ।... પૂર્વેણ પ્રાકૃતા કવયઃ... । પશ્ચિમેનાપભ્રંશિનઃ કવયઃ । દક્ષિણતો ભૂતભાષા-કવયઃ || પૃ.૫૪ ૫૧. એકોર્થઃ સંસ્કૃતોત્યા સ સુકવિરચનઃ પ્રાકૃતેણાપરોસ્મિન્ અન્યોડપભ્રંશગીર્ભિઃ કિમપરમપરો ભૂતભાષાક્રમેણ । દ્વિત્રાભિઃ કોડપિ વાગ્મિર્ભવતિ ચતતૃભિઃ કિંચ કશ્ચિદ્ વિવેક્યું યસ્યુંત્યં ધીઃ પ્રપન્ના રૂપયતિ સુકવેસ્તસ્ય કીર્તિર્જગન્તિ | પૃ.૪૮-૪૯. Page #209 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ ૨૭૮. “અમુક ખાસ ભાષાઓ અમુક દેશોમાં વાપરવામાં આવે છે બોલાય છે. અને તે માટે એમ જણાવ્યું છે કે : ગૌડ વગેરે સંસ્કૃતમાં સ્થિત છે, પ્રાકૃતમાં લાટદેશના (કવિઓ) રુચિ ધરાવે છે તે પ્રસિદ્ધ વાત છે. સમસ્ત મરુ દેશના, ટક્કના અને ભદાનકના કવિઓ અપભ્રંશનો પ્રયોગ કરે છે. અવન્તી અને પરિયાત્રના કવિઓ દશપુરના કવિઓ સુધ્ધાં ભૂતભાષા વાપરે છે અને જે સુવિ મધ્યદેશમાં વસે છે તે (આ) સર્વ ભાષામાં નિપુણ હોય છે.” ૨૭૯. આ પરથી જણાય છે કે રાજશેખરના સમયમાં સંસ્કૃત સાહિત્ય ગૌડ (હાલનું બિહાર)માં, પ્રાકૃત સાહિત્ય લાટ (ગુજરાતના ભરૂચ આસપાસના પ્રદેશ)માં, અપભ્રંશ સાહિત્ય આખા મરુદેશ (હાલનું મારવાડ), ટક્ક (પૂર્વ પંજાબનો ભાગ)માં અને ભદાનક(?)માં, પૈશાચી સાહિત્ય અવન્તી (મધ્ય માલવા)માં, પરિયાત્ર (પશ્ચિમના વિંધ્ય પ્રદેશોમાં) [આપ્ટે મુજબ પરિયાત્ર એટલે ઉત્તર-પૂર્વની શિવાલિકની પર્વતમાળા] અને દશપુ૨(ઉ૫૨નો માલવા-મંદસોર આસપાસનો મુલક)માં વધારે ખેડાયેલું હતું. આમ છતાં એ લક્ષ બહાર ન રહેવું જોઈએ કે આ ભાષાઓ આ પ્રાંતોમાં બોલાતી ભાષાઓ હતી. એમ રાજશેખર કવિ જણાવતા નથી. તે એટલું જ કહે છે કે આ પ્રાંતોમાં સાહિત્યકારો પોતાના વિચારો આ જણાવેલી ભાષામાં પ્રધાનપણે દર્શાવતા હતા. ૧૯૪ ૨૮૦. અપભ્રંશ સંબંધી બીજો મહત્ત્વનો ફકરો એ છે કે : “સુરાષ્ટ્ર, ત્રવણ વગેરે, સૌષ્ઠવ સહિત, પણ અપભ્રંશના અંશોવાળાં સંસ્કૃત વચનો પણ બોલે છે.”પ ૨૮૧. આથી મરુ, ટક્ક અને ભદાનકના કવિઓ સાથે સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ) અને ત્રવણો (? પશ્ચિમ રાજપુતાના)ને ઉમેરવાના છે – તે સર્વેએ અપભ્રંશ સાહિત્યને ખેડ્યું છે. પ્રાકૃતભાષાઓ અને તેમાંના સાહિત્ય સંબંધી આપણું જ્ઞાન અત્યારે દિનપ્રતિદિન વિશેષ થતું જાય છે અને તે રાજશેખરના મતને અને ખાસ કરીને પ્રાકૃત અને અપભ્રંશ સંબંધીના મતને સ્પષ્ટ રીતે સિદ્ધ કરતું જાય છે. જે પ્રાંતમાં વિશાલ પ્રાકૃત સાહિત્યની શોધ થઈ છે અને હજુ પણ થવા સર્જાયેલી છે, તે ગુજરાત પ્રાંત છે. તેમાં જૈન શ્વેતામ્બરોનો જબરો ફાળો છે. ૫૪ ૨૮૨. રાજશેખરના સમયમાં અપભ્રંશ ભાષા સાહિત્યભાષા તરીકે ઘણી ૫૨. ગૌડાઘાઃ સંસ્કૃતસ્થાઃ પરિચિતરુચયઃ પ્રાકૃતે લાટદેશ્યાઃ સાપભ્રંશપ્રયોગાઃ સકલ મનુભુવષ્ટભાદાનકાશ્ આવન્ત્યાઃ પારિયાત્રાઃ સહ દશપુર‰ભૂતભાષા ભન્તે યો મધ્યે મધ્યદેશં નિવસતિ સ કવિઃ સર્વભાષાનિષણઃ || પૃ.૫૧ ૫૩. સુરાષ્ટ્રત્રવણાઘા યે પઠન્યર્પિતસૌષ્ઠવમ્ । અપભ્રંશવદંશાનિ તે સંસ્કૃતવચાંપિ || પૃ.૩૪ ૫૪. જુઓ પાંચમી ગુજરાત સાહિત્ય પરિષદ્નો સદ્ગત ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ.એ.નો પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’ પર નિબંધ; તથા પૂનાની પહેલી ઑરિએન્ટલ કૉન્ફરન્સમાં કુડાલકરનો ‘પાટણ ભંડારના હસ્તલેખિત પુસ્તકોનો અહેવાલ' એ ૫૨ નિબંધ. Page #210 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ સંબંધી પ્રાચીન ઉલ્લેખો (અનુસંધાન) ૧૯૫ લોકપ્રિય હતી અને ખાસ કરી સુરાષ્ટ્ર અને મારવાડમાં જરૂર લોકપ્રિય હતી છતાં તે ભાષાએ પોતાના મૂળ ઝરણ એટલે સામાન્ય આમવર્ગની બોલાતી ભાષા યા ભાષાઓ સાથેનો જીવંત સંપર્ક હજુ છોડ્યો નહોતો એ વાત રાજશેખરના બીજા બે ફકરામાંથી જણાય છે. તે ફકરાઓ એ છે કે : - ૨૮૩. (૧) “અપભ્રંશ ભાષામાં પ્રવીણ તે તેના (રાજા કવિના) પુરુષ-પરિચારક વર્ગમાં હોવા જોઈએ; અને પરિચારિકાઓ માગધ ભાષામાં પણ અભિનિવેશ રાખનારી હોવી જોઈએ. અંતઃપુરમાંનાએ સંસ્કૃત અને પ્રાકૃત બંને જાણવી જોઈએ, અને તેના મિત્રોએ સર્વભાષા જાણવી જોઈએ.”પપ ૨૮૪. (૨) “તેમની (સંસ્કૃત કવિઓ) પાસે, પછી વેદવિદ્યાના જ્ઞાતો, પ્રમાણશાસ્ત્રીઓ, પૌરાણિકો, સ્મૃતિજ્ઞો, વૈદ્યો, જોશીઓ તથા તેવા પ્રકારના બેસે; પૂર્વે પ્રાકૃત કવિઓ; અને તેની પાર, પાસે યા પછી જ નટ, નાચનારા, ગાવા-વગાડવાવાળા, વાણી પર જીવનારા ભાટ આદિ, સંગીતના તાલ આપનારા એવાઓ બેસે, પશ્ચિમે અપભ્રંશના કવિઓ, ને તેમની પાસે ચિત્રલેપ કરનાર, માણિક-રત્ન બાંધનારા, ઝવેરીઓ, સોનીઓ, સુતારો. લુહારો અને એવા બીજા બેસે, દક્ષિણે ભૂતભાષા એટલે પૈશાચી ભાષાના કવિઓ ને તેમની પાસે ગણિકાઓ અને તેના સાથીઓ, દોરડા પર નાચનારા, ગારુડીઓ, જાદુગરો, મલ્લો અને શસ્ત્ર ઉપર આજીવિકા કરનારા તથા એવા બીજાઓ બેસે.”૫૬ ૨૮૫. આ પૈકી પહેલા ઉતારા પરથી ખાસ જણાય છે કે પુરુષ તેમજ સ્ત્રી પરિચારકને અપભ્રંશ બોલનારા જણાવ્યા છે. પહેલાં તો તે સામાન્ય જનસમૂહના જ છે અને તેથી લોકભાષા જ બોલે. બીજું સામાન્ય જનસમૂહ અને રાજા એ બેની વચમાં રહેનારા તેઓ છે કારણકે તેઓ લોકની ઈચ્છાઓ અને ફરિયાદો રાજાને સમજાવે, અને રાજાનો સંદેશ કે ઉત્તર લોકોને કહે અને તેથી તેઓએ સામાન્ય લોકની ભાષા જાણવી જ જોઈએ. આ ઉતારાથી એ ધ્વનિત થાય છે કે રાજશેખરના સમય પહેલાંના ઘણા લાંબા કાળથી અપભ્રંશ ભાષા સાહિત્યભાષાના દરજે પહોંચી હતી છતાં તે સમય સુધી એક બોલાતી ભાષા તરીકે બંધ પડી ગઈ હતી નહીં. તે અપભ્રંશ અને લોકની બોલાતી ભાષા એ બંને વચ્ચે જીવંત સંબંધ હતો. બીજા શબ્દોમાં કહીએ તો અપભ્રંશ ભાષા હજુ બીજી પ્રાચીનતર સાહિત્યની પ્રાકૃત ભાષાઓની પેઠે મૃતભાષા થઈ હતી નહીં. ૨૮૬. ઉપરના બીજા ફકરામાં દેખાય છે કે સંસ્કૃત ભાષા થોડાઓની એટલે. પપ. અપભ્રંશભાષાપ્રવણઃ પરિચારકવર્ગ, સમાગધભાષાભિનિવેશિન્યઃ પરિચારિકાઃ | પ્રાકૃત સંસ્કૃતભાષાવિદ આન્તઃપુરિકા, મિત્રાણિ ચાસ્ય સર્વભોપાવિન્તિ ભવયુઃ || પ૬. આ માટે જુઓ આ પૂર્વે પૃ. ૨૧ ફ.૪૩ પર “મધ્યસમં... વેદિકા એ અવતરણ. તેમાં વિશેષમાં ઉમેરો ‘દક્ષિણતો ભૂતભાષાકવયઃ | તતઃ પર ભુજંગણિકાઃ પ્લવકશૌભિકર્જભકમલાઃ શસ્ત્રોપજોવિનોડર્નેડપિ તથાવિધાઃ I' પૃ.૫૪-૫૫ ' Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ પંડિતોની ભાષા ક્યારની થઈ ગઈ હતી. પ્રાકૃત ભાષા જાણનારા તેમજ બોલનારાનો મોટો સમૂહ નિર્વિવાદ રીતે હતો. અને તે બોલનારામાં નાટ્ય સાથે સંબંધ ધરાવતી કેટલીક લલિત કળાઓના જાણનાર હતા. પરંતુ અપભ્રંશના કવિઓ પાછળ બેસનારાનો અને સ્પષ્ટ રીતે તે ભાષા બોલનારાનો વર્ગ એ પ્રાકૃતભાષી કરતાં પણ વધુ જથ્થામાં હતો. આ મોટા પ્રમાણનો ઊતરતા વર્ગનો સમૂહ એટલે સામાન્ય જનસમૂહ છે કે જેમાંથી કારીગરો નામે સુતાર, લુહાર, સોની આદિ, તથા બીજો મજૂરવર્ગ પ્રાપ્ત થાય છે. અને આ વાત ભાષાવિષયક જે હકીકતો વર્તમાન હિન્દીની દેશી ભાષાઓનાં પ્રાચીનતમ સાહિત્યોમાંથી મળી આવી છે તેને બરાબર બંધ બેસતી છે. ઈ.સ. નવમા સૈકાના અંત (કે જે રાજશેખરના કવિત્વકાલનો સામાન્ય રીતે સમય છે) સુધી દેશી ભાષાઓ પોતાનું સ્વરૂપ જુદીજુદી બોલાતી અપભ્રંશ ભાષાઓથી ભિન્ન સ્વરૂપ પકડતી જતી હતી અને પોતાનું વિશિષ્ટ સ્થાન લેવા માટે પોતાનો વિકાસ કરી રહી હતી. (જુઓ આ લેખનું પૃષ્ઠ ૨૧). ૨૮૭. (૮) નમિસાધુ : જ્યારે “કાવ્યાલંકાર' સૂત્ર ૨-૧૨ પર ટીકા કરે છે ત્યારે અપભ્રંશ સંબંધી એવી ટીકા કરે છે કે : તથા અપભ્રંશ તે પ્રાકૃત જ છે. તેને બીજાઓએ ઉપનાગર, આભીર અને ગ્રામ્ય એ ભેદથી ત્રણ પ્રકારની કહી છે. તેનો નિરાસ કરવા માટે રકટે ભૂરિભેદ. એટલે “ઘણા ભેદવાળી' એ શબ્દો વાપર્યા છે. શા માટે કે ઘણા દેશો હોવાથી, અને તેનું લક્ષણ લોકો પાસેથી સમ્યક પ્રકારે જાણી શકાય તેમ છે.” (જુઓ આ લેખનું પૃ. ૨૨). - ૨૮૮. આ ફકરો એ રીતે અગત્યનો છે કે નમિસાધુ ૧. અપભ્રંશને આ પ્રાકૃત તરીકે જ ગણે છે, ૨. પોતાની અગાઉના બીજાઓએ તેના જે પ્રકાર નામે ઉપનાગર, આભીર અને ગ્રામ્ય જણાવ્યા છે તે બતાવે છે, ૩. પરંતુ પોતે સ્પષ્ટપણે જણાવે છે કે આ ત્રણ કરતાં વધુ પ્રકાર તેના છે અને સૌથી મહત્ત્વની વાત પોતે દર્શાવે છે તે એ છે કે ૪. તે શીખવા માટે લોકો પાસે જ જવું ઘટે. આ છેલ્લી વાત મહત્ત્વની છે તે એટલા માટે કે નમિસાધુ કે જેમણે પોતાની ટીકા સંવત્ ૧૧૨૫ (ઈ.સ. ૧૦૬૯)માં પૂરી કરી તેમના તે સમય સુધી ઘણી બોલાતી ભાષાની અપભ્રંશ સામાન્ય જનસમૂહથી બોલતી બંધ પડી નહોતી. ૨૮૯ નમિસાધુએ જે એક વાક્ય કહેલ છે તે ખાસ અત્રે નોંધવા જેવું છે કારણકે તે પરથી જણાય છે કે અપભ્રંશનો વિસ્તાર પૂર્વમાં ઠેઠ મગધ સુધી હતો. પ૭. રુદ્રટનો “કાવ્યાલંકાર' (કાવ્યમાલા, ૨, ૧.૧૫) : “તથા પ્રાકૃતમેવાપભ્રંશઃ | સ ચાચૅરુપનાગરાભીરઝામ્યાવભેદન ત્રિધોક્તસ્તત્રિરાસાર્થમુક્ત ભૂરિભેદ ઇતિ | કુતો દેશવિશેષાત્ | તસ્ય ચ લક્ષણે લોકાદેવ સમ્યગવસેય !” ૫૮. પંચવિંશતિસંયુક્તકાદશસમાશતઃ | વિક્રમાત્મમતિકાર્તિક પ્રવૃષીદે સમર્થિત || પૃ.૧૭૪ dain Education International Page #212 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ સંબંધી પ્રાચીન ઉલ્લેખો (અનુસંધાન) આપણે જાણીએ છીએ કે ભરતના સમય સુધી તેનું બીજ જે આભીરી તે સિંધ, મુલતાન અને ઉપરના પંજાબમાં બોલાતી જણાઈ છે. નમિસાધુનું ઉક્ત વાક્ય એ છે કે૫૭ ૨૯૦. “આભીરી ભાષા અપભ્રંશના પેટામાં મુકાયેલી જણાવવામાં આવી છે, ક્વચિત્ તે માગધીના પેટામાં પણ જોવામાં આવે છે.” આનો એટલો જ અર્થ થાય છે કે મગધમાં અપભ્રંશ એક બોલાતી ભાષા હતી. આથી એ પુરવાર થાય છે કે ઈ.સ.૧૧મી સદી સુધી પણ ભારતના પૂર્વ ભાગમાં અપભ્રંશ વિદ્યમાન હતી. ૧૯૭ ૨૯૧. (૯) ઉ૫૨નાથી બીજા ઓછા પ્રસિદ્ધ અને તેઓના પછી થયેલા લેખકો નામે પૃથ્વીધર (‘મૃચ્છકટિક'નો ટીકાકાર), ‘ગીતગોવિંદ’ પર નારાયણે કરેલી ટીકામાં ઉલ્લેખેલા ‘રસિકસર્વસ્વ’ના અજ્ઞાત કર્તા, ‘શકુંતલા’ પર ટીકાકારોમાંના એક શંકર, અને બેત્રણ બીજા થયા છે તે માટે પિશલનું વ્યાકરણ જુઓ. અહીં તેમને વિસ્તારથી બતાવવા નકામું છે કારણકે તેઓ માત્ર બીજાઓના વિચારો અને કથનો ટાંકે છે, અને તેમને પોતાને તો અપભ્રંશનો સાક્ષાત્ પરિચય કે સમાગમ નથી. અપભ્રંશ અને પ્રાકૃત વ્યાકરણો ૨૯૨. (૧) વરુચિ : કે જેમનો સમય ઈસવી તૃતીય શતાબ્દી ગણવો અનુચિત નહીં થાય તે અત્યાર સુધીના પ્રાકૃત વૈયાકરણોમાં, સર્વથી પ્રાચીન માનવામાં આવે છે. તેમના ‘પ્રાકૃત-પ્રકાશ’માં અપભ્રંશનો કંઈ પણ ઉલ્લેખ નથી. તેનું કારણ એમ જણાય છે કે તે સમયે અપભ્રંશ સાહિત્યની ભાષા હતી નહીં. સાહિત્યની પછી જ વ્યાકરણોની સૃષ્ટિ થાય છે એ સ્વીકારી શકાય તેવી વાત છે. ૨૯૩. (૨) ચંડ : એમણે ‘પ્રાકૃત-લક્ષણ'માં અપભ્રંશ ૫૨ થોડાં સૂત્રો લખ્યાં છે, ચંડનો સમય ઈ.સ. છઠ્ઠી શતાબ્દીમાં લઈએ તો ઉચિત છે, જોકે હૉર્નેલસાહેબ તેમને તેથી ઘણા પૂર્વે લઈ જવાનો પ્રયાસ કરે છે. ૨૯૪. (૩) હેમચન્દ્ર ઃ તેમણે પોતાના ‘સિદ્ધહેમ' વ્યાકરણમાં પ્રાકૃતની સાથેસાથે અપભ્રંશ ઉપર ઘણી સારી રીતે લખ્યું છે. કેવલ અપભ્રંશ પર ૧૨૦ સૂત્ર આપ્યાં છે ને તે ૫૨ લગભગ ૧૮૦ દોહા ઉદાહરણ રૂપે આપ્યા છે, અને તે બીજા ગ્રંથોમાંથી સંકલિત કરેલા જણાય છે તેથી તે ઘણા કામના છે. તે પરથી જણાય છે કે નવમી સદીમાં અપભ્રંશનું સાહિત્ય ઘણું વિસ્તૃત હોવું જોઈએ. હેમચન્દ્રનો સમય બારમી સદી છે અને તેના સંબંધમાં અગાઉ ઘણું લખાઈ ગયું છે. ૨૯૫. (૪) તેમની પછીના ત્રિવિક્રમ, લક્ષ્મીધર, સિંહરાજ અને માકંડેય આદિએ પણ અપભ્રંશ પર લખ્યું છે. તેમાં ત્રિવિક્રમનું પ્રાકૃતવ્યાકરણ વિશેષ મહત્ત્વનું છે. આ ‘સિદ્ધહૈમ' સાથે થોડુંઘણું મળે છે. તેમાં લગભગ ૧૧૭ સૂત્ર અપભ્રંશ પર છે. માર્કંડેયનું ૫૯. આભીરી ભાષાપ્રભ્રંશસ્થા કથિતા ક્વચિત્માગધ્યામપિ દૃશ્યતે । પૃ.૧૫. ‘દશરૂપ' પણ જ્યારે એમ (૨-૪૨માં) કહે છે કે આભીરો માગધી બોલનારા પૈકી હતા ત્યારે એમ જ સૂચિત કરે છે. ‘દશરૂપ’ તે નિમસાધુ કરતાં બે સૈકા પાછળનું છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ “પ્રાકૃતસર્વસ્વ ઘણું આધુનિક છે. ઈ.સ. ૧૭મી સદીમાં તેનો સમય ગણવો ઉચિત છે. આ વખતે તો આધુનિક ભાષાઓનો પ્રચાર હતો, અતઃ તેનું કથન વિશેષ મહત્ત્વનું માની નહીં શકાય. હમણાં આ વર્ષમાં જ પંડિત બહેચરદાસે ગુજરાત પુરાતત્ત્વ મંદિર તરફથી પ્રાકૃત-વ્યાકરણ' બહાર પાડેલ છે તેમાં સર્વના દોહન રૂપે સૂત્રો આપી વ્યાકરણના વિષયને વધારે ફુટ અને માર્ગદર્શક કર્યો છે. પ્રકરણ ૪ : અપભ્રંશનો સમય ૨૯૬. આ રીતે આપણે, આશરે ઈ.સ. બીજા કે ત્રીજા સૈકામાં થયેલા ભરતથી માંડીને ઠેઠ ઈ.સ. ૧૧મા સૈકાના મધ્યમાં થયેલા નમિસાધુ સુધીના અલંકાર અને કાવ્ય પરના ગ્રંથોમાં અપભ્રંશ સંબંધી જે ઉલ્લેખો થયેલા છે તે જોયા. આથી આપણે અપભ્રંશના સમય, વિસ્તાર અને પ્રકાર સંબંધી કેટલીક અસંદિગ્ધ હકીકતો એકઠી કરી શક્યા છીએ : ર૯૭. (૧) આભીરી એ નામથી અપભ્રંશ ભાષા ઓછામાં ઓછા ઈસુના બીજા અને ત્રીજા સૈકામાં વિદ્યમાન હતી અને તે સિંધ, મુલતાન અને ઉત્તરના પંજાબ – પંચનદમાં મુખ્યપણે આભીરો અને બીજી જાતિઓ કે જે હિંદમાં પ્રવેશ કરી ચૂકી હતી અને આ પ્રાંતોમાં સ્થિરવાસ કરી ચૂકી હતી તેમાંથી બોલાતી હતી. - ૨૯૮. (૨) ઈ.સ.છઠ્ઠા સૈકા સુધીમાં આભીરો અને બીજાઓની બોલાતી ભાષા તરીકે અપભ્રંશ તે વખત સુધી પણ ગણાતી હતી, તે ભાષાએ “અપભ્રંશ' એવું વિશિષ્ટ નામ ગ્રહણ કર્યું હતું, અને પોતાનું સાહિત્ય પણ ખેડ્યું હતું કે જે સાહિત્ય ભામહ અને દંડી જેવા અલંકારશાસ્ત્રીઓને પણ માન્ય રાખવું પડ્યું હતું. ૨૯૯. (૩) ઈ.સ.નવમા સૈકા સુધીમાં આભીરો, શબરો અને ચંડાલોની જ ભાષા તરીકે ગણાતી તે બંધ પડી હતી, અને જોકે ઊંચી પંક્તિના સંસ્કૃત બોલતા હતા અને નાટક કરનારા લોકો પ્રાકૃત ભાષાઓ બોલતા હતા, છતાં અપભ્રંશ, મોટો જે કારીગરનો વર્ગ તેની ભાષા તરીકે પ્રસિદ્ધ થઈ હતી એટલેકે તે લોકોની ભાષા બની હતી. આ સમય સુધીમાં તે દક્ષિણમાં સૌરાષ્ટ્ર સુધી પણ અને સંભવિત રીતે પૂર્વમાં ગધ દેશ સુધી પ્રસરી હતી. ૩૦૦. (૪) ઈ.સ.૧૧મા સૈકાના મધ્ય સુધી સાહિત્યનિપુણ લોકોને પણ સ્વીકારવું પડ્યું છે કે અપભ્રંશ તે એક ભાષા નથી પણ ઘણી બોલાતી ભાષાઓ છે કે જેમાંની એકે સાહિત્યભાષા તરીકે નામ કાઢ્યું હતું. “દોહાકોશ' (જુઓ ફ.