________________
૧૪૨
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
લાગ્યો કે આ વૃક્ષના નીચે દશ લાખનો નિધિ છે, કાઢી લે અને મને દહીં-સતુ ખવરાવ. પોતાની વિદ્યાથી દુ:ખ પામેલી તે સ્ત્રી કહે છે કે :
એકે દુન્નય જે ક્યા, તેહિ નીહરિય ઘરમ્સ, બીજા દુત્રય જઈ કરઉં, તો ન મિલઉ પિયરમ્સ.
• જે એક દુર્ણય કર્યો તેથી ઘરથી નીકળી – નીસરી, બીજો દુર્નય જો કરું તો પ્યારાને વિસ્તુતઃ પિયરને (પણ) ન મળું. હુિં ક્યાંયની ન રહું.] •
પિયર - પ્રિયકર. પિતૃ – પિતર – પિયર.] (૨૮) રૂકમિણીહરણના સમયે કૃષ્ણ રમિણીને કહે છે :
અખ્ત થોડા રિઉ બહય, ઈઉ કાયર ચિંતતિ, મુદ્ધિ નિહાલહિ ગયણયલુ, કઈ ઉજ્જોઉ કરંતિ.
• અમે થોડા (છીએ), રિપુ ઘણા છે એમ કાયર ચિંતવે છે. ભોળી ! ગગનતલમાં જ, કેટલા ઉદ્યોત – પ્રકાશ કરે છે ? (ઘણા તારા છે ને કે એક ચન્દ્ર જ ?). •
મુદ્ધિ – મુગ્ધ ! જુઓ ક. ૨૩. આ હેમચન્દ્રમાં પણ છે, ક.૬૦ [જે આ આવૃત્તિમાં છોડી દીધેલ છે.] (૨૯) સો જિ વિખ્ખણ અખિયાં, છજ્જઈ સોજ્જિ છUહ્યું,
ઉપૂહ પઠિક પહિ ઠવઇ, ચિત્ત જુ નેહ-ગહિલ્.
• તે જ વિચક્ષણ કહેવાય છે, તે જ છેલ છાજે છે (શોભિત થાય છે) જે ઉત્પથ-પ્રસ્થિત (કુમાર્ગ પર ચાલતા) નેહધેલા ચિત્તને પથ પર ટકાવે
અખિયઈ -- આપવામાં આવે, “આ+ખ્યા” પરથી, પંજાબી આખના, કહેવામાં આવે. સોજ્જિ – સોઉજિ, તે જ. છછું – સં.છેદ એટલે વિદગ્ધ, ચતુર. પ્રાપ્ત કવિતામાં ‘છઇલનો અર્થ ચતુર છે. પંજાબીમાં “છેલ” એટલે સારું. આ છઇલ તથા તે પરથી બનાવેલ પ્રેમી છેલા' (છબિલ, છબિલા)નો ભેદ તુલસીદાસે બતાવ્યો છે કે છરે છબીલે છેલ સબ.... ગહિલૂ – સં.ગ્રહિલ, આગ્રહી, તે પરથી “ઘેલું' થયેલ છે,
હઠીલું.
(૩૦) રિદ્ધિ વિહૂણઉ માણુસહ, ન કુણઈ કુવિ સમ્માણ,
સઉણિહિ મુચ્ચહિ ફલરહિઉં, તરુવરુ ઇત્યુ પમાણુ.
• રિદ્ધિવિહૂણા માણસનું કોઈ પણ સંમાન કરતું નથી. શકુનિ – પક્ષીઓ ફલરહિત તરુવરને છોડી દે છે (એ) અહીં પ્રમાણ છે. •
વિહૂણ – સં.વિહીન. નિષ્ઠા[કર્મણિ ભૂતકૃદંત અને વર્તમાન કૃદંતના પ્રત્યાયના રૂપમાં ઈ’ અને ‘ઊની બદલી માટે સરખાવો ‘જીર્ણ” ઉપરથી “જૂર્ણ અને તે પરથી જૂના'.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org