________________
સોમપ્રભાચાર્યે અવતારેલ અપભ્રંશ ઉદાહરણો
ઝાળ. આ દોહો હેમચન્દ્રમાં પણ છે. જુઓ ૪.૮૦. (૨૪) હઉં તુહ તુóઉ નિચ્છઇણ, મગ્ગિ મણિચ્છિઉ અજ્જુ, તો ગોવાલિણ વજ્જરઉ, પહુ મહ વિયરહિ રજ્જુ.
(દેવતાએ કહ્યું કે) હું તારા પર નિશ્ચયે તૂઠો (છું), આજ મનનું ઇછ્યું માગ. ત્યારે ગોવાળે કહ્યું, “પ્રભુ ! મને રાજ આપ.' • વરિઉ – (દેશી) ઊચર્યું, કહ્યું. વિયરહિ – સં.વિતર(હિ).
આ સોમપ્રભની પોતાની જ રચના હોય એવો સંભવ છે, પરંતુ અધિક સંભવ તો એ છે કે આ કહાણીનો સંગ્રહશ્લોક હોય.
(૨૫) એક કોહલ નામનો કબાડી – જંગલી હતો, તે લાકડાની કાવડ ખાંધ પર લઈને ફરતો હતો. તેને સિંહલા નામની સ્ત્રી હતી. તેણે પતિને કહ્યું, “દેવાધિદેવ યુગાદિદેવની પૂજા કરો કે જેથી જન્માંતરનાં દારિદ્રય-દુઃખ આવે નહીં.' પતિએ કહ્યું કે ‘તું ધર્મઘેલી થઈ છો. પરસેવક એવો હું શું કરી શકું તેમ છું ?' ત્યારે સ્ત્રીએ નદીજલ અને ફૂલની પૂજા કરી. તે જ દિને તે વિષુચિકા - મરડાથી મરી ગઈ અને જન્માંતરમાં રાજકન્યા અને રાજપત્ની થઈ. પોતાના નવા પતિ સાથે કોઈ દિવસ તે જ જિનમંદિરમાં આવી કે જ્યાં પૂર્વ પતિ દિવ્ર કબાડીને જોઈ મૂર્છિત થઈ ગઈ. તે સમયે જાતિસ્મરણ થતાં તેણે નીચેનો દોહો કહ્યો. કબાડીએ સ્વીકાર કરી જન્માંતર-કથાની પુષ્ટિ કરી. અહિ પત્તી નઇહિ જલુ, તો વિ ન વૂહા હત્થ,
અવ્યો તહ કવ્વાડિયહ, અજ્જ વિ સ જ્જિ અવત્થ.
અટવી(જંગલ)નાં પાંદડાં, નદીનું જળ (સુલભ હતાં) તોપણ (તે)
•
હાથ ન હલાવ્યા. હાય ! તે કબાડિયા[ની હજી પણ એવી જ અવસ્થા છે.] (અને હું રાણી થઈ ગઈ.)
•
વહા – ભૂહિત કર્યાં. અવ્યો – આશ્ચર્ય અને ખેદ અર્થે.
(૨૬) જે પરદાર-પરમ્મુહા, તે વચ્ચહિં નરસીહ,
જે પિરરંભિહં ૫૨૨ણિ, તારું ફુસિજ્જઇ લીહ.
• જે પરદારા(થી) પરાભુખ (છે) તે નરસિંહ કહેવાય છે. જે ૫૨૨મણી(ને) આલિંગન કરે છે, તેની રેખા [યશોરેખા, પ્રતિષ્ઠાનો આંક, ઊંચું સ્થાન] ફસકી જાય છે – મટી જાય છે.
૧૪૧
વુહિ સં.ઉચ્યતે. ફુસિઈ મટી જાય છે, હિં. પોંછ દી જાતી હૈ, [ગુ.ભૂંસાય છે], સંસ્કૃતમાં ‘પોંછને’ માટે ‘ઉપું' ધાતુનો કાશ્મીરી કિવિઓએ પ્રયોગ કર્યો છે. લીહ–રેહ, રેખા.
Jain Education International
(૨૭) એક વહુ પશુપક્ષીની ભાષા જાણતી હતી. અર્ધી રાતે શિયાળને એવું કહેતાં સાંભળ્યું કે નદીનું મડદું આપી દે અને તેનાં ઘરેણાં લઈ લે, એટલે તે નદી ૫૨ તેમ કરવા ગઈ. પાછી આવતી હતી તે સસરાએ જોઈ લીધું. તેણે જાણ્યું કે તે અસતી છે. તે તેને પિયર પહોંચાડવા ગયો. માર્ગમાં કરીરના ઝાડની પાસે કૌઓ બોલવા
For Private & Personal Use Only
www.jainelibrary.org