૧૫૯) આ સંબંધી સબલ પુરાવો આપે છે. ૩૦૧. અપભ્રંશના સમયની નિમ્નતમ અવધિ સર ભાંડારકરના અભિપ્રાય સાથે બરાબર મળે છે. પોતાના હસ્તલિખિત ગ્રંથોના રિપોર્ટમાં “પિંગલાર્થ-પ્રદીપની ક્ર. Page #214 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ અને આભીરનો દેશાનદેશ વિહાર ૧૯૯ ૫૪૫માં નોંધ કર્યા પછી તેમાંથી કેટલાક ફકરાઓકે ટાંકીને તે કહે છે કે : ઉપરના ફકરાંઓ દેશી ભાષાનાં ત્રણ સ્વરૂપો રજૂ કરે છે. પ્રાચીન સ્વરૂપ એટલે મહારાષ્ટ્રી પ્રાકૃત આપણને ૧, ૨, ૩ (૧), ૪ અને ૫(૧)માં મળે છે. તે સંસ્કૃતની પેઠે શિષ્ટ ભાષા બની હતી અને ગમે તે વખતે સાહિત્યના વિષયમાં વાપરી શકાતી. ત્યાર પછી આપણને બીજું સ્વરૂપ ૬, ૭ (૧), (૨), (૩)માં મળી આવે છે. આ અપભ્રંશ સ્વરૂપને મળતું આવે છે કારણકે આપણને તે હેમચન્દ્ર પોતાના પ્રાકૃત વ્યાકરણમાં જે ઉદાહરણો આપ્યાં છે તેમાં અને ‘વિક્રમોર્વશીયના ચોથા અંકમાંના ઉદાહરણોમાં મળે છે. ત્રીજું સ્વરૂપ આપણને ૩, (૨) (૩) (૪) (૫) અને (૨)માં મળે છે. આજે આપણે વર્તમાન હિન્દીનું પ્રાચીનતમ સ્વરૂપ કહી શકીએ. તેમાં ઢિલ્લિમહ=દિલ્હી અને જખણ યા જખ્ખણ=જ્યારે – એ નવાં રૂપોના નમૂના છે કે જે અપભ્રંશના યુગ સુધીના સમયમાં ધીમેધીમે જૂના પ્રત્યયો ઘસાતા ગયા પછી બનેલા છે. છેલ્લાં બે રૂપો જે સમયે કવિઓએ લખ્યું હોય તે સમયની દેશી ભાષા રજૂ કરે છે, અને તે કવિઓએ પોતાના સમયમાં જે રાજાઓ મરી ગયા ને વીસરાઈ ગયા હોય તેઓનાં વખાણ કર્યા ન હોવાં જોઈએ તેથી એ અનુમાન કરવું અયુક્ત નથી કે તેમણે વાપરેલી ભાષાનાં રૂપો જ્યારે તે રાજાઓ વિદ્યમાન હતા તે સમયનાં ચાલુ રૂપો જ રજૂ કરે છે, જેમકે કર્ણના સમયની લગભગ એટલે ૧૧મા સૈકાના પૂર્વાર્ધમાં જે વિકાસક્રમ પર દેશી ભાષાઓ આવી પહોંચી હતી તે અપભ્રંશના કમને તે વખતે પણ રજૂ કરતી હતી, કે જે અપભ્રંશનું મૂળ લગભગ સાતમા સૈકા પર લઈ શકાય છે; અને દેશી ભાષાઓ લગભગ ૧૨મા સૈકાના અંતે અને ૧૩મા સૈકાની શરૂઆતમાં કે જ્યારે કેટલાકના માનવા પ્રમાણે ચંદ કવિ વિદ્યમાન હતો ત્યારે હાલનું વર્તમાન વલણ લેતી ગઈ અને તે જ સ્વરૂપ તેઓનું ચૌહાણ હમ્મીર (એટલે ઈ.સ.૧૨૮૩થી ૧૩૦૧)ના સમયમાં હતું. પ્રકરણ ૫ : અપભ્રંશ અને આભીરનો દેશાનદેશ વિહાર પ્રકરણ ૫ : અ ૩૦૨. ઉપર જણાવેલ હકીકત છે તે આભીરના હિન્દમાં પ્રવેશ ને વિહાર સંબંધી ઇતિહાસ કે જેણે દેશની બોલાતી ભાષાઓમાં આવું પરિવર્તન કર્યું છે તે સાથે બરાબર બંધ બેસતી થાય છે. આભીરો (હવે આહીરો) મહાભારતમાં સિંધુ નદી પર હિન્દના ૬૦. ટાંકેલા ફકરાઓ એ છે કે ગાથા ૫૩ (ચંદેસર), ૬૯ (ચેઈપઈ=ચેદિપતિ), ૭૧ (હમ્મીર), ૯૨ (તે જ), ૧૫૧ (તે જ), ૭૨ (સાહસાંક), ૭૭ (કસીસ), ૧૯૮ (તે જ), ૮૭ (અચલ), ૯૬ (કર્ણ), ૧૨૬ (તે જ), ૧૮૫ (તે જ) કે જે ચન્દ્રમોહન ઘોષની આવૃત્તિમાં છે. ચંદિપતિ એટલે ચંદિનો રાજા કે જે કલચુરિ વંશનો હતો ને ગુજરાતના ભીમદેવ અને મહારાષ્ટ્રના આહવમલ્લનો સમકાલીન હતો. ૬૧. મહાભારત ૨, ૩૨, ૧૧૯૨, ૪, ૨૦, ૭૯૮; ૯, ૩૭, ૨૧૧૯, ૧૬, ૭, ૨૨૩. Page #215 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ ૬૨ પશ્ચિમમાં વસતા લોકો તરીકે જણાવવામાં આવ્યા છે. તેમને એક તિરસ્કૃત જાતિ તરીકે ગણવામાં આવ્યા છે. પણ તેઓ એક લડાયક જાતિ હતી અને દ્રોણના સુપર્ણવ્યૂહમાં તેમને અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે અર્જુન કૃષ્ણની વિધવાઓને લઈને દ્વારકાથી પાછો ફરતો હતો, ત્યારે આભીરોએ તેના ૫૨ પંચનદમાં પ્રવેશ કરતાં જ આક્રમણ કરેલું હતું. અહીં તેમને લૂંટારા, ગોવાળિયા અને મલેચ્છો તરીકે કહ્યા છે. મનુસ્મૃતિમાં તેમને બ્રાહ્મણ પિતા અને અમ્બષ્ઠ માતાથી ઉત્પન્ન થયેલા માનેલા છે. ૩૦૩. આ ઉલ્લેખો પરથી સ્પષ્ટ જણાય છે કે બીજી જાતિઓની સાથે આ આભીરોની જાતિએ હિન્દમાં પ્રવેશ કરીને પંચનદનો અમુક ભાગ ઈસવી શતાબ્દીના પ્રારંભમાં વસાવ્યો હતો (લગભગ ઈ.સ.૧૫૦ પૂર્વે, તેનાથી આગળ નહી). તેમનો ધંધો ગાય, ઊંટ, ઘોડા આદિ અહીંતહીં ચરાવતા ફરવાનો હતો. તે માટે પંજાબની વિસ્તૃત ઉર્વા ભૂમિ અત્યંત ઉપયુક્ત હતી. ૩૦૪. અપભ્રંશ આભીરોની પોતાની ભાષા નહોતી, પરંતુ તેમના ઉચ્ચારણથી જે સ્થાનિક પ્રાકૃતનું પરિવર્તિત રૂપ થયું તે પાછળથી અપભ્રંશ કહેવાયું. આભીરના પછી આવેલ વિદેશી જાતિઓ હતી. આર્યાવર્તમાં વસી ગયાથી તેમણે સ્થાનિક પ્રાકૃતો બોલવાનો આરંભ કર્યો, પરંતુ તેઓ એક નવીન ભાષાનું ઠીકઠીક ઉચ્ચારણ કરી શકતા નહોતા, તેથી આભીરો દ્વારા પ્રાકૃતનું એક નવીન અપભ્રંશ રૂપ પ્રકટ થયું કે જે કાલાન્તરે ‘અપભ્રંશ' એ નામથી પ્રસિદ્ધ થયું. ૨૦૦ ૬૩ ૩૦૫. આભીર જાતિ ક્રમશઃ પ્રભુતા પ્રાપ્ત કરતી ગઈ. તેઓનો ઉલ્લેખ બીજા સૈકાના અને ત્રીજા સૈકાના પ્રારંભ અને મધ્ય સમયના શિલાલેખોમાં મળી આવે છે. પહેલો ઈ.સ.૧૮૧નો ક્ષત્રપ રુદ્રસિંહના રાજ્યકાલમાં છે તેમાં તે રાજાનો સેનાપતિ રુદ્રભૂતિ આભીર હોવાનું જણાવેલ છે. બીજો લગભગ ઈ.સ.૩૦૦નો નાસિકની ગુફાઓનો છે તેમાં શિવદત્તના પુત્ર ઈશ્વરસેન નામના એક આભીર રાજાનો ઉલ્લેખ છે. ત્રીજો શિલાલેખ ઈ.સ.૩૬૦ આસપાસનો સમુદ્રગુપ્તનો છે કે જે અલ્લાહાબાદના સ્તંભ પર ખોદેલો છે તેમાં આભીર અને માલવ જાતિ રાજસ્થાન, માલવ અને ગુપ્ત સામ્રાજ્યની પેલી પાર દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમના પ્રાંતોમાં નિવાસ-શાસન કરતી પ્રબલ જાતિઓ હતી એમ જણાવેલું છે. ઝાંસીની દક્ષિણે હમણાં ‘અહિ૨વા૨’ નામનો એક પ્રાંત છે તેનું સંસ્કૃત નામ આભીરવાટ છે તે પરથી ધારી શકાય છે કે તે જે ૬૪ ૬૨. મનુસ્મૃતિ, અધ્યાય ૯-૧૫, – “બ્રાહ્મણાત્...... આભીરોડમ્બષ્ઠકન્યાયામ્ ।” ૬૩. જુઓ ડી. આર. ભાંડારકરનો લેખ, ઇન્ડિઅન એંટિક્વેરી, ૧૯૧૧, પૃ.૧૬ તથા આર. ઈં. ઍન્થોવનનો ગ્રંથ નામે ‘ટ્રાઇબ્ઝ ઍન્ડ કાસ્ટ્સ ઑવ્ બૉમ્બે', પુસ્તક ૧, પૃ.૨૧ (તેમાં આહીર સંબંધી હકીકત ડી. આર. ભાંડારકરે પૂરી પાડી છે). આના સંબંધી ૨. બ. ગૌરીશંકર ઓઝાજીનો અભિપ્રાય જુદો જ પડે છે. ૬૪. ઉક્ત ભાંડારકર તથા ઍન્ગ્રોવનકૃત લેખ તથા ગ્રંથ; વિન્સેન્ટ સ્મિથનું ‘અર્લી હિસ્ટરી ઓવ્ ઇન્ડિઆ’, પૃ.૨૮૬ Page #216 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ અને આભીરનો દેશાનદેશ વિહાર ૨૦૧ અલ્લાહાબાદના શિલાલેખમાં વર્ણવેલ છે તે આભીરની રાજધાની હોવી જોઈએ. તેથી ચોથા સૈકા સુધીમાં આભીરોએ માલવામાં કાયમનો પગદંડો ચલાવ્યો હતો. આમાંનો અમુક ભાગ જંગલનું જીવન મૂકી દઈને કાયમના વસતિસ્થાન કરવામાં અને શાસક થવામાં ઉદ્યત થયા હોય એમ નાસિકના શિલાલેખ પરથી તેમજ પુરાણો** પરથી જણાય છે. સંયુક્ત પ્રાંતમાં મિરજાપુર તાલુકામાં એક ભાગ “અહિરોરા' નામનો છે કે જેનું સમાન સંસ્કૃત નામ “આભીરવાટ' જ છે. આ જ સમયમાં અને ત્યાર પછી અપભ્રંશ પોતાનું વાય વિકસિત કરવા અવશ્ય લાગી ગઈ હોવી જોઈએ. આ વાત છઠ્ઠા સૈકામાં અપભ્રંશ એક શાસ્ત્રીય નામય ભાષા તરીકે દેખાવ દે છે એ હકીકત. સાથે બરાબર બંધ બેસે છે. ૩૦૬. ત્યાર પછીના બે સૈકામાં આભીર લોકો આગળ ને આગળ દક્ષિણ તરફ અને પૂર્વ તરફ, સૌરાષ્ટ્ર અને તેની નજીકના પ્રાંતો અને મગધ તરફ અનુક્રમે વધતા ગયા હોવા જ જોઈએ, કારણકે નવમા સૈકા સુધીમાં અપભ્રંશ, એટલે પ્રાકૃત ભાષાઓએ પરદેશીઓના મુખથી જે સ્વરૂપ લીધું તે અપભ્રંશ, સુરાષ્ટ્ર વગેરેમાં સાહિત્ય માટેની યોગ્ય વાહક ભાષા ગણાઈ. આ વાતને ઇતિહાસ પણ ટેકો આપે છે, કારણકે જ્યારે કાઠીઓએ સુરાષ્ટ્ર પર આઠમાં સૈકામાં યા તે લગભગ હલ્લો કર્યો ત્યારે તે કાઠીઓને તે દેશ આભીરોના કબજામાં માલૂમ પડ્યો. આની પહેલાં થોડો વખત આભીરો ખાનદેશ અને નાસિકમાં પણ સત્તાધીશ હતા, એ વાત ફરિશ્તાએ ખાનદેશમાં પ્રસિદ્ધ દુર્ગ અસીરગઢ આસા નામના આહીરે બંધાવ્યો હતો એમ જે જણાવેલું છે તે પરથી જાણી શકાય છે. કાઠિયાવાડમાં હજુ સુધી આભીરોની ઓલાદ આહેર – આહીર વસે છે ને મુખ્યપણે પશુપાલન, ગોરસવિક્રયનું કામ – ભરવાડનું કામ કરે છે. મૂલરાજ ચાલુક્ય દુર્મદ આભીરોનો (ગ્રહરિપુ નામના આભીરકુલના રાજાનો) વધ કરેલો એમ હેમચન્દ્ર પોતાના વ્યાકરણની પ્રશસ્તિમાં જણાવે છે. નરસિંહ મહેતાએ આહીરનો ઉલ્લેખ કર્યો છે. સં.૧૭૬૭માં ઉદયરત્ન રચેલા લીલાવતી અને સુમતિવિલાસના રાસમાં લીલાવતીએ વેશ્યાને ત્યાં રહેતા પોતાના પતિને સમજાવી પોતાને ત્યાં આકર્ષી લઈ આવવા ‘આભીરડી – મહિયારીનો વેશ લીધો હતો તે જણાવ્યું છે. ૬૫. આ પુરાણો ઉપરોક્ત ભાંડારકાર તથા એન્થોવનના કહેવા પ્રમાણે આભીરોને આંધમૃત્યુ પછી કાયમના રાજા તરીકે જણાવે છે. છઠ્ઠા સૈકા સુધીમાં તેમનું રાજ્ય ક્યારનું અદષ્ટ થયું. ૬૬. જુઓ ઉપરોક્ત એન્થોવનનો ગ્રંથ, પૃ. ૨૪. ૬૭. વટલ્યો નાગર નરસૈયો, જેણે બોટ્યું આહીરનું ખાધું રે. ૬૮. અજબ બની આહીરડી મલપતી મોહનવેલ, રૂપે રંભ હરાવતી, ગજગતિ ચાલે ગેલ. ધોલી ધાબલી પહિરણે, વિચવિચ રાતા તાર, કોરે કાલા કાંગરા, ગલે ગુંજાનો હાર. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ ઓઢણ આછી લોબડી, તે આગલ શ્યાં ચીર, પોસાયે પટ-અંતરે, દીસે દિવ્ય શરીર. ભરત ભરી સોહે કાંચલી, કરણે કસ્યા કુચ દોય, જાણે યંત્રના તુંબડાં, સરસતીએ ધય સોય. વેણી વાસગ નાગ શી, ગજગજ લાંબા કેશ, ઘૂઘરીઆલો ગોફણો, ઓપે અભુત વેશ. કસે કસબી ફૂમકાં, લટકે લોબડી માંહે, પાતલપેટી ને ફૂટરી, યૌવન લહેરે જાય. (વગેરે) ઢાલ ૯મી. Page #218 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૭ : જૂની ગુજરાતી સંબંધી કેટલીક હકીકતો પ્રકરણ ૧ : ગુર્જરો અને ગુર્જર દેશ ૩૦૭. ગુર્જર અર્થાત્ ગૂજર જાતિના લોક વિશેષે કરી ખેતી યા પશુપાલનથી પોતાનો નિર્વાહ કરતા હતા, પરંતુ પહેલાં તેમની ગણના રાજવંશોમાં હતી. હમણાં કેવલ તેમનું એક રાજ્ય સમથર (બુંદેલ-ખંડમાં) અને થોડી જમીનદારી સંયુક્ત પ્રદેશ આદિમાં રહી ગયેલી છે. પહેલાં પંજાબ, રાજપૂતાના તથા ગુજરાતમાં તેમનું રાજ્ય હતું. ચીનનો યાત્રાળુ હ્યુએન્સંગ વિ.સં.ની સાતમી સદીના ઉત્તરાર્ધમાં હિન્દુસ્તાનમાં આવ્યો. તે પોતાની યાત્રાના પુસ્તકમાં ગુર્જર દેશનું વર્ણન કરે છે અને તેની રાજધાની ભીનમાલ (ભિન્નમાલ, શ્રીમાલ – જોધપુર રાજ્યના દક્ષિણ વિભાગમાં) બતાવે છે. આ પ્રસિદ્ધ યાત્રાળુએ બતાવેલો ગુર્જર દેશ મહાક્ષત્રપ રુદ્રદામાના રાજ્યમાં અંતર્ગત હતો તોપણ તે રાજાના ગિરનારના શક સં.૭૨ (વિ.સં.૨૦૭ ઈ.સ.૧૫૦)થી કંઈક પાછળના લેખમાં તેના અધીન રહેલા દેશોનાં જે નામ આપ્યાં છે તેમાં ગુર્જર નામ નથી, પરંતુ તેના સ્થાને શ્વભ્ર અને મરુ નામ આપ્યાં છે, એ પરથી અનુમાન થાય છે કે ઉક્ત લેખ કોતરાવ્યો ત્યાં સુધી ગુર્જર દેશ (ગુજરાત) નામ પ્રસિદ્ધિમાં આવ્યું નહોતું. ક્ષત્રપોના રાજ્યની પછી કોઈ સમયે ગુર્જર (ગૂજર) જાતિને આધીન જે દેશ રહ્યો તે ગુર્જર દેશ યા ‘ગુર્જરત્રા' (ગુજરાત) કહેવાયો. ૩૦૮. હ્યુએન્સંગ ગુર્જર દેશની પિરિધ ૮૩૩ માઇલ બતાવે છે, તે પરથી જણાય છે કે તે દેશ બહુ મોટો હતો અને તેની લંબાઈ અનુમાન ૩૦૦ માઈલ યા તેનાથી પણ અધિક હોવી જોઈએ. પ્રતિહાર (પડિહાર) રાજા ભોજદેવ(પ્રથમ)ના વિ.સં.૯૦૦ના દાનપત્રમાં લખ્યું છે કે “તેણે ગુર્જરત્રા(ગુજરાત) ભૂમિ(દેશ)ના ડેંડવાનક વિષય(જિલ્લા)ના સિવા ગામનું દાન કર્યું.” આ દાનપત્ર જોધપુર રાજ્યમાં ડીડવાના જિલ્લાના સિવા ગામના એક તૂટેલા મંદિરમાંથી મળ્યું હતું. તેમાં લખેલો ડેંડવાનક જિલ્લો જોધપુર રાજ્યના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલ ડીડવાના જ છે, અને સિવા ગામ ડીડવાનાથી ૭ માઇલ પરનું સેવા ગામ છે કે જ્યાંથી તે તામ્રપત્ર મળ્યું છે. કાલિંજરથી મળેલા વિ.સં.નવમી સદીની આસપાસના એક શિલાલેખમાં ગુર્જરત્રામંડલ (દેશ)ના મંગલાનક ગામથી આવેલા જંદુકના પુત્ર દેદુકની બંધાવેલી મંડપિકાના પ્રસંગમાં તેની સ્ત્રી લક્ષ્મી દ્વારા ઉમા-મહેશ્વરના પટ્ટની પ્રતિષ્ઠા કરાવાઈ એવો ઉલ્લેખ છે. મંગલાનક જોધપુર રાજ્યના ઉત્તર વિભાગમાં મંગલાના ગામ છે કે ૬૯. “ગુર્જરત્રાભૂમૌ ડેùવાનક વિષયસમ્બન્ધ સિવાગ્રામાગ્રહારે” – એપિ. ઈં., વૉ.પ, ७० પૃ.૨૧૧. ૭૦. “શ્રીમદ્ગુર્જરત્રામણ્ડલાન્તઃપાતિ-મંગલાનકવિનિગ્ગત”. - ઉપ૨ મુજબ પૃ.૨૧૦, ટિપ્પણ. – Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ જે મારોઠથી ૧૯ માઈલ પશ્ચિમે અને ડીડવાનાથી થોડે અંતરે છે. હ્યુએન્ટંગનું કથન અને આ બે લેખોથી જણાય છે કે વિ.સં.સાતમી સદીથી નવમી સદી સુધી જોધપુર રાજ્યની ઉત્તરથી દક્ષિણ સુધીનો બધો પૂર્વ વિભાગ ગુર્જરદેશ(ગુર્જરત્રા, ગુજરાતીમાં અંતર્ગત હતો. આ જ રીતે દક્ષિણ તરફ લાટના રાઠોડો તથા પ્રતિહારોની વચ્ચેની લડાઈઓના વૃત્તાંતથી જણાય છે કે ગુર્જર દેશની દક્ષિણ સીમા લાટ દેશને જઈને મળતી હતી. તે કારણે જોધપુર રાજ્યનો બધો પૂર્વ ભાગ તથા તેનાથી દક્ષિણે લાદેશ સુધીનો વર્તમાન ગુજરાત દેશ પણ તે સમયે ગુર્જર દેશમાં અંતર્ગત હતો. હવે તો કેવલ રાજપૂતાનાથી દક્ષિણનો ભાગ જ ગુજરાત કહેવાય છે. દેશોનાં નામ બહુધા તેના પર અધિકાર કરનારી જાતિઓના નામથી પ્રસિદ્ધ થતાં ગયાં છે – જેમકે માલવો પરથી માલવા, શેખાવતો પરથી શેખાવાટી, રાજપૂતો પરથી રાજપૂતાના વગેરે – તે જ પ્રમાણે ગુર્જરી(ગૂજરો)નો અધિકાર હોવાથી ગુર્જરત્રા (ગુજરાત) નામ પ્રસિદ્ધ થયું. ૩૦૯. ગુર્જર દેશ પર ગુર્જરો (ગૂજરો)નો અધિકાર ક્યારે થયો ને ક્યાં સુધી રહ્યો તે બરાબર નિશ્ચિત નથી, તોપણ એટલું તો નિશ્ચિત છે કે રુદ્રદામાના સમય (અર્થાત્ વિ.સં.૨૦૭ – ઈ.સ. ૧૫૦) સુધી ગુર્જરોનું રાજ્ય ભીનમાલમાં થયું નહોતું. સંભવ છે કે ક્ષત્રપોનું રાજ્ય નષ્ટ થવાથી ગુર્જરોનો અધિકાર ત્યાં થયો હોય. વિ.સં.૬૮૫(ઈ.સ.૬૨૮)ની પૂર્વે તેઓનું રાજ્ય ત્યાંથી ઊઠી ગયું હતું, કારણકે ઉક્ત સંવતમાં ત્યાં ચાપલુચાવડા)વંશી રાજા વ્યાધ્રમુખનું રાજ્ય હોવાનું ભીનમાલના રહેનારા (ભિલ્લમાલકાચાર્ય) પ્રસિદ્ધ જ્યોતિષી બ્રહ્મગુપ્તના “બ્રાહ્મફુટસિદ્ધાંત' પરથી જણાય છે. આ ચાવોટક(ચાપ, ચાવડા)વંશ ગુર્જરવંશથી ભિન્ન હતો એ લાદેશના ચાલુક્ય (સોલંકી) સામંત પુલકેશી (અવનિજનાશ્રય)ના કલચુરિ સંવત્ ૪૯૦ (વિ.સં.૭૯૬ – ઈ.સ.૭૩૯)ના દાનપત્રથી જણાય છે. વિ.સં.૬૮૫ પહેલાં પણ ઉક્ત ચાપ વંશના રાજાઓનું રાજ્ય ભીનમાલમાં રહ્યું હોય; તેથી ઉક્ત સંવતથી ઘણા સમય પહેલાં ગુર્જરોનું રાજ્ય ત્યાંથી અસ્ત થઈ ગયું હતું અને તેની સ્મૃતિના સૂચક દેશનું નામ ગુર્જરત્રા (ગુજરાત) માત્ર અવશેષ રહી ગયું હતું. તેથી ગુર્જરોનું વિ.સં.૪00થી પણ પૂર્વે યા તેની આસપાસ ભીનમાલ પર રાજ્ય રહેવું સંભવિત હોઈ શકે છે. તે સમયથી અનુમાને ૧૬૦ વર્ષ પછી એટલે વિ.સં.પ૬૭ (ઈ.સ.પ૧૦) લગભગ હૂણોનો અધિકાર રાજપૂતાનામાં થયો. એથી ગુર્જરોને કોઈ હૂણ માને તો તે કેવલ કપોલકલ્પના છે. તે ૭૧. શ્રીચાપવંશતિલકે શ્રીવ્યાધ્રમુખે નૃપે શકનૃપાણાં | પંચાશસંયુકર્તવૈર્ષશતૈઃ પંચભિરતીતૈઃ II ૭ બ્રાહ્મઃ ફટસિદ્ધાન્તઃ સજ્જનગણિતગોલવિત્રીત્યું ! ત્રિશર્વણ કૃતી જિષ્ણુસુતબ્રહ્મગુપ્તન ૮ – બ્રાહ્મફુટસિદ્ધાન્ત. ૭૨. “તરલ.. ચાવોટકે મૌર્યગુર્જરાદિરાજ્ય” (નાગરી પ્રચારિણી પત્રિકા, ભાગ ૧ પૃ.૨૧૦, ૨૧૧નું ટિપ્પણ ર૩) તથા આ લેખનો ફકરો ૩૧૫. Page #220 -------------------------------------------------------------------------- ________________ ગુર્જરો અને ગુર્જર દેશ જ પ્રમાણે કનોજના પ્રતાપી પ્રતિહારો(પડિહારો)નો પણ ગુર્જરો સાથે સંબંધ નથી. ૩૧૦, ભીનમાલનું ગુર્જરરાજ્ય ચાવડોના હસ્તમાં આવ્યા પછી વિ.