________________
પૂર્વની ભાષા મરીને આપણી દેશી ભાષાઓ નવી બની નથી
પરિણામ આવ્યું નહીં. પણ ઈ.સ.ના અગિયારમા શતકથી તે ત્યાર પછી તુર્ક આદિ પરધર્મી લોકોનાં અનેક ધાડાંઓ આર્યભૂમિ ૫૨ આવ્યાં અને તેઓએ અભૂતપૂર્વ ખળભળાટ મચાવી દીધો એમાં શંકા નથી. ઈ.સ.૧૦૦૧થી ૧૦૨૪ સુધી અનેક વેળાએ હિંદુસ્તાન ૫૨ સવારી મહમદ ગિઝનવીએ કરી. મહમદ ૧૦૨૪માં મુલતાનઅજમેર માર્ગે અણહિલવાડ પાટણમાં ઊતર્યો અને પછી સૌરાષ્ટ્રમાં સોમનાથ ૫૨ હુમલો કર્યો. સોમનાથને લૂંટ્યા પછી તે પુનઃ પાટણ પાસે ગયો અને ત્યાં કેટલાક દિવસ રહ્યો. તેણે ત્યાં મસીદો વગેરે બાંધ્યાનો ઉલ્લેખ છે (બૉમ્બે ગૅઝેટિઅર, વૉ.૧, ભાગ ૧, પૃ.૧૬૮ પાદટીપ). મહમદના ધાડાંથી પંજાબ, રાજપૂતાના, ગુજરાત, સૌરાષ્ટ્ર એ દેશોમાં વિલક્ષણ ખળભળાટ થયો. જેમનામાં તેમની સાથે સામનો ક૨વાનું કૌવત ન હોય તેમણે દેશ છોડી નાસવું, રાજાઓએ પોતાના સગાંસંબંધીનો આશ્રય લેવો, એવું એકંદર થઈ પડ્યું તેમાં આશ્ચર્ય નથી. ગુજરાતનો ભીમ રાજા (ઈ.સ.૧૦૨૨થી ૧૦૬૪) પોતાનું જબરું રાજ્ય હોવા છતાં પણ તે છોડી ભાગ્યો અને કંથકોટનો આશ્રય કરી રહ્યો. મહમદ સાથે આવેલા લોકો પૈકી કેટલાક વિદેશી લોક અહીં વસવાટ કરીને રહ્યાનો ઉલ્લેખ વધારે ક્યાંય મળતો નથી એ ખરું છે, પણ ગુજરાતના કેટલાક લોકો ખાનદેશમાં રાજપૂતાનાના ઉત્તર માળવામાં, પંજાબના અયોધ્યા પ્રાંત પાસે એ સ્થળોમાં જણાતાં, રહેવાસીઓની ભાગાભાગી માત્ર તેની સવારીના કારણે થઈ હોય એમાં નવાઈ નથી.
-
૩૧૯. આ પછી બીજી ધાડ મહમદ ઘોરીની આવી. તે બારમા શતકની આખર આવી. દિલ્હીના ચૌહાણનું ઉત્તર હિન્દુસ્તાન ઉપર વર્ચસ્વ હતું અને તેનું જોર ઘણું હતું તેથી મહમદનું ત્યાં ચાલ્યું નહીં. પહેલી ખેપમાં ઈ.સ.૧૧૯૧માં થાણેશ્વર પાસે માર ખાઈ તેને ભાગી જવું પડ્યું. તે જ પાછો ઉત્તર હિન્દુસ્તાનમાં પહેલી રાજકીય એકતા તૂટતાં ૧૧૯૩માં આવતાં તેને જશ મળ્યો. તેણે પ્રથમ ચૌહાણની ખબર લઈ પછી બીજાનો નાશ કર્યો.
૨૦૯
૩૨૦. મહમદ ઘોરી મહમદ ગિઝનવીની પેઠે કેવળ લૂંટ કરી પાછો ચાલ્યો જવા નહોતો આવ્યો, પણ તેને તો હિન્દુસ્તાનમાં પોતાનું રાજ્ય સ્થાપવાનું હતું, તેથી એક એ વાત થઈ કે અન્ય સંસ્કૃતિના અને અન્ય માનવવંશના લોકોનો મોટો સમુદાય આપણામાં ઘૂસ્યો, અને બીજું એ થયું કે તેણે આપણા લોકોને એમના પોતાના દેશમાંથી હાંકી કાઢી રાજપૂતાના, માળવા, ગુજરાત – એમાં વનવન ભટકતા કર્યાં. મહમદ ઘોરી દિલ્હી અને પંજાબ જીતીને ઠરીઠામ ન બેઠો, પણ તેણે પોતાના સરદાર પૂર્વ બાજુ બંગાલમાં અને દક્ષિણ બાજુ માળવા, ગુજરાત સુધી મોકલ્યા, બંગાલ અને બિહાર પ્રાંત ઈ.સ.૧૧૯૪-૯૫ના સુમારે મુસલમાનોના તાબામાં આવ્યો. ગુજરાતમાં તેઓ ફાવ્યા નહીં, પણ તેના પછીના ગુલામ રાજાએ ગુજરાતને હેરાન કર્યું ને પછી તેરમા શતકના છેવટમાં અલાઉદ્દીને ગુજરાતના કર્ણ રાજાના રાજ્યને ધૂળમાં મેળવ્યું અને મહારાષ્ટ્રમાં દેવગિરિના યાદવોનો ઈ.સ.૧૨૯૪માં પરાભવ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org