________________
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
• આજ વહાણું (પ્રભાત) થયું, આજ દિવસ ઊગ્યો, આજ સુવાયુ પ્રવૃત્ત થયો. આજ સકલ દુઃખને ગલહત્થો (દીધો) – કાઢી નાખ્યું. કેમકે તું મારા ઘરમાં પ્રાપ્ત થયો – આવ્યો.
•
ગલત્યિઉ સં.ગલહસ્તિત, ગળામાં હાથ દઈ કાઢી મૂક્યું. (અર્ધચન્દ્ર દીધું, ‘ગલહસ્તેન માધવઃ”)
(૨૦) ડિવિવિ દય દેવ ગુરુ, દેવ સુપત્તિહિ દાણુ,
વિરઇવિ દીણજણુદ્ધરણુ, કરિ સલઉં અપ્પાણુ.
• દયા, દેવ અને ગુરુ પ્રાપ્ત કરી, સુપાત્રોને દાન દઈ દીનજનનું
૧૪૦
ઉદ્ધરણ કરી આત્માને – પોતાને સફલ કર. -
ચોથા ચરણની સમસ્યાપૂર્તિ છે. વિરઇવિ – સં.વિરચ્ય. અપ્પાણં - આત્માનં. તુલસીદાસે ‘અપાન’ વાપરેલ છે.
(૨૧) પુત્તુ જુ રંજઇ જણયમણુ, થી આરાહઈ કંતુ,
ભિચ્ચુ પસન્નુ કઈ પહુ, ઇહુ ભશ્ચિમ-પજ્યુંતુ.
• જે પુત્ર જનક એટલે પિતા(ના) મનનું રંજન કરે, સ્ત્રી કંથ(ને) આરાધે, ભૃત્ય પ્રભુ – સ્વામી(ને) પ્રસન્ન કરે એ ભલાઈની સીમા (પર્યંત)
છે.
ચોથા ચરણની સમસ્યાપૂર્તિ છે.
(૨૨) મ૨ગય-વન્નહ પિયહ ઉરિ, પિય ચંપયપય દેહ, (સમસ્યા) કસવટ્ટઇ દિત્રિય સહઇ, નાઇ સુવન્નહ રેહ. (પૂર્તિ)
મરકત-વર્ણના (શ્યામલ) પિયાના ઉ૨ પર ચંપક (જેવી) પ્રભા(વાળા) દેહવાળી પ્રિયા કસોટી પર સુવર્ણની રેખા દીધી હોય તેના
જેવી શોભે છે.
•
•
હેમચન્દ્રના વ્યાકરણમાં આને ઘણી મળતી એક બીજી કવિતા છે તેનું વિવરણ જુઓ આ પૂર્વે ક્ર.૧. આ કઈ અવસ્થાનું વર્ણન છે તે કહેવાની જરૂર રહે છે ? સહઇ જુઓ ઉપર ક્ર.૧૦ અને ૪૧.
(૨૩) ચૂડઉ ચુન્નીહોઇસઇ મુદ્ધિ કવોલિ નિહિન્દુ, (સમસ્યા) સાસાનલિણ ઝલયિઉ, વાહસલિલ સંસિત્તુ. (પૂર્તિ)
• હે મુગ્ધ ! કપાલ પર રાખેલો ચૂડો શ્વાસના અનલ – અગ્નિથી જ્વાલિત બળેલો થઈ અને બાષ્પ(વરાળ)ના સલિલ એટલે જળથી સંસિક્ત એટલે સીંચાયેલો થઈને ચૂર્ણ (ચૂરેચૂરા) થશે.
પહેલાં તો બળતો શ્વાસ ચૂડાને તપાવશે પછી તેના ૫૨ આંસુ પડશે તો તે શું ચૂરેચૂરા નહીં થઈ જાય ? મુદ્ઘિકવોલિ – એને સમાસ લઈએ તો મુગ્ધાના કપોલ પર એવો અર્થ થાય. ચુન્નીહોઇસઇ - અભૂત-તદ્ભાવનો ‘ઈ’ આમાં છે. મુદ્ધિ - જુઓ પ્ર. ચિં. ઉદાહરણમાં ‘મુંધિ' (ક્ર.૮). ઝલક્કિયઉ - ઝલ જ્વાલા, જુઓ પ્ર.ચિં. (ક્ર.૬),
Jain Education International
For Private & Personal Use Only
•
www.jainelibrary.org