સં.ની ૧૧મી સદીના પ્રારંભમાં અલવર રાજ્યના પશ્ચિમ વિભાગ તથા તેના નિકટવર્તી પ્રદેશો ૫૨ ગુર્જરોનું એક બીજું રાજ્ય હોવાનો પત્તો મળે છે. અલવર રાજ્યના રાજોરગઢ નામના પ્રાચીન કિલ્લામાંથી મળેલા વિ.સં.૧૦૧૬ (ઈ.સ.૯૬૦) શિલાલેખમાં એમ છે કે પ્રતિહાર ગોત્રના ગુર્જર મહારાજાધિરાજ સાવટના પુત્ર, મહારાજાધિરાજ પરમેશ્વર મથનદેવ રાજ્ય કરતો હતો અને તે પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર ક્ષિતિપાલદેવ(મહીપાલ)નો સામંત હતો.૭૩ આ ક્ષિતિપાલ કનોજનો રઘુવંશી પ્રતિહાર રાજા હતો. આ શિલાલેખમાં મથનદેવને મહારાજાધિરાજ પરમેશ્વર જણાવ્યો છે તે પરથી અનુમાન થાય છે કે તે ક્ષિતિપાલદેવ (મહીપાલ)ના મોટા સામંતોમાંથી એક હોય. આ લેખ પરથી એ પણ જણાય છે કે તે સમયે ત્યાં ગુર્જર(ગૂજર)જાતિના ખેડૂત પણ ७० હતા. ૭૪ ૩૧૧. વર્તમાન ગુજરાતના ભરૂચ નગર પર પણ ગુર્જરોનું રાજ્ય વિ.સં.ની સાતમી અને આઠમી સદીમાં હોવાનું ત્યાંના દાનપત્રોથી જણાય છે. સંભવિત છે કે ઉક્ત સંવતોની પહેલાં અને પછી પણ તેઓનું રાજ્ય ત્યાં રહ્યું હોય, અને એ કંઈ નવાઈ નથી કે ભીનમાલના ગુર્જરો(ગૂજરો)નું રાજ્ય પણ ભરૂચ સુધી ફેલાયું હોય અને ભીનમાલનું રાજ્ય તેમના હાથથી નીકળી જવાથી પણ ભરૂચના રાજ્ય પ૨ તેઓનો યા તેઓના કુટુંબીઓનો અધિકાર ચાલુ રહ્યો હોય. ભરૂચના ગુર્જર રાજાઓનાં દાનપત્રોથી પ્રકટ થાય છે કે તે ગુર્જર રાજ્યની અંતર્ગત ભરૂચ જિલ્લો, સુરત જિલ્લાનાં ઓરપાડ, ચોરાશી અને બારડોલીનાં પરગણાં તથા તેની પાસેનાં વડોદરા રાજ્ય, રેવાકાંઠા અને સચીન રાજ્યના પ્રાંતો પણ હોય, ૨૦૫ ૩૧૨. ગુર્જર જાતિની ઉત્પત્તિના સંબંધે આધુનિક પ્રાચીન શોધકોએ અનેક કલ્પનાઓ કરી છે. જનરલ કનિંગહામે તેઓ યુચી અર્થાત્ કુશાનવંશી હોવાનું અનુમાન કર્યું છે. વિન્સેટ સ્મિથે તેમની ગણના હૂણોમાં કરી છે. કૅમ્પબેલનું કથન એમ છે કે ઈ.સ.ની છઠ્ઠી સદીમાં ખજર નામની એક જાતિ, જ્યાં યુરોપ અને એશિઆની સીમા મળે છે, ત્યાં રહેતી હતી. તે જાતિના લોક ગુર્જર યા ગૂજર છે. (એપિ. ઇંડિકા., વૉ.૪૦, પૃ.૩૦) અને તેમાં દેવદત્ત ભાંડારકરે કૅમ્પબેલનું કથન સ્વીકાર્યું છે. ૭૫ પરંતુ ૭૩૦. એપિ. ઇન્ડિકા., વૉ.૩, પૃ.૨૬૬. ૭૪. આ.સ.ર., વૉ.૨, પૃ.૭૦. ૭૫. શ્રીયુત ભાંડારકરે તો સાથેસાથે એ પણ લખી નાખ્યું છે કે : “મુંબઈ ઇલાકામાં . ગૂજર(ગુર્જર) નથી; એમ જણાય છે કે તે જાતિ હિંદુઓમાં ભળી ગઈ. ત્યાં ગૂજર(ગુર્જર) વાણિયા (મહાજન), ગૂજર(ગુર્જર) કુંભાર અને ગૂજ૨(ગુર્જર) સુતાર-કડિયા છે, ખાનદેશમાં દેશી કણબી અને ગૂજર(ગુર્જર) કણબી છે. એક મરાઠા કુટુંબ ગુર્જર કહેવાય છે કે જે મહારાષ્ટ્રના આધુનિક ઇતિહાસમાં પ્રસિદ્ધ રહેલ છે. કરહાડા બ્રાહ્મણોમાં પણ ગુર્જર નામ મળે છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ એ સર્વ કલ્પનામાત્ર છે, કારણકે તે સર્વમાં કોઈ પણ એવું સપ્રમાણ બતાવી શકેલ નથી કે અમુક સમયમાં અમુક કારણથી આ ગુર્જર જાતિ બહારથી અહીં આવી. ખજરથી ગુર્જર યા ગૂજર જાતિની ઉત્પત્તિ માનવી એ એવી કલ્પના છે કે જેમ કોઈ એમ કહે કે સેક્સન કાયસ્થ યુરોપની સેક્સન જાતિથી નીકળેલ છે. નવસારીથી મળેલા ભરૂચના ગુર્જરવંશી રાજા જયભટ(ત્રીજા)ના કલચુરિ સંવત્ ૪૫૬ (વિ.સં.૭૬૨)ના દાનપત્રમાં ગુર્જરોને મહારાજ કર્ણ (ભારતપ્રસિદ્ધ)ના વંશમાં થયેલ જણાય છે. આ ૩૦૭થી ૩૧૨ સુધીની હકીકત રા. બ. ગૌરીશંકર ઓઝાજીના ‘રાજપૂતાનેકા ઇતિહાસ પ્રથમ ખંડમાંથી લીધેલી છે.) ૩૧૩. ગુજરાતમાં ચાવડા વંશના વનરાજથી પાટણની સ્થાપના, ચાવડાવંશ પછી ચાલુક્યવંશ પછી વાઘેલાવંશ, અને પછી મુસલમાનોનો ગુજરાતમાં પ્રવેશ અને અધિકાર એ જાણીતી વાત છે એટલે તેનો વિસ્તાર કરવો નિરર્થક છે. હેમચન્દ્રના કાલમાં અપભ્રંશ ભાષા બોલાતી હતી એમ સમજાય છે; પછી તે ભાષા રૂપાન્તર લેતી ગઈ અને તેરમા-ચૌદમા સૈકામાં ગુજરાતીનું વાડ્મય થતું ગયું, ગુજરાત બીજા પ્રાંતોના સંપર્કથી છૂટું પડ્યું ને તેથી તે દેશની ભાષા બીજા દેશની ભાષાથી જુદું સ્વરૂપ લેતી ગઈ અને તે ગુજરાતની દેશી ભાષા ગુજરાતી કહેવાઈ. રાજપૂતાનામાં ગૂજર ગૌડ (ગુર્જર ગૌડ) બ્રાહ્મણ છે. આ સર્વ ગૂજર(ગુર્જર) જાતિના છે.” (વો.૪૦, પૃ.૨૨) ભાંડારકર મહાશયને આ નામોથી સામાન્ય ઉત્પત્તિ જાણવામાં પણ ભારે ભ્રમ થયો છે અને તેમણે આ સર્વેને ગૂજર ઠરાવી દીધા છે, પરંતુ વાસ્તવમાં તેમ નથી. જેવી રીતે શ્રીમાલ નગર (ભીનમાલ, જોધપુર રાજ્યમાં)ના બ્રાહ્મણ, વાણિયા, મહાજન, સોની આદિ બહાર જવાથી પોતાના મૂલ નિવાસસ્થાનના નામથી અન્ય બ્રાહ્મણો આદિથી પોતાને અલગ બતાવવા માટે શ્રીમાળી બ્રાહ્મણ, શ્રીમાલી મહાજન – વાણિયા આદિ કહેવાયા – ઓળખાયા; તેવી જ રીતે મારવાડમાં દધિમતિ (દાહિમ) ક્ષેત્રના રહેનારા બ્રાહ્મણ, રાજપૂત, જાટ આદિ દાહિમે બ્રાહ્મણ, દાહિમે રાજપૂત, દાહિમે ભાટ આદિ કહેવાયા, અને ગૌડ દેશના બ્રાહ્મણ, રાજપૂત, કાયસ્થ આદિ બહાર જવાથી ગૌડ બ્રાહ્મણ, ગૌડ રાજપૂત, ગૌડ કાયસ્થ આદિ પ્રસિદ્ધ થયા, તેમજ પ્રાચીન ગુર્જર દેશના રહેનારા બ્રાહ્મણ, વાણિયા, કુંભાર, સુતાર, કડિયા આદિ ગુર્જર બ્રાહ્મણ, ગુર્જર ગૂજર) કુંભાર તથા ગૂર્જર(ગૂજર) સુતાર-કડિયા આદિ કહેવાયા છે. એથી ગુર્જર બ્રાહ્મણ આદિનો અર્થ કે અભિપ્રાય એ નથી કે ગૂર્જર (ગૂજર) જાતિના બ્રાહ્મણ આદિ. તેમનાં નામની પૂર્વે ગુર્જર (ગૂજર) શબ્દ તેમના આદિનિવાસનું સૂચક છે, નહીં કે જાતિનું. ઉક્ત મહાશયે એક કરવાડા બ્રાહ્મણ કુટુંબના અહીંના ઈ.સ. ૧૧૯૧ (વિ.સં.૧૨૪૮)ના દાનપત્રમાંથી થોડુંક અવતરણ પણ આપેલ છે કે જેમાં દાન લેનારા ગોવિંદ બ્રાહ્મણને કાશ્યપ, અવત્સાર અને નૈધ્રુવ - આ ત્રણ પ્રવરવાલા નૈધ્રુવ ગોત્રના, અને ગુર્જર ઉપનામવાળા (ગુર્જર-સમુપાભિધાન) જણાવેલ છે. જો ગૂજર જાતિને એશિયાની નજર જાતિ હોવાનું માનવામાં આવે તો શું તેનો અહીં પણ ગોત્ર અને પ્રવરનો પ્રચાર હતો ? તેમણે ગૂજર ગૌડની ઉત્પત્તિના સંબંધ પણ લખ્યું છે કે “આ નામનું તાત્પર્ય ગૂજર જાતિના ગૌડ બ્રાહ્મણ છે”, પરંતુ વાસ્તવમાં ગુર્જર ગૌડનો અર્થ એ જ છે કે ગુર્જર દેશના રહેનારા ગૌડ બ્રાહ્મણ, પણ ગૂજર જાતિના ગૌડ બ્રાહ્મણ નહીં. (રા. બ. ગૌરીશંકર). Page #222 -------------------------------------------------------------------------- ________________ પૂર્વની ભાષા મરીને આપણી દેશી ભાષાઓ નવી બની નથી ૨૦૭ પ્રકરણ ૨ : પૂર્વની ભાષા મરીને આપણી દેશી ભાષાઓ નવી બની નથી ૩૧૪. જૂની પ્રાકૃત-અપભ્રંશ ભાષા મરીને (બોલાતાં લુપ્ત થઈને) તે સ્થળે ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાલી આદિ નવી દેશી આર્યભાષા ઉત્પન્ન થઈ એમ અમુકનું માનવું હોય તો તે અયોગ્ય છે. ભાષાનું પરિવર્તન થયા જ કરે છે એ વાતની સાક્ષી ભાષાનો ઈતિહાસ પૂરે છે, પણ એક ભાષા મૃત થાય અને તેને સ્થાને બીજી ઉદ્દભવે – નવી જ જન્મ પામે એવું ભાષાનો ઇતિહાસ પુરવાર કરતો નથી. કોઈ એમ કહે કે મોટી ક્રાંતિ થાય – રાજ્યક્રાંતિ કે ધર્મક્રાંતિ કે વિચારક્રાંતિ થાય અને તે વખતે એક ભાષા મરણવશ થાય ને તેને બદલે બીજી થાય એ વાત પણ યોગ્ય નથી. ઈ.સ.૧૩માથી તે ૧૫મા શતકમાં સમગ્ર હિંદુસ્તાનમાં સંતકવિ ઉત્પન્ન થયા ને તેમણે લોકોની ધાર્મિક અને સામાજિક રહેણીકરણીમાં ખળભળાટ ઉપજાવ્યો એ એક સમય; અને બીજો સમય અંગ્રેજી વાયરૂપી વાઘણનું દૂધ આપણને મળવા લાગ્યું કે, આ બંને સમયમાં ખળભળાટ અને વિચારક્રાંતિ જંગી થયાં હતાં. પણ એક પણ સમયે નવીન ભાષાનું નિર્માણ થવું બન્યું નથી એ લક્ષમાં રાખવા જેવી બાબત છે. તે વખતે અંતસ્થ વિચારક્રાંતિ અને અન્ય ભાષામાંથી વિચારોનું ગ્રહણ એ જરૂર થયું, છતાં તેથી એમ સિદ્ધ થતું નથી કે એક ભાષા મરીને તેની જગ્યાએ બીજી નવી ઉત્પન્ન થઈ. ભિન્ન સંસ્કૃતિના બે માનવ-વંશોની અથડામણી થાય ત્યારે એકબીજાની ભાષામાં મિશ્રણ થવાનો પ્રસંગ આવે છે. તે કારણે સંસ્કૃતની પ્રાકૃત ભાષા કેમ થઈ, અથવા પ્રાકૃતની અપભ્રંશ જ કેવી રીતે બનતી ગઈ તેની સંગતિ મળી આવે છે અને તે ભાષાનો ઈતિહાસ સારી રીતે કહી શકે. ઈ.સ. ૧૦થી તે ૧૩મા શતકની દરમ્યાન હાલની હિન્દની દેશી આર્યભાષાઓ ઉત્પન્ન થઈ એવું આપણને દીસે છે, કારણકે તેરમાં શતકમાં ગુજરાતી, હિન્દી, મરાઠી વગેરે ભાષામાં વાડ્મયરચના પ્રથમ જોવામાં આવે છે. આ સમયની આસપાસ એટલે ઈ.સ.૧૦થી તે ૧૩મા શતક દરમ્યાન હિન્દુસ્તાનમાં અન્ય સંસ્કૃતિના યા જાતિના લોક આવી આપણામાં મિશ્રિત થયા કે કેમ તે ઇતિહાસ પરથી જોવું જોઈએ. ૩૧૫. આઠમા શતકથી આરબોની સવારી જલમાર્ગે સિંધ-કચ્છમાં પ્રથમ આવી.. તેઓ ગુજરાત તોડી રાજપૂતાના સુધી ચાલી આવ્યા; પણ ત્યાં તેઓને સારો માર પડ્યો ને તેઓ પાછા ફર્યા, પણ તેમણે સિંધ અને મુલતાનમાં પોતાની સત્તા સ્થિર, કરી મુસલમાની રાજ્ય સ્થાપ્યું. તેઓએ ગુજરાત, રાજસ્થાનમાં ધૂમ મચાવી. તરલતરતારતર-વારિદારિતોદિત-સૈન્ધવકચ્છેલ્લસૌરાષ્ટ્રચાવોટકમૌર્યગુર્જરાદિરા(જ્ય) - નિઃશેષદાક્ષિણાત્ય ક્ષિતિપતિજિગીષયા દાક્ષિણાપથપ્રવેશ. પ્રથમમેવ નવસારિકાવિષયપ્રસાધનાયાગતે (પછી સાતઆઠ લીટીમાં ઘણાં વિશેષણો છે તે અહીં આપ્યાં નથી) સમરશિરસિ વિજિતે તાજિકાની. અવનિજનાશ્રયઃ શ્રીપુલકેશિરાજઃ” ઈ. આ ઈ.સ.૭૩૯નો તામ્રપટ કેમ્પબેલના બૉમ્બે ગેઝેટિઅર, વૉ. ૧, પૃ.૧૦૯ પર મુદ્રિત થયો Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ છે. તેમાં ચાલુક્યકુળના લાટદેશસ્થ શાખા પૈકી પુલકેશીએ નવસારી દેશ જીતવા માટે પ્રથમ આવેલા તાજિક એટલે આરબ સૈન્યનો પરાભવ કર્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. સિંધ સિવાય કચ્છ, સૌરાષ્ટ્ર, ગુર્જર, મૌર્ય રાજા (ઉત્તર કોંકણમાંના તે વખતના મૌર્યકુળના રાજાઓ)ની સારી રીતે ખબર તાજક – આરબોએ લીધી હતી અને તેઓએ ઈ.સ. આઠમા શતકમાં મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવા પ્રયત્ન કર્યો હતો તેમ આ તામ્રપટમાંથી સ્પષ્ટ જણાય છે. ૩૧૬. આ પછી, પછીના શતકમાં હારૂન-અલ-રશીદ નામનો બાદશાહ યા ખલીફા હતો ત્યારે આરબોની સત્તાનો પ્રચાર ઈરાનમાંથી અફઘાનિસ્તાન અને તાર્તર પર જઈ ત્યાં મુસલમાની ધર્મનાં મૂળ જોરથી રોપ્યાં હતાં. પછી અફઘાનિસ્થાન અને તાર્ટરમાં આરબોની સત્તા ક્ષીણ થતી ગઈ તેથી ત્યાં મુસલમાનોનું ધર્મ તથા રાજ્યવિસ્તારનું જોર તૂટ્યું ને તારોએ અફઘાનિસ્તાન તાબે કર્યું અને હિન્દુસ્તાન ઉપર હુમલો કરવાનો દશમા શતકથી આરંભ કર્યો. દશમા શતકને અંતે સિંધુની પેલી પાર સુધી તેમની સત્તા કાયમ થઈ પણ તેની આ બાજુ તેઓ ઘૂસવા લાગ્યા. આથી તે બંને બાજુ વચ્ચે વસેલાં ક્ષત્રિય કુળોમાં ખળભળાટ જાગતાં આત્મસંરક્ષણ માટે તેઓ દક્ષિણ બાજુ તેમજ પૂર્વ બાજુ જઈને હિંદુ લોકોમાં મળ્યા, કેટલાંય રાજ્યો પણ સ્થાપ્યાં. આ કુળો ગૂર્જર, પરમાર, ચાલુક્ય, ચૌહાણ, ઇત્યાદિનાં હતાં. ગૂર્જર, ચાલુક્યનાં કાંઈક ટોળાનો અર્ધો ભાગ એકદા હૂણોની સાથે અંદર ઘૂસ્યો હતો. તેણે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં રાજ્ય પણ કર્યું. પણ તેનું મોટા પ્રમાણમાં પ્રયાણ નવમા શતક પછી થયું. આ ચાલુક્ય રાજ્ય ગુજરાતમાં સ્થાપિત થયા પછી જ ગુજરાતમાં “ગુર્જર' એ નામ મળ્યું એ વાત અધ ગુર્જરોને સમય નહોતો મળ્યો તે પરથી, અને મહારાષ્ટ્રમાં કલ્યાણકટક જેવાં પોતાના પૂર્વ વસતિસ્થાનનું સ્મરણ આપનાર સ્થળો બીજા ચાલુક્યોએ તલ૫) સ્થાપ્યાં તે પરથી જાણવામાં આવે છે. આ ગુર્જર, પરમાર, ચાલુક્ય, ચૌહાણ મૂળથી પ્રાચીન આર્ય જાતિઓ હતી. પ્રાચીન આર્યજાતિઓનું સૌથી પ્રથમ નિવાસ મધ્ય એશિઆમાં હતું. ઈ.સ. નવમા શતકના છેવટથી પછી પરમાર, ચાલુક્ય, ચૌહાણ ઈત્યાદિ ક્ષત્રિય કુળો સમગ્ર હિંદુસ્તાનમાં (કાનડા, તેલંગણ અને નીચેના પ્રાંત સુધી) પ્રસર્યા. તેઓ અન્યધર્મીય, અન્ય સંસ્કૃતિનાં અને અન્ય ભાષાનાં હતાં. તેઓ જ્યાં જ્યાં ગયાં ત્યાંત્યાંના લોકો સાથે સંમિશ્રણ થઈને તેમાં કાયમનાં મળી જવાની ધમાચકડીમાં તેઓની નવીન ભાષા ઉત્પન્ન થવા જેવી પરિસ્થિતિ પ્રાપ્ત થઈ હતી. - ૩૧૭. પછી અગિયારમા શતકના પહેલાં ૨૪ વર્ષમાં ગિઝનીના મહમદે પોતાના અફઘાન, તાર આદિ સૈનિકોને લઈને અનેક વેળા હિંદુસ્તાન પર સવારી કરી અને ઉપર જણાવેલા ક્ષત્રિયોનાં હિલચાલો અને પ્રયાણને વળી એક જોરથી ધક્કો માર્યો. ૩૧૮. ઈ.સ.ના આઠમા શતકમાં આરબોની એક સવારી સિંધ અને સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવી ગયાનો ઉલ્લેખ ઉપર કર્યો છે, પણ તે ક્ષણિક હોવાના કારણે તેનું ઝાઝું Page #224 -------------------------------------------------------------------------- ________________ પૂર્વની ભાષા મરીને આપણી દેશી ભાષાઓ નવી બની નથી પરિણામ આવ્યું નહીં. પણ ઈ.સ.ના અગિયારમા શતકથી તે ત્યાર પછી તુર્ક આદિ પરધર્મી લોકોનાં અનેક ધાડાંઓ આર્યભૂમિ ૫૨ આવ્યાં અને તેઓએ અભૂતપૂર્વ ખળભળાટ મચાવી દીધો એમાં શંકા નથી. ઈ.સ.૧૦૦૧થી ૧૦૨૪ સુધી અનેક વેળાએ હિંદુસ્તાન ૫૨ સવારી મહમદ ગિઝનવીએ કરી. મહમદ ૧૦૨૪માં મુલતાનઅજમેર માર્ગે અણહિલવાડ પાટણમાં ઊતર્યો અને પછી સૌરાષ્ટ્રમાં સોમનાથ ૫૨ હુમલો કર્યો. સોમનાથને લૂંટ્યા પછી તે પુનઃ પાટણ પાસે ગયો અને ત્યાં કેટલાક દિવસ રહ્યો. તેણે ત્યાં મસીદો વગેરે બાંધ્યાનો ઉલ્લેખ છે (બૉમ્બે ગૅઝેટિઅર, વૉ.૧, ભાગ ૧, પૃ.૧૬૮ પાદટીપ). મહમદના ધાડાંથી પંજાબ, રાજપૂતાના, ગુજરાત, સૌરાષ્ટ્ર એ દેશોમાં વિલક્ષણ ખળભળાટ થયો. જેમનામાં તેમની સાથે સામનો ક૨વાનું કૌવત ન હોય તેમણે દેશ છોડી નાસવું, રાજાઓએ પોતાના સગાંસંબંધીનો આશ્રય લેવો, એવું એકંદર થઈ પડ્યું તેમાં આશ્ચર્ય નથી. ગુજરાતનો ભીમ રાજા (ઈ.સ.૧૦૨૨થી ૧૦૬૪) પોતાનું જબરું રાજ્ય હોવા છતાં પણ તે છોડી ભાગ્યો અને કંથકોટનો આશ્રય કરી રહ્યો. મહમદ સાથે આવેલા લોકો પૈકી કેટલાક વિદેશી લોક અહીં વસવાટ કરીને રહ્યાનો ઉલ્લેખ વધારે ક્યાંય મળતો નથી એ ખરું છે, પણ ગુજરાતના કેટલાક લોકો ખાનદેશમાં રાજપૂતાનાના ઉત્તર માળવામાં, પંજાબના અયોધ્યા પ્રાંત પાસે એ સ્થળોમાં જણાતાં, રહેવાસીઓની ભાગાભાગી માત્ર તેની સવારીના કારણે થઈ હોય એમાં નવાઈ નથી. - ૩૧૯. આ પછી બીજી ધાડ મહમદ ઘોરીની આવી. તે બારમા શતકની આખર આવી. દિલ્હીના ચૌહાણનું ઉત્તર હિન્દુસ્તાન ઉપર વર્ચસ્વ હતું અને તેનું જોર ઘણું હતું તેથી મહમદનું ત્યાં ચાલ્યું નહીં. પહેલી ખેપમાં ઈ.સ.