________________
સોમપ્રભાચાર્યે અવતારેલ અપભ્રંશ ઉદાહરણો
૧૩૯
(૧૫) વેસ વિસિઠહ વારિયાં, જઈ વિ મોહર-ગર,
ગંગાજલ-પકખાલિય વિ, સુણહિ કિં હોઇ પવિત્ત.
• યદિ મનોહર ગાત્રવાળી (હોય) તોપણ વિશિષ્ટોને માટે વેશ્યા વારવા – તજવા યોગ્ય છે.] કૂતરી ગંગાજલથી પ્રક્ષાલિત (હોય) તોયે શું પવિત્ર થાય ? • જુઓ નીચેનું ઉદાહરણ ૪.૧૬. સુણહિ – સં.શુની, કૂતરી. (૧૬) નયણિહિ રોયઈ મણિ હસઈ, જશું જાણઈ સઉ તત્ત,
વેશ વિસિઠહ તે કરઈ, જે કફહ કરવતુ.
• આિંખથી રડે ને મનમાં હસે. લોકો એમ જાણે કે આ બધું સાચું છે. પરંતુ) વેશ્યા વિશિષ્ટોનું એવું કરે છે એવું કરવત કાષ્ઠનું.] •
ઉપરના બંને દોહામાં ‘વેસ વિસિટ્ઠહ જુદાજુદા પદ માનીએ તો પહેલામાં વેશ્યા વિશિષ્ટો(સારા લોકો)થી વારતિ કરવામાં આવે છે, એ અર્થ થશે અને બીજામાં ‘વેશ્યા વિશિષ્ટોના (=ને) તે કરે' ઇત્યાદિ થશે.
[પહેલાં વેશ-વિશિષ્ટા – સારા વેશવાળી એવો અર્થ કરેલો તેને અનુલક્ષીને ઉપરની નોંધ છે. હવે અનુવાદ સુધાર્યો છે તે મુજબ બન્ને સ્થાને ‘વેશ્યાઅર્થ લઈ શકાય છે.)
કરવ7 – સં.કરપત્ર, હિં. કરૌતી, ગુ.કરવત. (૧૭) પિય હઉં થક્રિય સયલ દિયું, તુહ વિરહગિ કિલંત,
થોડઈ જલ જિમ મચ્છલિય, તલ્લોવિદ્ધિ કરત. • પિયુ ! હું સકલ – આખો દિન તારા વિરહના અગ્નિમાં ઊકળતી રહી. (કેવી રીતે ?) જેમ માછલી થોડા જલમાં તડફડાટ કરે છે (તેમ). •
થક્રિય – થાકવું – રહેવું (બંગલા “થા'); તલ્લોપિલ્લિ - તલે ઉપરિ, ઉપરનીચે થવું તે, તરફડાટ. (૧૮) માં જાણિયલું પિય-વિરહિયહ, કવિ ધર હોઈ વિયાલિ,
નવરિ મયંકુ વિ તહ તવઈ, જહ દિણયરુ ખયકાલિ.
• મેં જાણ્યું કે પ્રિયના વિરહિતને કોઈ પણ આધાર રાતમાં [સાંજ પડ્યું હોય, પરંતુ તે જવા દ્યો – તે દૂર રહ્યું – ઊલટું) મયંક પણ જેમ દિનકર પ્રલયકાલમાં (તપે) તેમ તપે છે. •
ધર – આધાર, આલંબન. વિયાલિ — વિકાલે. વિ=દ્ધિ, બીજી વેળા અર્થાત્ રાત. [વિકાલ એટલે વિરુદ્ધ કાલ, સૂર્યાસ્તકાલ, સાંજ.] નવરિ - આ દેશી શબ્દના કંઈક યોગ્ય ભાવ પ્રાકૃતની સંસ્કૃત છાયા બનાવનાર લાવી શકતો નથી. તેની ઉપર અર્થ આપ્યો છે. આ દોહો હેમચન્દ્રજીના વ્યાકરણમાં પણ છે. જુઓ આ પૂર્વે ક્ર.૬૨. (૧૯) અજુ વિહાણવું અજુ દિણ, અજજુ સુવાઉ પવસ્તુ,
અજુગલત્યિક સયલુ દુહ, જં તુહું મહ ઘરિ પતુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org