૧૧૯૧માં થાણેશ્વર પાસે માર ખાઈ તેને ભાગી જવું પડ્યું. તે જ પાછો ઉત્તર હિન્દુસ્તાનમાં પહેલી રાજકીય એકતા તૂટતાં ૧૧૯૩માં આવતાં તેને જશ મળ્યો. તેણે પ્રથમ ચૌહાણની ખબર લઈ પછી બીજાનો નાશ કર્યો. ૨૦૯ ૩૨૦. મહમદ ઘોરી મહમદ ગિઝનવીની પેઠે કેવળ લૂંટ કરી પાછો ચાલ્યો જવા નહોતો આવ્યો, પણ તેને તો હિન્દુસ્તાનમાં પોતાનું રાજ્ય સ્થાપવાનું હતું, તેથી એક એ વાત થઈ કે અન્ય સંસ્કૃતિના અને અન્ય માનવવંશના લોકોનો મોટો સમુદાય આપણામાં ઘૂસ્યો, અને બીજું એ થયું કે તેણે આપણા લોકોને એમના પોતાના દેશમાંથી હાંકી કાઢી રાજપૂતાના, માળવા, ગુજરાત – એમાં વનવન ભટકતા કર્યાં. મહમદ ઘોરી દિલ્હી અને પંજાબ જીતીને ઠરીઠામ ન બેઠો, પણ તેણે પોતાના સરદાર પૂર્વ બાજુ બંગાલમાં અને દક્ષિણ બાજુ માળવા, ગુજરાત સુધી મોકલ્યા, બંગાલ અને બિહાર પ્રાંત ઈ.સ.૧૧૯૪-૯૫ના સુમારે મુસલમાનોના તાબામાં આવ્યો. ગુજરાતમાં તેઓ ફાવ્યા નહીં, પણ તેના પછીના ગુલામ રાજાએ ગુજરાતને હેરાન કર્યું ને પછી તેરમા શતકના છેવટમાં અલાઉદ્દીને ગુજરાતના કર્ણ રાજાના રાજ્યને ધૂળમાં મેળવ્યું અને મહારાષ્ટ્રમાં દેવગિરિના યાદવોનો ઈ.સ.૧૨૯૪માં પરાભવ કર્યો. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ ૩૨૧. મરાઠી સાહિત્યમાં મૂળ સાહિત્ય “જ્ઞાનેશ્વરીને સંપૂર્ણ થયો ચાર જ વર્ષમાં મહારાષ્ટ્રનો મોટો ભાગ મુસલમાનોના હાથમાં આવ્યો. મહમદ ગિઝનવી સાથે અફઘાન, આરબ, તાર, અને મહમદ ઘોરી સાથે પણ તેવા જ અફઘાન, તાર, તુર્ક ઇત્યાદિ પરધર્મી અને ભિન્ન કુળના લોક અગિયારમા શતકના આરંભથી તે તેરમા શતક સુધી હિંદુસ્તાનમાં આવી ઘૂસ્યા. તેઓએ આપણો ધર્મ સ્વીકાર્યો નહીં, પણ તેમને આપણી ભાષા બોલવી પડતી. આથી નવી ભાષા ઈ.સ.૧૧મા શતકથી ૧૩મા શતક સુધીમાં ઉદયમાં આવી. તે પૈકી કોઈ ભાષાને પોતાનું નિશ્ચિત સ્વરૂપ પ્રકટ કરવામાં બીજી ભાષા કરતાં વખત લાગ્યો, કોઈએ તેવું સ્વરૂપ ઝટ સાધ્ય કર્યું એટલેકે એકાદ-અર્ધા શતક આગળ-પાછળ એમ પરિસ્થિતિ પ્રમાણે આ ભાષાઓ જન્મ પામી. મરાઠીમાં તેરમા શતકમાં નિશ્ચિત સ્વરૂપનું વાડુમય મળે છે, ત્યારે તે નિશ્ચિત સ્વરૂપની બોલીના રૂપમાં આવ્યું તે પૂર્વે એકબે શતકમાં બોલી ઉત્પન્ન થઈ હોવી જોઈએ એ ઉઘાડું છે. ૩૨. ગુજરાતીમાં પહેલાં તેરમા શતકનું વામય પ્રાપ્ત થાય છે, (જુઓ રેવંતગિરિ રાસ “જમ્મુ રાસ' આદિ આ શતકનું આ ગ્રંથમાં આપેલ વાડુમય તેમજ સં.૧૪૫૦નું - ઈ.સ. ૧૩૯૪નું મુગ્ધાવબોધ ઔક્તિક' કે જે વ્યાકરણનો ગ્રંથ છે ને જેમાં જૂની ગુજરાતીનું વિવરણ છે, તેથી તેના એકબે શતકો પૂર્વે તે અસ્તિત્વમાં આવી. હોવી જોઈએ. આથી ઠીક અનુમાનથી હિંદુસ્તાનમાંની હાલની દેશી આર્યભાષાઓ આ ગડમથલના અને જુદાજુદા માનવવંશની અથડામણના કાળમાં જન્મ પામી એ ઉઘાડું દીસે છે. મુસલમાનોના હુલ્લડોથી સપાદલક્ષ (સવાલાખ – શિવાલિક) એ પંજાબનો ડુંગરી ભાગ – તેમાંથી અને આસપાસ વસવાટ કરી રહેનારા ક્ષત્રિય લોકોનાં કુળો પાછળ પાછળ જતાં ચાલ્યાં અને તેઓએ દક્ષિણ બાજુ મારવાડ, ગુજરાત, મહારાષ્ટ્ર, અને પૂર્વ બાજુએ બિહાર-બંગાલ સુધી પ્રયાણ કરી વસવાટ કર્યો અને રાજ્યો સ્થાપ્યાં એ ઉપર જણાવેલું છે. આ લોકોએ હિંદુ ધર્મ, ચાલતા રીતિરિવાજો, ભાષા સર્વ અહીંથી ઊંચક્યાં. અફઘાન, તુર્ક, તાતર આદિએ પોતાનો ધર્મ ન છોડતાં બલકે તરવારથી તેનો પ્રસાર કરીને પુષ્કળ હિન્દુઓને વટલાવ્યા, પણ તેઓનો અને આપણો વ્યવહાર ચાલવો જોઈએ તેથી તેઓને આપણી ભાષા સ્વીકારવી પડી અને એ ઠીક જ થયું. તેથી ભાષાની દૃષ્ટિએ તેઓનું આપણામાં આવી રહેવાનું પરિણામ, અને તેઓના હુલ્લડનું, અને તેની પૂર્વે પંજાબથી ચારે બાજુ પ્રસરવા લાગેલા ગુર્જર, પરમાર, ચૌહાણ, ચાલુક્ય ઇત્યાદિ કુળોનું આપણામાં ભળી જવાનું પરિણામ, સરખું જ થયું એમાં શંકા નથી.. પ્રકરણ ૩ : ગુજરાતી એક સાહિત્યભાષા ૩૨૩. તેરમી-ચૌદમી સદીમાં ગુજરાતીનું વામય નિર્મિત થયું. તેથી ગુજરાતી ભાષા તેટલી પ્રૌઢ થઈ હતી એવું જણાય છે. વળી તે પૂર્વે ત્રણ સદી તો તે બોલાતી Page #226 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી એક સાહિત્યભાષા હોવી જોઈએ એમ અનુમાન કરવામાં હરકત નથી પણ સુદૈવે આ સંબંધે કેવળ અનુમાન ૫૨ જ આધાર રાખવા જેવું નથી રહ્યું, કારણકે વિદગ્ધ-વાડ્મયનો અને અન્ય આધાર પણ મળી રહે છે. સં.૮૩૫માં રચાયેલી ‘કુવલયમાલા’ છે તેમાં મુખ્ય દેશમાં સૌરાષ્ટ્ર ને લાટ દેશનો ઉલ્લેખ કરવા ઉપરાંત ગૂર્જર લોક ને તેમની ભાષાનો સ્પષ્ટ ઉલ્લેખ છે : ઘયલોણિયપુòગે ધમ્મવરે સંધિવિગ્ગહે નિઉણે, ‘નઉ રે ભલઉં’ ભણિ૨ે, અહ પેચ્છઇ ગુજ્જરે અવરે. • પછી ઘી અને માખણથી પુષ્ટ શરીરવાળા, ધર્મપરાયણ, સંધિવિગ્રહમાં નિપુણ અને ‘નઉ રે ભલ્લઉં’ એમ બોલનારા અન્ય ગૂર્જર લોકોને જોયા. • ૨૧૧ વળી સાથે લાટપ્રદેશ કે જેનો હાલ ગુજરાતમાં સમાવેશ થાય છે તેનો પણ ઉલ્લેખ છે કે ન્હાઓલિત્તવિલિત્તે કયસીમંતે સોહિયગત્તે, ‘અહં કાઉં તુમ્હ’ ભણિરે અહ પેચ્છઇ લાગે. • પછી (માથામાં) સેંથો પાડનારા, ન્હાઈને લેપન-વિલેપન કરનારા કરનારા, સુશોભિત શરીરવાળા અને અમ્હ કાઉં તુમ્હ' એમ બોલનારા લાટના લોકોને જોયા. · ૩૨૪. કોઈ પણ ભાષા પોતાના સૌષ્ઠવ, પ્રૌઢપણું ઇત્યાદિ ગુણોથી અગર તે બોલનારાની ધાર્મિક સમજણથી શિષ્ટસંમત થઈ હોય તો તેનું રૂપાંતર થયા પછી તે સાથે તેમાં વાડ્મય-સાહિત્ય ઊપજી શકે છે. ઉદાહરણ માટે સંસ્કૃતની વાત કરીએ. સામાન્ય જનસમૂહની નિત્ય વ્યવહારની બોલવાની ભાષાની દૃષ્ટિએ તેનું અસ્તિત્વ વિક્રમ સંવત્ પૂર્વે છસાત શતક ઉપર નષ્ટ થયું હતું, છતાં પણ વિદગ્ધ વાડ્મયની વાહક તરીકેની દૃષ્ટિએ જોતાં વિક્રમ સંવત્ પછી ૧૭-૧૮ શતક સુધી તે જીવંત રહી છે. બીજું એ છે કે વાડ્મયમાંની ભાષાનું સ્વરૂપ નિર્માણકાલે જેવું હોય છે તેવું જ પછી રહે એવી ખાતરી કોઈ આપી શકે તેમ નથી. જુઓ જૂની કૃતિઓ યા મધ્યકાલીન કૃતિઓ. દાખલા તરીકે નરસિંહ મહેતાની કૃતિઓ તે શુદ્ધ થતી ગઈ, તેનાં જૂનાં, દુર્બોધ સ્વરૂપ બદલાતાં ગયાં અને અત્યારે જે પ્રભાતિયાં વગેરે તેનાં બોલાય છે તે જે સ્વરૂપે બોલાય છે તે સ્વરૂપ કંઈ નરસિંહ મહેતાનું સ્વપ્રણીત નથી. સાહિત્ય ભાષાને નામશેષ કરવા દેતું નથી, પણ તે તેના ખરા સ્વરૂપને માટે સાક્ષી પણ દઈ શકતું નથી. શિલાલેખમાં તેમ થતું નથી, પણ ગુજરાતી તળપદમાં જૂના લેખ મળ્યા નથી. Jain Donation International ૩૨૫. પાલિ ભાષા લઈએ. તેમાં ઈ.સ. પૂર્વે ૩ શતકથી પછી ઘણું સાહિત્ય થયાનું હવે જણાયું છે. બૌદ્ધ લોકોના પરંપરાગત વિશ્વાસ પ્રમાણે બુદ્ધવચનો ૫૨ ઊભી કરેલી તે ગ્રંથભાષા છે. એટલે પાલિ અર્થાત્ જૂની પ્રાકૃત બુદ્ધ સુધી પહોંચે છે. વિ.સં. પૂર્વે ૧૩૦૦ વર્ષ સુધી તેને લઈ જવાનો પુરાવો ઉપલબ્ધ નથી. અશોકના વખતમાં Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ તેના કિંચિત્ બદલતા જનારા સ્વરૂપમાં શિલાલેખો લખાતા ચાલ્યા તે ઈ.સ. પછી એક શતક સુધી લખાતા ગયા. આ બે શતકોની વચમાં જ સંસ્કૃત શિલાલેખો ઝળકવા લાગ્યા અને પછી તે વધુવધુ વધતા જ ગયા. એક બાજુ અશોક શિલાલેખોની પાલિ અગર પ્રાકૃત બદલતી જઈને મહારાષ્ટ્રી, હિન્દી, ગુજરાતી આદિ થઈ નવી ભાષા ઉત્પન્ન થતી ગઈ, બીજી બાજુ આ ભાષાઓ નવી હોવાથી તેને પ્રથમ પ્રકારનું મહત્ત્વ ન મળે તે સાહજિક છે, તેથી અને સંસ્કૃત ઉપરના અભિમાનથી, તથા બૌદ્ધ ધર્મના ચાલુ કાળ પછી જાગૃતિ જોરથી થઈ તેથી સંસ્કૃત જ શિલાલેખોની ભાષા બની, પણ પ્રાકૃતિની વૃદ્ધિ થતી જ ગઈ અને તેના પોતામાં જ જુદા પ્રકારનું (એટલે ધાર્મિક, રાજકીય નહી) કાવ્યસાહિત્ય થવા લાગ્યું. ૩૨૬. પૈશાચી ભાષામાં પહેલા શતકની બૃહત્કથા', “સતસઈ', પાંચમાછઠ્ઠા સૈકામાં “રાવણવો, સાતમા સૈકામાં “ગઉડવહો', દશમા શતકમાં કપૂરમંજરી' ઇત્યાદિ કાવ્યો એવું દર્શાવી આપે છે કે ઈ.સ. પહેલા શતકથી દશમા શતક સુધી પ્રાકૃત ભાષા જોરમાં હતી. આ દરમ્યાન જૈન ગ્રંથકારોએ પણ અનેક પ્રાકૃત કાવ્યો અને કથાઓનું સાહિત્ય રચ્યું છે. ધાર્મિક, શાસ્ત્રીય નહીં તો કાવ્યાદિ ગ્રંથ સુધ્ધાં જોકે સંસ્કૃતમાં પૂર્વ પ્રમાણે થતા હતા, છતાં પણ જીવંત પ્રાકૃત ભાષાએ પોતાની ચળવળ છોડી નથી એવું આ પરથી સિદ્ધ થાય છે. આ પછીનો કાળ તે જ હાલની દેશી ભાષાનો કાળ. ઈ.સ. દશમાથી બારમા શતક સુધી પ્રાકૃતમાં કાવ્ય થતાં હતાં તેનું ઉદાહરણ હેમચન્દ્ર વગેરે). આનું કારણ, આધુનિક ભાષા તે કાળથી વધતી ગઈ અને વાડ્મય-સાહિત્યભાષા થવાની પાત્રતા તેણે પોતાના અંગમાં આણી હતી. ૩૨૭. આ જૈન ગૂર્જર કવિઓના પુસ્તકમાં કવિઓ અને તેમની કૃતિઓનો વિ.સં. તેરમી સદીથી પ્રારંભ કર્યો છે તેનું કારણ ઉપરથી સમજાશે. બારમાં શતકથી તે પંદરમા સૈકાના મધ્ય સુધી અપભ્રંશ સાથે ગૂર્જર ભાષાનું સ્વરૂપ વધારે સંબંધ જાળવ્યું જતું હતું, અને તેથી મારા મિત્ર સાક્ષરશ્રી અંબાલાલ બુલાખીરામ જાની બી.એ. તે સમયને અપભ્રંશયુગ” એ નામ આપવા દોરાયા લાગે છે. તેમણે ૩૦મી એપ્રિલ ૧૯૨૬ને રોજ નડિયાદમાં પ્રાચીન ગુજરાતી સાહિત્યના કેટલાક ભ્રમો’ એ પર મનનીય ભાષણ આપ્યું હતું તેમાંથી અત્ર ઉપયોગનો ભાગ નીચે પ્રમાણે છે : ૩ર૮. “અપભ્રંશ, પ્રાચીન અને અર્વાચીન એમ ત્રણ વિભાગોમાં ગુજરાતી સાહિત્ય વહેંચાવા પામ્યું છે. વિક્રમ સંવતુ બારમા સૈકાથી ૧૪૫૦ સુધીનો અપભ્રંશયુગ. ત્યારથી ૧૯મા સૈકા સુધી પ્રાચીન સાહિત્યયુગ; અને ત્યાર પછીનો અર્વાચીન સાહિત્યયુગ છે. નરસિંહ મહેતાથી નાકર સુધીનું સાહિત્ય એ મિશ્ર સાહિત્ય છે. હમેશાં એક કોટી – યુગમાંથી બીજી કોટીમાં સંક્રાંતિ પામતું સાહિત્ય મિશ્ર હોઈ શકે, ન તે પ્રાચીન સંસ્કાર બધા ત્યજી શકે, કે ન તે નવીન પરિવર્તનના સંસ્કારો સર્વથા સંગ્રહી શકે. આવી સ્થિતિનું નરસિંહ-નાકરયુગનું મિશ્ર ભાષાસંસ્કારવાળું સાહિત્ય છે, છતાં તે પ્રાચીન સાહિત્યની કક્ષામાં ગણાય છે. કવિ દલપતરામે વિધાન Page #228 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી એક સાહિત્યભાષા ૨ ૧૩ બાંધ્યું હતું કે, જે ભાષા નરસિંહ મહેતાના વખતમાં હતી તેવી જ અત્યાર સુધી ચાલી આવી છે. એવો એક પક્ષનો મત છે, પરંતુ તે કેવળ ભ્રમ જ છે. ૩૨૯. વળી નરસિંહ મહેતાને આદિ કવિ કહેવામાં આવે છે, પરંતુ તે પહેલાં પણ ગૂર્જર ભાષામાં કવિતાઓ લખવામાં આવતી હતી. જૈન અને જૈનેતર – બ્રાહ્મણ કવિઓએ ઘણુંક સાહિત્ય લખ્યું છે. (જેન કવિઓ માટે જુઓ આ ગ્રંથમાં નોંધેલા કવિઓ અને તેમની કૃતિઓ.) ૩૩૦. આ ઉપરાંત ત્રીજો ભ્રમ એવો છે કે જેનો અને બ્રાહ્મણોનાં સાહિત્ય જુદાંજુદાં ખીલ્યાં હતાં, પરંતુ સાહિત્યનો ઈતિહાસ લખાયા છતાં વિદ્વાનોએ તેમાં સાવધાની નહીં રાખવાથી એ ભ્રમો થવા પામ્યા છે.” ૩૩૧. ઉપરના તેમજ બીજા અનેક ભ્રમો ગુજરાતી ભાષા સંબંધે તેના સાહિત્ય સંબંધે, તેમજ તે ભાષાની જનની અપભ્રંશ અને તેથી આગળ પ્રાકૃત સંબંધે ઊભા થવા પામ્યા છે, ને તે પૈકી કેટલાક તો ઊભા કરેલા તૂત છે. આ સર્વ આ લેખથી તેમજ આ પુસ્તકમાં ઉલ્લેખેલા કવિઓ અને તેમની કૃતિઓથી દૂર થશે અને સુજ્ઞ સાહિત્યરસિકો ભાષાવિવેકદષ્ટિથી યથાર્થ નિર્ણયો પર આવશે. વિશેષમાં તેઓ પ્રામાણિકપણે ઊંડા ઊતરશે તો તેઓ સ્પષ્ટ જાણી જોઈ સ્વીકારી શકશે કે જૈનોએ પ્રાકૃત, અપભ્રંશ અને દેશી – ગુજરાતી આદિ ભાષાનું વાડ્મય રચવામાં, તે ભાષાની રચનાનાં પ્રમાણભૂત પુસ્તકો પૂરાં પાડવામાં અને તેમનું સાહિત્ય સંગ્રહી જાળવી રાખવામાં પ્રબળ ફાળો આપ્યો છે, અને તેમ કરી ભાષાને સૌંદર્યવતી, રસવતી અને સમૃદ્ધિશાળી બનાવી છે. આટલું સમજવામાં સુજ્ઞોને આ નિબંધ તેમજ આ પુસ્તક નિમિત્તભૂત થશે તો તે તૈયાર કરવામાં મેં લીધેલો પરિશ્રમ સફલ થશે અને હું કૃતાર્થ થઈશ. પરમાત્મા સૌને શુદ્ધ બુદ્ધિ અને શુદ્ધ હૃદય અર્પે એ જ પ્રાર્થના ! તવાવાલા બિલ્ડિંગ, લોહાર ચાલ, વિનીત સાહિત્યસેવક મુંબઈ, વિક્રમાર્ક ૧૯૮૨ના મોહનલાલ દલીચંદ દેસાઈ જ્યેષ્ઠ સુદ ૯ શનિવાર, તા.૧૯-૬-૨૬ Page #229 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી કર્તાઓ (અપભ્રંશ અને જૂની હિંદી-ગુજરાતી) (અપભ્રંશ અને જૂની હિંદી-ગુજરાતીના કર્તાઓ ઉપરાંત જેમનો, એમની સંસ્કૃતાદિ ભાષાની રચનામાં મળતાં અપભ્રંશ કે જૂની ગુજરાતીનાં ઉદાહરણોને કારણે ઉલ્લેખ થયો છે તેમનાં નામ અહીં સમાવ્યાં છે.) અદ્દહમાણ/અદ્દહરહમાન/અબ્દુલરહમાન, ૪૬ અભયદેવસૂરિ, ૪૧, ૪૨ અમરકીર્તિ, ૫૮ આણંદ-કરમાણંદ (જૂ.ગુ.), ૧૦૮ આનંદ (મહાનંદ), ૭૫ ઉદયરત્ન (જૂ.ગુ.), ૨૦૧ કનકામર, ૪૦ કબીર (જૂ.હિં.), ૧૧૦ કંબલામ્બરપાદ, ૭૪ કિલપાદ, ૭૪ કૃષ્ણાચાર્ય(પાદ), ૭૩-૭૪ ખેમરાજ, ૬૮ પ્રેમસિંહ, ૬૮ ચંદ/ચંદ્રકવિ(જૂ.હિં.), ૧૫૧, ૧૯૯ ચંદ્રકંઠી સાધ્વી, ૬૧ જનપ્રભ(?), ૬૦ જયદેવગણિ, ૬૦ જયમિત્ર હલ્લ, ૬૫, ૭૦ જયમંગલસૂરિ, ૫૮ જયશેખરસૂરિશિષ્ય, ૬૪ જસકીર્તિ (યશઃકીર્તિ), ૨૬; જુઓ યશઃકીર્તિ જિનદત્તસૂરિ, ૪૬-૪૭ જિનપ્રભશિષ્ય, ૬૩ જિનપ્રભસૂરિ, ૬૦–૬૨, ૬૪ જિન(રાજ)સૂરિ, ૧૮૩ જિનસૂર, ૧૮૧, ૧૮૫ જિનસૂરિ, ૬૩ ટેંટા, ૭૪ તેજપાલ, ૭૫ ત્રિભુવન સ્વયંભૂ, ૨૫-૨૬ દેવચંદ્ર, ૪૩, ૪૫ દેવનંદ, ૭૧ દેવસૂરિ જુઓ વાદિદેવસૂરિ દેવસેનસૂરિ, ૫૦, ૫૩ ધનપાલ, ૨૮, ૩૩, ૬૫ ધર્મપાદ, ૭૪ ધવલ, ૨૮, ૩૦-૩૧, ૩૮ ધાહિલ, ૪૫ નયનંદ, ૪૦ નરસિંહ મહેતા (જૂ.ગુ.), ૨૦૧, ૨૧૧-૨૧૩ નરસેન, ૬૫ નરહરિ (જૂ.હિં.), ૧૬૪ નાકર (જૂ.ગુ.), ૨૧૨ પઉમ/પદ્મ, ૬૩ પદ્મકીર્તિ, ૩૯ પાર્શ્વનંદન, ૪૫ પુષ્પદંત, ૨૮, ૩૧, ૩૪, ૬૮, ૭૧ પૂર્ણભદ્ર, ૭૫ બીરબલ (જૂ.હિં.), ૧૬૫ ભગવતીદાસ, ૭૫ મહાચંદ મુનિ, ૭૫ મહાનંદિ જુઓ આનંદ મહિન્દુ (મહેન્દ્ર), ૭૫ મહેશ્વરસૂરિ, ૩૨ માણિક્યરાજ, ૭૫ મીરાંબાઈ (જૂ.હિં.ગુ.), ૧૨, ૧૦૦ મુનિરત્નસૂરિ, ૧૭૫ Page #230 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૨૧૫ મેરૂતુંગસૂરિ, ૬૦ શ્રીચંદ્રમુનિ, ૩૭ યશકીર્તિ, ૬૬-૬૮, જુઓ જસકીર્તિ શ્રીધર, ૫૦ યોગચંદ્રમુનિ, ૫૦ શ્રુતકીર્તિ, ૭૪ યોગીન્દ્રદેવ/યોગચંદ્રમુનિ/યોગીન્દ્ર, પર-પ૩ સરહ/સરોરુહવજ, ૭૩-૭૪ રઈધુ, ૬૬, ૬૮-૬૯ સાગરદત્ત, ૩૯ રત્નપ્રભસૂરિ, પપ-પ૭, ૬૩-૬૪ સાધારણ/સિદ્ધસેનસૂરિ, ૪૨ રત્નમંદિગણિ, ૬૫ સિદ્ધ, ૬૩ રત્નસિંહસૂરિ, ૫૬-૫૭ સિદ્ધસેનસૂરિ જુઓ સાધારણ રત્નસૂરિ, પ૬ સિંહ, ૬૩ રામસિંહ મુનિ, ૪૧ સિંહસેન, ૬૮ લખણ(લક્ષ્મણ)/લાખું, ૬૩ સુપ્રભાચાર્ય, ૫૦. લક્ષ્મણગણિ, ૪૮ લખનદેવ/લક્ષ્મણદેવ, ૬૪ સોમપ્રભાચાર્ય, ૫૮ લુઈપાદ, ૭૪ સોમસૂરિ, ૬૫ વરદત્ત, પ૬ સોલણ, ૬૩ વર્ધમાનસૂરિ, ૪૩ સ્વયંભૂદેવ ૨૫, ૪૦, ૬૬ વાદિ દેવસૂરિ, ૪૭ હરિહંદુ, ૭૦. વિનયચંદ્રસૂરિ, ૬૪, ૭૫ હરિદેવ, ૭૫ વિશાલરાજ, ૬૪ હરિભદ્રસૂરિ, પપ વિશાલરાજસૂરિશિષ્ય, ૬૪ હરિર્ષણ, ૪૧ વીર, ૪૧ હેમચન્દ્ર, ૨૮, ૪૫, ૭૮, ૮૦-૮૬ વીરગણિ, ૬૫ હેમસાર, ૬૪ શામળભટ્ટ (જૂ.ગુ.), ૭૯ હેમંહસૂરિશિષ્ય, ૩ર કૃતિઓ (અપભ્રંશ અને જૂની ગુજરાતી) (અપભ્રંશ અને જૂની ગુજરાતી કૃતિઓ ઉપરાંત સંસ્કૃતાદિ ભાષાની જે કૃતિઓ, એમાં મળતાં અપભ્રંશ કે જૂની ગુજરાતી ઉદાહરણોને કારણે ઉલ્લેખ પામી છે તેમનાં નામ પણ અહીં સમાવ્યાં છે.). અજિતપુરાણ જુઓ મહાપુરાણ અવંતિસુકુમાર-સંધિ, ૬૩-૬૪ અણહિ-મહરિસિ-સંધિ, ૬૪ અંતરંગ રાસ, ૬૩-૬૪ અણહિસંધિ, ૬૨ અંતરંગવિવાહ-ધવલ, ૬૨ અણુવારયણાઈવ (અણુવ્રતરત્નપ્રદીપ), ૬૩ અંતરંગ-સંધિ, પ૬-૧૭ અનંતાવ્રત-કથાનક, ૭૧ અંબડકથાનક, ૧૭૫-૭૭, ૧૮૪-૮૫ અપભ્રંશ કાવ્યત્રયી, ૪૭ આણંદસાવય-સંધિ, ૬૪ અબ્ધિમન્થન, ૯૪ આત્મસંબોધકાવ્ય, ૬૯ અમરસેનચરિત, ૭પ આદિજિનકલશ, ૭૨ અરિષ્ટનેમિચરિત જુઓ રિઠણેમિચરિઉ આદિપુરાણ જુઓ મહેસરચરિઆ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ આદિપુરાણ, ૩૪ ચતુર્વિશતિજિન-પ્રતિમા-કોશ, ૬૫ આનંદાનંદ-સ્તોત્ર, ૭૫ ચર્ચરી, ૪૬ આરાત્રિકન્ડવણાદિ, ૬૫ ચંદપ્પહચરિય, ૬૬ આરાધના, ૪૦ ચાચરી-સ્તુતિ, ૬૩ આરાધનાસાર, પ૩ ચૂનડી, ૭પ ઉત્તરપુરાણ, ૩૪ ચેત્યપરિપાટી, ૬૨ ઉદ્ધરણકથા, ૭૧ છકમુવએસો (પકર્મોપદેશ), ૫૯-૬૦ ઉપદેશતરંગિણિ, ૬૫ છપ્પન-દિશાકુમારિ-જન્માભિષેક, ૬૨ ઉપદેશ (ધમ)રસાયન રાસ, ૪૭ જન્માભિષેક-સ્તુતિ, ૬૪ ઉપદેશમાલા-દોઘટ્ટીવૃત્તિ, પપ-પ૬ જયતિહુયણ-સ્તોત્ર, ૪૧-૪૨ ઉપદેશસંધિ, ૬૪ જસહરચરિઉ (યશોધરચરિત), ૩૪, ૩પઉવહાણ-સંધિ, ૬૪ ૩૭, પ૯, ૭૧ ઋષભચરિત્ર, ૪૩ જંબુચરિત્ર, ૬૨ ઋષભધવલ, ૬૫ જંબુ રાસ (જૂ.ગુ.), ૨૧૦ ઋષભપંચકલ્યાણક, ૬૫ જંબુસ્વામિચરિત્ર, ૩૯, ૪૧ કથાકોશ, ૩૭ જિણદાચરિઉ (જિનદત્તચરિત), ૬૩ કરકંડુચરિત, ૪૦, ૬૯ જિનકલ્યાણ, ૬૨ કલ્યાણરાસ, ૭પ જિનચૈત્યસ્તવન, ૬૫ કલ્યાણસ્તોત્ર, ૬૫ જિનદત્તચરિત્ર જુઓ જિણદાચરિક કારણગુણષોડશી, ૬૯ જિનપુરંદર-કથા, ૭૧ કાલસ્વરૂપ-કુલક, ૪૭ જિનપ્રભુ-મોહરાજ-વિજયોક્તિ, ૬૨ કુમારપાલચરિત (દ્વયાશ્રયપ્રાકૃતકાવ્ય)અંતર્ગત જિનરાત્રિવિધાનકથાનક, ૭૧ અપભ્રંશ પદ્યો, ૪પ, ૯૫-૯૭ જિનસ્તુતિ, ૬૨-૬૩, ૬૫ કુમારપાલપ્રતિબોધ-અંતર્ગત અપભ્રંશ પદ્યો, જીવાનુશાસ્તિ/જીવાણુસદ્ધિ સંધિ, ૬૧-૬૨ ૧૩પ-પ૦ : જુગાઈનિણંદચરિયું જુઓ યુગાદિજિનેન્દ્ર કેસી-ગોયમ-સંધિ, ૬૪-૬૫ ચરિત ગયસુકુમાલ-સંધિ, ૬૩ જ્ઞાનપંચમી-સ્તવન, ૭પ ગુરુજયમાલા, ૭૧ જ્ઞાનપ્રકાશ કુલક, ૬૧ ગુરુસ્તુતિ-ચાચરિ, ૬૩ હાયકુમારચરિલ(નાગકુમારચરિત), ૩૪, ગોયમચરિયું, ૬૩ - ૩૬, ૩૭, ૭૫ ગૌતમસ્વામિચરિત્ર, ૬૩ ણિઝર-પંચમીવિહાણ-કહા, ૭૫ ચરિંગભાવનાસંધિ, ૬૦ સેમિણાહચરિલ(નેમિનાથચરિત), ૬૫ ચરિંગસંધિ, ૬૦ તપ:સંધિ/તવસંધિ, ૬૪ ચરિ૩, ૬૩ તિસક્રિ-મહાપુરિસ-ગુણાલંકાર, જુઓ મહાચતુર્વિધ-ભાવનાકુલક, ૬૧ ( પુરાણ ચતુર્વિશતિજિણ-કલ્યાણ, ૬૪ દહલકખણ-જયમાલ(દશલક્ષણ જયમાલા), ચતુર્વિશતિજિનકલ્યાણક, ૬૫ ૬૮, ૭૦ Page #232 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૨૧૭ દંગડ૧, ૬૫ પાસણાહનચરિઉ(પાર્શ્વનાથચરિત), ૪૦, ૫૦ દાનાદિકુલક, ૬૫ પાહુડદોહા, ૪૧ દુહામાતૃકા, ૬૩ પાંડવપુરાણ, ૬૭ દેવજયમાલ, ૭૧ પૃથ્વીરાજ રાસા (જૂ.હિં.), ૧૨, ૭૮, ૧૪૯, દોહાકોશ, ૭૩-૭૪, ૧૯૮ ૧૬૫ દોહાપાદુડ, ૪૧, ૭૫ પ્રદ્યુમ્નચરિત, ૬૯; જુઓ પક્ણચરિલ દોહાસાર, પ૦-પ૧ પ્રબંધચિંતામણિ-અંતર્ગત અપ./જૂ-ગુ. પદ્યો, દ્વયાશ્રયપાતકાવ્ય જુઓ કુમારપાલચરિત ૬૦, ૧૫૭–૭૪ ધનકુમારચરિત્ર, ૬૯ | પ્રિયંકરનૃપની કથા અંતર્ગત જૂ.ગુ પડ્યો, ધન્યકુમારચરિત્ર, ૬૯ ૧૮૧, ૧૮૫ ધમ્મપરિખા (ધર્મપરીક્ષા), ૪૧ બલભદ્રપુરાણ જુઓ પદ્મપુરાણ ધમાધમ્મવિચાર-કુલક, ૬૨ બાહુબલિચરિઉ (બાહુબલિચરિત), ૬૫ ધર્મપરિક્ષા જુઓ ધમ્મપરિકના બુદ્ધિસૂરિસ્તુતિ, ૬૫ ધર્મસૂરિગુણ, ૬૫ ભવ્યચરિત્ર, ૬૧ ધર્મસૂરિ-બારમાસ/ધમ્મસૂરિ-બારહનાવઉ/ ભવિયકુટુંબ-ચરિત્ર(ચરિયું), ૬૧-૬૨ ધર્મસૂરિદ્વાદશનામક.... ૬પ ભવિષ્યદત્તચરિત, પ૦, ૬૯ નર્મદાસુંદરી સંધિ, ૬૩ ભવિસયત્ત-કહા, ૨૫, ૨૮, ૭૬ નવકારફલ, ૬પ ભવિયત્તચરિ૩, પ૦ નાગકુમારચરિત/નાગકુમારચરિત્ર જુઓ ભાવનાસંધિ, ૬૦ હાયકુમારચરિક ભીમકાવ્ય, ૯૫ નિર્દોષસપ્તમી-કથાનક, ૭૧ મદનપરાજયચરિત, ૭૫ નિશિભોજન સંબંધે એક કાવ્ય, ૭ર મનઃસ્થિરીકરણ-સ્વાધ્યાય-અંતર્ગત જૂ.ગુ. નેમિનાથચરિત જુઓ Pમિણાહચરિક પઘો, ૧૭૫, ૧૮૦ નેમિનાથ-જન્માભિષેક, ૬૨ મયણરેહા-સંધિ, ૬૧ નેમિનાથ-રાસ, ૬૧ મલ્લિચરિત્ર, ૬૧ નેમિનાહચરિય, પપ મહાપુરાણ/અજિતપુરાણ/તિસઠિપઉમચરિય, ૨૫-૨૮ મહાપુરિસ-ગુણાલંકાર, ૩૪-૩પ પઉમસિરિચરિ૩, ૪૫-૪૬ મહાવીરચરિત, ૬૨-૬૩, ૬૫ પક્રુષ્ણચરિઉ (પ્રદ્યુમ્નચરિત), ૬૩ મહાવીર-જન્માભિષેક, પ૭ પદ્મપુરાણ/બલભદ્રપુરાણ, ૬૯ માણિજ્ય-પ્રસ્તારિકા-પ્રતિબદ્ધરાસ, ૪૩ પદ્મશ્રીચરિત, ૪૬ મુક્તાવલિવિધાનકથા, ૭૧ પરમપ્રયાસુ (પરમાત્મપ્રકાશ), પ૧, પર, પ૩ મુગ્ધાવબોધ-ઑક્તિક (જૂ.ગુ.), ૨૧૦ પંચપરમેષ્ઠિ-જયમાલ, ૭૧ મુનિચંદ્રસૂરિ-સ્તવન, ૪૭ પંચમી-કહા, ૩૨ મુનિસુવ્રતસ્વામિસ્તોત્ર, ૬૨ પંચમીચરિઉપંચમીચરિત), ૨૮ મૃગાપુત્રકુલક, ૬૫ પાશપઈકહા, ૭૧ મૃગાંકલેખાચરિત, ૭૫ પાર્શ્વનાથચરિત જુઓ પાસણાહચરિલ મહેસરચરિઅ (મેઘેશ્વરચરિત)/આદિપુરાણ, પાર્શ્વપુરાણ, ૩૯ ६८ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ યશોધરચરિત/યશોધરચરિત્ર, જુઓ જમહર- * ચરિલ યુગાદિ-જિનચરિત-કુલક, ૬૧ યુગાદિજિનેન્દ્રચરિતમ્ (જુગઈનિણંદચરિય), ४३ યોગસાર, પ૦, ૫૩ રઈધૂ ગ્રંથાવલી, ૭૦ રત્નકરંડશાસ્ત્ર, ૩૯ રત્નત્રયી, ૬૯ રત્નમાલા, ૬૯ રત્નાવતારિકા, પપ રિઠણેમિચરિઉ (અરિષ્ટનેમિચરિત), ૨૮ રિસહપારણય-સંધિ, ૬૩ રૂપચંદકથા-અંતર્ગત જૂ.ગુ. પઘો, ૧૭૮, ૧૮૨-૮૩ રેવંતગિરિ-રાસ (જૂ.ગુ.), ૨૧૦ રોહિણીવિધાનકથા, ૭૧-૭૨ લઘુઅજિતશાંતિ, ૬૫ લીલાવતી સુમતિવિલાસ રાસ (જૂ.ગુ.), ૨૦૧ વઇરસામિચરિય, પ૬ વદ્ધમાણચરિક (વર્ધમાન-ચરિત), ૬૫ વયરસ્વામિચરિત્ર, ૬ર વર્ધમાનચરિત જુઓ વદ્ધમાણચરિલ વિલાસવઈકહા, ૪૨ વીરણિપારણય-સંધિ, ૬૩ વીરજિણેસરચરિ૩, ૪૨ વીરજિનકલશ, ૭૨ વીરજિન-પારણ૩, ૬૫ વીરવિજ્ઞપ્તિકા, ૬૫ વૈરાગ્યસાર, પ૦ વ્રતસાર, ૬૯ શાકુન, ૬૫ શાલિભદ્ર-કાક, ૬૩ શાસ્ત્રજયમાલ, ૭૧ શાંતિનાથચરિત્ર, ૪૩, ૭૫ શીલસંધિ, ૬૪ શ્રાવકધર્મ-દોહા (સાવધમદોહા), પપ શ્રાવકવિધિ-પ્રકરણ, ૬૨ શ્રાવકાચાર, પ૩ શ્રીપાલચરિત્ર, ૬૯; જુઓ સિરિલાલચરિઉ શ્રેણિકચરિત્ર(સેણિયચરિય), ૭૦ પકર્મોપદેશ જુઓ છકમ્પમુવએસો ષપંચાશદિકકુમારિકાસ્તવન, ૬૨ ષટ્રધર્મોપદેશ, ૬૯ સકલવિધિવિધાનકાવ્ય, ૪૦ સત્યપુરમંડન-મહાવીરોત્સાહ, ૩૩ સદ્ધચરિઉ (સદયચરિત), ૨૮ સહઈ-રાસ જુઓ સંદેશકરાસ સમ્મતગુણનિહાણ, ૬૯ સન્મતિજિનચરિત્ર, ૬૯ સર્વત્ય-પરિપાટી-સ્વાધ્યાય, ૬૨ સંજમમંજરી, ૩૨ સંજમમંજરી-ટીકા, ૩૨ સંદેશકરાસ(સહઈ-રાસ), ૪૬ સંધિકાવ્યસમુચ્ચય, પ૦, ૬૦, ૬૨-૬૪ સંભવનાથજિનચરિત, ૭૫ સાલિભદ્રસંધિ, ૬૩ સાવયધમ્મદોહા જુઓ શ્રાવકધર્મદોહા સિદ્ધચક્રમહિસસૂક્ત-અંતર્ગત જૂ.ગુ. પડ્યો, ૧૭૫, ૧૮૦-૮૨ સિદ્ધહેમશબ્દાનુશાસન, જુઓ હેમચંદ્રજીનું વ્યાકરણ સિરિવાલચરિઉ (શ્રીપાલચરિત), ૬૫ સીતાસતી, ૬૫ સુઅંધ(સુગંધ)દસમી કહા, ૭૧-૭૨ સુકુમારચરિત, ૫૦, ૭પ સુકુમાલચરિ૩, પ૦ સુકોશલચરિત્ર, ૬૩, ૬૯ સુગંધદસમીકણ, જુઓ સુગંધદસમીકહા સુદર્શનચરિત (સુદંસણચરિઉ), ૪૦ સુપાસનાહચરિ, ૪૮, ૫૦. સુભાષિતકુલક, ૬૨ સુયપંચમીકા, ૨૮ સુલસાખ્યાન, ૪પ Page #234 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી સુલોચનાચિરત(સુલોયણાચિરઉ), ૫૦ સૂક્તાલી-અંતર્ગત જૂ.ગુ. પઘો, ૧૭૫, ૧૭૬, ૧૭૮-૮૦, ૧૮૧, ૧૮૨, ૧૮૪ સૂક્તાવલી-અંતર્ગત જૂ.ગુ. પઘો, ૧૭૫ સેણિયચરિત્ર જુઓ શ્રેણિકચરિત સોલહકારણ-જયમાલ, ૭૧ સ્થૂલિભદ્રચરિત્ર, ૬૪ સ્વયંભૂછંદ, ૨૮ અકબર, ૧૬૪ અકલંક(દેવ), ૩૭, ૪૦ અજયદેવ, ૧૨૫ અજયપાલ, ૮૮, ૧૭૨ અજિતદેવ, ૧૨૫-૨૬ અભયકુમાર(શેઠ), ૧૨૫-૨૬ અભયતિલકગણ, ૮૧ અમરુ, ૧૦૮ અમિતગતિ, ૫૮, ૧૬૪, ૧૭૪ અલ્લાઉદ્દીન, ૨૦૯ અશોક, ૪ અંધસેન, ૩૧ અંબસેન, ૩૧ અંબાપ્રસાદ, ૫૮ આૉર્ક, ૧૫૦ આસગ, ૩૧ આહવમલ, ૧૯૯ આંબડ, ૧૭૨ ઈશ્વ૨સેન, ૨૦૦ ઉદયન(મંત્રી), ૧૭૦ ઍન્થોવન, આર. ઈ., ૨૦૦, ૨૦૧ ઓઝા, ગૌરીશંકર હીરાચંદ, ૧૫૯, ૧૬૪, ૨૦૬ કણયર, ૩૭ કણાદ, ૩૭ કન્હ, ૭૪ કનિંગહામ (સ૨), ૧૮, ૨૦૫ કપર્દી (મંત્રી), ૧૭૦, ૧૭૩ હિરવંશપુરાણ, ૨૫-૩૧, ૬૬-૬૭, ૭૪ હેમચંદ્રજીનું વ્યાકરણ (સિદ્ધહેમશબ્દાનુશાસન), ૪૫ હેમચંદ્રીય વ્યાકરણગત અપભ્રંશ પદ્યો, ૯૭-૧૨૩ હેમતિલયસૂરિ-સંધિ, ૬૪ અન્ય વ્યક્તિઓ કપિલ, ૩૭ કર્ણ (ચેદિ રાજા), ૨૩ કર્ણદેવ (કાન્હ) (સોલંકી), ૫૮, ૧૨૬, ૧૯૯, ૨૦૬ કલ્યાણવિજયજી, ૧૭ ૨૧૯ કાત્યાયન, ૯૮ કાન્હ જુઓ કર્ણ કાર્તિકેય, ૧૭ કાલિદાસ, ૧૬, ૨૫, ૩૭ કીર્તિસિંહ, ૬૮ કુડાલકર, ૧૯૪ કુન્દકુન્દ્રાચાર્ય, ૧૭ કુમારપાલ, ૫૭, ૮૧-૮૨, ૮૬, ૮૮-૮૯, ૧૨૫-૨૭, ૧૩૦, ૧૪૬, ૧૫૨, ૧૬૫, ૧૭૦-૭૨, ૧૭૪ કુમુદચંદ્ર આચાર્ય, ૫૮ કુલચંદ્ર, ૧૬૬-૬૭ કુષ્માંડ, ૩૭ કૃષ્ણ, ૩૮ કૃષ્ણમિશ્ર, ૨૦ કેશવ ભટ્ટ, ૩૭ કેમ્પબેલ, ૨૦૫, ૨૦૭ ક્ષિતિપાલદેવ (મહીપાલ), ૨૦૫ ક્ષેમરાજ, ૧૨૬ ક્ષેમેન્દ્ર, ૮, ૧૬૪ ખાનખાના, ૧૬૫ ખેમરાજ/ખેમસિંહ, ૭૦ ખેંગા૨, ૧૬૯-૭૦ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ગાગ્યે, ૭ ગાલવ, ૭ ગાંધી, લાલચંદ્ર ભગવાનદાસ, ૪૭, ૬૦ ગુણકીર્તિ, ૬૬, ૬૮ ગુણચંદ્રસૂરિ, ૧૨૬ ગુણપાલ, ૫૮ ગુણભદ્ર, ૩૪ ગુણસેનસૂરિ, ૧૨૬ ગુણાકર, ૬૮ ગુણાકરકીર્તિ, ૩૮ ગુણાત્મ્ય, ૮ ગુણે, ૧૮; ૨૯, ૭૬ ગુલેરી, ચન્દ્રધર શર્મા, ૧૬, ૫૩, ૭૯, ૯૦, ૧૨૭, ૧૩૧, ૧૫૧ ગોપાલ, ૧૫૨ ગોવિંદ, ૩૧ ગ્રહરિપુ, ૨૦૧ ગ્નિઅર્સન, ૨૦, ૧૨૭ ઘોષ, ચન્દ્રમોહન, ૧૯૯ ચઉમુહ/ચૌમુહ (ચતુર્મુખ), ૨૬, ૩૧, ૬૮ િિણ, ૫૮ ચતુર્મુખ જુઓ ચઉમુહ ચંગદેવ, ૮૮, ૧૨૬ ચંડ, ૧૮, ૧૯૭ ચંદ્રકીર્તિ, ૫૮ ચંદ્રપ્રભ મહત્તર, ૫૯ ચંદ્રસેન, ૩૯ ચાચ, ૧૨૬ ચામુંડરાજ, ૧૨૬ ચાહિની, ૧૨૬ ચાંપાદે, ૧૬૧ ચૌમુહ જુઓ ચઉમુહ જગચ્ચન્દ્રસૂરિ, ૧૨૪ જાડેલ મુનિ, ૩૧ જયચંદ, ૧૫૯ જયભટ, ૨૦૬ જયમંગલસૂરિ, ૫૮, ૧૫૫ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ જયશેખરસૂરિશિષ્ય, ૬૪ જયસિંહ (સિદ્ધરાજ), ૫૫, ૫૮, ૭૮, ૮૧, ૮૬, ૮૮-૮૯, ૧૨૨, ૧૨૫-૨૭, ૧૩૦, ૧૫૨, ૧૫૫, ૧૬૮-૭૦, ૧૭૪ જત્તિ (યશઃકીર્તિ), ૨૬ જાની, અંબાલાલ બુલાખીરામ, ૨૧૨ જિનચંદ્રસૂરિ, ૫૫ જિનદેવ, ૧૨૫ જિનપતિસૂરિશિષ્ય, ૪૭ જિનપાલ ઉપાધ્યાય, ૪૭ જિનમંડન, ૮૯–૯૦, ૧૨૭, ૧૩૦, ૧૭૩ જિનવલ્લભસૂરિ, ૪૬ જિનવરસેન, ૬૮ જિનવિજય(મુનિ), ૪૬, ૧૨૪, ૧૫૦, ૧૫૨, ૧૫૮, ૧૬૦-૬૧ જિનસેન, ૩૧, ૩૪, ૩૯, ૬૮ જિનેશ્વરસૂરિ, ૯૪ જેકોબી, હર્મન, ૧૫, ૨૫, ૨૯ તેંદુક, ૧૮૭ જૈન, રાજારામ, ૭૦ જૈન, વિમલ પ્રકાશ, ૪૧-૪૨ જૈન, હીરાલાલ, ૧૫, ૨૫, ૩૭, ૩૯-૪૧, ૫૫, ૭૨ ટેસિટોરી, એલ.પી., ૬૬, ૧૭૪ ટોની, ૧૫૧-૫૨, ૧૫૪, ૧૫૯, ૧૬૧, ૧૬૭-૬૮ તુલસીદાસજી, ૧૨, ૧૨૯, ૧૩૬, ૧૪૦, ૧૪૨, ૧૬૫ તેજપાલ, ૧૫૨ તૈલપ, ૧૬૦-૬૧, ૧૬૪ તોમર, રામસિંહ, ૨૮ ત્રિભુવનપાલ, ૧૨૬ ત્રિવિક્રમ, ૧૯૭ દત્તસૂરિ, ૧૨૬ દલપતરામ, ૨૧૨ દલાલ, ચિમનલાલ ડાહ્યાભાઈ, ૧૯, ૨૫, ૨૯, ૪૦, ૪૩, ૫૬, ૧૭૪-૭૫, ૧૯૪ Page #236 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી દંડી, ૧૮, ૨૬, ૧૮૬, ૧૯૦–૯૨, ૧૯૮ દાક્ષિણ્યચિહ્નસૂરિ/દાક્ષિણ્યાંકસૂરિ, ૧૭, ૪૩ દિનકરસેન, ૩૧, ૬૮ દુર્લભરાજ, ૧૨૬ દેવચંદ્રસૂરિ, ૪૩, ૧૨૬ દેવનંદ, ૩૧, ૬૮ દેવપ્રસાદ, ૧૨૬ દેવર્ષિંગણિ ક્ષમાશ્રમણ, ૧૭ દેવસેન આચાર્ય, ૫૩ દેવસેનસૂરિ, ૫૫ દેવસૂરિ, ૧૨૫-૨૬; જુઓ વાદિ દેવસૂરિ દેદુક, ૧૮૭ દોશી, બેચરદાસ (પંડિત), ૧૭, ૮૩, ૮૬, ૯૫, ૧૦૮ દ્રોણ, ૩૧, ૩૭ ધનપાલ, ૨૫, ૯૪, ૧૬૪ ધનદત્ત, ૩૧ ધનશ્રી, ૨૮ ધનંજય, ૨૬, ૩૬, ૧૬૪ ધરસેન, ૧૯૦ ધર્મઘોષસૂરિ, ૬૫ ધર્મપ્રભાચાર્ય, ૫૬ ધર્મમંદિરગણિ, ૫૨ ધર્મસૂરિ, ૫૬ ધર્મસેન, ૪૩ ધવલઇય, ૨૫ ધી૨સેન, ૬૮ ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય, ૫૯ ના, ૩૪-૩૫ મિસાધુ, ૨૧-૨૨, ૧૯૬-૯૮ નરેન્દ્રકીર્તિ, ૨૦ નવઘણ/નવઘન, ૧૫૨, ૧૬૯-૭૦ નાથુરામજી પ્રેમી, ૩૪, ૬૯ નારાયણ, ૧૯૭ નેમિ, ૧૨૬ નેમિનાગ, ૧૨૫ પગારિયા, રૂપેન્દ્રકુમા૨, ૪૩ પતંજલિ, ૩૭, ૮૧, ૮૫, ૯૨, ૧૮૬ પદ્મગુપ્ત, ૧૬૪ પદ્મનંદ, ૪૦ પદ્મસેન, ૩૧ પંડ્યા, દીપચંદ, ૭૫ પાણિનિ, ૭, ૧૫, ૭૭, ૮૧, ૯૦-૯૧ પાદલિપ્તાચાર્ય, ૮૩ પિટર્સન, ૧૫૧ પિશલ, ૨૫, ૧૯૭ પિંગલ, ૨૫-૨૬, ૩૭ પુલકેશી, ૨૦૪, ૨૦૮ પુષ્પદંત, ૨૬, ૩૭ પૂર્ણકલશગણિ, ૮૧ પોમરાજ, ૨૦ પૃથ્વીધર, ૧૮૭, ૧૯૭ પૃથ્વીરાજ, ૭૮, ૮૬, ૧૫૧, ૧૬૧, ૧૬૪, ૧૭૪ પ્રચેતા, ૭ પ્રતાપ, ૧૬૪ પ્રદ્યુમ્નસૂરિ, ૧૨૬ પ્રવરસેન, ૫, ૩૭ પ્રભાકર (ભટ્ટ), ૫૨ ફરિસ્તા, ૨૦૧ ફાર્બસ, ૧૬૯ બપ્પભટ્ટિસૂરિ, ૪૨ બલિરાજ, ૧૦૮ બંદઇય, ૨૬ બાડક, ૧૦ બાણ, ૨૬, ૩૭, ૧૬૦ બાર્નેટ, ૯૨ બાહડ (મંત્રી) જુઓ વાગ્ભટ બિલ્હણ, ૮૯ બ્રહ્મ, ૧૩, ૮૧, ૧૧૦ બ્રહ્મગુપ્ત, ૨૦૪ બ્રહ્મચારી દેવ, ૫૨ ભગવાનદાસ હર્ષચંદ્ર (પંડિત), ૮૭ ૨૨૧ ભિટ્ટ, ૮૧ ભટ્ટોજી દીક્ષિત, ૮૧ ભદ્રબાહુ, ૪૩ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ભરત (નાટ્યશાસ્ત્રના કર્તા), ૩૭, ૧૮૬-૮૭, ૧૮૮-૯૨, ૧૯૭ ભરત (મંત્રી), ૩૪, ૩૭ ભતૃહિર, ૧૦૦ ભવભૂતિ, ૧૬ ભામહ, ૨૬, ૮૬, ૧૮૬, ૧૯૦, ૧૯૨, ૧૯૮ ભાયાણી, હરિવલ્લભ, ૪૬, ૫૫, ૯૭, ૧૦૩, ૧૦૫, ૧૦૯, ૧૧૨-૧૩, ૧૧૭-૧૮ ભારિવે, ૩૭ ભાસ, ૫, ૧૬, ૩૭, ૮૯, ૧૩૮ ભાંડારકર, દેવદત્ત (ડી.આર.), ૨૩, ૧૯૮, ૨૦૦-૦૧, ૨૦૫-૦૬ ભીમદેવ (સોલંકી), ૧૬૭, ૧૯૯, ૨૦૯ ભીમરાજ, ૧૨૬ ભોજ, ૩૩-૩૪, ૪૦, ૧૫૧-૫૨, ૧૫૮, ૧૬૮, ૧૭૪, ૧૮૭ ભૌમક (ભટ્ટ), ૮૧ મથનદેવ, ૨૦૫ મલ્લિકાર્જુન, ૮૨, ૮૬, ૧૭૨ મહમદ ગિઝનવી, ૩૪, ૨૦૮-૧૦ મહમદ ઘોરી, ૨૦૯ મહમદ બિન કાસમ, ૧૯ મહસેન, ૩૧ મહીપાલ જુઓ ક્ષિતિપાલદેવ મહેન્દ્ર મુનિરાજ, ૧૨૬ મહેશ્વ૨, ૨૮ મહેશ્વરસૂરિ, ૯૪ મંખ, ૭૮-૭૯ માઇલ ધવલ, ૫૩ માર્કણ્ડેય, ૮, ૧૦, ૨૦, ૧૩૩, ૧૯૭ માણિક્યનંદિ, ૪૦ માધવસેન, ૩૯ માનદેવ, ૧૨૬ માનસિંહ, ૧૬૪ મીષણ ચારણ, ૭૯ મુગ્ધાદેવી, ૩૭ જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ મુનિચંદ્રસૂરિ, ૪૭, ૧૨૬ મુંજ, ૧૩, ૨૨, ૩૩, ૫૮, ૮૧, ૧૧૮, ૧૫૧-૫૨, ૧૬૦-૬૫ મુંજાલ, ૨૨ મૂલરાજ, ૩૭–૩૮, ૧૨૫-૨૬, ૧૫૯, ૧૭૪, ૨૦૧ મૉકડોનલ, ૭૭ મેરુતુંગ, ૧૨૪, ૧૫૧-૫૨ મોદી, કેશવલાલ પ્રેમચંદ, ૨૫ મોદી, પ્રફુલકુમા૨, ૪૦ મોદી, મધુસૂદન, ૪૬, ૫૫, ૬૦ મૃણાલવતી, ૨૨, ૧૧૮, ૧૬૧, ૧૬૩, ૧૬૫ યશઃપાલ, ૮૮ યશોદેવ ઉપાધ્યાય, ૪૩ યશોભદ્ર, ૪૨, ૧૨૬ યોગચંદ્ર મુનિ, ૫૨ રત્નપ્રભાચાર્ય, ૯૪ રત્નમંદિરગણિ, ૬૬ રવિષેણ, ૨૬, ૩૧, ૬૮ રાજશેખર, ૬, ૮-૧૦, ૧૬, ૨૧, ૮૯-૯૦, ૧૦૬, ૧૧૦, ૧૭૪, ૧૯૩-૯૪, ૧૯૬ રાણકદેવી, ૧૬૯ રામચંદ્ર (મહાકવિ) ૧૨૬, ૧૭૨ રામચંદ્ર મુનિ (વાદિદેવસૂરિનું દીક્ષાનામ), ૫૮ રામચંદ્રસૂરિ (વાદિદેવસૂરિશિષ્ય), ૫૮ રામનંદ, ૩૧, ૪૦ રુદ્ર, ૨૧, ૩૭, ૧૯૨, ૧૯૬ રુદ્રભૂતિ, ૨૦૦ રુદ્રસિંહ, ૨૦૦ રુદ્રાદિત્ય, ૧૬૦-૬૧, ૧૬૩-૬૪ લક્ષ્મી, ૧૮૭ લક્ષ્મીધર, ૧૯૭ લાકૉટે, ૮ લાખા/લાખાક/લાખા ફુલાણી, ૧૫૯, ૧૭૪ લોષ્ટદેવ, ૭૮ વજ્રસૂરિ, ૩૧ Page #238 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૨૨૩ વટ્ટકેર, ૧૭ વનરાજ, ૨૦૬ વરરુચિ, ૧૮, ૭૮, ૧૯૭ વર્ધમાન, ૧૫૭ વલ્લભ, ૧૭૪ વલ્લભરાય જુઓ શુમતુંગદેવ વસ્તુપાલ, ૧૫૨, ૧૫૫ વાકપતિ, ૫, ૯૦, ૧૩૩ વાલ્મટ (બાહડ, મંત્રી), ૧૯-૨૦, ૧૨૧- ૨૨, ૧૨૬, ૧૨૭ વાદિ દેવસૂરિ પપ, પ૭-૫૮, ૧૨૫ વાદિરાજ, ૨૦ વાલ્મિક ઋષિ, ૭ વિક્રમ, ૨૩ વિક્રમાદિત્ય, ૧૬-૧૭, ૧૫૧, ૧૫૮ વિજયસિંહ, ૧૨૫-૨૬ વિદ્યાભૂષણ, સતીશચંદ્ર, ૧૬ વિમલ(કીતિ), ૬૬ વિશાખનંદિ, ૪૦ વિશાલરાજસૂરિ, ૧૮૧, ૧૮૩ વિંધ્યસેન, ૩૧ વીરચંદ્ર, ૩૮ વેલણકર, હ. દા., પ૦ વૈદ્ય, પી.એલ., ૩પ-૩૬ વૃદ્ધવાદિ, ૧૬, ૧૭૨ વ્યાધ્રમુખ, ૨૦૪ વ્યાસ, ૩૭, ૮૯ શતાર્થી (=સોમપ્રભાચાય), ૧૨૪ શંકર, ૧૯૭ શંકર પાંડુરંગ પંડિત, ૮૭ શાકલ્ય, ૭ શામળ ભટ્ટ, ૭૯ શાલિભદ્ર, ૩૧ શાલિભદ્રસૂરિ, ૪૩ શાસ્ત્રી, દીનાનાથ રામચંદ્ર, ૧૫૧, ૧૫ર, ૧૫૫, ૧૫૯, ૧૬૦, ૧૬૪, ૧૬૭, ૧૬૮ શાસ્ત્રી, હરપ્રસાદ, ૭૩, ૭૭ શાહ, રમણીક, ૪૧, ૪૨, પ૭, ૬૦, ૬૨, ૬૩, ૬૪, ૬૫, ૭૫ શિલુક, ૧૦ શિવદત્ત, ૨૦૦ શિવદેવસૂરિ, ૬૦ શુભંકર, પ૩ શુમતુંગદેવ (વલ્લભરાય), ૩૭ શૂદ્રક, ૧૬ શેઠ, હરગોવિંદદાસ (પંડિત), ૫૦ શ્રીચંદ્ર મુનિ, ૩૯ શ્રીચંદ્રસૂરિ, પપ શ્રીદેવી, ૧૨૬ શ્રીધર સ્વામી, ૯૦, ૯૨ શ્રીપાલ, ૧૨૫, ૧પપ શ્રીષેણ, ૫૮ શ્રુતકીર્તિ, ૩૮ સજ્જન, ૩૮ સમરજુત, ૩૧ સર્વદિવ, ૧૨૫ સંઘદાસ, ૪૩ સાતવાહન જુઓ હાલ સાલિવાહન, ૧૫૧ સાવટ, ૨૦પ સાંકૃત્યાયન, રાહુલ ૭૪ સિદ્ધપાલ (કવિ), ૧૨૫, ૧૨, ૧૩૫, ૧૪૪, ૧૪૬ સિદ્ધર્ષિગણિ, ૬, સિદ્ધસૂરિ, ૪૩ સિદ્ધસેન દિવાકર, ૧૬-૧૭, ૩૧, ૪૦, ૧૭૨ સિન્ધરાજ, ૧૬૪ સિયાજી, ૧૫૯ સિંહદેવગણિ, ૧૨૧ સિંહનંદિ, ૩૧ સિંહરાજ, ૧૯૭ સુધાભૂષણ, ૧૮૧ સુમન્તભદ્ર, ૪૦ સુરપ્રભ (ઉપાધ્યાય), ૪૭ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ સુરસેન, ૬૮ હરિણ, ૨૬ સુરેખાશ્રી, ૪૨ હર્ષ, ૩૭, ૯૦ સૂરજમલ, ૭૯ હલાલુદ્ર, ૧૬૪ સેવેલ, ૧૫ર હારૂન–અલ-રશીદ, ૨૦૮ સોઢલ કાયસ્થ, ૧૫૬ હાલ (સાતવાહન), ૫, ૧૩, ૧૩૩, ૧૭૪ સોમચંદ્ર મુનિ (હેમચન્દ્રાચાર્યનું દીક્ષાનામ), હેમચંદ્ર, ૩-૪, ૧૦, ૧૩, ૨૨, ૨૫, ૮૮, ૧૨૬ ૮૭–૯૫, ૧૧૨-૧૩, ૧૧૬, ૧૧૯, સોમદેવ, ૮, ૩પ ૧૨૧, ૧૨પ-૨૭, ૧૩૦, ૧૩૪-૩૫, સોમપ્રભઆચાર્ય/સૂરિ, ૧૦૧, ૧૦૫, ૧૨૪ ૧૩૯-૪૦, ૧૪૭, ૧પ૨, ૧૬૦, ૧૬૫, ૨૬, ૧૩૨, ૧૪૧, ૧૪૮, ૧૪૯; જુઓ ૧૬૭, ૧૭૦-૭૧, ૧૭૩, ૧૯૯, ૨૦૬, શતાર્થી ૨૧૨; જુઓ હેમાચાર્ય સોમસુંદર, ૬૪ હમસાગરસૂરિ, પ૬ સોમેશ્વર, ૭૮, ૮૬ હેમાચાર્ય/હેમચંદ્રાચાર્ય/હેમચંદ્રસૂરિ ૨૦, સ્મિથ, વિન્સેન્ટ, ૨૦૦, ૨૦૫ ૨૫, ૩૭, ૪૩, ૭૮-૯૫, ૯૭-૯૮, સ્વયંભૂદેવ, ૨૫-૨૬, ૩૭, ૬૮ ૧૩૨, ૧૪૧-૪૨; જુઓ હેમચંદ્ર હમ્મીર (ચૌહાણ), ૧૯૯ હૉર્નેલ, આર., ૧૮, ૧૯૭ હરસિંહ સિંધઈ, ૬૮ હોલિવર્મા/હોલ, ૭૦ . હરિભદ્રસૂરિ, ૧૭, ૪૨-૪૩ હ્યુએન્સંગ, ૧૮૭, ૨૦૪ અન્ય કૃતિઓ અજિતશાંતિસ્તવન, ૬ કાવ્યમીમાંસા, ૮, ૯, ૧૦, ૨૧, ૧૯૩ અનુપ્રેક્ષા, ૩૧ કાવ્યાદર્શ, ૧૮, ૧૯૦ અનંગચરિત, ૩૧ કાવ્યાનુશાસન, ૨૦, ૮૯, ૯૪ અભિધાનચિંતામણિકોશ જુઓ હમકોશ કાવ્યાલંકાર, ૧૯૨, ૧૯૬ અમિરાહમા, ૩૧ કાવ્યાલંકાર-ટીકા, ૧૯૬ આદિપુરાણ, ૩૧ કુવલયમાલા, ૧૭, ૪૩, ૨૧૧ આભાકશતક, ૮૫ કુમારપાલચરિત/દ્વયાશ્રયપ્રાકૃત કાવ્ય, ૨૫, ઉદયસુંદરીકથા, ૧૫૬ ૮૧-૮૩, ૮૬, ૮૯ ઉપદેશમાલા, ૯૪ કુમારપાલ-પરિશિષ્ટ, ૧૦૪ ઉપમિતિભવપ્રપંચ-કથા, ૬, ૪૩ કુમારપાલ-પ્રતિબોધ, ૮૮, ૧૦૫-૦૬, ૧૪૪, ઉપસર્ગહરસ્તોત્ર, ૧૮૧ ૧૫૦ કર્ણપરાક્રમ, ૯પ કુમારપાલપ્રબંધ, ૮૯-૯૦, ૧૨૭, ૧૩૦, કથાકોશ, ૩૯ ૧૭૩-૭૪ કથાસરિત્સાગર, ૮, ૧૩૮ કુમારવિહારપ્રશસ્તિ, ૧૨૬ કર્ટૂરમંજરી, ૬, ૧૩૪, ૨૧૨ કુમારસંભવ, ૧૩૭ કારણગુણષોડશી, ૬૯ કૂર્મશતક, ૧૩૩ કાલકાચાર્યકથાનક, ૩ર ગણરત્નમહોદધિ, ૧૨૬ કાલકાચાર્યકહા, ૨૫ ગન્ધોત્તમાનિર્ણય, ૯૦ Page #240 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ગાથાસપ્તશતી જુઓ સતસઈ ગીતગોવિંદ, ૧૯૭ ગૌડવધ/ગૌડવહો, ૫, ૯૦, ૧૩૩, ૨૧૨ ચતુર્વિશતિપ્રબંધ, ૯૦, ૧૦૬, ૧૧૦ ચંદ્રપ્રભચરિત (ચંદપ્પહરારિય), ૩૧, ૬૬ ચૂડામણિ, ૫૯ છંદોનુશાસન, ૮૯, ૯૫ જગસુંદરી-પ્રયોગમાલા, ૬૬ જિનધર્મપ્રતિબોધ, ૧૨૪ જીવઉદ્યોત, ૩૧ જૈન ગૂર્જર કવિઓ, ૨૧૨ જૈનેન્દ્ર વ્યાકરણ, ૩૧ જ્ઞાનેશ્વરી, ૨૧૦ તત્ત્વસાર, પ૩ તિલકમંજરી, ૧૬૪ ત્રિષષ્ટિ-શલાકાપુરુષચરિત્ર, ૮૮-૮૯ દર્શનસાર, ૫૩ દશરથ-જાતક, ૧૨૮ દશરૂપ, ૨૫, ૧૬૪ દેશીનામમાલા, ૪, ૩૭, ૮૩૮૬, ૮૯, ૯૨, ૧૦૦, ૧૬૦ દેશી શબ્દસંગ્રહ, ૮૬, ૯૫ દોધકવૃત્તિ, ૮૭, ૯૪, ૯૮, ૧૦૧, ૧૦૪-૦૫, ૧૦૮-૧૨૧ હ્રયાશ્રયપ્રાકૃતકાવ્ય જુઓ કુમારપાલરિત હ્રયાશ્રય-ટીકા, ૮૧ દ્વારાવતીના નાશની કહા, ૨૫ ધર્મચરિતટિપ્પન, ૫૯ ધાતુપારાયણ, ૮૯ ધ્યાનોપદેશ, ૫૯ ધ્વન્યાલોક, ૨૫ નયચક્ર, ૫૩, ૫૫ નવતત્ત્વભાષ્ય-વિવરણ, ૪૩ નવસાહસાંકરત, ૧૬૪ નાટ્યશાસ્ત્ર, ૩૭, ૧૮૬ નાભેયનેમિદ્વિસંધાનકાવ્ય, ૧૨૫ નામમાલા, ૩૬ નેમનાથચરત્ર, પ૯ નૈષધચિરત્ર, ૯૦ પઉમરિઅ(પદ્મચિરત), ૩૧, ૩૭ પરિશિષ્ટપર્વ, ૮૯ પંચતંત્ર, ૧૨૭ પાઇયલચ્છી-નામમાલા, ૩૩ પિંગલાર્થ-પ્રદીપ, ૧૯૮ પૃથ્વીરાજવિજય, ૭૮ પ્રતિજ્ઞાયૌગંધરાયણ, ૧૩૮ પ્રબંધચિંતામણિ, ૧૩, ૨૫, ૧૧૬, ૧૨૪ ૨૫, ૧૩૦, ૧૪૩-૪૪, ૧૫૧-૫૨, ૧૫૫-૫૭, ૧૬૪, ૧૬૬-૬૭, ૧૭૨૭૪ પ્રબંધશત, ૧૨૬ પ્રબોધચન્દ્રોદય, ૮૮ પ્રભાવકચરિત, ૩૪ પ્રાકૃતચંદ્રિકા, ૨૦ પ્રાકૃતપિંગલ, ૧૮, ૨૩, ૨૫ પ્રાકૃતપિંગલ-ટીકા, ૨૩ પ્રાકૃતપ્રકાશ, ૧૮, ૯૮, ૧૯૭ પ્રાકૃતલક્ષણ, ૧૯૭ પ્રાકૃત વ્યાકરણ, ૮૩, ૧૯૮ પ્રાકૃતસર્વસ્વ, ૧૯૮ બડકથા, ૮ બાલ-રામાયણ, ૯ બૃહત્કથા, ૮, ૧૩૮, ૨૧૨ બૃહત્કથામંજરી, ૮ બૃહત્ ટિપ્પનિકા, ૩૯ બ્રાહ્મસ્ફુટસિદ્ધાંત, ૨૦૪ વિવિનોદ, ૩૧ ભાવસંગ્રહ, ૫૩ ભોજપ્રબંધ, ૬૬, ૧૫૧ મહાપુરાણ, ૨૬, ૩૭ મહાભારત, ૮૧, ૧૨૭, ૧૩૨ મહાભાષ્ય, ૮૧, ૧૮૬ મહાવીરચરિત્ર, ૫૯ ૨૨૫ માઘકાવ્ય, ૯૦ મિડિવલ સ્કૂલ ઑવ્ ઇન્ડિઅન લૉજિક, ૧૭ મૃચ્છકટિક, ૯૧, ૧૯૭ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ મોહપરાજય, ૮૮ યજુર્વેદ, ૧૨૭ યશસ્તિલક-ચંપુ, ૩પ યોગશાસ્ત્ર, ૮૯ યોનિપ્રાભૃત, ૬૬ રસિકસર્વસ્વ, ૧૯૭ રામચરિત્ર, ૭ રામાયણ, ૮૧, ૧૨૭-૨૮ રાવણવો, ૨૧૨ રાસમાલા, ૧૬૯ રુદ્રટાલંકાર, ૨૧ લલિતવિસ્તર, ૪ વજાલગ, ૬ વરાંગચરિત, ૩૧ વસુદેવકથા, ૪૩ વસુદેવહિંડી, ૪૩ વિશભાસ્કર, ૭૯ વાભદાલંકાર, ૧૯, ૧૨૧ વિક્રમોર્વશીય, ૨૫, ૧૯૯ વિજયચંદકેવલિચરિય, પ૯ વિષ્ણુપુરાણ, ૧૩૨ વીરચરિત્ર, ૩૧ વેતાલ-પંચવિંશતિકા, ૨૫ શકુંતલા, ૧૯૭ શતપથ, ૧૩૧ શતાર્થ (થ)કાવ્ય, ૧૨૫ શંભુરહસ્ય, ૬ શિાકુંતલ, ૯૧ શાર્ગધરપદ્ધતિ, ૧૭૪ શ્રાવકાચાર, ૫૧, પપ શ્રીકંઠચરિત, ૭૮, ૭૯ ષડ્રભાષાચન્દ્રિકા, ૭૮ સતસઈ (ગાથાસપ્તશતી), ૫, ૧૩, ૧૩૩, ૧૭૪, ૨૧૨ સંધુક્તિકર્ણામૃત, ૧૭૪ સનતકુમાચ્ચરિત, ૩૧ સમરાઈકહા, ૧૭, ૪૨-૪૩ સરસ્વતીકંઠાભરણ, ૨૫, ૧૧૭ સાહિત્યદર્પણ, ૯૫ સિદ્ધરાજવર્ણન, ૧૨૬ સિદ્ધહેમગત અપભ્રંશ વ્યાકરણ, ૯૭ સિદ્ધહેમચંદ્ર-શબ્દાનુશાસન, ૭૮, ૮૧, ૮૯ સિદ્ધહૈમ-બૃહદુબૃત્તિ, ૭૮ સિદ્ધહૈમ વ્યાકરણ/સિદ્ધહેમશબ્દાનુશાસન જુઓ હેમચંદ્રનું વ્યાકરણ સિરિવઢમાણકળું, ૭૦ સિંદુરપ્રકર જુઓ સોમશતક સિંહાસન-દ્વાત્રિશિકા, ૨૫ સુભાષિત-રત્નનિધિ, પ૯ સુભાષિતરત્નસંદોહ, ૧૬૪ સુભાષિત સંદોહ, ૧૭૪ સુભાષિતાવલી, ૧૭૪ સુમતિનાથચરિત્ર, ૧૨૪-૨૫ સુલોચનાચરિત, ૩૧ સૂક્ત-મુક્તાવલી જુઓ સોમશતક સૂક્તિમુક્તાવલિ, ૮૯ સેતુબંધ, ૫, ૩૭ સોમશતક/સિંદૂરપ્રકર/સૂક્તમુક્તાવલી, ૧૨૪, ૧૨૫ સોલંકિયોંકા ઈતિહાસ, ૧૬૪ . સ્થાનકપ્રકરણ, ૧૨૬ સ્વપ્નવાસવદત્ત, ૮૯ હર્ષચરિત, ૧૦૮, ૧૬૦ હર્ષચરિત પર સંકેત ટીક, ૧૫૪, ૧૬૦ હેમકોશ(=અભિધાનચિંતામણિકોશ), ૮૯, ૧૬૬ હેમચંદ્રનું વ્યાકરણ સિદ્ધહેમ-શબ્દાનુશાસન), ૭૩-૮૩, ૮૯-૯૦, ૯૨, ૧૨૭, ૧૩૦, ૧૯૭ Page #242 -------------------------------------------------------------------------- ________________ સાતસો વર્ષના સાહિત્યનો વિશાળ, વિગતપ્રચુર ને આંખ ઉઘાડનારો દસ્તાવેજ રજૂ કરતો મહામૂલો મહાભારત સંદર્ભગ્રંથ જૈન ગૂર્જર કવિઓ સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેસાઈ ' સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિના સંપાદક જયંત કોઠારી છે પ્રકાશક શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ Page #243 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ પ્રથમ ભાગ વિક્રમના તેરમા શતકથી તે સત્તરમા શતક સુધીના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી જૂની ગુજરાતી ભાષાનો ઈતિહાસ એ વિસ્તૃત પ્રસ્તાવના સમેત પૃ.૨૪+૩૨૦૫૬૫૬, ૧૯૨૬, કિં.રૂ.૫ બીજો ભાગ વિક્રમના અઢારમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી જૈન કથાનામકોશ” “જૈન ગચ્છોની ગુપટ્ટાવલીઓ' તથા “રાજાવલી” સમેત પૃ.૨૪૧૮૨૨, ૧૯૩૧, કિં.રૂ.૩ - ત્રીજો ભાગ (ખંડ ૧) વિક્રમ ઓગણીસમા અને વસમા શતકના અને પૂર્વે નહીં પ્રકટેલા ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી પૃ.૪+૧૮૯૨, ૧૯૪૪, કિં.રૂ.૫ 2 1 ત્રીજો ભાગ (ખંડ ૨) વિક્રમના ઓગણીસમા તથા વીસમા શતકના તથા પૂર્વે નહીં પ્રકટેલા ગુજરાતી ભાષાના જૈન કવિઓની સૂચી (ખંડ ૧થી ચાલુ) “દેશીઓની અનુક્રમણિકા' “જૈનેતર કવિઓ અને જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ (વધુ) સમેત પૃ.૪+૧૨૪૮, ૧૯૪૪, કિં.રૂ.૫ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૦ ૨ બીજી આવૃત્તિ ભાગ ૧ વિક્રમ બારમા શતકથી સોળમા શતક સુધીના * ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી પૃ.૬૪+૫૦૮, ૧૯૮૬, કિં.રૂ.૧૦૦ ભાગ ૨ તથા ૩ | વિક્રમ સત્તરમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી પૃ.૧૬+૪૦૪ તથા ૧૪૩૯૫, ૧૯૮૭, કિં.રૂ.૭૫ તથા ૭૫ ભાગ ૪ તથા ૫ વિક્રમ અઢારમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી પૃ.૧૬+૪૬૪ તથા ૧૨+૪૩૭, ૧૯૮૮, કિં.રૂ.૯૦ તથા ૯૦ ભાગ ૬ : વિક્રમ ઓગણીસમા તથા વીસમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી તથા જૈન ભંડારોમાંથી પ્રાપ્ત થયેલી જૈનેતર કૃતિઓની સૂચી પૃ.૧૬+૫૭૯, ૧૯૮૯, કિં.રૂ.૧૦૦ " ભાગ ૭. ભા.૧થી ૬માં રજૂ થયેલી સામગ્રીમાં આવેલા કર્તાઓ, કૃતિઓ, વ્યક્તિઓ, વંશ ગોત્રો, સ્થળો વગેરેનાં નામોની વર્ણાનુક્રમણીઓ તથા કૃતિઓની સંવતવાર અનુક્રમણિકા પૃ.૧૬+૮૫૪, ૧૯૯૧, કિં.રૂ.૨૨૦ ભાગ ૮ પૂરક સામગ્રી ખંડ ૧ : દેશીઓની અનુક્રમણિકા તથા જૈન કથાનામકોશ પૃ.૮+૩પ૬, ૧૯૯૭, કિં.રૂ.૧૬૦ ભાગ ૯ પૂરક સામગ્રી ખંડ ૨ : જૈન ગચ્છોની ગુપટ્ટાવલીઓ તથા રાજાવલી પૃ.૧૦+૩૭૪, ૧૯૯૭, કિં.રૂ.૧૬૦ ભાગ ૧૦ પૂરક સામગ્રી ખંડ ૩ : જૂની ગુજરાતી ભાષાની પૂર્વપરંપરા અને અપભ્રંશનો ઇતિહાસ પૃ.૧૪+૨૪૨, ૧૯૯૭, કિં.રૂ.૧૨૦ Page #245 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ'નો બાદશાહી ખજાનો એટલે ૧૪૦૦ ઉપરાંત જૈન કવિઓ અને એમની પ૦૦૦ ઉપરાંત કૃતિઓની આવશ્યક માહિતી સાથે નોંધ ૮૦ ઉપરાંત જૈનેતર કવિઓ ને તેમની ૧૦૦ જેટલી કૃતિઓની નોંધ કૃતિઓના આરંભ-અંતના વિસ્તૃત ઉતારા ને એમાંથી પ્રાપ્ત થતી ઐતિહાસિક માહિતી કૃતિઓની અસંખ્ય હસ્તપ્રતોનો એમનાં પ્રાપ્તિસ્થાનોની માહિતી સાથે નિર્દેશ અને પુષ્પિકાઓની નોંધ આ નોંધો માટે ૪૦૦ જેટલા હસ્તપ્રતસંગ્રહો અને અન્ય સાધનોનો ઉપયોગ કવિઓની કાલાનુક્રમિક રજૂઆતથી ઊપસતું ઐતિહાસિક સાહિત્યવિકાસનું ચિત્ર વર્ણાનુક્રમણીમાં કર્તા-કૃતિનામો ઉપરાંત ૮૦૦૦થી વધુ વ્યક્તિનામો, ૨૦૦થી વધુ વંશગોત્રાદિનાં નામો, ૧૭૦૦થી વધુ સ્થળનામો, ૨૫૦થી વધુ સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓનાં નામો, લહિયાઓનાં નામો વગેરેનો સમાવેશ કૃતિનામોની સળંગ વર્ણાનુક્રમણી ઉપરાંત વર્ગીકૃત વર્ણાનુક્રમણી તથા પ્રકારનામોની યાદી વગેરે સાધુનામો ગચ્છ અને ગુરુનામના નિર્દેશ સાથે આ બધાં દ્વારા ઊઘડતું મધ્યકાલીન સાહિત્યસંસાર અને જનસમાજનું એક અજબ ચિત્ર 3000 જેટલી દેશીઓની એનાં પ્રયોગસ્થાનોના નિર્દેશપૂર્વક વર્ણાનુક્રમિક સૂચિ • ૫૦૦ ઉપરાંત કથાનામોનો એના આધારગ્રંથોના નિર્દેશ સાથે વર્ણાનુક્રમિક કોશ ૨૦ જેટલા જૈન ગચ્છો ને એની ૭૦ જેટલી શાખાઓની પાટપરંપરા - આચાર્યોની પ્રાપ્ય જીવનવિષયક માહિતી સાથે મહાવીરનિર્વાણથી ગુજરાતના સુલતાનો સુધીની રાજવંશાવલી આ બન્નેમાં મળતાં વ્યક્તિનામો, ગચ્છનામો, વંશગોત્રાદિનાં નામો, સ્થળનામો તથા કૃતિનામોની વિસ્તૃત વર્ણાનુક્રમણી ગુજરાતીની પૂર્વપરંપરા લેખે અપભ્રંશ સાહિત્યનો ઇતિહાસ કર્તાઓ અને કૃતિઓના સદૃષ્ટાંત પરિચય સાથે એમાંનાં કૃતિ-કૃતિઓ અને અન્ય વ્યક્તિનામોની વર્ણાનુક્રમણીઓ Page #246 -------------------------------------------------------------------------- ________________ નવી આવૃત્તિ હવે અનિવાર્ય કેમકે જૂની સામગ્રીમાંથી અનેક અશુદ્ધિઓ દૂર કરવામાં આવી છે તેથી કર્તાનામ, કૃતિના રચ્યા સંવત આદિ ઘણી માહિતીમાં ફેરફાર થયો છે કૃતિઓ પરત્વે મુદ્રિત હસ્તપ્રતસૂચીઓના તથા પ્રકાશનના સંદર્ભો ઉમેરવામાં આવ્યા છે દરેક કવિની કૃતિઓની નોંધ એક સ્થાને સંકલિત કરી લેવામાં આવી છે પૂર્તિઓમાં વહેંચાયેલી સામગ્રીને એકસાથે લાવી દઈને અખંડ કાલાનુક્રમિક વ્યવસ્થા નિપજાવવામાં આવી છે. જૈન મરુગુર્જર કવિ ઔર ઉનકી રચનાઓં, કેટલૉગ ઑવ્ ધ ગુજરાતી એન્ડ રાજસ્થાની મેન્યૂસ્કિટ્સ ઇન ધ ઇન્ડિયા ઓફિસ લાયબ્રેરી” તથા “જૈન હાન્ડશિપ્ટેન પ્રોઇસિરોન સ્ટાર્સબિલ્લિઓથેક (પ્રશિયન સ્ટેટ લાયબ્રેરીની હસ્તપ્રતસૂચી) – એ વર્ણનાત્મક સૂચીઓમાંથી નવા કર્તાઓ અને કૃતિની માહિતી આમેજ કરવામાં આવી છે આખીયે સામગ્રીની કૃતિઓની વર્ણાનુક્રમણી સળંગ તેમજ વર્ગીકૃત આપવામાં આવી છે (પહેલી આવૃત્તિના જુદાજુદા ભાગોમાં જુદા જુદા પ્રકારની સૂચી હતી) આખીયે સામગ્રીની સ્થળનામસૂચી આપવામાં આવી છે (પહેલી આવૃત્તિમાં ત્રીજા ભાગમાં જ આવી સૂચી હતી) વ્યક્તિનામસૂચી, સંસ્કૃત-પ્રાકૃતાદિ કૃતિનામોની સૂચી અને લહિયાઓનાં નામોની સૂચી નવી જ કરવામાં આવી છે સંવતવાર અનુક્રમણિકા આખીયે સામગ્રીની આપવામાં આવી છે (પહેલી આવૃત્તિમાં એ પહેલા બે ભાગમાં જ હતી) શુદ્ધિવૃત્તિનો પ્રયાસ સતત ને સઘનતાથી ચાલ્યો છે ને બીજી આવૃત્તિને અંતે પણ ૫૦ ઉપરાંત પાનાની સંકલિત શુદ્ધિવૃદ્ધિ આપી છે ગુરુપટ્ટાવલીઓ, રાજાવલી અને અપભ્રંશ સાહિત્યની માહિતી ઘણા ઉમેરા સાથે અદ્યતન કરી લેવામાં આવી છે દેશીસૂચી અને કથાનાયકોશમાં પણ ઘણી સામગ્રી ઉમેરવામાં આવી છે છે કે આ માહિતી Jậin Education International Page #247 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ વિશેના અભિપ્રાયો મોહનભાઈ જો ન જન્મ્યા હોત આ ગૌરવભરેલા ગ્રંથના “સંપ્રયોજક શ્રીયુત મોહનલાલ દ. દેશાઈ આ વિષયમાં અમારા સમવ્યસની અને સમસ્વભાવી ચિરમિત્ર છે. જૈન સાહિત્ય અને જૈન ઇતિહાસના પરિશીલનનો તેમને ઘણો જૂનો રોગ છે. જે વખતે અમને કલમેય ઝાલતાં નહોતી આવડતી તે વખતના એ જૈન ઇતિહાસ અને જૈન સાહિત્યના વિચારઘેલા અને અનન્ય આશક બનેલા છે. આ યુગના જૈન વ્યવસાયી ગૃહસ્થોમાં મોહનભાઈ જૂના જૈન સાહિત્યના અભ્યાસી તરીકે સર્વાસ છે એમ જો કહીએ તો તેમાં જરાયે અમને અતિશયોક્તિ નથી લાગતી. ક્યાં તો વકીલાતનો વહેતો ધંધો અને ક્યાં આ અખંડ સાહિત્યસેવા ! કેવળ સાહિત્યપ્રવૃત્તિ એ જ જેમના જીવનનિર્વાહ ખાસ ઉપાય હોય અને એ જ જાતનું જીવન-જીવવા માટે જેઓ સરજાયા હોય તેવા પુરુષો પણ, જે કાર્ય મોહનભાઈએ કરી બતાવ્યું છે તે કરી બતાવવા ભાગ્યે જ ભાગ્યશાળી નીવડે છે. મોહનભાઈ જો ન જન્મ્યા હોત તો કદાચ જૈન ગૂર્જર કવિઓની ઝાંખી કરવા જગતને ૨૧મી સદીની વાટ જરૂર જોવી પડત. જૈન સાહિત્ય સંશોધક ફાલ્ગન સં.૧૯૮૩ આચાર્ય, ગુજરાત પુરાતત્ત્વ મંદિર જિનવિજય ના આવી સેવા બજાવનાર કોઈ નથી કૉન્ફરન્સ એ પુસ્તક બહાર પાડી પરમ ઉત્સાહી સંશોધક મોહનલાલ દલીચંદ દેશાઈએ અંતરના ઉમંગથી લીધેલા પરિશ્રમની કદર કરી છે અને ગુજરાતી જૈન સાહિત્ય વિશે માહિતી સર્વસુલભ કરી ગુજરાતી સાહિત્યના અભ્યાસને અપૂર્વ અનુકૂળતા પૂરી પાડી છે. મહાભારત, રામાયણ અને પુરાણના આધારનું ગુજરાતી સાહિત્ય ચૌટેચકલે ગવાતું હતું. પરંતુ પુષ્ટિમાર્ગીય, સત્સંગી અને જૈન સાહિત્ય મંદિર અને ઉપાશ્રયમાં જ તેની પવિત્રતાની સુવાસ ફેલાવતું હતું. આ કારણથી ઈતર પંથ અને ધર્મની જાણ બહાર તે અત્યાર સુધી રહ્યું છે. આ સૂચિથી તે સંબંધી અજ્ઞાન ઘણે દરજ્જ દૂર થશે. મામા શકતા ના કાકા આ કામ તમે જૈન ગુજરાતી સાહિત્યની જેવી સેવા બજાવી છે તેવી જૈનેતર ગુજરાતી સાહિત્યની સેવા બજાવનાર કોઈ નથી. તા.૨૫-૧૧-૧૯૨૬ કેશવલાલ હર્ષદરાય ધ્રુવ એજ મારા સામર્થ્યની બહાર આવા આકરગ્રંથનું અવલોકન લખવું એ મારા જેવાના સામર્થ્યની બહાર છે. તા.૯-૮-૧૯૩૧ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા or load Now સંગ્રહગ્રંથની કિંમત મોટી આ ગ્રંથ તેમની અથાગ મહેનતના ફળરૂપ છે. ગ્રંથના પ્રારંભમાં ૩૨૦ પૃષ્ઠનો જૂની છે ગુજરાતી ભાષાનો ઈતિહાસ આપેલો છે જે આપણી ભાષાના ઇતિહાસમાં મૂલ્યવાન ઉમેરો Page #248 -------------------------------------------------------------------------- ________________ ગણાવો જોઈએ. આ ગ્રંથ સ્વતંત્ર પુસ્તક તરીકે પણ બહાર પાડ્યો હોત તો સારું એમ . લાગે છે. સંગ્રહની ગણના મૌલિક ગ્રંથથી ઊતરતી કરાય છે પણ આવા શાસ્ત્રીય સંપાદનની કિંમત સાહિત્યમાં ઘણી મોટી છે અને તેની મહેનત તો તે પ્રકારનું કામ કર્યું હોય તે જ સમજે છે. પ્રસ્થાન, દીપોત્સવી અંક ૧૯૮૩ રામનારાયણ વિ. પાઠક મા in: લિ Treasure House of Old Poems This is a treasure house of old poems written by Jain poets in Gujarati. The collection is the result of Mr. Desai's persistence and assiduity as he had left hardly a Jain bhandar unexplored. We congratulate him for his magnum opus. Modern Review, Jan. 27, 1927 K. M. Jhaveri Liguists Owe a Debt of Gratitude As regards the Introduction I have formed a very high opinion of the scholarship of Mr. M. D. Desai and can say that the world of liguists owe him a debt of gratitude for his effort in presenting in a systematic form the part played by the Jain poets in making of modern and ancient Gujarati. Dt.15-7-1931 Dr. P. L. Vaidya A Wonder to Stare at The publication is the most monumental bibliographical work... He says that so many collections of Mss. in private possessions of priests remain to be examined. If all this booty be gathered, what a vast literature will be revealed! It would be really a wonder to stare at. "Origin and Nature of the Madhusudan Chimalal Modi Dialect called Apabhramsha' A book for the Book-makers Your book is really a book for the book-makers. Dt.17-2-1927 Nanalal Chimanlal Mehta એક જ પુસ્તક પૂરતું પ્રાચીન ગુજરાતી સાહિત્યની શ્રીવૃદ્ધિ મોટે ભાગે જૈનોને જ આભારી છે એ સત્યને બહાર લાવવામાં રા. દેશાઈનું આ એક જ પુસ્તક પૂરતું છે. તા.૫-૮-૧૯૨૭ - પં. હરગોવિંદદાસ ત્રિકમચંદ શેઠ Page #249 -------------------------------------------------------------------------- ________________ રેફરન્સ’ તત્ત્વદર્શી સૂચક આકરગ્રંથ રા.રા. મોહનલાલ દલીચંદ દેશાઈએ પ્રાચીન જૈન સાહિત્યરૂપી અત્યાર સુધી અપ્રકાશિત રહેલી રત્નખાણમાંથી મહાન અનેક મૂલ્યવંતાં કવિરત્નોનો પરિચય કરાવ્યો છે. વળી તેમણે આ ગ્રંથ સાથે જૂની ગુજરાતી ભાષાનો વિશાળ અને સર્વગ્રાહી ઇતિહાસ આલેખ્યો છે. અને તે માટે જરૂરી સામગ્રી અને સાધનો એકઠાં કરવામાં વિશેષ બુદ્ધિપરિશ્રમ પણ કર્યો છે. તેમ તેમણે સાથેસાથે આ ગ્રંથ રેફરન્સ' તત્ત્વદર્શી સૂચક આકરગ્રંથ તરીકે અભ્યાસકો તેમજ પર્યેષકોને પણ ઉપયોગી થઈ શકે તે સારુ તેના અંતભાગમાં વિવિધ સૂચિઓ અને અનુક્રમણિકાઓ અને આરંભમાં પણ વિસ્તૃત વિષયાનુક્રમણી સંયુક્ત કરી છે. ગુજરાતી, તા.૫-૮-૧૯૨૭ અંબાલાલ બુલાખીરામ જાની સંયોજન અને સંવિધાનપૂર્વકનો ગ્રંથ જુઓ સાક્ષરશ્રી મોહનલાલ દલીચંદે સંયોજન તેમજ સંવિધાનપુરઃસર રચી પ્રકટ કરેલો મહાભારત સૂચિગ્રંથ ‘જૈન ગૂર્જર કવિઓ’. ‘હરિલીલા ષોડશકલા’, ઉપોદ્ઘાત અંબાલાલ બુલાખીરામ જાની અનંત ધૈર્ય મૌટું દળદાર વૉલ્યૂમ નિહાળી હું તો દંગ જ થઈ ગયો. આપની ધીરજને ખરેખર ધન્યવાદ ઘટે છે. સાહિત્ય એક સાધના છે. તેમાં અનંત ધૈર્ય કેટલું આવશ્યક છે તે તમારા આ પ્રકાશન પરથી સમજાય છે. તા.૧૮-૧૨-૧૯૩૧ ‘સુશીલ’ અંધારી ગુફામાં મશાલ લઈ જનાર જૈન સાહિત્યકારોએ ગૂર્જરી વાણીની શી-શી સેવા કરી તેની આજ પ્રતીતિ પડે છે. નરસિંહ મહેતાની પૂર્વે પણ પાંચછ સદીઓ સુધી ગુર્જર સાહિત્યનું ગૌરવ, મધપૂડામાં મધ પૂરતી મધમાખીઓની માફક પુષ્કળ જૈન કવિઓ સંઘરી રહ્યા હતા – અને તે કેવળ એક જ દિશામાં નહીં, ઇતિહાસ, વાર્તા, કાવ્યો, સુભાષિતો, અલંકારશાસ્ત્રો અને કઠોર વ્યાકરણ : એવી સર્વદેશીય સાહિત્યઆરાધનામાં સાધુઓ સુધ્ધાં શામિલ હતા. પાંચ સદીઓની આ અંધારી ગુફામાં મશાલ લઈ જવાનો યશ રા. મોહનલાલ દલીચંદ દેશાઈને મળે છે. સૌરાષ્ટ્ર, તા.૫-૨-૧૯૨૭ કેતુ હકીકતની ખાણ તમારી વિસ્તૃત પ્રસ્તાવના જૂની ગુજરાતીના સંબંધમાં હકીકતની ખાણરૂપ છે. હું ધારું છું, તેમાં આવી છે તેવી અને તેટલી હકીકત એક ઠેકાણે તો માત્ર તમારા જ પુસ્તકમાં કેન્દ્રસ્થ કરવામાં આવેલી છે. વડોદરા, તા.૩૧-૧૨-૧૯૨૬ મંજુલાલ રણછોડલાલ મજમુદાર ગુજરાતી સાહિત્યની અપૂર્વ સેવા ગુજરાતી ભાષાસાહિત્યના અભ્યાસીને જૈન સાહિત્ય અવગણવું પરવડે એમ નથી; Page #250 -------------------------------------------------------------------------- ________________ છે અને જેટલો એના અભ્યાસ પ્રતિ પ્રમાદ સેવાય એટલો તે ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસ માટે અને અભિવૃદ્ધિમાં અંતરાયરૂપ થાય છે. શ્રીયુત મોહનલાલ દલીચંદ દેશાઈએ તૈયાર કરેલી જૈન કવિઓની સૂચી ભા.૧ અને ૨ હમણાં બહાર પડ્યાં છે તે જોતાં જૈન સાહિત્ય કેટલું બધું ખેડાયેલું અને વિસ્તૃત છે એનો સહજ ખ્યાલ આવે છે; અને સુપ્રસિદ્ધ ઓફેટના કેટલૉગની પેઠે જૈન સાહિત્યના અભ્યાસ માટે આ સૂચીઓ ગુજરાતી સાહિત્યના પ્રેમીને કાયમ ઉપયોગી થઈ પડશે એ નિઃસંદેહ છે. આવું ભગીરથ અને મુશ્કેલ કાર્ય અનેક પ્રકારનો શ્રમ સેવીને પૂરું કરવા બદલ અમે શ્રીયુત ભાઈ મોહનલાલને અંતઃકરણપૂર્વક અભિનંદન આપીએ છીએ. એ યાદીઓ તૈયાર કરીને એકલા જૈન સમાજની નહીં પણ વાસ્તવિક રીતે ગુજરાતી સાહિત્યની અપૂર્વ સેવા એમણે કરી છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. બુદ્ધિપ્રકાશ, ડિસેંબર ૧૯૯૨ ર - સુદીર્ઘ સાહિત્યયજ્ઞ જૈન ગૂર્જર કવિઓએ મોહનલાલ દલીચંદ દેશાઈનું ગુજરાતી સાહિત્યને એક અનેરું અને યશકલગીરૂપ પ્રદાન છે. એક માણસ એકલે હાથે આટલી ગંજાવર સામગ્રી એકઠી કરી શકે અને આવી ચુસ્ત વૈજ્ઞાનિક વ્યવસ્થાથી ને વિષયની પોતાની સર્વ જાણકારીને કામે લગાડીને રજૂ કરી શકે એ ઘટનાનો ગુજરાતી સાહિત્યમાં તો જોટો જડવો મુશ્કેલ છે. શ્રી દેશાઈનો આ જ્ઞાનયજ્ઞ ૩૩ વર્ષ ચાલ્યો. એમણે હસ્તપ્રતભંડારો, વ્યક્તિગત હસ્તપ્રતસંચયો, સૂચિઓ, મુદ્રિત ગ્રંથો આદિ જે સાધનોના ઉપયોગ કર્યો છે એની સંખ્યા ૪૦૦ કે વધારે થવા જાય છે. આ હકીકત શ્રી દેસાઈના અસાધારણ પરિશ્રમની ગવાહી પૂરે છે. આજથી ૫-૭૫ વર્ષ પહેલાં આ બધાં સાધનો સુધી પહોંચવામાં કેટલી અગવડ હશે એનો વિચાર કરીએ ત્યારે શ્રી દેશાઈની સાહિત્યપ્રીતિ ને સંશોધનનિષ્ઠા વિશે પરમ આદર થયા વિના રહેતો નથી. જૈન ગૂર્જર કવિઓ', બીજી આવૃત્તિ જયંત કોઠારી નિવેદન, તા.૧-૮-૧૯૮૬ મારી મરજી વિના સો સંશોધનનિબંધોની સામગ્રીઆટલી પ્રચુર દસ્તાવેજી સામગ્રી ધરાવતો અન્ય કોઈ ગ્રંથ ગુજરાતીમાં તો નજરે જ નથી ચડતો, પરંતુ અન્ય ભારતીય ભાષામાં હશે કે કેમ એ વિશે શંકા રહે છે. પાનાંનાં પાનાં સુધી વિસ્તરતી સૂચિઓ જ “જૈન ગૂર્જર કવિઓ'ના અસાધારણ માહિતીભંડારનો આપણને અંદાજ આપે છે. આ તો બહુરત્ના વસુંધરા છે ! ખોદકામ કરનારા ને રત્નોને પરખનારા-પરખાવનારાની જ વાટ જુએ છે. એકલા “જૈન ગૂર્જર કરિઓ'ને આધારે પીએચ.ડી.ની ડિગ્રી માટેની સો થિસીસો તૈયાર થઈ શકે. થિસીસો નહીં તો સંશોધનનિબંધો તો જરૂર થઈ શકે. જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ જયંત કોઠારી ભા.૭, નિવેદન તા.૮-પ-૧૯૯૧ Page #251 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિ વિશેના અભિપ્રાયો દેવાલયના સમુદ્ધારનું પુણ્યકર્મ સંશોધક અને પંડિત મો. દ. દેશાઈ એટલે ચાળીશેક વરસનો અણથક કઠોર પુરુષાર્થ – બૌદ્ધિક તેમજ શારીરિક, અને તેના પરિણામસ્વરૂપ ૪૦૦૦ પાનાં જૈન ગૂર્જર કવિઓ’નાં, ૧૨૫૦ પાનાં ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'નાં અને ૨૦૦૦/૩૦૦૦ પાનાં બીજા સંશોધનલેખો, સંપાદનો વગેરેનાં. દેશાઈના બંનેય આકરગ્રંથના બાદશાહી ખજાનાનો હું પોતે મારા કામ માટે વરસોથી લાભ ઉઠાવતો આવ્યો છું. ‘જૈન ગૂર્જર કવિઓ' સ્વરૂપે તો એક વર્ણનાત્મક હસ્તપ્રતસૂચિ છે. પણ તે સાથે તેમાં એવી વિપુલ માહિતી સંચિત કરેલી છે, જેને લીધે તે મધ્યકાલનાં સાતસો વરસનો સાહિત્ય ને સંસ્કૃતિનો વૃત્તાંત તૈયાર કરવા માટેનો એક સામગ્રીભંડાર બની ગયો છે. આ આવૃત્તિ જૈન ગૂર્જર કવિઓ'નો નવો અવતાર છે. કોઠારીએ ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી તૈયાર થઈ રહેલા સાહિત્યકોશના મધ્યકાલીન ખંડના સંપાદનકાર્ય સંદર્ભે જે બહુવિધ, બહુમૂલ્ય જાણકારી અને અનુભવ પ્રાપ્ત કર્યાં છે તેથી ‘જૈન ગૂર્જર કવિઓ'ની આ બીજી આવૃત્તિ સમૃદ્ધ બનતી રહેવાની એ એક અસાધારણ સુયોગ છે. અનેક બાબતમાં સંપાદનને કોઠારીની શાસ્ત્રીય ચોકસાઈ અને ઝીણી દૃષ્ટિનો લાભ મળ્યો હોવાનું વાચક જોઈ શકશે. નવું દેવાલય બનાવવા કરતાં જૂનાને સમારવા-ઉદ્ધારવામાં જૈન પારંપા વધુ પુણ્ય હોવાનું માને છે. ‘જૈન ગૂર્જર કવિઓ'નો સમુદ્ધાર હાથ ધરીને કોઠારીએ મોટું પુણ્યાર્જન કર્યું છે. ભાષાવિમર્શ, એપ્રિલ-જૂન ૧૯૮૭ હરિવલ્લભ ભાયાણી બે સંશોધન-તપનો સુંદર સમન્વય સ્વ. શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ કૃત ‘જૈન ગૂર્જર કવિઓ'નું પ્રો. જયંત કોઠારી – સંશોધિત સંવર્ધિત બીજી આવૃત્તિનું પ્રકાશન જૈન સાહિત્યના બે સંશોધક અભ્યાસીઓના તપનો સુંદર સમન્વય છે. પૂર્વસૂરિઓની સર્જક-કૃતિને સમયસમયે અવનવી પ્રતિભાઓના સંસ્પર્શથી અભિનવ રૂપ મળતું રહે છે. આવા નવાવતારો સર્જન જેટલા સંશોધનક્ષેત્રે પણ જરૂરી અને ઉપયોગી છે આ બાબત કદાચ આપણને ઓછી સમજાઈ છે. એથી તો કોઈ વિષય અને ક્ષેત્રનું સંશોધન ‘હોય' એ સ્થાને જ રહી જાય છે. જ્યારે કોઈ સંશોધકે જીવનસમગ્રના અભ્યાસતપનો નિચોડ કોઈ એક ગ્રંથમાં આપ્યો હોય ત્યારે તેની પૂરેપૂરી અભ્યાસનિષ્ઠા છતાં ઉપલબ્ધ સામગ્રીની અને કાલગત મર્યાદાઓને કારણે તેમાં કંઈક અપૂર્ણતા કે ક્ષતિ રહેતી હોય છે. આથી તો આ પ્રકારના સંશોધનમાં પણ અનુગામીનાં નિષ્ઠા, સૂઝ અને અભ્યાસભર્યા તપનું ઉમેરણ થવું જરૂરી છે. તે કાર્યને કાળની એક અનિવાર્યતા સમજીને સર્વસુલભ કરી આપવાની પરંપરા નથી તે નવી દિશાનો ઉધાડ પ્રો. જયંત કોઠારી-સંપાદિત ‘જૈન ગૂર્જર કવિઓ’થી થાય છે. શબ્દસૃષ્ટિ, જાન્યુ. ૧૯૮૭ હસુ યાજ્ઞિક Page #252 -------------------------------------------------------------------------- ________________ કપૂરનું વૈતરું જૈન ગૂર્જર કવિઓ” એક અદ્ભુત આકરગ્રંથ છે, આ ગૌરવગ્રંથનું સંશોધન-સંવર્ધન અતિઆવશ્યક હતું અને તે જયંત કોઠારી જેવા આપણા ચીવટવાળા, ખંતીલા અને તેજસ્વી સંશોધક વિદ્વાનને હાથે થયું એ આનંદની વાત છે. મોહનભાઈના ભારે કામને, સંસ્કૃત વામનો શબ્દ પ્રયોજીએ તો, “કૃતપરિશ્રમ” જયંતભાઈએ પરિમાર્જન અને શોધન દ્વારા દિપાવ્યું છે. જૈન ગૂર્જર સાહિત્યના આ આકરગ્રંથોના સંપાદન અને પરિશોધનનું કપૂરનું વૈતરું' કરીને જયંતભાઈ કોઠારીએ ભારતીય ભાષાઓના અને વિશેષતઃ ગુજરાતી ભાષાસાહિત્યના અભ્યાસીઓને ઉપકૃત કર્યા છે. આ માતબર પ્રકાશનનો આર્થિક ભાર ઉપાડવાની દૂરદર્શિતા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકોને પણ ધન્યવાદ ઘટે છે. બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ઑગસ્ટ ભોગીલાલ જ. સાંડેસરા અને સપ્ટે. ૧૯૮૭માંથી સંકલિત ગુજરાત હંમેશનું ઋણી ગુજરાતી ભાષા અને સાહિત્યના અભ્યાસીને વિપુલ સામગ્રી પૂરી પાડતા દળદાર ગ્રંથો આપી સ્વ. મોહનલાલ દેસાઈએ એક ગંજાવર કાર્ય હાથ ધરી જે ઉત્તમ રીતે પૂરું કર્યું હતું તે માટે ગુજરાત એમનું હંમેશનું ઋણી છે. જે જમાનામાં સંશોધન માટે આવશ્યક દૃષ્ટિ, ઝીણવટ અને સમુચિત યોજનાનો આપણે ત્યાં ખાસ ખ્યાલ નહોતો તે જમાનામાં એકલપંડે ગજબની સંશોધનવૃત્તિ ને શક્તિ મોહનભાઈએ દાખવી એ જેવીતેવી વાત નથી. આવા એક અસામાન્ય ગ્રંથનું નવસંસ્કરણ કરવું એ જેવીતેવી વાત નથી. જયંતભાઈ પોતાની આગવી ઝીણવટ, શાસ્ત્રીય ચોક્સાઈ અને નિષ્ઠાપૂર્વકના ઊંડા અભ્યાસ માટે એટલા જાણીતા છે કે “જૈન ગૂર્જર કવિઓ'ના નવસંસ્કરણ માટે એમની થયેલ વરણી સર્વથા સમુચિત અને પ્રશસ્ય છે. ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક ભૂપેન્દ્ર બા. ત્રિવેદી ઓક્ટો-ડિસે. ૧૯૮૭ સોનાની લગડીમાંથી ફેન્સી દાગીના જૈન ગૂર્જર કવિઓ' એ ગુજરાતી સંશોધનનો આકરગ્રંથ છે. ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના સંશોધનનું આ પાયાનું કામ છે અને આ કામ સગત મોહનલાલ દેસાઈએ એકલે હાથે ઉપાડ્યું અને લગાતાર એની પાછળ ભારે પરિશ્રમ કરી યશસ્વી રીતે પાર પાડ્યું એ આપણા સાહિત્યિક સંશોધનની એક ઘટના છે. એમના જેવી સજ્જતાવાળા અને હઠીલી જહેમતપૂર્વક કેવળ વિદ્યાપ્રેમથી પ્રેરાઈને આવો ભવ્ય પુરુષાર્થ કરનારા વિદ્યાવ્યાસંગી ભારતીય ભાષાઓમાં પણ ગણતર જ હશે. સ્વ. મોહનલાલ દેસાઈને વર્ષો પછી જયંત કોઠારી જેવા અનુગામી સાંપડ્યા એ પણ એટલી જ આનંદપ્રદ ઘટના છે. જયંત કોઠારી માત્ર પ્રાસ્તાવિકો લખી “સંપાદક' થનાર કુળના સંપાદક નથી ! તેમણે “સંપાદક’ શબ્દની અર્થછાયા જ બદલી નાખી. સાચા સંપાદક કેટલી મહેનત કરવી જોઈએ એનું એક ઉદાહરણ પૂરું પાડ્યું. સ્વ. મોહનલાલ દેસાઈના અક્ષરદેહને એમણે અજવાળીને રજૂ કર્યો. મૂળ સંપાદકના કર્તુત્વને બિલકુલ આંચ ન આવે છે એ રીતે મૂળ ગ્રંથની સામગ્રીને અકબંધ જાળવીને વધુ વ્યવસ્થિત રૂપે એને પ્રસ્તુત કરી, ફિર આ Page #253 -------------------------------------------------------------------------- ________________ રી સંખ્યાબંધ સ્થળોએ ઉપલબ્ધ સંશોધનવીગતોને આધારે સંમાર્જન કર્યું અને મૂળ વિષયને પણ ઉપકારક એવી સામગ્રી ઉમેરી આપીને ગ્રંથની સમૃદ્ધિમાં મૂલ્યવાન વધારો કરી આપ્યો છે. તે સંપાદકને આવશ્યક એવી સત્યનિષ્ઠાનો પરિચય તો સંવર્ધિત આવૃત્તિના પાને પાને થશે. તેમણે કરેલી શુદ્ધિ અને વૃદ્ધિ (ગુજરાતી સંશોધનમાં આ “શુદ્ધિ-વૃદ્ધિ' શબ્દ પ્રચલિત કરવાનું માન પણ તેમના ફાળે નોંધાશે !) વગર સ્વ. મોહનલાલ દેસાઈનું કામ આટલું કદાચ ઊપસી આવ્યું ન હોત. મૂળ સોનાની લગડીમાંથી કોઠારીએ ફેન્સી દાગીનો કરી આપ્યો. સંશોધનક્ષેત્રે તેમણે કરેલી આ સેવા સ્મરણીય રહેશે. જન્મભૂમિ-પ્રવાસી, તા.૨૫-૫-૧૯૮૮ રમણલાલ જોશી બr : ' જ ક : : : : : જંગી કાર્ય ને એનો પડકાર ઝીલનારા જૈન ગૂર્જર કવિઓનાં બધાં મળીને ૪૦૬૧ પૃષ્ઠ અને આટલાં બધાં પૃષ્ઠ પર મુદ્રિત સામગ્રી એકઠી કરી તેને વ્યવસ્થિત કરનાર વ્યક્તિ એક જ. ફક્ત એક. નામે મોહનલાલ દલીચંદ દેશાઈ, જેમણે પોતાની જિંદગીનાં ૬૦ વર્ષમાંથી અર્ધા ઉપરનાં વર્ષ ગ્રંથની સામગ્રી એકઠી કરી તેને વ્યવસ્થિત કરવામાં ગાળ્યાં. આટલાં વર્ષે તેનું પુનર્મુદ્રણ અને તેય સંશોધિત અને સંવર્ધિત આવૃત્તિ રૂપે થયું. અગાધ પરિશ્રમ અને અનહદ ખર્ચ બન્ને દેષ્ટિએ જંગી ગણાય એવું આ કાર્ય હાથ ધરીને પાર પાડવા માટે નવી આવૃત્તિના સંપાદક જયંતભાઈ કોઠારી તથા પ્રકાશક મહાવીર જૈન વિદ્યાલય અભિનંદનના અધિકારી બને છે. ફક્ત સાડા ચાર વર્ષના ગાળામાં આ સંદર્ભગ્રંથનો સાતમો ભાગ પ્રકાશિત થાય છે. મૂળ આવૃત્તિનાં ૪૦૬૧ પૃષ્ઠોમાં પ્રકાશિત સામગ્રીની એકેએક નોંધની ચકાસણી કરવી, જરૂર હોય ત્યાં સુધારાવધારા કરવા – એ કામ હાથ ધરવાનો વિચાર ઝટ લઈને ન જ આવે, અને કદાચ આવે તો એ કામનો પડકાર ઝીલવા માટે આવશ્યક ધૃતિ, ચીવટ અને અભ્યાસવૃત્તિ – આ સર્વનો સુમેળ સધાયો હોય એવી વ્યક્તિ મળી આવવી એ પણ મુશ્કેલ તો ખરું જ, પરંતુ શ્રી જયંતિભાઈ કોઠારી અને તેઓ જે સહકાર્યકરોને પૂરેપૂરો જશ આપે છે એ સહકાર્યકરોએ યોજના સાથે અનુસ્મૃત પડકાર ઝીલ્યો છે અને યોજના સફળ કરી બતાવી છે. જન્મભૂમિ, તા.૩-૧૦-૧૯૮૮ તથા ૨-૪-૯૨માંથી સંકલિત ભારતી વૈદ્ય ગુજરાતીઓને મારવામાં આવતું મહેણું ભાંગશે માત્ર સંશોધનપ્રીતિની ભાવના કેન્દ્રમાં હોય તો જ આવું કાર્ય કરી શકાય. એ માટે બીજું ઘણું જતું કરવું પડે. જયંતભાઈએ એ રીતે ઘણું જતું કરીને આપણને આ પ્રાપ્તિ કરવી છે. આ દ્વારા ભૂતકાળના સંશોધકો પ્રત્યેનું ઋણ અદા થયું છે અને ભાવી સંશોધકો માટે એક મહત્ત્વપૂર્ણ નમૂનો રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રકાશનને ભલે જૈન મંડળ તરફથી આર્થિક સહાય પ્રાપ્ત થઈ હોય પરંતુ એ દ્વારા સમગ્ર ગુજરાતી સાહિત્યની સેવા થાય છે એમ માનવું. હવે માત્ર “સૂચિ'ને આવરી લેતો આ સાતમો ખંડ પ્રગટ થાય છે. એના પરથી મૂળ યોજના કેવી વિરાટ હશે એનો ખ્યાલ મળશે. આવાં કામ ફરીફરીને નથી થતાં એટલે લોભી છે. અને ચીકણા બનીને જયંત કોઠારીએ સૂચિગ્રંથને ફાલવા દીધો. ચીકણા એટલા માટે કે તે Page #254 -------------------------------------------------------------------------- ________________ એકેએક વિગતને તેમણે ચકાસીચકાસીને આપણી સામે ધરી છે. પાંચ-સાત મિત્રોની સહાયથી વિE આ શુષ્ક કાર્ય એ આનંદપૂર્વક કરી શક્યા છે. - આ સૂચિગ્રંથ હવે ગુજરાતીઓને મારવામાં આવતું મહેણું ભાંગશે. મરાઠી-બંગાળી વિદ્વત્તા જેવી વિદ્વત્તા ગુજરાતીમાં જોવા ન મળે એવી ગુજરાતની અને અગુજરાતીની માન્યતા. આવો ગ્રંથ હવે ભારતીય ભાષાઓ સમક્ષ જ નહીં પણ અંગ્રેજી-જર્મન જેવી ભાષાઓ સામે આપણે ગૌરવભેર ધરી શકીએ એમ છીએ. ગુજરાતમિત્ર, તા.૮-૧૦-૧૯૯૦ તથા ૧–ર–૧૯૯૨માંથી સંકલિત શિરીષ પંચાલ પ્રથમ પંક્તિનું ઐતિહાસિક સાધન મોહનલાલ દલીચંદ દેશાઈએ સાહિત્ય અને ઇતિહાસના ક્ષેત્રે જે પુરુષાર્થ કર્યો તેને ભગીરથ કહ્યા વિના ચાલે તેવું નથી. આપણો વિદ્યાસંસાર જો ગુણજ્ઞ હોય તો આપણી કોઈ યુનિવર્સિટીમાં એમના નામની શિક્ષાપીઠ સ્થાપવી જોઈએ. જૈન ગૂર્જર કવિઓ'માં સંગ્રહાયેલી સામગ્રીમાં કેટકેટલું વૈવિધ્ય છે ! અહીં દર્શન છે, સંસ્કૃતિ છે, ઇતિહાસ છે, સમાજદર્શન છે અને ગુજરાતી ભાષાના વિકાસની તો બહુરત્ના ખાણ છે. “મિરાતે અહમદી'ની પ્રસ્તાવનામાં પ્રસિદ્ધ ઇતિહાસકાર પ્રા. જદુનાથ સરકારે કહ્યું છે કે ભારતના સર્વ પ્રદેશોમાં ઐતિહાસિક સાધનોની સંખ્યા અને વૈવિધ્યની બાબતમાં ગુજરાત સૌથી વધુ સમૃદ્ધ છે. આવી ઐતિહાસિક સામગ્રીમાં “જૈન ગૂર્જર કવિઓનું સ્થાન પ્રથમ પંક્તિમાં લેખાય. વર્ષોથી આ મહત્ત્વનો મહાગ્રંથ અપ્રાપ્ય હતો. પ્રા. જયંતભાઈ કોઠારીએ મહાપરિશ્રમ લઈને તેની નવી સંશોધિત અને સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરીને ગુજરાતનાં વિવિધ ક્ષેત્રોના અભ્યાસીઓ ઉપર ઉપકાર કર્યો છે. દાયકાઓ પહેલાં જેમ મોહનલાલ દલીચંદ દેસાઈએ ભગીરથ સંશોધન પ્રવૃત્તિ કરીને તેનાં મિષ્ટ ફળ ગૂજરી સરસ્વતીના મંદિરે ધર્યા હતાં તેમ એવો જ ભગીરથ સંશોધનયજ્ઞ કરીને જયંતભાઈએ મૂળથીયે વધુ મિષ્ટ એવાં સુફળ ગુર્જરી સરસ્વતીના મંદિરે થયાં છે. મહાવીર જૈન વિદ્યાલયે આ જ્ઞાનયજ્ઞ કરીને અસામાન્ય ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ગુજરાત, દીપોત્સવી અંક, વિ.સં.૨૦૪૪માંથી સંકલિત ધનવંત ઓઝા ગુજરાતનું ભારતનું પ્રદાન આ સંદર્ભગ્રંથ ભારતીય ભાષાસાહિત્યના અભ્યાસીઓને પણ ખૂબ ઉપયોગી છે. આ ગ્રંથપ્રકાશનને હું ગુજરાત તરફથી ભારતને એક આદર્શ સંદર્ભગ્રંથના પ્રદાનરૂપ ઘટના ગણું પરબ, ઓગસ્ટ ૧૯૮૮ : બળવંત જાની ગ્રંથાલયોની સમૃદ્ધિ વધારનાર આકરગ્રંથ આપણી શિક્ષણ સાહિત્યસંશોધનની સંસ્થાઓનાં ગ્રંથાલયોની સમૃદ્ધિ ન કેવળ પુસ્તકોની સંખ્યાને આધારે, પરંતુ “જૈન ગૂર્જર કવિઓજેવા આકરગ્રંથો એમણે સાચવ્યા છે કે કેમ તેને લઈને જ મૂલવી શકાય. પ્રબુદ્ધ જીવન, તા.૧–૨–૧૯૮૭ કાંતિભાઈ બી. શાહ Page #255 -------------------------------------------------------------------------- ________________ An Invaluable Monumental Encyclopaedic Work Jaina Gurjara Kavio' is an invaluable monumental encyclopaedic work documenting and enlisting Jaina literary writers and their works.. With great perseverance, sincerity and labour Mohanbhai collected huge data and scientifically arranged them, harmonizing all strings of facts. The work is the result of his 33 Years' continuous service to learning and literature. This second edition is corrected and enlarged. It is a manner of great pleasure that the work has found in Prof. Jayant Kothari a sincere, well-equipped, truth-devoted and learning-lover editor. He has performed the duty of an editor honestly and sincerely. Withont damaging the structure of the original compiler, he has done his editing work in such a way as the important salient features of the work would stand out in great relief. His corrections and additions have made the work more authentic and thus enhanced its value as a reference book. Therefore, the language and linguistics departments of all the Universities should have the work in their libraries. Sambodhi Vol. 14, Feb. 1990 Nagin J. Shah The Good Fortune of Indologists The Mahavira Jaina Vidyalaya, to the good fortune of indologists, has decided to reissue this standard work which has long been out of print. Jayant Kothari has thoroughly revised and enlarged this second edition of the descriptive catalogue of works in Gujarati by Jain poets. Reseaschers engaged in comparative work in the Indo-Aryan languages and literatures, especially in Jain studies will be pleased to learn their access facilitated. Jonrnal of the American Oriental Society 109.1 (1989) Ernest Bender ભાવી શોધખોળની વિપુલ શક્યતાઓ સાતમો ગ્રંથ કેવળ સૂચિઓનો રાખ્યો એ સારું કર્યું કેમકે સૂચિઓના સાધન વિના આવા ગ્રંથનો ઉપયોગ ન થઈ શકે. વળી સાતમા ગ્રંથની પ્રસ્તાવનામાં, આ વિષયમાં ભાવી શોધખોળની વિપુલ શક્યતાઓ માટે તમે કીમતી સૂચનો કર્યા છે એ પ્રસ્તુત કાર્ય પાછળનું તમારું ઊંડું ચિંતન બતાવે છે પણ. કામ કરનારા ક્યાં છે ? તા.૨–૧૧–૧૯૯૧નો પત્ર ભોગીલાલ જ. સાંડેસરા અખંડ દીવાનો વિસ્તરતો ઉજાશ શ્રી મોહનભાઈએ “જૈન ગૂર્જર કવિઓ'ના સંપાદન દ્વારા એક વિદ્યાકાર્યનો અખંડ હિ Page #256 -------------------------------------------------------------------------- ________________ મહાયજ્ઞ જ માંડ્યો. જીવનને તે સત્કાર્યથી ઉજાળ્યું અને અમર બનાવ્યું. તેઓને જાણે પોતાનું જીવનકાર્ય જડી ગયું, અને તેને સંપૂર્ણ સમર્પિત થઈને તેઓએ મધ્યકાલીન જૈન સાહિત્યના ઇતિહાસનો અખંડ દીવો પ્રગટાવ્યો. થોડા કાળમાં તેની શગ સંકેરવાની અને તેમાં ઘી પૂરવાની જરૂર પડી. તો શ્રી જયંતભાઈએ એ પુણ્ય કાર્ય એમની આગવી કુશળતાથી એવી રીતે કર્યું કે દીવાની જ્યોત વધુ પ્રકાશમાન થઈ અને અજવાળું દૂર સુધી ફેલાયું. ઉજાશ એવો તો પથરાયો કે તેમાં રહેલી ઝીણામાં ઝીણી વસ્તુ-વીગતો હસ્તામલકવત્ સ્પષ્ટ દેખાવા લાગી. જયંતભાઈને પણ પોતાના ઉત્તર જીવનને શણગારવાનું એક વિશેષ કાર્ય મળી ગયું. ‘જૈન ગૂર્જર કવિઓ’ના જૂના ત્રણ ભાગ (ને ચાર ગ્રંથ) જોયા પછી નવા દશ ભાગને જોઈએ ત્યારે લાગે કે જયંતભાઈ મોહનભાઈના માનસપુત્ર છે. મોહનભાઈએ અહીં આવું શા માટે લખ્યું છે/હશે, આ વાત આ રીતે કેમ મૂકી છે તે બધું જાણે કે જયંતભાઈએ પરકાયપ્રવેશની વિદ્યા સાધીને જાણ્યું હોય. આવાં કામોને શકવર્તી કામ કહેવાય. તેને કાળનો કાટ લાગતો નથી. તેમાં હજુ ઉમેરવાનું અન્ય કોઈના હાથે બનશે પરંતુ તેને કોરાણે મૂકવાનું નહીં બને. જેને મધ્યકાલીન સાહિત્યમાં કશુંય જોવું હશે, નોંધવું હશે, કામ કરવું હશે તેને આના વિના નહીં જ ચાલે તેવું આ કામ બન્યું છે. આવાં ઘણાં કામો આદર્યાં અધૂરાં રહે છે. પણ આ તો આદરીને તેને પરિપૂર્ણ કર્યું છે; કહો કે એક તપ પૂર્ણ થયું. આનો ઓચ્છવ કરીએ. ‘જૈન ગૂર્જર કવિઓ', બીજી આવૃત્તિ, ભા.૧૦ પુરોવચન, દીપોત્સવ, સં.૨૦૫૨ પ્રદ્યુમ્નસૂરિ સર્જક તથા સર્જનની પુનઃપ્રતિષ્ઠા મો. ૬. દેશાઈ એ one man university છે. જે કાર્ય આજની સાધનસામગ્રીથી સભર પરિસ્થિતિમાં પણ એક આખી સંસ્થા કે વિશ્વવિદ્યાલય જ કરી શકે તેવું કાર્ય ટાંચાં લગભગ નગણ્ય – સાધનો દ્વારા આ વ્યક્તિએ એકલા હાથે કરી બતાવ્યું છે. ‘જૈન ગૂર્જર કવિઓ’ના નવા સંપાદનના દશ ગ્રંથોનું જરા નિરાંતે અવલોકન કરીએ તો જયંતભાઈની શોધકષ્ટિ, ચીવટ અને હાથમાં લીધેલ કાર્યના એકાદ અક્ષરને પણ અન્યાય ન થઈ જાય તે માટેની સક્ષમ જાગૃતિ, તેમાં અક્ષરેઅક્ષરે જોવા મળશે. મો. દ. દેશાઈ જેવા પોતાના મૂર્ધન્ય અને બહુશ્રુત જૈન વિદ્વાનને તથા તેના શકવર્તી સર્જન-સંશોધનકાર્યને જૈન સમાજ લગભગ ભૂલી ગયો હતો તેવે ટાણે જયંતભાઈએ આ ગ્રંથશ્રેણીના પુનરુદ્ધાર દ્વારા સર્જક તથા સર્જનની પુનઃપ્રતિષ્ઠા કરી છે અને દાયકાઓ સુધી આપણે આ સર્જનને તથા સર્જકને ભૂલીએ નહીં તેવી યોજના કરી આપી છે તે બદલ સમગ્ર જૈન સમાજે જયંતભાઈને વધાવવા જોઈએ. આ બૃહત્ કાર્ય સાદ્યંત પાર પાડવાનું બીડું ઝડપીને મો. દ. દેશાઈનું સુયોગ્ય તર્પણ કરનાર સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પણ પૂરા આદર સાથે શતશઃ ધન્યવાદ આપવા ઘટે. શીલચંદ્રસૂરિ ‘જૈન ગૂર્જર કવિઓ', બીજી આવૃત્તિ, ભા.૧૦, પુરોવચન, તા.૬-૧૨-૧૯૯૬ Page #257 -------------------------------------------------------------------------- ________________ • • જૈન ગૂર્જર કવિઓ'નાં પ્રાપ્તિસ્થાન શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઑગસ્ટ ક્રાન્તિ માર્ગ, મુંબઈ ૪૦૦ ૦૩૬ · શ્રી મહાવીર જૈન વિદ્યાલય પાલડી ચાર રસ્તા, અમદાવાદ ૩૮૦ ૦૦૭ આર. આર. શેઠની કંપની ૧૧૦-૧૨ પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦૦૦૨ ગાંધીમાર્ગ, ફુવારા પાસે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ નવભારત સાહિત્ય મંદિર ૫૩૧ કાલબાદેવી રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૨ ગાંધીમાર્ગ, પતાસાપોળ પાસે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ગૂર્જર સાહિત્ય ભવન ગાંધીમાર્ગ, રતનપોળનાકા સામે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ગ્રંથાગાર પોસ્ટ ઑફિસ પાછળ, નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯ સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, હાથીખાના, અમદાવાદ ૩૮૦ ૦૦૧ Page #258 -------------------------------------------------------------------------- ________________ મહત્વાકાંક્ષી યોજનાનો પડકાર ઝીલનારા ‘જૈન ગૂર્જર કવિઓ'નાં બધાં મળીને ૪0૬૧ | પૃષ્ઠ | આટલાં બધાં પૃષ્ઠ પર મુદ્રિત સામગ્રી એકત્રિત કરી, તેને વ્યવસ્થિત રીતે મૂક્નાર વ્યક્તિ એક જ. ફક્ત એક. નામે મોહનલાલે દલીચંદ દેસાઈ, જેમણે પોતાની જિંદગીનાં ૬૦ વર્ષમાંથી "અધી ઉપરનાં વર્ષ ગ્રંથની સામગ્રી એકઠી કરી તેને વ્યવસ્થિત ગોઠવવામાં ગાળ્યાં ! ૧૯૮૬ના નવેમ્બર માસમાં જૈન ગુર્જર કવિઓ”ની સંશોધિત અને સંવર્ધિત આવૃત્તિનો પ્રથમ ભાગ પ્રકાશિત થયો અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે હાથ ધરેલી એક મહત્ત્વાકાંક્ષી યોજનાના અમલ વિશે શ્રદ્ધા બંધાઈ. એ પછીના ફક્ત સાડા ચાર વર્ષના ગાળામાં આ સંદર્ભગ્રન્થનો સાતમો ભાગ પ્રકાશિત થાય છે. એ તો આનંદની વાત છે જ, તે યોજના સાથે સંકળાયેલા વિદ્વાનો, પ્રકાશક અને મુદ્રક પણ અભિનંદનને પાત્ર ઠરે છે. મૂળ આવૃત્તિનાં ૪૦૬૧ પૃષ્ઠોમાં પ્રકાશિત સામગ્રીની એકેએક નોંધની ચકારાણી કરવી, જરૂર હોય ત્યાં સુધારાવધારા કરવા - એ કામ હાથ ધરવાનો વિચાર ઝટ લઈને ન જ આવે અને કદાચ આવે તો એ કામનો પડકાર ઝીલવા માટે આવશયક ધૃતિ, ચીવટ અને અભ્યાસવૃત્તિ - આ સર્વનો સુમેળ સધાયો હોય એવી વ્યક્તિ મળી. આવવી એ પણ મુશ્કેલ ખરું જ. પરંતુ શ્રી જયંતભાઈ કોઠારી અને તેઓ જે સહકાર્યકરોને પૂરેપૂરો જશ આપે છે એ સહકાર્યકરોએ યોજના સાથે અનુસ્મૃત પડકાર ઝીલ્યો છે અને યોજનાને સફળ કરી બતાવી છે. ભારતી વૈદ્ય (જન્મભૂમિ, તા.૨૦-૪-૧૯૯૨) JM Education International